પરિચય:
નાગરિકો આજકાલ વિવિધ પ્રકારના ફોર્મ ભરતા હોય છે, જેમાં તેઓએ પોતાની સહી કરવી પડે છે. કાગળ ઉપર કરવામાં આવતી સહીને ઈલેક્ટ્રોનિક ફિંગરપ્રિન્ટમાં બદલવાની વ્યવસ્થાને ડિજીટલ સિગ્નેચર તરીકે ઓળખાવાઈ છે. આ ફિંગરપ્રિન્ટ અથવા કોડેડ સંદેશ વ્યક્તિને આગવી ઓળખ દર્શાવે છે. અને ઘણા પ્રકારના દસ્તાવેજો પર આવી ડિજીટલ સિગ્નેચરનો ઉપયોગ કરી શકાય છે. હાથ વડે કાગળ ઉપર સહી કરો, કે ડિજીટલ સહી કરો, બંનેનું કામ તો એક સરખું જ છે. ડિજીટલ સિગ્નેચર હોય તો કોઈ છેતરપીંડી કે નકલખોરીની સંભાવના રહેતી નથી. તેથી તે અસલી રહે છે. અને વ્યક્તિની ઓળખ પૂરવાર કરે છે. અસિમેટ્રિક સ્ક્રિપ્ટો સિસ્ટમના ઉપયોગવાળી ડિજીટલ સિગ્નેચરને વર્ષ 2000 ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અનુસાર માન્યતા અપાઈ છે.
ઈ-સાઈન સેવા:
આધાર ઓળખપત્ર ધરાવતા નાગરિકોને ઈ-સાઈન સેવા પૂરી પાડવા અને પ્રમાણિત કરવા ભારત સરકારે પોતાના ગેઝેટપત્રમાં જાહેરાત કરેલી છે. (રજી. નં.ડી.એલ.33004/77, તારીખ 28મી જાન્યુઆરી, 20150)
ઈ-સાઈન સેવા દ્વારા નાગરિકોને પોતાના દસ્તાવેજોમાં કે ફોર્મમાં કાયદેસર રીતે સ્વીકાર્ય હોય, તેવી ઈ-સાઈન કરવાની મંજૂરી અપાઈ છે. આ સેવામાં મુખ્ય બે બાબતો ખૂબ મહત્વની છે. ૧. ઈ-સાઈન કરનાર નાગરિકની એ સહી છે, એ પ્રમાણિત કરવું, અને 2. સહી કરવાની ભરોસાપાત્ર પદ્ધતિ. ઈ-સાઈન એ વ્યક્તિની ને પોતાની જ સહી છે,એ પ્રમાણિત કરવા એને આધાર કાર્ડ સાથે સાંકળી લેવાઈ છે. પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રકચર (પી.કે.આઈ)નો ઉપયોગ કરીને દસ્તાવેજો કે ફોર્મમાં ઈ-સાઈન કરવાની પ્રક્રિયા પર લોકો ભરોસો રાખી શકશે.
આધાર કાર્ડ ધરાવતા નાગરીકો પોતાના દસ્તાવેજો કે ફોર્મ ઈ-સાઈન સેવા વ્યવસ્થાનો ઉપયોગ કરીને વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવશે. એન પબ્લિક કી તથા પ્રાઈવેટ કી જાહેર કરવામાં આવશે. જે દ્વારા વ્યક્તિ પોતાના દસ્તાવેજો કે ફોર્મમાં ઈ-સાઈન કરી શકાશે. ડિજિટલી સાઈન કરેલા દસ્તાવેજો કે ફોર્મ તેમજ ડિજીટલ સિગ્નેચર સર્ટીફીકેટ લાભાર્થીને આપવામાં આવશે.
સી-ડેકની ઈ-હસ્તાક્ષર વ્યવસ્થા દ્વારા માન્ય આધાર-ઓળખ પત્ર અને નોંધણી કરાવેલ મોબાઈલ નંબર ધરાવતા નાગરિકોને પોતાના દસ્તાવેજ તથા ફોર્મ ઓન-લાઈન ડિજીટલ સિગ્નેચર કરવાની સગવડ મળશે.
મહત્વના પાસાંઓ:
- ખર્ચ અને સમયની બચત
- આધાર, ઓળખપત્ર પર નિર્ભર કે.વાય.સી. ને માન્યતા.
- વપરાશકર્તા નાગરિકોની સવલત વધશે.
- આધાર ઓળખપત્ર અનિવાર્ય બનશે.
- ડિજીટલ સિગ્નેચરને સરળતાથી ઉપયોગ થઈ શકશે.
- બાયોમેટ્રિક અથવા ઓ.ટી.પી. (પીન સાથે વૈકલ્પિક ધોરણે)ની કાયદેસરતા.
- સહી તથા સહી કરનાર વ્યક્તિની ઓળખ નક્કી થઈ શકશે.
- છૂટથી અને ઝડપથી અનો ઉપયોગ થશે.
- કાયદેસર રીતે માન્યતા
- વ્યક્તિગત, વ્યવસાયિક કે સરકારી ઉપયોગ માટે અનુકુળ
- લાયસન્સ ધરાવતા સીએ દ્વારા આનો વહીવટ કરાય છે.
- એ.પી.આઈ. ગ્રાહક મોડેલ.
- વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખી શકાય છે.
- ઓડીટના ધારાધોરણો અનુસાર પૂર્ણપણે પ્રમાણિત અને માન્ય.
- સહીની ખરાઈ માટેની સરળ વ્યવસ્થા.
- ઉપયોગ કર્યા પછી તુરત જ કી નો નાશ કરી શકાય.
- ઈ-સાઈન સાચી હોવા અંગેના સંક્ષિત પ્રમાણપત્રો.
- કીને જાળવી રાખતી નથી, એટલે એની સુરક્ષાની ભીતિ નથી.
ફાયદાઓ:
- ગમે ત્યા અને ગમે ત્યારે સલામત રીતે ઈ-સાઈનનો ઉપયોગ થઇ શકે. આ ઓનલાઈન સેવા છે અને ઈ-સાઈન કરનારની સહીને પ્રમાણિત કરવા આધાર ઈ-કે.વાય.સી. સંકલિત સેવા પૂરી પાડવા કોઈને રૂબરૂ મળવાની જરૂર પડતી નથી.
- કાયદેસર રીતે માન્ય સિગ્નેચર સગવડ: ઈ-સાઈન વ્યવસ્થામાં ડિજીટલી સિગ્નેચર સર્ટીફીકેટ તૈયાર કરવા, ડિજીટલ સિગ્નેચર ઉત્પન્ન કરીને જરૂરી દસ્તાવેજ કે ફોર્મ સાથે એને જોડવા, તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ અનુસાર ડિજીટલ સિગ્નેચર સર્ટીફીકેટ સ્વીકારવા માટે ઉપયોગકર્તા નાગરિકે પોતાની સંમતી આપવાની રહેશે. એ.પી.આઈ. દ્વારા નિર્ધારીત ધારાધોરણો, લાયસન્સ આપવાના એ.પી.આઈ.ના મોડેલો, ડિજીટલ ઓડિટ ટ્રેઈલ સ્થાપિત ચકાસણી હેઠળ માન્ય કરવામાં આવતા નાણાંકીય વ્યવહારો વગેરેમાં ગુપ્તતા જળવાઈ રહેશે.
- સરળ અને છૂટથી ઉપયોગ થઇ શકે તવી વ્યવસ્થા :આધાર ઈ-કેવાયસી સેવાની જેમ ઈ-સાઈન ભરોસાપાત્ર છે, અને ઉપયોગકર્તાની ઓળખ સરળતાથી પ્રસ્થાપિત થઇ શકે છે. આધાર ડેટાબેઝમાં રજીસ્ટર કરાયેલ મોબાઈલ નંબર સાથે જોડાવાથી બાયોમેટ્રિક અથવા ઓ.ટી.પી. ઓળખ (વૈકલ્પિક રીતે પીનના ઉપયોગ આધારિત) પ્રસ્થાપિત કરવાનું સહેલું બને છે. આધાર ઓળખપત્ર ધરાવતા લખો નાગરીકો કાયદેસર રીતે માન્ય થયેલ ડિજીટલ સિગ્નેચર સેવાઓનો લાખ લઇ શકશે.
- ઓળખની ગુપ્તતા : દસ્તાવેજ કે ફોર્મનો માત્ર સહી કરવાનો છે તેટલો જ ભાગ ઈ-સાઈન માટે અપલોડ કરવાનો હોય છે, તેથી દસ્તાવેજમાં કે ફોર્મમાં દર્શાવેલી વિગતો ગુપ્ત રહે છે.
- ઓનલાઈન સેવાની સવલત : ઈ-પ્રમાણપત્ર દિશા નિર્દેશો અનુસાર ઈ-સાઈન સેવા નિયંત્રિત કરવામાં આવે છે. આધાર ઓળખપત્રની વિગતો મુજબ ઈ-સાઈન કરનાર વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરાય છે, અને દસ્તાવેજ કે ફોર્મ ઉપર કરાતી ઈ-સાઈન, સેવા પ્રદાન કરનાર એજન્સીના બેક એન્ડ સર્વર પર તૈયાર કરાય છે. સર્ટિફાઈંગ ઓથોરીટી જેવા ત્રાહિત સેવાક્ષેત્રની મદદથી ઈ-સાઈન સર્વિસ પૂરી પાડવામાં આવે છે, જે પૂર્ણરીતે ભરોસાપાત્ર છે. પ્રમાણપત્ર ધરાવતી સંસ્થા પોતાના હાર્ડવેર સિક્યુરીટી મોડ્યુલ ( H.S.M.) પર વ્યક્તિની કી તૈયાર કરે છે, જેનો એકવાર ઉપયોગ થયા પછી તુરંત જ નષ્ટ કરવામાં આવે છે, એટલે ઈ-સાઈન ગુપ્તતા જળવાઈ રહે છે, અને ઈ-સાઈનનો બીજા કોઈ દસ્તાવેજ માટે દુરુપયોગ થઇ શકતો નથી.
- ગેટ વે : ઈ-સાઈન એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસીસ (A.P.I)માં મુખ્ય ઢાંચાગત પાસાઓને ઓળખી લેવાયા છે, અને એપ્લીકેશન સર્વિસ પ્રોવાઈડર, સર્ટિફાઈંગ ઓથોરીટી, ભરોસાપાત્ર થર્ડ પાર્ટીઓ, આધાર ઈ-કે.વાય.સી. સેવા અને એપ્લીકેશન ગેટ-વે જેવા તમામ પાસાઓનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. એપ્લીકેશન સર્વિસ પ્રોવાઈડરોને ઈ-સાઈન એ.પી.આઈ.નો સરળતાથી ઉપયોગ કરી શકે, તે માટે ધોરણસરની ઈ-સાઈન વ્યવસ્થા કરાઈ છે. ઈ-સાઈન ગેટ-વે પ્રોવાઈડર તરીકે CDAC કામ કરે છે. (સી.ડી.એ.સી.)
- ઈ-સાઈનનો કોણ અને ક્યાં ઉપયોગ કરી શકે : વ્યક્તિગત ઉપયોગ માટે કે વ્યવસાયિક અથવા સરકારી ઉપયોગ માટે વિવિધ પ્રકારના ઈ-સાઈનના મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં ગુપ્ત વિગતો ચોરી જવાનો કોઈ ડર નથી તેવા કામકાજમાં ઓ.ટી.પી. (પીન સાથે વૈકલ્પિક ધોરણે) આધારિત પ્રમાણન સેવાનો ઉપયોગ થઇ શકે છે. પણ આ વ્યવસ્થા બહુ ઉપયોગી કે મહત્વની જણાતી નથી. ફિંગર પ્રિન્ટ કે આંખની કીકીના રંગ આધારિત, એટલે કે બાયોમેટ્રિક ઈ-સાઈન વધુ આદર્શ છે, અને એમાં ડેટા ચોરી જવાનો ડર નથી, એટલે વ્યક્તિની ઓળખ સાબિત કરવા એ વધુ ઉપયોગી બને છે. બહુ મોટા નાણાકીય વ્યવહારો, છેતરપિંડીની શક્યતા રહેતી હોય, અથવા અંગત વિગતો જહેત થઇ જવાનો દર હોય તેવા હેતુઓ માટે બાયોમેટ્રિક આધારવાળી ઈ-સાઈનનો ઉપોગ થાય છે.
સ્ત્રોત : ઈસાઈન