અવારનવાર કરવામાં આવતા સર્વેઝમાં એક વાત બહાર આવી છે કે, અનેક લોકો 123456 જેવા ઇઝી પાસવર્ડ રાખે છે. કેમ કે, મુશ્કેલ પાસવર્ડ યાદ રાખવો મુશ્કેલ છે. જેના પરિણામે યૂઝર્સ અનેક વખત પાસવર્ડ્ઝ ચેન્જ કરે છે કે પછી અનેક એકાઉન્ટ્સનો એક જ પાસવર્ડ રાખે છે. તેમને લાગે છે કે, એક જ પાસવર્ડ રાખવાથી મુશ્કેલી ઓછી થઈ જાય છે અને યાદ રાખવાનું ટેન્શન પણ નથી. જોકે, ખૂબ જ સામાન્ય લાગતી આ વાત વાસ્તવમાં યૂઝર્સને અનેક રીતે મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. કેમ કે, એક જ પાસવર્ડ જાણી લેવાથી તમામ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. અહીં તમને કેટલીક એવી પાસવર્ડ મેનેજિંગ એપ્સ રજૂ કરીએ છીએ કે જે તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે.
ઝોહો વોલ્ટ
ઝોહો વોલ્ટ એક ફીચર-લેડન પાસવર્ડ મેનેજર એપ છે. જેનો તમે ઓફલાઇન પણ યુઝ કરી શકો છો. પાસવર્ડ્ઝ અને બીજી ડિટેઇલ્સનું સિક્યોર સ્ટોરેજ તેમજ ઓટોમેટિક ફોર્મ ભરવા સુધીનું બધું જ કામ ઝોહો વોલ્ટ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પાસવર્ડ જનરેટ કરવા માટે પણ કરી શકો છો. એટલે જ એને ખાસ પસંદ કરવામાં આવે છે.
કાસ્પર્સ્કી પાસવર્ડ મેનેજર
આપણે બધા કાસ્પર્સ્કીને તેના એન્ટિ-વાયરસ સોફ્ટવેર માટે ઓળખીએ છીએ, પણ તેની આ પાસવર્ડ મેનેજર એપ પણ ઘણી સારી છે. તમારી બધી જ ઇન્ફોર્મેશન તમારા ડિવાઇસીસમાં સિન્ક્રોનાઇઝ થઈ જાય છે. બીજી બધી જ એપ્સની જેમ આ એપમાં પણ તમારે એક જ માસ્ટર પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહે છે. આ એપ સેવ્ડ ડેટાને સાચવવા માટે સ્ક્રીનશોટ્સ પણ લેવા નથી દેતી.
કીપર
આ એપની મદદથી તમે તમારા પાસવર્ડ્સ, અગત્યની ફાઇલ્સ, ડોક્યુમેન્ટ્સ અને ફોટોઝ મેનેજ કરી શકો છો. આ એક ઓનલાઇન સેફ્ટી વોલ્ટની જેમ કામ કરે છે. ડેશલેનની જેમ જ કીપર પણ સીધો જ એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાની એબિલિટી ધરાવે છે. તેની ઓટોફીલ ફન્ક્શનાલિટી એ ધ્યાન રાખે છે કે દર વખતે તમે વેબસાઇટમાં લોગઇન થાવ ત્યારે તમારે ડિટેઇલ્સ નાખવાની જરૂર ન રહે. જે ડિવાઇસીસમાં હાર્ડવેર સપોર્ટ કરતું હોય તેમાં કીપર ફિંગર પ્રિન્ટ સેન્સર ઓથેન્ટિકેશનથી પણ કામ કરે છે.
ડેશલેન -Dashlane
આ ન ફક્ત પાસવર્ડ મેનેજર છે, પરંતુ એ મોબાઇલ વોલેટ પણ છે. એમાં લોગ-ઇન કરીને તમે તમામ પાસવર્ડ્ઝ સેવ કરી શકો છો. આ એપ દ્વારા તમે સ્ટ્રોંગ પાસવર્ડ પણ બનાવી શકો છો. એટલું જ નહિ એના દ્વારા તમે ઓનલાઇન બિલ્સ પણ પે કરી શકો છો. ખાસ વાત એ છે કે, ડેશલેન એકાઉન્ટનો પાસવર્ડ ક્યાંય પણ સેવ ન થતો હોવાથી એને સૌથી સેફ માનવામાં આવે છે.
લાસ્ટપાસ-Lastpass
પાસવર્ડ યાદ રાખવા માટે લાસ્ટપાસ ખૂબ જ પોપ્યુલર એપ છે. એમાં એક માસ્ટર પાસવર્ડ દ્વારા તમારા તમામ મહત્વના પાસવર્ડ્ઝની ડિટેઇલ્સને સિક્યોર રાખી શકો છો. તમામ ઇન્ફોર્મેશન તમારા એકાઉન્ટ સાથે સિન્ક્રોનાઇઝ હોય છે તેમજ યૂઝરનેમ્સ અને પાસવર્ડ્ઝ એન્ટર કરવાની જરૂર પડે એવી એસોસિએટેડ વેબસાઇટ્સ પર ઓટોફિલ થઈ શકે છે.