ગામ માટે પાણીના કનેકશન લેવા બાબત |
ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર અરજી કરવાની રહે છે. |
|
ઘર માટે પાણીના કનેકશન લેવા બાબત |
ગ્રામ પંચાયત / પાણી સમિતિને અરજી કરવાની થાય છે. |
|
ઉદ્યોગ માટે પાણીના કનેકશન લેવા બાબત |
નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે. |
1. |
ગ્રામ્ય વિસ્તાર |
રૂ।. ર/- પ્રતિ ૧૦૦૦ લીટર |
2. |
નગરપાલિકા નગર પંચાયત |
રૂ।. ૪/- પ્રતિ ૧૦૦૦ લીટર |
3. |
મ્યુનિ. કોર્પો. |
રૂ।. ૬/- પ્રતિ ૧૦૦૦ લીટર |
4. |
શૈક્ષણિક, ધાર્મિક, સામાજીક તથા આરોગ્ય સંસ્થાઓ |
રૂ।.૧૦/- પ્રતિ ૧૦૦૦ લીટર |
5. |
ઔદ્યોગિક વપરાશ માટેના દરો |
રૂ।. ૧૫/- પ્રતિ ૧૦૦૦ લીટર |
નોંધ: પીવાનું પણી ગામડાઓ-નગરોને પહોંચાડવા માટે રાજ્ય સરકાર જે ખરેખર ખર્ચ કરે છે તેનાથી ઘણી ઓછી રકમ પાણી વેરા સ્વુરૂપે વસૂલવામાં આવે છે.
ઉપભોકતાના સ્તરે જ પાણી ગુણવત્તા ચકાસણી માટે રાજયના દરેક ગ્રામ પંચાયતના સ્તરે પાણી ગુણવત્તા ચકાસણીના સાધનોની કીટ તેમજ ૪.૫ વ્યક્તિઓને તાલીમ આપવામાં આવેલ છે. આ કીટ ગામના ‘આશા’ કાર્યકર, ગ્રામ-મિત્ર સ્વાસ્થ્ય, પાણી સમિતિ અથવા ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ છે. આ કીટ દ્વારા કોઇ પણ વ્યક્તિ વિના મૂલ્યે પાણી ગુણવત્તાની પ્રાથમિક ચકાસણી કરાવી શકે છે. આ કામ માટે દરેક જીલ્લામાં પાણી ગુણવત્તા ચકાસણી પ્રયોગશાળા પણ આવેલ કે જ્યાં નિયત દરે પાણીના નમૂના મોકલવાથી પાણી ગુણવત્તાની ચકાસણી કરી આપવામાં આવે છે.
પાણી ગુણવત્તા ચકાસણી ટીમની રચના |
તમામ ૧૩૯૮૪ ગ્રામ પંચાયતો |
ગ્રામ્ય સ્તરની તાલીમ |
તમામ ૧૩૯૮૪ ટીમના સભ્યો |
તાલુકા સ્તરની તાલીમ |
૧૦૬૭ (૪૩૨૩૪ તાલીમાર્થી) |
જીલ્લા સ્તરની તાલીમ |
૨૭૦ (૫૧૧૭ તાલીમાર્થી) |
રાજ્ય સ્તરની તાલીમ |
૩૪ (૧૩૭૭ તાલીમાર્થી) |
પાણી ગુણવત્તા ચકાસણી કીટ વિતરણ |
તમામ પંચાયત |
જીવાણુંકીય અશુદ્ધિની ચકાસણી માટેની કીટ વિતરણ |
૬૬૯૪૨૩ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020