વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડીજીટલ ઈન્ડિયા વીક

૧ થી ૭ જુલાઈ ૨૦૧૫ સુધી ઉજવશે ડીજીટલ ઈન્ડિયા વીક

દેશના કાશ્મીરથી લઈને કન્યાકુમારી તેમજ ગુવાહાટીથી લઈને ગુજરાત સુધીના તમામ ગામડાઓ સહીતના લોકોને પોતાના આંગળીના ટેરવે તમામ સુવિધાઓ મળી રહે એ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોષિત કરેલો ડીજીટલ ઈન્ડિયાનો પ્રોજેક્ટ 1લી જુલાઈથી દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓની હાજરીમાં લોન્ચ કરશે આ સમયે 10000થી પણ વધુ લોકો કાર્યક્રમમાં હાજરી આપશે.

આનાથી નાગરિકોને પાન કાર્ડ, પાસપોર્ટ, અંક તાલિકા અને ડીગ્રી પ્રમાણપત્ર જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો ડીજીટલ રીતે રાખવામાં મદદ મળશે.

તાજેતરમાં જ આવેલા એક સરકારી નિવેદન અનુસાર, ”ડીજીટલ લોકરથી સરકાર દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો પણ સુરક્ષિત રહેશે.” આનો ઉદ્દેશ વિભિન્ન સરકારી એજન્સીઓમાં ભૌતિક રૂપે દસ્તાવેજોનાં ઉપયોગની વ્યવસ્થાને સમાપ્ત કરવા તથા સત્યાપીક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોને એકઠા કરવાનો છે. ડીજીટલ લોકર કલાઉડ આધારિત એક ‘સ્ટોરેજ સ્પેસ’ છે જે લોકોનાં આધાર નંબર સાથે જોડાયેલો હશે.

નિવેદન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જુલાઈએ ડીજીટલ લોકરની શરૂઆત કરશે. ડીજીટલ લોકરથી સરકારી વિભાગો અને એજન્સીઓમાં કાગળિયાંનાં કામનાં કારણે જે સમય લાગે છે, તેમાં ઉણપ આવશે. આનાથી નાગરીકોને પણ સરળતાથી સેવાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળશે કારણ કે, તેમના દસ્તાવેજો ક્યાંય પણ, કોઈ પણ સમય ઉપલબ્ધ હશે અને તેને ઈલેક્ટ્રોનિક રૂપથી એકઠા કરી શકાશે. ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.નિવેદન અનુસાર, કોઈ વ્યક્તિને ડીજીટલ લોકર સુધી પહોંચાડવા માટે આધાર સંખ્યા તથા મોબાઈલની જરૂર હશે.

ડીજીટલ ઇન્ડિયા : ૨૦,૦૦૦ ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાયા

ટેલીકોમ મંત્રી રવિશંકર પ્રસાદ સોમવારે કેરળના ઈડુંક્કી જિલ્લામાં દેશના પહેલા હાઈ સ્પીડ ગ્રામીણ બ્રોડબેન્ડ નેટવર્કનો શુભારંભ કરશે.કેરળની રાજધાની તિરુવંતપુરમમાં ૧૨ જાન્યુઆરીએ થનારા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ઓમાન ચંડી મુખ્ય અતિથી હશે.આગળનો નંબર કર્ણાટક અને સિમાંન્ધ્રનો છે માર્ચના અંતમાં સુધી કેરલને ડીજીટલ રૂપથી જોડાવવું નક્કી છે. જે બાદ દક્ષીણ ભારતના અન્ય રાજ્યો કર્ણાટક અને સીમાંન્ધ્રને જોડી દેવામાં આવશે. ટેલીકોમ મંત્રીએ જણાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પશ્ચિમ ભારતના રાજ્યોમાં આ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ૨.૫ લાખ ગ્રામ પંચાયતો માંથી ૫૦,૦૦૦ ગ્રામ પંચાયતોને જોડવાના હતા સરકારે આખા દેશમાં નેશનલ ઓપ્ટિક ફાઈબર નેટવર્ક(એનઓએફએન) હેઠળ ઓપ્ટીકલ ફાઈબરથી જોડાવવાની સમયસીમા વધાર્તીને ૨૦૧૬ કરી દેવામાં આવી છે. આરંભિક સમયસીમા અનુસાર માર્ચના અંત સુધી કુલ ૨.૫ લાખ ગ્રામ પંચાયતો માંથી ૫૦,૦૦૦ ગ્રામ પંચાયતોને જોડવાના હતા પરંતુ હજી સુધી પ્રગતિ ખુબ જ ધીમી છે.નેશનલ ઓપ્ટિક ફાઈબર નેટવર્ક કેન્દ્ર સરકારની ૧.૧૩ લાખ કરોડ રૂપિયાની ડીજીટલ પરિયોજના માટે ખુબ જ મહત્વનું છે. પરિયોજના માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડથી ધનરાશીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આનો ઉદ્દેશ ભેદભાવ રહિત દુરસંચાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવ્યું છે જેના કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં દુરસંચાર પહોંચવાના અંતરને ઓછુ કરી શકાય.

ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત આ સેવાઓ મળશે.

ટેલીકોમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ગામડાની કોમન સર્વિસ સેન્ટર્સને એક બ્રોડબેન્ડ સેવા સાથે જોડવામાં આવશે. ગામમાં જે કોમન સેન્ટર રાખવામાં આવ્યા હશે તેના દ્વારા જ ગામના લોકો જરૂરી માલસામાન, ખાદ્ય સામગ્રીઓ, તબીબી સુવિધાઓ, ટેલીકોમ સેવા વગેરેને ઈ-જરૂરિયાતો તરીકે જ માનવામાં આવશે અને તે મુજબ જ તેમણે સેવાઓ મળી રહેશે.ગામડામાં તબીબી સારવાર માટે એક આરોગ્ય કેન્દ્ર હશે તેના દ્વારા જ લોકો સારવાર લેશે. સરકારના તબીબો આ કામગીરી બજાવશે.

આ જ સમાનતા શિક્ષણ જગત માટે પણ રહેશે. બાળકોને ભણવા માટે ઓનલાઈન માહિતી આપવામાં આવશે અને તેમાં આપવામાં આવતાં શીક્ષણની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહિ પડે. વિદ્યાર્થીઓને દુનિયાભરની માહિતી સરળતાથી મળી રહે તે પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

આ ઉપરાંત ડીજીટલ ઇન્ડિયા દ્વારા ઈ-પોસ્ટ, ઈ-એટેન્ડસ, ઈ-બુક, ઈ-સંપર્ક, ઈ-ભાષા, ડીજીટલ લોકર ,ડીજીટલ સાક્ષરતા વગેરે જેવી અનેક સુવિધાઓ લોકો સરળતાથી મેળવી શકશે.

અબજો ડોલરનું રોકાણ આ પ્રોજેક્ટમાં થશે: નરેન્દ્ર મોદી

મોદીએ પત્રકારોને આ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, ઘણાં એવા લોકો છે જે આ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગે છે. અમે તેમની પાસેથી અબજો ડોલરના રોકાણની આશા રાખીએ છીએ જે આપણા દેશના લાખો લોકોને રોજગારી પૂરી પાડવામાં મદદ મળી રહેશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઈ-ગવર્નન્સ લોકોમાં એકતાનું એક પ્રતિક બની જશે. આપણા પૂર્વજો સાપ સાથે રમતા હતા આપણે માઉસ સાથે રમીશું.

દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ લોન્ચિંગ સમયે હાજરી આપશે.

ડીજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટમાં 1લી જુલાઈથી દેશના ઉદ્યોગપતિઓ જોડાશે જેમાં હાલ મુકેશ અંબાણી, સુનીલ મિત્તલ, અનીલ અંબાણી, સાયરસ મિસ્ત્રી, તાતા સન્સ, કુમાર મંગલમ બિરલાના નામ જોડાયા છે. આ ઉપરાંત પીંગ ચીંગ, અનીલ અગ્રવાલ, અઝીમ પ્રેમજી, હરી ઓમ રાય, પીટર ગુત્સ મેઈડલ પવન મુંજાલ વગેરે પણ જોડાશે.

બુધવારના રોજ ડીજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત 10000 થી પણ વધુ લોકો જોડાય તેવી અપેક્ષા છે. આ દિવસ ભારત માટે એક પરિવર્તન લાવશે.

3.08888888889
ગુલામ હુસેન બારાચ Sep 20, 2015 06:39 PM

ડીજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ગામડામાં આવેલી પ્રાથમિક શાળાઓને ઓપ્ટિકલ ફાઈબર જોડી દેવી જોઇએ જેથી પ્રાથમિક શિક્ષણમાં ઘણોબધો ફેરફાર આવી શકે છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top