અમારી પરિકલ્પના:
અમે કેન્દ્ર સરકારની નીતિઓ અને કાર્યક્રમો અંગે લોકોના જાગૃતિ વધારીને તેમને માહિતગાર અને સશક્ત બનાવવા ઈચ્છીએ છીએ.
અમે રાજ્ય કે કેન્દ્ર સરકારના વિભાગો કે સંસ્થાઓ સાથે સંકલન સાધીને સરકારની યોજનાઓ, કાર્યક્રમો અને સિદ્ધિઓ વિશે જાગૃતિ કેળવવા સહાયક તરીકે કામ કરવાનું લક્ષ ધરાવીએ છીએ. અમારું ધ્યેય સમાજના નબળા વર્ગો, ખાસ કરીને નીચેલા તળિયાના સામાન્ય લોકોને તેમની સુખાકારી માટે ઘડાયેલી યોજનાઓ વિશે માહિતગાર કરીને એ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરી તેમને સશક્ત બનાવવાનું છે. જેમાં આ કાર્યો સમાલે છે.
ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય, ક્ષેત્ર – આધારિત સંસ્થા તરીકે, સરકાર દ્વારા સામાન્ય લોકો માટે ઘડાયેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોમાં લોકોના લાભ માટે લોકભાગીદારી મેળવવામાં ભૂમિકા ભજવી રહી છે. ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય દ્વારા સરકારની યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરીને વર્તણૂક પરિવર્તન પ્રત્યાયન દ્વારા લોકોના દૃષ્ટિકોણના પરિવર્તન લાવવાના પ્રયાસો કરાયા છે. ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય સમાજના વિવિધ વર્ગના લોકો પર ખાસ કરીને દેશના ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અને નબળા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોકોના ઘેર – ઘેર પ્રત્યક્ષ પહોંચીને સંદેશ પહોંચાડી શકે તેવા લોકો અને સાધનોથી સજ્જ ક્ષેત્રિય જાહેરાત નિયામકના ક્ષેત્રિક એકમો દેશના આર્થિક – સમાજિક અને સાંસ્કૃતિક ભિન્નતા ધરાવતા લોકો સુધી પહોંચીને તેમને વિશ્વની સૌથી મોટા લોકતંત્રના નાગરિકો તરીકે સાથે મળીને વિકાસ સાધવા પ્રોત્સાહિત કરે છે. વિસ્તૃત રીતે, નિયામકના ધ્યેય અને ઉદ્દેશ આ મુજબ છે.
સેવાના ધોરણો |
||
અનુક્રમ |
મુખ્ય સેવા |
ધોરણો |
1. |
પ્રચાર સાહિત્ય અને વિવિધ પ્રકારના દૃશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી ક્ષેત્રિય જાહેરાત ઝુંબેશ |
નિર્ધારીત કાર્યક્રમ મુજબ |
2.
|
કચેરીના પ્રાંગણોમાં પ્રચાર સામગ્રીનું વિતરણ |
કાર્યક્રમોદરમિયાનતાત્કાલિકધોરણે |
3. |
પ્રચાર સાહિત્ય અને વિવિધ પ્રકારના દૃશ્ય – શ્રાવ્ય સાધનોની મદદથી ક્ષેત્રિય જાહેરાત ઝુંબેશ – માંગ મુજબ |
60 દિવસો |
4 |
માહિતી અને પ્રસારણ મંત્રાલય સિવાયના ગ્રાહકોને પ્રતિક્રિયા |
60 દિવસો |
નિયામક 22 પ્રાદેશિક કચેરીઓ(નીચે મુજબ ) ધરાવે છે, જે પ્રત્યેકમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ – ડાયરેક્ટર સ્તરના અધિકારી તેમના અધિકારક્ષેત્ર હેઠળ જાહેરાત (પ્રચાર) પ્રવૃત્તિઓના એકમો ઉપર દેખરેખ રાખે છે. હાલમાં ક્ષેત્રિય પ્રચાર અધિકારીના વડપણ હેઠળ 207 જેટલાં ક્ષેત્રિય જાહેરાત (પ્રચાર) એકમો છે અને આ એકમો સરકારની નીતિઓ અને કાર્યક્રમોની પ્રચાર પ્રવૃત્તિ હાથ ધરવા માટે દૃશ્ય – શ્રાવ્ય સાધનો, પ્રચાર સાહિત્ય , પ્રદર્શન કીટ્સ અને વાહન સુસજ્જ છે.
જાહેરાત (પ્રચાર)પ્રવૃત્તિઓના ભાગરુપે અમારા ક્ષેત્રિય એકમો દ્વારા ફિલ્મ શો, ગીત અને નાટકનાં કાર્યક્રમો, રમત ગમતના મેળાવડા, ચર્ચાઓ, સ્પર્ધાઓ, ક્વિઝ, સેમિનાર, વાર્તાલાપ, જૂથ ચર્ચા, સ્વસ્થ બાળક માટેના શો, રેલી વગેરે યોજાય છે.
પ્રાદેશિક કચેરીઓનાસરનામા |
ફોન. |
39/3, બીમાનગર સોસાયટી, સેટેલાઇટ રોડ, આંબાવાડી, અમદાવાદ – 380 015 સંયુક્તનિદેશક:શ્રીસંતોષકુમાર |
079/26751339 |
એકમ |
સરનામુ |
એસ.ટી.ડી. |
ફોન |
ભુજ |
એ/1, સંસ્કારનગર, મંગલમ સર્કલ, ભુજ (કચ્છ) |
02832 |
221203 |
ભાવનગર |
પ્લોટ નં-2, રમાનિવાસ, જવાહર કોલોની, બોરડી ગેટ, ભાવનગર-364001 |
0278 |
2205237 |
ગોધરા |
13 જ્યોતિ સોસા. કોલેજ રોડ, ગોધરા -389002 |
02672 |
241858 |
પાલનપુર |
ઘરનં. 12/460-463, મહાલક્ષ્મી સોસા., જુની રોજગાર ઓફિસ બીલ્ડીંગની સામે, બેચરપુરા, પાલનપુર-385001 |
02742 |
247298 |
જુનાગઢ |
104,બંસી પેલેસ એપાર્ટમેન્ટ, અશોકનગર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ પાસે, જુનાગઢ-360001
|
0285 |
2631385 |
સુરત |
માતૃછાયા, રૂમનં. 2/1501, પહેલો માળ, પોપટ શેરી, સગરામપુરા, સુરત- 395002 |
0261 |
2332709 |
નાગરિકોને અમારી સેવા તદ્દન નિઃ શુલ્ક (વિના મૂલ્યે )ઉપલબ્ધ છે. પ્રવર્તમાન વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓના પ્રચાર માટે મદદ પૂરી પાડવા માટે અમે અમારા ગ્રાહકો પાસેથી કોઈ રકમ વસૂલ કરતા નથી. જો કે, ગ્રાહક મંત્રાલય કે સંસ્થાની વિનંતીને પગલે ચોક્કસ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ અને આ કાર્યક્રમ સંબંધિત મંત્રાલય કે સંસ્થા દ્વારા ડીએફપી (ક્ષેત્રિય પ્રચાર નિદેશાલય)ને ઉપલબ્ધ કરવામાં આવતા ભંડોળની મદદથી યોજાય છે.
તમે આ સરનામે લખી અથવા સંપર્ક કરી શકો છો અમે અમારા કાર્યક્રમોની ગુણવત્તા વધારવા તેમજ અમારા કાર્યક્રમો દ્વારા દેશના નાગરિકોની સેવાને લગતાં સૂચનો આવકારીએ છીએ.
મહા નિદેશક, ડીએફપી, માહિતીઅનેપ્રસારણમંત્રાલય,ઈસ્ટબ્લોક - 4, લેવલ– 3, આર.કે. પુરમ, નવીદિલ્હી– 110066, ટેલિફોનનંબર– 26106316 (ટેલિફેક્સ ) અને ઈ–મેઈલdir.dfp@ nic.in .
અધિકાર પત્રની આગામી સમીક્ષા ડિસેમ્બર , 2012
રચાર એકમો દ્વારા યોજાતા કાર્યક્રમ મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, ગ્રામિણ રોજગાર (MNREGA) ગ્રામવિકાસ યોજનાઓ, જળ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, લઘુમતિઓ સહિતના નબળા વર્ગોના કલ્યાણ વગેરે વિષયો પર આધારિત હોય છે. ગામડાઓમાં યોજાતા કાર્યક્રમોમાં ભારત નિર્માણ કાર્યક્રમ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પ્રચાર એકમો દ્વારા ગ્રાહક મંત્રાલયો માટે વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. પ્રચાર કામગીરીના વિષયોની યાદી આ પ્રમાણે છે. |
||||||||||||||||||||||||||||||||||||||||
|
સ્ત્રોત:નાગરિક અધિકાર પત્ર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020