অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામવિકાસમાં માહિતી સંચાર ટેકનોલોજી (ICT) દ્ધારા ક્ષમતા વર્ધન

૧૯૯૦ પછી માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા ક્ષેત્રે શરૂ થયો અને તેના હકારાત્મક પરિણામો ગ્રામ્ય જીવન ઉપર જોવા મળે છે. ગ્રામીણ સમાજ પરંપરાગત અને આધુનિક બંને પ્રકારની માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરી જીવનના જુદા જુદા ક્ષેત્રમાં પોતાને સક્ષમ અને સશકત બનાવે છે. વિકાસ સાથે સંકળાયેલ રાષ્ટ્ર, રાજય અને જિલ્લા કક્ષાથી માંડીને અંતિમ સ્થાનિક સ્તર સુધી માહિતી સંચારનું જોડાણ સ્થાપિત કરવામાં માહિતી સંચાર ટેકનોલોજીની મહત્વની ભૂમિકા છે.
સામાજિક આર્થિક ક્ષેત્રમાં માહિતી સંચાર ટેકનોલોજી દ્વારા ઘણા ફેરફારો થયેલ છે,ધંધાકીય ક્ષેત્રના માર્કેટિંગને લગતા વિભિન્ન ઘટકોને માહિતી સંચાર ટેકનોલોજી એ નજીકમાં લાવી દીધું છે જેના દ્વારા છેવટે ઉત્પાદકતા અને નવીન સંશોધનોમાં વધારો થયો છે. ધંધાકીય એકમો અને સરકાર વચ્ચેની સંપૂર્ણ વ્યવસ્થાને ચોખ્ખી બનાવવામાં પણ માહિતી સંચાર ટેકનોલોજી આગવી ભૂમિકા ભજવી રહી છે. ભારતમાં માહિતી સંચાર ટેકનોલોજીનો ફાળો શહેરી વિસ્તાર પૂરતો મર્યાદિત નથી તે વિકાસના સમગ્ર ક્ષેત્ર સુધી વિસ્તૃત થયો છે.
માહિતી સંચાર ટેકનોલોજી એક ઉભરતો ખ્યાલ છે જે ગ્રામીણ વિકાસ પ્રવૃત્તિઓને પણ સહાય કરવા શકિતમાન છે. ભારતીય ગ્રામીણ સમાજમાં રહેલ અજ્ઞાનતા, ગરીબાઈ, જડતા વગેરે તેને અમલ કરવાના માર્ગમાં જોખમરૂપ બની શકે છે. પરંતુ નિઃસંદેહ આ ગ્રામીણ વિકાસ પ્રક્રિયાના મૂળને તેમજ માળખાને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.
માહિતી સંચાર કોઈપણ જીવિત સૃષ્ટિને જીવંત રાખવા માટેનું મૂળ છે. અનઔપચારિક રીતે લોકવર્તનને ટકાવી રાખવા તેમજ કોઈપણ સ્થાપિત વ્યવસ્થાપનના પ્રવાહી સંચાલનમાં માહિતી સંચારની જરૂર હોય છે. આર્થિક કે વહીવટીક્ષેત્રે તેના અભાવે પંગુતા અનુભવાય છે અને પ્રગતિ અટકી જાય છે. માહિતી સંદર્ભિત જુથોની જરૂરિયાત સંતોષવા માટેનું એક અનિવાર્ય અને પાયાનું સાધન છે. માહિતીનો જો સમયસર સંચાર ના થાય તો તે અપ્રભાવી અને નિરર્થક પણ બની જાય છે. સાચા અર્થમાં લોક ઉપયોગી થઈ શકતી નથી. ઘણી વખત વાતાવરણમાં પારદર્શિતા, સ્પષ્ટતા, શુદ્ધતાની ઉણપના લીધે અવિશ્વાસ જેવી સમસ્યાઓ ઉદ્‌ભવતી હોય છે. જેના દૂરગામી વિકટ પરિણામો જોવા મળે છે જેમ કે લોકોનો સાર્વજનિક વ્યવસ્થા પ્રત્યે અસંતોષ અને લોકલક્ષી વિકાસ પ્રક્રિયામાં લોક ભાગીદારીની અછત વગેરે બાબતો રહેલી છે.
ગ્રામીણ ક્ષેત્રમાં માહિતી સંચાર ટેકનોલોજીની સૈદ્ધાંતિક બાબતો ટેબલ : ૧ માં ટેકનોલોજીના ઘટકો અને ગ્રામીણ માનવ સંશાધનનું સશકતીકરણ માટે જરૂરી આવશ્યક બાબતો દર્શાવેલ છે. આ માહિતી સંચાર ટેકનોલોજીના સિદ્ધાંતો વ્યવહારમાં પણ તેટલા જ ઉપયુકત સાબિત થાય તે ગ્રામ વિકાસની પ્રક્રિયા માટે મહત્વનું છે.

ટેબલ : ૧ ટેકનોલોજીના ઘટકો અને ગ્રામીણ માનવ સંશાધનનું સશકતીકરણ

ઘટકો

હેતુઓ

બહાર આવતા તારણો

માહિતી

માહિતી અને શકયતાઓની પહોંચમાં સુધારો કરવો

ટેકનોલોજીના જુદા જુદા સ્વરૂપનો ઉપયોગ ક્ષમતા વધારવા કરવો. માહિતી માટેની સાક્ષરતા વિકસાવવી. ક્ષમતા વધારવા અને સ્થાનિક મુદ્‌ાને આગળ ધરવા. કુટુંબની વ્યકિતઓ અને સંબંધીઓ સાથે સંચાર ક્ષમતામાં વધારો કરવો.

તાર્કિક

મુશ્કેલી નિવારણ ક્ષમતાને આધાર આપવો.

પોતાના સ્વમાન માટે મજબૂત થવું. પોતાની પરિસ્થતિને વિશ્લેષીત કરી અને મુશ્કેલી નિવારણની ક્ષમતાને  વધારવી. વ્યુહાત્મક જીવન પસંદગી તથા ક્ષમતાને વધારવી. આધુનિક દુનિયામાં સામાજિક,  માનવીય મૂડીમાં વધારો કરવો.

સામાજિક

માનવીય મૂડીમાં મજબૂત લોકો (જાણકારી,આવડત અને સારંુ આરોગ્ય વગેરે)

ટેકનોલોજી દ્વારા સાક્ષરતા અને ટેકનીકલ ક્ષમતાનો વિકાસ કરવો. નેતૃત્વની ક્ષમતાને વિકસાવવી. પ્રોગ્રામ મેનેજમેન્ટની ક્ષમતામાં વધારો કરવો.

આર્થિક

બજાર સાથે કામ કરવાની વ્યકિતઓની ક્ષમતાને વધુમાં વધુ વિકસાવવી.

બજાર વિકાસની પહોંચ અને ઔદ્યોગિક ક્ષમતામાં વધારો કરવો. આવકના જુદા જુદા સ્ત્રોત અને ઉત્પાદક મિલ્કતને મજબૂત કરવી. રોજગારીની તકો  અને આવકમાં વધારો કરવો. વ્યવહારની કિંમત ઓછી રાખવી, સમયનો બચાવ કરવો, પરિવહનની જરૂરિયાતને ઘટાડવી, વેચાણમાં વધારો કરવો.

રાજકીય

સામુદાયિક સ્તર અને રાજકીય પદ્ધતિ પર વ્યકિતને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સુધારો કરવો.

સરકાર દ્વારા થતા અમલમાં વધારો,  માહિતી અને સેવાઓ(ઈ-ગવર્નમેન્ટ)રાજકીય મુદ્દાઓ  માટે જાણકારી વધારવી, સ્થાનિક સરકાર સાથે જોડાવાની ક્ષમતામાં વધારો.

સાંસ્કૃતિક

લોકોની સાંસ્કૃતિક ઓળખ બનાવવી.

ટેકનોલોજીનો ઉપયોગ સંસ્કૃતિને રજૂ કરતા ફોર્મના રૂપે લેવો. કમ્પ્યુટર ગ્રાફીકસ, ડિઝાઈન, વેબસાઈડ દ્ધારા પોતાની સંસ્કૃતિની ઓળખની જાણકારી વધારવી.

 

ટેકનોલોજીના ઘટકો અને ગ્રામીણ માનવ સંશાધનના સશકતીકરણ માટેની જવાબદાર બાબતોમાં માહિતી, તાર્કિક, રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિબળોની અસરકારતાનો ખ્યાલ અને તે વધુને વધુ વિસ્તૃત કઈ રીતે કરી શકાય તે માટે યોગ્ય બંધારણીય માળખા અંગે પૂર્વધારણા બાંધવી અને તે હયાત અને અનુગામી સમયમાં કેવી રીતે સાર્વત્રિક રીતે સ્વીકારી શકાય કે જેમાં તમામ સમુદાયની સ્વીકૃતિ અને અમલ માટેની પહેલ હોય તે જોવાનો છે.

ટેબલ : ર ટેકનોલોજીમાં રહેલ સંકલિત ગ્રામવિકાસ માટે ક્ષમતાવર્ધનના પાસાઓ

ટેબલ : ર માં ટેકનોલોજીમાં રહેલ સંકલિત ગ્રામ વિકાસ માટે ના ક્ષમતાવર્ધનના પાસાઓની રજુઆત કરવામાં આવેલ છે તે આ પ્રક્રિયાને જમીન સ્તરે કેવી રીતે પરિણામો મેળવી શકાય તે અગત્યનું છે.

ઘટકો

હેતુઓ

બહાર આવતા તારણો

માહિતી

માહિતી અને શકયતાઓની પહોંચમાં સુધારો કરવો

ટેકનોલોજીના જુદા જુદા સ્વરૂપનો ઉપયોગ ક્ષમતા વધારવા કરવો. માહિતી માટેની સાક્ષરતા વિકસાવવી. ક્ષમતા વધારવા અને સ્થાનિક મુદ્‌ાને આગળ ધરવા. કુટુંબની વ્યકિતઓ અને સંબંધીઓ સાથે સંચાર ક્ષમતામાં વધારો કરવો.

તાર્કિક

મુશ્કેલી નિવારણ ક્ષમતાને આધાર આપવો.

પોતાના સ્વમાન માટે મજબૂત થવું. પોતાની પરિસ્થતિને વિશ્લેષીત કરી અને મુશ્કેલી નિવારણની ક્ષમતાને  વધારવી. વ્યુહાત્મક જીવન પસંદગી તથા ક્ષમતાને વધારવી. આધુનિક દુનિયામાં સામાજિક,  માનવીય મૂડીમાં વધારો કરવો.

સામાજિક

માનવીય મૂડીમાં મજબૂત લોકો (જાણકારી,આવડત અને સારંુ આરોગ્ય વગેરે)

ટેકનોલોજી દ્વારા સાક્ષરતા અને ટેકનીકલ ક્ષમતાનો વિકાસ કરવો. નેતૃત્વની ક્ષમતાને વિકસાવવી. પ્રોગ્રામ મેનેજમેન્ટની ક્ષમતામાં વધારો કરવો.

આર્થિક

બજાર સાથે કામ કરવાની વ્યકિતઓની ક્ષમતાને વધુમાં વધુ વિકસાવવી.

બજાર વિકાસની પહોંચ અને ઔદ્યોગિક ક્ષમતામાં વધારો કરવો. આવકના જુદા જુદા સ્ત્રોત અને ઉત્પાદક મિલ્કતને મજબૂત કરવી. રોજગારીની તકો  અને આવકમાં વધારો કરવો. વ્યવહારની કિંમત ઓછી રાખવી, સમયનો બચાવ કરવો, પરિવહનની જરૂરિયાતને ઘટાડવી, વેચાણમાં વધારો કરવો.

રાજકીય

સામુદાયિક સ્તર અને રાજકીય પદ્ધતિ પર વ્યકિતને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સુધારો કરવો.

સરકાર દ્વારા થતા અમલમાં વધારો,  માહિતી અને સેવાઓ(ઈ-ગવર્નમેન્ટ)રાજકીય મુદ્દાઓ  માટે જાણકારી વધારવી, સ્થાનિક સરકાર સાથે જોડાવાની ક્ષમતામાં વધારો.

સાંસ્કૃતિક

લોકોની સાંસ્કૃતિક ઓળખ બનાવવી.

ટેકનોલોજીનો ઉપયોગ સંસ્કૃતિને રજૂ કરતા ફોર્મના રૂપે લેવો. કમ્પ્યુટર ગ્રાફીકસ, ડિઝાઈન, વેબસાઈડ દ્ધારા પોતાની સંસ્કૃતિની ઓળખની જાણકારી વધારવી.

ઉપરોકત માપદંડોના આધારે એ તપાસ અગત્યની થઈ જાય છે કે ગ્રામીણ વિસ્તારમાં જયાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળે છે ત્યાં વ્યવહારિક રીતે આ માહિતી સંચાર ટેકનોલોજી કેટલા અંશે ઉપયોગી નીવડે છે. ટેકનોલોજીની કાર્યક્ષમતાનો આધાર લેવાની જગ્યાએ ગ્રામીણ સમુદાયમાં કાર્યક્ષમતાને વિકસાવવી ખુબજ જરૂરી છે. બીજી મહત્વની બાબત એ છે કે આ ક્ષેત્રમાં ધારેલા પરિણામો આપણે પ્રાપ્ત કરી શકયા છીએ કે કેમ ? એ માટે જવાબદાર પરિબળોની ઓળખ વર્તમાન સ્થિતિનું સાપેક્ષ મૂલ્યાંકન ભાવિ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી છે.
માહિતી સંચાર ટેકનોલોજી વધુ સરળ અને ઉપયોગી ત્યારે જ બની શકે કે જયારે તેમાં નીચેના લક્ષણો સમાવિષ્ટ હોય.

  1. પારદર્શક
  2. આર્થિક રીતે પોષણક્ષમ
  3. ઝડપી
  4. સંબંધિત એજન્સી સાથે પ્રક્રિયાત્મક જોડાણ
  5. સરળ ટેકનીકલ સંચાલન
  6. ચોકસાઈ અને સુધારેલ માહિતી
  7. જીવનના ભૌતિક–અભૌતિકક્ષેત્રમાં સમાન રીતે ઉપયોગી
  8. નિયત અને બહુવિધ માળખામાં ઉપલબ્ધ

 

આ બાબતોની સાથે સાથે માહિતી સંચાર ટેકનોલોજી સામાન્ય વ્યકિત સુધી પહોચી શકે તે માટે નીચે ના મુદ્ધાઓ તેના વિકાસ સાથે જોડાયેલા અને અંતિમ વ્યકિતની પહોંચ માટે આવશ્યક છે.

  • ઈર્ન્ફોમેશન ટેકનોલોજીનો પરિચય ત્યારે જ કરાવવો કે જયારે તે માણસની સામાન્ય જરૂરિયાત અને પ્રાથમિક હકને અસરકારક રીતે પૂરા કરી શકાય.
  • માહિતી સંચાર ટેકનોલોજીના વિકાસના સર્જનાત્મક ઉપયોગમાં કમ્પ્યુટર, ઈ–મેલ કે ઈન્ટરનેટ એકસસની જરૂર હોતી નથી પણ સામાન્ય જરૂરિયાતને પહોચી વળવા માટે કમ્પ્યુટર બેઈઝ ટેકનોલોજી દ્ધારા એમ્બેડેડ ચીપ્સનો સમાવેશ કરવો, સેટેલાઈટ બેઈઝડ્‌ માહિતીનો ઉપયોગ કરવો વગેરે બાબતો હોવી જરૂરી છે.
  • માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટ લોકોની સામાન્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવવો જોઈએ.
  • સ્થાનિક ભાષા અને લોકલ મુદ્દાઓ જરૂરી છે.
  • પ્રોજેકટ ઈકોનોકલી અને જાતે જ ધ્યાન રાખી શકાય તેવો હોવો જોઈએ.
  • માહિતી સંચાર ટેકનોલોજી પ્રોગ્રામ ખરેખર પૂરો થશે અને તેનાથી થતા ફાયદા ખરેખર ફાયદો કરવાશે તેની ખાત્રી થવી જોઈએ.

ઉપસંહાર

માહિતી સંચાર વ્યવસ્થાને પ્રવાહી બનાવવા માટે શહેરી કે વિકસિત વિસ્તારોમાં ટેકનોલોજીકલ સેટઅપ ઉપયોગી થયંુ છે, પણ આ બાબત ભૂલવા યોગ્ય નથી કે ભારત ગામડાઓનો દેશ છે. રાષ્ટ્રીય વિચારધારાની દ્દષ્ટિએ સમગ્ર વિકાસનું કેન્દ્રબિન્દુ ગામડા જ હોવા જોઈએ. સ્થાનિક સમસ્યાઓ અને લોકોના જીવનઘોરણમાં ગુણાત્મક સુધારો થાય તો જ કોઈપણ પ્રકારનું લોકોના રોકાણનું સાચું વળતર મળી શકે અથવા ટેકનોલોજી પ્રવાહની સાચી ઉપયોગિતા સિદ્ધ થઈ શકે. એક ખૂબ જ જાણીતુ તથ્ય છે કે ગામડાઓમાં નિર્ધનતા, બેકારી, સામાજિક, આર્થિક અસમાનતાઓ, વર્ગગત ભેદભાવો, નિરક્ષરતા, સંશાધનોનું અસમાન વિતરણ અને ગેરઉપયોગની સ્થિતિ મોટા ભાગે જોવા મળે છે અને એનો ભોગ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે નિર્બળ લોકો જ બનતા હોય છે. માહિતી સંચારની ઉણપ એ ગરીબ અને તંવગર વચ્ચેનું અંતર વધારે છે. ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે આ દિશામાં સરકારી અને સ્વૈચ્છિક પ્રયાસો થયેલા છે પણ હજી તે આંતરિક ધોરણે છે. આ કથનનો હકારાત્મક દ્દષ્ટિએ અર્થ એટલો જ છે કે હજી તેમાં યથોચિત સુધાર કરવાનું શકય છે અર્થાત્‌ તેને વધુ અસરકારક અને લોકલક્ષી બનાવી શકાય તેવી શકયતાઓ રહેલી છે.

લેખક

ડૉ. સતિષ પટેલ અને ડો. રાજીવ પટેલ   મદદનીશ પ્રાઘ્યા૫ક, ગ્રામ વ્યવસ્થા૫ન અઘ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ,રાંઘેજા ગાંધીનગર ૩૮૨૬૨૦

વેબસાઈટ : ડૉ. સતિષ પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/19/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate