অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કંપની સેક્રેટરીની કારકિર્દી

કંપની સેક્રેટરીની કારકિર્દી

કંપની સેક્રેટરીની કારકિર્દી વિષે કંઇક કહો

આ વિશેષિત કાર્ય માટે સેક્રેટરી શબ્દનો ઉપયોગ જે આ વિભાવના માટે નવા હોય તેમના માટે ગેરમાર્ગે દોરનાર છે. કંપની સેક્રેટરીને નિયમિત સચિવીય (સેક્રેટરીયલ) કામ સાથે કંઇ લાગતું વળગતું નથી. કંપની સેક્રેટરી વ્યાયવસાયિક છે. કોર્પોરેટ તંત્રમાં તેમની ભૂમિકા કાનૂની બાબતો માટે સલાહકારની છે. કંપની અધિનિયમ મુજબ જે કંપનીઓની ભરાયેલી (પેડ અપ) મૂડી ઓછામાં ઓછી રૂ. ૫૦ લાખની હોય તેમણે વૈધાનિક જરૂરિયાત મુજબ કંપની સેક્રેટરી નીમવાની જરૂર પડે છે. કંપનીની વ્યનવસ્થાકમાં કંપની સેક્રેટરી મહત્વનો સભ્યે છે

ભારતની કંપની સેક્રેટરી સંસ્થા ની ભૂમિકા કઇ છે ?

ભારતમાં કંપની સેક્રેટરીનો વ્યંવસાય વિકસાવવા અને તેનું વિનિયમન કરવા કંપની સેક્રેટરી અધિનિયમ, ૧૯૮૦ હેઠળ ભારતની કંપની સેક્રેટરી સંસ્થા રચવામાં આવી છે. આ વ્યેવસાયનું મૂળ ૧૯૬૦ સુધી શોધી શકાય છે. તે વખતે કંપની લૉ બોર્ડે કંપની સેક્રેટરીનો અભ્યાનસક્રમ શરૂ કર્યો અને તેના પરિણામે કંપની સેક્રેટરીનો સરકારી ડિપ્લોટમા શરૂ થયો. કંપની સેક્રેટરીઓની સંખ્યારમાં જબરજસ્તથ વૃદ્ધિ થવાથી કંપની અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૨૫ હેઠળ ૧૯૬૯ માં ભારતની કંપની સેક્રેટરી સંસ્થાં રચાઇ. ભારતના કંપની સેક્રેટરીની સંસ્થારને કંપની સેક્રેટરી અધિનિયમ, ૧૯૮૦ હેઠળ વૈધાનિક મંડળમાં રૂપાંતર કરવામાં આવ્યુ

કંપની સેક્રેટરી શું કરે છે ?

કંપની સેક્રેટરીને જે સેવાઓની શ્રેણી માટે તાલીમ આપવામાં આવી છે તે વિશાળ છે. ખરેખર વ્ય્વહારમાં, તે જે કંપનીમાં કામ કરતા હોય તેના કદ પર આધાર રાખશે. કંપની જે પ્રકારની પ્રવૃત્તિઓમાં રોકાઇ હોય તેની કંપની સેક્રેટરી જે સેવાઓ આપવાના છે તેના પ્રકારને અસર કરશે. કંપની સેક્રેટરીનાં કાર્યો : કંપની સેક્રેટરીને કંપનીના એક મુખ્યર અધિકારી તરીકે માન્યે રાખવામાં આવ્યોી છે. તાલીમ દરમિયાન તે જે જ્ઞાન મેળવે છે તે તેને નાણાં, હિસાબ, કાનૂની વહીવટ અને કર્મચારીગણ વિભાગ જેવાં જુદાં જુદાં ક્ષેત્રોનાં કાર્યો કરવા માટે પૂરતા પ્રવીણ બનાવે છે. કંપની સેક્રેટરી તરીકે તાલીમથી વ્યાક્તિ નીચેની સેવાઓ આપવા માટે સજ્જ બને છે. સામાવિષ્ટ્ કરતાં જરૂરી કાનૂની પાસાં હાથ ધરવાં, હળવું ઉત્તેજન આપવું. એકત્રીકરણ કરવું, પુનર્રચના કરવી અને કંપનીને સમેટી લેવાની જવાબદારી કંપની સેક્રેટરીની છે. કંપની પબ્લિરક બની જાય, તો પબ્લિક ઇસ્યુર વ્યવસ્થા્ કંપની સેક્રેટરીની જવાબદારી છે. આંતર-કોર્પોરેટ મૂડી-રોકાણ અને લોન સાથે સંકળાયેલી બધી કાનૂની બાબતો પર કંપની સેક્રેટરી ધ્યાન રાખે છે. નિયામક બોર્ડની બેઠકો સાથે જોડાયેલી બધી જવાબદારીઓ કંપની સેક્રેટરીની છે. વ્યસવસ્થાય ટુકડીના બીજા સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરીને કાર્યસૂચિ તૈયાર કરવી, બેઠકો યોજવા અને બેઠકોને લગતું બધું રેકર્ડ જાળવવા માટે તે જવાબદાર છે. કેન્દ્રી ય / રાજ્ય વાણિજ્યિક વેરા, આબકારી કાયદા, શ્રમ કાયદા અને કોર્પોરેટ કાયદાને લગતી બધી બાબતો કંપની સેક્રેટરીએ હાથ ધરવાની હોય છે. આ બાબત તે જે કંપની માટે કામ કરતા હોય તેની જરૂરિયાતો પર આધાર રાખે છે. વ્યતવસ્થાા નિમણૂક માટેની અરજીઓ પર પ્રક્રિયા કરવાની, અરજીઓની વિગત જોવાની અને તેમનાં વેતનની પણ કંપની સેક્રેટરીની જવાબદારી છે. સંસ્થાગકીય નાણાં મેળવવાને લગતી બાબતો પણ કંપની સેક્રેટરી હાથ ધરે છે. આ અંગેની જવાબદારીઓમાં પરિયોજનાની મંજૂરી મેળવવી, પ્રસ્તુછત લાઇસન્સબ અને પરમિટ મેળવવી, ઇજારા અને નિયંત્રક વેપાર પ્રથા અધિનિયમ (MRTP) અને વિદેશી હૂંડિયામણ વિનિયમન અધિનિયમ અને બીજા કોઇ પ્રસ્તુ ત અધિનિયમ હેઠળની બધી જરૂરિયાતો પરિપૂર્ણ કરવી. કંપની સેક્રેટરી કંપનીમાં વાર્ષિક પત્રક પર સહી કરવા અને પરિસ્થિૂતિની માગ હોય ત્યાનરે કંપનીનું પ્રતિનિધિત્વર કરવા પણ અધિકૃત છે. ઉપરની ફરજો કંપની સેક્રેટરી પાસે શું અપેક્ષિત છે તેની સામાન્યર માર્ગદર્શક સૂચનાઓ જ છે.

કંપની સેક્રેટરી કોણ બની શકે ?

કંપની સેક્રેટરીની તાલીમ માટે પાયાના અભ્યા સક્રમ માટે ન્યૂસનતમ જરૂરી લાયકાત ૧૦ + ૨ અથવા સમકક્ષ પરીક્ષા છે. વાણિજ્ય અથવા બીજી કોઇ વિદ્યાશાખાના પરંતુ લલિત કલા સિવાયના સ્નાતક અને અનુસ્નાષતકને પાયાનો અભ્યાસક્રમ છોડી દઇ ઇન્ટરમીડિએટ પરીક્ષા માટે સીધો પ્રવેશ મેળવવાની છૂટ છે. આ મુક્તિ ઇન્ટીડી ટયૂટ ઓફ કોસ્ટ‍ એન્ડર એકાઉન્ટોન્ટળસ ઓફ ઇન્ડિભયાનો અભ્યાછસક્રમ અથવા બંને પૂરા કર્યા પછી વધુ સારા ભવિષ્ય માટે કંપની સેક્રેટરી અભ્યાટસક્રમ પસંદ કરી શકે. અભ્યાધસક્રમ : ઇન્ટીપની ટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા કાર્યક્ષમતાની જુદી જુદી કક્ષાની પરીક્ષાઓ લે છે. આ પરીક્ષાઓ પાસ કરે તેમને સંસ્થા નું સભ્યપદ આપવામાં આવે છે.

સંસ્થા નાં કેન્દ્રો કયાં કયાં છે ?

સંસ્થાનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે તેના કાર્યાલય કોલકાત્તા, ચેન્નાંઇ, દિલ્હીન અને મુંબઇમાં છે. સંસ્થાની ચાર પ્રાદેશિક કાઉન્સિલ અને ૩૬ ચેપ્ટ ર જુદાં જુદાં શહેરોમાં છે. તે આધારમાળખું પૂરું પાડે છે. તેની મારફત સંસ્થાઅ કામ કરે છે. આ અભ્યાંસક્રમ ટપાલ દ્વારા શિક્ષણ (પોસ્ટલ ટયુશન) અને વૈકલ્પિાક અનુશિક્ષણ (કોચિંગ) વર્ગોનું મિશ્રણ છે. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી આપવામાં આવે છે. ટપાલ દ્વારા શિક્ષણ અને સંપર્ક વર્ગોનું શિક્ષણ પૂરું થતાં, વિદ્યાર્થીએ વિકલ્પા આપ્યોં હોય તો વિદ્યાર્થી સંસ્થા એ યોજેલી પરીક્ષામાં બેસવા માટે પાત્ર છે. પરીક્ષા લેવાય તે મહિનાના ઓછામાં ઓછા નવ મહિના અગાઉ દરેક પરીક્ષાની નોંધણી કરાવવાની રહે છે. દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષાઓ ૩૬ કેન્દ્રો માં લેવાય છે.

કંપની સેક્રેટરી બનવા માટે કઇ કઇ કાર્યપદ્ધતિ છે ?

કાર્યપદ્ધતિ નીચે મુજબ છે. ૧૦ + ૨ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરો. પાયાના અભ્યાપસક્રમ માટે સંસ્થાય પાસે પ્રવેશ નોંધણી કરાવી ફરજિયાત. ટપાલ અનુશિક્ષણ પૂરું કરો. ઇન્ટ‍રમીડિએટ અભ્યાધસક્રમ માટે સંસ્થાપ પાસે નોંધણી કરાવો. સ્‍નાતકો અને જેમણે ઇન્ટી ટયૂટ ઓફ કોસ્ટી એન્ડક વર્કસ એકાઉન્ટઅન્સીો અથવા ઇન્ટિક અ ટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટફની પરીક્ષા પાસ કરી હોય તે સીધેસીધા આ કક્ષાએ આવી શકે છે. ઇન્ટટરમીડિએટ અભ્યાંસક્રમ માટે ફરજિયાત ટપાલ અનુશિક્ષણ પૂરું કરો. ઇન્ટટરમીડિએટ પરીક્ષા પાસ કરી આખરી અભ્યા સક્રમ માટે પ્રવેશ-નોંધણી કરાવો. આખરી અભ્યાિસક્રમ માટે ફરજિયાત ટપાલ અનુશિક્ષણ પૂરું કરો. આ સમય દરમિયાન, વિદ્યાર્થીએ પણ વ્યપવસ્થાણ તાલીમ અથવા આ સંસ્થાશએ માન્યિ કરેલ કંપની અથવા માન્યિ વ્યિવસાયી કંપની પાસે ઉમેદવારી (એપ્રેન્ટીસશીપ) કરવાની રહેશે. તાલીમની મુદત ૧૨ મહિનથી માંડી ૨૪ મહિના હોઇ શકે. તેનો આધાર તે પૂર્ણકાલિન કે અંશકાલીન છે. તેના પર છે. આખરી પરીક્ષા પાસ કરો. ચાર મહિનાની પ્રત્ય ક્ષ તાલીમ મેળવો. હવે વિદ્યાર્થી સંસ્થા નો સભ્ય્ બનવા માટે પાત્રતા ધરાવે છે. સહ-સભ્યમ તરીકે પ્રવેશ મળતાં, તે તેના નામ પછી વર્ણનાત્મ ક અક્ષરો ACS નો ઉપયોગ કરવાને પાત્ર છે. વ્ય્વસાયના સિનિયર સભ્યોન ફેલો-સભ્યA તરીકે પ્રવેશ મેળવવા પાત્ર છે. ફેલો-સભ્ય. તરીકે પ્રવેશ મળતાં, તેઓ તેમનાં નામની પાછળ FCS વર્ણનાત્મશક અક્ષરોનો ઉપયોગ કરવાને પાત્ર છે.

કયાં સ્થળોએ પરીક્ષા લેવાય છે?

આ સંસ્થા‍નું મુખ્યદ મથક નવી દિલ્હીમાં છે. તેની ચાર પ્રાદેશિક કચેરીઓ કોલકાત્તા, ચેન્નાથઇ, દિલ્હીગ, અને મુંબઇમાં છે. આ સંસ્થાની ચાર પ્રાદેશિક કાઉન્સિડલ છે. તેમના ક્ષેત્રાધિકારમાં ૩૬ ચેપ્ટીર છે. પૂર્વ પ્રદેશ : ભુવનેશ્વર, ગુવાહાટી, જમશેદપુર, પટણા, રાંચી, ઉત્તરનો પ્રદેશ : ચંદીગઢ, ફરીદાબાદ, ગાઝીયાબાદ, જયપુર, કાનપુર, લુધિયાણા, લખનૌ, મોદીનગર, નોઇડા (ઉત્તરપ્રદેશ), સીમલા અને ઉદેપુર. દક્ષિણ પ્રદેશઃ બેંગ્લોંર, કોઇમ્બીતોર, કોચીન, હૈદરાબાદ, મદુરાઇ, બેંગ્લોર, મહેસૂર, પોંડિચેરી, તિરુચિરાયપલ્લી, તિરુવંતપુરમ્, વિશાખાપટ્ટનમ. પશ્ચિમ પ્રદેશ : અમદાવાદ, ભોપાલ, ડોમ્બીરવલી, ગોવા, ઇન્દો્ર, નાગપુર, પુણે, સૂરત અને વડોદરા. આ ઉપરાંત આ સંસ્થારને ૧૬ સેટેલાઇટ ચેપ્ટરર છે. તે છે આગ્રા, અલ્હાેબાદ, ગુરગાંવ, જોધપુર, મીરતુયાવર, યમુનાનગર, વારાણસી, ભીલવાડા, બરેલી, ધારવાડ, કોટ્ટાયમ, થ્રિસુરું, વિજયવાડા, નાસિક, રાયપુર.

રોજગાર માટે કઇ કઇ શક્યતાઓ

આજનું વૈકલ્પિવક દ્દશ્યક કોર્પોરેટ સેક્ટરના વિકાસ પર કેન્દ્રિ ત છે. વૃદ્ધિના કારણે જુદા જુદા પ્રકારની કાયદેસરતા સ્વશયંભૂ આવી જાય છે. આ કંપની સેક્રેટરીના ક્ષેત્રાધિકારમાં આવે છે. તમામ સંબંધિત કાયદાઓની સંપૂર્ણ જાણકારી ધરાવતી વ્યેક્તિની સલાહ કંપનીઓને જોઇએ છે. આ સેવા કંપની સેક્રેટરી પૂરી પાડે છે. તેથી કોર્પોરેટ સેકટરમાં રોજગારની શક્યતા ઘણી ઊંચી છે. સરકારી સેકટરમાં, જાહેર સાહસ કાર્યાલય, સરકારી નાણાકીય સંસ્થાઓ, શેર બજાર (સ્ટોજક એકસચેંજ) જેવી સંસ્થાઓમાં પણ જગ્યાઓ છે. સરકારની બીજી જગ્યા ઓમાં પણ સરકારની કાયદા સેવાની હિસાબ શાખા રાષ્ટ્રી યકૃત બેન્કોયના નાણા, કાયદા હિસાબ અને વેપારી બેંકિંગ વિભાગમાં પણ જગ્યાબઓ છે. શૈક્ષણિક બાજુ ઝોક હોય તો યુનિવર્સિટીના વ્યાપખ્યા તા તરીકે વિકલ્પજ છે. અનુભવ અને નિષ્ણા ત જાણકારીનું સંસ્થારઓમાં અધ્યબક્ષ, ડિરેકટર, વ્યકવસ્થા પક, નિયામક જેવા ખૂબ ઊંચી કક્ષાના હોદ્દા પર નિમણૂક મેળવી શકે.

સ્ત્રોત: ઇ-નાગરિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate