મહેસૂલ વિભાગ : લોકાભિમુખ અભિગમ
- પારદર્શક અને મૈત્રીપૂર્ણ વહીવટ
- બદલાતી જરૂરિયાતો મુજબ નીતિ ઘડતર
- સેવા દાનમાં ક્રિયાઓ અને પધ્ધતિઓનું સરળીકરણ
- યોગ્ય ભૂમિ વ્યવસ્થાપન દ્વારા સંશાધનોનું જતન અને સંવર્ધન
- ક્ષમતા નિર્માણ અને જવાબદાર તંત્રનું ગઠન
આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો
- રાજય સ્તરે વિકાસ આયોજન ક્રિયા
- જિલ્લા્ સ્તરે ફાળવણી અને દેખરેખ
- વિભાગવાર અધિકારીઓની કામગીરી
- ગૂંચવણભરી અને અટપટી કાર્યવાહી
લોકોના દ્વારે જઇને દરકાર : અસરકારક સરકાર
- દેશમાં આ યોગ કરનાર ગુજરાત થમ રાજય
- સરકારનું વહીવટી તંત્ર નાગરિકોના દ્વારે પહોંચે એવી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ની સંકલ્પના.
- ૧૫૬ થી વધુ સેવાઓ એક જ સ્થળેથી મળી રહે એ માટે જનસેવા કેન્દ્ર ની વ્ય્વસ્થા
- તાલુકાના વિકાસ માટેનું આયોજન, ફંડની ફાળવણી અને કાર્યની સફળતા માટે દેખરેખની વ્યવસ્થા પણ તાલુકા સ્તરે જ
- રાજયના ૨૪૮ તાલુકાઓને લગભગ ૧૧૬, પ્રાંત હેઠળ જૂથમાં મુકી તાલુકા કક્ષાએ વહીવટનો નવતર પ્રયોગ.
- નવા ૫૭ પ્રાંતો ૩૯૬ નાયબ મામલતદારો, ૨૨૫ નાયબ કાર્યપાલક ઇજનેરો, ૨૨૫ મદદનીશ ઇજનેરો, ૩૩૯ કલાર્કો , ૨૨૫ પેટા હિસાબનીશો સહિત ૧૪૬૭ જગ્યાઓ ઉભી કરવામાં આવી.
- ભૌગોલિક અને સ્થાનિક પરિસ્થિતી અનુસાર ગામોની ફાળવણી કરી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનરે , રેન્જ ફોરેસ્ટ અધિકારી અને મહિલા અને બાળવિકાસ જેવા વિભિન્ન વિભાગોના અધિકારીઓ વચ્ચે ગામોના કલસ્ટાર (જૂથ) ની રચના
જનસેવા કેન્દ્રો
- ઇ-ગવર્નન્સના અભિગમનો સદંતર અભાવ
સામાન્ય જનની સેવાની પ્રતિબધ્ધતા
- રાજયના સમગ્ર વહીવટી વિસ્તારોમાં લોકાભિમુખ વહીવટની સ્થા પના માટે ૭ નવા જિલ્લા અને ૨૩ નવા તાલુકાઓની રચનાં
- રાજયના તમામ ૨૪૮ તાલુકાઓમાં જનસેવા કેન્દ્રો કાર્યરત
- જી-સ્વાન કનેકટીવીટીથી સુસજજ સેવા કાઉન્ટરો.
- પ્રત્યેક જનસેવા કેન્દ્રેમાં કોમ્યુટર, વેબકેમ અને પ્રિન્ટ્રો માટે રૂ. ૮.૨૪ કરોડની ફાળવણી.
- જનસેવા કેન્દ્રો ખાતે ત્વરિત અરજીઓના નિકાલની કક્ષા અને સમયમર્યાદા દર્શાવતી સુચનાઓની સિધ્ધિ
- પ્રત્યેક જનસેવા કેન્દ્રો ખાતે ઇ-સેવા સોસાયટીની રચના માટે રૂ.૨.૨૫ કરોડની ફાળવણી.
ઇ-જમીન
- દસ્તાવેજ નોંધણી અને ફેરફાર નોંધ માટે રજીસ્ટ્રાર, મામલતદાર, તલાટી જેવી અનેક સ્તરે કામગીરી થતી.
- સમય, શકિત અને નાણાંના વ્યય
- હસ્તલિખિત નકલો, મેન્યુઅલ ફેરફાર નોંધની જટીલ ક્રિયા હતી.
- જંત્રીના અભાવે જમીનોની કિંમત નકકી કરવામાં ઢીલ/ વિલંબ અને ખાતેદારોને થતી હેરાનગતિ.
પારદર્શક પધ્ધતિ : જીવની જેમ જમીનની જાળવળી
- ગુજરાતના તમામ ૨૪૮ તાલુકામાં ઈ-જમીન સેવા કાર્યાન્વિત, આપોઆપ ફેરફાર નોંધ પડવાનું આયોજન.
- દસ્તાવેજની નોંધણીથી શરૂ કરી ગામ નમૂના નં-૬, ૭/૧૨માં એન્ટ્રી અને ૧૩૫-ડી ની નોટીસ તૈયાર કરવા સધી રેકર્ડ ઓફ રાઈટની તમામ કામગીરી એક જ જગ્યાએ ઓનલાઈન.
- જમીનના વ્યવહારોમાં જમીન વેચાણ/ખરીદ કરનાર બંનેના ફોટોગ્રાફ, ફિંગરપ્રિન્ટ લેવાની જોગવાઇ.
- જમીનની કિંમત જંત્રી આધારિત, સ્થળ પર કોમ્પ્યુટરથી ચકાસણી
- દસ્તાવેજ ફીની સ્થળ પર ઈ-સ્ટેમ્પીંગ દ્વારા ભરવાની જોગવાઈ.
- ગામના નમૂના નં. ૬માં આપોઆપ્ ફેરફાર નોંધ પડવાનું આયોજન.
- સંબંધિત હિત ધરાવનાર માટે ૧૩૫-ડી ની નોટીસની તે જ સમયે બજવણી.
- ૭/૧૨માં મૂળ ખાતેદાર અને વેચાણ લેવાનારનું નામ નોંધાવામાં આવે છે.
- નોંધ માણિત થયે ફક્ત ખરીદનારનું નામ ૭/૧૨માં રહેશે.
- ગામ નમૂનાં નં ૭ અને ૧૨ અલગ કર્યા અને ગામ નમૂના નં. ૭ જમીનના નકશા સાથે આપવામાં આવે છે.
રી-સર્વે
- દર ૩૦ વર્ષે જમીન રીસર્વેની જોગવાઇ, પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષથી રીસર્વે થયો ન હતો.
- રીસર્વેની કામગીરી ખર્ચાળ અને ખૂબ માનવબળ માગનારી હોવાથી કામગીરી હાથ ધરાયેલ ન હતી.
- રેકર્ડમાં રસ્તા, નહેરો, બિન ખેતી મંજૂરીની અસર આપયેલી ન હતી.
જમીનનું યોગ્ય વ્યવસ્થાપન : ઉદારહણરૂપ અયોજન
- ઔદ્યોગિક હરણફાળ ભરી રહેલા રાજ્યમાં વિકાસના કામો માટે અદ્યતન અને સાચું જમીન રેકર્ડ ઉપલબ્ધ કરવાનો અભિગમ.
- અત્યાધુનિક ટેકનોલોજીથી રીસર્વેની કામગીરી ઝૂંબેશ સ્વેરૂપે શરુ કરી હાથ ધરનાર, ગુજરાત દેશમાં થમ રાજ્ય.
- જામનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, કચ્છ, સાબરકાંઠા, તાપી, વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં રી સરવેની કામગીરી ચાલુ.
- આણંદ, નર્મદા, સૂરત, પંચમહાલ, બનાસકાંઠા, ખેડા, ભાવનગર, મહેસાણા, વલસાડ, દાહોદ, અમરેલી અને નવસારી જિલ્લાઓને વર્ષ : ૨૦૧૨-૧૩માં આવરી લેવાનું આયોજન.
- ગુજરાતની રીસર્વેની કામગીરી અન્ય રાજ્યો માટે ઉદારહરૂપ, અન્ય રાજ્યો દ્વારા સ્થળ મુલાકાત અને અભ્યાસ.
- વર્ષ-૨૦૧૫ સુધીમાં સમગ્ર રાજ્યને આવરી લેવાનું આયોજન.
સીટી સર્વે
- મિલકતોને માણિત કરવા માટેની હક્ક ચોક્સી કામગીરીમાં વિલંબ.
- શહેરી વિસ્તારમાં ઝડપથી થતા મિલકત વધારા સામે ઘણા ઓછા વિસ્તારમાં સીટી સર્વેનો અમલ.
- શહેરી મોજણી રેકર્ડ તૈયાર કરવામાં અત્યંત વિલંબ.
મુલ્યવાન મિલકતનું યોગ્ય વ્યવસ્થાપન
- લયસન્સી સરવેયર પ્રથા દાખલ કરી વ્યવસાયી, લાયક વ્યક્તિઓને ખાનગી લયસન્સ.
- ૩૬૮ સર્વેયર માટે નવી સીધી ભરતીની ક્રિયા પૂર્ણ.
- મહાનગરપાલિકા વિસ્તારમાં મિલ્ક્ત્ કાર્ડની કોમ્પ્યુટરાઈઝ નકલ પદ્ધતિ.
- રાજ્યના તમામ ગામનોના નકશા સ્કેન કરી ડીઝીટલ સ્વરુપે સિધ્ધ, જમીન દફતર ખાતાની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ.
- ૫૧ લાખ જેટલી મીલ્ક્તોના સીટી સરવે રેકર્ડ તૈયાર કરવાનું આયોજન
- ૮ જિલ્લાઓમાં ટીપી સ્કીમોના કૂલ ૩.૩૦ લાખ ફાઈનલ પ્લોટ પરથી સીટી સરવે રેકર્ડ તૈયાર કરવાનું આયોજન
- ચાલુ વર્ષે રૂ. ૪.૧૫ કરોડની જોગવાઇ.
સરકારી જમીનનું મૂલ્યાકન
- અગાઉની મૂલ્યાંકન પધ્ધતિ સામે ફેરફાર કરવા રજૂઆતો અને અસંતોષ, હુકમની તારીખે અમલમાં હોય તેવા નિયમો માણે મૂલયાંકન થતું હતું.
- છેલ્લા પાંચ વર્ષના વેચાણ ધ્યાને લેવામાં આવતા હતા.
- ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપરની તથા રસ્તાથી દૂર આવેલ જમીનોના ભાવોમાં વિસંગતતા.
સંતુલિત અને પારદર્શક પધ્ધતિ
- રૂ. ૫૦ લાખથી વધુ કિંમતનાં મુલ્યાંકન માટે મુખ્ય નગર નિયોજકશ્રીના મૂલ્યાંકનની સમાંતર કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા.
- જમીન મૂલ્યાંકન માટે ઉપલબ્ધ વેચાણોની પસંદગી, મૂલ્યાંકનની તારીખ તેમજ અસરકર્તા પરિબળોના ગુણાંક નકકી કરવાની વિગતવાર જોગવાઇ.
- સવાલવાળી જમીનની એકથી દોઢ કિલોમીટરની ત્રિજીયાના વેચાણો ધ્યાને લેવા જોગવાઇ છેલ્લા એક વર્ષના તમામ વેચાણોની વિગતો ધ્યાને લેવાની જોગવાઇ.
- એક વર્ષનું વેચાણ ન મળે તો અગાઉના વેચાણની સરેરાશ ઉપર ૧૨ ટકા વાર્ષિક વધારાની જોગવાઇ.
- વિકાસ યોજનામાં સામેલ વિસ્તારની જમીન હોય તો ૫૦ ટકાથી ૨૦૦ ટકા સુધી સરેરાશ કિંમતમાં વધારો આપવો.
- જાહેર રસ્તાનો વેશ મળતી જમીન પર ૧૦ ટકાથી ૨૦૦ ટકાની સરેરાશ કિંમતમાં વધારો ગણવાની જોગવાઇ.
બિનખેતી પરવાનગી
- બિનખેતી પરવાનગીની મુદત ૯૦ દિવસ હતી.
- ૧૯ કચેરીઓના માણપત્રોની જરૂરિયાત રહેતી હતી.
- માણપત્રો અરજદારે મેળવવા પડતા હતા.
- કલેકટર અને જિલ્લા પંચાયત પાસે સત્તા હતી.
પારદર્શકતા પધ્ધતિનો સુયોજિત અમલ
- બિનખેતી પરવાનગી માટે ઓપન હાઉસ અભિગમ સાથે મહત્તમ ૪૫ દિવસની સમયમર્યાદા.
- રહેઠાણના હેતુ માટે ૩૦ દિવસની સમયમર્યાદા
- ૧૯ માણપત્રોના સ્થાનને કેવળ, ૬ બાબતોની ચકાસણી.
- બધા પ્રમાણાપત્રો કચેર દ્વારા મેળવવાની જોગવાઇ
- બિન ખેતી પરવાનગીમાં ઝડપ અને અસરકારતા માટે જિલ્લા સંકલન સમિતિમાં કેસોની ચર્ચા અને RIC દ્વારા નિરીક્ષણ અહેવાલમાં મોનીટરીંગ.
- મહાનગરપાલિકાઓ, સત્તામંડળો અને એ બી કક્ષાની નગરપાલિકાઓ માટે કલેકટરને સત્તા.
- સી અને ડી કક્ષા ની નગરપાલિકાઓ માટે અધિકારીને સત્તા.
- ૩૦૦૦ થી વધુ વસ્તીવાળા ગામો માટે જિલ્લા પંચાયતને સત્તા.
- ૩૦૦૦ થી ઓછી વસ્તીના ગામોમાં તાલુકા પંચાયતને ૧ એકર સુધીની સત્તા
- રાજકોટ તથા વલસાડ જિલ્લા પંચાયત દ્વારા જાહેરમાં જ બિનખેતી પરવાનગી આપવાના નિર્ણયો લેવાયા.
- અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં જાહેરમાં બિનખેતી પરવાનગી આપવાની વ્યવસ્થાનો અમલ.
તત્કાલ બિનખેતી યોજના
- ભૂતકાળમાં કોઇ સરકારે બિનખેતી વિષે આવો કોઇ વિચાર જ કર્યો ન હતો.
- આવી કોઇ વ્યવસ્થા ન હતી.
નૂતન અભિગમ
- તત્કાળ બિનખેતી યોજનામાં પારદર્શકતા સરકારનો અભિગમ
- અરજદાર દ્વારા ઘેર બેઠા કલેકટરને અરજી કરવાની સગવડ
- કોમ્યુટર ના આ ડીજીટલ યુગમાં બિનખેતીની પરવાનગી તત્કાલ આપવાનો મહત્વનો નિર્ણય
- સરકારી હિત ન હોય, શરતી જમીનમાં મિથિલિયમ ભરાયેલ હોય, અદાલતી કેસ ન હોય તથા ટાઇટલ કલીયર હોય તેવી જમીનને તાત્કાલિક બિનખેતી પરવાનગી આપવાનો રાજય સરકારનો ઐતિહાસિક નિર્ણય.
- માત્ર ૧૫ દિવસમાં બિનખેતીની પરવાનગી આપવાની યોજના.
- પ્રાયોગિક ધોરણે અમદાવાદ જિલ્લાથી શરૂઆત, ક્રમશ: તમામ જિલ્લાઓમાં અમલ કરવાનો નિર્ણય.
જમીન ફાળવણી : જાહેર સેવા
- જુદાં જુદાં કામો માટે જુદી જુદી નિર્ણય ક્રિયા હાથ ધરાતી હતી અને અલગ અલગ નિર્ણયો થતા હતા.
ચોકકસ નીતિ – સરળ પધ્ધતિ
- રાજકીય કામો માટે સરકારી જમીન ફાળવણી ક્રિયા સરળ નિયમબધ્ધો કરવી.
- નર્મદા નહેરના હેતુ માટે રૂ. ૧ ના ટોકન ભાડે ૯૯ વર્ષના ભાડા પટે આપી શકાશે.
- શહેરી ગરીબ આવાસ યોજના અંતર્ગત જમીન ફાળવણીને મહેસૂલ માફી.
- ભાભરા પાણીમાં મત્સ્ય ઉછેર માટે જમીન ફાળવણીની સુધારેલી યોજના.
- સંકલિત ગ્રામ વિકાસ યોજના હેઠળ પસંદ લાભાર્થિ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પ્રમાણિત સ્વસહાય જૂથોનો સમાવેશ.
- વીન્ડ ફાર્મજેકટ માટે જમીન ભાડાપટ્ટે આપવા માટે થમવાર નીતિ.
- ખેડી ન શકાય તેવી સરકારી પડતર જમીનના વિકાસ માટેની રાષ્ટ્રીય યોજના વધુ ગરીબલક્ષી અને પર્યાવરણલક્ષી બનાવાઇ - અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનનાતિ/ જમીનવિહોણા ખેતમજૂર ઈત્યાદી માટે લાભની સ્પસષ્ટ/ જોગવાઇ રહેઠાણ હેતુ માટે જમીન ફાળવણીના લાભાર્થિ તરીકે વિમુકત જાતિનો સમાવેશ ગોબરગેસ માટે ૫૦ x ૫૦ મીટર નમીન ગ્રામ પંચાયતોને આપવાની ચોકકસ નીતિ
શાળાઓને જમીન ફાળવવાની નીતિ
- અલગ અલગ રજૂઆતો પર અલગ અલગ નિર્ણયોના કારણે વિલંબ અને અસમાન નિર્ણયો થતા હતા, મહદહંશે સરકારશ્રી કક્ષાએ નિર્ણય લેવાતો હતો.
- જમીન રીન્યુઅલ માટે સરકારશ્રી પાસે આવવું પડતું હતું.
- સમયમર્યાદામાં કાયર્વાહી થતી ન હતી.
શિક્ષણનો વ્યાપ વધારવાનો સ્પષ્ટ અભિગમ
- શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાના બાંધકામ માટે ૬૦૦ ચો.મી. સુધીની કિંમત માં માફિની જોગવાઇ
- શાળાનાં બાંધકામ માટે નિયત મર્યાદાથી વધારાની જમીનોની કિંમતના ૫૦ ટકા એ ફાળવવાનો નિર્ણય
- બાળમંદિરો માટે ૨૦૦ ચો.મી. જમીન સુધીની કિંમતમાં માફિથી ફાળવણી.
- શહેરી વિસ્તારોમાં શાળાના રમતગમતના મેદાન માટે એક એકર સુધીની જમીન ૩૦ વર્ષના ભાડાપટ્ટે એક રૂપિયાના ટોકન દરે.
- ગ્રામ્ય અને નગર પંચાયત વિસ્તારોમાં ૨ એકર સુધી તે જ ધોરણે
- ૧૫ વર્ષ માટે ૧ કરોડની કિંમતની મર્યાદામાં ભાડાપટ્ટો રીન્યુ કરવાની સત્તા કલેકટરોને સુપરત.
સ્ટેમ્પ ડયુટી – નોંઘણી (રજીસ્ટ્રેશન)
- સરકારનાં જુદા જુદા સ્ટેમ્પ ડયુટી દર હતા.
સ્ટેમ્પ ડયુટી – નોંઘણી (રજીસ્ટ્રેશન)
- ગુજરાત અને અન્ય રાજયોની સરખામણી
રાજય
|
સ્ટેમ્પ ડયુટી દર
|
નોંધણી ફી દર
|
ગુજરાત
|
૪.૯૦ ટકા
|
૧ ટકા
|
આંધ્રપ્રદેશ
|
૫ ટકા
|
૦.૫ ટકા
|
તામિલનાડુ
|
૮ ટકા
|
૧ ટકા
|
દસ્તાવેજોની નોંધણીમાં પણ નાગરિકોનું હિત
- મિકલતોના વિવિધ જૂથોના ભાવો ધરાવતી જંત્રી હતી.
- સ્ટેમ્પ પેપર દ્વારા ડયુટી ભરવાની થતી.
- નોંધણી ફીનો દર ૧.૫૦ ટકા અને સ્ટેમ્પ ડયુટી નો એકત્રિત દર ૮.૮૦ ટકા થી ૧૪.૮૦ ટકા હતો.
દસ્તાવેજોની નોંધણીમાં પણ નાગરિકોનું હિત
- મિલકતો અને અન્ય દસ્તાવેજોની નોંધણી માટેના જટીલ કાયદાઓથી ત્રસ્ત જાને રાહત પહોંચાડવાનો અભિગમ
- ૨૭ પ્રકારનાં જુદા જુદા ડયુટી દરના સ્થાને હવે કેવળ ૯ દર
- સ્ટેમ્પ ડયુટી એકત્રિત દર ૮.૮૦ ટકાથી ઘટાડીને ૪.૯૦ ટકા.
- ફ્રેન્કીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ દ્વાર સ્ટેમ્પ ડયુટી ભરવાની સુવિધા
- પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ વેચાણની સુવિધા
- દસ્તાવેજ નોંધણી ફી ના દરમાં ઘટાડો, હવે નોંધણી ફીનો દર કેવળ ૧ ટકા
- આંગળાની છાપ તથા ફોટોગ્રાફ લેવાથી દસ્તાવેજમાં ગેરરીતિ પર અસરકારક અંકુશ ઇ-રજીસ્ટ્રેશન અને ઇ-સ્ટેમ્પીંગથી ઇ-જમીન જોડે જોડાણથી ઝડપી અને સરળ ઓનલાઇન જમીનનાં વેચાણ વ્યવહાર
કુલમુખત્યારનામા (પાવર ઓફ એટર્ની) ની ફરજિયાત નોંધણી
- કુલમુખત્યારનામા (પાવર ઓફ એટર્ની) ની ફરજિયાત નોંધણી થતી ન હતી.
- નમીન લે-વેચમાં કુલમુખત્યારનામાં ના દુરુપયોગથી છેતરપિડીના કિસ્સા બનતા હતા.
- ગરીબોની જમીનો ભૂમાફિયા હડપ કરી જતા હતા.
- અંગુઠાના નિશાન અને ખોટી સહીઓ ઊભી કરી ગેરકાયદે પાવર ઓફ એટર્ની બનાવતા હતા.
- એકની એક જમીન અનેક લોકોને વેચવાના કૌભાંડો ચાલતા હતા.
- આવા કેસો કોર્ટમાં જતા, તેનો નિકાલ થતા વર્ષો જતા.
છેતરપીંડીથી છુટકારો
- રજીસ્ટ્રેશન એકટ, ૧૯૦૮ ની કલમ-૧૭ માં સુધારો દાખલ કરી તા. ૨૧/૦૭/૨૦૦૮ થી કબજા સાથેના કુલમુખત્યારનામા ફરજિયાત નોંધણીપાત્ર કરેલ છે.
- કુલમુખત્યારનામા તથા હકકપત્રક તારણમાં મૂકીને કરવામાં આવતા ગીરોના લેખની નોંધણી ફરજિયાત
- ખોટા કુલમુખત્યારનામાથી થતી તબદિલીઓ ઉપર રોક.
જિલ્લા જમીન તકેદારી સમિતિ
- રાજયના જમીન / મિલકત માલિકના કાયદેસર દસ્તાવેજોમાં છેડછાડના અનેક કિસ્સા
- પાવર ઓફ એટર્ની તૈયાર કરી માલિકી અંગેની નોંધમાં ગેરરીતિ દ્વારા છેતરપિંડીના અનેક કિસ્સા
- પોલીસ, મહેસૂલ, પંચાયત આદિ કચેરીઓમાં ફરિયાદ અંગે કાર્યવાહી નો સંતોષ અરજદારને થતો ન હતો.
નિ:શુલ્ક અને ઝડપી અર્ધન્યાયિક ક્રિયા
- દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જમીન તકેદારી સિમિતિની રચના
- જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધીક્ષક, અધિક કલેકટર, નિવાસી અધિક કલેકટરની સભ્ય તરીકે નિયુકિત
- તિમાસ પ્રાપ્તક ફરિયાદોની સમીક્ષા અને કાર્યવાહી અર્થે બેઠકમાં નિર્ણય
- ગુનેગારો સામે પોલીસ કાર્યવાહી અને આનુષાંગિક પગલાંની પરિણામલક્ષી કાર્યવાહી
- પરિણામે છેતરપિંડી, નકલી દસ્તાવેજ અથવા નકલી પાવર ઓફ એટર્ની ના આધારે નમીન પડાવી લેવાના કિસ્સાઓ પર અંકુશ.
મહિલાઓને સ્ટેમ્પ ડયુટી નોંધણી ફી માફી
- મહિલાઓના નામે સ્ટેમ્પ ડયુટી નોંધણી ફીમાં માફી ન હતી.
- સમાજમાં ૫૦ ટકા હિસ્સો ધરાવતી મહિલાઓને પરિવારની મિલકતમાં હિસ્સો મળતો ન હતો.
મહિલા સશકિતકરણ માટે ગુજરાતની નવતર પહેલ
- મહિલાઓના નામે થતાં સ્થાવર મિલકત તબદીલીના દસ્તાવેજોમાં નોંધણી ફીમાં માફી
- મહિલા સશકિતકરણ માટે મિલકતમાં તેની માલિકીને ઉત્તેજન આપવાનો ગુજરાત રાજયનો દેશમાં પ્રથમ પ્રયાસ
- છેલ્લા આઠ વર્ષમાં ૧૨ લાખથી વધુ મહિલાઓ મિલકતની માલિક બની.
- મહિલાઓના નામે નોંધાયેલા ૧૧,૭૩,૫૯૫ દસ્તાવેજોમાં નોંધણી ફી માફી. રૂ. ૪૧૪.૪૭ કરોડની નોંધણી ફીની આવક જતી કરી મહિલા સશકિતકરણનું સ્તુત્ય પગલું
ગણોત કાયદાનું સરળીકરણ
- સમાજના સંપન્ન વર્ગો દ્વારા ગણોત હકકે નામ દાખલ કરી ખેડૂત બનવાના પ્રયાસ થતા હતા.
- ગણોતિયાને કૌટુંબિક ભાગલા અને જમીન વહેંચણી માટે પણ કલેકટરની પૂર્વ મંજૂરીની જરૂર રહેતી હતી. જેનાથી હેરાનગતિ થતી હતી.
- સતત ત્રણ વર્ષ સુધી પડતર ખેતીની જમીનોનો વહીવટ સરકાર હસ્તક થતો હતો.
ગણોત કાયદાઓમાં ધરમૂળથી સુધારા
- ગણોત કાયદાનો કાલમ-૩૨ ક (ઓ) રદ કરી. જેથી ખોટી રીતે ખેડૂત બનતા અટકી શકે.
- પોતાના કુટુંબના સભ્યોને અન્ય કોઇ કાયદાનો ભંગ ન થાય તે રીતે ભાગલા પાડીને જમીન વહેંચણી કરવા પૂર્વે મંજૂરીની જરૂર રહેતી નથી.
- ખેતીની જમીન સતત ૩ વર્ષ સુધી પડતર રહે તો સરકાર તેનો વહીવટ પોતાના હાથમાં લઇ શકે તેવી કલમ-૬૫ ની જોગવાઇ રદ કરી, જેથી શરતભંગની હેરાનગતિ દૂર થાય.
ગણોત કાયદાનું સરળીકરણ
- ગણોત હક્કે મળેલી જમીનની માલિકી માટે ખરીદકિંમત ભરવાની રહેતી હતી.
- આ કિંમત ભરવાની મુદત વર્ષ : ૧૯૮૬ બાદ લંબાવાઇ ન હોવાથી ખેડુતોને માલિકના હક્ક ન મળ્યા
- હેતુફેર, વેચાણ કે લોન/ફરજ લેવામાં સમસ્યા નડતી હતી.
- ગરીબ અને અભણ એવા ખેડૂતોની ખેતીની જમીનની માલિકી વીલ/વસિયતનામાંથી ખોટી રીતે તબદીલ કરી દેવાતી હતી. આથી વારસદાર કે કુટુંબની જમીન હક્ક માટે લાંબા અદાલતી વિવાદોમાં સંડોવણી થતી હતી.
ગણોત કાયદાઓમાં ધરમૂળથી સુધારા
- જમીન સુધારાનો સરકારનો વ્યવહારૂ નિર્ણય, આવકનો નહિં
- ગણોતહક્કે મળેલી જમીનની માલિકીની અનિશ્યિતતાનો અંત લાવવાનો અભિગમ.
- ગણોતધારા હેઠળ ગણોતિયાઓને જમીનોમાં ખરીદ કિંમત ભરવાના ઘણા બધા કિસ્સા બાકી છે.
- તા. ૩૧/૧૨/૧૯૮૬ સુધી સમયાંતરે લંબાવેલી ખરીદ કિંમત ભરવાની મુદ્દતોથી અજાણ ગણોતિયાઓને કબજા પરત્વે દ્વિધાનો અંત.
- ગરીબ અને અભણ ગણોતિયાઓને રાજય સરકાર દ્વારા ખરીદકિંમત ભરવાના મુદત તા. ૩૧/૦૮/૨૦૧૩ સુધી લંબાવવાની જોગવાઈના કાયદાકીય સુધારાને મંજૂરી.
- ગણોતધારાની કલમ-૪૩ અને ૬૩ નું ઉલ્લઘન થાય તેવી વીલ-વસિયત દ્વારા જમીન તબદીલી માન્ય ન રહે તેવી રજુઆત વડી અદાલત દ્વારા ચુકાદાથી સ્વીકૃત.
નવી શરતની જમીનમાં મિયમમાં પારદર્શિતા
- પ્રીમીયમ નક્કી કરવામાં જિલ્લા અને રાજ્ય જમીન મુલ્યાંકન સમિતિઓમાં બે-ત્રણ વર્ષનો સમય થતો.
- મિલકતના તમામ કારણો સરકાર કક્ષાએ મંજૂરીમાં આવતા.
- મૂલ્યાંકન બાકી હોય ત્યાં સુધી મિયમ અંગે અનિશ્યિતતા.
- એક વર્ષ બાદ ૧૨ ટકા વ્યાજ અને બે વર્ષ બાદ પુન:મૂલ્યાંકન કરવામાં આવતું
- લોકોને લાખો રૂપિયાનું નુકશાન.
- અગાઉ ખેતીથી ખેતીના હેતુ માટે ૫૦ ટકા તથા ખેતીથી બિન ખેતી હેતુ માટે ૮૦ ટકા જંત્રી દર વસુલ કરીને મંજૂરી આપવામાં આવતી હતી
ઝડપી કામગીરી અને ભ્રષ્ટાંચારને કાયમ માટે તિલાંજલિ
- નવી શરતની જમીનના મિયમમા; જંત્રી દાખલ કરવાનો મુખ્યમંત્રીશ્રીનો રણાદાયી અભિગમ, તેનાથી જામાં ખશાલી.
- નવી શરતની ગણોત કાયદા હેઠળની જમીનોમાં મિયમનો રકમની ગણતરી જંત્રી અધારિત કરાઈ.
- ૨ કરોડ સુધી જંત્રી કિંમત સુધી મિયમના કેસોના નિકાલની સત્તા કલેક્ટરને.
- ૨ કરોડથી વધુ જંત્રી કિંમતના મિયમના કેસોના નિકાલની સત્તા સરકારને.
- નવી શરતી જમીનને જુની શરતમાં ફેરવવામાં થતાં વિલંબ અને અનિશ્યિતતાઓનો અંત.
- રાજ્ય સરકારના પારદર્શક નિયમો અને નવી નિતિઓથી આ કામમાં ખુબ ઝડપ આવી છે.
- ખેતી-ખેતીના હેતુ માટે શરતફેર કે વેચાણ મંજૂરી ૨૫ ટકા જંત્રી દરથી તથા ખેતી-બીનખેતી હેતુ માટે શરતફેર કે વેચાણ મંજૂરી ૪૦ ટકા જંત્રી દરથી આપવાનો નિર્ણય.
- આવક કરતા પારદર્શિતા, સરળતાને પ્રાથમિકતા.
જમીન સુધારા – ખેડુત માણપત્ર
- ખેડુતની તમામ જમીન સંપાદનમાં જાય ત્યારે ૬૦ દિવસમાં અરજી થાય, ત્યારબાદ માણપત્ર અપાતુ હતું, અત્યંત વિલંબ થતો હતો.
- માણપત્ર મળ્યેથી ૧૮૦ દિવસમાં જમીન ખરીદવી પડતી હતી.
- ૮ કિલોમીટરથી દૂર જમીનની ખરીદી પર મામલતદારના માણપત્રની અવાશ્યકતા રહેતી હતી.
- અગાઉ ખેડૂત માણપત્ર મેળવ્યા પછી ૬ માસમાં તે નવી જમીન ન ખરીદે તો તે ખેડૂત તરીકેનો હક્ક ગુમાવતો હતો.
- એકત્રીકરણના કાયદામાં કૌટુંબિક વહેચણીમાં ભાગ જતો કરનાર સભ્યને પણ ખેડૂત માણપત્ર મળતું ન હતું જેથી બિન ખેડૂત બનતો હતો.
ખેડૂતોને વધુ ખમીરવંતા બનાવવા સરકાર સંકલ્પબદ્ધ
- સંપાદનના એવોર્ડનો સાથે ખેડૂતોને માણપત્ર આપવાની જોગવાઈ. જેથી માણપત્ર મેળવવા અરજી કરવાની જરૂર નથી.
- વેચાણના કિસ્સાવમાં રેકર્ડમાં નોધણી સમયે માણપત્ર આપવાની જોગવાઇ, જેથી માણપત્ર માટે રજી કરવાની જરૂર નથી, માણપત્ર મળ્યે નવી જમીન ખરીદવાની સમય મર્યાદા ૨ વર્ષ.
- ૮ કિ.મી. દૂર જમીન ખરીદવા મામલતદારના માણપત્રની જરૂરીયાત રહેતી નથી.
- એકત્રીકરણના કાયદામાં કૌટુંબિક વહેચણીમાં ભાગ જતો કરનાર સભ્યને ખેડૂત પ્રમાણપત્ર આપવાનો નિર્ણય. નવી જમીન ખરીદી શકવાની સમય મર્યાદા ૩ વર્ષ.
- કચ્છ અને રાજ્યના અન્ય વિસ્તા રોમાં લાંબા સમયથી અનવર્વેડ લેન્ડના કારણે ખરેખર માપણી બાદ થતાં માપણી વધારાને નજીવા પ્રીમિયમદરે માપણી વધારો નિયમિત કરવાનો ખેડૂતલક્ષી અભિગમ
જમીન સુધારા – ટુકડાધારો
- જમીનની વારસાઇ થતી ન હતી.
- માત્ર બાજુના ખેડૂતને જ વેચી શકે જેથી ખેડૂતનું શોષણ થતું હતું.
ખેડૂતોનું શોષણ નહીં, પણ પોષણ
- તા. ૨૯/૦૩/૨૦૦૫ ના ઠરાવથી ટેકડા ધારા અન્વયે કૌટુંબિક વહેંચણીમાં સરળતા કરાઇ છે.
- નગર વિકાસ યોજના અમલી થઇ હોય ત્યાં ટુકડાની જમીનને ટુકડાધારામાંથી મુકિત આપવાનો નિર્ણય કર્યો છે.
- ટુકડાની જમીન રાજયનો કોઇ પણ ખેડૂત ખાતેદાર ખરીદી શકે તેવું વિધેયક વિધાનસભામાં પસાર થયેલ છે. ટુકડા જમીનના માલિકોને આથી જમીન વેચાણમાં સંપૂર્ણ સરળતા થશે.
મહેસુલી કચેરીઓના મકાનોનું આધુનિકરણ
- દાયકાઓ જુના કચેરીઓના મકાનો
- કર્મચારીઓના કામકાજ માટે જગ્યા, બેઠક, ફર્નિચરની અપૂરતી સગવડ
- રેકર્ડ માટે પણ અપૂરતી વ્યવસ્થા
- જુદી જુદી કચેરીઓ વચ્ચે અંતરથી જાને હાલાકી
- નાગરિકો માટે સુવિધાનો અભાવ
આધુનિક વ્યવસ્થાપનનો નવો અંદાજ
- અત્યાધુનિક સગવડો સાથેના મહેસૂલી મકાનો
- કોર્પોરેટશૈલીની બેઠક વ્યવસ્થા, કાર્યાનુરૂપ વાતાવરણ
- વરસાદી પાણીના સંગ્રહની વૈશ્વિક સ્તરની જોગવાઇ
- કચેરી વિસ્તારમાં બાગબગીચા દ્વારા પર્યાવરણનું સંવર્ધન, સુશોભવન
- નાગરિકો ની સુવિધા માટે અધ્યતન વ્યવસ્થા
- એક જ કચેરીમાં મહત્તમ સેવા ઉપલબ્ધિનો અભિગમ
- ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા પારદર્શિતા, સરળતા.
- પ્રાન્ત કચેરીઓ માટે રૂ. ૧૪૯ કરોડની જોગવાઇ
- કલેકટર કચેરીઓ માટે રૂ. ૧૩.૭૦ કરોડની જોગવાઇ
- મામલતદાર કચેરીઓ માટે રૂ. ૩૮.૪૩ કરોડની જોગવાઇ
- એકંદરે રૂ. ૨૧૦ કરોડના મહેસુલી મકાનોની બાંધકામની જોગવાઇ
મહેસુલી કર્મચારીઓની નિમણૂક
- ૧૯૮૪ થી મંદ થયેલ ભરતી ક્રિયા
- વહીવટ પર થયેલ પ્રતિકુળ અસર
સુદ્રઢ વ્યવસ્થાપનનો નિર્ધાર
- પારદર્શકતા દ્વાર ભરતીથી યુવાનોમાં રોજગારી મળતા વ્યાપી આનંદની લહેર
- ૧૪૨૯ કારકુનોની ભરતી
- ગ્રામ્ય મહેસૂલી તલાટીઓની ૨૧૨૬ જગ્યાઓ એક સાથે ભરવામાં આવી
- ૩૬૮ સર્વેયરોની ભરતી ક્રિયા પૂર્ણ
- નાયબ મામલતદારની ૬૭૬ જગ્યારઓ પર સીધી ભરતીથી નિમણૂક
- નાયબ મામલતદારોની વધુ ૧૭૧ જગ્યાઓમાં સીધી ભરતીનું આયોજન
- મહેસુલી કારકુનોની ૬૪૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનુ આયોજન
- ઇ-ધરા કામગીરી માટે ૪૬૪ કારકુનની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી
- ૧૪૬૭ રાજય વ્યાપી જગ્યાઓ આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો માટે ઊભી કરવામાં આવી.
- સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ૧૩૫ સબ રજીસ્ટ્રારની જગ્યાઓ ઊભી કરવામાં આવી.
- ૧૧૦ મામલતદારોની સીધી ભરતીથી નિમણૂક
વહીવટી કૌશલ્ય વૃધ્ધિ
- મહેસૂલી વહીવટની સંકુલતામાં માર્ગદશર્ન થી ત્વરા અને સરળતા લાવવાનો અભિગમ
- નવનિયુકત મહેસૂલી તલાટીઓ માટે તલાટી મેન્યુ્અલની સિધ્ધિ
- અગાઉ ના મામલતદાર, મેન્યુઅલ ની શ્રૃખલામાં કલેકટરોની સર્વક્ષેત્રીય કામગીરી માં સહાયક કલેકટર મેન્યુઅલ ની સિધ્ધિ
- જનસેવા કેન્દ્રમાં ઉપયોગી ૯૧ સેવા અરજી ર્ફોમ અને ચેકલીસ્ટ સંગ્રહની સિધ્ધિ
- મહેસૂલી કામગીરીને લગતી સર્વ નીતિઓની સુચનાઓ-ઠરાવો-પરિપત્રો ના ૧૯ સંકલિત સંગ્રહોના સંપુટની સિધ્ધિ
- વહીવટના સરળીકરણ માટે વર્ષો જુના તથા અમલવારી સ્થગિત અથવા પૂર્ણ થયેલ હોય તેવા ૩૭ કાયદા રદ કર્યા
- એ.ટી.વી.ટી. મેન્યુઅલ તથા રીસરવે મેન્યુઅલની સિધ્ધિ
સ્ત્રોત : મહેસૂલ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.