દેના બેંકિંગ મોબાઇલ એસએમએસ મારફતે તેમના ગ્રાહકો માટે આ બેન્કિંગ સેવાઓ આપે છે:
- ખાતામાં જમાનાણાની પુછપરછ
- ખાતાનું ટૂંકું નોંધપત્ર લેવા
- ચેકની ચૂકવણી/મંજૂરીના દરજ્જાની જાણ માટે
એસએમએસ બેંકિંગ માટે નોંધણીની પ્રક્રિયા
સીબીએસ શાખાઓના તમામ ગ્રાહોકે કે જે ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધાના વપરાશકર્તાઓ છે તેઓ આ સુવિધા મેળવી શકો છો. રજીસ્ટ્રેશન પ્રક્રિયા નીચે આપેલ છે:
- એ. જો ગ્રાહક હાલમાં ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા ધરાવે છે, તો ગ્રાહક પોતે ઈન્ટરનેટ બેન્કિગ વપરાશકર્તા છે અને એસએમએસ બેન્કિંગ સુવિધા મેળવવા ઇચ્છે છે તેવા ઉલ્લખ સાથે બેન્કની શાખાને અરજી પત્ર જમા કરવાની જરૂર રહે છે. વિનંતીપત્રમાં, ગ્રાહકે ગ્રાહક આઈડી અને મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરવાનો રહે છે. અન્ય ગ્રાહકો, ઇન્ટરનેટ બેન્કિંગ અરજી પત્ર ડાઉનલોડ કરવાનું રહે છે અને અરજીપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહે છે કે તેઓ ઇન્ટરનેટ બેન્કિંગ અને એસએમએસ બેંકિંગ સુવિધા મેળવવા માંગે છે.
- બી. ગ્રાહકે ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા માટે ઈન્ટરનેટ પર લોગઈન કરવાનું રહે છે અને CUSTOMIZE મેનુમાં SET SMS PASSWORD સયોજિત કરવાથી તે એસએમએસ બેંકિંગ સુવિધાનો ઉપયોગ શરૂ કરી શકે છે.
- સી. પાસવર્ડ સુયોજિત કર્યા બાદ ગ્રાહક એસએમએસ બેન્કિંગ સુવિધા મેળવી શકે છે. જેનો પ્રતિભાવ ગ્રાહકને તેના મોબાઇલ નંબર પર પ્રાપ્ત થશે
મોબાઇલ બેન્કિંગનો ખર્ચ
હાલમાં આ સેવા નિ:શુલ્ક ઉપલબ્ધ છે.
સેવાઓ મેળવવા માટેની પ્રક્રિયા
ગ્રાહક બેન્કના મોબાઈલ નંબર - 9619141566 પર મોબાઇલ એસએમએસ સંદેશો મોકલવાનો રહેશે. . તમામ વિગતો આ ચિન્હ હેઠળ < > ગ્રાહકે દાખલ કરવાની રહેશે. < SMSPWD > એ ગ્રાહક દ્વારા સુયોજિત પાસવર્ડ છે અને < A/C NUMBER > એ ગ્રાહકનો ખાતા ક્રમાંક છે.
ક્રમ નં.
|
સુવિધા
|
નીચે આપેલા શબ્દો 9619141566 ને એસએમએસ કરો
|
1.
|
ખાતામાં જમાનાણા
|
DENRBAL < SMSPWD > < A/C NUMBER >
|
2.
|
ટૂંકું નોંધપત્ર
|
DENRTRAN < SMSPWD > < A/C NUMBER >
|
3.
|
ચેકનો દરજ્જો
|
DENRCHQSTATUS < SMSPWD > < CHQNUM > < ACCTNUM >
|
દેના બેંકની ફોન બેન્કિંગ સેવાઓ
દેના બેંકની ફોન બેન્કિંગ સિસ્ટમ એ અરસપરસ ધ્વનિ પ્રતિભાવ વ્યવસ્થા (IVR સિસ્ટમ) છે. ગ્રાહક આ સુવિધા મેળવવા માટે ટોલ ફ્રી 18002336427 નંબર ડાયલ કરવાનો રહે છે. ફોન બેન્કિંગ એપ્લિકેશન ગ્રાહકને 'ગ્રાહક આઈડી' અને "લોગ ઈન પાસવર્ડ" દાખલ કરવા માર્ગદર્શન આપે છે અને તે ગ્રાહક દ્વારા પસંદ કરેલ વિકલ્પ પર આધારિત હશે, ફોન બેન્કિંગ સિસ્ટમ ગ્રાહકની વિનંતી અનુસાર સેવા કરશે. જો ગ્રાહક નાણાકીય વ્યવહાર કરવા માંગે છે, તે તે માટે પણ ટ્રાન્ઝેકશન પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડશે
હાલમાં, નીચેના લક્ષણો ફોન બૅન્કિંગમાં ઉપલબ્ધ છે:
- તમામ ખાતાના જમાનાણાની પૂછપરછ
- બેંકનું ટૂંકું નોંધપત્ર (5 વ્યવહારો) મેળવવા માટે
- ઈ મેલ દ્વારા હિસાબ નિવેદન મેળવવા (વર્તમાન તારીખથી છેલ્લા 3 મહિના દરમ્યાનના કોઇપણ સમય માટે)
- ફેકસ દ્વારા હિસાબ નિવેદન (છેલ્લા 9 વ્યવહારો)
- જારી થયેલા ચેકની પરિસ્થિતિ જાણવા (ચૂકવાયેલા/ન ચૂકવાયેલા)
- ચેક દ્રારા ચૂકવણી પર રોક લગાવવા માટે વિનંતી
- ડેબીટ કાર્ડના વ્યવહારની પુછપરછ માટે
- નાણાની ફેરબદલ (બેન્કની અંદર પોતાના ખાતામાં .)
- નાણાની ફેરબદલ (બેન્કની અંદર ત્રીજા પક્ષના ખાતામાં )
ફોન બેન્કિંગ માટે નોંધણીની પ્રક્રિયા
સીબીએસ શાખાઓના તમામ ગ્રાહકો આ સુવિધા મેળવી શકો છો. ગ્રાહકોએ આ માટે શાખામાં ફોન બૅન્કિંગ અરજી પત્ર સુપ્રત કરવાની જરૂર છે. બે પાસવર્ડ આપવામાં આવશે, જેમાંથી એક બિન-નાણાકીય લેવડદેવડ માટે 'પ્રવેશ' પાસવર્ડ અને નાણાકીય લેવડદેવડ માટે -"વ્યવહાર" પાસવર્ડ આપવામાં આવશે. પાસવર્ડ શાખાઓને પહોંચાડી દેવાશે. ગ્રાહકે શાખાઓમાંથી પાસવર્ડ્સ એકત્રિત કરી લેવાના રહેશે.
વધુ માહિતી
- દેના બેંકની ફોન બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
- મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે અરજીપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- મોબાઇલ ચેતવણી બેન્કિંગ સુવિધા અને મોબાઈલ માટે નિયમો અને શરતો જાણવા માટે અહીં ક્લિક કરો