অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રેન્સમવેર વાઇરસ

હાલમાં વૈશ્વિક સ્તરે ત્રાટકેલ Ransom ware વાઇરસથી કોમ્પયુટર સિસ્ટમને તથા તેમાં રહેલ ડેટાને સુરક્ષિત રાખવા માટે અનુસરવા યોગ્ય સુચનો જાહેર કરતી સાયબર ક્રાઇમ સેલ, ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર. હાલમાં દુનિયાના ઘણાં દેશોમાં એક Ransom ware નામના વાઇરસે ત્રાટકીને તરખાટ મચાવી દીધેલ છે. આ વાઇરસની અસર દુનિયાના ૧00 જેટલા દેશોમાં જોવા મળી છે. જેમાંથી આપણે પણ બાકાત રહી શકેલ નથી.

ભારત સહિત સમગ્ર એશિયામાં સોમવારે પણ વાનાક્રાઈ રેન્સમવેર વાઈરસનો આતંક જારી રહ્યો હતો. સમગ્ર દુનિયામાં ૧૫૦ દેશોમાં ૨,૦૦૦૦૦ કમ્પ્યુટર ઠપ કરી દીધાં છે. તેના કારણે સરકારી કચેરીઓ, હોસ્પિટલો, ફેકટરીઓ, સ્કૂલો અને દુકાનોમાં હાહાકાર મચી રહ્યો છે. જાપાનના સાયબર સિક્યોરિટી એક્સપર્ટે કહ્યું છે કે આ વાઈરસનો આતંક હજુ પણ વધુ બિહામણો બની શકે છે કેમકે, હજુ ઘણાં લોકોએ સોમવારે તેમના ઈ-મેઈલ ચેક કર્યાં નથી. જાપાનમાં સોમવારે એક સાથે ૬૦૦ કંપનીઓ રેન્સમવેરનો ભોગ બની છે. જાપાનની અગ્રણી હિતાચી અને નિસાન કંપનીઓ પણ આ ખંડણી વાઈરસનો ભોગ બની છે. રેન્સમવેર એટલે કે ખંડણી વાઈરસ એવો વાઈરસ છે જે કમ્પ્યુટર સિસ્ટમમાં ઈ-મેઈલ મારફતે ઘૂસી જાય છે અને ડેટાને નષ્ટ કરી દે છે. ખંડણીની રકમ આપો તો જ આ ફાઈલ તમને પાછી મળશે તેમ કહીને કમ્પ્યુટરધારક પાસેથી બીટકોઈનમાં નાણાંની માગણી કરવામાં આવે છે. જાપાન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ કો-ઓર્ડિનેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ૬૦૦ કંપનીઓના બે હજારથી વધુ કમ્પ્યુટર તેનો ભોગ બન્યાં છે. ચીનમાં પણ ૩૦,૦૦૦થી વધુ સંસ્થાઓ અને કંપનીઓનાં કમ્પ્યુટરમાં આ વાઈરસ ઘૂસી ગયો છે

આ વાઇરસ ઘણો જ જોખમી પુરવાર થઇ રહેલ છે. આ વાઇરસને કારણે કોમ્પયુટરમાં રહેલ તમામ ડેટા ઇન્ક્રીપ્ટ થઇ જાય છે. જેના કારણે કોમ્પયુટરમાં રહેલ ફાઇલ ઓપન થઇ શકતી નથી. આ વાઇરસથી બચવા માટેનો ઉપાયો નીચે મુજબના છે.

શું ઇન્સટોલ કરવું ?

  • આપના કોમ્પયુટરમાં એન્ટી રેન્સમવેર સોફટવેર ઇન્સ્ટોલ કરવું તથા તેને અપ ટુ ડેટ રાખવું.
  • માઇક્રોસોફટનું MS-17-010 વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં અપડેટ કરવું.

શું ડીસેબલ કરવું ?

  • Windows Operating System –માં આવેલી  SMB (Server Message Block) નામની સર્વિસને ડિસેબલ કરવી. સર્વિસ ડિસેબલ કરવા માટે Window ના કંટ્રોલ પેનલમાં વિન્ડોઝ ફિચર ON તથા OFF માં જઇને SMB સર્વિસને ડિસેબલ કરી શકાય.
  • Microsoft ના સોફ્ટવેર જેવા કે Office word, power point  તથા  Excel જેવા  સોફટવેરમાં MICRO FUNCTION ડિસેબલ કરવું.
  • Windows Operating System માં રહેલ ફાયરવોલ નો ઉપયોગ કરી UDP Part 137,138 તથા  TCP Part 139,445  ડીસેબલ કરવા

સામાન્ય સુચનાઓ

  • સમયાંતરે ડેટાનું બેકઅપ લેતા રહેવું જેથી આવા સાયબર એટેક સામે બેકઅપમાં રહેલ ડેટાને Restore કરી ઉપયોગમાં લઇ શકાય.
  • આવા Ransomware ના એટેકથી કોમ્પયુટર તથા ડેટાને બચાવવા માટે કોમ્પયુટરને ઇન્ટરનેટ કનેકશનથી ડીસકનેકટ કરી નાંખવું
  • Ransomware થી ઇન્ડેકટેડ સિસ્ટમ જણાય તો તેને નેટવર્કમાંથી ડિટેચ કરી દેવું.
  • Ransomware થી એન્ક્રીપ્ટેડ ડેટાને પાછો મેળવવા માટે ડેટાનું બેકઅપ કરીને રાખવું અને જયારે તેનું ડિક્રીપ્ટર સોફટવેર આવે ત્યારે તેનો ઉપયોગ કરીને ડેટાને પાછો મેળવી શકાય.

આ અંગે નાગરિકોને કોઇ વધુ માહિતીની જરૂર હોય તો સાયબર ક્રાઇમ સેલ, ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેરના ટે.નં. ૦૭૯ -૨૨૮૬૧૯૧૭ તેમજ ક્રાઇમ બ્રાંચની કચેરી, ગાયકવાડ હવેલી, અમદાવાદ શહેરના ટે.નં. ૦૭૯-૨૫૩૯૮૫૪૯ પર સંપર્ક કરવા વિનંતી છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate