મારું રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું?
રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે.
અરજી પત્રક નમુનો -૯ (નવ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
મને બારકોર્ડેડ રેશનકાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી મળી શકે?
રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને તેમનું માન્ય રેશનકાર્ડ જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે મળશે. વધુમાં ચાલુ માસ દરમ્યાન મળવા પાત્ર આવશ્યયક ચીજવસ્તુ ઓની તથા ભાવની માહિતી મેળવવા અહી ક્લીક કરો.
નવું બારકોર્ડેડ રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?
નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના-ર (બે) માં અરજી કરવી તથા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.
અરજી પત્રક નમુના -૨ (બે) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
ફોર્મ ભરતી વખતે જરુરી વિગતો સાથે રાખવાની માહિતી માંટે અહી ક્લીક કરો.
નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટે કયા પુરાવાની જરુરીયાત રહેશે?
નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવું
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું?
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.
અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમના કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું.જે કાર્ડધારકો નવું બારકોડેડ રેશનકાર્ડ ધરાવે છે અથવા તો જેમણે નવા બારકોડેડ રેશનકાર્ડનું ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના નવા બારકોડેડ રેશનકાર્ડમાં કુટુંબના સભ્યોીના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પુરતી વિગતો સાથે અનુક્રમે નમુના નં. ૩ અને નમુના નં. ૪ મુજબની અરજી જનસુવિધા કેન્દ્ર પરથી ATVT ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.
અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
વધુમાં નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા તેમજ નામ કમી કરવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો.
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું?
ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.
અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
મારું રેશનકાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું?
સરકારશ્રીની નવી યોજના પ્રમાણે બાર્કોડેડ રેશન કાર્ડ ધારકને કાર્ડ બદલવાની જરુર નથી પરંતુ માત્ર સરનામું અને તે વિસ્તાેરના દુકાનદારનું નામ સુધરાવવાનું રહેશે.
બારકોર્ડેડ રેશનકાર્ડમાં કેટલી શ્રેણીઓ ઉપલબ્ધ છે?
રેશનકાર્ડમાં ઉપલબ્ધ શ્રેણીઓની વિગત મેળવવા માટે અહીં ક્લીક કરો.
નવું બારકોડેડ રેશનકાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય?
નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.
અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડ વિભાજનથી મેળવવા શું કરવું.
જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળ ના જનસેવા કેન્દ્રોડ અને શહેર વિસ્તાનરમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહે છે.
એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મ માં સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જનસુવિધા કેન્દ્રન પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.
અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
વધુમાં રેશનકાર્ડ વિભાજનથી મેળવવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો.
મારે જાણવું છે કે કેટલા રેશનકાર્ડ મારી દુકાને જોડાયેલ છે?
તમારી દુકાને જોડાયેલા રેશનકાર્ડની વિગત માટે અહીં ક્લીક કરો.મારા રેશનકાર્ડની વિગતોની ખાતરી ઈન્ટરનેટની મદદથી ઓનલાઈન કેવી રીતે કરી શકાય?
આપના રેશનકાર્ડની વિગતોની ઈન્ટરનેટની મદદથી ઓનલાઈન ખાતરી કરવા અહીં ક્લીક કરો.
સ્ત્રોત: અન્ન અને નાગરીક પુરવઠા.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020