ભારત સરકારે PIO કાર્ડની સ્કીમ રદ્દ કરી છે અને 9 જાન્યુઆરી 2015 સુધી ઇશ્યૂ કરેલા તમામ PIO કાર્ડને OCI કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે. તે સિવાય હાલમાં જે લોકો PIO કાર્ડ ધરાવે છે, તેમણે OCI કાર્ડમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. કારણ કે, હાલમાં જે પણ લોકો PIO કાર્ડ ધરાવે છે તેને OCI કાર્ડ હોલ્ડર તરીકે જ ટ્રીટ કરવામાં આવશે અને OCI કાર્ડ હોલ્ડરને મળતી તમામ સુવિધા PIO કાર્ડ હોલ્ડર મળશે. તે સિવાય તમામ PIO/OCI કાર્ડ હોલ્ડરને લાઇફ લોંગ વિઝા મળ્યા, જેને કારણે તેથી હવે ભારતમાં છ માસથી વધુ રોકાણ કરવા માટે ફોરેનર્સ રીજિયોનલ ઓફિસીસ કે ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસીસ ઇન ઇન્ડિયા પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે રજિસ્ટ્રેશન કરાવવાની માથાકૂટ પણ પડવાની પણ જરૂર નથી.
OCI કાર્ડ અંગે વધુ જાણવા માટે ક્લિક કરો
ભારત સરકારે OCI કાર્ડ ધારકો માટે ખાસ U (યુનિવર્સલ) વિઝા સ્ટિકર વિતરણની વ્યવસ્થા કરી છે. ભારત સરકારના નિયમ અનુસાર, ભારતમાં પ્રવેશતા કે બહાર જતાં NRIએ પોતાના OCI કાર્ડની સાથે યુ વિઝા સ્ટીકરવાળો ફોરેન પાસપોર્ટ પણ દર્શાવવો પડશે. જો કે, હાલમાં ફોરેન પાસપોર્ટ પર યુ-સ્ટીકર ન હોય તો પણ ઇમિગ્રેશન વિભાગ NRI વ્યક્તિને OCI કાર્ડને આધારે ક્લિયરન્સ આપી દેશે.
U વિઝા સ્ટિકર અંગે વધુ માહિતી માટે ક્લિક કરો
સ્ત્રોત : ભાસ્કર સમાચારફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/20/2019