ઇ-ગવર્નન્સના એક યુગમાં પ્રવેશ કરવા માટે વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો દ્વારા વર્ષોથી મોટી સંખ્યામાં પહેલો હાથ ધરવામાં આવી છે.જાહેર સેવાઓનું વિતરણ સુધારવા અને તેમની ઍક્સેસ પ્રક્રિયા સરળ બનાવવા માટે બહુવિધ સ્તરે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે. ભારતમાં ઇ-ગવર્નન્સનો સરકારી વિભાગોના કોમ્પ્યુટરાઇઝેશનથી નાગરિક કેન્દ્રીયતા, સેવા અભિગમ અને પારદર્શકતા જેવા શાસનના સૂક્ષ્મ મુદ્દાઓને સમાવતી પહેલો સુધી સતત વિકાસ થયો છે.
સામૂહિક દ્રષ્ટિમાં સંકલિત કરી, સમગ્ર દેશમાં ઇ-ગવર્નન્સ પહેલોનું એક સાકલ્યવાદી મંતવ્ય લેવા માટે 2006માં નેશનલ ઇ-ગવર્નન્સ પ્લાન (એનઈજીપી)ને મંજૂરી આપવામાં આવી હતી. આ વિચાર સાથે, સૌથી દૂરસ્થ ગામડાં સુધી પહોંચતું એક વિશાળ દેશવ્યાપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવી રહ્યું છે, અને ઇન્ટરનેટ પર સરળ અને વિશ્વસનીય ઍક્સેસ સક્ષમ કરવા માટે રેકોર્ડનું મોટા પાયે અંકરૂપણ થઈ રહ્યું છે. અંતિમ ઉદ્દેશ સામાન્ય સેવા વિતરણ આઉટલેટ્સ દ્વારા, તેમના વિસ્તારમાં સામાન્ય માણસને તમામ સરકારી સેવાઓ સુલભ કરવાનો છે, અને સામાન્ય માણસની મૂળભૂત જરૂરિયાતોનો ખ્યાલ રાખવા માટે પોસાય એવા ખર્ચ પર આવા સેવાઓની કાર્યક્ષમતા, પારદર્શિતા, અને વિશ્વસનીયતાની ખાતરી કરવાનો છે".
દેશના તમામ નાગરિકો અને અન્ય હિસ્સેદારોની માંગ પર પ્રશાસન અને સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવા માટે છ તત્વો નિર્ણાયક છે.
સ્ત્રોત: ડિજિટલ ભારત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/2/2020
નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ વિષે વાત કરવામાં આવી છ...
પ્રોગ્રામ ત્રણ મુખ્ય સંદર્શિત વિસ્તારો પર કેન્દ્રિ...