ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (જીઆઇટી), ખાતે ડિજિટલ ઇન્ડિયા વીકની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત કોલેજ કેમ્પસમાં 'સ્પોકન ટયુટોરિયલ પ્રોજેક્ટ'નું ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરાયું હતું. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ લિ.(એનપીટીઇએલ), નેશનલ મિશન ઓન એજ્યુકેશન થુ્ર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી (એનએમઇઆઇસીટી) દ્વારા એક નવી પહેલ કરીને શરૃ કરવામાં આવેલા સ્પોકન ટયુટોરિયલ પ્રોજેક્ટ એક અગ્રગણ્ય અને સફળ કાર્યક્રમ છે. જેની પહેલ આઇઆઇટી મુંબઇ દ્વારા કરવામાં આવેલી. વર્ષ ૨૦૧૨થી જીઆઇટી એ પણ આ પ્રોગ્રામની પહેલ ઇન્સ્ટિટયૂટ ખાતે ૨ સ્ટાર રેટેડ રિસોર્સ સેન્ટરને પ્રસ્થાપિત કરીને કરી હતી.
સ્પોકન ટયુટોરિયલ પ્રોજેક્ટ દ્વારા કોલેજ કેમ્પસમાં જ વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બરને આઇ.ટી. સ્કિલ માટેની મફત સોફ્ટવેર ટ્રેનિંગ પૂરી પાડવાની સહાય કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ (એમએચઆરડી) દ્વારા સ્પોન્સર કરાયેલ છે તથા આઇસીટીના નેશનલ મિશન ઓન એજ્યુકેશન દ્વારા દેશભરના લોકો સુધી પહોંચાડાયેલ છે. આ અંગે જીઆઇટીના ડાયરેક્ટર ડો. એન.એમ. ભટ્ટ કહે છે કે ડિજિટલ ઇન્ડિયા એ ભારતને આઇટી ક્ષેત્રે પૂર્ણપણે વિકસિત કરવા તથા તેના જ્ઞાાનનો ફેલાવો કરવા માટે મહત્વપૂર્ણ સહાય બની રહેશે. સ્પોકન ટયુટોરિયલ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી ૪૫૦૦ સ્ટુડન્ટ અને ૪૦૦થી વધુ ફેકલ્ટી મેમ્બર ટ્રેનિંગ લઇ ચૂક્યા છે.
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/6/2020