હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / બેન્ક ઓફ મહારાષ્ટ્ર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બેન્ક ઓફ મહારાષ્ટ્ર

બેન્ક ઓફ મહારાષ્ટ્ર વિશેની માહિતી

બેન્ક ઓફ મહારાષ્ટ્ર મોબાઇલ પર બેન્કિંગ સેવાઓની નીચે મુજબની તક આપે છે

 • જમારાશીની પુછપરછ
 • ટૂંકું નિવેદન - છેલ્લા 3 વ્યવહાર
 • ચેક ક્લિઅરન્સની સ્થિતિ જાણવા માટે
 • ભંડોળની ફેરબદલ - ગ્રાહકના પોતાના ખાતાઓમાંથી
 • ભંડોળની ફેરબદલ - બીઓમમાંથી અન્ય ખાતામાં
 • આંતર ભંડોળ ફેરબદલ
 • ચેક બુક જારી કરવા માટેની અરજી
 • ખાતાના નોંધપત્ર માટેની અરજી

નાણાની પરિવહનની મર્યાદા

એક દિવસમાં 'મહા-મોબાઇલ સુવિધા મારફતે - ગ્રાહક રૂં 50,000 / સુધીની મર્યાદામાં નાણાનું પરિવહન કરી શકે છે. પ્રતિ દિવસ નાણા પરિવહનની મર્યાદા ગ્રાહકો પોતાની ઈચ્છા મુજબ રૂ. 50000 / -ની મર્યાદામાં સુયોજિત કરી શકે છે

સુવિધા મેળવવાની લાયકાત

 1. બધા પ્રકારના બચત બેંક ખાતા ધારકો વ્યક્તિગત ક્ષમતામાં અથવા સંયુક્ત ખાતાધારક 'અથવા સર્વાઇવર'ના ધોરણે ચલાવાય છે
 2. બધા એકમાત્ર માલિકી પેઢીના વર્તમાન ખાતા અને કેશ ક્રેડિટ એકાઉન્ટ ધારક છે

સુવિધા વાપરવા માટે પૂર્વ જરૂરી બાબતો

મોબાઇલ બેન્કિંગ કાર્યક્રમ વાપરવા માટે ગ્રાહક પાસે નીચે મુજબની આવશ્યકતા રહેશે :

 • મેમરી સાથે જાવા-સક્રિયકૃત એક મોબાઇલ ફોન
 • GPRS જોડાણવાળો મોબાઇલ ફોન

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટેના દર

વર્તમાનમાં, બેન્ક મોબાઇલ બેન્કિંગ સેવા નિ:શુલક આપવામાં આવે છે, પણ જ્યારે ચેક બુક અથવા ગ્રાહકના સરનામાં પર ખાતાનું નિવેદનપત્ર કુરિયર કે ટપાલ રૂપે મોકલવાના કિસ્સામાં બેન્ક રૂ 50નો દર વસુલ કરશે.

મોબાઇલ બેન્કિંગ સુવિધા માટે નોંધણી પ્રક્રિયા

પગલું-1 :તમારી મુખ્ય શાખામાં મોબાઈલ બેંકિંગ સેવા માટે ચોક્કસ અરજીપત્ર જમા કરાવો. અરજી પત્ર તમારી નજીકની શાખામાંથી મળી શકે છે. આ શાખા અને ઈન્ટરનેટ બેંકિંગ સેલ ખાતે અરજીની સફળ પ્રક્રિયા થયા બાદ, તમે મોબાઈલ બૅન્કિંગ માટે પોસ્ટ અથવા કુરિયર દ્વારા 4 અંકનો MPIN મેળવશો

પગલું-2: તમારા મોબાઇલ ફોન પર મોબાઇલ બેન્કિંગ અરજી સ્થાપિત કરો.

 • વિકલ્પ 1 : 9975494909 પર BOMMOBILE એસએમએસ મોકલો
 • જો તમારો મોબાઇલ નંબર બેન્ક ઓફ મહારાષ્ટ્ર સાથે મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે નોંધાયેલો હોય, તો તમે એક લીંક સાથેનો એસએમએસ મેળવશો, કે જે તમારા મોબાઇલ ફોન પર મોબાઇલ બેન્કિંગ અરજી ડાઉનલોડ કરવા માટે વાપરી શકાય
 • વિકલ્પ 2 : વેબસાઇટ પરથી મોબાઈલ બૅન્કિંગ અરજી ડાઉનલોડ કરો. https://www.mahaconnect.in વેબસાઇટ ની મુલાકાત લો. અન્ય ટેકનોલોજી ઉત્પાદનના મોબાઇલ બેન્કિંગ વિભાગ પર જાઓ અને "ડાઉનલોડ મોબાઇલ બેન્કિંગ અરજી" લિંક પર ક્લિક કરો. તમાર પીસી પર કાર્યક્રમ ડાઉનલોડ કરો અને પછી તમારા મોબાઇલમાં યુએસબી માહિતી કેબલ અથવા બ્લ્યૂટૂથ મદદથી એપ્લિકેશનને પ્રાપ્ત કરી લો.

પગલું - 3 : મહા-મોબાઇલ માટે નોંધણી પ્રક્રિયા:

 1. તમારા મોબાઇલ પર ડાઉનલોડ કરેલી મહા-મોબાઇલ એપ્લિકેશન શરૂ કરો.
 2. બેંકમાં નોંધાયેલો તમારો મોબાઇલ નંબર અને બેન્ક દ્વારા પોસ્ટ કે કુરિયર દ્વારા તમે પૂરા પાડેલ એમપીન દાખલ કરો અને "નોંધણી"ને પસંદ કરો.
 3. મહા-મોબાઇલ નિયમો અને શરતોનું તારણ તમારા મોબાઇલ સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. "સંમત છું" તે વિકલ્પને પસંદ કરો
 4. આગળની સ્ક્રીનમાં તમે તમારા 6 અંકના મોબાઇલ બેન્કિંગ અરજીનો પાસવર્ડ (આંકડાકીય) સુયોજિત કરો. અરજી પાસવર્ડ બે વખત દાખલ કરો, એકવાર અરજી પાસવર્ડ બૉક્સમાં અને પછી ખાતરી કરવા માટેના અરજી પાસવર્ડ બૉક્સમાં દાખલ કરો અને "સાચવો" વિકલ્પ પસંદ કરો.
 5. હવે અરજી તમને નેટવર્ક વપરાશ માટે પૂછશે, કાર્યક્રમને GPRS મારફતે નેટવર્ક વાપરવા માટે પરવાનગી આપે છે. નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રતીક્ષા કરો; જેમાં 1-2 મિનિટ આસપાસનો સમય લાગી શકે છે.
 6. સફળ નોંધણી પછી, બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી એમપીન કૃપા કરીને બદલી નાખો.
 7. તમારી MPIN અને અરજી પાસવર્ડને સુયોજિત કર્યા બાદ યાદ રાખો.
 8. કૃપા કરીને નોંધ કરો કે તમારી MPIN તમે પાછી મેળવી શકાય છે, પરંતુ જો તમે તમારી અરજી પાસવર્ડ ભૂલી ગયા તો પછી તમે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નોંધણી પ્રક્રિયા ફરી એક વાર કરવાની રહેશે
 9. સફળ નોંધણી પછી, તમે મોબાઇલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ શરૂ કરી શકો છો.

વધુ માહિતી:

 • મોબાઇલ બેન્કિંગ માટેની નોંધણી પ્રક્રિયા ,અરજી પત્ર ડાઉનલોડ,સેવાઓ  વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
 • બેંક ઓફ મહારાષ્ટ્ર વિષે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
2.87037037037
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top