હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / માહિતી સંચાર ટેકનોલોજી-ICT / પોથી -ગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પોથી -ગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી

પોથી -ગ્રામીણ ૫રિપ્રેક્ષ્યમાં માહિતી સંચાર ટેકનોલોજી વિશેની માહિતી

પ્રસ્તાવના

ગ્રામીણ પરિપ્રેક્ષઅને માહિતી સંચાર ટેકનોલોજીને ઘ્યાનમાં રાખીને ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવેલ પુસ્તક ‘’ગ્રામીણ પરિપ્રેક્ષમાં માહિતી સંચાર ટેકનોલોજી’’ કમ્પ્યૂટર અને વ્યવસ્થા૫નની વિવિઘ વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને ગ્રામીણ ટેકનોલોજીના અભ્યાસુઓને ખૂબજ ઉ૫યોગી થશે.માહિતી સંચાર ટેકનોલોજીની પ્રાથમિક માહિતીથી લઇ તેને ગ્રામીણ પરિપ્રેક્ષ સમાવતી મોટાભાગની માહિતીનો સંચય કરવામાં આવ્યો છે. કમ્પ્યૂટર, વ્યવસ્થા૫ન, ગ્રામવિકાસ અને સંબંઘિત સંશોઘન ક્ષેત્રમાં અભ્યાસ કરતા,કાર્ય કરતા અને સાથે સંકળાયેલા તમામની જરૂરિયાતો સંતોષાશે તેવી અપેક્ષા છે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી અનામિક શાહ અને કુલસચિવશ્રી રાજેન્દ્ર ખીમાણી તરફથી મળેલ સહકાર અને પ્રેરણા માટે તેમના અંત:કરણથીઆભારી છીએ.
"ગ્રામીણ પરિપ્રેક્ષમાં માહિતી સંચાર ટેકનોલોજી" પુસ્ત્કને આ સ્વારૂપમાં તૈયાર કરવા માટે આપેલ સલાહ સૂચન માટે ડો. અજય ૫રીખ તથા ઘિરેન ૫ટેલ નાઅંતકરણથી આભારી છીએ. મારા વિભાગના સાથી સેવકગણ ડો. લોકેશ જૈન,અમીષા શાહ, મયુરી ફાર્મર,ભાવિન ૫ટેલ, મનહર મકવાણા, આશિષ વર્માના સહયોગ બદલ અંતકરણથી તેમના આભારી છીએ.
’ગ્રામીણ પરિપ્રેક્ષમાં માહિતી સંચાર ટેકનોલોજી’’પુસ્તોકમાં કૂલ 8 પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રકરણ-1માં ગ્રામ વિકાસ અંગેનો સામાન્યપરિચય કે જેમાં ખ્યારલ, પ્રકાર, ઉપયોગિતા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યોક છે. પ્રકરણ-2માં ગ્રામીણ ૫રિપ્રેક્ષમાં ટેકનોલોજીની રચના, લાક્ષણિકતાઓ અને સામાજીક અનુબંઘનો ખ્યારલ આપવામાં આવ્યોા છે. પ્રકરણ-3માં માહિતી સંચાર ટેકનોલોજી અંતર્ગત સામાન્ય સમજ, ઘટકો, સંદર્ભ, વ્યાખ્યાઓ, અહેવાલનું વિષ્લેષણ તથા વિવિધ સ્ત્રોતો તથા સ્વછરૂપોની ચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ-4માં માહિતી સંચાર ટેકનોલોજી અંતર્ગત અમલીકરણ પ્રકિ્યા કે જેમાં ગ્રામીણ સંદર્ભમાં ટેકનોલોજી અને સરકાર ઘ્વારા તેનો અમલ તેમજ ડિજિટલ ડિવાઇડ, ઇ-રેડીનેશ ઉ૫રાંત ઇ-ગર્વનન્સ કાર્યક્રમનો ખ્યાાલ આપવામાં આવ્યોર છે. પ્રકરણ-5માં ભારતમાં માહિતી સંચાર ટેકનોલોજી અંતર્ગત અમલીકરણમાં મુકવામાં આવેલ વિવિઘ ૫રિયોજનાઓની ચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ-6માં ભારતમાં અમલમાં મુકાયેલ ડિજિટલ ભારત કાર્યક્રમ મોડલ અને અમલીકરણ પ્રકિ્યાની ચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ-7માં ગુજરાતમાં અમલમાં મુકાયેલ ડિજિટલ કાર્યક્રમ અંતર્ગત થયેલ ટેકનોલોજી વિકાસ અને વિવિઘ કાર્યક્રમોનીચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ-8માં ગ્રામવિકાસનું પ્રસ્તાવિત માહિતી સંચાર ટેકનોલોજીમોડલઅને તેનું માળખું, લક્ષણ, સ્તર, રચના,પ્રકાર અને ઉપયોગિતા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યોા છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાેતક અને અનુસ્નાવતક કક્ષાએ મોટી સંખ્યારમાં વિદ્યાર્થીઓને માતૃભાષામાં તાલીમઆપવાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિકઅનુભવને કારણે આ પુસ્તષકને સરળ અને જરૂરિયાત પ્રમાણે ઢાળવામાં નોધપાત્ર મદદ મળી છે.

પ્રકરણ : ૧ ગ્રામવિકાસ

પ્રસ્તાવના

ભારત ગામડાઓનો દેશ છે અને ત્યાંી 2/3 જેટલી વસ્તી રહે છે જે રાષ્ટ્રી ય વિકાસની કરોડરજજુ છે, એટલે ગામોના વિકાસ વગર દેશનો વિકાસ શકય જ નથી. ભારત માટે ફકત રાજનૈતિક આઝાદી પૂરતી નથી પણ એવી આર્થિક સક્ષમતા જરૂરી છે, જેમાં સામાજિક ન્યાીય અને સમાનતાને પોષણ મળી શકે.
વિકાસની સંકલ્પસના વિશે સ્વાવવલંબી અભિગમ ધરાવનાર રાષ્ટ્રહપિતા મહાત્મા ગાંધીએ એવા અભિપ્રાયો વ્યમકત કર્યા છે કે‘’જયાં સુધી ગરીબમાં ગરીબ માણસને વિકાસના કેન્દ્રભમાં ન રાખવામાં આવે ત્યાં સુઘી લોકોની મુશ્કેાલીઓ ઓછી ન થાય, તેમના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો ન થાય અને તે લોકો કોઇપણ ભેદભાવ વગર વિકાસ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ન ભજવે ત્યાંપ સુધી સાચા અર્થમાં વિકાસ શકય નથી.’’ બીજા શબ્દોામાં કહીએ તો ગામડા ત્યાારે જ વિકસિત થશે કે જયારે તે સ્થાોનિક લોકોની પાયાની જરૂરિયાત સંતોષવામાં આત્મથનિર્ભર બને. પહેલાનાં સંદર્ભમાં એ જરૂરિયાત રોટી, કપડા અને મકાન સુધી મર્યાદિત હતી પણ આજના વૈશ્ચિકયુગમાં પારસ્પ રિક નિર્ભરતા વધી છે સાથે સાથે સંકલનની મુશ્કેૈલીઓમાં પણ વધારો થયો છે.
આથી હવે મહત્વેપૂર્ણ એ છે કે લોકોના જીવન ઉત્થા ન માટે કેવી રીતે વહીવટી, આર્થિક અને સામાજિક શોષણ અટકાવીને વિકાસ પ્રક્રિયાને પારદર્શક, શુદ્ધ અને ઝડપી બનાવવી વગેરે બાબતોનો વિચાર કરી આત્મરવિશ્વાંસ તેમજ આત્માનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્તપ કરવાનું છે. આ અભિગમ વર્તમાન સ્થિાતિ અને સંજોગો પ્રમાણે વિસ્તૃુત થયો છે.

મહત્વ

આપણા રાષ્ટ્રરપિતા મહાત્મા ગાંધીજીએ સાચું જ કહ્યું છે કે ભારત દેશ ગામડામાં વસે છે. ભારતની આશરે 65 ટકા વસ્તીનો હિસ્સોત ગામડાઓમાં છે. આપણાં ગામડાઓ ભારતનું સાચું અને સ્પષ્ટ ચિત્ર રજુ કરે છે. તેથી ગ્રામવિકાસ આપણાં આર્થિક આયોજનમાં મહત્વજનું સ્થા‍ન ધરાવેછે . ગ્રામ્ય પ્રજાનો વિકાસ કર્યા સિવાય દેશના આર્થિક વિકાસને વેગ આપવો અશકય છે. એટલા માટે જ આયોજનના વિવિધ તબક્કા દરમ્યાવન ગ્રામ્યર ગરીબોના જીવનસ્તારમાં સુધારા માટેના પ્રયત્નો ને વધુ મહત્વશ આપવામાં આવે છે. આ રીતે ગ્રામવિકાસએ તેની પ્રકૃતિ અને સમાવિષ્ટમ બાબતોને અનુલક્ષીને બહુ-પારિમાણિક શાખા છે. આથી ગ્રામવિકાસને ગ્રામ્ય્ વિસ્તાષરમાં વસતાં લોકોના સમૂહની આર્થિક, સામાજિક અને સાંસ્કૃ્તિક બાબતોમાં સુધારો કરવા માટેના વ્યૂછહ તરીકે જોવામાં આવે છે.
આઝાદી બાદ ભારતે અનેક વિધક્ષેત્રે પ્રગતિ કરી છે અને વિકાસની દિશામાં સારી એવી પ્રગતિ મેળવી છે. તેમ છતાં રાષ્ટ્રી ય જીવનનાં અન્ય. પાસાનાં એકંદર વિકાસની સાથે ગ્રામ્યૂ વિસ્તાીરોનો વિકાસ તાલ મેળવી શકયો નથી. ગ્રામવિકાસ વર્ષોથી રાજકીય નીતિઘડતર અને નિર્ણયીકરણમાં અંદર-બહાર થતું રહ્યું છે, અને છેવટે તેને આયોજનમાં સંકલિત ખ્યાઅલ સ્વગરૂપે દાખલ કરવામાં આવ્યુછ છે .દેશના વિકાસમાંની વર્તમાન અસમતુલા દૂર કરવા છેલ્લાય કેટલાક વર્ષોમાં રાષ્ટ્રી ય નવનિર્માણમાં ગ્રામવિકાસને કેન્દ્રામાં મોખરે મૂકવા જરૂરી પગલાં ભરવામાં આવ્યા્ છે. કેન્દ્રાના ગ્રામવિકાસ મંત્રાલયે અનેક પગલાં ભર્યા છે. સરકારી ફંડનો મોટો હિસ્સોન ગ્રામ વિકાસક્ષેત્રે ફાળવવાની અગ્રતાના કારણે ફાળવણીમાં વૃઘ્ઘિ થઈ છે. જો કે ગ્રામવિકાસએ એક પવિત્ર ખ્યાછલ છે, પરંતુ દરેક વ્યિક્તિે ઘ્વારા તેનું અર્થઘટન અલગ-અલગ રીતે કરવામાં આવે છે. તાજેતરના સમયમાં ગ્રામીણ આત્મ -નિર્ભરતાના ખ્યા લે સામાજિક કાર્યકરો અને નીતિના ઘડવૈયાઓનું ઘ્યા‍ન ખેંચ્યુ્ છે. ગ્રામીણક્ષેત્રની મોટાભાગની વસ્તીીગરીબી રેખાની નીચે જીવે છે. આમાં જમીનવિહોણા મજૂર, નાના અને સીમાંત ખેડૂતો, કારીગરો અને સમાજના અન્યવ નબળાં વર્ગોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો આર્થિક સંકળામણ, શોષણ, ભેદભાવ અને માનસિક ત્રાસ વગેરેથી ખૂબજ પ્રભાવિત હોય છે. તેઓની અતિશય ગરીબાઈ અને અમાનવીય રહેંણાક પરિસ્થિતિના કારણે જ નવી નીતિ નિર્ધારણમાં ગ્રામ્યી પ્રજાલક્ષી સુધારાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. રાષ્ટ્રી ય અને આંતરરાષ્ટ્રી ય કક્ષાએ આ લોકોની જીવનશૈલીમાં સુધારો કરવો એ મહત્વમની ચર્ચાનો વિષય છે.

ખ્યાલ

‘‘ગ્રામવિકાસ એટલે સ્થારનિક સાધનો-ભૌતિક, જૈવિક અને માનવીયના મહત્તમ વિકાસ અને ઉપયોગ ઘ્વારા તથા વિવિધ સેવાઓથી જરૂરી સંસ્થાયકીય, માળખાકીય અને મનોવૃત્તિગત સુધારાઓ પૂરા પાડીને ગ્રામીણ લોકોનો તથા ગ્રામીણ વિસ્તાતરનો સંકલિત વિકાસ કરવો, જેમાં ફકત આર્થિક ક્ષેત્ર-કૃષિ અને ગ્રામોદ્યોગનો જ સમાવેશ થતો નથી, પરંતુ સ્વામસ્થક અને પોષણ, મકાન, પીવાનું પાણી, સેનીટેશન અને શિક્ષણના ક્ષેત્રમાં જરૂરી સામાજિક અને માળખગત સવલતો અને સેવાઓની પૂર્તતા કરવી, જેનો મૂળભૂત હેતુ ગ્રામીણ ગરીબો અને ગ્રામીણ નબળા વર્ગના જીવન-ધોરણમાં સુધારો કરવાનો છે''. આમ, ગ્રામ વિકાસ એટલે ગ્રામ સવલતોમાં સુધારો માત્ર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ગ્રામ પ્રજાની લઘુત્તમ જરૂરિયાતો પૂરી પાડવી, ઉત્પારદકતા અને રોજગારીની તકોમાં વધારો કરવો તથા ગ્રામીણ સંસાધનોના સંકલિત ઉપયોગ ઘ્વારા ગ્રામીણક્ષમતામાં વધારો કરવો.
વિશ્વા બેંકના મતે, ‘‘ગ્રામવિકાસ એટલે ગ્રામવિસ્તાસરમાં વસતાં નીચી આવક ધરાવતા સમૂહના જીવન ધોરણમાં સુધારો કરવો અને આરી તે ગ્રામવિકાસની પ્રક્રિયાને આત્મજનિર્ભર (Self-sustaining) બનાવવી''. આ ખ્યામલમાં ગ્રામીણ વિસ્તાારમાં વસતા અતિ ગરીબ લોકોને લાભ પહોંચાડવાની વાત કરવામાં આવી છે. વિશ્વu બેંક અને અન્યચઆંતરરાષ્ટ્રી ય સંસ્થાસઓ ઘ્વારા ગ્રામ વિસ્તાંરમાં ઉત્પાાદન અને ઉત્પાાદકતામાં વધારો, રોજગારીની તકોમાં ઉમેરો અને ગ્રામ ક્ષેત્રે ઉપલબ્ધદ જમીન, શ્રમ અને મૂડીના યોગ્યં ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યોર છે. ગ્રામવિકાસને ગ્રામીણ લોકોની જીવન શૈલીના સુધારાના તબક્કા તરીકે નહી, પરંતુ આ સુધારાઓની જરૂરી ચોક્કસ શરતો સ્વ્રૂપે ગણવામાં આવે છે. ગ્રામવિકાસમાં એ તમામ સુધારાઓનો સમાવેશ થાય છે, જેના ઘ્વારા લોકોનું જીવન અપેક્ષા રહિત સ્થિરતિમાંથી ભૌતિક અને સામાજિક રીતે વધુ સારી સ્થિજતિ તરફ પ્રયાણ કરે છે.

હેતુઓ

ગ્રામ વિકાસના મુખ્‍ય હેતુઓ નીચે પ્રમાણે છે.

 • ચોક્કસ પેદાશો અને સેવાઓની સામાજિક અને આર્થિક માળખા સ્‍વરૂપે પૂર્તતા કરવી.
 • તમામ ગ્રામ કુટુંબોની આવકમાં વધારો કરવો અને એ રીતે ઘ્‍યાન રાખવું કે આવતા વર્ષોમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકો તે પરિસ્‍થિતિમાંથી બહાર આવે અને આ માટે સતત પ્રયત્‍નશીલ રહેવું.
 • ગ્રામ ગરીબોની સ્‍થિતિમાં સુધારો કરવો.
 • ગ્રામ વિસ્‍તારમાં વધારાની રોજગારીની તકો ઊભી કરવી.

આ હેતુઓ પૂરા કરવા માટે યોગ્‍ય ગ્રામવિકાસલક્ષી વ્‍યૂહ-રચનાની જરૂર છે. આ વ્‍યૂહ-રચના એ ગ્રામજીવનમાં સુધારા માટેની મૂળભૂત જરૂરિયાત છે, જેના ઘ્વારા રોજગારીની તકોમાં ઉમેરો કરીને ગ્રામીણ ક્ષમતામાં વધારો કરી શકાય છે, જે તેમની આર્થિક સ્‍થિતિમાં સુધારો કરે છે.ગ્રામ વિકાસની સમગ્ર પ્રક્રિયા માટે તે જે વાતાવરણમાં કાર્યરત છે, તેની તમામ કામગીરીનું સંકલન જરૂરી છે, જે ચોક્કસ હેતુસર ભવિષ્‍ય માટે અમુક પરિસ્‍થિતિનું નિર્માણ કરે છે. આ પરિસ્‍થિતિ ગ્રામ વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

ગ્રામવિકાસ માટેની નિશ્ચિત જરૂરિયાતો છે, જે આ પ્રમાણે છે.

 • રાષ્‍ટ્રીય કૃત બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો જેવી ધિરાણ પૂરું પાડતી સંસ્‍થાઓ વચ્‍ચે યોગ્‍ય સમન્‍વય.
 • વિવિધ પરિયોજનાને બેંકેબલ બનાવવા માટે હયાત અસ્‍કયામતોમાં સુધારો/વધારો કરવા નવી અસ્‍કયામતો ખરીદવા માટે આર્થિક સહાયની જોગવાઈ.
 • ગ્રામ ક્ષેત્રે યોગ્‍ય કાચો માલ અને અન્‍ય નિપજકોનો પૂરતો પૂરવઠો પ્રાપ્‍ત થાય તેવી વ્‍યવસ્‍થા કરવી.
 • ગ્રામપેદાશોનું યોગ્‍ય કિંમતે વેચાણ થાય તે માટે બજારનું આયોજન કરવું.
 • ગ્રામ લોકોની આવડત અને જ્ઞાનમાં સુધારો કરવો.
આમ, ગ્રામ વિકાસ ફકત એટલા માટે જ જરૂરી નથી કે આપણી મોટાભાગની વસ્‍તી ગામડામાં વસે છે, પરંતુ દેશના આર્થિક ક્ષેત્રને વેગ ફકત ગ્રામ વિકાસ ઘ્વારા જ આપી શકાય છે. ગ્રામ વિકાસ એ ગ્રામ અર્થતંત્રના સમગ્રલક્ષી વિકાસ સાથે સંકળાયેલ એક પવિત્ર ખ્‍યાલ છે. તે માળખાકીય સવલતો – જેવી કે, રસ્‍તા, વાહન વ્‍યહવાર, વીજળી, વીમાક્ષેત્ર, બેંક, ગ્રામીણ ઉદ્યોગો, સસ્‍તા ઘર જેવી પાયાની જરૂરિયાતો સંતોષવી ઉપરાંત ગ્રામ ગરીબી, બેરોજગારી, પોષણ અને સ્‍વાસ્‍થ્‍યલક્ષી સગવડો, સ્‍થાનિક કલા અને કારીગરો વગેરેના વિકાસ સાથે સંકળાયેલ છે. જયારે ગ્રામવિકાસનું ક્ષેત્ર તેની પ્રકૃતિની દ્રષ્‍ટિએ બહુ પારિમાણિક છે અને આ ક્ષેત્રમાં વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓ કાર્યરત છે ત્‍યારે આ ક્ષેત્રમાં મહતમ સફળતા પ્રાપ્‍ત થાય એ માટે જરૂરી બને છે કે આ તમામ સંસ્‍થાઓ સંકલન અને સમન્‍વયથી કામગીરી કરે, તો અને તો જ ગ્રામીણ વિકાસનો હેતુ વધુ સારી રીતે સરકરી શકાશે. આપણો દેશ હાલ વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભૂતકાળમાં પ્રગતિના પંથે અને કપડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. હવે ગ્રામવિસ્‍તારોના એકધારા વિકાસ માટે ગ્રામવિસ્‍તારોના લોકોને સત્તા આપવાની સાથોસાથ વિકાસની પ્રક્રિયામાં સહભાગી બનાવવા જરૂરી છે. આમ થાય તો શહેરી અને ગ્રામવિસ્‍તારો વચ્‍ચેની ખાઈ અને અસમતુલા દૂર થાય અને દેશ સમૃઘ્‍ધ બને.

ગ્રામ વિકાસ માટે સ્‍થાનિક, પ્રાદેશિક કે રાષ્‍ટ્રીય કક્ષા એ જે સાધનો ગતિશીલ બનાવવામાં આવ્‍યા હોય તે સાધનોનો અસરકાર ઉપયોગ થાય તેટલું જ નહી પરંતુ નવા નાણાકીય અને માનવીય સાધનો ભવિષ્‍યમાં સતત ઊભા થયા જ કરે તેવી ગોઠવણ હોવી જરૂરી છે. દુર્ભાગ્‍યે ભારત દેશની આઝાદીના આટ-આટલાં વર્ષો બાદ પણ દેશનો, દેશની પ્રજાનો સર્વાંગી વિકાસ સાધી શકાયો નથી. ગામડાઓમાં સામાજિક-આર્થિક માળખાનો, ગ્રામીણ સંસ્‍થાઓ તથા સંબંધોનું અને પ્રક્રિયાઓનું મૂળભૂત રૂપાંતરપૂર્ણપણે સાકાર થયું નથી. આ સદર્ભમાં ગ્રામવિકાસની સાચી વ્‍યૂહરચના એવી હોવી જોઈએ કે જેથી વિકાસનાં લાભ ગ્રામ પ્રજાને મળતા થાય. આ માટે સર્વવ્‍યાપી વ્યવસ્થાપનનાં સામાન્‍ય સિઘ્‍ધાંતો પ્રમાણે કઈ રીતે કાર્યો હાથ ધરી શકાય કે જેથી ઈચ્‍છીત વિકાસનાં લક્ષ્યાંકો નિર્ધારીત સમય અને ઉપલબ્‍ધ સુવિધાઓનાં સંદર્ભમાં પૂરા થઈ શકે.

વ્યવસ્થાપનના વિવિધ કાર્યો જેવા કે આયોજન ,વ્‍યવસ્‍થાતંત્રીય ગોઠવણો, સંકલન, અંકુશ વગેરેનો ઉપયોગ કરી વિકાસનાં કાર્યક્રમોને માત્ર ગ્રામીણ પ્રજા સુધી પહોંચાડવા એટલુ જ નહી, પરંતુ ગ્રામીણ પ્રજામાં સામેલ થઈને, તેમની ભાગીદારી મેળવીને સ્‍વયં વ્યવસ્થાપનની પરિસ્‍થિતિ કઈ રીતે ઊભી કરી શકાય.

અવરોધક પરિબળો

ગ્રામ વિકાસની પ્રકિ્યાને અસર કરતા ૫રિબળો અને તેના માટે જરૂરી વ્યવસ્થા૫નના ક્ષેત્રો આ મુજબ છે.

 1. પ્રતિકૂળ અવરોધક માનવ વલણો: સામાન્‍ય રીતે એવું કહેવાય છે કે વિકાસમાન દેશોમાં પ્રજા રૂપિયા અને મોભાને વધુ મહત્‍વ આપે છે. તે સામાજિક રીતરિવાજ, માન્‍યતાઓ, પ્રણાલિકાઓ, વહેમો, અંધશ્રઘ્‍ધા વગેરેની ગુલામ હોય છે. ભારતમાં આ બધુ જ જોવા મળે છે. આયોજનના 50 વર્ષ બાદ પણ શિક્ષણને યોગ્‍ય પ્રમાણમાં વિસ્‍તારી શકાયુ નથી. અસ્‍પૃશયતા, સયુંકત કુટુંબ પ્રથા, જ્ઞાતિ પ્રથા, જમીનદારીપ્રથા વગેરેનુ અસ્‍તિત્‍વ ચાલુ છે. કાયદા ઘ્વારા આ પ્રથાઓ જેવી કે અસ્‍પૃશ્‍યતા અને જમીનદારી પ્રથા નાબૂદ કરી હોવા છતા વ્‍યવહારમાં તે નાબૂદ કરી શકાઈ નથી અને તેથી પ્રજાનુ શોષણ ચાલુ છે. આવા અવરોધક મનોવલણો શ્રમને ગતિશીલ થતુ અટકાવે છે. એટલુ જ નહી પણ પ્રજાએ પણ આવકારદાયક નવીન પરિવર્તન પ્રત્‍યે જડતા દાખવીને તેમને વિકાસ પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકે તેવા ટેકનોલોજી પરીબળોનો લાભ પૂરતા પ્રમાણમાં ઉઠાવ્‍યો નથી.
 2. વસ્‍તી વધારો ,ગરીબી અને બેકારી: દેશની વસ્‍તી આજે વાર્ષિક 1.9%  ના દરે વધી રહી છે. વધતી જતી વસ્‍તીને આર્થિક અસરો અર્થતંત્ર પર પડે છે. વસ્‍તી વઘારાની સાથે તેટલા પ્રમાણમાં રોજગારીની તકો વધતી નથી તેથી બેકારી વધે છે. બેકાર વ્‍યકિતઓ ઉત્‍પાદન કાર્યમાં મદદરૂપ થતા નથી, કેટલીક વખતે અવરોધરૂપ બને છે. તેઓ ઉત્‍પાદન કરતા નથી પણ વપરાશ કરે છે. તેમના માટે રાજયએ કેટલીક સગવડો આરોગ્‍ય, શિક્ષણ વગેરે વધુ પ્રમાણમાં ઊભી કરવી પડે છે. એટલે સાધનોનો વધુ વ્‍યય થાય છે. વધતી જતી વસ્‍તીને લીધે સરેરાશ માથાદીઠ ખેડાણ જમીન અને માથાદી ઠસરાસરી આવકમાં ઘટાડો થાય છે. આમ વધતી જતી વસ્‍તી આર્થિક અને સામાજિક વિકાસમંદ પાડે છે. ઉપરાંત આર્થિક લાભોને ખાઈ જાય છે.
 3. પાયાગત સુવિધાઓનો અભાવ: આઝાદ ભારતના આજે પણ એવા અસંખ્‍ય ગામડાઓ છે જયાં બસ કે રેલ્‍વેની સુવિધા હોતી નથી. વીજળીના દર્શન ગામ લોકો માટે દુર્લભ છે. પાણી તેના કુદરતી સ્‍વરૂપમાં ઉપલબ્‍ધજ નથી. ટેલીફોન સેવા પણ આંશિક ઉપલબ્‍ધ છે.
 4. યોગ્‍ય બજાર અનેઆર્થિક પ્રવૃત્તીઓનો અભાવ: ભારત દેશમાં મુખ્‍યત્‍વે ગ્રામીણ વિસ્‍તારોનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી અને તેને આનુસંગિક વ્‍યવસાય રહ્યો છે. આ ગ્રામીણ ઉત્‍પાદકોને ઉંચા ભાવોની તપાસ કરવાની કે થોડો સમય રાહ જોવાની અને સારા ભાવો મેળવવાની તકો રહેતી નથી. તેઓ દેવામાં ડૂબેલા હોય છે કે નાણાની ગરજવાળા હોય છે. વળી તેમના ઘરે ખેત પેદાશોનો સંગ્રહ કરવાની કોઈ વ્‍યવસ્‍થા હોતી નથી. તેથી ફસલના સમયે જ તેનુ વેચાણ કરી દેવાની ફરજ પડે છે અને પાછળથી વધતા ભાવોનો લાભ વેપારી વર્ગને મળે છે.
 5. શૈક્ષણિક તેમજ તાલીમ વિષયક જરૂરિયાતો: ભારત દેશ માત્ર ભૌગોલિક દ્ષ્‍ટી એ જ વિશાળ કે વિષમ નથી. વસ્‍તીની દ્ષ્‍ટીએ પણ અતિ વસ્‍તી ધરાવતો વિકસી રહેલો દેશ છે. વિકસીત દેશોની સરખામણીમાં વિકસી રહેલા દેશોના માનવસંશાધનના શિક્ષણ અને તાલીમ પાછળ યોગ્‍ય પ્રમાણમાં કાળજી રાખવામાં આવે તો આજ શિક્ષિત અને તાલીમ પામેલ માનવ ધન દેશનો ઉચ્‍ચ વિકાસ સાધવામાં અગ્રેસર બનશે.

વ્યવસ્થા૫નની ભૂમિકા

વ્યવસ્થા૫નના મુખ્‍ય પાંચ કાર્યો છે. આયોજન, વ્‍યવસ્‍થાતંત્રીય ગોઠવણી, માહિતી સંચાર, અંકુશ અને માનવ-વલણો. આ દરેક કાર્ય પ્રમાણે તેના યોગ્‍ય ઉપયોગ થકી જયારે વિકાસલક્ષી કાર્ય હાથ ધરવામાં આવે તો જ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોને ક્રમબઘ્‍ધ સફળતા મળી શકે.

 1. આયોજન: દુનિયાના ઘણા ખરા દેશો પાસે કદાચ ભારત દેશને ઉપલબ્‍ધ એવી કુદરતી અને માનવીય સંપત્તિ નથી ૫ણ તેઓ એ તેમની પાસે રહેલા સંશોધનાના યોગ્‍ય ઉપયોગ ઘ્વારા વિકાસની દિશામાં હરણફાળ ભરી છે. ભારતમાંપણ રાજકીય ગુલામી, મૂડીનો અભાવ, ટેકનિકલ જાણકારીનો અભાવ, વગેરે પરિબળોના કારણે ઉપલબ્‍ધ વિપુલ માનવ શકિત, ખનીજો, ધાતુઓ વિશાળ સાગરકાંઠાઓ વગેરેનો પૂરતો ઉપયોગ થઈ શકયો નથી.

આ પરિસ્‍થિતિ નિવારવા માટે ઉચ્‍ચ વહિવટીય સ્‍તરે જે  તે વિવિધક્ષેત્રોના નિષ્‍ણાતોને અમલકર્તાઓની સાથે શ્રેણીબઘ્‍ધ બેઠકો યોજવામાં આવે, સંભવિત વિકાસના નવા કે અધૂરા ખેડાયેલા ક્ષેત્રોની જાણકારી મેળવવમાં આવે, તેને કઈ રીતે વિકાસમાન બનાવી શકાય ,સાથોસાથ તેની ખરાબ આડઅસરોની પણ વિચારણા કરી તેને કઈ રીતે દૂર કરી શકાય તે અંગે પણ વિચારી શકાય. પહેલી નજરે જોતા એમ લાગે કે આવા પ્રકારની માનસિક કવાયતો સરકારી દરેક વિભાગમાં વધતા ઓછા પ્રમાણમાં ચાલતી જ રહે છે. આ ઉપરાંત કાર્યનાં લક્ષ્યાંકો સમયના લક્ષ્યાંકો તે માટે જરૂરી માનવીય અને ભૌતિક સંશાધનાની વિચારણા તથા કાર્યની ગુણવતાના ધોરણે કાર્ય હાથ ધરવાના મૂળભૂત ઉદ્‌શો વગેરેની સ્‍પષ્‍ટતા જો આ પ્રથમ તબબકે જ કરી લેવામાં આવે તો પાછળથી ઊભા થતા પ્રશ્‍નના કારણે જે ઘણી યોજના કે વિકાસના કાર્યો ખોરંભાઈ જતા નજરે ચડે છે અને જેતે ક્ષેત્રનો વિકાસ અધૂરો રહે છે તે અટકી શકે. શકય હોય તો ક્રમિક વિકાસની રીત કાર્ય માટે અપનાવવી હિતાવહ છે.

 1. વ્‍યવસ્‍થાતંત્રની ગોઠવણી: ભારતના વિકાસલક્ષી કાર્યો સાથે સંકળાયેલ ઘણા બધા ખાતા છે, હજારો કર્મચારીઓ છે, હજારો સ્‍વૈસ્‍છિક સંસ્‍થાઓ છે. તેમ છતા વિકાસલક્ષી કાર્યક્રમોમાં સંવાદીતા કે સુમેળ નજરે નથી આવતો. જો કાર્યની શરૂઆતમાં જ કાર્ય વિભાજનની પ્રણાલી મુજબ કાર્ય વહેંચીને કરી દેવામાં આવે તો પ્રયત્‍નોનુ પૂનરાવર્તન અને વ્‍યય બચી શકે. હવેના સમયમાં તો ઘણી મલ્‍ટીનેશનલ કંપનીઓએ તેમના કાર્યક્ષેત્રમાં આવા ગામોની વિકાસલક્ષી કાયા પલટ કરવાનું કામ પણ હાથ ધરેલ છે. જયારે આટલા બધા લોકો એકજ દિશામા કામ કરતા હોય ત્‍યારે જરૂર માત્ર કાર્યતંત્રોની ગોઠવણીનું છે. સરકારના વિવિધ ખાતાઓના વહિવટીય ઉચ્‍ચ સ્‍તરેથી જ આવી અન્‍ય સંસ્‍થાઓ સાથે મુલાકાતો ચર્ચા યા પરામર્શ યોજી કાર્યક્ષેત્રોને જરૂરિયાતોને અગ્રીમતાના ધોરણે યાદી તૈયાર કરી તેની ઉપલબ્‍ધ સાધન સંશાધનો મુજબ વહેંચણી કરી લેવી જરૂરી છે. ઘણા નિષ્‍ણાંતોના મત મુજબ તો અમુક રૂપિયાથી વધુ ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને પણ વિકાસના આ ભગીરથ કાર્યમાં જોડી દઈ તેનું વળતર તેઓને કર રાહત કે જકાત-નુરમાં બચત સ્‍વરૂપે આપવું જોઈએ.
 2. માનવ વલણો: ગુન્‍નાર મિરડાલે પોતાના પુસ્‍તક’ ’ધીએશિયનડ્રામા’’માં આચર્ચા ખૂબ જ મોકળાશપૂર્વક કરી છે. દેશની પ્રજામાં ઘર કરી ગયેલા સામાજિક, ધાર્મિક અને સાંસ્‍કૃતિક પરિબળોનાં કારણે પ્રજા ઉચ્‍ચજીવન ધોરણ કે આર્થિક પ્રગતિ માટે જરૂરી એવા પરિવર્તનોની કોઈ તાલાવેલી જ ન ધરાવતી હોય ત્‍યાં સરકારી કે બિનસરકારી પ્રયત્‍નો માત્રથી કામ ચાલીશ કે નહીં. ઘણી વખત એવા કિસ્‍સાઓ પ્રકાશમાં આવ્‍યા છે જયાં ગ્રામપ્રજા એજ સ્‍વવિકાસ સાધીને ગામનો વિકાસ કરેલો હોય. યંત્ર, સાધનો, મહેનત, ધગશ, અને રાષ્‍ટ્રીય ચારિત્રની ભાવનાં સાથે સરકાર ઉપર જ બધું છોડી દેવાની વૃત્તિ છોડી દઈને પોતાનો અને ગામનો વિકાસ સાઘ્‍યો છે. વિકાસની પ્રક્રિયામાં પ્રજાની સામેલગીરી માટે સરકારી કે બિનસરકારી સંસ્‍થાઓ ઘ્વારા જાહેરાતો, પોસ્‍ટરો, શેરીનાં નાટકો, ધાર્મિક કે સામાજિક, ચોપાનિયાઓમાં વિકાસલક્ષી કાર્યોની પ્રસિઘ્‍ધિ કરવી અને તેમાં પ્રજાને એક જૂથ થઈ સહકાર આપવાની અપીલ કરવા જેવા પ્રયત્‍નો પુરજોસમાં ચાલુ થવા જરૂરી છે, જેથી કરીને પ્રજામાં પણ સરકારી, બિનસરકારી કાર્યો પ્રત્યે વિશ્‍વાસની લાગણી ઉભરે અને તેના ઉપયોગ બાબતની સભાનતા કેળવાઈ શકે.
 3. અંકુશ: અંકુશ અને મૂલ્‍યાંકનએ વ્યવસ્થા૫નનું મહત્‍વનું પરિબળ છે. ઉપલબ્‍ધ સંશાધનોનો જે પણ વિકાસલક્ષી કાર્યપૂર્ણતા માટે ઉપયોગ થયો તે અગાઉ નકકી થયેલા હેતું કે ઉદ્‌શો સાથે સુસંગત હતો કે નહીં ? થયેલા કાર્યો નિશ્ચિત ગુણવત્તાનાં ધોરણ સુધી પહોંચ્‍યા છે કે નહીં ? હાલનાં સમયમાં જે રીતે વિકાસલક્ષી કાર્યક્રમોનો અમલ થઈ રહયો છે તે જોતા એમ લાગે છે કે તેનાં દેખરેખથી અંકુશ અને મૂલ્‍યાકનનાં કાર્ય માટેના એક અલગ તટસ્‍થ સુપર વાઈઝરીંગ બોર્ડની રચનાં થવી જોઈએ જે નિશ્ચિતપણે પોતાનો અહેવાલ તટસ્‍થતાથી આપી શકે.
 4. માહિતી સંચાર અને સંકલન : વ્યવસ્થા૫ન વિષયના પિતામહ ગણાતા પીટરડ્રકરના મત મુજબ 60% ધંધાકીય એકમો માહિતી સંચારના અભાવે ખોટમાં જાય છે. આજ પરિસ્‍થિતિ સરકારી કે બિનસરકારી તંત્રમાં પ્રવર્તે છે. યોગ્‍ય માહિતી સંચાર ના અભાવે સંકલન નથી થઈ શકતુ અને થઈ ગયેલા કે થઈ રહેલા પ્રયત્‍નો એક સૂત્રે બંધાઈ નથી શકતા. ગુજરાતમાં તમામ તાલુકા મથકો, જિલ્‍લા મથકો સાથે કોમ્‍પ્‍યુટર લીંકેજથી જોડાયેલા છે અને તેના 18,000થી વધારે ગામોને તાલુકાઓ સાથે જોડાયેલ છે. વિકાસ કાર્ય સાથે સંકળાયેલ ઉચ્‍ચ વ્યવસ્થા૫નને જે તે ક્ષેત્રોમાં બનતા બનાવોને માહિતી હાથ વગી કરાવવી જરૂરી છે, જેથી કરીને નિર્ણય પ્રકિયામાં વિલંબ ના થાય. ગુજરાતના સંદર્ભમાં આ બાબત ઘણા કિસ્‍સામાં ખાસ કરીને કુદરતી આપતીઓ વખતે પૂરવાર થઈ ચુકી છે.

દેશના ગામે ગામની માહિતી તેના વિકાસ કાર્ય સંભાળતા સૂત્રધારો પાસે હોવી જરૂરી છે. આ એક એવી ટેકનોલોજીની હરણફાળ છે જે દેશના વિકાસના તમામ ક્ષેત્રો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે.

માહિતી સંચાર કોઈપણ જીવિત સૃષ્‍ટિને જીવંત રાખવા માટેનું મૂળ છે. અનઔપચારિક રીતે લોકવર્તનને ટકાવી રાખવા તેમજ કોઈપણ સ્‍થાપિત વ્‍યવસ્‍થાપનના પ્રવાહી વ્યવસ્થા૫નમાં માહિતી સંચારની જરૂર હોય છે. આર્થિક કે વહીવટીક્ષેત્રે તેના અભાવે પંગુતા અનુભવાય છે અને પ્રગતિ અટકી જાય છે. માહિતી સંદર્ભિત જૂથોની જરૂરિયાત સંતોષવા માટેનું એક અનિવાર્ય અને પાયાનું સાધન છે. માહિતીનો જો સમયસર સંચાર ના થાય તો તે અપ્રભાવી અને નિરર્થક પણ બની જાય છે. સાચા અર્થમાં લોક ઉપયોગી થઈ શકતી નથી. ઘણી વખત વાતાવરણમાં પારદર્શિતા, સ્‍પષ્‍ટતા, શુદ્ધતાની ઉણપના લીધે અવિશ્‍વાસ જેવી સમસ્‍યાઓ ઉદ્‌ભવતી હોય છે. જેના દૂરગામી વિકટ પરિણામો જોવા મળે છે, જેમ કે લોકોનો સાર્વજનિક વ્‍યવસ્‍થા પ્રત્‍યે અસંતોષ અને લોકલક્ષી વિકાસ પ્રક્રિયામાં લોક ભાગીદારીની અછત વગેરે બાબતો રહેલી છે.

સરકારથી ગ્રામીણ લાભાર્થીઓ વચ્ચે લાભો અને સેવાઓનો પ્રવાહ

માહિતી અને તેના સ્ત્રોત તેમજ તેના લક્ષ્યાંકીત ઉ૫યોગકર્તાઓ

પ્રકરણ : 2 ગ્રામીણ ૫રિપ્રેક્ષમાં ટેકનોલોજી

ગ્રામીણ વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે લોક અભિગમ, સહભાગી અભિગમ, સમાનતા અને સામાજિક ન્યા યના આધારે ચાલે છે. જેમાં અનુબંધિત ટેકનોલોજીના ઉપયોગથી ઉપલબ્ધે સંશાધનો દ્ધારા માનવકલ્યાટણ પ્રાથમિકક્રમમાં છેવાડાના વ્યધકિત માટે કરવામાં આવે અને તેના દ્વારા પ્રકૃતિના બધા જ ઘટકોમાં ઈચ્છિાત સંતુલન તેમજ સંકલન રાખવામાં આવે તે છે.
1984 માં તત્કાહલિન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ કહયું હતું કે- હાલની લોક વ્યવવસ્‍થા ‘લોકો' થી ઘણી દૂર થઈ ગઈ છે, લોકોને પૂરતા પ્રમાણમાં વિકાસનો લાભ મળી શકતો નથી, વિકાસ પ્રક્રિયામાં લોકોની સક્રિય ભાગીદારી નથી અને જીવનધોરણમાં ગુણાત્મવક સુધાર લાવવામાં આ વ્યીવસ્થાી સક્ષમ નથી. આ ખામીઓનું મૂળ ઉપયુકત કારણ એટલે ઝડપી, વિશ્વાસનીય, પ્રામાણિક અને પારદર્શક માહિતી સંચાર વ્યગવસ્થાએની ઉણપ હતું. એવું સ્પથષ્ટક પણે સ્વી કારવામાં આવ્યુંુ છે કે આ જ અંતર તવંગરને વધુ સક્ષમ અને ગરીબને વધુ ગરીબ બનાવવા માટે જવાબદાર છે. ત્યાવરે આ બાબત ઉપર ભાર મૂકાયો હતો કે જો ઉત્પાેદકતામાં ગુણાત્મવક અને માત્રાત્મરક સુધાર લાવવો હોય, રાજનૈતિક ચેતના વિકસાવવી હોય કે સમાજમાં મૂળભૂત બદલાવ કરવો હોય તો ટેકનોલોજીના આગવા પ્રદાન વિશે બે મત નથી પણ ટેકનોલોજી જોઈતા સ્વોરૂપમાં લોકો સુધી પહોંચવી જોઈએ. લોકતંત્રને વધુ સક્ષમ અને અસરકારક બનાવી શકે તે માટે માહિતી સંચાર ટેકનોલોજી (ICT) ની જોગવાઈ વિકાસ પ્રવાહની સાતત્ય તા જાળવવા, લોકોનું જીવનધોરણ સુધારવા, જીવનશૈલીને સરળ અને પડકારોનો સામનો કરવામાં વધુ સક્ષમ બનાવી શકાય અને વિભિન્ના ક્ષેત્રોમાં સંકલિત ધોરણે વધુમાં વધુ તકો અને તેનો ઉપયોગ કરવા માટે વર્તમાન વ્ય વસ્થાધમાં નોંધપાત્ર સુધારો વધારો કરી શકાય તે જરૂરી છે.
અંગ્રેજીમાં કહેવત છે કે "Need is the mother of invention" એ હાલની ગ્રામ વિકાસની પરિસ્થિકતિમાં સચોટ લાગુ પડે છે. વીસમી સદીના અંતિમ દાયકામાં વૈશ્ચિકરણનો યુગ શરૂ થયો અને સંપૂર્ણ તંત્ર LPG (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્ચિકરણ) ના આધારે તૈયાર થયું ત્યાપરે પણ ગ્રામીણ ક્ષેત્ર સંપૂર્ણપણે બાકાત ન રહી શકયું. આખી દુનિયા એક "ગ્‍લોબલ વિલેજ" તરીકે ઓળખાવા લાગી તેથી માહિતી અને માહિતી સંચારની દરેક ક્ષેત્રમાં આગવી જરૂરિયાત ફરજિયાત જેવી બની જેને માહિતી નેટવર્કિંગ પ્રણાલી પણ કહી શકીએ.
ભારતમાં ગ્રામ વિકાસનો અભિગમ સામાજિક-આર્થિક પાસાની સાથે સાથે ટેકનિકલ પાસા સાથે પણ સંબંધ ધરાવે છે એટલે કે સંકલિત તેમજ ટકાઉ વિકાસ માટે ટેકનોલોજીકલ અભિગમ ઉપર ભાર મૂકાય છે. આ ક્ષેત્રમાં ટેકનોજીકલ વિકાસના ઈતિહાસમાં માહિતી સંચાર ટેકનોલોજી એક આધુનિક તબકકો છે પણ ખરેખર માહિતી સંચાર ટેકનોલોજીનો અભિગમ ગ્રામ વિકાસની લોક ભાગીદારી તેમજ પ્રજાતાંત્રિક મૂલ્યોની સ્થાપના માટે પણ સહાયરૂપ બને છે. કારણ કે વિકાસ લોકો દ્વારા લોકો માટે અને લોકોનો ત્યાહરે જ શકય બને કે જયારે લોકો જરૂરી માહિતીથી સમયસર માહિતગાર બને અને સમસ્યારઓના સમાધાનમાં તેનો સક્ષમ સાધન તરીકે ઉપયોગ કરે. માહિતી સંચાર ટેકનોલોજી ખરા અર્થમાં એક ‘સેતુ' છે જે લોકો અને વિકાસ પ્રક્રિયા માટે પ્રયત્નો કરે છે. જનસંચારની આ જરૂરિયાત વધુ પારદર્શક, વિશ્વસનીય, ઝડપી, પ્રામાણિક અને ઉપયોગી બનાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીની આગવી ભૂમિકા અને હવે સમ્પોપષિત વિકાસ પ્રક્રિયાનું બિન્દુ બની ચુકી છે.

1990 પછી માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ ગ્રામ વિસ્‍તારમાં જુદા જુદા ક્ષેત્રે શરૂ થયો અને તેના હકારાત્‍મક પરિણામો ગ્રામ જીવન ઉપર જોવા મળે છે. ગ્રામીણ સમાજ પરંપરાગત અને આધુનિક બંને પ્રકારની માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરી જીવનના જુદા જુદા ક્ષેત્રમાં પોતાને સક્ષમ અને સશકત બનાવે છે. વિકાસ સાથે સંકળાયેલ રાષ્‍ટ્ર, રાજય અને જિલ્‍લા કક્ષાથી માંડીને અંતિમ સ્‍થાનિક સ્‍તર સુધી માહિતી સંચારનું જોડાણ સ્‍થાપિત કરવામાં માહિતી સંચાર ટેકનોલોજીની મહત્‍વની ભૂમિકા છે.

સામાજિક આર્થિક ક્ષેત્રમાં માહિતી સંચાર ટેકનોલોજી ઘ્વારા ઘણા ફેરફારો થયેલ છે, ધંધાકીય ક્ષેત્રના માર્કેટિંગને લગતા વિભિન્‍ન ઘટકોને માહિતી સંચાર ટેકનોલોજીએ નજીકમાં લાવી દીધું છે જેના ઘ્વારા છેવટે ઉત્‍પાદકતા અને નવીન સંશોધનોમાં વધારો થયો છે. ધંધાકીય એકમો અને  સરકાર વચ્‍ચેની સંપૂર્ણ વ્‍યવસ્‍થાને ચોખ્‍ખી બનાવવામાં પણ માહિતી સંચાર ટેકનોલોજી આગવી ભૂમિકા ભજવી રહી છે. ભારતમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ફાળો શહેરી વિસ્‍તાર પૂરતો મર્યાદિત નથી તે વિકાસના સમગ્ર ક્ષેત્ર સુધી વિસ્‍તૃત થયો છે.

માહિતી સંચાર ટેકનોલોજીએક ઉભરતો ખ્‍યાલ છે જે ગ્રામીણ વિકાસ પ્રવૃત્તિઓને પણ સહાય કરવા શકિતમાન છે. ભારતીય ગ્રામીણ સમાજમાં રહેલ અજ્ઞાનતા, ગરીબાઈ, જડતા વગેરે તેને અમલ કરવાના માર્ગમાં જોખમરૂપ બની શકે છે. પરંતુ નિઃસંદેહ આ ગ્રામીણ વિકાસ પ્રક્રિયાના મૂળને તેમજ માળખાને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.

ગ્રામીણ ક્ષેત્રમાં માહિતી સંચાર ટેકનોલોજીની સૈદ્ધાંતિક બાબતોને ટેકનોલોજીના ઘટકો અને ગ્રામીણ માનવ સંશાધનનું સશકતીકરણ રજુ કરેલ છે.

માહિતી સંચાર ટેકનોલોજીના ઉ૫યોગનું મોડલ

માહિતી સંચાર વ્યયવસ્થાપને પ્રવાહી બનાવવા માટે શહેરી કે વિકસિત વિસ્તા રોમાં ટેકનોલોજીકલ સેટઅપ ઉપયોગી થયું છે, પણ આ બાબત ભૂલવા યોગ્યર નથી કે ભારત ગામડાઓનો દેશ છે. રાષ્ટ્રી ય વિચારધારાની દ્યષ્ટિોએ સમગ્ર વિકાસનું કેન્દ્રાબિન્દુ ગામડા જ હોવા જોઈએ. સ્થાટનિક સમસ્યાિઓ અને લોકોના જીવનઘોરણમાં ગુણાત્મરક સુધારો થાય તો જ કોઈપણ પ્રકારનું લોકોના રોકાણનું સાચું વળતર મળી શકે અથવા ટેકનોલોજી પ્રવાહની સાચી ઉપયોગિતા સિદ્ધ થઈ શકે. એક ખૂબ જ જાણીતુ તથ્ય્ છે કે ગામડાઓમાં નિર્ધનતા, બેકારી, સામાજિક, આર્થિક અસમાનતાઓ, વર્ગગત ભેદભાવો, નિરક્ષરતા, સંશાધનોનું અસમાન વિતરણ અને ગેરઉપયોગની સ્થિરતિ મોટા ભાગે જોવા મળે છે અને એનો ભોગ પ્રત્યગક્ષ તેમજ પરોક્ષ રીતે નિર્બળ લોકો જ બનતા હોય છે.
માહિતી સંચારની ઉણપ એ ગરીબ અને તંવગર વચ્ચે્નું અંતર વધારે છે. ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે આ દિશામાં સરકારી અને સ્વૈરચ્છિક પ્રયાસો થયેલા છે પણ હજી તે આંતરિક ધોરણે છે. આ કથનનો હકારાત્મક રીતે અર્થ એટલો જ છે કે હજી તેમાં યથોચિત સુધાર કરવાનું શકય છે અર્થાત્‌ તેને વધુ અસરકારક અને લોકલક્ષી બનાવી શકાય તેવી શકયતાઓ રહેલી છે.
માહિતી સંચાર ટેકનોલોજીની અસરકારકતા એક સાપેક્ષ અભિગમ ઘ્વારા તે માનવ અને માનવીય વિશિષ્ટતાઓ સાથે સંકળાયેલ છે. લોકોએ આ વ્યવસ્થા ને કેટલા અંશે સ્વીકકારી છે તેમજ તેની ભાવિ અપેક્ષાઓ કેવી છે તેના માટે કયા સુધી ટેકનીકલ અને માનવીય પરિબળો જવાબદાર છે અને બંને ધોરણો કેવી રીતે સુધારી શકાય અને ન્યા ય સંગત બની શકે વગેરે બાબતો વિષયવસ્તુના સંદર્ભે ઘ્યાન આકર્ષે છે.
માહિતી સંચાર ટેકનોલોજી જરૂરિયાતવાળા વર્ગને સગવડરૂપ નીવડે, તેમના સતત ઉત્થાકનમાં આત્મવવિશ્વારસું બનાવી શકે, તે સંકલિત ગ્રામ વિકાસ વ્ય વસ્થાનપનના જુદા જુદા ક્ષેત્રોમાં પ્રભાવી ભૂમિકા ભજવી શકે.

પ્રકરણ : 3 માહિતી સંચાર ટેકનોલોજી

પ્રસ્તાવના

માહિતી સંચાર ટેકનોલોજી એટલે કોઈપણ પદ્ધતિ જે માહિતીનું આદાન-પ્રદાન કરે, સંગ્રહ કરે અથવા તો માહિતીની પ્રક્રિયા કરે જે ઔપચારિક રીતે એક જ માર્ગ દ્વારા ડેટા, અવાજ અને ચિત્રનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપે તે છે.
સામાન્ય રીતે માહિતી સંચાર ટેકનોલોજી એવી તકનિક છે કે જેના દ્વારા માહિતીનું આદાન-પ્રદાન કરવાની, તેની પ્રક્રિયા કરવાની તેમજ વહન કરવાની સગવડતા પૂરી પાડે છે. આ વિસ્તૃતત વ્યાખ્યા રેડિયો અને ટેલિવિઝનથી લઈને ટેલિફોન્સ (લેન્ડલાઈન અથવા મોબાઈલ) કમ્પ્યૂટર અને ઈન્‍ટરનેટને સમાવે છે.
ટેકનોલોજી સામાજિક, આર્થિક અને સાંસ્કૃનતિક વાતાવરણની એકસરખી અસર પામે છે. કનેકટીવિટી એટલે માહિતી કે ડેટાને બદલવા માટેની નેટવર્ક કાર્યક્ષમતા અને તેની ફેરબદલી નેટવર્ક, ઈન્ટવનેટ અને ઈન્ટ્રા નેટથી જોડાયેલ કમ્યૂી ટરના સાધનો, રેડિયો અને ટેલિવિઝન બ્રોડકાસ્ટીં ગ અને બીજા મેચ થાય તેવા રીસીવર દ્વારા કરવામાં આવે છે. ડેટાની ફેરબદલી ટેલિકોમ નેટવર્ક અને ઘણા બધા સાધનોની વચ્ચે રેડિયો સિગ્નલની ફેરબદલી જોઈ ના શકાય તેવા નેટવર્ક દ્વારા માનવીના વિકાસમાં પરિસ્થિ તિને યોગ્યક બનાવે છે. માહિતીએ જુદા જુદા સ્ત્રો તમાંથી સ્વાતંત્ર રીતે અથવા સંસ્થાયગત બંધારણમાંથી ઘણી બધી ભાષાઓ દ્રારા અને જુદા જુદા સ્વરરૂપ જેવા કે ટેકસ, નંબર, પિકચર, ઓડિયો, વિડિયોમાં રજૂ કરવામાં આવે છે.
માહિતી સંચારમાં સરળતા, સ્પsષ્ટ તા, વિશ્વનસનીયતા અને પારદર્શકતા સિવાય એક મહત્વંપૂર્ણ ઘટક છે, સમાન સમજ જે માહિતી સંચારના વિકાસમાં અગત્યરનો ભાગ ભજવે છે અને એજ સફળતાનો આધાર છે. માહિતી સંચારનું માઘ્યપમ ગમે તે હોય પણ તેમાં આ લાક્ષણિકતા જણાવવી જોઈએ તે અસરકારક માહિતી સંચારની અનિવાર્ય શરત છે. એવી પ્રણાલી ગ્રામીણ વિકાસ પ્રક્રિયા પ્રવાહને યોગ્ય. દિશામાં દોરી શકે તેમ છે.
માહિતી સંચાર ટેકનોલોજી એક જ હારમાં વિસ્તૃુત રાષ્ટ્રી ય માહિતીનું માળખું અને તેનું આંતરરાષ્ટ્રી ય સંચાર અને માહિતી નેટવર્કમાં સંપૂર્ણ એકત્રીકરણ દ્વારા સંચાર અને માહિતીને વિસ્તૃરત અને વ્યા્જબી પહોંચનો પ્રવેશદ્વાર છે. સાધન અને સેવાઓની વહેંચણી, યોજના અને ઉત્પાદનમાં માહિતી સંચાર ટેકનોલોજી એપ્લીસકેશનનો વ્યાચપક ઉપયોગ દ્વારા અર્થશાસ્ત્રરના ચાવીરૂપ વિભાગની ક્રિયાશીલતા અને સ્પાર્ધાત્માકતામાં સુધારો થયો છે. માનવ અને આર્થિક વિકાસના ખૂબ વિકટ પ્રશ્નોપ ખાસ કરીને શિક્ષણ, આરોગ્યન, ગરીબાઈ ઓછી કરવી અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રમાં ઉકેલ લાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ મદદ કરે છે. દેશના વિશિષ્ઠ ઉકેલનું સૂત્રીકરણ, સંચાર અને માહિતી વ્યૂ હીકરણ માટે ફકત ટેકનોલોજી પર જ નહીં પરંતુ માહિતી તંત્ર પર પણ પ્રકાશ પાડવાનો છે જે ડેટા, ટેકનોલોજી, લોકો, કાર્યનીતિ, પદ્ધતિ, સંસ્થાા અને માળખાને સંપૂર્ણપણે એક શૈલીમાં ગોઠવી શકે. માહિતી સંચાર ટેકનોલોજી ક્રાંતિમાં આગળ પડતો ભાગ લેવા સક્ષમ છે, જેમાં શિક્ષણનો વિકાસ, સાંસ્કૃતિક વારસાનું જતન, પ્રોત્સાહન, ટેકનિકલ શિક્ષણને મજબૂત તેમજ વિસ્તૃત કરવું અને વૈજ્ઞાનિક ક્ષમતાઓની રચના કરવાનો સમાવેશ થાય છે.
એશિયાઈ અને પેસેફિક વિકાસ કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલ મોજણી બતાવે છે કે ICT એપ્લીકેશન વિકાસશીલ એશિયાઈ દેશો કે જયાં ICT આધિપત્યપ ધરાવે છે, તેના બંને જાહેર અને ખાનગી સંસ્થાશઓના ત્રણ મુખ્ય કાર્યો વહીવટી સેવાઓ, વ્યનવસ્થાનપકીય સેવાઓ અને વ્ય્કિતઓની સામેલગીરી જેવા માળખામાં થાય છે.

આવશ્યકતા

માહિતીનું આદાન-પ્રદાનવિકાસ સંસ્થા ઓના કાર્યના કેન્દ્રન સ્થાડને સુસંગત રહેલ છે. પરંતુ તાજેતરના વર્ષોમાં માહિતી અને જ્ઞાનની ઓળખ વૃદ્ધિને સહાય કરતાં તેમજ વહીવટી જ્ઞાન માટે લોકો ઉપયુકત માહિતી સંચાર ટેકનોલોજીનો ખૂબજ ફેલાવો અનુભવે અને તેથી વિકાસ માટે જ્ઞાનના મહત્વલ પર પ્રકાશ પાડયો છે. માહિતી સંચાર ટેકનોલોજી વિકાસના ઘ્યેવયથી શકિતશાળી સત્તા બની શકે તેમ છે કારણ કે તેની વિશિષ્ઠ લાક્ષાણિકતાઓ નવા સામાજિક નેટવર્કને પેદા કરવા તેમજ મજબૂત બનાવવા માટે સંચાર અને માહિતીના આદાનપ્રદાનને સુધારી વિકસીત કરે છે, તે આ પ્રમાણે છે.
સર્વવ્યાછપી : માહિતી સંચાર ટેકનોલોજી એ માનવ પ્રક્રિયાની વિશાળ શ્રેણી, વ્યિકિતગત ઉપયોગથી માંડીને ઘંઘા તેમજ સરકારને લાગુ પાડી શકાય તેવી ઘણી કાર્યક્ષમતાવાળું અને સુગમ્ય છે જે વિરૂઘ્ધક જરૂરિયાતોને પણ પહોંચી વળવા સક્ષમ છે. વ્ય કિતગત અને સ્થાૂનિક વિવિધ ઉકેલ માટે પણ વિકલ્પોક આપે છે.
નેટવર્કની રચના: માહિતી સંચાર ટેકનોલોજી નેટવર્કની રચના માટેની ચાવીરૂપ સત્તા છે, એ એવી રીતે પહોંચવાના માર્ગ સાથે દર્શાવી શકાય કે જેથી ઉપયોગકર્તાઓને વધારાના લાભો મેળવવા માટે મદદરૂપ થાય છે.
મઘ્ય સ્થીે: માહિતી સંચાર ટેકનોલોજી મઘ્યાસ્થીક તરીકેની સગવડ પૂરી પાડે છે, જેના કારણે ઉપયોગકર્તાને ઉત્પાીદન અને સત્તાઓ પૂરી પાડનાર તરફથી સીધું જ મેળવવાનું શકય બનાવે છે અને મઘ્યપસ્થીાની જરૂરિયાતને ઘટાડે છે. આ કાર્યક્ષમતા ગણનાપાત્ર સ્ત્રો્ત જ નથી પણ હકીકતમાં કહેવાતા ‘એકનું બજાર એટલે મારું બજાર'નું સર્જન કરવા માટેના કારણો માનું એક છે, જે માહિતી સંચાર ટેકનોલોજીના સુષુપ્તર બળથી પ્રાપ્ત થતું બળ છે.
માહિતી અને જ્ઞાનનો પ્રસાર : માહિતી અને જ્ઞાનના પ્રસારમાં સમાવિષ્ટૂ વસ્તુીને તેની ભૌતિક જગ્યાનએથી છૂટા પાડીને પોષણ કરે છે. આ માહિતીના પ્રસારની મોટાપાયે ભૌગોલિક સીમાઓ અભેદ છે અને પછાત જ્ઞાતિઓને પણ નેટવર્કમાં એક બનાવવા માટે પરવાનગી આપે છે. માહિતી, જ્ઞાન અને સાંસ્કૃેતિકતા, સરળતાથી દરેકને સૈદ્ધાંતિક રીતે પહોંચી શકે તેવું બનાવે છે.
કિંમતમાં ઘટાડો: માહિતી સંચાર ટેકનોલોજી, ઉત્પારદન અને સેવાઓનો ‘આંકડાકીય' અને ‘વાસ્તવિક' ખ્યાઉલ શૂન્યઅ અથવા તો ઘટતી વચગાળાની કિંમત માટે પરવાનગી આપે છે. જેના કારણે માહિતી સંચાર ટેકનોલોજીલેવડ દેવડની કિંમત પણ ઘટાડે છે.
સ્થાપિત કામગીરીમાં અસરકારક રીતે ઉપયોગી: માહિતી સંચાર ટેકનોલોજીથી શકિત સંગ્રહ, પૂનઃપ્રાપ્તિ, અલગ પાડવી, ગાળણ કરવાની, માહિતીને સળંગ રીતે વહેંચવાની સત્તા, ઉત્પાદન, વહેંચણી અને બજારમાં પૂરતા પ્રમાણમાં કાર્યદક્ષતા પ્રાપ્ત કરવા પહોંચી શકે અને ધંધાકીય પ્રક્રિયાઓને અને લેવડ દેવડને પારદર્શક તેમજ વધારે અસરકારક બનાવે છે.
કાર્યક્ષમતામાં વધારો: માહિતી સંચાર ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતામાં વધારો અને તેના કારણે કિંમતમાં ઘટાડો લવાતો હોવાથી તેને નવા ઉત્પાદન, સેવાઓ અને પ્રણાલિકાગત ઉદ્યોગોની અંદર વહેચણીના માર્ગનું નિર્માણ કરવા તેમજ નવા ઉદ્યોગોને વધારે સારા ફેરફાર કરવા આગળ કરે છે.
વિશ્વા વ્યા્પક: માહિતી સંચાર ટેકનોલોજીએ વિશ્વ્વ્યાજપક છે. નેટવર્કના સર્જન અને વૃદ્ધિ દ્વારા વ્યગકિત અથવા સમૂહને જીવવા તેમજ ગમે ત્યાં કામ કરવાની ક્ષમતા પૂરી પાડીને, રાષ્ટ્રી યતાના ભેદભાવ રાખ્યાા વગર સ્થાકનિક સમાજને વૈશ્ચિક નેટવર્કની આર્થિક વ્ય્વસ્થાાનો ભાગ બનવા પરવાનગી આપે છે. વર્તમાન કાર્યનીતિ દેશોમાં તેમજ દેશો વચ્ચેરની કાયદેસર અને નિયમન કરનાર માળખાને પડકારીને સાંસ્કૃતિક તેમજ ભાષાના અવરોધોથી પણ આગળ નીકળી વિશ્વક વ્યાકપક બન્યું છે.
ઉપરોકત લાક્ષણિકતાઓ પરથી સ્પીષ્ટવ થાય છે કે માહિતી સંચાર ટેકનોલોજી એક એવી સત્તા છે જે ગ્રામ વિકાસ સાથે સંકળાયેલી માનવશકિતની સુષુપ્ત શકિતઓને કાર્યશીલ કરવા ચાવીરૂપ ભૂમિકા ભજવી કાર્યપ્રણાલી અને વહીવટીતંત્ર વગેરેને સક્રિય અને પોષણક્ષમ બનાવે છે. સૈદ્ધાંતિક રીતે માહિતી સંચાર ટેકનોલોજી વિકાસના કામોમાં માર્ગદર્શક અને સ્થાનનિક જરૂરિયાતોનું કાયમી સમાધાન પ્રાપ્તો કરવામાં મદદરૂપ બને છે. વિકાસલક્ષી ઘ્યેનયો હકારાત્મ્ક રીતે સિદ્ધ થાય તે માટે માહિતી સંચાર ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ પણ જરૂરી છે.
માહિતી સંચાર ટેકનોલોજીની લાક્ષણિકતાઓ ગ્રામ વિકાસની પ્રક્રિયાને વેગવાન બનાવી શકે તેમ છે. માહિતી સંચાર ટેકનોલોજીથી છેવાડાના વ્યવકિતને વિકાસના કેન્દ્રિમાં ભાગીદાર બનાવી શકાય અને સમ્પો્ષિત વિકાસને આધાર આપી શકાશે. ટકાઉ વિકાસથી પણ આગળ સમ્પોશષિત વિકાસ માટે માહિતી સંચાર ટેકનોલોજીનો અભિગમ જ પ્રવર્તમાન સમયમાં દિશાસૂચક છે. માહિતી સંચાર ટેકનોલોજીની આ પ્રણાલી ગ્રામ વિકાસની પ્રક્રિયામાં કઈ રીતે ઉપયોગી બને છે તે હેતુઓ દ્ધારા આ બાબતની સાર્થકતા અને ભાવિ ખ્યાઉલના સંદર્ભે પ્રાસંગિકતા અને મહત્વમ વધી જાય છે.

સૈદ્ધાંતિક ખ્યાલ

પ્રોફેસર અમર્ત્યેસેન મુજબ માહિતી સંચાર ટેકનોલોજી પોતે એક વસ્તુ0ની જેમ છે જેમકે ચોખા જેમાં કૅલેરી અને પોષણ જેવી વિશિષ્ટમતાઓ સમાયેલ છે, તેવી જ રીતે માહિતી સંચાર ટેકનોલોજી પણ વિશિષ્ટતતાઓનું વિવિધપૂર્ણ રીતે સંકલન કરે છે જેમાં માહિતી એ વસ્તુની કામગીરી અથવા ફાળો વગેરેનું જીવન સુનિશ્ચિાત કરે છે. તેવીજ રીતે માહિતી સંચાર ટેકનોલોજી જાણકારીઓનું વ્યિવસ્થાેપન સમુદાય અને વ્યકિતઓની જરૂરિયાત પ્રમાણે સુવ્યીવસ્થિ ત સ્વ રૂપમાં ઉપલબ્ધય કરાવે છે. આ વસ્તુલ અને પ્રક્રિયાનો અંતિમ તબકકો ઉપયોગિતા અને પરિણામ પર છે. સંતુષ્ટિ્ની પ્રાપ્તિપ એ જ માહિતી સંચાર ટેકનોલોજીની સામાજિક-આર્થિક વિકાસ માટે માહિતીના સ્વરરૂપમાં થયેલ પરિવર્તનની અંતિમ સ્થિીતિ દર્શાવે છે.
ઈકોનોમીકસ કમીશન ઓફ આફ્રિકા મુજબમાહિતી સંચાર ટેકનોલોજી એટલે માહિતીને ગ્રહણ, પ્રક્રિયા, સંગ્રહ તેમજ આદાન-પ્રદાન કરવા માટેનું ઈલેકટ્રોનિક માઘ્યફમ. તેવી જ રીતે આવી પ્રવૃત્તિઓને લાગુ પાડતી અથવા સહાય કરતી સેવા છે. માહિતી સંચાર ટેકનોલોજીમાં કમ્પ્યૂટર હાર્ડવેર-સોફટવેર, ટેલિ-કમ્યુોનિકેશન સાધનો અને ઈલેકટ્રોનિક આધારીત બાબતો તેમજ દરેક આર્થિક ક્ષેત્રમાં માહિતીને લાગુ પાડવાનો સમાવેશ થાય છે.
ડ્રેવ અને ફોસ્ટકરલ મુજબ માહિતી સંચાર ટેકનોલોજીનો ઉલ્લેનખ વિવિધ ટેકનોલોજી જે રચના, સંગ્રહ, પ્રક્રિયા, સંચાર અને માહિતીને વિસ્તૃિત કરે તે રીતે થાય છે. માહિતી સંચાર ટેકનોલોજી એ રીતે ઈનપુટ કરે કે જે પ્રક્રિયા અને તેની એપ્લીચકેશન અને વિવિધ સેવાઓમાં વપરાતા જુદા જુદા માળખા સાથે સુસંગત પદ્ધતિ હોય. આપણે માહિતી સંચાર ટેકનોલોજીના મૂળતત્વા તરીકે 1) સંચારનું માઘ્યીમ (દા.ત. રેડિયો, ટેલિવીઝન), ર) માહિતી આપતું સાધન (દા.ત. કમ્યૂમ ે ટર) અને 3) દૂરસંચાર પદ્ધતિ-ઉપકરણો (દા.ત. સેટેલાઈટ, ફાયબર ઓપ્ટીૂકલ, ફોન, ફેકસ ) દ્ધારા માહિતી સંચાર ટેકનોલોજીને વેગીલું બનાવતું પરિબળ બન્યું છે. તેમાં દરેક પ્રકારના માહિતી સંચાર ટેકનોલોજીના મૂળભૂત ઘટકોને એકબીજા સાથે જોડવાની પણ ક્ષમતા છે.
હૈમલીકસી. જે મુજબ માહિતી સંચાર ટેકનોલોજી પાંચ ઘટકોનું સંયોજન છે અને દરેક ઘટકના અનુસંધાને તેની ભૂમિકા આ પ્રમાણે છે.

 1. એકત્રિત કરવાની ટેકનોલોજી :આટેકનોલોજી ઈનપુટ ડિવાઈસ દ્ધારા માહિતીને એકઠી કરી તેને ડિજિટલ સ્‍વરૂપમાં પરિવર્તિત કરે છે. એમાં કી બોર્ડ, માઉસ, ટે્રકબોલ, ટચ સ્‍ક્રીન, વોઈસ રિકોગ્નાઈઝેશન સિસ્‍ટમ, બારકોડ રીડર, ઈમેજ સ્‍કેનર વગેરેનો સમાવેશ થાય છે.
 2. સંગ્રહ કરવાની ટેકનોલોજી :આ ટેકનોલોજી માહિતીને સ્‍ટોર કરે છે. જેમાં જુદી જુદી ડિવાઈસ વપરાય છે જેમકે -મેગ્નેટીક ટેપ, ફલોપી ડિસ્‍ક, હાર્ડ ડિસ્‍ક, ઓપ્‍ટીકલ ડિસ્‍ક, ઈમેજબલ ફિસ્‍ક અને સ્‍માર્ટકાર્ડ વગેરે.
 3. પ્રોસેસિંગ ટેકનોલોજી :એપ્‍લીકેશન સોફટવેરની મદદથી પદ્ધતિ વિકસાવી તેને ડિજિટલ સ્‍વરૂપમાં માહિતીની પ્રક્રિયા કરવામાં આવે છે.
 4. કમ્‍યુનિકેશન ટેકનોલોજી: ડિજિટલ માહિતીને ઉપલબ્‍ધ કરાવવા માટેના સાધનો, પદ્ધતિઓ અને નેટવર્કનો સમાવેશ થાય છે જેવા કે બ્રોડકાસ્‍ટીંગ, સંકલિત ડિજિટલ નેટવર્ક, ડિજિટલ સેલ્‍યુલર નેટવર્ક, વાઈડ એરિયા નેટવર્ક, ઈલેકટ્રોનિક બુલેટીન બોર્ડ, મોડેમ અને વિવિધ ટ્રાન્‍સમીશન મીડિયા.
 5. ડિસ્‍પ્‍લે ટેકનોલોજી:જેમાં ડિજિટલ માહિતીને આઉટપુટમાં જોઈ શકાય તેવી લાક્ષણિકતાઓ આ ભાગ ધરાવે છે. આવી ડિવાઈસમાં મોનીટર, ડિજિટલ ટીવી સેટ, વિડિયો પ્રસારણ મોડ, સેટ ટોપ બોકસ, પ્રિન્‍ટર,વીસીડી અને ડીવીડી વગેરેનો સમાવેશ થાય છે.
 6. માન્‍સેલ અને સિલ્‍વરસ્‍ટોનલ મુજબ માહિતી સંચાર ટેકનોલોજી મૂળભૂત રીતે માહિતીનું વ્યવસ્થા૫ન કરતા સાધનો છે. સંસાધન, એપ્‍લીકેશન અને સેવાઓ જે માહિતીને તૈયાર, સંગ્રહ, પ્રક્રિયા તેમજ માહિતીને અદલ બદલ કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં ‘જુના પ્રવાહો' તરીકે રેડિયો, ટેલિવીઝન અને ટેલિફોન હતા અને હવે નવા પ્રવાહો જેવાકે કમ્‍પ્‍યૂટર, સેટેલાઈટ, વાયરલેસ પદ્ધતિ અને ઈન્‍ટરનેટનો સમાવેશ થાય છે. ઉચિત સમાવિષ્‍ટ બાબતો તથા એપ્‍લીકેશન સાથે આ સાધનો હવે એક સાથે ભેગા મળીને ‘એકબીજા સાથે સંકળાયેલ દુનિયા’આંતરિક જોડાણ વાળી સંચાર સેવાઓનું વિશાળ માળખું, પ્રમાણિક કમ્‍પ્‍યૂટીંગ સોફટવેર, ઈન્‍ટરનેટ, રેડિયો રચવા માટે સક્ષમ છે. જે દુનિયાના દરેક ખૂણે ખૂણે પહોંચે છે.

વૈશ્ચિક અહેવાલ

માહિતી સંચાર ટેકનોલોજીના સંદર્ભે જુદાજુદા ક્ષેત્રોમાં સંચાલિત માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટો વિશે સંશોધકો અને સમીક્ષકોએ વિશ્‍લેણાત્‍મક તારણો અને મંતવ્‍યો રજુ કર્યા છે તેનો સાર નીચે પ્રમાણે વૈશ્ચિક અહેવાલમાંથી સંકલિત કરવામાં આવ્‍યો છે.

 1. વિશ્‍વ વિકાસ અહેવાલ મુજબ માનવજીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે પોષણક્ષમ ટેકનોલોજીનું આગવું સ્‍થાન સ્‍થપાય તે જરૂરી છે. આ માટે 1) વૈશ્ચિક સંકલન, સંચાર અને ટેકનોલોજી દ્વારા મહત્‍વપૂર્ણ સુધારો કરવો. ર) ટેકનોલોજીનું શિક્ષણ જે લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટે સક્ષમ બનાવે. ટેકનોલોજી એક પદ્ધતિ છે પણ પ્રગતિ અથવા વિકાસના પર્યાય/ફળ નથી. 3) વિશ્‍વના લોકોની ઉંચી આશાઓ છે કે ટેકનોલોજી જીવનની ઉચ્‍ચ ગુણવત્તા જાળવશે, મહત્તમ સામાજિક સ્‍વતંત્રતા આપશે, જાણકારીમાં વધારો કરશે અને જીવનશૈલીને વધુ ઉત્‍પાદક બનાવશે.

2.  વિશ્‍વ વિકાસ અહેવાલ મુજબ

 • માહિતી સંચાર ટેકનોલોજીને વિકાસ પ્રક્રિયામાં વૈશ્ચિક પ્રાધાન્‍ય છે. ખાસ કરીને ગ્રામીણ જીવન ધોરણ ઉંચું લાવવા તથા સહાયક ઉપયોગને મજબૂત બનાવવા માટે આ એક માનવ મર્યાદાની બહાર માહિતી ફેલાવવાનું સંશાધન છે. માહિતી સંચાર ટેકનોલોજીની પ્રગતિનો આધાર યોગ્‍ય રીતે માહિતી પહોચાડવાના નેટવર્ક પર છે, જે સામાન્‍ય માનવી માટે પણ રસપ્રદ હોય અને સાથે સાથે પ્રગતિના કાર્ય સાથે સંકળાયેલ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ અને સરકારની જરૂરિયાતોને પણ પહોંચી વળી શકે. ગ્રામીણ સમાજમાં માહિતી મૂળભૂત રીતે નહીં પહોંચવાના કારણે ઘણી મુશ્‍કેલીઓ ઊભી થાય છે.
 • સંચાર એ માહિતી સંચાર ટેકનોલોજીનું કેન્‍દ્રીય અંગ છે. વિચારો, અભિપ્રાયો, સત્‍ય વગેરેને વહેંચવાની અને વહન કરવાની પ્રક્રિયા છે. બે પક્ષ વચ્‍ચેની સામાન્‍ય સમજણ સાથેની માહિતી જે ‘મોકલનાર' તેમજ ‘સ્‍વીકારનાર' ના માઘ્‍યમ દ્વારા ચાલે છે. આ માઘ્‍યમ આત્‍મલક્ષિતા, શુદ્ધતા, ચોકકસતા, વિશ્‍વસનીયતા, બે બાજુનો પ્રવાહ, શીઘ્રતા, ચીવટતા, સરળ પ્રક્રિયા, ઉપયોગ કરનારની પદ્ધતિ અંગેની જાણકારી, વ્‍યાજબી ભાવે, સમય-મર્યાદામાં, સહાયની પરિસ્‍થિતિ, સામાજિક અને માનસિક તાકાત કે મહત્‍વ, વ્‍યકિતત્‍વ, સમજણ, શીખવાનું સ્‍તર, લાગણીઓ, આવેગો, પર્યાવરણીય પરિબળો અને અસરકારકતા સાથેના નિર્ધારીત લક્ષ્ય પ્રાપ્‍ત કરવા માટેના સીમાચિહ્‌નરૂપ સૂચકો છે. આમાં માહિતી સંચાર ટેકનોલોજી એક તકનિકી વ્‍યાખ્‍યા જ નથી પણ માનવજાતિ સાથેનો મહત્‍વશીલ સંબંધ છે. આ સમકાલીન ગ્રામીણ વિકાસ અથવા તો ટકાઉ વિકાસની આશાને પ્રાપ્‍ત કરવા માટે યોગ્‍ય માહિતીના આદાન-પ્રદાન માટે પહોચવાનો સરળ માર્ગ છે. માહિતી સંચાર ટેકનોલોજીનું માળખું સંપૂર્ણ સામાજિક સુસંગતતા ધરાવે છે, જે સૌથી નીચલા સ્‍તરે જડ-નુકસાનકારક-રૂઢિચુસ્‍ત પ્રણાલીઓને નાબૂદ કરી વિશ્‍વાસ, સમૃઘ્‍ધિ લાવવા માટે કટિબઘ્‍ધ છે.
 • ગ્‍લોબલ ઈર્ન્‍ફોમેશન ટેકનોલોજી અહેવાલ મુજબમાહિતી સંચાર ટેકનોલોજી એક એવું શકિતશાળી સાઘન છે કે જેના દ્વારા વૈશ્ચિક બજારમાં ભાગ લઈ શકીએ અને સાથે સાથે રાજકીય જવાબદારીઓને પણ વિસ્‍તૃત કરે છે. મૂળભૂત સેવાઓને પૂરી પાડવામાં, સુધારા લાવવા, સ્‍થાનિક વિકાસની તકોને વધારવાનું પ્રયોજન પણ છે.  સંશોધનમાં પ્રેરણાદાયક નીતિઓના અભાવને કારણે વિકસતા દેશોમાં ખાસ કરીને ગરીબોને આ સેવાઓનો લાભ મળતો નથી તેવી ધારણા બાંધવામાં આવી છે.
 • ICT4D ના અહેવાલ મુજબ ગામ લોકોની મૂળભૂત જરૂરિયાતોને પૂરી પાડવા માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટો અને તેના ઉપયોગમાં પડતી મુશ્‍કેલીઓ અને તેના લીધે સર્જાતી ખામીઓ કયાં રહી જાય છે તે જાણવા માટે કેટલાક મહત્‍વની બાબતો જરૂરી છે. જેવાકે 1) સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓ કે જેમની અસર ગરીબોની મૂળભૂત જરૂરિયાતો ઉપર પડે છે, તેવી સંસ્‍થાઓમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરી ક્ષમતા અને અસરકારકતા વધારવાના પ્રયાસો થવા જોઈએ. ર) ગામડાઓમાં ગરીબીનો દર ઓછો કરવા માટે અને વિકાસની તકો ઊભી કરવા માટે માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. 3) ગ્રામ સ્‍વરાજની સંસ્‍થાઓની સેવાઓ સમયસર અને અસરકારક રીતે મળી શકે તે માટે માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સંસ્‍થાઓની અસરકારકતા અને જવાબદારીઓ વધે.
 • માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામજનોનો અવાજ મજબૂત રીતે સરકારી સંસ્‍થાઓમાં પહોચાડી શકાય જેથી સરકારી અધિકારીઓની પણ જવાબદારીઓ વધશે અને ગ્રામજનોની સત્તાઓમાં પણ વધારો થશે. 5) માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગની મદદથી ગામમાં વસતા દરેક ગરીબ માણસની ઉંમર, લિંગ, સામાજિક અને આર્થિક તેમજ ધાર્મિક પરિસ્‍થિતિની માહિતી મળી શકે છે.

સંશોધન અહેવાલ

માહિતી સંચાર ટેકનોલોજીના સંદર્ભે જુદાજુદા ક્ષેત્રોમાં સંચાલિત માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટો વિશે સંશોધકો અને સમીક્ષકોએ વિશ્લેિણાત્મચક તારણો અને મંતવ્યો્ રજુ કર્યા છે તેનો સાર નીચે પ્રમાણે સંશોધન પેપરમાંથી સંકલિત કરવામાં આવ્યો છે.

 • રોબર્ટ હન્‍ટર, કોર્પોરેટ જગતની વધારે કાર્યક્ષમતા અને સરકારની નાગરિકો પ્રત્‍યેની જવાબદારી વિશે માહિતી સંચાર ટેકનોલોજીની મદદથી કોઈપણ વ્‍યકિત કોઈપણ જગ્‍યાએથી ઉપલબ્‍ધ જ્ઞાન દ્ધારા પોતાની સ્‍થાનિક જરૂરિયાતોને સંતોષી પોતાના વિસ્‍તારને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ વિકાસની તકો ઊભી કરવા માટે થવો જોઈએ પણ એની સાથે સાથે આપણે એ તકેદારીઓને ઘ્‍યાનમાં રાખવાની છે કે જેથી માહિતી સંચાર ટેકનોલોજી એની વિશ્‍વસનીયતા ગુમાવી ન દે. વિકસતા દેશો માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ ઝડપી વિકાસ માટે કરે છે. પરંતુ તેમ કરતાં તેઓ એવા  દેશો કે જેઓ માહિતી સંચાર ટેકનોલોજી સેવાઓ પુરી પાડે છે, તેમની ઈજારાશાહી હેઠળ આવી જાય છે. વિકસતા દેશોએ વિકસીત દેશો દ્વારા આપવામાં આવેલ આંતરરાષ્‍ટ્રીય માપદંડોનો ઉપયોગ ન કરતાં પોતાના દેશની જરૂરિયાત મુજબ વિકસીત દેશોને માપદંડો નકકી કરવા જણાવવા જોઈએ અને માપદંડો નકકી કરતી સંસ્‍થાઓમાં વિકસતા રાષ્‍ટ્રોની ભાગીદારી વધારવી જોઈએ.
 • રોબર્ટ હગિન્‍સ,માહિતી સંચાર ટેકનોલોજીનું વાતાવરણ અને તેની લગતી આવડતોનો વિકાસ ગ્રામ વિસ્‍તારને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને માહિતી સંચાર ટેકનોલોજીને નવાઆયામથી જોવું અને શીખવું તેની સ્‍પષ્‍ટતા કરતા જણાવે છે કે કમ્‍યુનિટી રિસોર્સ સેન્‍ટરમાં આ સેવાનો લાભ લેવા આવતા ગ્રામજનોને વિડીયો ગેમ્‍સ અને ઈન્‍ટરનેટનો ઉપયોગ કરાવી માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગમાં બાધારૂપ એવી તમામ મુશ્‍કેલીઓને દૂર કરવી જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે.
 • હર્નાન ગેલ્‍પરીન, વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજીમાં તાજેતરમાં થયેલ વિકાસ અને તેનો ગ્રામ વિસ્‍તારો માટેના ઉપયોગને ઈન્‍ટરનેટ સાથે ભેળવી દેવામાં આવે તો વિકસતા દેશોના ગ્રામ વિસ્‍તારોનો વિકાસ લાંબા સમય સુધી ટકી રહી શકે. આ ટેકનોલોજીના ઉપયોગથી નેટવર્ક વિકસાવવામાં આવતા ખર્ચમાં ખાસ્‍સો એવો ઘટાડો થઈ શકે તેમ છે. તેમજ ખૂબજ ઓછી વસ્‍તી ધરાવતા વિસ્‍તારોમાં માહિતી પહોંચાડી શકાય. વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજીની મદદથી દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોના શહેરી વિસ્‍તારોને એજ દેશના અંતરિયાળ વિસ્‍તારોની સાથે જોડવામાં સફળતા મળી છે.
 • ઝાઉ જીન્‍ક, ઈન્‍ટરનેટની મદદથી ચીનના ગામડાઓ કે જે અંતરિયાળ વિસ્‍તારના લોકોને પડતી મુશ્‍કેલીઓ વિશે પ્રાથમિક અને પાયાની માહિતી પૂરી પાડવામાં આવી છે, તેના  પરિણામોનો દ્વારા આપવામાં આવેલ છે જે દર્શાવે છે કે ઈન્‍ટરનેટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ચીનના ગામડાઓનો વિકાસ સાધી શકાયો છે.
 • સ્‍ટેનકા, ઈટાલીમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ સરકારની કાર્યક્ષમતા વધારવામાં તેમજ નાગરિકો અને કોર્પોરેશનો સાથેના જોડાણો-સંબંધો સુધારવામાં ઉપયોગી પૂરવાર થયો છે. ઈટાલીએ કેટલાક વિકસતા દેશોને માહિતી સંચાર ટેકનોલોજી કાર્યક્રમો પૂરા પાડયા છે. ઈટાલીની ઈ-ગવર્નમેન્‍ટ નીતિ સફળ રહી છે. સંશોધક જણાવે છે કે ડિજિટલ ક્રાંતિ ટેકનોલોજીકલ બને તે ખૂબ જ આવશ્‍યક છે, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ઈ-લર્નીગમાં મહત્‍વનો પૂરવાર થયો છે અને એના દ્વારા લોકોને તાલીમ આપવા અને જાણકારી વધારવાનું શકય બન્‍યું છે.
 • અબ્‍બાસી, નેશનલ ઈ-ગવર્નન્‍સ પ્‍લાનનું માળખું, કાર્યક્રમ તેમજ પ્રોજેકટના સ્‍તર ઉપર પ્રકાશ ફેકે છે. આ પ્રોજેકટમાં કેન્‍દ્ર તેમજ રાજયોના સંકલિત પ્રોજેકટોનો સમાવેશ અને તેનો ઘ્‍યેય ખર્ચ ઘટાડવાનો છે, જેથી સ્‍થાનિક લોકો એમાં સહભાગી બની શકે. ભારતમાં ઈ-ગવર્નન્‍સને લાગે વળગે છે ત્‍યાં સુધી વિવિધ સરકારો જૂથ તબકકે પહોંચી છે, એ વિભિન્‍ન પહેલ ગૃપથી કરાવે છે. અસરકારક ઈ-ગવર્નન્‍સ અને નીતિઓ ઘડવા માટે રાજકીય ઈચ્‍છા શકિત આવશ્‍યક છે. પ્રોજેકટ ઘડવા માટેના વિચારો તેમજ અમલનો આધાર જ્ઞાન ઉપર છે, જો કે જુદી જુદી સરકારો આ સંબંધોમાં સમાન સ્‍તરે નથી તેમજ તેમની પાસે જરૂરી નિષ્‍ણાંતો પણ નથી. ઈ-ગવર્નન્‍સમાં માહિતી સંચાર ટેકનોલોજી જ્ઞાનને મજબૂત કરવા માટે સંસ્‍થાકીય કાર્ય વ્‍યવસ્‍થા ખૂબજ આવશ્‍યક છે.
 • ભટનાગર, માહિતી સંચાર ટેકનોલોજી આર્થિક રીતે ઓછા વિકસીત દેશોમાં ડીલીવરી મોડેલ ને દર્શાવે છે તેમજ ભવિષ્‍ય માટેની તકો અને પડકાર પૂરા પાડે છે. ઈ-ગવર્નન્‍સ ઓનલાઈન સેવાની ડિલીવરી અને કાર્યક્ષમતા સિદ્ધ કરવા પ્રયાસો કરે છે. ઈ-ગવર્નન્‍સના લાભો જોઈએ તો એનાથી ભ્રષ્‍ટાચાર ઘટે અને સશકિતકરણના હેતુ સિદ્ધ થાય છે. આ સંદર્ભમાં ઈન્‍કમટેક્ષ ઓન લાઈન (મેકસિકો અને બ્રાઝિલ), કસ્‍ટમ ઓન લાઈન (ભારત અને જમૈકા) તેમજ ગ્રામીણ ઈન્‍ટરનેટ કિયોસ્‍ક જેવા કાર્યક્રમો દર્શાવવામાં આવ્‍યા છે. ગ્રામીણ વિસ્‍તારોમાં ટેકનોલોજીનો પ્રવેશ સમસ્‍યારૂપ છે અને આ સમસ્‍યાઓ ઉકેલવાની જરૂર છે. બેંગલોરમાંની જાહેર સેવાઓના આધારે એવું સૂચન છે કે સેવાઓમાં વધારો થયો છે અને ભ્રષ્‍ટાચારમાં ઘટાડો પણ થયો છે કાર્યક્રમના અમલ માટે સમયનું માળખું તૈયાર કરવું ખૂબ જ મહત્‍વનું છે.
 • ચન્‍દ્રશેખર, ભારત માટેના નેશનલ ઈ-ગવર્નન્‍સ પ્‍લાન (NEGP) ની ચર્ચા કરવામાં આવી છે. NEGP નું વર્ણન કરતા જણાવે છે કે પ્રોજેકટનો અમલ જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્‍ચેની ભાગીદારી માટે પણ થાય તે માટે પ્રયત્‍નશીલ છે. NEGP પ્‍લાનનો આર્થિક ઉદારીકરણ તરીકે ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે જેનું ઘ્‍યેય સરકાર તેમજ સરકારની બહાર સ્‍થાપિત થવાનું છે. વિવિધ સરકારોના સંદર્ભમાં NEGP પ્‍લાનનું લક્ષ્ય સરકારી સેવાઓ પૂરી પાડવાનું અને સરકારમાં પારદર્શકતા વધારવાનું છે. NEGP પ્‍લાન યોગ્‍ય રીતે એની કામગીરી બજાવી શકે એ માટે નાગરિકોની ભાગીદારી ઉપર ખાસ ભાર મુકવામાં આવે છે. ઓન લાઈન સેવાના કારણે કાઉન્‍સીલસીંગ સેવાઓ અને પ્રોજેકટોમાં વધારો થવાની ધારણા છે, એમાં ઉલ્‍લેખવામાં આવ્‍યુ છે કે ખર્ચ ઘટાડવા અને અસરકારકતા વધારવા વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ તેમજ સલામતી પાસાના વધતા જતા ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્‍યો છે.
 • રતન, ઈ-ગવર્નન્‍સ, આંતરમાળખું, કવરેજ, સંકલિત ડિલીવરી દ્ધારા NEGPની પ્રગતિની સંક્ષિપ્‍ત સમીક્ષા કરતા જણાવાયું છે કે NEGPનું ઘ્‍યેય ઈ-ગવર્નન્‍સની ભૂમિકા વધારવાનો છે કે જેથી નાગરિકો એનો મહત્તમ લાભ લઈ શકે. NEGP પ્‍લાન અંગેના કેટલાક પ્રશ્‍નોના ઉકેલ માટે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્‍યું છે એમાં જણાવાયું છે કે વિશ્‍વ બેંકે ભારતને એના ઈ-ભારત કાર્યક્રમ માટે નાણાંકીય સહાય કરેલ છે.
 • માથુર અક્ષય, માહિતી સંચાર ટેકનોલોજી નો ઉપયોગ ભારતના ગામડાઓના વિકાસ માટે અને બીજા વિકસતા રાષ્‍ટ્રોના ગામડાઓ માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે તેમજ આ ગ્રામીણ ભારતની વસ્‍તીને વિકાસની રેખામાં કઈ રીતે આવરી લેવાય અને શહેરોમાં મળતી સુવિધાઓ ગામોમાં કઈ રીતે ઉપલબ્‍ધ કરાવી શકાય તેના ઉપર પણ પ્રકાશ ફેંકવામાં આવ્‍યો છે. આ એક વિકાસનો મુદ્દા છે પણ તેનો અર્થ એ નથી કે ગ્રામ વિકાસ માટે માત્રને માત્ર સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓ એ જ ભાગ ભજવવાનો હોય છે. પરંતુ ગામોના વિકાસ માટે ખાનગી સંસ્‍થાઓએ પણ માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગનો વ્‍યાપ વધારવા માટે પહેલ કરવી પડશે કે જેથી કરીને અત્‍યાર સુધી જયાં વિકાસની તકો ઊભી નથી થઈ તેવા વિસ્‍તારને પણ આગળ લાવવામાં મદદરૂપ થશે. ટેકનોલોજીની મદદથી માહિતીના સ્‍ત્રોત કે જેઓ અત્‍યાર સુધી ખૂબ મોંઘા હતા તે સસ્‍તી કિંમતે મળી રહેશે અને આ માહિતી સંચાર ટેકનોલોજી બાબતને શકય બનાવવામાં મહત્‍વનો ફાળો ભજવશે.
 • બોવોન્‍ડર, ગામડામાં રહેતી પ્રજાને સંદેશા વ્‍યવહારના સાધનોની ઉપલબ્‍ધતા પ્રમાણમાં ઓછી હોય છે. સંદેશા વ્‍યવહારની કિંમત વધારે એટલા માટે હોય છે કે તે પુરા પાડવા માટે વપરાતી ટેકનોલોજીની કિંમત પણ વધારે હોય છે પણ જો વાયરલેસ સેવાનો ઉપયોગ કરવામાં આવે તો માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મની મદદથી આ ખર્ચ ઘટાડી શકાય છે. આવા પ્‍લેટફોર્મ ઊભા કરવાથી સંદેશા વ્‍યવહારની સેવાઓ ખૂબ મોટા પ્રમાણમાં ગામડાઓ સુધી પહોંચાડી શકાશે. આ એક પબ્‍લિક પ્રાઈવેટ ભાગીદારીની મદદથી થઈ શકે અને ગામડાઓ વચ્‍ચે જે તકનિકી ભાગલા પડયા છે તેને ઓછા કરવામાં સારી એવી સફળતા મળી છે.

પ્રકરણ : 4 માહિતી સંચારટેકનોલોજી અમલીકરણ પ્રકિ્યા

ભારતમાં વિકાસનો અભિગમ સામાજિક-આર્થિક પાસાની સાથેસાથે ટેકનિકલ પાસા સાથે પણ સંબંધ ધરાવે છે, એટલે કે સંકલિત તેમજ ટકાઉ વિકાસ માટે ટેકનોલોજીકલ અભિગમ ઉપર ભાર મૂકાય છે. આ ક્ષેત્રમાં ટેકનોજીકલ વિકાસના ઈતિહાસમાં માહિતી સંચાર ટેકનોલોજી એક આધુનિક તબકકો છે પણ ખરેખર માહિતી સંચાર ટેકનોલોજીનો અભિગમ ગ્રામ વિકાસની લોક ભાગીદારી તેમજ પ્રજાતાંત્રિક મૂલ્યોિની સ્થાટપના માટે પણ સહાયરૂપ બને છે. કારણ કે વિકાસ લોકો દ્વારા લોકો માટે અને લોકોનો ત્યાહરે જ શકય બને કે જયારે લોકો જરૂરી માહિતીથી સમયસર માહિતગાર બને અને સમસ્યારઓના સમાધાનમાં તેનો સક્ષમ સાધન તરીકે ઉપયોગ કરે. માહિતી સંચાર ટેકનોલોજી ખરા અર્થમાં એક ‘સેતુ' છે જે લોકો અને વિકાસ પ્રક્રિયા માટે પ્રયત્નોટ કરે છે. જનસંચારની આ જરૂરિયાત વધુ પારદર્શક, વિશ્વતસનીય, ઝડપી, પ્રામાણિક અને ઉપયોગી બનાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીની આગવી ભૂમિકા અને હવે સમ્પોપષિત વિકાસ પ્રક્રિયાનું બિન્દુો બની ચુકી છે.

લક્ષણ

માહિતી સંચાર ટેકનોલોજીના લક્ષણને SMART તરીકે ઓળખવામાં આવે છે, અને તે વહીવટી પ્રણાલીમાં વધુ અસરકારક ત્યા રેજ બની શકે છે કે તે સમાન સમજ અને સર્વ માટે એકજ પ્લેમટ ફોર્મ પૂરુ પાડતું હોય. SMART ની સમજ નીચે પ્રમાણે વર્ણવી શકાય.

માહિતી સંચાર ટેકનોલોજી વહીવટમાં વધુ સરળ અને ઉપયોગી ત્‍યારે જ બની શકે કે જયારે તેમાં SMART ની સાથે સાથે નીચેના લક્ષણો નો પણ યોગ્‍ય સમાવેશ થયેલ હોય.

 1. પારદર્શક
 2. આર્થિક રીતે પોષણક્ષમ
 3. ઝડપી
 4. સંબંધિત એજન્‍સી સાથે પ્રક્રિયાત્‍મક જોડાણ
 5. સરળ ટેકનીકલ વ્યવસ્થા૫ન
 6. ચોકસાઈ અને સુધારેલ માહિતી
 7. જીવનના ભૌતિક-અભૌતિકક્ષેત્રમાં સમાન રીતે ઉપયોગી
 8. નિયત અને બહુવિધ માળખામાં ઉપલબ્‍ધ

માહિતી સંચારમાં સરળતા, સ્‍પષ્‍ટતા, વિશ્‍વસનીયતા અને પારદર્શકતા સિવાય એક મહત્‍વપૂર્ણ ઘટક છે, ''સમાન સમજ ''જે માહિતી સંચારની ઘ્‍યેય સિદ્ધીમાં અગત્‍યનો ભાગ ભજવે છે અને એજ સફળતાનો આધાર છે. માહિતી સંચારનું માઘ્‍યમ ગમે તે હોય પણ તેમાં આ લાક્ષણિકતા જણાવવી જોઈએ તે અસરકારક માહિતી સંચારની અનિવાર્ય શરત છે. એવી પ્રણાલી ગ્રામીણ વિકાસ પ્રક્રિયા પ્રવાહને યોગ્‍ય દિશામાં દોરી શકે તેમ છે.

માહિતી સંચાર ટેકનોલોજી એક જ હારમાં વિસ્‍તૃત રાષ્‍ટ્રીય માહિતીનું માળખું અને તેનું આંતરરાષ્‍ટ્રીય સંચાર અને માહિતી નેટવર્કમાં સંપૂર્ણ એકત્રીકરણ દ્વારા સંચાર અને માહિતીને વિસ્‍તૃત અને વ્‍યાજબી પહોંચનો પ્રવેશદ્વાર છે. સાધન અને સેવાઓની વહેંચણી, યોજના અને ઉત્‍પાદનમાં માહિતી સંચાર ટેકનોલોજીએપ્‍લીકેશનનો વ્‍યાપક ઉપયોગ દ્વારા અર્થશાસ્‍ત્રના ચાવીરૂપ વિભાગની ક્રિયાશીલતા અને સ્‍પર્ધાત્‍મકતામાં સુધારો થયો છે.

માનવ અને આર્થિક વિકાસના ખૂબ વિકટ પ્રશ્‍નો ખાસ કરીને શિક્ષણ, આરોગ્‍ય, ગરીબાઈ ઓછી કરવી અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રમાં ઉકેલ લાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ મદદ કરે છે. દેશના વિશિષ્ઠ ઉકેલનું સૂત્રીકરણ, સંચાર અને માહિતી વ્‍યૂહીકરણ માટે ફકત ટેકનોલોજી પર જ નહીં પરંતુ માહિતી તંત્ર પર પણ પ્રકાશ પાડવાનો છે જે ડેટા, ટેકનોલોજી, લોકો, કાર્યનીતિ, પદ્ધતિ, સંસ્‍થા અને માળખાને સંપૂર્ણપણે એક શૈલીમાં ગોઠવી શકે.

માહિતી સંચાર ટેકનોલોજીક્રાંતિમાં આગળ પડતો ભાગ લેવા સક્ષમ છે, જેમાં શિક્ષણનો વિકાસ, સાંસ્‍કૃતિક વારસાનું જતન, પ્રોત્‍સાહન, ટેકનિકલ શિક્ષણને મજબૂત તેમજ વિસ્‍તૃત કરવું અને વૈજ્ઞાનિક ક્ષમતાઓની રચના કરવાનો સમાવેશ થાય છે.

અમલીકરણ

માહિતી સંચાર ટેકનોલોજીનો અમલીકરણ માટે નીચેના 6 મહત્‍વના સૂચકો આવશ્‍યક અને જરૂરી છે.

માહિતી સંચાર ટેકનોલોજીની આખી પ્રક્રિયાની સફળતા મુખ્‍યત્‍વે ત્રણ બાબતો જેવીકે પ્રક્રિયા (Process), લોકો (Pepole) અને ટેકનોલોજી (Technology) ઉપર રહેલ છે. જેને ઈ-ગવર્નમેન્‍ટના ઉપયુકત માપદંડ PPT તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દરેક માપદંડને વધુ પાંચ સ્‍કેલમાં વિસ્‍તૃત કરવામાં આવેલ છે જેના આધારે તે વધુ કાર્યક્ષમ ઉપયોગી સાબિત થઈ શકે.

પ્રક્રિયા(Process)

સરળતા

ક્ષમતા

રહીશો મુજબ

જાળવી રાખવું

કિંમતથી અસરકારક

લોકો(Pepole)

દ્રષ્‍ટિ

નેતૃત્‍વ

વચનબઘ્‍ધતા

કુશળતા

બદલાવ

ટેકનોલોજી(Technology)

આર્કિટેકચર

પ્રમાણિત ધોરણો

ભરોસાપાત્ર

માપનયુકત

સલામત

માહિતી સંચાર ટેકનોલોજીની આખી પ્રક્રિયાને સરકારના ૫રિપ્રેક્ષમાં જોઇએતો તેને ઈ-ગવર્નમેન્ટ્ તરીકે ઓળખવામાં આવે છે.

ઈ-ગવર્નમેન્‍ટ સરકારના વ્‍યવહારો મુખ્‍યત્‍વે કેન્‍દ્ર, રાજય, જિલ્‍લા, તાલુકા અને ગ્રામ સ્‍તરે આંતરિક રીતે કાર્યાન્‍વિત થાય છે. આ વ્‍યવસ્‍થા સાથે બાહૃા પરિબળોમાં નાગરિકો, ધંધાકીય વર્ગ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનો વ્‍યવહાર કાર્યાન્‍વિત થાય છે.

નાગરિક પોતાની જરૂરિયાત માટે સરકારનો સંપર્ક G2C/C2G પ્‍લેટફોર્મ દ્ધારા કરી શકે છે. ધંધાકીય અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સરકાર સાથેના વ્‍યવહારો માટે G2B/B2G પ્‍લેટફોર્મનો ઉપયોગ કરે છે. સરકારના આંતરિક વિભાગો વચ્‍ચે સંકલન અને વ્‍યવહારની પ્રક્રિયા કેન્‍દ્ર, રાજય, જિલ્‍લા, તાલુકા અને ગ્રામ સ્‍તરે G2G પ્‍લેટફોર્મ દ્ધારા થાય છે.

ઈ-ગવર્નમેન્‍ટ વિકાસના કુલ ચાર સ્તર છે. આ4 સ્તર પ્રમાણે ટેકનોલોજીકલ ૫રીયોજનાઓને અમલ કરવામાં આવે છે.

 • માહિતી : આ તેનું પહેલું પગથિયું છે. માહિતી ભેગી કરવા તેમજ તેને વહેચવા માટે વેબસાઈટ લોન્‍ચ કરવામાં આવી છે. આમ, માહિતીમાં મુખ્‍ય ફંકશન તથા આંકડાઓ અને સરકારી ખાતા તેમજ એજન્‍સી વગેરેની વિગતો હોય છે.
 • આદાન પ્રદાન: આ તબકકામાં નાગરિકો સરકારી એજન્‍સીઓને રીતે મળી શકે છે. આમ, નાગરિકો એ માહિતી ડાઉનલોડ કરી શકે છે. તેઓ પોતાની માહિતી પણ આપી શકે છે.  તેઓ ડેટાબેઝને શોધી શકે છે.અને ઈ-મેઈલ પણ ગવર્નમેન્‍ટ એજન્‍સીને મોકલાવી પણ શકે છે. આમ, આ રીતે નાગરિકો સરકારી એજન્‍સીઓ સાથે સીધી રીતે મળતા હોવાથી તેમની સમસ્‍યા સરળ અને સીધી રીતે નિકાલ થઈ શકે છે.
 • વ્‍યવહાર :આ પગથિયામાં નાગરિક પોતાની સમસ્‍યા લઈને ત્‍યાં જાય છે. આમ આ એક બે તરફની ક્રિયા છે. બીલ ચૂકવવું, ટેકસ ભરવો, ફી ભરવી, લાઈસન્‍સ મેળવવું, સર્ટીફીકેટ જેવા સરકારી કામોનો સમાવેશ આમા થાય છે. આમ, નાગરિકો સરળતાથી પોતાના વ્‍યવવહાર કરી  શકે  છે. અને એજન્‍સીઓ  પણ  24×7 કલાક સેવા આપે છે.
 • સંકલન: આ તબકકામાં સરકારી માહિતી અને અપાતી સેવાનું સંકલન કરવામાં આવે છે. આ સંકલન ફકત સરકાર માટે નહિ પરંતુ નાગરિકો અને બિઝનેશ માટે કરવામાં આવે છે. નાગરિકોને તેમની જરૂરિયાત અનુસાર યોગ્‍ય માહિતી અને સેવા આપવામાં આવે છે. જે  તેમનાં જીવનધોરણને ઉપયોગી હોય જેવાં કે જન્‍મ ,સ્‍કૂલમાં એડમીશન, કોલેજ એડમીશન, સીનિયર નાગરિકતા,રોજગાર, લગ્ન વગેરે.

ઈ-ગવર્નમેન્‍ટ પ્રોજેકટને અમલી બનાવવા માટેનો યોગ્‍ય અને ઉપયુકત રસ્‍તો PPP(Public Private Partnership)  છે.

PPP (Public-Private Partnership) is a different method of procuring public services and infrastructure by combining the best of the public and private sector with an emphasis on value for money and delivering quality public service. In short PPP is a reform that is a "Generation Next" to privatization. PPP also called a PFI (Public Finance Initiative).

PPP ના અમલ માટે મહત્તમ ચાર બાબતો

૧) વહેચાયેલ હેતુઓની ઉણપ

ર) ભય અને અંકુશ

૩) કલસ્‍ટર આધારિત અને

૪) મોનોપલી

જે  પ્રોજેકટની સફળતા માટે મહત્‍વના છે.

ડિઝીટલ ડીવાઈડ

પ્રોફેસર કેનેથ કેનીસ્‍ટોએ "Bridging the Digital Divide" માં નીચેની બાબતો ઉપર ઘ્‍યાન દોર્યુ છે.

 • ઈર્ન્‍ફોમેશન ટેકનોલોજીનો પરિચય ત્‍યારે જ કરાવવો કે જયારે તે માણસની સામાન્‍ય જરૂરિયાત અને પ્રાથમિક હકને અસરકારક રીતે પૂરા કરી શકાય.
  • માહિતી સંચાર ટેકનોલોજીના વિકાસના સર્જનાત્‍મક ઉપયોગમાં કમ્‍પ્‍યૂટર, ઈ-મેલ કે ઈન્‍ટરનેટ એકસસની જરૂર હોતી નથી પણ સામાન્‍ય જરૂરિયાતને પહોચી વળવા માટે કમ્પ્યૂટર બેઈઝ ટેકનોલોજી દ્ધારા એમ્‍બેડેડ ચીપ્‍સનો સમાવેશ કરવો, સેટેલાઈટ બેઈઝડ્‍ માહિતીનો ઉપયોગ કરવો વગેરે બાબતો હોવી જરૂરી છે.
  • માહિતી સંચાર ટેકનોલોજીપ્રોજેકટ લોકોની સામાન્‍ય જરૂરિયાતને ઘ્‍યાનમાં રાખીને તૈયાર કરવામાં આવવો જોઈએ.
  • સ્‍થાનિક ભાષા અને લોકલ મુદ્રાઓજરૂરી છે.
  • પ્રોજેકટ ઈકોનોકલી અને જાતે જ ઘ્‍યાન રાખી શકાય તેવો હોવો જોઈએ.

  માહિતી સંચાર ટેકનોલોજી પ્રોગ્રામ ખરેખર પૂરો થશે અને તેનાથી થતા ફાયદા ખરેખર ફાયદો કરવાશે તેની ખાત્રી થવી જોઈએ.

  માહિતી સંચાર ટેકનોલોજીના અમલની સાથે ઉદ્‌ભવતી ગેપને દૂર કરવા માટે ઉપરોકત મૉડલને ચાર ભાગમાં વહેચવામાં આવેલ છે. પ્રથમ ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજીનું માળખું સક્ષમ, સ્‍તરીકૃત, સલામત, આંતર-કાર્યાન્‍વિત, ખુલ્‍લું અને આર્કિટેક જેવી અનેક ખૂબીઓ ધરાવતું હોવું જોઈએ. બીજા ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજીનો અમલ યોગ્‍ય રીતે વહેચાયેલ,  નજીક, લાંબા સમય સુધી ટકી શકે તેવો, સસ્‍તો અને આધાર આપી શકે તેવો હોવો જોઈએ. ત્રીજા ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજી માટેની જરૂરી બાબતોમાં મહત્‍વ, સુધારેલ, રહીશો આધારિત, તાર્કિક, આકર્ષક અને વધારે જાણીતું હોય તેવી બાબતો ઈચ્‍છનીય છે. ચોથા ભાગમાં કે જેમાં નાણાંકીય ફાયદો, ન્‍યાય અને  જીવનની ગુણવત્તા વધારવી તે છે.

  એક સર્વાનુમત છે કે વિકાસ માટે લોકોને વધારે ચોકકસ અને વ્‍યવસ્‍થિત માહિતીથી જોડીને, વધારે કુશળતાથી તેમને સુસજજ કરીને, આંતરાષ્‍ટ્રીય બજાર સાથે તેમને જોડી સહભાગી બની શકે છે. છતાં પણ "ડિઝીટલ ડીવાઈડ", માહિતી હોવા અને ના હોવા વચ્‍ચેની ખાઈ વધારી રહી  છે, તેવી એક ચિંતા છે અને આ માહિતી સંચાર ટેકનોલોજીને વિકાસ માટે સંબોધવા માટે સ્‍થાપિત થયેલ ઘણી બધી સંસ્‍થાઓનો પહેલેથી બંધાયેલ ખ્‍યાલ છે.

  ઈ-રેડીનેશ

  ઈ-રેડીનેશ એ દેશની ડિઝીટલ ઈકોનોમીમાં કેટલી ભાગીદારી છે તેનું માપદંડ દર્શાવે છે. દેશના માપદંડનું આંકલન કરવાનું હોય તો G2G, G2B, B2Bને ગણતરીમાં લેવામાં આવે છે, જયારે રાજયનું માપદંડ લેવાનું હોય તો ઉપરોકત ત્રણ માપદંડ સિવાય B2C, C2Cનો પણ સમાવેશ કરવામાં આવે છે. નીચેના કોઠા નંબર પરથી સરળતાથી ઈ-રેડીનેશ ફ્રેમવર્કને સમજી શકાય છે.

  ઈ-રેડીનેશ ફ્રેમવર્કમાં ચાર મુખ્‍ય રેડીનેશફાળવવામાં આવ્‍યા છે. જેમાં પૉલીસી, માળખાગત સુવિધા, સાધનો, ઉપયોગિતા એમ ચાર ભાગોને પોતાના 3-પ સબ પેટા ભાગોમાં વહેચવામાં આવ્‍યા છે. જેના દરેક ભાગને કુલ 43 સુચક માપદંડના આધારે ગુણવત્તાની રીતેઅને જથ્‍થાની રીતેએ રેડીનેશની સરખામણી કરવામાં આવે છે. દેશ અથવા રાજયની ઈ-રેડીનેશસરખામણીની પદ્ધતિ માળખાગત પ્રશ્‍નાવલિ દ્વારા, રહીશોના નમૂનાના આધારે રજૂ કરી શકાય છે. ભારતના રાજયોમાં ઈ-રેડીનેશની વિગતો નીચેના કોઠા દ્ધારા સમજી શકાય છે.

  ઘટકો

  પેટા ભાગો

  સૂચકો

  પૉલિસી

  (20 %)

  ICT પૉલિસી

  કમ્‍યુનિકેશન પૉલિસી, ISPમાટેની પૉલિસી, ICT કંપનીને પ્રોત્‍સાહન, ગુણવત્તાની શોધ, વિકાસમાં વધારો અને નિકાસ વધારવી

  ઈ-ગવર્નમેન્‍ટ પૉલિસી

  ઈ-ગવર્નમેન્‍ટના વિચારો, સેવાની જરૂરિયાતો, PPP પૉલિસી, ઈલેકટ્રોનિક સર્વિસ ડિલેવરી પૉલિસી

  આર્કિટેકચર અને સ્‍ટાન્‍ડર્ડ

  ફંકશનલ આર્કિટેકચર, ટેકનીકલ આર્કિટેકચર, ટેકનીકલ ધોરણો

  સિકયોરીટી ફ્રેમવર્ક

  સલામતીની પૉલિસી, ગુપ્‍તતા

  રેગ્‍યુલર ફ્રેમવર્ક

  સાયબર લો, IPRપ્રોટેકશન

  માળખાગત સુવિધા

  (25 %)

  નેટવર્ક

  નેશનલ બેકબોન, નેટવર્કની વહેંચણી, લેન અને વેન, સેટેલાઈટ અને વાયરલેસ નેટવર્ક, પીસી અને ઈન્‍ટરનેટ પ્રેઝન્‍ટેશન, છેલ્‍લી માઈલ સુધી જોડાણ

  એકસસ

  ICT હાર્ડવેર

  ડેટા સેન્‍ટર, ઈ-ગવર્નમેન્‍ટ ગેટ વે, પેમેન્‍ટ ગેટ વે, પબ્‍લિક કી માળખું

  સાધનો

  (30 %)

  રાજકીય સાધનો

  નેતૃત્‍વ અને વિચારો, ICT સેકટરને સતત સહાય

  માનવીય સાધનો

  ICT નો અભ્‍યાસ અને તાલીમ સંસ્‍થાઓ, ICT માં R&D ઉપરના ખર્ચા

  કર્મચારી સાધનો

  ICT નો આધાર, ચીફ ઈર્ન્‍ફોમેશન ઑફિસર, ઑફિસમાં કમ્પ્યૂટર દ્વારા ઈન્‍ટરનેટનો ઉપયોગ

  ઉપયોગીતા

  (25 %)

  રહીશો દ્વારા ઉપયોગ

  ઈ-મેલ અને ઈન્‍ટરનેટનો ઉપયોગ, ઈ-સાક્ષરતા

  બિઝનેસ દ્વારા ઉપયોગ

  ઈ-કોમર્સ, e-CRM, E-SCM, e-Procurement (B2B & G2B)

  ગવર્નમેન્‍ટ દ્વારા ઉપયોગ

  વેબ સાઈટ અને પોર્ટલ, ઈ-સેવા અને ઈ-પ્રસારણ,ઈ-ગવર્નમેન્‍ટ પ્રોજેકટ, G2G ના ઉપયોગમાં વધારો

  વર્લ્ડ ઇકોનોમીક ફોરમ,ગ્લોબલ ઇન્ફોમેશન ટેકનોલોજી રિપોર્ટ-૨૦૧૫

  ઈન્ફોકિયોસ્ક (કોમન સર્વિસ સેન્ટર)


   

   

   

   

   

   

   

   

   

   

   

   

   

   

   

   

   

   

   

  એક એવી ટેકનિકલ વ્યટવસ્થા કે જે માહિતીને લાભાર્થીઓની જરૂરિયાત મુજબ ઉપલબ્ધિ કરાવે તેવી માહિતીની સેવાને ઈન્ફોાકિયોસ્કતકેકોમન સર્વિસ સેન્ટરતરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દો્માં કહીએ તો કિયોસ્કવએ માહિતીનું ઘડતર અને આપ-લે કરવા માટેની નાની સંરચના છે જે એક અથવા વધારે ઉદ્‌શોથી બૂથના ભાગરૂપે ઉપયોગ કરવામાં આવે અને કિયોસ્કામાં ઈન્ટોરનેટ જોડાણની સગવડો દ્ધારા ઓનલાઈન સેવા પણ આપવામાં આવે તે છે. સફળ કિઓસ્કજ ચેનલ માટેની પ્રક્રિયા નીચેની આકૃતિ પ્રમાણે અમલમાં મૂકી શકાય છે.
  Connected PC એ ઓફલાઈન માહિતી અને સેવાઓને સારામાં સારી રીતે વહેતી મૂકવા માટેનું સર્વશ્રેષ્ઠ સાધન ગણાય છે. કિયોસ્કી ગ્રામજનોને એ બધી જ માહિતી પૂરી પાડે છે જે વાસ્ત વિક રીતે ઉપલબ્ધક ના હોય અને તેને મેળવવામાં કેટલાય દિવસો અને વધુ ખર્ચ કરવો પડે. કિયોસ્કા દ્ધારા આ માહિતી અને સેવા ગણતરીના કલાકોમાં જ ઉપલબ્ધ. બને છે.

  ભારતમાં લગભગ છેલ્લાવ દાયકામાં અનેકગ્રામ કિયોસ્ક યોજનાઓ નિર્માણ કરવામાં આવી જેમાંની કેટલીક યોજનાઓ પ્રસ્થાનપિત થઈ ચૂકી છે અને કેટલીક યોજનાઓ આયોજન હેઠળ પ્રસ્થાઓપિત થઈ રહી છે. મોટા ભાગની કિયોસ્કય યોજનાઓ ભારતમાં છેલ્લાથ પાંચ વર્ષોમાં અમલમાં આવી છે, જે ભારતની આઈ.ટી ઉદ્યોગની આબાદી અને તેજીને છતી કરે છે. દેશની વિવિધતાને કારણે આ યોજનાઓના ઉદ્‌શ, માળખું અને ભૌગોલિક વહેંચણી અલગ-અલગ હોય છે. પ્રત્યેેક વિભાગમાં સાહસિકો, યુનિવર્સિટીઓ, શાસન તંત્ર અને સ્વૈેરિછક સંસ્થાસઓનો સમાવેશ થાય છે. ગ્રામ્યર કિયોસ્કેનો મુખ્યે ઘ્યેય વ્યહવહારિક નફો કરવો, સામાજિક-આર્થિક વૃદ્ધિ કરવી અને સરકારના અધિકારી તંત્રને ગતિમાન રાખવું તે છે.
  ગ્રામ વિકાસને લક્ષમાં રાખીને ઈન્ફોતકિયોસ્કખ સેવાઓ PRI ને કે તે દ્ધારા વહેંચણી કરી શકાય, લાગુ કરી શકાય, દેખરેખ રાખી શકાય અને મૂલ્યાં કન કરી શકાય છે. ઈન્ફો કિયોસ્ક એ સમાજના વિકાસમાં ફાળો આપે જેથી તેના સામાજિક અને આર્થિક ફાયદાનો લાભ ગ્રામ સમાજ પાસેથી બધા મંડળોને વિકાસના ઘ્યેઅય પ્રાપ્તલ કરવામાં મદદ કરે છે.
  દસમી પંચવર્ષીય યોજનામાં નોધ લેવામાં આવી હતી કે ઈન્ફોાકિયોસ્કધ સેવા સરકારથી સરકાર, સરકાર થી ધંધો અને સરકારથી નાગરિક વચ્ચેજ ઈલેકટ્રોનિક માહિતીનું આદાન પ્રદાન પૂરુ પાડે છે. જેનાથી ઈ-ગવર્નમેન્ટથની સેવાઓ છેવાડાના નાગરિક સુધી મળવાની ચાલુ થઈ અને કેટલાક ઈન્ફો‍કિયોસ્‍ક દ્ધારા સરકારની સેવાઓ લોકોને પૂરી પાડે છે. ઈન્ફોકકિયોસ્કો નાગરિકો માટે ડેટા અને વોઈસ કમ્યુવનિકેશન વચ્ચે જોડાણનું કામ કરે છે. SWAN રાજય સ્તટરે, NICNET રાષ્ટ્રી ય સ્તેરે, ઈન્ફોકિયોસ્ક ગર્વમેન્ટે એજન્સીSઓના માળખાની સાથે રહીને કામ કરે છે. NICNET ના કેન્દ્રી ય સરકારના વિભાગોમાં Gateway Nodes છે જે 3પ રાજયો/કેન્દ્રરશાસીત ને IT સર્વિસીસ માટે જિલ્લાેઓ કલેકટર ઓફિસ માટે SWAN ની રચના કરવામાં આવી રહી છે જે DIT SWAN માર્ગદર્શન હેઠળ છે.
  એમ. એસ. સ્વાછમીનાથને કહયું છે કે આખા દેશની ઈન્ફોકિયોસ્કાની ચળવળનું આખું માળખું જોડાણ અને મુદ્દાએમ બે સ્થંઆભ ઉપર આધાર રાખે છે.
  ગ્રામ્ય્ કિયોસ્કજ ભારતમાં લોકોને પ્રાથમિક કમ્યૂટરનો અનુભવ પૂરો પાડી શકે તેમ છે. આટલી મોટી સંખ્યાંને અસર કરતા પરિબળને અવગણી શકાય તેમ નથી. આજના વર્તમાન ભારતીય પરિણામો આ વિભાગની મુંઝવણોના ઉપાયો અને તેને મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવા તરફ નિર્દેશ કરે છે. આજના રાજકીય વાતાવરણમાં ગ્રામ્ય ટેકનોલોજીને શરૂ કરવી ખૂબ જ અગત્યઅનું બનતું જાય છે. અહીં અમુક પ્રશ્નોનમાંથી ઉદ્‌ભવતો એક પ્રશ્નજ એ પણ છે કે શું કમ્યુ છ ટીંગ ટેકનોલોજી ગ્રામ્ય સામાજિક-આર્થિક વિકાસ માટે ચાવીરૂપ સાબિત થઈ શકશે? ગ્રામ્યી કિયોસ્કમ ગરીબ ગ્રામવાસીઓને આજીવિકા પૂરી પાડીને તેમનું જીવનધોરણ સુધારવામાં મદદ કરે છે અને તેમને માહિતીઓ, સાધનો, માલ અને સેવાઓથી પરિચિત બનાવીને સુસજજ કરે છે ? કિયોસ્ક યોજનાને લાંબાગાળા માટે આર્થિક રીતે સશકત બનાવતી વખતે સૌથી મોટો પડકાર આ યોજનાનો ફાયદો બધા જ લોકોને સતત મળ્યા કરે તે જોવાનો છે.

  કિયોસ્કા પ્રોજેકટનું અમલીકરણ

  ગ્રામ્‍ય કિયોસ્‍કમાં પ્રવેશ કરનારાઓ જુદા-જુદા હેતુઓથી પ્રવેશ કરે છે. યોજનામાં પ્રવેશનારા કોણ અને શા માટે છે તે જાણવા માટે તેને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવેલ  છે.

  જરૂરિયાતો અને પડકારો

  ગ્રામ કિયોસ્‍કનું સ્‍થાન ગામડામાં, ગરીબ અને અભણ પ્રજા વચ્‍ચે સ્‍થપાયું હોવાથી ગ્રામ કિયોસ્‍ક યોજનાઓ અમુક પડકારો સહન કરે તે સ્‍વાભાવિક છે. દરેક જગ્‍યાએ ભાષા, સંસ્‍કૃતિ અને ભૂગોળ અલગ-અલગ હોવાથી મુશ્‍કેલીઓ ઉદ્‌ભવે છે જે નીચે મુજબ છે.

  • સંચાલકીય પડકારો
  • સારા સંચાલકો ઉપર આધારિત
  • નાણાંકીય પડકારો
  • માળખાકીય પડકારો
  • કિયોસ્‍ક સ્‍થળની પસંદગી
  • ટેકનોલોજીની આવશ્‍યકતાઓ
  • પાવર વ્‍યવસ્‍થાપન
  • નેટવર્ક કનેકિટવીટી
  • હાર્ડવેરની વિષમતા
  • સ્‍થાનિક ભાષા : આમ, ઈન્‍ફોકિયોસ્‍કના વિકાસને અસર કરનારા ક્ષેત્રો જેવા કે ઉર્જા, માર્ગ, આર્થિક, કેપેસિટી બિલ્‍ડીંગ શાસન, ટેલિકોમ અને કનેકિટવીટીમાં સુધાર જરૂરી છે.

  પ્રકરણ : 5 ભારતનીવિવિઘ ICT ૫રિયોજનાઓ

  ભારતમાં અનેક પ્રોજેકટો કાર્યરત છે. ગ્રામવિકાસની યાત્રામાં ટેકનોલોજી આવનારા સમયની માંગને પુર્ણ કરવા સક્ષમ છે. આર્થિક રીતે આગવું સ્‍થાન પ્રાપ્‍ત કરવા માટે ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળની જરૂર છે જે તરફ ભારત ખુબજ સારી રીતે આગળ વધી રહયું છે. ભારતમાં આવા પ્રોજેકટોમાંથી પસંદ કરાયેલા કેટલાક પ્રોજેકટોની સમીક્ષા કરેલ છે.

  બેલાન્દુર ગ્રામ પંચાયત કમ્પ્યૂટર સિસ્ટમ

  આ પ્રોજેકટ કમ્‍યુનિટી સભ્‍યોની જાહેર યોજનાઓ વધારવા માટેની વિનંતીને કારણે શરૂ કરાઈ હતી. આ પદ્ધતિ બિલની ચૂકવણી અને પંચાયત માટેના એકાઉન્‍ટીંગની ઇ-ગવર્નન્‍સ સેવા રજૂ કરે છે. કમ્‍પ્‍યૂટરાઈઝેશનના કારણે ઉપજ અને કિંમતની પારદર્શકતા સુધારી શકાઈ છે, જેથી લાંચરૂશવતમાં ઘટાડો, વહીવટમાં સુધારો અને ઉપભોકતાઓને કિંમત ચૂકવવા માટેની ઈચ્‍છા ઊભી કરી છે. જાહેર યોજનાઓ જેવી કે રસ્‍તા, શેરી-લાઈટ, અંડરગ્રાઉન્‍ડ ટાંકી, ગટર યોજનાની પ્રક્રિયાને આગળ કરે છે. માહિતીને લગતી સેવાઓ, મૂળભૂત સરકારી માહિતીઓ અને સ્‍થાનિક સમાચારોનો પણ સમાવેશ કરેલ છે. ખેતી, શિક્ષણ, આરોગ્‍ય અને મનોરંજન સેવાઓ સિવાય અન્‍ય કોઈ લેવડ દેવડને લગતી સેવાઓ નથી. આ માહિતી સંચાર ટેકનોલોજીની લેવડ દેવડની ક્ષમતા છતાં લોક જાગૃતિ અંગેની ઉણપનું કારણ ઉપભોકતાઓ કમ્‍પ્‍યૂટરનો સીધો ઉપયોગ કરી શકતા નથી તે છે.

  બૃડીકોટ જાગૃતિ રીસોર્સ સેન્ટર

  માહિતી અંગેની જરૂરિયાતો અને તેના વાસ્‍તવિકતા સાથેના સંબંધને રજૂ કરતી માહિતીલક્ષી સેવાઓ જેવીકે ખેતી, શિક્ષણ, સમાચાર, આરોગ્‍યની માહિતી, સેલ્‍ફ હેલ્‍પ ગ્રૃપની માહિતી, કરની માહિતી, લોન અને વીમા સંબંધિત જાહેર નાણાંકીય માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે. ઈન્‍ટરનેટ જોડાણની ગેરહાજરીને કારણે માહિતીને સ્‍થળ પરના કમ્પ્યૂટર પર સંગ્રહ કરી તેને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. મોટાભાગની કમ્‍યુનિટીને લગતી માહિતીની સેવાઓ રજૂ કરે છે જેમાં કાર્ય પદ્ધતિના ખુલાસા, પ્‍લાન માટેના છાપેલા ફોર્મ અને ઉપયોગિતા અંગેની માહિતી સીમિત છે. ઉપભોકતાઓ લેવડ દેવડ અંગેની માહિતીની અછતની નોંધ લેતા નથી પણ સેન્‍ટર દ્વારા પૂરી પડાતી ઈ-ગવર્નન્‍સ સેવાઓમાં ફોર્મ અને સ્‍થાનિક સરકારને ફરિયાદો રજૂ કરવાની તક પૂરી પાડે છે તેની વિશેષ માંગની નોંધ અવશ્‍ય લેવામાં આવી છે.

  ઈ-સેવા

  આંધ્રપ્રદેશમાં ઓનલાઈન ઈન્‍ટરનેટના માઘ્‍યમ દ્વારા G2C સેવાઓ રજુ કરવામાં આવે છે. ઈ-ગર્વનન્‍સ સેવાઓમાં વીજળી બિલની ચુકવણી, વપરાશની ઉપયોગિતાનો અમલ, માહિતી અપલોડ કરવી, જમીન અંગેની માહિતી, રેશનકાર્ડ માટેની અરજી, પ્રમાણપત્રો અને વાહન નોંધણીને ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. પ્રાથમિક રીતે બીજી સેવાઓ પણ ઈન્‍ટરનેટ આધારિત છે, જેમાં માહિતીને લગતી સેવાઓ સરકારી અધિકારીનો સંપર્ક, કાર્ય પદ્ધતિ, આકસ્‍મિક સેવાઓ, શૈક્ષણિક-રોજગાર માહિતી અને લેવડ દેવડને લગતી સેવાઓ, ઉપભોકતા કોમર્શિયલ સાધનોની સેવાઓ જેવી કે મુવીની ટિકિટ, ટ્રાવેલ પેકેજ અને પરીક્ષાના પરિણામો ડાઉનલોડ કરવા વગેરે સેવાનો સમાવેશ છે. ખૂબ જ ઓછા સેન્‍ટર ઉપભોકતાને ઈન્‍ટરનેટ વાપરવા, ગેમ્‍સ માટે કમ્‍પ્‍યૂટરનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. ઈચ્‍છિત સેવાઓમાં ઈ-ગવર્નન્‍સની સરકારી અરજીની રજૂઆત અને ડાઉનલોડ કરી શકાય તેવા સરકારી પ્રમાણપત્રો, માહિતીને લગતી સેવાઓ જેવી કે કૃષિકીય માહિતી અને લેવડ દેવડને લગતી સેવાઓ જેવીકે ઇ-કોમર્સ સેવા, માહિતીનું આદાન-પ્રદાન, સીધોજ કમ્‍પ્‍યૂટરનો ઉપયોગ કરવાની ક્ષમતા અને બીજા પ્રકારના બીલોની ચૂકવણીનો સમાવેશ થાય છે.

  જ્ઞાનદૂત સિટીઝન નેટવર્ક સેવા

  મઘ્‍યપ્રદેશના ધાર જિલ્‍લામાં સ્‍થાપિત અને સફળ પરિયોજના તરીકે જેનો સમાવેશ થાય છે તે જ્ઞાનદૂતની વિશિષ્‍ટતા વસ્‍તુલક્ષી ઈ-ગવર્નન્‍સ સેવા પૂરી પાડવાની છે, પરંતુ તે સાથે સાથે માહિતીને લગતી અને લેવડ-દેવડને લગતી અસરકારક વ્‍યૂહરચનાને પણ રજૂ કરે છે. ઈન્‍ટરનેટ દ્વારા ઉપભોકતા ખરીદ અને વેચાણમાં ભાગ લઈ શકે, લેવડ-દેવડ, ખરીદી, જન્‍માક્ષર, ઇ-મેઈલ, ડિજિટલ ફોટોગ્રાફી, લોકપ્રિય માહિતીને લગતી સેવાઓમાં કૃષિ બજાર ભાવ અને તેને લગતી માહિતી, નોકરીની શોધ, સરકારી યોજના અને અધિકારી સાથે સંપર્કની માહિતીનો સમાવેશ થાય છે. ઈચ્‍છિત સેવાઓમાં ઈ-ગવર્નન્‍સ, અરજીની હયાત પરિસ્‍થિતિ જયારે માહિતીને લગતી સેવાઓમાં ખેતીકીય, શૈક્ષણિક અને આરોગ્‍યને લગતી માહિતી અને લેવડ-દેવડની સેવાઓમાં કુરિયર સેવા, મનોરંજન સેવા, ઈન્‍ટરનેટ બ્રાઉઝીંગ, નાણાંકીય સેવાઓ, લાંબા અંતરની ટેલિફોન સેવા વગેરેનો સમાવેશ થાય છે.

  એચપી-કમ્યુનિટી ઈન કુપ્પન

  CIC નું લક્ષ્ય ઈ-ગવર્નન્‍સ સેવાઓ જેવીકે સરકારી ફોર્મ ડાઉનલોડ કરવા, અસંતોષ અને ફરિયાદોની રજૂઆતો વગેરે છે. માહિતીને લગતી સેવાઓ કુપ્‍પનની પ્રસ્‍તાવિત પ્રક્રિયા કે જેમાં સરકારી આયોજનો, સંપર્કની માહિતી, ખેતી અને પશુના આરોગ્‍યની માહિતી, રોજગારી-શિક્ષણ, આરોગ્‍યની માહિતી અને સ્‍થાનિક સમાચારને આવરી લે છે. સ્‍વસહાય જૂથના વહીવટની માહિતી અને કમ્‍પ્‍યૂટરના તાલીમની પણ શરૂઆત થઈ છે. કુપ્‍પનની લેવડદેવડની સેવાઓ જેવી કે ઇ-મેઇલ, વીમાનું વેચાણ, જન્‍માક્ષર અને ડિજિટલ ફોટોગ્રાફીનો સમાવેશ કરે છે. મનોરંજનને લગતી સેવાઓ વેબ બ્રાઉઝીંગ અને મુવી જોવાનું લોકપ્રિય છે. ઈ-ગવર્નન્‍સ સેવાઓ જેવી કે ઈલેકટ્રોનિક પ્રમાણપત્ર અને અપ-લોગિન માહિતીને લગતી સેવાઓ જેવી કે રોજગાર, શિક્ષણ અને સ્‍કોલરશીપ દ્રારા ઉપભોકતાઓ સંતુષ્‍ટ છે.

  ઈ-ચોપાલ

  ITC મોટો ખાનગી ખેત ચીજવસ્‍તુ ખરીદનાર મઘ્‍યસ્‍થી છે. ઈ-ચોપાલ સીધું જ ખેડુતો પાસેથી ખરીદીને ઉપભોકતા સુધી પહોંચાડવાની સાંકળનું કામ કરે છે. આ રીતે લેવડ-દેવડની સેવાઓ ઈ-ચોપાલની પ્રાથમિક સેવાકીય બાબત છે. પોતાના ઉત્‍પાદનો વેચવા ઉપરાંત ઉપભોકતા સાથેની સેવાઓ અને સેવાઓની ખરીદી તેમજ લેવડ-દેવડને લગતી સેવાઓ પ્રકાશમાં હોવા છતાં માહિતીને લગતી સેવાઓ વધુ પ્રભુત્‍વ ધરાવે છે. ખેતી બજારભાવ સૌથી વધુ લોકપ્રિય માહિતી સેવા છે સાથે સાથે કૃષિ વિષયક, પશુની માહિતી, સમાચાર, સરકારી અને નાણાંકીય માહિતી પણ પૂરી પડાય છે. ઈ-ગવર્નન્‍સ સેવાનું નિર્દેશન એ છે કે ITCની સરકાર સાથે ભાગીદારી કરવામાં મુશ્‍કેલીરૂપ કારણોમાં પ્રતિક્રિયાની અચોક્કસ ગુણવત્તા છે. કર્ણાટકમાં ઈ-ચોપાલ અત્‍યારે રાજય સરકાર સાથે જમીન રેકોર્ડ પૂરા પાડવા માટે ભાગીદારી કરેલ છે. આરોગ્‍ય અને શૈક્ષણિક માહિતી તેમજ બિન ખેતીકીય સમાચારોની સેવાઓ પણ સામેલ છે. લેવડ-દેવડને લગતી સેવાઓ જેવી કે ટેલિમેડીસીન. ઈ-ગવર્નન્‍સ સેવાઓ જેવીકે જમીનની માહિતી, સરકારી યોજનાઓ અંગેની માહિતી સુધી પહોચવાનો માર્ગનો સમાવેશ થાય છે.

  ઈન્ફો વીલેજ નોલેજ સેન્ટ‍ર

  MSSRF સ્‍થાપિત ઈન્‍ફોવીલેજ માહિતીને લગતી સેવા પર ભાર મૂકે છે. મોટાભાગની માહિતી ઈન્‍ટરનેટ પ્રસારણ દ્વારા મેળવેલ છે જેવી કે માછીમારીના ગામમાં જાહેર સંબોધન પદ્ધતિ, સાયરન દ્વારા માછીમારી શરૂ કરવા માટેનો સમય થાય ત્‍યારે માછીમારોને જગાડે છે. સ્‍થાનિક ભાષામાં સમાચારપત્ર અને સેન્‍ટરની બહારની બાજુ સાઈનબોર્ડ દ્વારા જ્ઞાન પ્રસારવાનો અસરકારક રસ્‍તો છે. કેટલીક લેવડ-દેવડની સેવાઓ પણ રજૂ થઈ છે, પણ ઈ-ગવર્નન્‍સ સેવા ઓછી છે. માહિતીનું આદાન પ્રદાનએ સૌથી વધુ વપરાતી લેવડ દેવડને લગતી સેવા છે જે લોન-અરજીના અનુસંધાને છે. મનોરંજન અને એકાઉન્‍ટીંગ સેવા પણ ઉપલબ્‍ધ છે. સમાજના સભ્‍યોએ ઇ-ગવર્નન્‍સ સેવાની ગેરહાજરીની નોંધ લીધી છે અને જમીન માહિતી, રેશન કાર્ડ, સરકારી યોજનાઓની માહિતીની વહેંચણી, જન્‍મ અને મરણ પ્રમાણપત્ર અને બાકી રહેલ કામોની સ્‍થિતિ અંગે પણ રસ વ્‍યકત કર્યોછે. લેવડ દેવડની સેવામાં વસ્‍તુનું ઓનલાઈન વેચાણ દ્ધારા આવક વધારવાની સેવાઓનો સમાવેશ છે.

  ચિરાગ કીઓસ્ક

  એન.લોગ એ ‘ચિરાગ' બ્રાન્‍ડ હેઠળ ગ્રામીણ વિસ્‍તારમાં ભારતનો મોટામાં મોટો ધંધાકીય ઓપરેટર છે, જે ફી આધારિત લેવડ-દેવડની સેવા પર કાર્યરત છે. ઉ.દા. માહિતીનું આદાન-પ્રદાન, ડિજિટલ ફોટોગ્રાફી, ઓનલાઈન બેન્‍કીંગ, લોન અને વીમાની જોગવાઈ અને મનોરંજન સેવાનો સમાવેશ થાય છે. ચિરાગ કીઓસ્‍ક સ્‍થળ પર સંગ્રહ કરેલી અને સ્‍થાનિકરણ કરેલ વસ્‍તુનો ઉપયોગ કરીને પૂરતા પ્રમાણમાં માહિતીને લગતી સેવાઓ ઉપલબ્‍ધ કરે છે. માહિતીને લગતી સેવાઓ ખેતીવાડી, શિક્ષણ, આરોગ્‍ય, સરકારી કાર્યક્રમ અને સ્‍થાનિક સમાચારોનો સમાવેશ કરે પરંતુ પૂરતા પ્રમાણમાં ડિજિટલ માહિતીના અભાવે જેવી કે ડાઉનલોડ કરી શકાય તેવા પ્રમાણપત્રો ઈ-ગવર્નન્‍સ સેવાને મર્યાદિત કરે છે છતાં પણ ફરિયાદોની રજૂઆત પાસપોર્ટ અને બીજી અનેક સેવાઓ પ્રાપ્‍ય છે. ઈચ્‍છિત સેવાઓમાં માહિતીને લગતી સેવાઓ જેવી કે સ્‍કૂલમાં પ્રવેશ અને રમત ગમત અને મનોરંજન સમાચાર. ઈ-ગવર્નન્‍સ સેવાઓ જેવીકે સરકારી કાર્યક્રમોની માહિતી, સરકારી કાર્યક્રમો તેમજ એન્‍ટરપ્રાઈઝ માટે ઓન-લાઈન નોંધણી અને જમીનની યાદી તેમજ સરકારી પ્રમાણપત્રો આપવાનો સમાવેશ થાય છે.

  વાયર્ડ-વારાના વિલેજ પ્રોજેકટ

  વારાના વિલેજ બૂથ સ્‍થાનિક ખાંડની સહકારી સંસ્‍થાઓ માટે શેરડીના વિકાસ અને લલણીનાં સમન્‍વય દ્વારા પૂરવઠા શૃંખલા વહીવટને સહાય કરે છે. વધારાની લેવડ દેવડને લગતી સેવાઓમાં ઈ-મેઈલ સેવા, ડિજિટલ ફોટોગ્રાફી અને જયોતિષશાસ્‍ત્રનો સમાવેશ થાય છે. માહિતીને લગતી સેવા સુધી ઈન્‍ટરનેટ દ્વારા પહોંચી શકાય અને ખેતીકીય સૌથી ઉત્તમ અનુભવ, બજાર ભાવ, સ્‍થાનિક સમાચાર અને રાજકીય વિકાસ, રોજગાર સમાચાર અને બાળકોના શિક્ષણ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. ખૂબ જ માંગણી હોવાથી વીલેજ બૂથ થોડીક ઈ-ગવર્નન્‍સ સેવા રજૂ કરે છે. ઈ-ગવર્નન્‍સ સેવાઓને કારણે લાયસન્‍સ આપવું, ફોર્મ જમા કરવા અને રેકોર્ડ મેળવવા સહિત મહારાષ્‍ટ્રની સંત યોજના દ્વારા તાલુકાના મુખ્‍ય કાર્યક્રમો ઉપલબ્‍ધ હોય છે. ઈચ્‍છિત સેવાઓમાં માહિતીને લગતી સેવાઓ જેવી કે ખેતી કરતા શરીર તેમજ પાકને થતા રોગોને કાબુમાં લાવવા અંગેની વધારાની માહિતી અને ઈ-ગવર્નન્‍સ સેવાઓ જેવીકે આરોગ્‍ય માહિતી, સરકારી કાર્યક્રમ સેવાઓ, સંપર્ક અંગેની માહિતી, રેકોર્ડ, લાયસન્‍સ, જન્‍મ અને મરણ અંગેના પ્રમાણપત્ર, ઓનલાઈન ફોર્મની રજૂઆત, ફરિયાદો વિશે સરકારી અધિકારીઓને ઈ-મેઈલ કરવાનો સમાવેશ થાય છે.

  ડેરી ઉદ્યોગમાં ICT એપ્લીકેશન

  અમુલ દ્રારા70,000 જેટલા ગામડાઓમાં કાર્યરત ડેરી ઉદ્યોગનું સૌથી વધુ કસોટી ભર્યુ કાર્ય દૂધ પ્રાપ્‍ત કરવાનું છે. દૂધ પ્રાપ્‍તિને સુધારવા માટેની પદ્ધતિ સ્‍વીકારાઈ અને અમલમાં મૂકાઈ છે. માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મ ઓટોમેટિક મીલ્‍ક કલેકશન સીસ્‍ટમ પૂરી પાડે છે. ગામડાની સરકારી મંડળીમાં માહિતી સંચાર ટેકનોલોજી તરીકે નોકરીમાં રાખીને ખેડૂતોને મજબૂત બનાવવા તરફ લક્ષ્ય રાખે છે. પ્‍લેટફોર્મનો બીજો છેડો ડેરી ઈર્ન્‍ફોમેશન કિયોસ્‍ક સીસ્‍ટમ પ્રોજેકટ છે. આ બંને ભેગા થઈને ડેરી ઉદ્યોગને બદલી શકે છે. દૂધના પૈસાની ચૂકવણી 14 દિવસનો સમય લેતી હતી, નવી પદ્ધતિએ તેને ઘટાડી દીધો છે. માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મને વિસ્‍તરણ કરવામાં સહાય કરવા મૂળ પરિબળોમાં યોજનાના આગેવાનોની જવાબદારી, લાભ મેળવનારાઓને તાલીમ, શિક્ષણ આપવું, સેવાતંત્રની રચના કે જે ગ્રામીણ ક્ષેત્રમાં ભરોસાથી કામ કરી શકે જેથી ઉપયોગકર્તાઓને યથાર્થ અને સીધો લાભ મળે.

  માછીમારોના સમાજમાં ઈ-ગવર્નન્સ

  ઈ-ગર્વનન્‍સ સત્તા ચલાવવા, સુધારો લાવવા માટે વધારે અસરકારક અને સરળ રસ્‍તો બન્‍યો છે. ઈ-ગવર્નન્‍સનું ઉદાહરણ પોડિંચેરીમાં માછીમારીની કોલોનીમાં NGO દ્વારા સેટઅપ કરેલ છે. MSSRF દ્વારા શરૂ થયેલ યોજના સફળ હતી કારણ કે આખી યોજના તબક્કાવાર શૈલીથી અમલમાં મૂકાયેલ હતી, એ ગ્રામીણ ઉપભોકતાઓની જરૂરિયાતો અનુસાર કરવામાં આવે છે અને સમાજનાં પદ્ધતિસરના જ્ઞાનનું આદાન-પ્રદાનનો વિકાસ કરવામાં મદદ કરે છે. ગ્રામીણ કેન્‍દ્રોનો વિચાર એવું ચિત્ર ઘડે છે કે વ્યવસ્થા૫ન ગરીબો તરફી, મહિલાઓ તરફી, વિકાસ અને સમાજની સેવા અને ટેકનોલોજીના ફેલાવા માટે સામૂહિક પગલાને પ્રોત્‍સાહિત કરે. ગ્રામીણ યોજના સમાજને પર્યાવરણ, આરોગ્‍ય, બજાર, ખેતીવાડીના ક્ષેત્રમાં માહિતી આપે છે. સમાજ દ્વારા પસંદગી પામેલા સ્‍વયંસેવકોમાં કેન્‍દ્રોનું વ્યવસ્થા૫ન અને વહીવટના સફળ પરિબળો કે જે આ યોજનાને કાર્યાન્‍વિત કરે છે તે આ મુજબ છે : 1) નવા સુધારાને સ્‍વીકારવાની સામાજિક તૈયારી. ર) આર્થિક ફાયદો. 3) સમાજમાં વિશ્‍વાસ. 4) જાતિ સંવેદનશીલતા, જે સ્‍ત્રીઓને સક્ષમ કરવાની ખાત્રી આપે. પ) ઓછી આવકવાળા લાભ મેળવનારાઓ પર પ્રકાશ જેથી દરેક બાબતોનો એક સરખો લાભ મળે.

  EID પેરીઝ

  ખેતીમાં માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગ માટે ઊંચી તક છે કારણ કે ભારત એ રૂઢિગત ખેતી આધારિત આર્થિક વ્‍યવસ્‍થા છે. EID પેરીઝે, ખેડૂતોને મદદ કરવા માટે ‘પેરીઝ કોર્નર' નામની યોજના અમલમાં મૂકી છે, જે તેમને મૂલ્‍યો આધારિત સેવા પૂરી પાડવી, આર્થિક સ્‍તર સુધારવું અને તેમના ખેતરની ઉત્‍પાદકતા વધારવાનો છે. સ્‍વ-મદદગાર જૂથો માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મને ઈ-કોમર્સ માટે ઉપયોગમાં લે છે તે સામાજિક માળખું રચવા માટે મદદરૂપ બને છે. સામાજિક માળખું માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મમાં વિસ્‍તરણની સગવડતા પૂરી પાડે છે. કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્‍ચે ઉચ્‍ચ સ્‍તરીય વિશ્‍વાસ, વિવિઘ કારણો માટેના માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મનો ઉપયોગ ઝડપી વિસ્‍તરણમાં મદદ કરે છે. પસંદ કરેલ ટેકનોલોજી નીચી કિંમતનો વિકલ્‍પ છે, જેથી માથાદીઠ ખર્ચ વધુ થતો નથી. માહિતી સંચાર ટેકનોલોજી મૂલ્‍ય આધારિત કંપની છે અને વર્ષોથી નૈતિક કાર્ય કરે છે. ટ્રસ્‍ટ દ્વારા ચલાવાતું સામાજિક માળખું અને યોજના દ્વારા પ્રાપ્‍ત થયેલ આર્થિક લાભો, માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મ ને ગ્રહણ કરવા માટેનું મુખ્‍ય કારણ છે. આ કેસમાં ક્ષેત્રીય સ્‍તરનાં લાભો હોય છે. આ યોજનાની સફળતા માટેનું મુખ્‍ય કારણ એ છે કે તે ઘણા લાંબા સમયથી આ વિસ્‍તારમાં કાર્યરત છે.

  પ્રણાલિકાગત કાંચીપુરમ્‌ સાડી સેન્ટર

  ઘણા બધા રૂઢિગત ઉદ્યોગો તેમની સ્‍પર્ધાત્‍મક તીવ્રતા ગુમાવી રહયા છે. કાંચીપુરમ્‌ સીલ્‍ક સાડીએ પ્રણાલિકાગત ઉદ્યોગ હતો અને તેને તેની સ્‍પર્ધાત્‍મક તીવ્રતા ગુમાવી હતી. માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મનો વિકાસ કરીને સાડી વણકરો ચક્ર-સમય ઘટાડવામાં સક્ષમ બન્‍યા છે અને પારસ્‍પરિક ડિઝાઈન પ્રક્રિયાને વધારે છે. માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મ નવી ડિઝાઈન રજૂ કરવામાં અને રંગોની મેળવણીમાં સુધારો કરવામાં મદદ કરે છે. ગ્રાહકોનો સાડી સ્‍વીકાર નોંધનીય રીતે વઘ્‍યો છે નવીન ઘડતર પાછળનું મુખ્‍ય ચાલક બળ સાહસિકો છે. માહિતી સંચાર ટેકનોલોજીના સ્‍વીકારની સફળતા માટેનું મુખ્‍ય કારણ નવીન ઘડતર કરનાર સાહસિકો અને ઓળખાણએ તક માટેની સારી બારી છે, નવીન ઢબને રજૂ કરવાની વધારાની કિંમત મર્યાદિત છે, ઉપભોકતાને નક્કરપણાની અસર આપતા પ્રદર્શનની સમજણ અને પછી પરંપરાગત ટેકનોલોજીનું મિશ્રણ કરવું અને કમ્પ્યૂટર સહાયની બનેલ ડિઝાઈન વગરે બાબતો છે.

  ડિજિટલ ડીવાઈડના ઘટાડા માટે ICT પ્લેટફોર્મ

  માહિતી સંચાર ટેકનોલોજી પાસે ગ્રામીણ પ્રજા માટે ડિજિટલ પ્‍લેટફોર્મ પૂરા પાડવાની સુષુપ્‍ત તાકાત છે. મેલુર યોજના એક એવી જ મહત્‍વાકાંક્ષી યોજના તામિલનાડુમાં અમલમાં મૂકાયેલ જે ગ્રામીણ લોકોના લાભોને સફળતાપૂર્વક પાર પાડવા અને તેમને સક્ષમ આવકનું સ્‍તર પેદા કરવામાં મદદ કરે છે. યોજનાનો વિચાર સમૂહ દ્વારા ખૂબ સરળતાથી સ્‍વીકારાયેલ છે. આ યોજના જ્ઞાનના સર્જનનું પાલન અને આદાન-પ્રદાન પણ કરે છે. સ્‍થાનિક સાહસોના વિકાસમાં મદદ કરે છે, અને સ્‍થાનિક ભાગ લેવા પ્રોત્‍સાહિત કરે છે. યોજનાની સારી રીતથી કલ્‍પના કરાયેલ છે તેઓએ નીચી કિંમતના વિકલ્‍પો પસંદ કરેલ હોવાથી પ્‍લેટફોર્મની કિંમત નીચી છે. વિશાળ સ્‍તરના પ્‍લેટફોર્મ માત્ર જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા જ અમલ કરી શકાય છે. કાર્યક્રમની સફળતા દરેક ગ્રાહકની જરૂરિયાતને ઘ્‍યાનમાં રાખીને ડિઝાઈનીંગ અને સાહસિક કેન્‍દ્રબિંદુ છે. જે નૈતિક અમલીકરણ સુધી પહોચાડે છે, કુશળ વિકાસ માટે લોકોને પદ્ધતિસરની તાલીમ જેવા કારણો જવાબદાર છે.

  પરંપરાગત ઉદ્યોગો માટે ઉભરતું ICT પ્લેટફોર્મ

  ભારતમાં ચર્મઉદ્યોગએ પરંપરાગત ઉદ્યોગોમાંનો એક છે. આ કેસ અભ્‍યાસ પુનઃ પ્રસ્‍થાપિત પરંપરાગત ચર્મઉદ્યોગ પર પ્રકાશ પાડે છે. કોલ્‍હાપુરી પગરખાં બનાવવાનું બિન સ્‍પર્ધાત્‍મક હતું. માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મ

  પ્રક્રિયા સંરચના

  નો ઉપયોગ કરીને તેઓ પરંપરાગત ઉદ્યોગનું આધુનિકીકરણ કરવા સક્ષમ બન્‍યા છે, જે ગ્રાહકની જરૂરિયાતોને પહોચી વળે છે અને નવા બજાર સુધી પહોચે છે. માહિતી સંચાર ટેકનોલોજી યોજના સેન્‍ટ્રલ લેધર રીસર્ચ ઈન્‍સ્‍ટીટયૂટ દ્વારા શરૂ થઈ હતી. નવી રચનાના ઉપયોગ દ્વારા ચામડાના પગરખાંની ડિઝાઈન બનાવનારા, ઉત્‍પાદનની વિવિધતા વધારવામાં સક્ષમ બન્‍યા છે, ઉત્‍પાદન વધારી શકયા છે અને બનાવટની પ્રક્રિયા બદલી શકયા છે. આ યોજનાના ઝડપી વિસ્‍તરણ માટે કટોકટી ભર્યા પરિબળોમાં કુશળતા વિકસાવવા માટેના અથાક પ્રયત્‍નો, નવી ટેકનોલોજી દ્વારા પૂરતો લાભ, અમલ કરનાર એજન્‍સીની પ્રતિષ્ઠા વગેરે છે.

  ટાટા કિસાન કેન્દ્રિનો અભ્યાસ

  ભારતએ ખેતી આધારિત અર્થવ્‍યવસ્‍થા હોવાથી ખેતી-વિભાગમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ અને અમલીકરણની શકયતા ઉચી છે. ટાટા કેમીકલ્‍સ લિમીટેડની માહિતી સંચાર ટેકનોલોજીની પહેલ ઉપર ખેડૂતોને મૂલ્‍ય આધારિત સેવાઓ પૂરી પાડવા, ઉત્‍પાદન અને આવકનું સ્‍તર સુધારવા તેમજ નવા ધંધાનો પ્રારંભ કરવો, ખેડૂતોને ઈનપુટ સપ્‍લાયર, ખેતીના સાધનોને ભાડેથી આપવા, મોટે પાયે એકરૂપ કરવું, તાલીમ અને કુશાળતાનો વિકાસ, વીમો અને ક્રેડીટ સગવડ આપવામાં મદદ કરવા ‘ટાટા કિસાન કેન્‍દ્ર' યોજનાને અમલી કરી હતી. ટાટા કિસાન કેન્‍દ્રએ ભારતીય ખેડૂતોને  ‘ક્ષતિવિહિન ખેતી' ના ખ્‍યાલની પણ સમજ આપી ખેડૂતોને ખેતીવાડી માટે માળખાકીય સહાય, કાર્ય અંગેની સહાય, કો-ઓર્ડીનેશન અને કંટ્રોલ તેમજ વ્‍યૂહાત્‍મક સહાય પૂરી પાડવામાં માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મે ભૌગોલિક માહિતી પદ્ધતિ પર સમૃદ્ધ કર્યા છે. ટાટા ગ્રૃપની સહાય હોવાથી આ યોજના સફળ હતી અને આ ગ્રૃપ ગ્રામીણ ખેડૂતોના મગજમાં પ્રભુત્‍વ ધરાવે છે કારણ કે કંપની આ વિસ્‍તારોમાં ઘણા લાંબા સમયથી કાર્યરત છે. યોજનાને મુદ્દા આધારિત અમલમાં મૂકાઈ છે જેથી યોજના ઉત્‍ક્રાંતિની રીતમાં વિકાસ પામી છે. યોજનાને કાર્યરત કરનાર કટોકટીયુકત સફળતાના પરિબળોમાં ઉપભોકતાઓને વિશ્‍વાસમાં લીધા પછી સાકાર કરાઈ છે, યોજનાને માન્‍યતા પછી સ્‍ટેપ બાય સ્‍ટેપ ઊભી કરાઈ છે, સંપર્ક અધિકારી, ટાટા કિસાન કેન્‍દ્ર અને ખેડૂત સમાજ વચ્‍ચે વિશ્ચાસનો પુલ બાંધવામાં માહિતી સંચાર ટેકનોલોજી પ્‍લેટફોર્મે મદદ કરી છે, જે ખેડૂત સમાજને મૂલ્‍ય આધારિત સેવાઓ પૂરી પાડે છે અને સમાજના દરેક સભ્‍યોને જોડી રાખે છે.

  ટેલિમેડીસીન પ્લેટફોર્મ

  ટેલિમેડીસીન દ્ધારા ગ્રામીણ લોકોને ગુણવત્તા અને કિંમત અસરકારકતા સાથે આરોગ્‍યની કાળજી પૂરી પાડવાની તાકાત છે. ટેલિમેડીસીનનો વિચાર અને ઉદ્‌ભવ નવો નથી. કેર ફાઉન્‍ડેશનની ‘સંજીવ યોજના', આંધ્રપ્રદેશના મહેબુબનગર તાલુકામાં ટેલિમેડીસીન યોજનાના અમલીકરણના ઘ્‍યેય સાથે આરંભાઈ હતી. ટેલિમેડીસીન માહિતી સંચાર ટેકનોલોજી નો ઉપયોગ દૂરના ગામડાઓને ઘ્‍યાનમાં રાખી દર્દીઓ માટે ખાસ સેવા આપવાનું કાર્ય કરે છે, કે જેઓને ત્‍યાં સુધી પહોચવાનો માર્ગ નથી. ગ્રામીણ આંધ્રપ્રદેશમાં આખી યોજનાને કેર ફાઉન્‍ડેશનની સહાય છે. ટેકનિકલ નિપુણતા ફિલીપ્‍સ, સીમેન્‍સ અને કરિશ્‍મા સોફટવેર દ્વારા પૂરી પડાઈ છે. યોજના એવું પણ દર્શાવે છે કે નીચા જથ્‍થાની લેવડ દેવડ માટે ટેલિમેડીસીન સેવાના રોકાણની કિંમત ઉંચી છે. ટેલિમેડીસીન આર્થિક રીતે યોગ્‍ય કરવા માટે લેવડ દેવડ ઉંચી હોવી જ જોઈએ. ટેલીમેડીસીન જેવા પ્‍લેટફોર્મ જે વઘુરોકાણ માંગે છે, તેના માટે ઉમદા સંસ્‍થાકીય માળખું એ જાહેર-ખાનગી ભાગીદારી છે. જેમ ટેકનોલોજી જુની થશે તેમ ટેકનોલોજી પ્રસારણ પામશે. કેર ફાઉન્‍ડેશનનું સમર્પણ અને સ્‍વીકારેલ જવાબદારીએ સફળતા પાછળના કારણોમાં યોજનાની આર્થિક સદ્ધરતા, ઘણા પ્રભાવી ઉપભોકતા સાથે પ્‍લેટફોર્મનું જોડાણ, લેવડ દેવડનો વર્તણુકીય સ્‍વીકાર અને સેવા પૂરી પાડનારની પ્રતિષ્ઠા મુખ્‍ય છે.

  ઈ-સાક્ષરતા : અક્ષય

  કેરાલાના ઈ-સાક્ષરતા અભિયાનના ભાગરૂપે, કેરાલામાં દરેક જગ્‍યાએ અક્ષયઈ-સેન્‍ટરને ઊભા કરવામાં આવ્‍યા છે. આ સેન્‍ટર દ્રારા દરેક ઘરના કોઈપણ એક સભ્‍યને ઈ-સાક્ષરતા પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખી તેને છેલ્‍લે માહિતી સંચાર ટેકનોલોજીના વહેંચાયેલ નોડ તરીકે કાર્ય કરાવવાનો છે. ઈ-સેન્‍ટરમાં ઈન્‍ટરનેટનું જોડાણ ગુણવત્તાવાળું જોવા મળેલ છે અને તેનું મઘ્‍યસ્‍થ વ્યવસ્થા૫ન સેન્‍ટર સાથે નેટવર્કીગ કરેલ છે. પ્રોજેકટના અવલોકનમાં માલપૂરમ્‌ જિલ્‍લાના ચાવરામટ્ટમ્‌ ગામના 850 કુટુંબોમાંથી ઓછામાં ઓછી એક વ્‍યકિત કમ્‍પ્‍યૂટરનો ઉપયોગ જુદા જુદા કાર્ય જેવાકે પિકચર એડીટીંગ, ટેકસ કમ્‍પોઝીંગ, ઈન્‍ટરનેટ સર્ફીંગ, ઈ-મેઈલ વગેરે કરી શકે છે. આ આધારે રાજયના દરેક જિલ્‍લામાં અક્ષય ઈ-સેન્‍ટર ઊભા કરવાનો લક્ષ્યાંક હતો.

  લેન્ડ રેકોર્ડ : ભૂમિ

  કર્ણાટકની સરકારનો હેતુ જમીનના રેકોર્ડને કમ્‍પ્‍યૂટરાઈઝ કરવાનો હતો કે જે સલામત ટાઈટલ અને લાંબી પ્રક્રિયાને ઘટાડવાની ખાત્રી આપે. આ પ્રોજેકટનો ડેટાબેઝ બીજી વિકસીત એપ્‍લીકેશન જેવી કે ખેતી અને નોલેજ સોસાયટી સાથે ખેડૂતોના ફાયનાન્‍સિયલ પ્‍લાનીંગ અને અન્‍યના જોડાણનો સમાવેશ કરે છે. આ પ્રોજેકટ સફળ રહેલ અને તેને સમગ્ર દેશમાં અમલ કરવાની ભલામણ થઈ છે જે આધારે ગુજરાત (લેન્‍ડ રેકોર્ડ કમ્‍પ્‍યૂટરાઈઝેશન) સહિત ઘણા રાજયોએ આ પ્રકારના પ્રોજેકટનો અમલ કરેલ છે.

  ગ્રામ સંપર્ક

  મઘ્‍યપ્રદેશ રાજયનો માહિતી સંચાર ટેકનોલોજીનો ફલેગશીપ પ્રોજેકટ જે વપરાશમાં આવતા સાધનનો સંપૂર્ણ ડેટાબેઝ, પ્રાથમિક સગવડતા, સરકારી પ્રોગ્રામના ફાયદા, લોકોની ફરિયાદો અને પારદર્શકતા લાવવા માટે માહિતી તૈયાર કરવી કે જેથી લોકો વધારે ઉપયોગમાં લઈ શકે. હાલ વેબસાઈડના ત્રણ સેકશન :  ગ્રામપંચાયત, સમસ્‍યા નિવારણ અને ગ્રામપ્રહરી દ્વારા 51,000 ગામો ઉપરોકત માહિતીના લાભાર્થી બન્‍યા છે. પદ્ધતિમાં ઘ્‍યાન રાખવાના 11 બાબતોમોનિટરીંગ સિસ્‍ટમમાં છે જેવાકે અસ્‍પૃશ્‍યતા નિવારણ, સ્‍ત્રી સશકિતકરણ, પાણી સંગ્રહ અને ગટરની જરૂરિયાત સમજાવતી ઝૂંબેશ વગેરેનો સમાવેશ થાય છે.

  માહિતી શકિત

  ગુજરાત રાજયના પંચમહાલ જિલ્‍લામાં એસ.ટી.ડીબૂથ કે જે ઈન્‍ફોકિયોસ્‍ક તરીકે ઓળખાય છે જે હાજર નેટવર્ક દ્વારા ગામડામાં ઈર્ન્‍ફોમેશન સેન્‍ટર તરીકે શરૂ કરવામાં આવેલ છે. સિંગલ વિન્‍ડો વેબ પોર્ટલ દ્વારા રહીશો સરકારી કામકાજને લગતી બધી માહિતી, ફાયદાકારક સ્‍કીમો અને વિવિધ સેવાઓનો લાભ મેળવે છે. કોઈપણ ફાયદો મેળવવા માટે ઈન્‍ફોકિયોસ્‍કના માલિકને જરૂરી ડોકયુમેન્‍ટ સબમીટ કરવામાં આવે છે અને ફોર્મને તે ઓનલાઈન સબમીટ કરે છે. ફોર્મના ચેકલીસ્‍ટમાં આપેલ ડોકયુમેન્‍ટની માહિતી પ્રમાણે જયારે ઓનલાઈન સબમીટ કરવામાં આવે છે ત્‍યારે તેની સાથે જોડવામાં આવે છે. એપ્‍લીકેશન સબમીશન માટે ઈન્‍ફોકિયોસ્‍કના માલિક એપ્‍લીકેશન ફોર્મ માટે રૂ.10 ખર્ચ અને સબમીશન માટે રૂ.20 ખર્ચ લગાવે છે. પંચમહાલ જિલ્‍લાના નવ તાલુકામાં આ ઈન્‍ફોકિયોસ્‍કના પરિણામો અને લોકોની જાગૃતિ સારા એવા પ્રમાણમાં જોવા મળેલ છે.

  કમ્યુનિટી લર્નીંગ સેન્ટર

  અઝીમ પ્રેમજી ફાઉન્‍ડેશન દ્રારા પ્રાથમિક શિક્ષણ અને ગરીબ બાળકોમાં કમ્‍પ્‍યૂટરની સાક્ષરતા વધારવા માટે સરકારી શાળાઓમાં કમ્‍યુનિટી લર્નીંગ સેન્‍ટર ઊભા કરવામાં આવ્‍યા હતા. કમ્‍યુનિટી લર્નીંગ સેન્‍ટર, અઝીમ પ્રેમજી ફાઉન્‍ડેશન દ્વારા મેનેજમેન્‍ટ તાલીમ અને રાજય સરકાર દ્રારા અને બીજા ખર્ચા ભોગવવામાં આવે  છે. શાળાના કલાકો દરમ્‍યાન કમ્‍યુનિટી લર્નીંગ સેન્‍ટરએ વર્ગના ભણતરને વિસ્‍તૃત કરે છે. કમ્‍યુનિટી લર્નીંગ સેન્‍ટર માટે યંગ ઈન્‍ડીયન ફેલોની તાલીમ અઝીમ પ્રેમજી ફાઉન્‍ડેશન દ્વારા મેનેજ કરવામાં આવે છે. કમ્‍યુનિટી લર્નીંગ સેન્‍ટરની સફળતાના આધારે બીજા તબકકામાં એક જ મહિનામાં 11 તાલુકામાં કમ્‍યુનિટી લર્નીંગ સેન્‍ટરો શરૂ કરવામાં આવ્‍યા હતા.

  હની બી નેટવર્ક ડેટાબેઝ

  હની બી નેટવર્ક સૃષ્‍ટિ અને IIM ના સહયોગ દ્રારા ઈકોલોજીકલ, ટેકનોલોજીકલ અને સંસ્‍થાકીય પદ્ધતિની જાણકારી માટે લોકોને ભેગા કરીને જૈવિક પુનઃનિર્માણ અને પ્રસ્‍થાપિતને કાર્યરત રાખવાનું છે. હની બી નેટવર્ક હાલમાં 12,000થી વધુ લેટેસ્‍ટ ડોકયુમેન્‍ટનો ડેટાબેઝ ધરાવે છે, કે જે મોટા પ્રમાણમાં લોકો માટે લોકલ માહિતી પૂરી પાડે છે. લેટેસ્‍ટ પ્રેકટીસ ડોકયુમેન્‍ટ સીડી માઘ્‍યમ દ્રારા ગુજરાતી ભાષામાં ઉપલબ્‍ધ છે. હની બી નેટવર્ક આ ડેટાબેઝના આધારે ભારતીય ભાષામાં ન્‍યુઝલેટરને બહાર પાડે છે.

  ઈ-કોમર્સ : સેવા

  બનાસ ક્રાફટ અને કચ્‍છી વર્કને સેવા સંસ્‍થા તરફથી તેમની પ્રોડકટને વૈશ્ચિક સ્‍તરના માર્કેટમાં વેચવા માટેનો પ્રોજેકટ છે. ડેટાબેઝ મેનેજમેન્‍ટ સિસ્‍ટમમાં એમ્‍બ્રોડરી, કે્રડીટ અને ડિઝાઈનનો અમલ કરવામાં આવે છે. બીજી સંસ્‍થાઓ સેવા સંસ્‍થા તરફથી પોતાની વેબસાઈટ અને પોતાનું યુનિક ઈ-મેલ આઈડી ધરાવે છે જેવી કે www.banascraft.org, www.kutchcraft.orgઅને www.sewamart.com દ્વારા ઓર્ગેનાઈઝ કરવા અને ગ્‍લોબલ કમ્‍યુનિકેશનને સરળ બનાવવા પ્રયત્‍ન કરવામાં આવેલ છે. બનાસ ક્રાફટ અને કચ્‍છીવર્ક હાલમાં ઈ-બિઝનેસમાં અને પોતાના પ્રોડકટને ગ્‍લોબલ વરચ્‍યુલ માર્કેટમાં વેચાણ કરવા માટે દાખલ થયેલ છે. સંસ્‍થાના વેચાણમાં વધારો વેબ પર જાહેરાત અને ટ્રાન્‍જેકશનના કારણે થયેલ છે. વેબ સાઈટને નિયમીત અપગ્રેટ કરવામાં આવે છે, જેથી ઈ-કોમર્સની બાબતોને પણ અપગ્રેડ કરી શકાય છે.

  કુંજલ પાન્જે કચ્છ જી

  કચ્‍છ મહિલા વિકાસ સંગઠન સંચાલિત કુંજલ પાન્‍જે કચ્‍છ જી એ કચ્‍છની સ્‍ત્રીઓના જીવનનું મુખ્‍ય બિન્‍દુ બની ગયું છે. કુંજલ એ રાજકીય પ્રક્રીયાઓમાં ભાગ લેતી સ્‍ત્રીઓ સાથે, સ્‍ત્રીઓની લીડરશીપ અને સરકારી બાબતો, છોકરીના ભણવાના હક, સ્‍ત્રી ભ્રૃણહત્‍યા, દહેજ માટે માનસિક અને શારીરિક ત્રાસ આપવો, અકુદરતી મોત અને સાસરીમાં સ્‍ત્રીઓએ કરેલી આત્‍મહત્‍યા, સ્‍ત્રીઓના છોકરાના જન્‍મ માટે કરવામાં આવતા દબાણ, માતૃત્‍વ ધારણ કરતી વખતે સ્‍ત્રીઓનો મૃત્‍યુદર જેવા બાબતોપર કામ કરે છે. ત્રણ મહિના પછીના બ્રોડકાસ્‍ટનો સર્વે રીપોર્ટ દર્શાવે છે કે પ્રોગ્રામ 6% લોકોથી શરૂ કરી તેને 10 મહિનામાં જ 50% લોકો સુધી પહોચાડેલ છે. કાયદાકીય અને પૉલિસીના કારણે કમ્‍યુનિટી રેડિયો સર્વિસને પ્રોત્‍સાહન આપવામાં આવતું નથી. KMVS દર અઠવાડિયામાં માત્ર 30 મિનિટનો રેડિયો પ્રોગ્રામ ઓલ ઈન્‍ડિયા રેડિયો દ્ધારા મેનેજ કરી શકે છે. હાલમાં KMVS કચ્‍છના પાંચ તાલુકાના 150 ગામોમાં વિકાસની બાબતો જેવીકેહેન્‍ડીક્રાફટ, સ્‍વાસ્‍થ્‍ય, સાક્ષરતા, બચત અને ધિરાણ અને જૈવિક પ્રસ્‍થાપન પર કામ કરે છે.

  વિડિયો સેવા

  કો-ઓપરેટીવ સભ્‍ય અને પૉલિસી મેકરને તાલીમ અને નવી ક્ષમતાઓ ભણાવવા અને માહિતી વહેંચવા માટે વિડિયો ટુલનો ઉપયોગ કરવામાં આવે છે. 80ના દાયકા પછીથી સેવાએ સ્‍ત્રી સશકિતકરણ માટેવિડિયોને સાધન તરીકે ઉપયોગમાં લીધું છે. કો-ઓપરેટીવ વિડિયો સેવા એ ઘણા બધા મુદ્‌ાઓ ઉપર વિડીયો રેકોડીંગ કરેલ છે. જેમાં ગરીબીમાં જીવતી સ્‍ત્રીઓનો પણ સમાવેશ થાય છે. સ્‍ત્રીઓ કે જે કો-ઓપરેટીવ સંસ્‍થાને ચલાવે છે અને જે ફિલ્‍મ બનાવે છે તે ત્‍યાં સુધી વિડિયો કેમેરામાં દર્શાવવામાં આવતી નથી કે જયાં સુધી સેવામાંથી તેની તાલીમ મળે નહી. સેવાની પ્રવૃતિઓમાં વિડિયોએ મહત્‍વનો ભાગ બની ગયો છે.

  જન મિત્ર

  રાજસ્‍થાન સરકાર અને UNDP ના સયુંકત ઉપક્રમે કમ્‍પ્‍યૂટરાઈઝેશન દ્વારા લોકો માટે એક બારી વ્‍યવસ્‍થા દ્વારા સરકારી કામ અને સરકારના વિવિધ કાર્યોને જુદા પાડવા રાજસ્‍થાન સરકારે પોતાની ઈર્ન્‍ફોમેશન મેનેજમેન્‍ટ સિસ્‍ટમ વિકસાવી છે જેથી ગામડાના પ્રશ્‍નોને જન મિત્ર દ્વારા નિવારી શકાય. આ પ્રોજેકટમાં 15 શહેરો અને ગામડામાં 10કમ્પ્યૂટર કિયોસ્‍ક છે. ઝાલાવાડ જિલ્‍લાની 34 વિભાગીય ઓફિસો જન મિત્ર સર્વર સાથે લીન્‍ક થયેલી છે.

  યુવા.કોમ

  Yava.com કર્ણાટક રાજયની આઈ.ટી પૉલીસીમાંનો આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્‍યો હતો જેમાં તાલીમની જુદી જુદી સંસ્‍થા જેવી કે એન.આઈ.આઈ.ટી, એપ્‍ટેક, એસ.એસ.આઈ વગેરે એ ગ્રામીણ ભણેલા યુવાનોને તૈયાર કરવા માટે રર9 તાલીમ સેન્‍ટર અને તેમાં 25,000થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ આપ્‍યો હતો અને 11,000થી વધારે યુવાનોએ કોર્સ પૂરો કરેલ છે. આ પ્રકારનો પ્રોજેકટ ગુજરાત સરકાર દ્રારાપણ સફળતાપૂર્વક ચલાવવામાં આવેલ તે હજુ પણ આઈ.ટી.આઈના માઘ્‍યમ દ્ધારા મેડીકલ ટ્રાન્‍સ્‍ક્રીપ્‍શન, ડીટીપી, ટેલી વગેરે પ્રોગ્રામ દ્વારા અનેક યુવાનો એ રોજગારી તેમજ સ્‍વ-રોજગાર શરૂ કરેલ છે.

  રૂરલ એમ્લોયમેન્ટ પોર્ટલ

  ઓનલાઈન જાહેરાત મુકીને ગ્રામીણ લોકોને નોકરી પૂરી પાડવાના આશય સાથે વેબ પોર્ટલ www.ruralnaukri.com દ્વારા હાલમાં હિન્‍દી બેઝ સંસ્‍થાએ ગ્રામીણ પ્‍લેસમેન્‍ટ માટે શરૂઆત કરેલ છે, નોકરી માટે લાયક હોય તેના માટે આ સર્વિસ ફ્રી છે. નોકરીની જાહેરાત માટે એમ્‍પ્‍લોઈ અને એમ્‍પ્‍લોયર દેશના કોઈપણ ભાગમાંથી સાઈટ ઉપર લોગ ઓન થઈ શકે છે અને જોબ માટે ઓનલાઈન એપ્‍લાય કરી શકે છે. ભણતર અને કામના અનુભવના આધારે કલાસિફાયડમાં જોબ હોય છે. પ્રોજેકટના સારા પરિણામો મળ્‍યા છે.


  સંકલિત વાયરલેસ ઈન લોકલ પ્રોજેકટ

  મહારાષ્‍ટ્ર સરકાર, સ્‍વામીનાથન ફાઉન્‍ડેશન અને એન-લોગ દ્વારા ઈન્‍ટરનેટ અને વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા ખેતીને લગતી માહિતી દ્વારા ખેડૂતોમાં સશકિતકરણ કરવાના પ્રોજેકટની શરૂઆત કરી હતી. દરેક કમ્‍યુનિકેશન સેન્‍ટરએ ગામના 25 કિ.મીના વિસ્‍તારને આવરી લે છે. આ સેન્‍ટરો ખેડૂતોને તાલીમ આપવા માટે ટેકનિકલ સીડી, પાવર પોઈન્‍ટ પેઝન્‍ટેશન અને વી.સી.ડી વગેરેનો ઉપયોગ કરે છે. ખેડૂતો વૈશ્ચિક અને નેશનલ માર્કેટની માહિતી, ભૌગોલિક ડેટા, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટેકનિક્‍, પેસ્‍ટ અને ડીસીઝ કંન્‍ટ્રોલ જેવી માહિતીને એકસસ કરી શકે છે. ભણેલા બેકાર યુવાનો પોતાના ગામમાં કિયોસ્‍ક શરૂ કરીને કમાઈ શકે છે. કિયોસ્‍કના માલિક ખેડૂતો પાસેથી જમીન અને આવકના રેકોર્ડ પ્રિન્‍ટ કાઢવા માટે નજીવો ખર્ચ લગાવે છે. કિયોસ્‍કના માલિક એ બજાર કિંમતો, સીડી/ડીવીડી ના માઘ્‍યમ દ્વારા ખેતી ઉપર ઓફ લાઈન તાલીમ આપવી અને ગવર્નમેન્‍ટ સ્‍કીમની માહિતી પૂરી પાડવી વગેરે સર્વિસ મફતમાં પૂરી પાડે છે.

  ઈ-ટપાલઃ ઈ-મેઈલ ભારતીય ભાષામાં

  કાવેરી કમ્‍યુનિકેશન દ્વારા ભારતની લોકલ ભાષાઓની મદદથી કોઈપણ વ્‍યકિત, બિઝનેસ, સંસ્‍થા, સરકાર સાથે કમ્‍યુનિકેશનની સગવડતા માટે તેને લોન્‍ચ કરવામાં આવેલ છે. ઈ-ટપાલએ ઈ-મેલની સર્વિસ છે. જે ભારતની 11 ભાષાઓ કર્ણાટક, હિન્‍દી, તામિલ, મલાયાલમ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, બંગાળી, ઓરીયા અને આસામીઝ અને વધારામાં અંગ્રેજીમાં કોઈપણ વ્‍યકિત, બિઝનેસ, સંસ્‍થા અને સરકાર સાથે કાર્ય કરી શકે છે. ઈ-મેલ સર્વિસ મફત અને પેઈડ મોડેલમાં ઉપલબ્‍ધ છે.

  જી.આઈ.એસ અને ગ્રાસરૂટ પ્લાંનીંગ

  NGO સેકટરને GIS સર્વિસ પુરી પાડવા માટે The Center for Spatial Database Management & Solutions (CSDMS)ને1997માં બનાવવામાં આવી. જે GIS ને વિવિધ વિભાગીય કાર્યોમાં થતા તેના ઉપયોગને આગળ ધરે છે. તે સલાહ, તાલીમ, માહિતી અને એકસપર્ટની સલાહ, નેશનલ-ઈન્ટ.રનેશનલ કોન્ફ રન્સગ ઓર્ગેનાઈઝ કરવી વગેરેમાં માર્ગદર્શન આપે છે. CSDMS એ વિવિધ એજન્સીનના રીસર્ચ પ્રોજેકટ ને અમલમાં મૂકે છે.

  પ્રકરણ : 6 ડિઝીટલ ભારત કાર્યક્રમ

  ડિજિટલ ભારત પ્રોગ્રામ એ ડિજિટલ રીતે અધિકારયુક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં ભારતના પરિવર્તનમાટેનો એક મુખ્ય કાર્યક્રમ છે.

  ભારતમાં નાગરિક-કેન્દ્રિત સેવાઓ પર ભાર મૂકી વ્યાપક ક્ષેત્રીય એપ્લિકેશન્સ માટેની શરુઆત 90 ૫છીથી થઇ અને તે પાછળથીઘણા રાજ્યોએ વિવિધ ઇ-પ્રોજેક્ટ શરૂ કર્યા. આ ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ નાગરિક-કેન્દ્રિત હોવા છતાં૫ણ ઇચ્છિત કરતાં ઓછી અસર જકરી શકયા૫છી ભારત સરકારે 2006માં નેશનલ ઇ-ગવર્નન્સ પ્લાન શરુ કર્યો હતો.

  માહિતી સિસ્ટમોના વિકાસ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરતાં રેલવે કમ્પ્યૂટરાઇઝેશન, જમીન રેકોર્ડ કમ્પ્યૂટરાઇઝેશન જેવા કેટલાક મોટા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. રાજ્યોએ નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક સેવાઓ પૂરી પાડવાનું ધ્યેય રાખતા મહત્વાકાંક્ષી વ્યક્તિગત ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટો ૫ણ શરૂ કર્યા.

  કૃષિ, જમીન રેકોર્ડ, આરોગ્ય, શિક્ષણ, પાસપોર્ટ, પોલીસ, કોર્ટ, નગરપાલિકા, વ્યાપારી કર, ટ્રેઝરી વગેરે જેવા ડોમેન્સની વ્યાપક શ્રેણીને આવરી લેતા નેશનલ ઇ-ગવર્નન્સ પ્લાન હેઠળ 31 મિશન મોડ પ્રોજેક્ટ્સ હતા. 24 મિશન મોડ પ્રોજેક્ટ્સનું અમલીકરણ થઈ ગયું છે અને અન્ય સેવાઓનું આંશિક શ્રેણી સુઘી પહોંચાડવાનું શરૂ કર્યું છે.

  સમગ્ર દેશમાં ઘણા ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટોનું સફળ અમલીકરણ હોવા છતાં૫ણ સમગ્રતાની રીતે ઇ-ગવર્નન્સ તેના તમામ હેતુઓ પરિપૂર્ણ કરી શક્યું નહોતું કેમકે ઇલેક્ટ્રોનિક સેવાઓ, ઉત્પાદનો, ઉપકરણો અને નોકરીની તકોને આવરી લેતા વ્યાપક વૃદ્ધિ પ્રોત્સાહન માટે દેશમાં ઇ-ગવર્નન્સના સમુચિત અને સંકલિત અમલની જરૂરિયાત ઉપરાંતદેશમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને મજબૂત કરવાની જરૂરિયાત ૫ણહતી. જે અનુબંઘે ‘’ મેક ઇન ઇન્ડિયા’’૫રિયોજનાનો અમલ શરુ થયો. અંતિમ વ્યકિતના સમાવેશી વિકાસ માટે ‘’જન ઘન યોજના‘’ નાણાકીય સમાવેશ ઘ્વારા ડિજિટલ જોડાણ ને ‘’આઘાર‘’ સાથે જોડાણ શકય બન્યું.

  માહિતી તકનિકના ઉપયોગ દ્વારા જાહેર સેવાઓને સમગ્ર ઇકો સિસ્ટમમાં રૂપાંતરિત કરવા માટેડિજિટલ ભારત પ્રોગ્રામ ડિજિટલ રીતે સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં ભારતને રૂપાંતરિત કરવાની દ્રષ્ટિ સાથે ભારત સરકારે લોન્ચ કર્યું છે

  ત્રણ (3) મુખ્ય સ્થંભ(Pillar)

  આ કાર્યક્રમ મુખ્ય ત્રણ સ્થંભ (Pillar) ઉ૫ર આઘારિત છે. સંકલિત અને સંપોષિત વિકાસ જે છેવાડાના વ્યકિતનો સમાવેશ કરી શકાય તે હેતુસર સમાવેશી વિકાસને પ્રાપ્ત કરવા માટે ડિજિટલ ભારત કાર્યક્રમ ઘણો મહત્વ ઘરાવે છે. આ કાર્યક્રમ સમગ્રતાની રીતે સશકત થાય તે ખૂબ જ જરુરી છે.

  1.ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  2. ગર્વનન્સ સેવાઓ

  3.ડિજિટલ સશકતિકરણ

  પિલર-1 નાગરિક માટે ઉપયોગિતાના રૂપમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  છેવાડાના ભારતીય ગ્રામવાસીઓ જ્યારે ડિજિટલ બ્રોડબેન્ડ અને હાઈ સ્પીડ ઈન્ટરનેટ મારફતે કનેક્ટેડ થયા છે, ત્યારે દરેક નાગરિક માટે ઇલેક્ટ્રોનિક સરકારી સેવાઓનું વિતરણ, લક્ષિત સામાજિક લાભોઅને નાણાકીય સમાવેશ વાસ્તવમાં મેળવી શકાય છે.
  ડિજિટલ ઓળખ, નાણાકીય સમાવેશ અને સામાન્ય સેવા કેન્દ્રોના સરળ ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુયોજિત કરવાની યોજના બનાવવામાં આવી છે. એ પણ સૂચિત કરવામાં આવ્યું છે કે સાર્વજનિક ક્લાઉડ પર શેર કરવા યોગ્ય ખાનગી સ્ટોરેજહોય, અને સરળ ઑનલાઇન ઍક્સેસ માટે સરકારી વિભાગો અને એજન્સીઓ દ્વારા જારી કરવામાં આવેલ દસ્તાવેજો જ્યાં સંગ્રહિત કરી શકાય તેવા “ડિજિટલ લોકર્સ” નાગરિકોને પૂરા પાડવામાં આવે. સાયબર સ્પેસસલામત અને સુરક્ષિત કરવામાં આવી છે કે નહીં તેની ખાતરી કરવાની યોજના પણ બનાવવામાં આવી છે.

  હાઇ-સ્પીડ ઇન્ટરનેટ

  સસ્તી, વિશ્વસનીય અને સ્પર્ધાત્મક રીતે વાયરલેસ તકનિક દ્વારા ઓફર કરવામાં આવેલા આઈસીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપ્ટિકલ ફાઇબરઅને અંતિમકનેક્ટિવિટી વિકલ્પો દ્વારા દેશનાતમામ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

  ડિજિટલ ઓળખ

  ડિજિટલ ઓળખના એક સાઘન તરીકે યુનિક નંબર તેના વપરાશ માટેત્રણ સંભવિત ઓળખના ઉકેલો નકકી થયેલા છે.
  (1) આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર
  (2) ડિજિટલ હસ્તાક્ષરો ધરાવતા મોબાઇલ
  (3) અવાજ બાયોમેટ્રિક્સ વાળા મોબાઇલ
  મોબાઇલ-લિંક્ડ જન્મથી મૃત્યુ સુધી ડિજિટલ ઓળખના લાભો માટે નાગરિકોને સક્ષમ કરવા માટે સૌથી કાર્યક્ષમ અને અસરકારક ઉકેલના અમલીકરણ માટે કામ ચાલી રહ્યું છે.

  મોબાઇલ બેન્કિંગ દ્વારા ડિજિટલ નાણાકીય સમાવેશની ભાગીદારી

  ભારતનાં 80 ટકા ઈન્ટરનેટ વપરાશકર્તાઓ મોબાઇલ ઉપકરણો દ્વારા ઈન્ટરનેટ ઍક્સેસ કરે છે જે સામાન્ય અને ડિજિટલ તેમજ નાણાકીય સમાવેશમાં ઇ-ગવર્નન્સ માટે વિશેષ ક્ષમતા ઘરાવે છે.
  એસએમએસ, યુએસએસડી, મોબાઇલ એપ્લિકેશન્સઅને વૉઇસ જેવા વિવિધ મોબાઇલ આધારિત ચેનલો પર મોબાઇલ ઉપકરણો મારફતે નાગરિકો અને વ્યવસાયો માટે જાહેર સેવાઓ વિતરિત કરવા માટે સમગ્ર રાષ્ટ્રના સરકારી વિભાગો અને એજન્સીઓને સક્ષમ કરતીમોબાઇલ સેવા‘’મોબાઇલ શાસન‘’ની પહેલ શરૂ કરી છે.
  જાહેર સેવાઓ માટે નાગરિકો પાસેથી ઑનલાઇન ચૂકવણીઓ એકત્રિત કરવા માટે તમામ સરકારી વિભાગો અને સેવાઓ સુવિધાજનક બનાવવા માટે કેન્દ્રિય પ્લેટફોર્મ, પે-ગોવ પૂરો પાડવાટ્રાન્ઝેક્શનલ અનુભવ જેમાં નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, રોકડ કાર્ડ/પ્રીપેઇડ કાર્ડ/વૉલેટઅને એનઈએફટી/આરટીજીએસવગેરે વિવિધ ચુકવણી ઉ૫લબ્ઘવિકલ્પો માંથી પસંદ કરી શકે છે.

  કોમન સર્વિસ સેન્ટરમાં સરળ ઍક્સેસ

  કોમન સર્વિસ સેન્ટરએ કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મનોરંજન, બેન્કિંગ, વીમો, પેન્શનવગેરેનીઉપયોગિતા ચૂકવણીઓવગેરે વિસ્તારોમાં સરકારી, નાણાકીય, સામાજિક અને ખાનગી ક્ષેત્રની સેવાઓના વિતરણ માટે ગ્રામીણ કક્ષાએ ફ્રન્ટ-એન્ડ સેવા વિતરણ પોઈન્ટ્સ (કિઓસ્ક) ઊભા કરવાનું છે.
  તમામ સેવાઓના સંયોજનથી કોમન સર્વિસ સેન્ટર દેશના અંતિમગ્રામીણ વસ્તીના લાભ માટે તેમના સામાજિક અને વ્યવસાયિક ધ્યેયો અંકિત કરવા માટે સરકારી, ખાનગી અને સામાજિક ક્ષેત્રની સંસ્થાઓને સક્ષમ કરશે.

  સાર્વજનિક ક્લાઉડ પર શેર કરવા યોગ્ય અંગત સ્ટોરેજ

  ડિજિટલ લોકરમાં સરળ અને પ્રમાણીકરણ આધારિત ઍક્સેસએટલે કે સાર્વજનિક ક્લાઉડ પર શેર કરવા યોગ્ય અંગત સંગ્રહ મોટા પ્રમાણમાં કાગળવિહિન વ્યવહારોને સુવિધાજનક બનાવે છે. નાગરિકો ડિજિટલ રીતે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો સંગ્રહિત કરી શકે છે અને ભૌતિક દસ્તાવેજો અથવા નકલો સબમિટ કે મોકલ્યા વગર તેમને વિવિધ એજન્સીઓ સાથે શેર કરી શકે છે. આઘાર લિકેજ ડિજિટલ લોકર્સ સાર્વત્રિક રીતે ઉ૫યોગી સાબિત થશે.

  સુરક્ષિત સાયબર લો

  સાયબરસ્પેસ એક એવી જગ્યા છે જ્યાં બધા ઑનલાઇન ડિજિટલ અસ્કયામતો, પ્રોટોકોલ, ઓળખો વગેરે સંચાર અને લેવડદેવડ કરે છે. બધી સંસ્થાઓ અને વપરાશકર્તાઓ માટે સાયબરસ્પેસ સલામત અને સુરક્ષિત બનાવવું વધુ હિતાવહ બનેછે.
  સાયબર સ્પેસમાં માહિતી અને માહિતી-આંતરમાળખાની સુરક્ષા માટેસાઈબર જોખમોને રોકવા અને તેની સામે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા મેળવવા, નિ:સહાયતા ઘટાડવા અને સંસ્થાકીય માળખા, લોકો, પ્રક્રિયાઓ, ટેકનોલોજી અને સહકારના સંયોજનથી બનતી સાઈબર ઘટનાઓ દ્વારા થતા નૂકસાનને ઓછામાં ઓછુ કરવા માટે રાષ્ટ્રીય માહિતી સુરક્ષા નીતિ નિર્ધારિત કરવામાં આવી છે.

  પિલર2: માંગ પર ગવર્નન્સ અને સેવાઓ

  ઇ-ગવર્નન્સના યુગમાં પ્રવેશ કરવા માટે વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો દ્વારા વર્ષોથી મોટી સંખ્યામાં પહેલ હાથ ધરવામાં આવેલ તેમજ જાહેર સેવાઓનું વિતરણ સુધારવા અને તેમના અમલની પ્રક્રિયા સરળ બનાવવા માટે અનેક સ્તરે સતત પ્રયત્નો કરવામાં આવ્યા. ભારતમાં ઇ-ગવર્નન્સનો સરકારી વિભાગોના કમ્પ્યૂટરાઇઝેશન થી નાગરિક કેન્દ્રીયતા, સેવા અભિગમ અને પારદર્શકતા જેવા શાસનના સૂક્ષ્મ મુદ્દાઓને સમાવતી પહેલ સુધી વિકાસ થયો છે.

  વિભાગોમાં સંકલિત સેવાઓ

  કેટલીક સેવાઓના અમલમાં ઘણી વાર સેવા પૂરી પાડતા વિભાગ અધિકારક્ષેત્રની બહારના સત્તાવાળાઓ પાસેના દસ્તાવેજો, મંજૂરીઓ અને ક્લિઅરન્સનો સમાવેશ કરે છે. આજેસેવાઓ માટે સિંગલ વિન્ડોનો અમલ પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેથી નાગરિકો અને વ્યવસાયો સંબંધિત અનેક વિભાગો કે અધિકારક્ષેત્રોમાં લાગતો સમય અને પ્રયત્ન ને બચાવી શકાયા છે.

  ઑનલાઇન અને મોબાઇલ પ્લેટફોર્મ સેવાઓ

  વર્તમાન સમયમાં ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સ ડિઝાઈન વખતે સંબંધિત માહિતી, સેવાઓ અને ફરિયાદ-નિવારણ પ્રણાલી ત્વરીત ઓનલાઈન ઉપલબ્ધ થઈ શકે અને ડેસ્કટોપ કમ્પ્યૂટર્સ, લેપટોપ, ટેબલેટ્સ, મોબાઈલ વગેરે ઉપકરણો પર તેને મેળવી શકાય તે રીતે કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોબાઇલ આધારિત સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશન્સ પૂરી પાડવા માટે કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે તમામ સરકારી વિભાગો અને એજન્સીઓ માટે એક સામાન્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે મોબાઇલ સેવા પ્રોજેક્ટ જરુરી બનેછે.

  નાગરિકોની ઉમેદવારીઓ ક્લાઉડ પર પોર્ટેબલ અને હંમેશા ઉપલબ્ધ

  એપ્લિકેશનનના ડિઝાઇનિંગ અને હોસ્ટિંગ વખતે ક્લાઉડ ટેક્નોલોજી દ્વારા ઓફર કરવામાં આવેલી સુગમતા, સરળતા, ખર્ચ અસરકારકતા અને પારદર્શકતાને ધ્યાનમાં લઇ ક્લાઉડ કમ્પ્યૂટિંગના લાભોનો ઉપયોગ અને સુમેળ કરવા માટેમહત્વાકાંક્ષી પહેલ “જીઆઈ કલાઉડ”યોજના કે જેનું નામ ‘મેઘરાજ’ અમલીછે. આ પહેલ સરકારના આઈસીટી ખર્ચને અનુકૂલિત બનાવવા સાથે દેશમાં ઇ-સેવાઓનું વિતરણ ગતિશીલ બનાવવા પર ફોકસ કરે છે.
  ક્લાઉડ પ્લેટફોર્મ સત્યનો એકડિજિટલ ઓળખના એક સાધન તરીકે મોબાઇલ નંબર જેના વપરાશ માટે એનએસડીએલ ડેટાબેઝ મેનેજમેન્ટ લિમિટેડ સાથે સહયોગ કર્યો છે. પે-ગોવ નાગરિકો માટે શરૂઆત થી અંત સુધીનો સલામત અને સ્ત્રોત પૂરો પાડી તમામ સંભવિત સંલગ્નતાઓ માટે ઑનલાઇન રિપોઝીટરીઓ હોસ્ટ કરી શકે છે. આમાં જાહેર વિતરણ વ્યવસ્થા, બીપીએલ સંલગ્નતાઓ, સામાજિક ક્ષેત્રના લાભો, એલપીજી અને અન્ય સબસિડીઓ વગેરે જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
  આ પ્લેટફોર્મ અનેક સરકારી યોજનાઓ હેઠળ સ્વચાલિત નોંધણી, જાળવણી અને નાગરિક સંલગ્નતાઓનું વિતરણને સક્ષમ કરી શકે છે. સમગ્ર દેશમાં નાગરિક સંલગ્નતાઓના સાતત્યની ખાતરી પ્રત્યેનો પોર્ટેબીલીટી મુદ્દો સંબોધવા માટે ક્લાઉડ પ્લેટફોર્મના ઉચ્ચાલનની યોજના કરવામાં આવી છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) દ્વારા પ્રોવિડન્ટ ફંડ પોર્ટેબીલીટી લોન્ચ કરવા સાથે કર્મચારીઓને હવે તેમના સ્થળો બદલતી વખતે તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતાના ભંડોળોના ટ્રાન્સફર વિશે ચિંતા રહેતી નથી.

  વ્યાપારની સરળતા માટે ડિજિટલ રૂપાંતરિત સેવાઓ

  વ્યવસાય શરૂ કરવો, બાંધકામ પરમિટો સાથે વ્યવહાર કરવો, વીજળી મેળવવી, મિલકતની નોંધણી કરવી, ક્રેડિટ મેળવવું, રોકાણકારોનું રક્ષણ કરવું, કર ભરવા, સરહદો પાર વેપાર કરવો, કરારો અમલમાં લાવવા, અને અન્ય ક્લિયરન્સ ઉકેલવા વગેરે દેશમાં વ્યવસાય કરવાનું કેટલું સહેલું અથવા મુશ્કેલ છે તે વ્યાખ્યાયિત કરતાં વિવિધ મુદ્દાઓ છે. દેશમાં વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે વ્યવસાય માટેની સરકારી સેવાઓને ડિજિટલ રીતે રૂપાંતરિત કરવું એ સુઘારની મુખ્ય જરૂરિયાત રહી છે.

  નાણાકીય વ્યવહારોને ઇલેક્ટ્રોનિક અને કેશલેસ

  જાહેર સેવાઓ માટેની ફી ચુકવણી ઑનલાઇન પદ્ધતિઓ માટે નાગરિકોનેપારદર્શક, અનુકૂળ અને ઝડપી ચેનલ ઓફર કરે છે. નાગરિકો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પ્રીપેઇડ/રોકડ કાર્ડ/વૉલેટ, તાત્કાલિક ચુકવણી સેવા અને મોબાઇલ વૉલેટ જેવા ઇ-ચુકવણી વિકલ્પો માંથી પસંદ કરી શકે છે. તમામ નાણાકીય વ્યવહારો ઇલેક્ટ્રોનિક અને કેશલેસ કરવામાં આવશે. દેશના તમામ સરકારી વિભાગો અને એજન્સીઓ માટે એક કેન્દ્રિય ચુકવણી ગેટવે તરીકે પે-ગોવ ભારત બનાવેલ છે.

  જિયોસ્પેટિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ

  ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સમાં જીઆઈએસ ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ દ્વારા વિવિધ સરકારી સેવાઓ વધુ બહેતર રીતે આપી શકાય છે. સર્વે ઓફ ઈન્ડિયા, નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર, એનઆરએસએ અને ભૂમિ વિજ્ઞાન મંત્રાલય જેવા સંખ્યાબંધ સંગઠનો પાસે ઉપલબ્ધ જીઓ-સ્પેટિઅલ ડેટાને એકીકૃત કરવા માટે નેશનલ જિયોસ્પેટિયલ ઈન્ફોર્મેશન સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે, જેથી ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સ માટે જીઆઈએસ પ્લેટફોર્મ તૈયાર કરી શકાય. આ જીઆઈએસ પ્લેટફોર્મ વિવિધ મિશન મોડ પ્રોજેક્ટ્સ અને અન્ય ઈ-ગવર્નન્સ પહેલના લાભો માટે એક સેવા તરીકે આગળ ધપાવવામાં આવશે

  પિલર 3: નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ

  વસ્તી વિષયક અને સામાજિક-આર્થિક સેગમેન્ટને બાદ કરતાંભારતીયો ડિજિટલ નેટવર્ક્સ પર ચાલતા મોબાઇલ ફોન અને કમ્પ્યૂટરો દ્વારા એકબીજા સાથે વધુને વધુ કનેક્ટ અને સંચાર કરી રહ્યાં છે. ડિજિટલ ભારત પ્રોગ્રામ પોતે ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ સ્રોતોઅને સહયોગી ડિજિટલ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિજિટલ રીતે સશક્ત સમાજમાં ભારતનું રૂપાંતરણ કરવાનું વચન આપે છે. ભારતીય ભાષાઓમાં સાર્વત્રિક ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ સંસાધનો અને સેવાઓની ઉપલબ્ધતા પર ભાર મૂકે છે.

  સાર્વત્રિક ડિજિટલ સાક્ષરતા

  ડિજિટલ સાક્ષરતા સંપૂર્ણપણે સંભવિત ડિજિટલ ભારત પ્રોગ્રામના ઉચ્ચાલન માટે વ્યક્તિગત સ્તરે સર્વોચ્ચ મહત્વ ઘરાવે છે. નાગરિકોને પોતાના સશક્તિકરણ માટે ડિજિટલ તકનીકોનો સંપૂર્ણપણે ઉ૫યોગ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. સારી આજીવિકા અને તક મેળવવાઆર્થિક રીતે સુરક્ષિત બનવામાં મદદ કરે છે. દરેક ઘરમાં ઓછામાં ઓછા એક વ્યક્તિને ઇ-સાક્ષર બનાવવાની અપેક્ષા છે. કોમન સર્વિસ સેન્ટર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સુયોજિત કરવામાં આવેલા મુખ્ય આઈસીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશના સૌથી દૂરસ્થ સ્થળોએ ડિજિટલ સાક્ષરતા લઈ જવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

  વૈશ્વિક કક્ષાએ પ્રાપ્ય ડિજીટલ સંસાધનો

  ડિજિટલ સંસાધનો દરેક જગ્યાએ અને દરેકને સરળતાથી ઉપલબ્ધ હોય ત્યારે તે ખરેખર સાર્વત્રિક કક્ષાએ પ્રાપ્ય હોય તેમ કહી શકાય છે. ઓપન સોર્સ સંસાધનોને વ્યાપક રીતે, સસ્તા દરે ઉપલબ્ધ કરવી. વ્યાપક રીતે ઉપયોગી અને અનુકૂલિત હોવાનો લાભ મળે છે. ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગતવિશેષ જરૂરિયાત વાળા લોકોજેમનેજોવાની કે સાંભળવાની સમસ્યા, શીખવાની અને મનની અસમર્થતા, શારીરિક વિકલાંગતા કે જે ફોન, ટેબલેટ અને કમ્પ્યૂર જેવા ઉપકરણો પર સર્વવ્યાપી અમલની કામગીરી અવરોધતા હોય તેમને ૫ણડિજીટલ સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધતા જરુરી બને છે.

  દસ્તાવેજો/પ્રમાણપત્રો ક્લાઉડ પર ઉપલબ્ધ

  નાગરિકોને કોઈપણ સરકારી વિભાગ/સંસ્થા સાથે પહેલાથી જ ઉપલબ્ધ હોય એવા સરકારી દસ્તાવેજો અથવા પ્રમાણપત્રોભૌતિક સ્વરૂપમાં આપવા માટે કહેવું ન જોઈએ. ઉદાહરણ તરીકે, શૈક્ષણિક સંસ્થાઓએ તેમની તમામ ડિગ્રી અને પ્રમાણપત્રો ડિજિટાઇઝ્ડ હોવાની અને યોગ્ય ઍક્સેસ પ્રોટોકોલ સાથે ઑનલાઇન રિપોઝીટરીઓમાં રાખવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. કેટલાક અરજી ફોર્મ ભરતી વખતે નાગરિકને શૈક્ષણિક પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો રજૂ કરવાનું કહેવું ન જોઈએ પરંતુ નાગરિક દ્વારા પૂરા પાડવામાં આવેલ સંબંધિત એજન્સી દ્વારા જોઈ શકાય તેવા ઑનલાઇન રિપોઝીટરીમાં ઉપલબ્ધ આ પ્રમાણપત્રોની વિગતો પૂરી પાડવી જોઇએ. સરકાર દ્વારા જારી કરવામાં આવેલ દસ્તાવેજો/પ્રમાણપત્રોની આ તમામ રિપોઝીટરીઓએ આ દસ્તાવેજો/ પ્રમાણપત્રો માટે સત્યનો એક સ્રોત પૂરો પાડવા માટે એક ક્લાઉડ પ્લેટફોર્મ પર તે હોસ્ટ કરવા જોઈએ. આ ડેટામાં ડિજિટલી હસ્તાક્ષરિત શૈક્ષણિક પ્રમાણપત્રો, જમીન રેકોર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, પરમિટો વગેરે જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે. વિનંતી કરતા વિભાગો અથવા વપરાશકર્તાઓને ક્લાઉડ પર ઉપલબ્ધ ડિજિટલ રિપોઝીટરી જેવીકે ડિજિટલ લોકર્સમાં સત્તાધિકારીત ઍક્સેસ પૂરો પાડવામાં આવી શકે છે.

  ભારતીય ભાષાઓમાં ડિજિટલ સંસાધનો/ સેવાઓની ઉપલબ્ધતા

  દેશના જુદા જુદા ભાગોમાં લખાતી અને બોલાતી ભાષાઓની દ્રષ્ટિએ ભારત નોંધપાત્ર વિવિધતા ધરાવે છે. 22 અધિકૃત ભાષાઓ અને 12 સ્ક્રિપ્ટો છે. અંગ્રેજીનું જ્ઞાન દેશની વસ્તીના ખૂબ જ નાના ભાગ સુધી મર્યાદિત છે જેથી ઉપલબ્ધ ડિજિટલ સંસાધનોનો અમલ પૂર્ણ રીતે કરી શકતો નથી. માહિતી પ્રોસેસીંગ સાધનો અને તકનીકો વિકસાવવા માટે ભારતીય ભાષાઓનો ટેક્નોલોજી વિકાસ (ટીડીઆઈએલ) પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ મોજૂદ અને ભવિષ્યના ભાષા તકનીક ધોરણોમાં ભારતીય ભાષાઓના પર્યાપ્ત પ્રતિનિધિત્વની ખાતરી કરવા માટે આઈએસઓ, યુનિકોડ, વિશ્વ વ્યાપી વેબ કોન્સોર્ટિયમ અને બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જેવા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓની સક્રિય ભાગીદારી મારફતે ભાષા તકનીક માનકીકરણને પ્રોત્સાહન આપે છે.

  સહભાગી શાસન માટે સહયોગી ડિજિટલ પ્લેટફોર્મ

  ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વપરાશકર્તાઓ માટે માહિતી પ્રસારિત કરવા અને સેવાઓની જોગવાઈ કરવા માટે કરવામાં આવે છે. મોટે ભાગે એક-માર્ગીય હોવા છતાં આ પ્લેટફોર્મ મારફતે સરકાર નાગરિકો સાથે વાતચીત પ્રસ્થાપિત કરી શકે છે. તકનીક ફ્રન્ટ પર વિકાસના જરૂરી ઝોક સાથે ડિજીટલ પ્લેટફોર્મ લાયક બન્યું અને હવે નાગરિકો સાથે અસરકારક બે-માર્ગી સંચાર અને ક્રિયા પ્રતિક્રિયા કરવાનું સરકારી વિભાગો માટે સુવિધાજનક બન્યુંછે. વધુ સહયોગી પ્લેટફોર્મ વપરાશકર્તાઓની વધુ સહભાગિતા સુવિધાજનક બનાવે છે.
  આ પ્લેટફોર્મ નવીન ઉકેલો લાવવા, સરકારને સૂચનો આપવા, શાસન પર પ્રતિક્રિયા આપવા, સરકારી ક્રિયાઓ/નીતિઓ/પહેલોને વર્ગીકૃત કરવાઅને ઇચ્છિત પરિણામો હાંસલ કરવા માટે સરકાર સાથે સક્રિયપણે સહભાગી થવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પદ્ધતિ પૂરી પાડે છે.Mygov.in તેનું ઉત્કર્ષ ઉદાહરણ છે.

  પ્રકરણ : 7 ડિજિટલ ગુજરાત

  ગુજરાતમાં અનેક સફળ અને નામાંકિત પ્રોજેકટો કાર્યરત છે. ભારતમાં ડિઝીટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત અનેક કાર્યક્રમો ચાલી રહયાછે. ડિઝીટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ડિઝીટલગુજરાત ગતિશીલ શબ્દ સાથે કૂલ 101 આઇસીટી કાર્યક્રમ વર્ષ-2015 સુઘીમાં સફળ રીતે અમલમાં મૂકી શકાયા છે.
  ડિજિટલ ગુજરાત અંતર્ગત આઘાર લિકેંજ સાથે અત્રે27 જેટલી ઓનલાઇન સેવાઓ વેબસાઇટ www.digitalgujarat.gov.in ઉ૫ર ઉ૫લબ્ઘ છે.

  ડિજિટલ ટેકનોલોજી

  ગુજરાતમાં ડિજિટલ ટેકનોલોજીની શરુઆત 1999 થી તબકકાવાર થઇ તેનું રેખાંકન ચિત્ર નીચે દર્શાવેલ છે.

  ૧૯૯૯માં સામાન્ય વહીવટ વિભાગ

  હેઠળ આઇટી સેલની રચના

  ૧૯૯૯માં ગુજરાત ઇન્ફોર્મેટીકસ લીમીટેડ (GIL) ની રચના

  ૨૦૦૨ માં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ની સ્થાપના

  ૧૯૯૯ આઇટી પોલીસી ફ્રેમવર્ક

  ની રચના

  ૨૦૦૨ થી જીસ્વાન નેટવર્કની શરુઆત અને સર્વરની સ્થા૫ના

  કેપેસીટી બિલ્ડીંગ અને આઇટીના અમલ માટે વ્યુહ તથા ઇ-૫રીયોજનાનો અમલ

  ગુજરાત રાજય ઇ-ટૂાન્જેકશનમાં મોખરાનું સ્થાન ઘરાવતુ રાજય છે. જાન્યુ-2013 થી જુલાઇ-2014 સુઘીમાં રાજય સરકારના ઓનલાઇન ટૂાન્જેકશન ઇ-તાલ ઉ૫ર નોઘાયેલ વિવિઘ વિભાગોના અહી રજૂ કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન 81,99,05,૨૮૩ ઇ-ટૂાન્જેકશન થયા હતા.

  ગુજરાતનો આઇસીટીઆઘારસ્થંભ અને તેને અનુબંઘિત માહિતી નીચેના ટેબલમાં રજૂ કરવામાં આવેલ છે.

  ગુજરાતનો  ICT આઘાર સ્થંભ

  સરકારખર્ચ

  બેકે ત્રણટકાITબજેટ સંબંધિતપ્રવૃત્તિઓ માટે રાજ્યસરકારપ્રતિબદ્ધછે

  ખાતાકીય

  ITયોજના

  બધા વિભાગો તેમના એક વર્ષના IT એક્શન પ્લાન સાથે તૈયાર અને પાંચવર્ષનાપરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે.

  E-Ready રાજ્ય

  ભારતમાં એક આગેવાન રાજ્ય તરીકે ગુજરાતછે.

  ઉત્તમ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  ગુજરાત દેશમાં સૌથી વધુ ટેલેડેન્સીટી  ઘરાવતા રાજય જેમાં કેબલ ટેલિકોમ નેટવર્ક અને મોબાઇલ નેટવર્ક મારફતે તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે.

  ચાવીરુ૫ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરોમાં ઈ-ગવર્નન્સ ડિલિવરી માટે જરૂરી ડેટા સેન્ટરને કોર સેવાઓ માટે ચાવીરુ૫ બનાવે છે. વીસેટ આધારિત "બ્રોડબેન્ડ" રાજ્યની તમામ 13685 ગામપંચાયતોને ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી દ્વારા જોડેલ છે.

  ગુજરાતમાં ઇ-ગર્વનન્સના અમલીકરણના તબકકાઓ


  ગુજરાતનીમહત્વની આઇસીટી ૫રિયોજનાઓ

  ઇન્ફ્રાસ્ટ્રક્ચરપહેલ

  • ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN)
  • ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર (GSDC)
  • સચિવાલય સંકલિત સંચાર નેટવર્ક (SICN)
  • બાયસેગ ઇન્ફર્મેટિક્સ
  • જન સેવા કેન્દ્ર
  • આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (એટીવીટી)
  • ઇ-ગ્રામ - Vishvagram

   

   

  Applications (G2C)

  • સ્વાગત ઓનલાઇન
  • હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (HMIS)
  • ઇ-ધરા
  • ઈસિટી
  • ઈમમતા
  • ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ (ઓજસ)
  • ઈકૃષિકિરણ
  • લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા

   

  Applications (G2B)

  • ઈ-ખરીદી
  • વેલ્યુ એડેડ ટેક્સ ઇન્ફર્મેશન સિસ્ટમ (VATIS)
  • વિસ્તૃતગ્રીનનોડ (XGN)
  • દવાઓ (Allopathic) ઉત્પાદનલાયસન્સસિસ્ટમDMLA
  • રોકાણકારફેસિલિટેશનપોર્ટલ (IFP)
  • ભૂસ્તરશાસ્ત્રઅનેમાઇનિંગકમિશનર

   

  Applications (G2G)

  • ઈન્ટિગ્રેટેડ વર્કફ્લો અને દસ્તાવેજ મેનેજમેન્ટ સિસ્ટમ (IWDMS)
  • ઈ ગુજરાત કોપ
  • સંકલિત નાણાકીય વ્યવસ્થાપન સિસ્ટમ (IFMS)
  • વન્યુકેસ મેનેજમેન્ટ સિસ્ટમ (આરસીએમએસ)
  • માર્ગ અને મકાન વિભાગ મોનીટરીંગ સિસ્ટમ

  GSWAN (ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક)

   

  • ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) એ IP આધારિત મલ્ટી
  • સર્વિસ (વોઇસ, ડેટા અને વિડિયો) સેવાઓ માટે તમામ જીલ્લાઓ અને તમામ તાલુકાઓ સાથે ગાંધીનગરથી મઘ્યસ્થ સંચાલિત આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યરત છે.
  • GSWAN એEnd to EndIPઆધારિત બેકબોન જે તમામ જીલ્લાઓ અને તમામ તાલુકા કેન્દ્નો ને સ્ટેટ ડેટા સેન્ટર સાથે સમાન બેન્ડવિડ્ પર અવાજ, વિડિઓ અને માહિતીને આધાર આ૫તું નેટવર્ક ઉ૫લબ્ઘ છે.
  • સચિવાલય કેમ્પર્સ એરિયા નેટવર્ક (SCAN), 7000 ઝડપી ઇથરનેટ ઇનપુટ / આઉટપુટ પોર્ટ ઘ્વારા રાજ્ય સંકુલ ગાંઘીનગર સાથે તમામ સરકારી કચેરીઓ અને સરકારી મકાનો ને ગીગાબીટ બેકબોન સાથે જોડે છે.
  • વેબ સર્વર,DNS સર્વર, મેઈલ સર્વર અને ડેટાબેઝ સર્વરોને  રાજ્ય ડેટા સેન્ટર ખાતે સ્થાપિત કરવામાં આવેલ છે.GSWAN /SCAN નેટવર્ક્સ સાથે તેને સંકલિત કરવામાં આવેલ છે.

  • “Gujarat State Data Centre (GSDC) એ NeGP અંતર્ગત   પ્રથમ રાજય કક્ષાનું ડેટા સેન્ટર ભારતમાં કાર્યરત થયેલ.

  ગુજરાત રાજયની તમામ એપ્લિકેશનને ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) ઉ૫ર અમલમાં મુકેલ છે તે નીચેની આકૃતિ માં રજૂ કરેલ છે.

  સ્વાગત -SWAGAT

   

   

   

   

   

   

   

   

   

  State Wide Attention on Public Grievances by Application of Technology (SWAGAT)

  મુખ્યમંત્રી સામાન્યમાં સામાન્ય નાગરિકની તંત્ર સામેની રજૂઆતોઅને સમસ્યાઓના નિવારણમાં માનવીય સંવેદના સ્પર્શી અને પારદર્શી અભિગમ કેળવવાની તાકીદ વહીવટીતંત્રને કરે તે છે. સ્વાગતઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઇપણ નાગરિક પોતાની સમસ્યાઓની રજૂઆતકરી શકે છે અને કમ્પ્યૂટર ટેકનોલોજી વિનિયોગથી દર માસે જિલ્લા, તાલુકા, ગ્રામ સ્વાગતમાં જિલ્લા તંત્રવાહકો આ સમસ્યાનું નિવારણલાવે છે. જેના કારણે વહીવટી પ્રણાલીનો વિકાસ નીચેના બિદુંઓ ૫ર થતો જોવા મળેલ છે.

  • જાહેર ઉત્તરદાયિત્વને મજબૂત કરવા માટે
  • ઘણાં નિર્યયોને આઘારે પઘ્ઘતિસરનો નીતિ વિષયક બદલાવ તરફ લઇ જાય છે.
  • નાગરિક સંતોષમાં વધારો થાય છે.
  • મુખ્યમંત્રી વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયા ઘ્વારા કિસ્સાઓને સફળતાપૂર્વક ઉકેલવા તરફ વધારે ધ્યાન કેન્દિ્ત થાય છે.
  • મોનીટરીંગ સિસ્ટમ ઘ્વારા વણ ઉકેલાયેલ કિસ્સાઓમાં પર વઘુ ધ્યાન કેન્દ્રિત કરી પારદર્શિતા લાવવામાં આવે છે
  • બધા સહભાગીઓ મુખ્યમંત્રી સાથે ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન હાજર રહી સંતોષ મેળવે છે
  • બધા ઇનપુટ્સ નાગરિકો અને અધિકારીઓ વાજબી નિર્ણયો તરફ દોરી જાય છે
  • સત્તાવાળાઓ સ્થાનિક સ્તરે રહેલ સમસ્યાઓ, પ્રકૃતિ અને સ્થાનિક વહીવટના મુદ્દાઓના વ્યવહારુ અમલીકરણથી પરિચિત બને છે.
  • પરિણામો પર ઘ્યાનએ સિસ્ટમના હકારાત્મક પરિણામો તેની ખાતરી કરવા માટે નહી ૫ણ પ્ઘઘતિસરની વહીવટ પ્રક્રિયા સારી રીતે આયોજીત થાય તેની ખાતરી કરવા માટે થાય છે.
  • સ્થાનિક સ્તરે થયેલ ફરિયાદ રાજ્ય સ્તર પર જાય તે પહેલાં સ્થાનિક સ્તરે ઉકેલાઈ જાય છે. પરિણામ
  • રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણમાં સમગ્રતયા 540 રજૂઆતો પૈકી 431નો એટલે કે 80 ટકાનો સુખદ ઉકેલ આવ્યો છે.
  • ગ્રામ, તાલુકા, જિલ્લા સ્વાગત તેમજ લોક ફરિયાદ મળીને અત્યાર સુધી થયેલી 3 લાખ 45 હજાર 800 રજૂઆતોમાં 92 ટકા એટલે 3 લાખ 19 હજારમાં સુખદ નિવારણ આવ્યું છે.

  પરિણામ

  • રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણમાં સમગ્રતયા 540 રજૂઆતો પૈકી 431નો એટલે કે 80 ટકાનો સુખદ ઉકેલ આવ્યો છે.
  • ગ્રામ, તાલુકા, જિલ્લા સ્વાગત તેમજ લોક ફરિયાદ મળીને અત્યાર સુધી થયેલી 3 લાખ 45 હજાર 800 રજૂઆતોમાં 92 ટકા એટલે 3 લાખ 19 હજારમાં સુખદ નિવારણ આવ્યું છે.

  આ૫નો તાલુકો વાઇબ્રન્ટ  તાલુકો (ATVT)

  એક 'સિંગલવિન્ડો' આઘારિત વિવિધ વિભાગો સાથે લગભગ 180 સેવાઓ એક છત હેઠળ વિતરિત કરવામાં આવી રહી છે. હવે વિવિધ સેવાઓ હેઠળ સહાય માટે તાલુકાકક્ષાએ અરજી એકત્રિત કરી તેના ઉ૫ર પ્રક્રિયા કરવામાં આવે છે જેથી જિલ્લા મથકે મુસાફરી કરવાની જરૂર ૫ડતી નથી. એટીવીટી દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓમાં આવક, જાતિ, નિવાસ, વરિષ્ઠ નાગરિક વગેરે પ્રમાણિતતા ફાળવણી જેવી એક દિવસ સેવાઓનો ઉ૫રાંત આર્મ્સ લાઈસન્સ, રેશનકાર્ડ, જન્મ તારીખ ફેરફાર વગેરેનો ૫ણ સમાવેશ થાય છે. અરજદારો માટે અરજી સંબઘી એસએમએસ સેવાની સાથે ઑનલાઇન ટ્રેકિંગ ૫ણ કરી શકાય છે.

  ઇ-ગ્રામ

  • ગ્રામ કક્ષાએ 13693 ગ્રામ પંચાયતોમાં કમ્પ્યૂટર મારફત ઈ-સેવાઓઆપવા માટેની સગવડ ધરાવતું દેશમાં એક માત્ર રાજય.
  • તમામ જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોનું ગુજરાત સ્ટે ટ વાઇડ એરિયા નેટવર્કથી જોડાણ.
  • તમામ ગ્રામ પંચાયત ખાતે આપવામાં આવી રહેલ ઇ કનેકટીવીટીથી ગ્રામજનોનુંવિશ્વ સાથે જોડાણ.
  • 7400 ગ્રામ પંચાયતોનું કે.યુ બોન્ડવના ઉપયોગથી બાયસેગ સ્ટુરડિયો, ગાંધીનગરસાથે જોડાણ.
  • રાજયના તમામ તલાટી-કમ-મંત્રીઓને ઈ-ગ્રામ સોફટવેરથી કરાયેલ તાલીમબદ્ઘ
  • માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યોી અને કર્મચારીઓની તાલીમ માટે તમામજીલ્લાર પંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્દ્ર ખાતે સેટેલાઈટ આધારિત ડાયરેકટડિજીટલ રિસેપ્શીન સિસ્ટદમની વ્યટવસ્થાક.
  • દરેક તાલુકા પંચાયત કચેરીમાં જરૂરી માહિતી અને પંચાયતના હિસાબની લોકોને જાણકારીઆપવા માટે ટચ સ્ક્રીન કિઓસ્કા ધરાવતાં તાલુકા ઇન્ફોનર્મેશન સેન્ટરની ઊભી કરેલવ્યરવસ્થાસ.
  • ઇન્‍ટ્રા પંચાયત સોફટવેરમાં પંચાયતોના આંતરિક વહીવવટી કામગીરીઓનો સમાવેશ તથાપાયલોટ ધોરણે અમલ
  • ઇ-પ્રાઇમા સોફટવેર મારફત પંચાયતોના હિસાબ અંગેની માહિતીની ઓનલાઇન ઉપલબ્ધ
  • ઈ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણપત્ર, આવકનોદાખલો, જાતિનો દાખલો, ચારિત્ર્યનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર વગેરે અનેસરકારી વિવિઘ યોજનાઓના ફોર્મસ/અરજીપત્રકોની ઉપલબ્‍ઘતા.
  • ગ્રામ કક્ષાએ ખેડૂતને આપવાનાં થતાં 7/12 અને 8/અ ના ઉતારા વગેરેની માહિતીતાલુકા /જીલ્‍લા કક્ષાના સર્વર ઉપરથી ગ્રામપંચાયત ખાતેથી આપવાનું આયોજન અનેવ્‍યવસ્‍થા.
  • ગ્રામના એન.આર.જી./એન. આર. આઇ. સાથે ઇન્‍ટરનેટના ઉપયોગથી સાયબરસેવા અંતર્ગત, ગ્રામજનો દ્વારા ખેતી વિષયક, શૈક્ષણિક વિષયક માહિતી, આરોગ્‍ય વિષયકમાહિતીની ગ્રામપંચાયત ખાતે ઉપલબ્‍ઘ કરવામાં આવી રહેલ છે.
  • ઈ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બિલ, વીમા અને ટપાલ સેવાઓ.
  • ઈ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે ગામના ખાનગીગ્રામ કમ્પ્યૂટર સાહસિક ઈ-સેવાઓ ઈ-ગ્રામ પંચાયત ખાતે પબ્‍લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ(PPP) દ્વારા ઉપલબ્‍ઘ થાય તેવી વ્‍યવસ્‍થા.

  હેતુઓ

  • ઈ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલદ્વારા અદ્યતન, સુવ્‍યવસ્થિત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી.
  • ગ્રામજનોને જરૂરી માહિતી, પ્રમાણપત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂનાવિગેરે ઉપલબ્‍ઘ કરાવવા.
  • મિલ્‍કત આકારણી અને વેરા વસુલાતની કામગીરી  સરળ બનાવવી
  • ગ્રામપંચાયત દ્વારા બી.પી.એલ. લાભાર્થીઓને પસંદગી વઘુ પારદર્શક અનેનિયમોનુસાર હાથ ધરવી
  • પંચાયતી રાજની વિવિધ યોજનાઓનું આયોજન, સમીક્ષા અને અમલીકરણને વઘુ અસરકારકબનાવવું.
  • ઇન્‍ટરનેટની સુવિધા દ્વારા છેવાડાના ગ્રામજનોને તાલુકા, જીલ્‍લા, રાજય, દેશ તથા વિશ્વ સાથેના જોડાણથી ગ્રામજનોના જીવન ધોરણમાં પરિવર્તન અને ગતિશીલતા લાવવી.

  પ્રવર્તમાન પરિસ્થિતિ

  I.    ઈ-ગ્રામ પંચાયત

  • કુલ 13693 ગ્રામપંચાયતોને કમ્પ્યૂટર હાર્ડવેર તથા સોફટવેર પૂરાપાડવામાં આવેલ છે. એન. આઇ. સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ સોફટવેરના ઉપયોગથી મુખ્‍યત્‍વે ઈ-ગ્રામ દ્વારા સેવાઓની ઉપલબ્‍ઘતા.
  • ગ્રામકક્ષાએ ખેડૂતને આપવાની થતી સેવાઓ કેમાહિતીતાલુકા જીલ્‍લા કક્ષાના સર્વર ઉપરથી ગ્રામપંચાયત ખાતે ઉપલબ્‍ઘ.

  II.    તાલુકા પંચાયત

  • બે કૉમ્‍પ્‍યૂટર્સ, ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક અને મેનપાવર સપોર્ટ સાથે તાલુકાઇન્‍ફોર્મેશન સેન્‍ટરની સ્‍થાપના.
  • તાલુકા પંચાયતની કચેરીઓ ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાયેલ.
  • ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્‍યવસ્‍થા
  • ઇ-પ્રાઇમા સોફટવેરમારફત ગ્રામપંચાયતના હિસાબોની માહિતી તાલુકા પંચાયત ખાતેથી ઓનલાઇન.

  III.   જીલ્‍લા પંચાયત

  • તમામ જીલ્‍લા પંચાયતનું ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાણ.
  • 44 કૉમ્‍પ્‍યૂટર્સ, ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક અને આસી.પ્રોગ્રામર અને ડેટા-એન્‍ટ્રીઓપરેટર સાથેનો- મેનપાવર સપોર્ટ સાથે ઉપલબ્ધિ
  • ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્‍યવસ્‍થા
  • જીલ્‍લા પંચાયત ખાતે વિડિયો કોન્‍ફરન્‍સની સગવડ ઉપલબ્‍ઘ.
  • દરેક જિલ્લા પંચાયતની નાગરિકો માટે ઉ૫લબ્ઘ માહિતી વેબસાઇટ ઉ૫ર.

  ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ (ઓજસ)

  આ આઇસીટી પહેલ ઘ્વારા સરકાર ભરતી પ્રક્રિયા વધુ સરળ, સમય,  ખર્ચ અસરકારક અને પારદર્શક બનાવવા 2012થી સરળ ઓનલાઇન અરજી ફાઈલ અંગેનું પોર્ટલ શરૂ કરવામાં આવેલ. જેથી અરજદારની વિગતચકાસણી, અને સુધારાઓ સમયસર સુનિશ્ચિત કરવા અને  અંતિમ નિમણૂક પત્ર મેળવવા ઉ૫રાંત એસએમએસ સેવા અને ઓનલાઇન ચુકવણીને સહાય કરે છે.

  • ઓજસ શિક્ષકો માટે યોગ્યતા કસોટી (TET)માટે પણ વપરાયછે
  • સરકાર ઘ્વારા 55 લાખથી વધુ અરજીઓ વિવિધ કાર્યક્રમો માટે ઓનલાઇન પ્રક્રિયા થયેલ છે.
  • ઓજસ ભરતી પ્રક્રિયા ઝડપી કરવા અને સુધારેલી માહિતી સુરક્ષા સાથે જટીલતાઓને ઘટાડવા એજન્સીઓ મદદ કરે છે.
  • 2014માં, 47 વિભાગો કુલ 346 જાહેરાતો જારી કરેલ, જેમાં કુલ 35.00 લાખ અરજીઓ આવેલ જેમાં 19.06 લાખ ઉમેદવારોએ પોસ્ટઓફિસ ફી જમા કરવામાં આવી હતી, તેમાંથી 217 પરીક્ષા હાથ ધરવામાં આવી હતી

  ગુજરાત રાજયના ટેકનોલોજીકલ પ્રોજેકટ

  ગુજરાત રાજયના કૂલ 101મિશન મોડ પ્રોજેકટ માહિતી સંચાર ટેકનોલોજી આઘારિત કાર્યરત છે. આ પ્રોજેકટોનું અમલીકરણ રાજય, વિભાગીય અને સ્થાનિક સ્તરે કરવામાં આવેલ તેની વિસ્તૃત યાદી નીચે રજૂ દર્શાવેલ છે.

  STATE - LEVEL INITIATIVES
  1. 108 Emergency Response Services for Women
  2. Beti Vadhaao
  3. Computer Competency Training
  4. Computerzation of Gujarat Civil Service Tribunal
  5. Dial 100 Modernization of Police Control Room
  6. Drug Logistics Information and Management System(DLIMS)
  7. e-Court
  8. e-Dhara
  9. eGujCop
  10. e-Jamin
  11. e-Krishi Kiran
  12. e-Mamta
  13. eMPOWER
  14. e-Procurement
  15. Gunotsav
  16. Hospital Management & Information System (HMIS)
  17. Human Resource Management System (HRMS)
  18. IGR (Inspector General of Registration)
  19. Integrated Financial Management System (IFMS)
  20. Khel Mahakumbh
  21. Mukhyamantri Amrutam (MA)
  22. Online Admissions for Skill Development (ITI)
  23. Online Job Application System (OJAS)
  24. Online MSME Registration & Acknowledgment Processing
  25. Online Ticket Booking
  26. Online Voting System
  27. Resurvey - National Land Record Modernization Programme
  28. School Health Programme
  29. Shala Praveshotsava
  30. State Wide Attention on Grievances by Application of Technology (SWAGAT)
  31. Targeted Public Distribution System (TPDS)
  32. VATis (Value Added Tax Information System)

  DEPARTMENT - LEVEL INITIATIVES

  1. Aadhar Based Child Tracking
  2. Ability Gujarat
  3. Automated Driving & Testing Track
  4. Building as Learning Aid (BALA)
  5. Child Tracking System
  6. City Survey Information System (CSIS)
  7. Drugs (Allopathic) Manufacturing Licenses & Certificate
  8. Effective Seismological Monitoring Through e-Governance To Save Lives andDamages due to Earthquake
  9. e-Governance at Directorate of Employment and Training
  10. Eklavya-V
  11. Electronic Surveillance of the State Board Examination
  12. e-Nagar
  13. Extended Green Node (XGN)
  14. Geographical Information System (GIS) based Decision Support System (DSS)for Integrated Child Development services (ICDS)
  15. GIS Based Decision Support System (Geo-Informatics)
  16. GIS based MGNREGA Planning & Monitoring System
  17. GIS School Mapping - Ensuring Access to Elementary Education
  18. GoG Call Centre
  19. GUVNL electricity bill collection at Gram Panchayat
  20. ImTecho
  21. Information Security Management System (ISMS)
  22. Integrated Disease Surveillance Programme (IDSP)
  23. Integrated Purchase Automation System (IPAS)
  24. integrated Workflow Document Management System (IWDMS)
  25. Integrated watershed management programme
  26. Investor Facilitation Portal
  27. iOjN 4 Planning (Integrated Online Junction on Net for Decentralized District Planning)
  28. ISS (Investor Support System)
  29. IT Intervention for Managing Integrated Networked Enterprise, iMINE
  30. Kisan Portal
  31. Migration Monitoring System
  32. Mineral Administration and e-Governance using ICT (MAGIC)
  33. Online Internal and Practical Marks Capturing
  34. Online Recruitment of Teachers
  35. Online Web Monitoring Tool
  36. Program to Identify and Arrest Criminals (PINAC)
  37. Revenue Cases Management System
  38. Suraksha Setu - Safe City Surat
  39. Swarnim RTO
  40. Xtended Licensing Node (XLN)

  DISTRICT & ULB LEVEL INITIATIVES

  1. Apno Taluko, Vibrant Taluko (ATVT)
  2. BISAG — GIS based DSS and SATCOM
  3. e-Gram
  4. Gujarat State Wide Area Network (GSWAN)
  5. SATCOM
  6. State Data Center, SDC

  પ્રકરણ : 8 ગ્રામ વિકાસ માટેનું ICT મૉડલ

  પ્રસ્તાવના

  માહિતી સંચાર ટેકનોલોજી (ICT) આધુનિકતાનું પ્રતીક ગણાય છે જયારે ગ્રામ વિસ્‍તારો પરંપરાગત લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલા હોય છે. ગામ લોકો સમયસર માહિતી સંચાર અને સંસ્‍થાકીય તેમજ બાહય વાતાવરણની જાણકારીના અભાવે એવા લાભોથી વંચિત રહી જતા હોય છે જેના તે ખરેખર અધિકારી છે અને તેની અસર તેમના જીવન ધોરણ ઉપર પડે છે. ગ્રામ વિકાસ પ્રક્રિયાને વધુ અસરકારક અને ઝડપી બનાવવા અને વિકાસના લાભોને છેવટના લોકો સુધી પહોચાડવાના હેતુને સિદ્ધ કરવા માટેની વ્‍યવસ્‍થા ઊભી કરવાની જરૂર છે. ગ્રામ ક્ષેત્રેICTના પ્રયોગો શરૂ થયા ત્‍યારે ઘણા બધા પાયાના પ્રશ્‍નો સામે ઊભા હતા કેમકે આ ટેકનોલોજી કેટલા અંશે ઉપયોગકર્તાઓને ઉપયોગી રહેશે ? કેટલા પ્રમાણમાં જીવનની જરૂરિયાતોને સંતોષી શકવા સક્ષમ સિદ્ધ થશે ? વસ્‍તી વિષયક અને ભૌગોલિક પરીબળોની અસર ICTસિસ્‍ટમના ઉપયોગના સંદર્ભે થશે? આ બધા પ્રશ્‍નોનું કારણ હતું કે ગામનું વાતાવરણ જેમાં ગ્રામ વિસ્‍તારોમાં પુરતી સગવડોનો અભાવ, સામાજિક-આર્થિક અસમાનતા, ધંધાકીય વિવિધતા અને નીચું શૈક્ષણિક ધોરણ વગેરેનો સમાવેશ થાય છે.

  ગામના લોકો વિશેષ કરીને જરૂરતમંદ કે છેલ્‍લી સપાટી ઉપર રહેલ લોકો પોતાની સમસ્‍યાનું સમાધાન શોધવા ICT જેવી આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરી લાભાન્‍વિત થાય તે જરૂરી છે. આ જ બાબત ઘ્‍યાનમાં લઈ સરકારી અને બિન-સરકારી સંસ્‍થાઓ ઘ્‍વારા વિકાસલક્ષી પ્રક્રિયા જુદા-જુદા ક્ષેત્રોમાં ICT પ્રોજેકટનો અમલ કર્યો છે. આ એક સામાન્‍ય મંતવ્‍ય છે કે સરકારી તંત્ર કરતા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ ઘ્‍વારા સ્‍થાપિત નેટવર્ક લોકો સુધી પહોચવામાં વધુ ઉપયોગી થાય છે. લેખકેગુજરાત રાજયમાં વિકાસ ક્ષેત્રે જાણીતી સ્‍વૈચ્‍છિક સંસ્‍થા કચ્‍છ નવનિર્માણ અભિયાન, કચ્‍છ ઘ્‍વારા ગ્રામ્‍ય કક્ષાએ સ્‍થાપિત ICT વ્‍યવસ્‍થા માહિતી મિત્ર નો લોકલક્ષી અને વહીવટી દ્રષ્‍ટિએ અભ્‍યાસ કરેલ છે. અમલીકરણ પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવાના હેતુથી સ્‍થાપિત મૉડલને એક લોકલક્ષી બનાવવા માટે પ્રસ્‍તાવિત ICT મૉડલ રજૂ કરવામાં આવ્‍યું છે.

  અભિગમ

  સ્‍થાનિક ક્ષેત્રે માહિતી સંચાર ટેકનોલોજીનો વધુ અસરકારક અને કાર્યક્ષમ ઉપયોગ માટે અપનનાવાતો અભિગમ :

  1. ICT આપણા દ્ધારે કે હરતુ-ફરતું સિસ્‍ટમ એટલે લોકોની આસાન પહોંચવાળી માહિતી પઘ્‍ધતિ : આ પઘ્‍ધતિ માર્કેટીંગના બુનિયાદી સિદ્ધાંતોના અનુસંધાને ઈચ્‍છાઓ જાગૃત કરવા અને  સમસ્‍યાઓના ઉકેલ માટે લોકોને વધુ વિકલ્‍પ આપી શકવામાં સક્ષમ સાબિત થશે.
  2. વિશ્‍વાસ માર્કેટીંગનો અભિગમ અપનાવી લોકો અને સંસ્‍થાઓના હિતમાં કિયોસ્‍ક પદ્ધતિનું સંચાલન કરવું.
  3. નેટવર્કિગના વ્‍યવસ્‍થિત સંચાલન માટે જુદાજુદા સામેલ ઘટકોની અપડેટીંગમાં સતર્કતા, નિરંતરતા, પારદર્શકતા અને ચોકસાઈ વગેરેનો ખ્‍યાલ કરવો જરૂરી.

  મૉડલ :

  ટેકનિકલ વિગત

  • કિયોસ્‍કની ટેકનીકલ વ્‍યવસ્‍થામાં હયાત સ્‍થિતિ અને આવનારા સમયની માંગ મુજબ નેટવર્ક સુદ્‌ઢ અને ગ્રામ્‍યકક્ષાએ હકીકતમાં ફેરવવા માટે હાર્ડવેર, સોફટવેર અને નેટવર્ક પ્રણાલીમાં ફેરફાર સૂચક બાબત છે.
  • ઝડપી અને નેટવર્કીંગથી સજજ સિસ્‍ટમની જરૂરિયાત.
  • સંશાધનોની સ્‍થિતિમાં નવીનીકરણ અને સુધારો.
  • વિવિધ ઈનપુટ ડિવાઈસો જરૂરી છે જેના દ્ધારા સંચાલન પ્રક્રિયાને વેગ આપી શકાય તેમજ લોકોને આકર્ષિ શકાય.
  • માહિતીના સરળ પ્રસ્‍તુતીકરણ માટે એવા હાર્ડવેર અને સોફટવેરની જરૂરિયાત કે જેને લોકો સરળતાથી સંચાલન કરી શકે જેવા કે ટચ સ્‍ક્રીન કિયોસ્‍ક.
  • હાર્ડવેરની ક્ષમતા, સંગ્રહણ અને મેમરીના આધારે માહિતીનો ડેટાબેઝ ઉપયોગકર્તા આધારિત હોવો જોઈએ. આ માટે ઉપયોગકર્તાઓને ફોટો સાથેનું ઓળખપત્ર આપી  ભવિષ્‍યની સેવાઓ માટે સરળતા કરી શકાય.
  • કિયોસ્‍ક ખાતે એપ્‍લીકેશન સ્‍વીકારી તેને પ્રોસેસ કરી આપવા સુધીની સગવડનું કમ્‍પ્‍યૂટીકરણ કરવું જોઈએ.
  • કિયોસ્‍ક ભાવિ પરિવર્તનોને સમાવી શકે તેવી સોફટવેર સંરચના હોવી જોઈએ જેમકે લોક ઉપયોગી ગ્રામીણ ATM સેન્‍ટરને પણ સહાય કરી શકે.
  • કિયોસ્‍કની ટેકનિકલ વ્‍યવસ્‍થા લોકપ્રેરીત બની શકે અને લોકો તેમાં વિશ્‍વાસ સંપાદન કરી શકે તેવી તમામ શહેરી સેવાઓ ક્રમશ:અહીં ઉપલબ્‍ધ કરી શકાય તે અવકાશ સાથે હાર્ડવેર, સોફટવેર અને સંશાધનોનું અપેડેશન આવશ્‍યક છે. આથી લાંબાગાળા સુધી આ વ્‍યવસ્‍થા સ્‍પર્ધાત્‍મક યુગમાં ટકી રહી શકે.
  • કિયોસ્‍ક ખાતે સંચાર માઘ્‍યમનું માખળું પ્રમાણિત હોવુ જોઈએ જેથી ઈન્‍ટરનેટ અને ઓન લાઈન કનેકટીવીટી નિરંતર મળી શકે જે માટે સેટેલાઈટ લીંકેજ, વાઈ-ફાઈ, લાસ્‍ટ માઈલ, રેડિયો કે મેશ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તે ઈચ્‍છનીય છે.

  ટૂંકમાં કિયોસ્‍ક વ્‍યવસ્‍થા ગ્રામીણ ક્ષેત્રના સંદર્ભમાં નીચેના સૂચિત નેટવર્ક મૉડલ આધારિત વિચારી શકાય જે વિકાસના સંદર્ભમાં સમગ્રતાને સમાવિષ્‍ટ કરી શકે.

  સૂચિત ICT નેટવર્ક

  સૂચિત નેટવર્ક વ્‍યવસ્‍થાને ચાર સ્‍તરમાં વહેચવામાં આવેલ છે. આ ચાર સ્‍તર દ્ધારા સમગ્ર નેટવર્ક પ્રણાલી ગ્રામ વિકાસ માટે કાર્ય કરતી સંસ્‍થાઓ અને ગ્રામીણ સ્‍તરે આવેલી તમામ સંસ્‍થાઓ દ્ધારા સંકલિત થઈ ને ગ્રામીણ લાભાર્થીઓને તેમની જરૂરિયાત અને પાયાની બાબતો થી સાંકળી લેશે.

  સ્‍તર : 1

  હાલ આ વ્‍યાપને વિસ્‍તૃત કરવા માટે આ સ્‍તર દ્રારા સરકારી વિભાગો, ધંધાકીય એકમો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને રાજયના નેટવર્ક GSWAN સાથે ડિજીટલ ઓનલાઈન જોડાણ દ્રારા જોડી શકાય.

  સ્‍તર : 2

  અહી સરકારી, ધંધાદારી અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના ટેકનિકલ નેટવર્કને મઘ્‍યસ્‍થ સર્વર નેટવર્ક વ્‍યવસ્‍થા સાથે માળખાગત સુવિધા આધારિત જોડાણ અને અપડેટ કરવાની જરૂરિયાત ઊંભી થશે. આ સિવાય રીમોટ એકસેસ સર્વર જેવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દ્રારાહયાત વ્‍યવસ્‍થાને વેબ એપ્‍લીકેશન માટે તૈયાર કરવાની જરૂરિયાતનો પણ સમાવેશ થાય છે. સ્‍થાનિક નેટવર્ક પ્રણાલી ઘ્‍વારા કોમન સર્વિસ સેન્‍ટરની સેવા પણ મુખ્‍ય કેન્‍દ્ર ઘ્‍વારા અહી આપી શકાય. આ સ્‍તર ઉપર સલામતી અને ઉપભોકતાના ધોરણો આવશ્‍યક બને છે.

  સ્‍તર : 3

  આ સ્‍તર ઘ્‍વારા આ સેવાને સરકારી કેન્‍દ્ર તરીકે પંચાયત, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના કેન્‍દ્ર ઉપર કે ધંધાદારી એકમ તરીકે પ્રમાણિત ધોરણે તમામ કાર્યપઘ્‍ધતિ ગામ લેવલે ઉપલબ્‍ધ કરી શકાય છે. ગામની વસ્‍તીને ઘ્‍યાન પર લઈ અલગ અલગ પ્રકારના કિયોસ્‍ક સેન્‍ટરોની વિભાવના શકય છે. વિવિધ સ્‍વરૂપના રોજગાર લક્ષી  ટેકનો સેન્‍ટર ઘ્‍વારા ગ્રામીણ  ટેકનોલોજીકલ નોકરીની તકો અને ધંધાકીય ખ્‍યાલ પણ વિકસાવી શકાય તેમ છે. ગ્રામ્‍ય સ્‍તરે સરકારનું નેટવર્ક GSWAN પણ ઉપલબ્‍ધ હશે તેથી સંકલન કરીને વધુ સ્‍થિતિ-સ્‍થાપકતા લાવી શકાય તેમ છે.

  અહી ગ્રામીણ નેટવર્ક વ્‍યવસ્‍થા સાથેના જોડાણ માટેની નેટવર્ક ટેકનોલોજી (બ્રોડબેન્‍ડ-સેટેલાઈટ-રેડિયો-વાઈ ફાઈ-મેશ-લાસ્‍ટ માઈલ-અન્‍ય વિકલ્‍પ) આધારિત અનુરૂપ માળખાગત સુવિધા ઊભી કરવાની જરૂરિયાત પડશે. આ પ્રોજેકટ PPP અમલીકરણ ઉપર કાર્યરત હોવાથી જુદી જુદી સંસ્‍થાઓ કે કંપનીઓ સાથે જોડાઈને ગ્રામ વિકાસનું કાર્ય કરી શકે તેમ છે.

  સ્‍તર : 4

  ગ્રામીણ લાભાર્થીઓ માહિતી મિત્રનો સીધો જ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત માહિતી મિત્રની FORTH COMMINGટેકનોલોજી આધારિત મોબાઈલ વિભાવના અને ઈન્‍ટરનેટ આધારિત સેવાઓ પણ ઉપલબ્‍ધ થઈ શકશે. શહેરમાં ઉપલબ્‍ધ સેવાઓનો અહેસાસ પણ ગ્રામ ક્ષેત્ર લઈ શકશે.

  માળખાગત અને વહીવટી સંરચના

  (ર).માળખાગત અને વહીવટી સંરચના

  સૈદ્ધાંતિક ખ્‍યાલ

  સંચાલન કક્ષાએ સુસંગત સંરચના માટે નીચે પ્રમાણેની વ્‍યવસ્‍થાપકીય લાક્ષણિકતાઓનો સમાવેશ કરેલ છે. વ્‍યવસ્‍થાપનનો કોર શબ્‍દ મેનેજ (MANAGE) દ્રારા શાબ્‍દિક સ્‍પષ્‍ટીકરણ કરી શકાય છે જે આપણને સંચાલન માટે યોગ્‍ય દોરવણી આપે છે.

  M        =        Man Oriented  (માનવલક્ષી)

  A        =        Able to adopt or adjust change

  (પરિવર્તનનો સ્‍વીકાર)

  N        =        No conflict  (ઘર્ષણ કે સંઘર્ષથી દૂર)

  A        =        Adopt unity  (એકતા (સંકલન)નો સ્‍વીકાર)

  G        =        Goal Oriented  (ઘ્‍યેયલક્ષી)

  E        =        Enterprising / Empowered the target group

  (સાહસિકતાનો વિકાસ/સંભવિત જોખમ માટે લક્ષ્યજૂથને સશકત બનાવવું)

  વ્યવસ્થાતંત્રીય સમજૂતી

  ત્રિ-સ્‍તરીય વહીવટી સંરચના

  (લોક ઈનપુટ અને લોક જરૂરિયાતોના આધારે સેતુ માહિતી મિત્રને પ્‍લેટફોર્મ અપાવવું તેમજ જરૂરી આઉટપુટ માટે માર્કેટ શકયતાઓ ઊભી કરવી)

  સ્‍તર : 3 ગ્રામ સ્‍તરે મોબાઈલ વાન ઓપરેશન

  ગ્રામમિત્રો ઊભા કરવા જે જનસંપર્ક અને માર્કેટીંગતરીકે કામ કરશે અને માહિતીની મોબાઈલ માર્કેટીંગ વિભાવનાને અમલમાં મુકશે. આ જૂથ અભિપ્રેરિત થઈ સક્રિય રીતે પોતાની આગવી ભૂમિકા નકકી કરી શકે તે માટે જરૂરી છે કે એમને LIC સંગઠનની જેમ કમીશન અથવા નાણાંકીય ટેકો મળવો જોઈએ. આ પ્રયત્‍ન વધારાનું આર્થિક ભારણ સૂચવતો નથી. એના ઘ્વારા ઉપયોગકર્તાઓની સંખ્‍યા અને ઉપયોગનું પ્રમાણ વધશે અને એમાંથી જ નાણાંકીય ખર્ચ અંગેની જોગવાઈઓ થશે. ગ્રામ સ્‍વરાજની વિભાવના આધારિત નાના નાના ગ્રામ એકમોમાં માહિતી નેટવર્કને ઉપયોગી અને વધુ અસરકારક બનાવશે. નીચે થી ઉપર સુધી માહિતી સંચારની વ્‍યવસ્‍થાને મજબૂત બનાવી નવી તકોનું સર્જન તેમજ તેમને ઝડપી લેવા માટે ક્ષમતાવર્ધકની કામગીરી પૂરી પાડશે.

  સંચાલકીય પ્રણાલીનો વિકાસ

  ઈનપુટ વ્‍યવસ્‍થાપન

  માહિતીની જરૂરિયાતનો મુખ્‍ય હેતુ ગ્રામીણ સમુદાયની માહિતી અંગેની જરૂરિયાતો સમજવાનો છે. અહીં જમીન સ્‍તરની પ્રવર્તમાન અને પૂર્વકાલીન જરૂરિયાતોને ઘ્‍યાનમાં લઈ માહિતીનું સ્‍વરૂપ નકકી કરવા માટે વિષય વસ્‍તુનું વિશ્‍લેષણ, સ્‍થાપિત સમુદાયની માહિતી, વિશ્‍લેષિત પ્રણાલી, પ્રોફાઈલનું વિશ્‍લેષણ અને પ્રાથમિકતાનું નિર્ધારણ જેવા ઘટકોને આધારભૂત માનવામાં આવેલ છે. ટૂંકમાં માહિતીનો વિસ્‍તાર, શુદ્ધતા, અપડેશન, પ્રામાણિકતા, જરૂરિયાત મુજબ આર્થિક લિંકેજની ઉપલબ્‍ધતા યોજનાની પ્રમુખ બાબતો છે જે નીચે પ્રમાણેની બાબતોના માઘ્‍યમ દ્રારા મેળવી શકાય તેમ છે.

  વિકાસમંચ

  • સરકારી, ગેર-સરકારી અને અર્ધ-સરકારી સંસ્‍થાઓ દ્વારા સંચાલિત યોજનાઓની અપડેટ માહિતી જેવી કે ફોર્મ, પ્રમાણપત્રો, દસ્‍તાવેજ, વોટર લીસ્‍ટ, રોજગારીની તકો, લાયસન્‍સ, પરમીટ કે લાભના સ્‍ત્રોત વગેરે.
  • કેન્‍દ્ર - રાજય - જિલ્‍લા-તાલુકા અને સ્‍થાનીય સ્‍તર સુધી સાર્થક નેટવર્કીગ.
  • ક્ષેત્રની ડેમોગ્રાફીક પ્રોફાઈલનું નિરંતર અપડેશન.
  • સ્‍થાનીય સ્‍તરે લોકોની વિકાસલક્ષી જરૂરિયાત નિર્ધારણ પ્રોફાઈલ.
  • સંસ્‍થા સંપર્કનો માર્ગ.
  • વિસ્‍તારની હકીકત.
  • વિકાસની તકો.

  સફળ વિકાસની ગાથા.

  ધંધાકીય જગત

  • સ્‍થાનિક જરૂરતો, ઉત્‍પાદન અને સેવાઓની પ્રકૃતિ પ્રમાણે વૈશ્ચિક સ્‍તર સુધી પોષણક્ષમ બજારની શોધ.
  • બજાર અને સ્‍થાનિક સ્‍તરની વિશ્‍લેષિત માહિતીનું અદ્યતન ઈનપુટ (પ્રાથમિક ક્ષેત્રના ભૌતિક ઉત્‍પાદન, દ્ધિતીય ક્ષેત્રના પ્રોસેસડ્‍ ઉત્‍પાદન અને સેવાઓ) તૈયાર કરી સંબંધિત સંસ્‍થાઓને પૂરો પાડવો.
  • માંગ અને પૂરવઠાની સ્‍થિતિમાં સંતુલન અને બજાર પર્યાવરણ પર અંકુશમાં લોકોની મદદ કરવી.
  • લોકો અને બેકિંગ સાથે જોડાણ.
  • સ્‍થાનિક સંસ્‍થાના આધારે સ્‍વ વિકાસ.
  • પરંપરાગત સ્‍ત્રોત અને મળતા લાભો.

  યુવાનોને કારર્કીદી વિકાસ માટેના વિશિષ્‍ટ પેકેજ

  • સરકારી ક્ષેત્રની સેવાઓ પ્રત્‍યે યુવાનોની ભાગીદારી વધારવી.
  • યુથ પ્રોફાઈલ
  • પ્‍લેસમેન્‍ટ એજન્‍સીઓ સાથે જોડાણ.
  • રોજગારી, સ્‍વ-રોજગાર અને તાલીમની તકો સાથે સંયોજનની માહિતી.

  મૂળભૂત જરૂરિયાતો

  • જીવન ધોરણ, આરોગ્‍ય, પાણી, પરિવહન, શિક્ષણ, આકસ્‍મિક સેવાઓ.
  • વ્‍યવસાય સંબધી સેવાઓ (ખેતી, પશુપાલન વગેરે)
  • ન્‍યાયિક બાબતો (હકો, જવાબદારીઓ, ફરિયાદ નિવારણ, કોર્ટ કેસની માહિતી)

  અન્‍ય જાહેરાતો

  • (રસીકરણ, સરકારી સંસ્‍થાઓની મુલાકાત, કેમ્‍પ, ઋતુ પ્રમાણે રોગોની સમજ અને ઉપચાર, તહેવાર, સ્‍કૂલ/કૉલેજ એડમીશન પ્રક્રિયા, સ્‍વચ્‍છ વાતાવરણ સમજ-ઝૂંબેશ-કાયદો-રક્ષણ)
  • ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ
  • રોજે રોજની માહિતી (વસ્‍તુ કિંમત-માર્કેટ-હવામાન-મુલાકાત પત્રક)
  • લગ્ન સંસ્‍થા
  • મનોરંજન
  • જયોતિષ
  યલો પેજીસ

  ઉપરોકત પાંચ બાબતોનો સમાવેશ ઈનપુટ વ્‍યવસ્‍થાપન દ્રારા કરી શકાય અને પ્રક્રિયાત્‍મક આઉટપુટ દ્રારા ગ્રામ વિકાસ માટેની વ્‍યવસ્‍થાને મજબૂત કરી શકાય.

  પ્રક્રિયા સંરચના

  માહિતી મિત્રની ઉપયોગિતા વધારવા માટે સ્‍થાનિક સ્‍તરથી બજાર સુધીના પ્રયાસોના મૉડલનો આધાર માર્કેટેબિલિટી એપ્રોચ અને ઈફેકટીવ અવેરનેસ બિલ્‍ડીંગ ઉપર છે. આ માટે કોઈપણ ફી વગર અપડેટેડ માહિતીનું સ્‍થાનિક ભાષા કે સરળ રીતે પ્રાથમિક માહિતીનો સમાવેશ કરીને જરૂરી મુખ્‍ય પ્રક્રિયાઓ અને ડોકયુમેન્‍ટ દ્રારા દર્શાવીને કરી શકાય તેમ છે. પ્રાથમિક માહિતીની રજૂઆત માકેટિંગની રીતે પહેલ તેમજ ગ્રાહક સંતુષ્‍ટિ માટેની મહત્‍વપૂર્ણ પ્રવૃત્તિ છે. બીજી બાજુ ICT ની ઉપયોગિતા અંગે જાગૃતિ દ્રારા નિર્ણય ઘડતરની ક્ષમતામાં વધારો કરી શકાય. તે અહી આપેલ ચિત્ર દ્રારા સ્‍પષ્‍ટ કરી શકાય છે.

   

   

   

   

   

   


  ઉપસંહાર

  ગ્રામ વિસ્‍તારના લોકોના ઉત્‍થાનમાં માહિતી સંચાર ટેકનોલોજીમદદરૂપ છે પણ તે વધુ અસરકારક સિદ્ધ થાય તે માટે વિવિધ પ્રોજેકટો ના વિશ્‍લેષણ અને સંશોધનાત્‍મક તારણો પરથી પ્રાપ્‍ત ભલામણો પર ઘ્‍યાન આપવું જરૂરી બને છે. લોકોની દ્યષ્‍ટિએ જે ઉણપ જોવા મળી છે તેમાં સંબંધિત સંસ્‍થાઓ/એજન્‍સીઓ સાથે જોડાણ અને પૂર્ણ પ્રક્રિયાની સમુચિત વ્‍યવસ્‍થાનો અભાવ છે. તેમજ લોકો સુધી વિકાસના લાભો પહોચાડવાના માર્ગે જે વિકાસ એજન્‍સીઓ કાર્યરત છે તે પણ હાલમાં ગ્રામ્‍યકક્ષાએ સ્‍થાપિત કિયોસ્‍ક (કોમન સર્વીસ સેન્‍ટર) સિસ્‍ટમનો ઉદ્‌શપ્રેરક ઉપયોગ કરી શકયા નથી, પરિણામ સ્‍વરૂપ લોકો લાભાન્‍વિત થઈ શકતા નથી. બીજી બાબત ધંધાકીય ક્ષેત્ર સાથે સંકડાયેલી છે એના અનુસંધાને જો ઈન્‍ફો કિયોસ્‍ક ઉપર વિવિધ સુધારેલ માહિતીનો ઉમેરો કરી ઈનપુટને સમૃદ્ધ કરવામાં આવે તો આર્થિક ક્ષેત્રે ઝડપી પરિવર્તન અને ક્રાંતિનો સૂત્રપાત થઈ શકે.

  માહિતી સંચાર ટેકનોલોજી ગ્રામ વિકાસમાં અગત્‍યની ભૂમિકા ભજવે છે અને ટેકનોલોજીકલ ઈનપુટનું સ્‍વરૂપ સ્‍થાનિક લાક્ષણિકતાઓને પણ અવરોધતું નથી. ટેકનોલોજી ઉપયોગના સંદર્ભે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી એવું વલણ ધરાવતા હતા કે જે ટેકનોલોજી લોકોની સ્‍વાલંબનની પ્રક્રિયાને બંધન ન કરતી હોય અને સામાન્‍ય માનવીના જીવન ધોરણ તેમજ આવકના સ્‍ત્રોતને અસર કરતી ન હોય તો એને અપનવવામાં વાંધો નથી. ટેકનોલોજી વિશે ધારણા રહેલી છે કે તે આધુનિકરણ દ્રારા જૂની વ્‍યવસ્‍થાને હટાવી દે છે, પણ માહિતી સંચાર ટેકનોલોજી અભિગમ વિશે આવું નકકી થતુ નથી. સામાન્‍ય માનવ જીવનની રોજબરોજની સમસ્‍યાના સમાધાનમાં તેમજ લોકો અને તંત્ર વચ્‍ચે સાર્થક સંવાદશીલ કાયમ કરવાની દિશામાં ટેકનોલોજી આગવું પ્રદાન સુનિશ્‍ચિત કરે છે. ટેકનોલોજીના સંદર્ભમાં  શહેરીકરણ અને આધુનિકરણ આધારિત વિકાસ અત્‍યાર સુધી એકબીજાના પર્યાય ગણાતા પણ હવે એનો પ્રવાહ ગામડા તરફ થયો છે જેથી છેવટના જરૂરતમંદ લોકો ટેકનોલોજીથી લાભાવિન્‍ત થઈ શકે. ગ્રામ વિકાસ માટે સ્‍થાપિત સરકારી, અર્ધસરકારી કે ગેર સરકારી તંત્ર વચ્‍ચે કાર્યકારી સંવાદનો પુલતૂટી ગયો છે એવું આઝાદીના 68 વર્ષ પછી પણ મહેસુસ થાય છે. આથી લોકોની સમસ્‍યાઓનું સમયસર સમાધાન મળતું નથી અને તેની અસર જીવન ધોરણની ગુણવત્તા ઉપર થાય છે. ઉપરોકત સ્‍થિતિમાં સુધારની શરૂઆત માહિતી ઈનપુટના સરળ આદાન પ્રદાનની વ્‍યવસ્‍થા સાથે કરવામાં આવેલી છે. લોકોના સમ્‍પોષિત વિકાસના સંદર્ભે અસરકારકતાનું વિશ્‍લેષણ કરી પોતાને તે ટકાઉ વિકાસની સાથે આ દિશામાં પાયાની કામગીરી કરી શકે તે છે.

  સંદર્ભ

  • Ancher D. W (1973), Rural Development: Process and Strategy, International Review.
  • Sarthi Parth G. (1981), Integrated Rural Development: Concept theoretical base and contradiction in Rural development in india. Agricol publication
  • Azad Gulabsih (1992), Gramin vikas samiksha, NIRD, Hyiderabad
  • Ministry of Statistics and Programme Implementation (2002: 13).
  • NeGP PLAN, National institute of smart Governance, Hyderabad.
  • Madon, Sirin (2004). Evaluating the developmental impact of e-governance initiatives: An exploratory framework. In, M. P. Gupta, ed. Towards E-Government. New Delhi: TataMcGraw-Hill.
  • Atanu Garai and B. Shadrach, Taking ICT to Every Indian Village Opportunities and Challenges.
  • Asian-Pacific development on ICT, Survey of ICT in developing country.
  • TRAI. Growth in telephony. Online: http://www.trai.gov.
  • J. Satyanarayan. e-Governance … the science of the possible.
  • Kenneth Keniston- "IT Experience in India : Bridging the digital divide". New Delhi. Sage publication
  • www.itforchange.com
  • Ministry of Information & Broadcasting. Website.
  • MSSRF (2004). Impact of ICTs in rural areas (India): Phase II - Information Village Research Project terminal report (2000-2004). Chennai: MSSRF.
  • Sen, Amartya (1982). Choice, welfare and measurement. Oxford: Basil Blackwell.
  • Drew, E. and F. G. Foster, Eds. (1994). Information technology in selected countries. Tokyo: United Nations University Press.
  • Hamelink, Cees J. (1997). New information and communication technologies, social development and cultural change. Geneva: UNRISD.
  • Mansell, R. and R. Silverstone (1996). Communication by design: The politics of information and communication technologies. Oxford: Oxford University Press.
  • Human development report
  • Global Information Technology Report.. World Economic Forum. <http://www.weforum.org>
  • ICT4D Report-Information & Communication Technologies for Livelihoods.
  • Robert Hunter Wade (2002): Bridging the Digital Divide: New Route to Development or New Form of Dependency? Global Governance, Journal Vol. 8,
  • Hernan Galperin, Wireless Networks and Rural Development: Opportunities for Latin America, Spring 2005, Vol. 2, No. 3,
  • Zhao Jinqiu, Hao Xiaoming and Indrajit Banerjee The Diffusion of the Internet and Rural Development, Nanyang Technological University, Singapore.
  • Stanca L (2005) In focus: Italy, egov, July 2005, Volume 1, Issue 4, Centre for Science, Development and Media Studies, New Delhi, India.
  • Abbasi S (2005) Capacity Building and Institutional Framework for e-Governance, egov, August 2005, Vol 1, Issue 5
  • Bhatnagar, World Bank, n.d., E-Government: Opportunities and Challenges, http://siteresources.worldbank.org
  • Chandrashekhar R (2005) Focusing on outcomes through NeGP, egov, August 2005, Vol 1, Issue 5, Centre for Science, Development and Media Studies, New Delhi,
  • Ratan N (2005) National e-Governance Plan of India: Driving Good Governance using ICT, egov, July 2005, Volume 1, Issue 4, Centre for Science, Development and Media Studies, New Delhi, India.
  • Shireesh Reddy Annam (2005): ICT as Tool for Rural Development, Indian Institute of Technology, Kanpur.
  • MATHUR Akshay, ICT and rural societies : Opportunities for growth; The International information and library review : 2005, vol. 37
  • Bowonder and Gopi BodduInternational Journal of Services Technology and Management, Volume 6, Number 3-5/2005, 356– 378
  • Pande, Amit S. and Subramanya. R. Jois. “EGovernance in Bellandur: A Success Story in IT for Rural Development.”
  • eSevaOnline. http://www.esevaonline.com
  • Gyandoot (2005)  http://www.gyandoot.net
  • Kuppam iCommunity
  • ITC. e-Chaupal (2005)
  • Information Village Research Project, Union Territory of Pondicherry.
  • n-Logue (2005).  http://www.n-logue.com
  • Paul, John. “What Works: n-Logue’s Rural Connectivity Model,” World Resources Institute, Dec. 2004.
  • “Memorandum of Understanding for the Wired Villages Project.”
  • http://www.warana.org/
  • B. Bowonder, B R Raghu Prasad and Anup Kotla:  ICT application in a dairy industry:The e-experience of Amul.
  • Using ICT Platforms for Reducing Digital Divide
  • Ajay Narayanan, Akshaay Jain and B. Bowonder : Providing Rural Connectivity Infrastructure, ICT Diffusion through Private Sector Participation
  • Vivek Talwar, Nrupesh Mastakar and B. Bowonder : ICT Platform for Enhancing Agricultural Productivity: The case study of Tata Kisan Kendra
  • Arun Tiwari, Giridharan, Yogita Bhanu and B R Raghu Prasad : The Telemedicine Experience of Care Hospitals.
  • Akshaya : e-literacy Project. http://www.akshaya.net
  • Bhoomi, Computerizing Land records, Karnataka state.
  • Gram Sampark, Madya Pradesh state www.mp.nic.in/gramsampark/
  • Mahiti shakti Project, Gujarat.www.mahitishakti.org
  • The Honey Bee Network.  www.honeybee.org
  • E-commerce Project by Sewa.
  • Community Radio-Kutch Manila Vikas Sangathan (KMVS)
  • Lakshmi, Rama. “Community Radio Gives India's Villagers a Voice”,
  • Video for Women Enpowerment. www.sewa.org
  • Janmitra Project. www.rajasthan.gov.in
  • Young IT development Programme. www.yuva.com
  • Rural Emplyment Portal.  www.ruralnaukri.com
  • Integrated local wireless project in Maharastra. www.mssrf.org
  • e-Tapal in Indian Language. www.e-tapaal.com
  • GIS And Grassroot planning.  www.csdms.org
  • Gill S.S (2004) Information Revolution and India- A Critique, Rupa & Co, New Delhi, India.
  • Gupta M.P (2004) Promise of E-Governance: operational challenges, Tata McGraw- Hill Publishing Company Limited, New Delhi, India.
  • Prabhu C.S.R (2004) E-Governance-Concepts and Case Studies, Prentice Hall Of India Private Limited, New Delhi, India.
  • Dhiren Patel (2006). Doctoral Thesis : Computerization of Swarnajayanti Gram Swarojgar Yojana : Analysis, Design and Interpretation.Gujarat Vidyapith: Ahmedabad.
  • Dhawan, V. (2004). Critical Success Factors for Rural ICT Projects in India: A study of n-Logue projects at Pabal and Baramati. Masters Thesis, Mehta School of Management, Indian Institute of Technology, Bombay.
  • Jain, Nirmal (2006). Evaluation of Mahiti Mitra Project. Master Thesis, IRMA, Anand.
  • http://www.digitaldividend.org
  • http://ruralinformatics.nic.in
  • www.gujaratinformatics.org
  • Digital india programme resources www.digitalindia.gov.in
  • https://www.digitalgujarat.gov.in/

  લેખક પરિચય

  p>

   

  2.87804878049
  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top