નાગરિકોને કોઈપણ સરકારી વિભાગ/સંસ્થા સાથે પહેલાથી જ ઉપલબ્ધ હોય એવા સરકારી દસ્તાવેજો અથવા પ્રમાણપત્રો, ભૌતિક સ્વરૂપમાં આપવા માટે કહેવું ન જોઈએ. તમામ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજોના પોર્ટેબિલીટીની ખાતરી પણ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, શૈક્ષણિક સંસ્થાઓએ તેમની તમામ ડિગ્રી અને પ્રમાણપત્રો ડિજિટાઇઝ્ડ હોવાની અને યોગ્ય ઍક્સેસ પ્રોટોકોલ સાથે ઑનલાઇન રિપોઝીટરીઓમાં રાખવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. કેટલાક અરજી ફોર્મ ભરતી વખતે નાગરિકને તેના/તેણીના શૈક્ષણિક પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો રજૂ કરવાનું કહેવું ન જોઈએ પરંતુ નાગરિક દ્વારા પૂરા પાડવામાં આવેલ પૉઇંટરનો ઉપયોગ કરતી સંબંધિત એજન્સી દ્વારા જોઈ શકાય તેવા ઑનલાઇન રિપોઝીટરીમાં ઉપલબ્ધ આ પ્રમાણપત્રોની વિગતો પૂરી પાડવી જોઇએ. સરકાર દ્વારા જારી કરવામાં આવેલ દસ્તાવેજો/પ્રમાણપત્રોની આ તમામ રિપોઝીટરીઓએ આ દસ્તાવેજો/ પ્રમાણપત્રો માટે સત્યનો એક સ્રોત પૂરો પાડવા માટે એક ક્લાઉડ પ્લેટફોર્મ પર તે હોસ્ટ કરવા જોઈએ. આ ડેટામાં ડિજિટલી હસ્તાક્ષરિત શૈક્ષણિક પ્રમાણપત્રો, જમીન રેકોર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, પરમિટો વગેરે જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે. વિનંતી કરતા વિભાગો અથવા વપરાશકર્તાઓને ક્લાઉડ પર ઉપલબ્ધ ડિજિટલ રિપોઝીટરીમાં સત્તાધિકારીત ઍક્સેસ પૂરો પાડવામાં આવી શકે છે.
સ્ત્રોત: ડિજિટલ ભારત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020