ક્યારેક આપણે બસની રાહ જોતા હોઇએ અને કોઇ કારણસર બસ ના આવે ત્યારે ઘણીબધી મુશ્કેલી થતી હોય છે. એમટીએસ અને એસટીમાં મુસાફરોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે શહેરના બે યંગસ્ટર્સે 'આઈ ટ્રેક લાઈવ' નામની મોબાઇલ એપ્લીકેશન બનાવી છે. જેેને ડાઉનલોડ કર્યાબાદ તેનો નિશુલ્ક ઉપયોગ કરી શકાશે. આ એપ્લીકેશન દ્વારા બસની તમામ માહિત મેળવી શકાશે. ઉપરાંત લાંબી લાઈનમાં બસનો પાસ કઢાવવા માટે ઉભા રહેતા સ્ટૂડન્ટ પોતાના મોબાઇલ દ્વારા પાસનુ ફોર્મ ભરી શકશે.
આ મોબાઈલ એપ બનાવનાર મિહિર ગજ્જર કહે છે કે, આ એપ એમટીએસ અને એસટી બસ માટે બનાવવામાં આવી છે. મોબાઇલમાં ડાઉનલોડ કર્યાબાદ બસની તમામ માહિતી જાણી શકાશે જેને સર્ચ કરતા જુદા જુદા ફંક્શન ખુલશે જેમકે એમટીએસ, એસટી, સ્ટૂડન્ટ પાસ આ ફંક્શન દ્વારા બસનુ લોકેશન ઉપરાંત કઇ બસ કેટલા વાગે આવશે જેવી તમામ વિગત જાણી શકાશે. ઉપરાત સ્ટૂડન્ટપાસ માટેનું ફોર્મ પણ ભરી શકાશે. હું પણ એમટીએસનો નિયમિત ઉપયોગ કરુ છું ત્યારે મે ઘણીબધી સમસ્યાઓ અનુભવી છે. જેથી કરી આ સમસ્યામાંથી બહાર નિકળી શકાય તે હેતુથી મેં અને મારા મિત્ર દિશાંત શાહે આ એપ્લીકેશન બનાવી છે.
કઇ કઇ સુવિધાઓ મળશે?
એપ ખોલ્યા બાદ સરળતાથી ફંક્શન મળી રહેશે જેમા એમટીએસ અને એસટી બસની તમામ માહિતી મળશે જેમ કે, કયા રુટમાં કઇ બસ જશે અન સ્ટેન્ડ પર પહોચતા કેટલો સમય લાગશે, બસનું લોકેશન જોઇ શકાશે, જે રુટ પર જવાનુ હોય ત્યાં કેટલી બસો ચાલું છે તે જાણી શકાશે ઉપરાંત સ્ટૂડન્ટપાસનું ફોર્મ ઓનલાઇન ભરી શકાશે જેનાથી લાઇનમાં ઉભા રહેવાની મુશ્કેલી દુર થશે.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019