મહેસુલ તપાસણી કમિશનર ખાતાના વડા છે. ઉપરાંત હોદૃાની રૂએ સચિવ તરીકેની કામગરી પણ સંભાળે છે. રાજયમાં આવેલી મહેસુલી તેમજ પંચાયત (મહેસુલી કામગીરી) કચેરીઓની નિયત કાર્યક્રમ અનુસાર તપાસણીની કામગીરી કચેરીની તપાસણી ટીમો ઘ્વારા હાથ ધરવામાં આવે છે. કલેકટરોની મહેસુલી કામગીરીની માસિક સમીક્ષા કમિશનરશ્રી ઘ્વારા થાય છે. આ ઉપરાંત કલેકટરોની ઝોન વાઈઝ બેઠકો યોજી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. તપાસણી નોધોં સંબંધિત કચેરીઓને પૂર્તતા માટે મોકલ્યા બાદ નોંધ વાંચન કરીને ક્ષતિ-પૂર્તિ માટે સુચનાઓ આપવામાં આવે છે. મહેસુલી કામગીરી કાયદા અને નિયમો અનુસાર થાય તે હેતુથી કરવામાં આવતી તપાસણી તેમજ નોંધ વાંચનની કામગીરી ઉપરાંત મહેસુલી અધિકારીઓ / કર્મચારીઓને ખાસ મહેસુલી તાલીમ આપવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના અગત્યના અમલી કાયદાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. મહેસુલી કામગીરીમાં અધિકારીઓની કાર્યદક્ષતામાં વૃઘ્ધિ થાય તે હેતુથી મામલતદાર, પ્રાંત અને કલેકટરઓની કોન્ફરન્સ યોજવામાં આવે છે.
જમીન સુધારા કાયદાઓનું ઝડપી અમલીકરણ થાય તે ખૂબ જ મહત્વનું હોવાથી સરકારે જિલ્લા કક્ષાએ કલેકટરોના નિયંત્રણ હેઠળ ખાસ અમલ તંત્રની રચના કરી છે. આમ છતાં, કલેકટરો અને કૃષિ પંચ તથા જિલ્લાઓમાં કામ કરતા, જમીન સુધારા સાથે સંકળાયેલ તંત્રની કામગીરીને માર્ગદર્શન આપવા, તેના પર દેખરેખ અને નિરીક્ષણ માટે, સરકારે સમગ્ર રાજયમાં અધિકારક્ષેત્ર ધરાવતા જમીન સુધારા કમિશ્નશર અને હોદૃાની રૂએ સચિવની જગ્યા ઉભી કરી છે. જે આ જમીન સુધારા માટેની યોજનાના આયોજન અને યોગ્ય અમલ તથા વિશેષ કરીને ખેતી વિષયક અને શહેરી જમીન ટોચ-મર્યાદા અધિનિયમોના અમલ પરત્વે ઘ્યાન આપે છે. સરકારના સચિવ તરીકે જમીન સુધારા કાયદાના અમલ અને શહેરી જમીન (ટોચ-મર્યાદા અને નિયમન) અધિનિયમ -૧૯૭૬ (રીપીલ એકટ) ની પડતર બાબતો અન્વયે નિર્ણય લેવામાં સરકારને મદદ કરે છે.
સરનામુ :બ્લોક નં. ૧૧, ૭મો માળ, નવા સચિવાલય, ગાંધીનગર.ગુજરાત (ભારત)+૯૧ ૭૯ ૨૩૨૫૧૫૧૧/+૯૧ ૭૯ ૨૩૨૫૧૫૧૪/ +૯૧ ૭૯ ૨૩૨૫૧૫૯૭
જમાબંધી કમિશ્નર અને જમીન દફતર નિયામક, ખાતાના વડા છે. રાજય સરકારના નિયંત્રણને આધિન રહીને તેઓ ખાતાની યોજનાઓ ઘડે છે ને અમલમાં મૂકે છે. ખાતામાં ક્ષેત્રિય સંગઠન અને મુખ્યન મથકની કચેરીઓનો સમાવેશ થાય છે. મુખ્ય મથકની કચેરી ક્ષેત્રિય સંગઠનની પ્રવૃત્તિુઓને માર્ગદર્શન આપવા તથા તેનું નિયંત્રણ કરવા માટે જવાબદાર છે. મુખ્ય મથક ગાંધીનગર ખાતે એક નાયબ નિયામક જમીન દફતર (સામાન્ય), એક નાયબ નિયામક (જમીન દફતર), નાયબ નિયામક (એકત્રીકરણ) એક નાયબ નિયામક (તપાસણી), છ કચેરી અધિક્ષક, એક હિસાબી અધિકારી તથા એક મદદનીશ એકત્રીકરણ અધિકારી છે. ક્ષેત્રિય અધિકારીઓમાં નાયબ નિયામકશ્રી, જમીન દફતર, અધિક્ષક જમીન દફતર તથા અધિક્ષક જમીન દફતર કમ એકત્રીકરણ અધિકારી, જિલ્લા નિરીક્ષકશ્રીઓ, જમીન દફતર, સીટી સર્વે અધિક્ષકો, મદદનીશ એકત્રીકરણ અધિકારીઓ, હકક ચોકસી અધિકારીઓ અને સર્વે મામલતદારો વિગેરેનો સમાવેશ થાય છે.
સરનામુ :દીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટ સંસ્થા,સરવે કેમ્પસ, ખ-૫,સેક્ટર-૧૪, ગાંધીનગર .ગુજરાત (ભારત) +૯૧ ૭૯ ૨૩૨૫૬૮૯૫ / +૯૧ ૭૯ ૨૩૨૫૬૮૯૬ / +૯૧ ૭૯ ૨૩૨૫૬૮૯૮ / +૯૧ ૭૯ ૨૩૨૫૬૮૯૯ / +૯૧ ૭૯ ૨૩૨૫૭૬૬૪
સ્ટેમ્પ અધિનિયમ રાજયની મહેસુલી આવકને લગતો કાનુન છે. કેટલાક ખત ઉપર સ્ટેમ્પ અધિનિયમ અન્વયે, સ્ટેમ્પ ડયુટીની વસુલાત મુળભુત સિઘ્ધાંતને આધારે નકકી થાય છે, એટલે કે, વહીવટી તંત્ર ખત દેખીતા ભાવાર્થથી બંધાયેલું નથી. પરંતુ લેવડદેવડના સાચા સ્વુરુપ અનુસાર સ્ટેમ્પ ડયુટી વસુલ કરવાની બાબત નકકી થાય છે.
સરનામુ :"સ્ટેમ્પ અને નોંધણી ભવન",સેક્ટર-૧૪, ખ-૫,ગાંધીનગર.ગુજરાત (ભારત) +૯૧ ૭૯ ૨૩૨૮૮૫૮૫/ +૯૧ ૭૯ ૨૩૨૮૮૫૯૨/ +૯૧ ૭૯ ૨૩૨૮૮૨૬૫
ગુજરાત મહેસુલ પંચ કચેરી, બૂહદ મુંબઈમાંથી ગુજરાત જુદુ પડતા ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ તરીકે અલગથી અસ્તિત્વ માં આવેલ છે. ગુજરાત રાજયમાં સને ૧૯પ૭ ના ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ એકટ હેઠળ આ પંચની રચના થયેલ છે. અલગ પંચ ૧૯૬૦ થી અસ્તિસત્વુ ધરાવે છે. જેમાં કાયદાથી નિર્દિષ્ટ એક અઘ્યક્ષ અને સરકાર નકકી કરે તેટલા સભ્યો સામાન્યત: ૧ + ૪ એમ કુલ પાંચ સભ્યોના પંચ તરીકે આ કચેરી કામ કરે છે. તેમાં નાયબ કલેકટર કક્ષાના અધિકારી રજીસ્ટ્રાર તરીકે ફરજો બજાવે છે.
સરનામુ :ડી-૧, બહુમાળી ભવન,લાલ દરવાજા, અમદાવાદ.ગુજરાત (ભારત) +૯૧ ૭૯ ૨૫૫૦૬૭૫
રાજયના ભૂમિ સંસાધનો (જમીન, જળ, અને વનસ્પતિ) ના ઉપયોગ માટેની લાંબાગાળાની યોજના તૈયાર કરવી, ભૂમિ સંસાધનો ના સંરક્ષણ તથા સંતુલિત ઉપયોગ ની અગત્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તેવી તજવીજ કરવી, અને ભૂમિ સંસાધનો નો ઉપયોગ કરતા સરકારશ્રીના વિવિધ ખાતા ની પ્રવૃત્તિમાં સંકલન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું: મુખ્યત્વે આ ઉદ્દેશથી સરકારશ્રી (મહેસૂલ વિભાગ) ના તારીખ ૬-૬-૧૯૯૭ ના ઠરાવ ક્રમાંક એલએનડી-૩૯૯પ-૧૧૭૮-અ અન્વયે ગુજરાત રાજય ભૂમિ વપરાશ બોર્ડની રચના બિન-વૈધાનિક સલાહકાર સમિતિ તરીકે કરવામાં આવી છે. સદરહુ સમિતિનું અઘ્યક્ષ સ્થાન રાજયના મુખ્ય- મંત્રીશ્રી સંભાળે છે. સરકારશ્રીના કૃષિ અને સહકાર વિભાગ, ઉધોગ અને ખાણ વિભાગ, નર્મદા,જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, અને મહેસૂલ વિભાગ: આ છ વિભાગના હવાલા ધરાવતા મંત્રીશ્રી ઉપરાંત મુખ્યે સચિવશ્રી, સચિવશ્રી (ખર્ચ), નાણા વિભાગ, ઉપર્યુકત છ વિભાગના અગ્ર સચિવશ્રી/સચિવશ્રી, અને ભૂમિ વ્યવસ્થાપન ક્ષેત્રે નિષ્ણાંત ગણાય તેવી પાંચ વ્યકિત સદરહુ સમિતિના સભ્યશ્રી છે. સમિતિના સભ્ય - સચિવ તરીકે જમીન સુધારણા કમિશનર, ગુજરાત રાજય, ફરજ બજાવે છે.
સરનામુ :બ્લોક નં. ૧૧, ૭મો માળ, નવા સચિવાલય, ગાંધીનગર.ગુજરાત (ભારત)
કમિશનરોની જગ્યાઓ નાબૂદ થતાં સરકારે કલેકટરના હુકમ સામે જુદા જુદા કાયદા નીચે કરવાની થતી અપીલો તથા રીવીઝનો સાંભળીને નિર્ણય કરવા માટે અર્ધ ન્યાયીક સત્તા તરીકે ખાસ સચિવ (વિવાદ) ની નિમણૂંક કરી છે. ખાસ સચિવ (વિવાદ) ને જમીનને લગતા વિવિધ કાયદાઓ હેઠળ અપીલ તથા રીવીઝનના અધિકારો પ્રાપ્ત થયેલા છે.તેઓને સરકારના મહેસૂલ સચિવ તરીકે નીમેલા છે.
સરનામુ :સોલા ભાગવત વિધાપીઠની સામે, સોલા પોલીસ સ્ટેશનની પાછળ, નારાયણ બંગ્લોઝની સામે, ગોતા, અમદાવાદ. ગુજરાત (ભારત) +૯૧ ૭૯ ૨૬૩૦૫૪૦૯
તા. ર૬ જાન્યુઆરી ર૦૦૧ ના રોજ આવેલા ભયાનક ભૂકંપને કારણે રાજયના ઘણાં બધાં ગામો અને શહેરોને પારાવાર નુકશાન થયું હતું અને ભયંકર તારાજી સર્જાઈ હતી. આ ભૂકંપને કારણે ગુજરાતના ખાસ કરીને કચ્છ, રાજકોટ, જામનગર, સુરેન્દ્ર નગર, અને પાટણ જિલ્લાઓમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. આ સંદર્ભમાં રાજયમાં ભૂકંપગ્રસ્તં વિસ્તારોમાં પુનર્વસન અને પુનઃનિર્માણની કામગીરીઓ સમય મર્યાદામાં હાથ ધરાય અને સરકારના વિવિધ વિભાગો તેમજ અમલીકરણ એજન્સીઓ વચ્ચે એકસૂત્રતા રહે તે આશયથી કાયમી ધોરણે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા. ૮-ર-ર૦૦૧ ના ઠરાવથી સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ અને બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯પ૦ અન્વયે ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (GSDMA) ની રચના કરવામાં આવેલી હતી. ત્યાર બાદ રાજય સરકારે ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-ર૦૦૩પસાર કરતા સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૧-૮-ર૦૦૩ ના ઠરાવથી ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની તા. ૧-૯-ર૦૦૩ થી ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અન્વયે રચના કરવામાં આવી.
સરનામું : બ્લોક નં. ૧૧, ૫મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર ૧૧,ગાંધીનગર.ગુજરાત (ભારત) +૯૧ ૭૯ ૨૩૨૫૯૨૮૩ +૯૧ ૭૯ ૨૩૨૫૯૨૭૮ +૯૧ ૭૯ ૨૩૨૫૯૨૭૫ +૯૧ ૭૯ ૨૩૨૫૯૩૦૨
રાહત કમિશનર મહેસૂલ વિભાગના રાહત પ્રભાગના વડા તરીકે મહત્વના નિર્ણયો લેવા, કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક બચાવ કામગીરી, હંગામી રીતે સલામત સ્થળે ખસેડવા તેમજ વાવાઝોડુ, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં અતિવ્રૂષ્ટિને કારણે થયેલ નુક્શાનીમાં સરકારી એસ.ડી.આર.એફ. ના નક્કી થયેલ ધોરણ મુજબ સહાય ચૂક્વવી વગેરે બાબતોનું સંચાલન રાહત નિયામક અને જિલ્લા તંત્ર મારફ્તે કરે છે. રાહત કમિશનરશ્રી હોદ્દની રુએ અગ્ર સચિવ, મહેસૂલ તરીકે રાહત અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીના નીતિ ધડતરની મહત્વની ભૂમિકા અદા કરે છે. ક્યારેક અપૂરતા વરસાદને કારણે રાજ્યમાં અછતની પરિસ્થિતિ સર્જાય તો પણ રાજ્યની જરુરિયાતને પહોંચી વળવા ઘાસચારો અને માનવ રોજગારીનું આયોજન પણ કરે છે.
સરનામું : રાહત કમિશનર અને હોદ્દાની રૂએ (અગ્ર સચિવશ્રી) બ્લોક નં. ૧૧, ૮મો માળ,નવા સચિવાલય, ગાંધીનગર. ગુજરાત (ભારત) +૯૧ ૭૯ ૨૩૨૫૧૯૨૬ +૯૧ ૭૯ ૨૩૨૫૧૬૧૨ +૯૧ ૭૯ ૨૩૨૫૧૬૧૧
મહેસુલ તપાસણી કમિશ્નર કચેરી ઘ્વારા રાજયની મહેસુલી કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા-તાલુકા પંચાયત(મહેસુલ શાખા)કચેરી, ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, બિનખેતી એકમની સઘન તપાસણી કુલ-૪ તપાસણી યુનિટ મારફત
મહેસુલી કામગીરી માટે સરકાર ઘ્વારા વહીવટી સુધારણા અને ફરીયાદ નિવારણ સારૂ વિવિધ કાયદા, નિતીનિયમો અંતર્ગત ઠરાવો અને પરિપત્રો પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે. તે અન્વયે અસરકારક તપાસણીની કામગીરી નિયત કરવામાં આવેલ પ્રશ્નોત્તરી અનુસાર તપાસણી અંગેનો અગાઉથી ત્રિમાસીક કાર્યક્રમ તૈયાર કરી તપાસણી યુનિટ ઘ્વારા અંદાજે ર૦૬ કચેરીઓની તપાસણી અને નોધ વાંચન કરવામાં આવે છે.
રાજયની મહેસુલ કચેરીઓની તપાસણી કરવાનું ધોરણ નીચે મુજબ અમલમાં છે.
અ. ન. |
કચેરી |
કુલ કચેરીની સંખ્યા |
કચેરીની તપાસણીનું ધોરણ |
તપાસણી કચેરીઓનો વાર્ષિક લક્ષ્યાંક |
કચેરીવાર તપાસણીના દિવસો |
તપાસણીનાં કુલ દિવસો |
ટીમ દીઠ તપાસણીના દિવસો |
(૧) |
(ર) |
(૩) |
(૪) |
(પ) |
(૬) |
(૭) |
(૮) |
૧. |
કલેકટર કચેરી |
૩૩ |
દર બે વર્ષે |
૧૭ |
પ |
૮પ |
ર૧ |
ર. |
જિલ્લા પંચાયત કચેરી |
૩ર |
દર બે વર્ષે |
૧૬ |
ર |
૩ર |
૮ |
૩. |
પ્રાંત કચેરી |
૧૧ર |
દર ત્રણ વર્ષે |
૩૮ |
પ |
૧૯૦ |
૪૭ |
૪. |
મામલતદાર કચેરી |
રપપ |
દર પાંચ વર્ષે |
પ૦ |
પ |
રપ૦ |
૬૩ |
પ. |
તાલુકા પંચાયત કચેરી |
ર૪૬ |
દર પાંચ વર્ષે |
પ૦ |
૧ |
પ૦ |
૧ર |
૬. |
ખાસ જમીન સંપાદન |
પર |
દર પાંચ વર્ષે |
૧૦ |
૩ |
૩૦ |
૮ |
૭. |
બિનખેતી એકમ |
પ |
દર વર્ષે |
પ |
૩ |
૧પ |
૪ |
૮. |
આકસ્મિક/ ઈ-ધરા |
|
દર વર્ષે |
ર૦ |
ર |
૪૦ |
૧૦ |
|
કુલ |
૭૩પ |
|
ર૦૬ |
ર૬ |
૬૯ર |
૧૭૩ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020