অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેનેરા બેન્ક

કેનેરા બેન્ક

કેનેરા બેન્ક મોબાઇલ પર બે રીતે બેન્કિંગ સેવાઓ આપે છે:

  • એસએમએસ વિનંતી / તપાસ સુવિધા
  • એસએમએસ ચેતવણી સુવિધા

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે જરૂરિયાત

  • મોબાઇલ ફોન કે જે એસએમએસ સહયોગ આપે છે (જીએસએમ અથવા સીડીએમએ)
  • ઈમેલ આઈડીની નોંધણી અને બેન્ક સાથે મોબાઇલ નંબરો

એસએમએસ વિનંતી/ તપાસ સુવિધા હેઠળ ઉપલબ્ધ સેવાઓ

  • એસએમએસ બેંકિંગ માટે નોંધણી
  • પ્રાથમિક ખાતું બદલો
  • સીએએસએમાં જમા રકમ જોવા માટે
  • શરતી જમાની વિગતો જોવા માટે,
  • જારી થયેલા ચે ની મંજૂરી સ્થિતિ ચકાસવા માટે
  • ટૂંકું બેન્ક નિવેદન (છેલ્લા 5 વ્યવહારો) મેળવવા માટે
  • એસએમએસ બેંકિંગને રદ કરવા માટે

એસએમએસ / ઈ મેલ ચેતવણીઓ સુવિધા હેઠળ ઉપલબ્ધ સેવાઓ:

બેન્ક એસએમએસ / ઈમેલ દ્વારા નીચેની ઘટનાઓ પર ચેતવણી સંદેશો મોકલે છે :

  • જ્યારે ડેબીટ / ક્રેડિટ વ્યવહારની રકમ રૂ. 10,000 / - થી ઉપર અથવા ગ્રાહક દ્વારા સ્પષ્ટ થયેલ રકમથી ઉપર જાય,
  • ગ્રાહકોના ચાલુ ખાતા / ગ્રાહકોના કોઈપણ મંડળી ખાતાની જવાબદારી પર માસિક ચેતવણી,
  • જ્યારે ગ્રાહક મંડળી ખાતાની ડેબિટ જમા જાય અથવા મર્યાદા કરતાં વધી જાય ત્યારે ઓવરડ્રાફટ ચેતવણી

એસએમએસ વિનંતી / તપાસ સુવિધા માટે નોંધણી પ્રક્રિયા

  • તમારી મુખ્ય શાખામાંથી મોબાઇલ બેન્કિંગ અરજી પત્ર મેળવી લો
  • આ ભરેલ અરજી પત્રની નકલ કરો
  • અરજી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાય છે www.canarabank.in
  • અરજી, તમે ખાસ એસએમએસ અરજી સુવિધા માટે વિનંતી કરી શકો છો,
  • એસએમએસ વિનંતી સુવિધા માટે તમે તમારી શાખામાંથી તમારો ગ્રાહક આઈડી જાણો અને તેની નોંદ કરી લો.
  • ઈ મેલ આઈડી અને મોબાઇલ નંબરોની વિગતો (દેશનો કોડ સાથે) જે એસએમએસ વિનંતી સુવિધા જેનો એપ્લિકેશનમાં ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
  • તમામ એસએમએસ ટૂંકા અંક '6161'માં મોકલવામાં આવે તે જરૂરી છે

બેન્કિંગ સેવાઓ માટે એસએમએસ મોકલવા માટેની જરૂરી કાર્યવાહી

ક્ર્મ નં.

મુખ્ય શબ્દો

સંદેશનો પ્રકાર

હેતુ

1.

CANREG
or
canreg

CANREG <ગ્રાહક ક્રમાંક >

પ્રાથમિક ખાતા તરીકે અગાઉ ખોલેલા ખાતા માટે મોબાઇલ બેન્કિંગ સેવાની નોંધણી

CANREG <ગ્રાહક ક્રમાંક >  <A/c No.>

પ્રાથમિક ખાતા તરીકે તમારા દ્રારા દાખલ કરાયેલા ખાતાક્રમાંક માટે મોબાઈલ બેન્કિંગ સેવાની નોંધણી

2.

CANACC
or
canacc

CANACC <ગ્રાહક ક્રમાંક > <Acct.No>

પ્રાથમિક ખાતા ક્રમાંક બદલવા માટે

3.

CANBAL
or
canbal

CANBAL <ગ્રાહક ક્રમાંક>

પ્રાથમિક ખાતાના જમા રકમની તપાસ માટે

CANBAL <ગ્રાહક ક્રમાંક> <Acct.No>

અન્ય ખાતાની જમા રોકડની તપાસ માટે

4.

CANTDQ
or
cantdq

CANTDQ <ગ્રાહક ક્રમાંક>

પહેલા 3 ગાળાના શરતી હિસાબ પુછપરછ માટે

CANTDQ <ગ્રાહક ક્રમાંક > <Acct.No>

ચોક્કસ ખાતાની TDની પુછપરછ માટે

5.

CANCHQ
or
canchq

CANCHQ <ગ્રાહક ક્રમાંક> <ચેક ક્માંક>

પ્રાથમિક મંડળી ખાતાને જારી કરેલા ચેકના દરજ્જાની પુછપરછ માટે

6.

CANTXN
or
cantxn

CANTXN <ગ્રાહક ક્રમાંક >

પ્રાથમિક ખાતાના છેલ્લા પાંચ વ્યવહારોની પુછપરછ માટે...

CANTXN <ગ્રાહક ક્રમાંક > <Acct.No>

અન્ય ખાતાના છેલ્લા પાંચ વ્યવહારોની પુચપરછ માટે...

7.

CANDEL
or
candel

CANDEL <ગ્રાહક ક્રમાંક >

એમએમએસ સુવિધા રદ કરાવવા માટે..

8.

CANHLP
or
canhlp

CANHLP

સિસ્ટમ તમામ મુખ્ય શબ્દો અને તેના કાર્યોની યાદી આપે છે

કેનેરા બેન્કની ટેલિ-બેન્કિંગ સેવા

કેનેરા બેન્ક તેના ગ્રાહકોને વધારે કિંમતી સેવા આપે છે, જેમ કે, તેમના ગ્રાહકોને ટેલિ બેન્કિંગ સેવાઓ, જે તેમના ઘરમાં રહીને બેન્કિંગ સંબંધિત સેવાઓ સંભાળવા માટે આપે છે. બેંક દ્વારા ફાળવવામાં આવેલા નંબર દ્વારા, ગ્રાહકો બેન્કિંગ વ્યવહારોના મોટા ભાગના કામ કરી શકે છે. હાલમાં ટેલિ-બેન્કિંગ સુવિધા સમગ્ર દિવસ દરમ્યાન ઉપલબ્ધ છે. આ સુવિધા અમારી કોર બેંકિંગ શાખાઓના ખાતા ધારક માટે જ ઉપલબ્ધ છે. ગ્રાહકો ટોલ ફ્રી નંબર ડાયલ કરી શકો છો. ભારતની અંદર 0018 425 1800 બેન્કમાંથી નીચેની સેવાઓ મળી શકે છે.

  • ગ્રાહક તમામ ખાતાઓના સંદર્ભમાં જમારાશી તપાસ,
  • ખાતાના છેલ્લા 5 વ્યવહારોની વિગતો,
  • ચેકની સ્થિતિની તપાસ
  • ફેક્સ / ઇમેઇલ, કે પોસ્ટ મારફતે ખાતાના નિવેદનની અરજી,
  • ચેકની ચૂકવણીની સૂચનાઓને રોકો,
  • ગ્રાહકના ધિરાણની વિગતો,
  • બેન્કના ઉત્પાદનની માહિતી

ટેલિ બેન્કિંગ સેવાઓ મેળવવાની પ્રક્રિયા:

  • તમારી મુખ્ય શાખા પર ફોન-બેન્કિંગ સુવિધા મળે તે માટે અરજી પત્રની નકલ જમા કરો,
  • આ શાખામાંથી યોગ્ય રીતે આગળ અરજી મળી ગયા પછી, TPINs, FTPINs, કેન્દ્રિય જેવાબદારી પેદા થાય છે અને કુરિયર મારફતે તમે મળશે.
  • તમે જ્યારે પ્રથમ વખત પ્રવેશ કરો છો ત્યારે અચૂકપણે તેમની TPIN, FTPINમાં ફેરફાર કરાવો .

વધુ માહિતી માટે:

કેનેરા બેંકની ફોન-બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate