વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડીઝીટલ લોકર એકાઉન્ટ

કેવી રીતે બનાવવું આપણું ડીઝીટલ લોકર


કેવી રીતે બનાવવું આપણું ડીઝીટલ લોકર

જો તમારે ડ્રાયવીંગ લાયસન્સ અને ગાડીની આરસી બુક રાખવી ઝંઝટ લાગે છે કે તમે હમેશા તેને ઘેર જ ભૂલી જાવ છો તો હવે ગભરાવાની જરૂર નથી કેમ કે હવે પોલીસ તમારું ચલણ નહી કાપે. તમને જણાવી દઈએ કે સરકારે હવે પોતાની સાથે ડ્રાયવીંગ લાયસન્સ કે હાર્ડ કોપી રાખવાની જરૂરિયાત બંધ કરી છે. તમે તે માટે સોફ્ટ કોપી પણ બતાવીને કામ ચલાવી શકો છો, પરંતુ આ સોફ્ટ કોપી તમારા ડીજીટલ લોકર માં હોવી જોઈએ. ત્યાંથી ટ્રાફિક પોલીસ તમારા ડ્રાયવીંગ લાયસન્સને વેરીફાઈ કરી લેશે.

શું છે ડીઝીટલ લોકર

ડીઝીટલ લોકર દેશ ને ડીજીટલ કરવા નો એક ભાગ છે જે આધુનિક દેશો માં ચાલે છે તે આજે નહિ તો કાલે આપળે પણ કરવું જ પડે. ડીઝીટલ લોકર નો હેતુ ભૌતિક દસ્તાવેજો નો ઉપયોગ ઓછો કરવા અને એજન્સીઓ ની વચ્ચે ઈ દસ્તાવેજો ની આપ લે ને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં એકાઉન્ટ બનાવીને તમે જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, શેક્ષણિક પ્રમાણ પત્ર જેવા અન્ય સર્ટીફીકેટ ને ઓનલાઈન સ્ટોર કરી શકો છો. ડીઝીટલ લોકરમાં ઈ-સાઈનની સુવિધા પણ છે જેનો ઉપયોગ ડીઝીટલ રીતે સહી કરવા માટે કરી શકાય છે. (આ કેટલું સુરક્ષિત છે તે અમારી જાણ માં નથી)

કેવી રીતે બનાવવું આપણું ડીઝીટલ લોકર

ડીઝીટલ લોકર કે ડીઝીલોકર નો ઉપયોગ કરવા માટે તમારે https://digitallocker.gov.in ઉપર તમારું એકાઉન્ટ બનાવવું પડશે. તે માટે તમારે આધાર કાર્ડ નંબર ની જરૂર પડશે. સાઈટ ઉપર સાઈનઅપ કરવા માટે આધાર નંબર માંગવામાં આવશે અને બે વિકલ્પ યુઝર ના વેરીફીકેશન માટે ઉપલબ્ધ હશે. પહેલા ઓટીપી એટલે કે કાયમી પાસવર્ડ જેની ઉપર ક્લિક કરતા જ તમને આધાર કાર્ડ માં આપેલો મોબાઈલ નંબર ઉપર તે પાસવર્ડ આવી જાશે. જો તમે બીજો વિકાલ્પ એટલે કે અંગુઠા નું નિશાન પસંદ છે તો એક પેઇઝ ખુલશે જ્યાં તમારે આંગળીઓના નિશાન ઉપર તમારા અંગુઠા નું નિશાન લગાડવું પડશે. જો નિશાન સાચું હશે તો પણ યુઝર નું વેરીફીકેશન થઇ શકશે અને ત્યાર પછી તમે તમારું યુઝર નામ અને પાસવર્ડ ક્રિએટ કરી શકશો. (નીચે વિડીયો બતાયો છે એ પ્રમાણે તમે બનાવી શકો છો)

સરકારી વિભાગો અને એજન્સીઓ સાથે કરી શકશો શેયર

તમે જે પણ કાગળો અપલોડ કરો છો કે કોઈ વિભિન્ન એજન્સીઓ તમને જે કાગળો મોકલે છે તેની સામે શેયર નો વિકલ્પ આપેલ હશે. જેવો તમે શેયર ઉપર ક્લિક કરશો એક ડાયલોગ બોક્ષ ખુલશે. આ ડાયલોગ બોક્ષ માં તમે કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે તે કાગળ શેયર કરવા માગો છો . તેનો ઈમેલ આઈડી નાખશો અને શેયર ઉપર ક્લિક કરશો તો સબંધિત મેલ આઈડી ઉપર તે કાગળ ની લીંક મેલ થઇ જશે. જેનો તે ઉપયોગ કરી શકે છે.
આ લોકરમાં pdf, jpg, jpeg, png, bmp અને gif ફોરમેટની ફાઈલો સેવ કરી શકાય છે. અપલોડ કરવાની ફાઈલો ની સાઈઝ ૧ એમબી થી વધુ ન હોવી જોઈએ , આમ તો દરેક યુઝર ને ૧૦ એમબી ની જગ્યા મળશે જેને પાછળથી ૧ જીબી કરવાની માગણી છે. તેનાથી ઓનલાઈન દસ્તાવેજો ની પ્રમાણિકતા સુનિશ્ચિત થશે.

ડીઝીટલ લોકર જ કેમ?

આ રીતની સુવિધા માટે ડીઝીટલ લોકરમાં સેવ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ ને જ માન્યતા આપવામાં આવેલી છે. તેનું કારણ એ છે કે સરકાર નું માનવું છે કે તેમાં ખામી કે ભૂલ થવાની કોઈ શક્યતા નથી કેમકે તેની ઉપર આકાઉન્ટ બનાવવા માટે તમારે આધાર કાર્ડ ની જરૂર પડે છે. તે માટે આ એક સરળ અને સારી પ્રક્રિયા છે. જેનાથી ઓનલાઈન દસ્તાવેજો ની પ્રમાણિકતા સુનિશ્ચિત થશે.

સ્ત્રોત : ડિજિટલ ઇન્ડિયા

3.07317073171
રાવળ રમેશભાઈ ગોરધનભાઈ Apr 07, 2020 12:10 PM

ડ્રાઇવિંગ લાયસન download

GIRISHKUMAR Dec 20, 2019 12:32 PM

આધાર કાર્ડ પ્રમાણે ડેટ ઓફ બર્થ આવતી નથી તો તેની માટે શું કરવું

પ્રદિપ પીઠડીયા Sep 17, 2019 11:45 AM

આર સી બુક ડિજી લોકર મા અપલોડ થાતું નથી

Virendrasinh dipsinh mahida Sep 16, 2019 11:28 AM

મારે એકાઉન્ટ બનાવવું છે

જગતાભાઇ Sep 13, 2019 12:53 PM

આરસી લાઇસન્સ સેવ થતા નથી તો એના માટે સુ કરવું

Ràmchandra h shah Sep 02, 2019 11:48 AM

શુ ગવર્મેન્ટ મા રજીસ્ટર કરાવુ પડે છે. તો ફોર્મ કયા ભરવાનુ ?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top