સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા.૨૮/૩/૧૯૮૯ ના સંકલિત ઠરાવ નં જમન/૩૯૮૮/૧૭૮૫/અ થી વિવિધ બિનખેતી હેતુઓ માટે સરકારી જમીન આપવાની જોગાવાઇ ઓ કરેલ છે.માંગણીદારે નિયત નમૂનામાં ૦.૬૫ પૈસાની કોર્ટ ફી સ્ટેમ્પ સાથેની અરજી સરકારશ્રીના મહેસૂલ વિભાગને કરવાની રહે છે.આ ઠરાવના પારા-૧૦ મૂજબ માંગણીદારને ર હેકટર ક્ષેત્રફળ સુધીની મર્યાદામાં વિના હરાજી એ સરકારી પડતર જમીન ઔધોગીક હેતુ માટે ફાળવતા પહેલા નીચેની વિગતો મેળવી નિર્ણય કરશે (૧) આ માટે ઉધોગ કમિશ્નર શ્રી/ઉધોગ અધિકારીઓ નો જરૂરી અભિપ્રાય મેળવવાનો રહેશે (ર) માંગેલ જમીન અંગે ઝોનીંગ બાબતે ટાઉન પ્લાનીંગ ખાતાનો અભિપ્રાય મેળવવાનો રહેશે. (૩) માંગેલ જમીન કોઇ સાર્વજનીક હેતુ માટે અનામત રાખેલ છે કે કેમ ? તેની પુરતી ચકાસણી કરવાની રહેશે. (૪) માંગેલ જમીનની કિંમત જિલ્લા મૂલ્યાંકન સમિતી માં નકકી કરવાની રહેશે.આ ઠરાવના પારા ૧૩ મુજબ વ્યાપારીક હેતુ માટે સરકારી/ગામતળ અને ગૌચરની જમીન કાયમી કે ભાડા પટે આપી શકાતી નથી. પરંતુ પેટ્રોલ પંપ,ક્રુડ કેરોસીનના ડેપો માટે જમીન આપવાના પ્રકરણ અપવાદરૂપે જરૂરી વિતરણ સેવા ગણી મંજુરી માટે વિચારણા થઇ શકે છે. આ સિવાય ના કિસ્સામાં આવા હેતુ માટે જમીન હરાજી થી જ ફાળવવ જોગવાઇ છે. માંગણીદાર અનુ.જાતિ કે જનજાતિના હોય તો તેની માંગણી અંગે અપવાદ રાખવામાં આવેલ છે.
સ્ત્રોત: દિનેશ પટેલ , રેવન્યુ પ્રેક્ટિસ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020