অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચાયતો અને સમૂહ વિકાસ કાર્યક્રમો

પંચાયતો અને સમૂહ વિકાસ કાર્યક્રમો

  1. ગ્રામીણ વિકાસ કાર્યક્રમો: સમુહ વિકાસ અને પંચાયતો
  2. ઇન્ફર્મેશન ટેકનોલોજી
  3. સીડીપી.ર સર્વેક્ષણ અને અભ્યાસ
  4. સીડીપી-3 : તાલુકા - જીલ્લા પંચાયતોનું વહીવટી તંત્ર સંગીન બનાવવું
  5. સી.ડી.પી.- ૪ : સર્વોદય યોજના
  6. સીડીપી - ૫ પંચાયત ઘર અને તલાટી મંત્રીના નિવાસસ્થાનના બાંધકામ માટે ગ્રામ પંચાયતોને સહાયક અનુદાન
  7. સીડીપી- ૬ : પંચાયત ફાયનાન્સ બોર્ડ
  8. સી.ડી.પી - ૯ તીર્થગામ -પાવનગામ
  9. સી.ડી.પી:- ૧૦ પંચવટી યોજના
  10. સી.ડી.પી. ૧૧- ત્રિસ્તરીય પંચાયતોની ચૂંટણીઓ માટે વોટિંગ મશીનો / સમરસ યોજના
    1. સમરસ યોજના
  11. સી.ડી.પી:- ૧ર ગ્રામ પંચાયતો માટેનો વ્યવસાય વેરો ( ૫૦ ટકા )
  12. સી.ડી.પી-૧૪ સ્વસ્થ ગામ અને સ્વચ્છ ગામ યોજના
  13. સી.ડી.પી:- ૧૭ રબન માળખાકીય સુવિધા
  14. સી.ડી.પી-૧૮ ગ્રામોદ્યોગ યોજના (સીડમની)
  15. રાષ્ટ્રીય સમ વિકાસ યોજના ( બી.આર.જી.એફ.)
  16. બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ યોજના
    1. પ્રસ્તાવિકા
    2. ઉદેશ:
    3. નાણાંકીય જરૂરીયાતોનું સ્પષ્ટીકરણ:
    4. જિ.પં. અને તા.પં. માં વર્ગ-૧, વર્ગ-ર, વર્ગ-૩ અને વર્ગ-૪ ની નવી જગ્યાઓ ઉભી કરવી
  17. રાજીવગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન કેન્દ્રીય પુરસ્કૃત યોજના
  18. હયુમન રીસોર્સ ડેવલપમેન્ટ
  19. પંચાયત વિભાગનાં નવીનીકરણ
  20. માહિતી પ્રૌદ્યૌગિકી (ઇન્ફર્મેશન ટેકનોલોજી)
  21. વર્ષ ૨૦૧૬-૧૭ માટે સૂચવવામાં આવેલ નવી બાબતો

ગ્રામીણ વિકાસ કાર્યક્રમો: સમુહ વિકાસ અને પંચાયતો

પંચાયત, ગ્રામ ગ્રહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ધ્વારા આ કચેરી મારફત ગ્રામીણ વિકાસનાં અન્ય કાર્યક્રમો સદર હેઠળ સમુહ વિકાસ અને પંચાયતો પેટાસદર હેઠળ વિવિધ યોજનાઓ/કાર્યક્રમો અમલમાં મુકાયેલ છે.

  • સીડીપી-૧ કોમ્પયુટરાઇઝેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી.
  • સીડીપી-ર સર્વેક્ષણ અને અભ્યાસ(મોજણી અને અભ્યાસ) /ગરીબ કલ્યાણ મેળા
  • સીડીપી-3 તાલુકા/જિલ્લા પંચાયતનું વહીવટી તંત્ર સંગીન બનાવવું
  • સીડીપી-૪ સર્વોદય યોજના.
  • સીડીપી-પ પંચાયત ધર અને તલાટી મંત્રીના નિવાસસ્થાનના બાંધકામ માટે ગ્રામ
  • પંચાયતને સહાયક અનુદાન.
  • સીડીપી-૬ પંચાયત ફાઇનાન્સ બોર્ડ.
  • સીડીપી-૯ તીર્થ ગ્રામ યોજના-પાવન ગામ
  • સીડીપી-૧૦ પચવટી યોજના
  • સીડીપી-૧૧ ઇલેકટ્રોનીક વોટીગ મશીન / સમરસ યોજના
  • સીડીપી-૧ર ગ્રામ પંચાયતો માટેનો વ્યવસાયવેરો ( પ0 ટકા )
  • સીડીપી- ૧૪ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ
  • સીડીપી- ૧૭ ગ્રામ્ય શહેરીકરણ માળખાકીય સુવિધા ( રબન યોજના)
  • સીડીપી- ૧૮ ગ્રામ પંચાયતોને ઉત્તેજન આપવા સીડમની
  • બી. આર. જી. એફ. જિ.પં. અને તા.પં. માં વર્ગ-૧, વર્ગ-ર, વર્ગ-૩ અને વર્ગ-૪ ની નવી જગ્યાઓ ઉભી
  • કરવી
  • સી.ડી.પી. ૧૯ રાજીવગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન
  • હ્યુમન રીસોર્સ
  • પંચાયત વિભાગનું નવીનીકરણ
  • કોમ્પયુટરાઇઝેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી ( વિભાગ )

ઇન્ફર્મેશન ટેકનોલોજી

ઇ-ગ્રામ વિશ્વગ્રામનો આદર્શ પૂર્ણ કરવા રાજય સરકાર ધ્વારા પંચાયતી રાજ સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતોનાં કોમ્પયુટરાઇઝેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત તમામ ૧૩૬૮૫ ગ્રામ પંચાયતોમાં પ્રાથમિક પરંતુ મહત્વની સેવાઓ જેવી કે જન્મ અને મરણનો દાખલો, આવકનો દાખલો, ચારિત્રય પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, આકારણી, બી.પી.એલ. યાદી, ૭/૧૨, ૮-અ ના ઉતારા, કરવેરા ભર્યાની પહોંચ, વિવિધ યોજનાઓ માટેના અરજીપત્રો તેમજ ફોમર્સ વગેરે પૂરા પાડવામાં આવે છે. આ તમામ સેવાઓ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. તમામ ૧૩૬૮૫ ગ્રામ પંચાયતોને કનેકટીવીટી ઉપલબ્ધ કરાવી ઇન્ટરનેટ બેઇઝડ સેવાઓ પૂરી પાડવામાં આવી રહેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪માં પOOO ગામોને કનેકટીવીટી ઉપલબ્ધ કરાવી, કોમ્પયુટર સાધન સામગ્રી પૂરી પાડી સમગ્ર ગુજરાતમાં આ યોજનાનું અમલીકરણ કરાવવાનું આયોજન છે. વહીવટી અને વાણિજ્ય સેવાઓ જેવી કે, વીમા, નાની બચત, બેંક વગેરે સેવાઓ ગામ પંચાયતો ખાતેથી પૂરી પાડવા માટે ઇ-ગ્રામ એક આઇ.ટી. હબ તરીકે કામ કરી રહેલ છે. ઇ-ગ્રામ ખાતેથી ઉપરોક્ત તમામ સેવાઓ આવક વહેંચણીના ધોરણે (PPP) ગ્રામ કોમ્પયુટર સાહસિક દ્વારા પૂરી પાડવામાં આવે છે. ગ્રામ કોમ્પયુટર સાહસિકની નિમણૂંક ગ્રામ પંચાયતો માટે વધારાની આવક તેમજ ગ્રામ્ય યુવકો માટે સ્વરોજગારીની તકો ઉભી કરી રહેલ છે. ગ્રામ કોમ્પયુટર સાહસિક ગ્રામ પંચાયતની પ્રાથમિક સેવાઓ ઉપરાંત ઇન્ટરનેટ બેઇઝડ સેવાઓ, વીજળીના બીલ, ટેલિફોનના બીલ વગેરે સ્વીકારવાની સેવાઓ પૂરી પાડી રહેલ છે. ઇ-ગ્રામ સેન્ટર એ ગ્રામ પંચાયત ખાતે ઇન્ટરનેટ કનેક્ટીવીટી અને ગ્રામ કોમ્પયુટર સાહસિકની સેવાઓના સમન્વયથી ભારત સરકારનું ઇ-ગવર્નન્સ બીઝનેસ મોડલ કોમન સર્વિસ સેન્ટર તરીકે કાર્યરત છે. ૨૬ જીલ્લા પંચાયતો તથા ૨૨૩ તાલુકા પંચાયત કચેરી અને GSWAN કનેકટીવીટીથી સંકળાઇ રહેલ છે. ઇન્ટરનેટ કનેક્ટીવીટી ૩૭ Mbps થી વધારી ૯૬ Mbps કરવામાં આવેઇ છે. બાકી રહેતા ગામોને પણ આગામી વર્ષે કનેકટીવીટીના નેટવર્કમાં સાંકળી લેવાનું આયોજન છે. આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૮૨૦૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૭૦૩૮.પ૬ લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૯3 ૬૧.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સીડીપી.ર સર્વેક્ષણ અને અભ્યાસ

રાજયમાં અમલમાં મુકાયેલ વિવિધ યોજનાઓનું સ્વચ્છિક સંસ્થાઓ પાસે મૂલ્યાંકન કરાવી તેમના સૂચનો મેળવી માહિતી અદ્યતન તથા હાથવગી મળી રહેતા તેના આધારે અમલમાં મુકાયેલ યોજનાઓમાં જરુરી સુધારો કરવાના હેતુથી સીડીપી-ર સર્વેક્ષણ અને અભ્યાસ સદરે નવી યોજના વર્ષ ૧૯૯૨-૯૩ થી શરુ કરવામાં આવેલ. દર વર્ષે આ હેતુ માટે નાણાંકીય વ્યવસ્થા કરવામાં આવે છે. આ જોગવાઇમાંથી યોજનાવાર બુકલેટ(સીડી સાથે) તૈયાર કરવામાં તેમજ પંચાયતી રાજ સંસ્થાના ચુંટાયેલા સભ્યશ્રીઓ તેમજ કર્મચારી/અધિકારીઓના કેપેસીટી બિલ્ડીંગ અર્થે તાલીમ આપવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

રાજયના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતોને લગતા અગત્યના અને તાકીદના કામો હાથ ધરી શકે તે હેતુથી રાજયસરકાર દ્વારા તેઓને વાર્ષિક રૂ.૧૦૦૦૦/- ની વિવેકાધીન ગ્રાન્ટની જોગવાઇ કરેલ છે.

સમગ્ર રાજયમાં લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ સહેલાઇથી એક જ સ્થળે મળી રહે તે માટે રાજય સરકારે સમગ્ર રાજયમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાનું નકકી કરેલ છે.આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૨રપ ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવેલ છે. આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૪૪૦૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧પ અંતિત રૂ.૨૨:૨૩.૪૩ લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૪૪O0.00 લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સીડીપી-3 : તાલુકા - જીલ્લા પંચાયતોનું વહીવટી તંત્ર સંગીન બનાવવું

નવરચિત ૭ જિલ્લા પંચાયત અને ૨૪ તાલુકા પંચાયત કચેરીના મકાનો, જર્જરીત તાલુકા પંચાયત કચેરીના મકાનો માટે જિલ્લા પંચાયત કચેરી માટે રૂ.૨૯.૪૦ કરોડ અને તાલુકા પંચાયત કચેરી માટે રૂ.૨.૮૫ કરોડ ની યુનિટ કોસ્ટ મુજબ, કુલ રૂ.૨૧૯.૯૪ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

જે પૈકી ૭ નવરચિત જિલ્લા પંચાયત તેમજ એક જર્જરીત જિલ્લા પંચાયતને વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. તેમજ ર૪ નવરચિત તાલુકા પંચાયત અને ૨૦ જર્જરીત તાલુકા પંચાયત વહીવટી મંજુરી આપી રૂ.૧૦૫.૫૯ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ  આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૨૧૯૯૪.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧પ અંતિત રૂ.૧૦૫પ૮.૮૮ લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૩૦૭૦૦.૦૦લાખની ( નવી બાબત સહિત) જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સી.ડી.પી.- ૪ : સર્વોદય યોજના

 

ભૂતપૂર્વ મુંબઇ રાજયે પૂજય મહાત્મા ગાંધીજીને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ આપવા સર્વોદય યોજનાનો ૧૯૪૯ થી પ્રારંભ કર્યો. આ યોજના સને ૧૯૬૦ની ગુજરાત રાજયની સ્થાપના થતાં ચાલુ રહી. ત્યારબાદ ૧૯૮૦માં આ યોજનાની સમીક્ષા કરવામાં આવી અને તાત્કાલિક અસરથી બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો. આ યોજનાની કામગીરી ગ્રામ નીતિને વરેલ નિષ્ઠાવાન કાર્યકરો જ કરી શકે તેમ જણાતાં આ યોજનાની સમીક્ષા અને પુનઃ વિચારણાના અંતે ઓકટોબર-૧૯૯૧ થી આ યોજના પુનઃ શરુ કરવામાં આવી. સમગ્ર ગુજરાત રાજયમાં હાલ રપ સર્વોદય કેન્દ્રો કાર્યરત છે જેમને રાજય સરકાર રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવણી કરે છે.

આ કેન્દ્રો નીચે મુજબની પ્રવૃતિઓ હાથ ધરે છે:-

  • શિક્ષણ, પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ - ૧૦ ટકા
  • કૃષિ અને ગોપાલન - ગ્રાંટના રપ ટકા
  • ખાદી અને કુટિર ઉધોગ - ગ્રાંટના રપ ટકા
  • આરોગ્ય અને સફાઇ કાર્યક્રમ ગ્રાંટના ૧૫ ટકા
  • સામાજીક પ્રવૃત્તિ, નશાબંધી સહકાર - ગ્રાંટના ૧૫ ટકા
  • વહીવટી ખર્ચ - ગ્રાંટના ૧૦ ટકા

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૨૧૯.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૨૧૯.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સીડીપી - ૫ પંચાયત ઘર અને તલાટી મંત્રીના નિવાસસ્થાનના બાંધકામ માટે ગ્રામ પંચાયતોને સહાયક અનુદાન

હાલમાં રાજયમાં આશરે ૧૪૦૨૯ જેટલી ગ્રામ પંચાયતો છે. ગ્રામ પંચાયતો એ પંચાયતી રાજ પધ્ધતિનો પાયો છે. પંચાયતોને સોંપવામાં આવેલ કામગીરીની યાદીમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, સ્વચ્છતા,જાહેર બાંધકામ, સમાજ કલ્યાણ, નર્મદા નહેર, ગોકુલગામ યોજના વગેરેને લગતી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતોને સામાન્ય સત્તાઓની સાથોસાથ જમીન મહેસુલ ઉઘરાવવાની કામગીરી પણ સોંપવામાં આવી છે. સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ સેવકો, તલાટીઓ વગેરે પંચાયતોની કામગીરી કરતી વ્યકિતઓ પંચાયતઘર તરીકે ઓળખાતા પંચાયતના મકાનમાં બેસીને કામ કરે છે. વધુમાં ગ્રામ કક્ષાએ માત્ર તલાટી જ સરકારનો સીધો પ્રતિનિધિ છે. તેને તેના મથક પર જ રહેવું જોઇએ અને તેને એ જ સ્થળે નિવાસની યોગ્ય સવલત મળવી જોઇએ. રાજયની તમામ ગ્રામ પંચાયતોને પંચાયત ઘર ઉપલબ્ધ છે. પરંતુ રીપેરીંગની જરુરીયાત વાળા પંચાયત ઘરોના સ્થાને નવીન પંચાયત ઘર કમ તલાટી કમ-મંત્રી આવાસ બાંધવાની આ યોજના છે.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૧00.00 લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૧૪૪૫0.00 લાખની (નવી બાબત સહિત) જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સીડીપી- ૬ : પંચાયત ફાયનાન્સ બોર્ડ

ગ્રામ પંચાયતોની આવકનાં સાધનોમાં વૃધ્ધિ થાય અને ગ્રામ પંચાયતોની અસ્કયામતોમાં વધારો થાય તે માટે ગ્રામ પંચાયતોને વિવિધ યોજનાઓ/કામો હાથ ધરવા માટે જરુરી નાણાંકીય લોન/સહાય મળી રહે તે હેતુસર રાજય સરકારના સંકલ્પપત્રમાં ઉલ્લેખકર્યા મુજબ વર્ષ ૧૯૯૫-૯૬ થી રાજય સરકારે પંચાયત ફાયનાન્સ બોર્ડની રચના કરવા વિચારેલ છે. પંચાયત ફાયનાન્સ બોર્ડની રચના અંગેની કાર્યવાહી નાણાં વિભાગના પરામર્શ હેઠળ છે.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૧૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ. ૧૦.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સી.ડી.પી - ૯ તીર્થગામ -પાવનગામ

રાજયના ગ્રામ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવ વધે, સામહિક એખલાસની ભાવના પ્રબળ બને, એકતા જળવાય તેમજ ભાઇચારાની ભાવના વધે તે ધ્યાને રાખીને ગ્રામ્ય કક્ષાએ સમરસ થયેલ ગામ તેમજ છેલ્લા એક વર્ષમાં ગામમાં એકપણ ગુનો નોંધાયેલ ન હોય તેવી ગ્રામ પંચાયતો માટે તીર્થ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. રાજય સરકાર નકકી કરે તેટલા ગામડાઓ પસંદ કરીને રૂ.૧.૦૦ લાખ અને રૂ.૨.૦૦ લાખ સુધીના ઇનામ આપવાની આ યોજના છે.

વર્ષ ૨૦૦૭-૦૮ માટે આ યોજનામાં ફેરફાર કરીને પાવન ગામનો સમાવેશ કરવામાં આવેલ છે. પાવનગામ યોજનાની અગત્યની બાબતો નીચે મુજબ છે :-

  1. જે ગામમાં છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ગુનો નોંધાયેલ ન હોય તે ગામને પાવન ગામ તરીકે આવરી લેવામાં આવશે.
  2. એક તિર્થ ગામ પસંદ થયેલને રૂ. ૨.૦૦ લાખને પાવન ગામ તરીકે પસંદ થયેલા ગામને રૂ.૧.૦૦ લાખ પ્રોત્સાહક ગ્રાંટ તરીકે આપવામાં આવે છે. યોજનાની શરુઆતથી અત્યાર સુધીમાં કુલ ૧૨ ૧૩ તીર્થગામ / પાવનગામ જાહેર થયેલ છે.
  3. પાવન ગામની પસંદગીમાં તીર્થગામના પસંદગીના ધોરણો (સમયગાળા સિવાય) યથાવત રહેશે.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૫૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૫૦.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સી.ડી.પી:- ૧૦ પંચવટી યોજના

ગુજરાતની ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટે અને ગ્રામ્ય વિસ્તારમાં આનંદપ્રમોદના સાધનો ઉપલબ્ધ થાય તે હેતુ ધ્યાને રાખીને ગ્રામ વન યોજનાના ધોરણે રોપા ઉછેર, પર્યાવરણને ઉપયોગી પ્રવૃત્તિઓ કરવા માટે તથા ગ્રામ્ય વિસ્તારના બાળકોને રમવા નાનું રમતનું મેદાન મળી રહે તેમજ ગ્રામ્ય સ્ત્રીઓને હરવા-ફરવાનું સ્થળ ઉપલબ્ધ બને તે હેતુ ધ્યાને રાખીને રાજય સરકારે ગ્રામ વાટિકા યોજના અમલમાં મુકેલ છે. આ યોજનાની નાણાંકીય જરુરીયાતોને ધ્યાને રાખીને મા.ધારાસભ્યશ્રી/સંસદસભ્યશ્રીની ગ્રાંટમાંથી અને રાજય સરકારની સહાયથી આ યોજના વિભાગ ધ્વારા હાથ ધરાય છે. અત્યાર સુધીમાં પ૮૧૩ ગામોમાં પંચવટી અમલમાં છે.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૧૦300.00 લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૮૧૭૭.00 લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૫૩૦૦.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સી.ડી.પી. ૧૧- ત્રિસ્તરીય પંચાયતોની ચૂંટણીઓ માટે વોટિંગ મશીનો / સમરસ યોજના

તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે અંદાજે ૧૬૮૨૦૦ વિજાણું મતદાન યંત્રોની જરૂરીયાત છે જે તબકકાવાર ખરીદવાનું આયોજન છે. આ પૈકી અત્યાર સુધીમાં ૪૮૯00 ઇવીએમ મશીનો ખરીદવા માટે કરવામાં આવેલ છે.

સમરસ યોજના

ગ્રામ પંચાયતની ચૂંટણી સર્વ સંમતિ અને વિના વિરોધે થાય અને હકારાત્મક વાતાવરણમાં સંપ, સહકાર, ગ્રામ પંચાયતની ચૂંટણી સર્વ સંમતિ અને વિના વિરોધે થાય અને હકારાત્મક વાતાવરણમાં સંપ,સહકાર,સુમેળ અને સંવાદિતથી સ્થાનિક પ્રજા વિકાસના કામોમાં ભાગલે તેવા ઉમદા હેતુથી સમરસ ગામ યોજના અમલમાં મુકેલ છે અને જે ગામમાં પંચાયતની ચૂંટણી બિન હરીફ થાય તેને લાભ મળે છે. આ યોજના હેઠળ પાંચ હજાર સુધીની વસ્તીવાળી સમરસ થતી ગ્રામ પંચાયતને રૂ.૨.૦૦ લાખ અને પ૦૦૦ હજાર થી વધુ વસ્તીવાળી સમરસ ગ્રામપંચાયતને રૂ.3.૦૦ લાખ તથા પ્રથમ વાર મહીલા સમરસ ગ્રામ પચાયતો માટે રૂ.3.OO લાખ તથા બીજીવાર મહીલા સમરસ ગ્રામ પંચાયતોને રૂ.૫.૦૦ લાખ અનુદાન મળે છે.

બીજીવાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થાય તો ૨૫ ટકા વધારાનું અનુદાન તેમજ સી.સી. રોડ જેવી માળખાગત સુવિધા અને ત્રીજીવાર સમરસ જાહેર થતાં બીજીવારના અનુદાનના ૨૫ ટકા વધારે અનુદાન તેમજ વધારાની માળખાગત સુવિધા આપવાનું નકકી કરેલ છે.

પ્રથમવાર થતી મહિલા સમરસ ગામની માંગણી થયેથી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વર્ગ માટે અગ્રીમતા આપવામાં આવશે.

આ અનુદાનની રકમનો ઉપયોગ ગ્રામ સભા નક્કી કરે તે મુજબના વિકાસના કામો માટે કરવાના હોય છે. અત્યાર સુધીમાં ૧૧,૦૮૩ સમરસ જાહેર થયેલ તે પૈકી ૩૯૨ મહિલા સમરસ જાહેર થયેલ છે. આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ માં રૂ.૨૭૦૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૨૨૩ ૨.00 લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૧૭પ૦.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સી.ડી.પી:- ૧ર ગ્રામ પંચાયતો માટેનો વ્યવસાય વેરો ( ૫૦ ટકા )

ગુજરાત રાજય રોજગાર,વ્યવસાય,વેપાર કર નિયમો-૧૯૭૬ હેઠળ ગ્રામ પંચાયતો માટે તા.૧-૪-૧૯૭૬ થી વ્યવસાય વેરો ( પO ટકા ) દાખલ કરવામાં આવેલ છે.આયુકતશ્રી,વાણિજય કરવિભાગ આ કાયદાના અમલીકરણ તથા દેખરેખની જવાબદારી રાખશે. રાજય સરકારને મળેલ કરની પO ટકા રકમ પંચાયતીરાજ સંસ્થાઓને સહાયક ગ્રાન્ટ તરીકે આપે છે. આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૨૦૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧પ અંતિત કોઇ ખર્ચ થયેલ નથી. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૨૦૦.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સી.ડી.પી-૧૪ સ્વસ્થ ગામ અને સ્વચ્છ ગામ યોજના

ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાનતા, જાગૃતિ કેળવી સફાઇનું

સ્તર ઊચું લાવી, ગ્રામ્ય જીવનનું સ્તર ઊચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે કરવા ગ્રામજનો કટિબધ્ધ થાય તે માટે સને ૨૦૦૭-૦૮ ના વર્ષથી નવી યોજના અમલમાં મુકવામાં આવી છે.

નિર્મળ ગુજરાતમાં નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવે છે –

  1. ગ્રામ પંચાયતમાં ગંદકીવાળી જગ્યાઓ પબ્લિક ગટર લાઇન અને માર્ગો ઉપર દવાછાંટવાની કામગીરી હાથ ધરવી.
  2. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું અને તે માટે ગામ બહાર જગ્યા નકકી કરવી.
  3. ગ્રામ પંચાયતમાં સફાઇ વેરો દાખલ કરી ગ્રામ સફાઇની વ્યવસ્થા સઘન બનાવવી.
  4. ગામમાં આવેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાના મકાનો, શાળાઓ, પંચાયત ધર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે તમામ સ્થળોએ શૌચાલયનો પ્રબંધ કરાવવો.
  5. ગામના જાહેર સ્થળે નિર્મળ ગુજરાત અંગેના સૂત્રો-પોસ્ટર લગાવવા.
  6. ગામમાં વ્યકિતગત અને સામૂહિક શૌચાલયોની વ્યવસ્થા કરવી.
  7. ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી.
  8. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુ જાળવણી સુનિશ્રિત કરવી.
  9. જે ગામ જેટલો સફાઇ વેરો ઉઘરાવશે તેટલી રકમ રાજય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે.

10. જે ગામ ૧૦૦ ટકા સફાઇ વેરો ઉધરાવશે તેને ૧૧૦ ટકા લેખે રાજય સરકાર પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૧૦૫૬૦.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૮૭૨૧.૪૭ લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૧૩૫૦૦.૦૦ લાખની (નવી બાબત સહીત) જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સી.ડી.પી:- ૧૭ રબન માળખાકીય સુવિધા

રાજય સરકાર ગ્રામ વિસ્તારોમાં આધુનિક શહેરી જેવી સગવડો પૂરી પાડવા કટિબધ્ધ છે શરૂઆતના તબકકે ૧૦,૦૦૦ કે તેથી વધુ વસ્તી ધરાવતા અને આદિજાતિ વિસ્તારમાં ૭OOO ની વસ્તી ધરાવતા ગામો તેમજ ૮૧ તાલુકા મથકને આવરી લઇ કુલ ૨૫૫ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તમામ ગામોને વહીવટી મંજુરી મળેલ છે. અને તે પૈકી ૩૪ કામો પૂર્ણ થયેલ છે,બાકીના કામો પ્રગતિ હેઠળ છે. બાકીના ગામોને તબક્કાવાર યોજનામાં સમાવેશ કરવાનું નકકી કરેલ છે. યોજનાનો અમલ રાજય સરકારે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ મારફતે અથવા સમયાંતરે રાજય સરકાર નકકી કરે તે મુજબ અને જીલ્લા સ્તરે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે. જરૂર જણાયે રાજય સરકાર રબન વિકાસ નિગમ શરૂ કરવા પણ વિચારણા કરશે. ગ્રામ્ય શહેરીકરણને દષ્ટિમાં રાખીને નીચે મુજબની માળખાકીય સુવિધાઓ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

  • ગામ અને શહેર વચ્ચેની ખાઇ દૂર કરવા શહેરી વિસ્તારમાં જોવા મળતી દરેક માળખાકીય સુવિધાઓના વિકાસ બાબત.
  • રસ્તા, ગટર, પીવાના પાણી, વીજળી, વિસ્તાર વિકાસ શૈક્ષણિક અને તેના જેવી શહેરી વિસ્તાર જેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવા હયાત સુવિધાઓને સંગીન બનાવવા કે ફેરફારો કરવા બાબત
  • બિન પ્રણાલિકાગત ઉર્જા સ્ત્રોત (સોલર) પૂરા પાડવા
  • આ યોજનાને વેગ આપ્યવા માટે ખાસ સેલની રચના કરવામાં આવેલ છે
  • આ યોજના માટે વર્ષ૨૦૧૨-૧૩ માં નાબાર્ડ તરફથી લોન મંજૂર કરવામાં આવશે.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૨૫૪૮૦.૩૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૯૨૧૯.૯૭ લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૪૦૭૮૦.૦૦ લાખની ( નવી બાબત સહીત ) જોગવાઇ સુચવવામાં આવેલ છે.

સી.ડી.પી-૧૮ ગ્રામોદ્યોગ યોજના (સીડમની)

ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ દ્વારા ગ્રામ પંચાયતોને સ્વાવલંબન, સ્વશાસન અને સ્થાનિક વિકાસના કામો અને ફરજો સુપ્રત થયા છે. પરિણામે ગ્રામવાસીઓને પોતાની આકાંક્ષા અને શકિતનુસાર ગામનો સર્વાગી વિકાસ સાધવાની અનુકૂળતા સાંપડે તે માટે ગ્રામ પંચાયતો આયોજનપૂર્વક વ્યવસ્થિત રીતે વધુ કાર્યદક્ષતાથી પોતાની ફરજો અને જવાબદારી અદા કરી શકે, ગ્રામવાસીઓ સ્વયંશકિતનો ઉપયોગ કરીને ઝડપી પગલાં ભરવા ગ્રામ પંચાયતો ઘણો મહત્વનો ફાળો આપી શકે. આ હેતુ માટે સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ કરવાની દ્રષ્ટિએ રાજયની તમામ ગ્રામ પંચાયતો માટે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પર્ધા યોજવાનું સરકારે વિચારેલ છે જેમાં રાજયની તમામ પંચાયતોને વસ્તીના આધારે ત્રણ કેટેગરીમાં વહેંચીને ગ્રામ પંચાયતોને કેટેગરી મુજબ સીડમની (બીજમૂડી/પ્રારંભિક ઉદ્દીપન સહાય) આપીને હરિફાઇન ભાવના ઉભી કરી વિવિધ ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને સ્પર્ધા દ્વાર પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નકકી કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા ગ્રામ્ય કક્ષાએ યોગ્ય પહેલ થાય અને સ્પર્ધાની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી તેમજ સ્વર્ણિમ જયંતિ વર્ષની ઉજવણી ઉત્સાહભેર થાય તે હેતુથી પ્રોત્સાહક પુરસ્કારો આપવાનું નકકી કરવામાં આવેલ છે. તેમજ નિવૃત્ત કર્મચારી/અધિકારીશ્રીઓ તેમજ સરકારી કર્મચારીઓના સહકારથી ગ્રામ્ય કક્ષાનો વિકાસ કરવા વિચાર વિમર્શ સમયે થતો ચા-નાસ્તાના ખર્ચ માટેની જોગવાઇ આગામી વર્ષમાં સુચવેલ છે. આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૪૨૬.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી ડિસેમ્બર-૧૫ અંતિત રૂ.૨૮0.૫૮ લાખનો ખર્ચ થયેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૪૨૬.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

રાષ્ટ્રીય સમ વિકાસ યોજના ( બી.આર.જી.એફ.)

આયોજન પંચ, નવી દિલ્હી દ્વારા દસમી પંચવર્ષીય યોજના દરમિયાન રાષ્ટ્રીય સમ વિકાસ યોજના દ્વારા દેશના અત્યંત ખુબ ઓછો વૃધ્ધિ દર ધરાવતાં, તેમજ નબળા વહીવટી કાર્યક્ષમતા વાળા વિસ્તારમાં ખાસ પ્રકારના કાર્યક્રમો અને નિતી દ્વારા વિકાસ વૃધ્ધિના આડે આવતાં અંતરાયો દુર કરીને વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ યોજના તૈયાર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજયમાંથી ડાંગ, દાહોદ અને  પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ જિલ્લા દીઠ ખાસ વધારાના રૂ. ૧૫.00 કરોડ દર વર્ષે ફાળવવામાં આવે છે. એટલે કે એક જિલ્લા માટેવાર્ષિક રૂ. ૧પ.00 કરોડ લેખે 3 વર્ષના રૂ. ૪પ.00 કરોડ આ યોજના હેઠળ ખાસ વધારાના ફાળવવામાં આવે છે. અને એવો ઉદેશ રાખવામાં આવેલ છે. કે આ યોજના કાર્યક્રમ ઉદીપક તરીકે બળ પુરુ પાડી જે પછાત વિસ્તારમાં ચોકકસ સુધારણા અને વિકાસ 3 વર્ષમાં કરશે. આર.એસ.વી. વાય ની ગાઈડ લાઈન મુજબ રાજયના પછાત જિલ્લાઓની પસંદગી નીચેના ત્રણ માપદંડોને ધ્યાનમાં લઈ કરવામાં આવેલ છે :

  • ખેત મજુરોની રોજગારીની ક્ષમતા.
  • ખેત મજુરોના વેતન દર
  • જિલ્લાની વસ્તીમાં એસ.સી/ એસ.ટી.ની ટકાવારી.

આ યોજના હેઠળ પસંદ થયેલ જિલ્લો કઈ યોજના પસંદ કરવી તે બાબતે મુકત છે. પરંતુ સામાન્ય રીતે આ યોજનાઓ માનવ સૂચકાંક વિકાસ બાબતની હોવી જોઈએ. જુદી જુદી યોજનાઓ હાથ ધરવાથી મુળભૂત રીતે ઉચી ગરીબી, નિમન વિકાસ, ખેતીકીય પેદાશોમાં થતો અવરોધ, બેરોજગાર, નબળા વહીવટીકરણની સ્થિતિ તથા સામાજીક અને ભૌતિક આંતર માળખાકીય સગવડો ઉપર અસર પડશે તેવું માનવું છે. આ યોજનાનો ઉચ્ચ હેતું જોવા જઈએ તો લોકોની યોજનામાં ભાગીદારી બિન સરકારી સંસ્થાઓની અને સ્વ સહાય જુથોનું પ્રત્યક્ષ અમલીકરણમાં યોગદાન ખુબજ જરૂરી છે.

આ યોજનાની મુખ્ય વિગતો નીચે મુજબ છે

  • ચેકડેમ, પાણી રોકવાની પરંપરાગત બંધારણોનું પુનઃગઠન, ના લીફટ ઈરીગેશન પ્રોજેકટ, પાણીના વહેણોને વળાંક આપવાની યોજના હાથ પર લેવી.
  • આરોગ્યની સગવડોમાં મુખ્યત્વે આાંગણવાડી, કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સગવડ ઉપર ધ્યાન આપવું.
  • શૈક્ષણિક સગવડો વધારવી
  • વોકેશન ટ્રેનીંગ સેન્ટરના પ્રયોગ દ્વારા પ્લમ્બરીંગ, પંપ રીપેરીંગ, મોટર સાયકલ રીપેરીંગ, પોટરી, સુથારી કામ જેવા કામો હાથ ધરવા.
  • ખેતી અને તેને સબંધીત યોજનાઓ દ્વારા આવકમાં વૃધ્ધિ થાય તેવા કાર્યક્રમોલેવા.
  • પશુપાલનની પ્રવૃતિનો વિકાસ તથા બજારની આંતર માળખાકીય સેવાઓમાં વિકાસ કરવો.
  • રોડ તથા વિજળીકરણના ગ્રામ વિકાસ ને લગતી જોડતી કડીના કામોનું આયોજન કરવું
  • રાષ્ટ્રીય સમ વિકાસ યોજના રાજયના ત્રણ જિલ્લામાં અમલી હતી. હવે આ યોજના બેકવર્ડ રીજિયન ગ્રાન્ટ ફંડ તરીકે ઓળખાય છે. જેમાં હવે અગાઉના ત્રણ જિલ્લા જેવા કે, ડાંગ, દાહોદ, અને પંચમહાલની સાથે નર્મદા, બનાસકાંઠા, અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે.

બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ યોજના

પ્રસ્તાવિકા

  • વિકાસમાં ક્ષેત્રીય અસમાનતાઓ દુર કરવા માટે પસંદગીના ડાંગ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા એમ કુલ ૬ જિલ્લાઓમાં આ યોજના શરુ કરવામાં આવેલ છે.
  • આ યોજના હેઠળ પ્રત્યેક જિલ્લાને પ્રતિવર્ષ લધુતમ રૂ. ૧0.00 કરોડ મળવાપાત્ર થાય છે.
  • તદુપરાંત પંચાયતી રાજ સંસ્થાના ચુંટાયેલા પતિનિધિઓ તથા પદાધિકારીઓના તાલીમ માટે પ વર્ષના તાલીમ કાર્યક્રમ બનાવવામાં આવેલ છે. જે અંતર્ગત જે અંતર્ગત રાજય ગ્રામ વિકાસ સંસ્થા (એસ.આઇ.આર.ડી.) ધ્વારા પ વર્ષનાં તાલીમ કાર્યક્રમનાં રૂ.૩૭.રપ કરોડ પૈકી ર૦૦૮-૦૯ માં રૂ.૬૦૪.૫૪ લાખની ગ્રાંટ ભારત સરકાર ધ્વારા રાજય ગ્રામ વિકાસ સંસ્થા ધ્વારા રજુ કરેલ પ્રથમ વર્ષનાં તાલીમ પ્લાન માટે છુટી કરવામાં આવેલ .

ઉદેશ:

  • સ્થાનિય આંતરમાળખાકિય અને અન્ય વિકાસ સબંધિત જરૂરીયાતો જે બીજી કોઈ યોજના દ્વારા પૂર્ણ થઈ શકતી ન હોય તે પૂર્ણકરવી પંચાયત અને નગર પાલિકાની વહીવટી વ્યવસ્થામાં વધારો કરતાં સ્થાનિક સંસ્થાને આયોજન, અમલીકરણ અને યોજનાની દેખરેખમાં સહાયરૂપ બનવા સ્થાનિક સંસ્થાને સોંપવામાં આવેલ કાર્યોના દેખાવમાં સુધારો કરવા જિલ્લા દ્વારા તૈયાર થનાર પ્લાનમાં આવરી લેવાનાર ક્ષેત્રોની વિગત
    • કૃષિ અને સંલગન ક્ષેત્ર
    • પાણીના સ્ત્રોતની ઉપલબ્ધી
    • લધુ ઉદ્યોગ, ફૂડ પ્રોસેસીંગ અને સાંસ્કૃતિક ઉદ્યોગ
    • વિજ સુવિધા સાથેની માળખાગત સુવિઘા
    • પીવાના પાણી અને ગટર વ્યવસ્થા
    • શાળા શિક્ષણ,સાક્ષરતા દર
    • આરોગ્ય વિષયક સુવિધાઓ
    • ગરીબી નિવારણ અને મૂળભૂત જરૂરીયાત
    • જાતિ પ્રમાણ
    • એસ.સી./ એસ.ટી. તથા વિકલાંગને સામાજીક ન્યાય

નાણાંકીય જરૂરીયાતોનું સ્પષ્ટીકરણ:

નાણાંકીય વર્ષ ર૦૧૦-૧૧ માં ભારત સરકાર તરફથી રૂ.૧.૧૦.૦૦ કરોડ મળવાની અપેક્ષાએ રાજય સરકારનાં અંદાજપત્રમાં રૂ.૧.૧૦.૦૦ કરોડની જોગવાઇ સુચવવામાં આવેલ હતી જેની સામે ચાલુ વર્ષ ર૦૧૦-૧૧ માં કમિશનરશ્રી ગ્રામ વિકાસની કચેરી ધ્વારા ૬ જિલ્લાના વર્ષ ર૦૧૦-૧૧ ના એન્યુઅલ પ્લાન તથા કુલ રૂ.૧૦૧.૩૧ કરોડના એલોકેશન સામે ઉપર જણાંવ્યાનુસાર રૂ.૬૩.૬૪ કરોડની ગ્રાટ ભારત સરકારમાંથી મેળવવામાં આવેલ.

ભારત સરકારનાં પંચાયતી રાજ મંત્રાલય નવી દિલ્હીના તા.પ.૭.ર૦૧૦ નો અ.સ.પત્ર ક્રમાંકસઃ એન.૧૧૦૧૯/૨૧/૦૯ પી.ઓ.એલ.-૧ માં સુચવ્યા અનુસાર તથા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૦૮.૧૦.ર૦૧૦ નાં ઠરાવથી બી.આર.જી.એફ.યોજના આયોજન અમલીકરણ અને સંકલનની સમગ્ર કામગીરી ગ્રામ વિકાસ કમિશનરશ્રી પાસેથી પરત લઇ વિકાસ કમિશનરશ્રીને સોંપવાનું ઠરાવવામાં આવેલ છે.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૧૪,૮૮૪.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે.ચાલુ વર્ષે ૨૦૧૫-૧૬ માં ડીસેમ્બર-૧પ અંતિત રૂ.૧૯૯૯.૭૭ લાખનો સ્પીલ ઓવર ખર્ચ થયેલ છે.

આ યોજના કેન્દ્ર સરકારશ્રી દ્વારા બંધ કરવામાં આવેલ છે.

જિ.પં. અને તા.પં. માં વર્ગ-૧, વર્ગ-ર, વર્ગ-૩ અને વર્ગ-૪ ની નવી જગ્યાઓ ઉભી કરવી

ગુજરાત રાજયના હયાત જિલ્લાઓ અને તાલુકાઓ પૈકી કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓના વિભાજનથી અસ્તિત્વમાં આવનાર નવા જિલ્લાઓ અને તાલુકાઓમાં ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ ની જોગવાઇઓથી રચાનારી નવી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી. વર્ગ-૧, તાલુકા વિકાસ અધિકારી. વર્ગ-ર, હિસાબી અધિકારી. વર્ગ-ર , આંતરિક અનવષણ અધિકારી. વર્ગ-ર, વર્ગ-૩ અને વર્ગ-૪ ની નવી જગ્યાઓ ઉભી કરવાનું આયોજન છે.

આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૧૦૮૮.૦૦ લાખ નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૧૦૮૮.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

રાજીવગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન કેન્દ્રીય પુરસ્કૃત યોજના

રાજીવ ગાંધી પંચાયત સશકિતકરણ અભિયાન અંતર્ગત ડ્રાફટ ગાઇડ લાઇનમાં દર્શાવ્યા પ્રમાણેની યોજનાઓ/પ્રવૃતિઓ માટે કેન્દ્રના ૮૦ ટકા અને રાજયના ર૦ ટકા ફાળા પ્રમાણે ફંડ આપવાની જોગવાઇ છે. જેમાં જે ગ્રામ પંચાયત કચેરીને પોતાના મકાનની સુવિધા નથી તે ગ્રામ પંચાયતોને નિયત કરેલ ડીઝાઇન પ્રમાણે એક મકાન દીઠ રૂ.૧૨.૦૦ લાખ ફંડ મળવાપાત્ર છે. જેની સંખ્યા ૨૪3 છે. સી.ડી.પી-પ પંચાયત ઘર યોજના હેઠળ અગાઉના વર્ષમાં ફાળવેલ લક્ષ્યાંક પૈકી નિયત યુનિટ કોસ્ટ રૂ.3.3 ૨ લાખમાં મકાન બની શકતા ન હોવાથી અંદાજે ૪૬૦ પંચાયત ઘરના કામો પૈકી ૨૦૦ ગ્રામ પંચાયતોના કામોનો લક્ષયાંક આપવામાં આવેલ છે. એડીશનલ આસી. એનજીનીયરના તેમજ કેપેસીટી બિલ્ડીંગ માટે અને તાલીમ માટેની જોગવાઇ કરવામાં આવેલ છે. આ યોજના માટે વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૧૨000.00 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૧૦.૦૦ લાખની ટોકન જોગવાઇ સુચવવામાં આવેલ છે.

આ યોજના કેન્દ્ર સરકારશ્રી દ્વારા બંધ કરવામાં આવેલ છે

હયુમન રીસોર્સ ડેવલપમેન્ટ

તાલીમ અને અન્ય પ્રવૃતિ માટે કુલ ખર્ચ ૨ ટકા ગ્રાન્ટ ફાળવવાની રાજય સરકારની

સુચનાઓ છે. પંચાયત વિભાગ દ્વારા રાજયમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની પ્રવૃતિઓ અને યોજનાઓ સાથે સંકળાયેલ છે. તેથી વિભાગના અધિકારી/કર્મચારીઓની કાર્યકુશળતા વધારવા અને રોજબરોજની કામગીરી વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાના હેતુ માટે તાલીમની જરૂરીયાત છે. વર્ષ ૨૦૧૬-૧૭ ના અંદાજપત્રમાં રૂ.૧૨.૭૦ લાખની ટોકન જોગવાઇ સુચવવામાં આવેલ છે.

પંચાયત વિભાગનાં નવીનીકરણ

નવા સચિવાલય, ગાંધીનગર ખાતે આવેલ બ્લોક નં. ૮ ના ત્રીજા, ચોથા અને પાંચમાં માળે આવેલ પંચાયત વિભાગના નવીનીકરણ તેમજ એરકન્ડીશન, સાઉન્ડ સીસ્ટમ અને ફર્નિચર તથા આનુષાંગિક ખર્ચ અંગે વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂા.૨૫.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ જે પૈકી ડિસેમ્બર-૧પ અંતિત રૂ.૨૦.૦૦ લાખનો ખર્ચ થયેલ છે. વર્ષ ર૦૧૬-૧૭ ના અંદાજપત્રમાં રૂ.૧૧૫.૦૦ લાખની જોગવાઇ (નવી બાબત સહિત) સુચવવામાં આવેલ છે.

માહિતી પ્રૌદ્યૌગિકી (ઇન્ફર્મેશન ટેકનોલોજી)

રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ વિભાગના બજેટની કુલ જોગવાઇના 3 ટકા લેખે

ઇન્ફર્મેશન અને ટેકનોલોજી માટે જોગવાઇ કરવાની રહે છે. આ વિભાગ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સાથે વિશાળ કામગીરીથી સંકળાયેલ છે. જેથી, ઇલેકટ્રોનીકસ ઉપકરણો જેવા કે, કોમ્પયુટર્સ, ઝેરોક્ષ અને મલ્ટી ફંકશન મશીનો આ ત્રણેય સ્તરની પંચાયતો માટે ખરીદવા અનિવાર્ય છે.

હાલમાં, વિભાગને જરૂરીયાતથી ખુબ જ ઓછી સંખ્યામાં કોમ્પયુટર ફાળવવામાં આવેલ છ. જેથી, સારી ગુણવત્તાવાળા કોમ્પયુટર્સ તેમજ અન્ય ઇલેકટ્રોનીકસ ઉપકરણો ખરીદવા જરૂરી છે. જેથી રોજ-બરોજની કામગીરી સરળતાથી તેમજ ઝડપથી કરી શકાય. ઉપરોકત હકીકતને ધ્યાને લઇને ૨૦૧૫-૧૬ માટે ઇન્ફર્મેશન અને ટેકનોલોજી માટે રૂા.૨૦.૦૦ લાખની નાણાંકીય જોગવાઇ કરવામાં આવેલ જે પૈકી ડિસેમ્બર-૧પ અંતિત રૂ.૧૫.૬૪ લાખનો ખર્ચ થયેલ છે.

વર્ષ ૨૦૧૬-૧૭ ના અંદાજપત્રમાં રૂા.૨૦.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૬-૧૭ માટે સૂચવવામાં આવેલ નવી બાબતો

  • સ્વચ્છ ગામ - સ્વસ્થ ગામ મહાત્માગાંધી સ્વચ્છતા મિશન યોજના હેઠળ હાલમાં ૨૦૦૦ થી ઉપરની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરીને લેન્ડફીલ્ડ સાઇટ સુધી લઇ જવા માટે વ્યકિતદીઠ રૂા.૨/- માસિકની સહાય આપવામાં આવે છે. તેના બદલે આગામી વર્ષથી રાજયની તમામ ગ્રામ પંચાયતોને વ્યકિતદીઠ રૂા.૨/- લેખે માસિક સહાય આપવાની યોજના કરવાની છે. જે પેટે રૂ.૮૪00.00 લાખની જોગવાઇ કરીએ. તથા રાષ્ટ્રિય તહેવારો નિમિત્તે સફાઇ કામગીરી માટે તથા કુદરતી આફતો જેવી કે વાવાઝોડુ, પૂર, અતિવૃષ્ટિ ની સ્થિતિમાં સત્વરે સ્વચ્છતા અભિયાનની સબંધિત કામગીરી માટે રૂ. ૬૦૦.૦૦ લાખની જોગવાઇ કરીએ. આમ કુલ રૂ.૯૦૦૦.૦૦ લાખની નવી જોગવાઇ વર્ષ ૨૦૧૬-૧૭ માં સૂચવેલ છે.
  • મુલાકાત કેન્દ્ર (વિઝીટીંગ સેન્ટર) : વિકસિત ગ્રામ પંચાયતોના પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા મુલાકાતના કારણે આવી ગ્રામપંચાયતો ખર્ચને પહોંવળે તે હેતુથી તેમને વિઝીટર સેન્ટર વિકસાવવા માટે આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નવી યોજના છે. આ યોજના અંતર્ગત કુલ-૧૦ ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવશે. જેમાં પીવાના પાણીના વિતરણની સુવિધા કચરાનું ડોર ટુ ડોર કલેકશન, ગટર યોજના / ભૂગર્ભ ગટર યોજના, ઓછો ડ્રોપ આઉટ રેશીયો, ૭૫ ટકાથી વધુ કરવેરાની વસુલાત, નિર્મળ ગામ, રાષ્ટ્રીયકક્ષાએ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત વિજેતા, સમરસ, પાવનતીર્ગ ગામ યોજનામાં પસંદ થયેલ ગ્રામ પંચાયત, ૧૦૦ ટકા વીજળીકરણ, ૧૦૦ ટકા સી.સી. રોડ તેમજ બેકીંગ સુવિધા ધરાવતી ગ્રામ પ:ચાયતોને પસંદ કરી પ્રતિ ગ્રામ પંચાયત દીઠ રૂ.૧૦.૦૦ લાખની જોગવાઇ કરેલ છે. આ અંગે વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૧૦૦.00 લાખની જોગવાઇ નવી બાબત તરીકે જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
  • સ્માર્ટ વિલેજ યોજના :ગ્રામીણ વિકાસની વિવિધ સામુહિક અને વ્યકિતલક્ષી કલ્યાણકારી યોજનાઓના અમલ દ્વારા “ સ્વરાજય થી સુરાજય” તરફ રાજય પ્રયાણ કરી રહયું છે, ત્યારે ગ્રામ પંચાયતો સ્વાવલંબી અને સ્વશાસન દ્વારા પોતાની આકાંક્ષાઓ મુજબ વ્યકિત વિકાસ, સામાજીક વિકાસ, માનવ વિકાસ અને આર્થિક વિકાસ ને આવરી લઇ સવાંગી વિકાસ કરે અને પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવી સ્પર્ધાત્મક વાતાવરણ ઉભુ કરે તે માટે આગામી વર્ષ ૨૦૧૬-૧૭ થી સ્માર્ટ વિલેજની યોજના અમલમાં મુકવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૧૮૫૦૦.૦૦ લાખની નવી બાબત સુચવવામાં આવેલ છે.
  • રેકર્ડ રૂમ: રાજયમાં તાલુકા / જીલ્લા પંચાયતની કચેરીમાં જુના રેકર્ડને સાચવવા માટે અદ્યતન ઢબે રેકર્ડરૂમ બનાવવાની ખૂબ તાતી જરૂરીયાત જણાતી હોઇ કોમપેકટર સાથેનો રેકર્ડ રૂમ બનાવવા માટે તાલુકા કક્ષાએ રૂ.૧૦.૦૦ લાખ અને જીલ્લા કક્ષાએ રૂા.૨૫.૦૦ લાખ નકકી કરી વર્ષ ૨૦૧૬-૧૭ માટે ફૂલ રૂા.૨૦૦૦.૦૦ લાખ નવી બાબત સૂચવવામાં આવેલ છે.
  • નવીન પંચાયત ઘર: ગામની વસ્તીના પ્રમાણમાં પંચાયત ઘરમાં બેઠક વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓની જરૂરિયાત અલગ અલગ હોય જેથી એક જ ટાઇપ ડીઝાઇનના મકાનોને બદલે વસતીના ધોરણે જરૂરિયાતને ધ્યાને લઇ પંચાયત ઘર બનાવવામાં આવે તો વધુ ઉપયોગી થઇ શકે. જેમાં જૂથ ગ્રામ પંચાયત હોય પણ સમાવિષ્ટ ગામની વસ્તી ૩૦૦ થી ઉપર હોય તેવા ગામમાં પેટા પંચાયત ઘર યુનિટ કોસ્ટ રૂ.૬.૫૦ લાખ મુજબ વર્ષ ૨૦૧૬-૧૭ ના બજેટમાં રૂા.૯૨૫૦.૦૦ લાખ નવી બાબત સૂચવવામાં આવેલ છે.
  • પંચાયત ઘર રીપેરીંગ : ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ગ્રામ સચિવાલય ગણાય છે ઘણા ગામડાઓમાં પંચાયત ઘર જુના-પુરાણા અને જર્જરીત હોય છે. ચોમાસાની રૂતુ માં છતમાંથી પાણી પડતું હોઇ રેકર્ડ જાળવણીમાં તેમજ કચેરીમાં બેસવામાં ઘણી જ અગવડો પડતી હોય જે ગ્રામ પંચાયતનું મકાન જુનું હોય પરંતુ રીપેરીંગ કરી શકાય તેમ હોય તેવા પંચાયત ઘર માટે પંચાયત ઘર દીઠ રૂ.૫.૦૦ લાખ મુજબ વર્ષ ૨૦૧૬-૧૭ ના બજેટમાં રૂ.૫૦૦૦.૦૦ લાખ નવી બાબત સૂચવવામાં આવેલ છે.
  • વિકાસ કમિશનર કચેરીનું રીનોવેશન  વિકાસ કમિશનર કચેરીનું સંપુર્ણ રીનોવેશન કરવા માટુ વર્ષ ૨૦૧૬-૧૭ ના બજેટમાં સામાન્ય સદરે રૂ.૧૦૦.૦૦ લાખ નવી બાબત તરીકે સૂચવવામાં આવેલ છે
  • જીલ્લા - તાલુકા પંચાયતના જર્જરીત સ્ટાફ કવાર્ટસના રીપેરીંગ માટે તથા જીલ્લા પંચાયતના આરામગ્રહ (સરકીટ હાઉસ ) ના રીપેરીંગ માટે જુની જીલ્લા - તાલુકા પંચાયતના જર્જરીત સ્ટાફ કવાર્ટસના રીપેરીંગ માટે તથા જીલ્લા પંચાયતના આરામગૃહ (સરકીટ હાઉસ ) ના રીપેરીંગ માટે અનુદાનની કોઇ જોગવાઇ નથી. જીલ્લા - તાલુકા પંચાયતના અપુરતા સ્વભડોળના કારણે આ કામો હાથ ધરી શકાતા નથી. આથી આ કામો માટે અનુદાનની જોગવાઇ કરવી જરૂરી છે જે માટે સી.ડી.પી.3 યોજનામાં (રૂ.૧૦.૦૦ કરોડ જીલ્લા/ તાલુકા પંચાયત સ્ટાફ કવાર્ટસ રીપેરીંગ - ૧ કવાર્ટસ દીઠ રૂ.૫.૦૦ લાખ પ્રમાણે ૨૦૦ કવાર્ટસ અને રૂ.૧૦૦૦.૦૦ લાખ આરામગૃહ રીપેરીંગ માટે આરામગ્રહ દીઠ રૂા.૨૦.૦૦ લાખ પ્રમાણે પO- આરામગૃહ) ફૂલ રૂા.૨૦૦૦.૦૦ લાખ નવી બાબત તરીકે સૂચવવામાં આવેલ છે
  • જુનાગઢ તાલીમ કેન્દ્રનું આધુનિકીકરણ રાજય ગ્રામ વિકાસ સંસ્થા ખાતે તાલીમાથીઓ માટે નવું અદ્યતન લાયબ્રેરી બિલ્ડીંગ અને નવીન કલાસરૂમ તેમજ કોમ્પયુટર લેબ બનાવી શકાય તે માટે નવું બિલ્ડીંગ બનાવવાની જરૂરિયાત છે. સાથે આ કેન્દ્ર ખાતે તજજ્ઞો અને વિવિધ વિષયના લેકચર/ફેકલ્ટી/ટ્રેનરો ભરવા માટે નવું માળખુબને તે માટે અને આ કેન્દ્રને અન્ય આધુનિક સુવિધાઓથી સજજ બનાવવાનું આયોજન છે. જે અંગે વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં કુલ રૂા. પ00.00 લાખની નવી બાબતની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
  • પંચાયત રાજ સંબંધિત લોક જાગતિ અને મુલાકાતીઓની સુવિધા સારૂ સાઇન બોર્ડ અને અન્ય સુવિધા : પંચાયત વિભાગને સબંધિત લોકાભિમુખ યોજનાઓ અંગેના ચિત્રો , સાઇન બોર્ડ તથા પોસ્ટરી મુકી આ વિભાગને ફાળવેલ પ્રત્યેક માળે મુકી પંચાયત રાજની બહોળી કામગીરી અને તેના અસરકારક અમલીકરણની બાબતો આમ જનતાને ધ્યાને લાવી જાગૃત કરવાના ઉમદા હેતુસર આ ખર્ચને પહોંચી વળવા રૂ.૧૦૦.૦૦ લાખ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ ના અંદાજપત્રમાં નવી બાબતની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
  • તાલુકા કક્ષાએ વહીવટી અને ટેકનીકલ સપોર્ટ ઉભો કરવા માટે અધિક મદદનીશ ઇજનેરની જગ્યા : પંચાયત હસ્તકની યોજનાઓની તાંત્રિક કામગીરી વધુ સારી રીતે થઇ શકે તેમજ તેના હિસાબોની નિભાવણી થઇ શકે તે માટે તાલુકા કક્ષાએ ટેકનીકલ સપોર્ટ ઉભો કરવા માટે તાલુકા કક્ષાએ એક નવી અધિક મદદનીશ ઇજનેરની જગ્યાઓ ટેકનીકલ સપોર્ટની વર્ષ ૨૦૧૬-૧૭માં નવી બાબત સુચવવામાં આવે છે. આ પ્રવૃત્તિ હેઠળ આ.મ.ઇ.ની પ્રતિ તાલુકા દિઠ એક એમ ર૪૭ તાલુકા પંચાયત માટે કુલ ૨૪૭ જગ્યાઓ ભરવાનું આયોજન છે. આ જગ્યાઓના પગાર પ્રતિ માસ રૂ. ૧૫૫૦૦ મુજબ અ.મ.ઇ.ની જગ્યાઓ રૂ. ૪.૫૯ કરોડની ગ્રાન્ટની જરૂરિયાત છે, આ યોજના ૧૦૦ ટકા રાજય સરકારના હિસ્સાથી અમલી બનનાર હોઇ વર્ષ ૨૦૧૬-૧૭ માટે કુલ રૂ. ૪૫૯.૦૦ લાખની નવી બાબતની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
  • નવરચિત જિલ્લાઓ માટે ચીટનીશ ની ૭ જગ્યાઓનું મહેકમ રાજ્યમાં નવીન ૭ જિલ્લા પંચાયતો અસ્તીત્વમાં આવેલ છે. જિલ્લા પંચાયત ખાતેની કામગીરી ની અગત્યતા તથા કાર્યભારણ ધ્યાને લેતાં જીલ્લા કક્ષાએ વર્ગ-૨ ની એક જગ્યા ઉભી કરવી જરૂરી હોઇ વર્ષ ૨૦૧૬-૧૭ માટે રૂ.૨૪.૮૨ લાખની નવી બાબતની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
  • ૧૪ મા નાણાપાંચ અંતર્ગત વહીવટી સપોર્ટ કેન્દ્રના ૧૦૦ ટકાનો હિસ્સો ધરાવતી ૧૪માં નાણાપચની યોજના ૨૦૧૫-૧૬ થી ૨૦૧૯– ૨૦ ના સમયગાળા માટે અમલમાં આવેલ છે. આ યોજના હેઠળ ભારત સરકાર ધ્વારા નિયત હેતુઓ માટે રાજયને મળનાર અનુદાનની રાજયની પંચાયતીરાજ સંસ્થાઓને ફાળવણી કરવાની રહે છે.આ યોજનાના હેતુઓના સંપૂર્ણ અસરકારક અમલીકરણ થાય તે સારૂં રાજય જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ ઉભું કરવાની જરૂર જણાય છે જે માટે રાજય કક્ષાએ સ્ટેટ પ્રોજેકટ કો-ઓર્ડિનેટર, એમ.આઈ.એસ. કો-ઓર્ડિનેટર તેમજ કોમ્પયુટર ઈજનેર અને જિલ્લા કક્ષાએ પ્રોજેકટ મેનેજર, કોમ્પયુટર ઈજનેર અને ટેકનીકલ આસીસ્ટન્ટની ભરતી,તાલુકા કક્ષાએ કોમ્પયુટર ઈજનેર અને ટેકનીકલ આસીસ્ટન્ટની અને ગ્રામ્ય કક્ષાએ કોમ્પયુટર ઓપરેટરની જગ્યાઓ કરારના ધોરણે ભરવાની થાય છે. આ માટે રાજ્યકક્ષાએ આઉટસોસીંગ એજન્સીની નિમણૂક કરવાની રહે છે જે ભરતીની કાર્યવાહી હાથ ધરશે જે માટે રાજય સરકારના હિસ્સામાંથી વર્ષ ૨૦૧૬-૧૭ માટે કુલ રૂ.૧૦૦૦.૦૦ લાખની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
  • ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ની ઓફીસ માટે ફનીંચર તેમજ આનુંસંગીક ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે સ્થળાંતર થતા ફર્નિચર, જીસ્વાન / ઇન્ટરનેટ કનેક્ટીવીટી વગેરે માટે વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૧૮0.00 લાખ ની નવી બાબત સૂચવવામાં આવેલ છે.

સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate