অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિદ્યાર્થીઓ માટે ઇન્ફર્મેશન સલામતી પરિચય

ઇન્ટરનેટ સલામતી દરેક વ્યક્તિની જવાદારી છે. ઇન્ટરનેટ સલામતી એટલે ઓનલાઇન મનોરંજન – તમારા મિત્રો સાથે ચેટ કરવી, તમે બનાવેલ વિડિયો અપલોડ કરવો કે તમે જે ગીત લખ્યુ હોય તે મૂકવું, તમારા રસની માહિતી વિના મૂલ્યે મેળવવી, અદ્યતન ટ્રેન્ડસ જોવા – કોઇપણ ગુંડાગીરી, નારજગી, કૌભાંડ કે તમારા વિચારો તમારી પરવાનગી વગર ચોરાયા વગર, તમારી ઓળખની ચોરી સહિત.
ઇન્ટરનેટ સલામતી એ માત્ર તમારા કમ્પ્યૂટરમાં લેટેસ્ટ એન્ટી-વાયરસ અને ફાયરવોલ સોફ્ટવેર ઇન્સ્ટોલ્ડ છે કે નહી તે જોવાનું નથી. તમે તમારી જાતને ઓનલાઇન કેવી રીતે હેન્ડલ કરો છો અને અન્ય લોકો સાથે કેવી રીતે વર્તન કરો છો (વિશેષ રીતે અજાણ્યા લોકો જે તમને માત્ર ઓનલાઇન જ મળ્યા હોય છે), અને તમારી જાણકારીનાં અભાવને કારણે કોઇ કૌભાંડકારીનો શિકાર ન બનો તે જોવું.

ઓનલાઇન સલામત રહેવું શા માટે મહત્વનું છે?

આપણાંમાંથી મોટાભાગનાં પોતાના લેપટોપ, મોબાઇલ ફોન, ટેબલેટ અને વ્યક્તિગત કમ્પ્યૂટર દ્વારા ‘કનેક્ટેડ’ હોઇએ છે. ઇન્ટરનેટ મૂલ્યવાન અને મનોરંજન માટે સરસ સ્રોત છે, મિત્રો બનાવવા અને લોકો સાથે સંપર્કમાં રહેવા અને ઘણુંબધું શીખવાની શક્યતા રહેલી છે. જો સલામતી જાગૃતિ સિવાય તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે તો તમે કોઇ ગેરકાનૂની પ્રવૃત્તિનો શિકાર બનવાનું કે કોઇ શોષણનાં શિકાર બનવાનું જોખમ રહે છે – તે પછી ગુંડાગીરી હોય, છેતરપિંડી કે બીજો કોઇ ગંભીર ગુનો હોય. કોઇ વ્યક્તિને આપણે મળતાં હોઇએ તે નહી પરંતુ ઇન્ટરનેટ પર લોકો હંમેશા પહેલી નજરે જેવા દેખાય છે તેવા હોતા નથી.
જેમ તમે ઘરમાંથી નીકળો ત્યારે તમે સલામતી વિશે શીખેલા હોવ છો તેજ રીતે, ઓનલાઇન કેવી રીતે સલામત રહેવું તે શીખવું પણ જરૂરી છે. આ એવું કૌશલ્ય છે જે તમારી સાથે જીવનભર રહેશેઃ
જ્યારે તમે ઓનલાઇન હોવ ત્યારે અનુસરવાનાં કેટલાક વિશેષ નિયમો

 • તમારી અંગત માહિતી જેવી કે તમારું સરનામું કે ફોન નંબર આપવો નહી.
 • તમારા ફોટોગ્રાફ્સ કોઇને મોકલવા નહી, વિશેષ રીતે અભદ્ર ફોટોગ્રાફ્સ.
 • તમે ન ઓળખતા હોવ તેવાં વ્યક્તિઓનાં ઇમેઇલ કે અટેચમેન્ટ ન ખોલવા.
 • તમે ઓળખતાં ન હોવ તેવા લોકો સાથે ઓનલાઇન ફ્રેન્ડ્સ ન બનવું.
 • જેને તમે માત્રા ઓનલાઇન જ મળેલા હોવ તેવા વ્યક્તિને મળવાનું આયોજન  ન કરવું.
 • જો તમે ઓનલાઇન કંઇક વાંચ્યુ હોય જે તમને ચિંતા કરાવે, તો તેનાં વિશે તમારા માતાપિતા કે કોઇક વિશ્વસનીય વ્યક્તિને કહો.

ISEA- જાગૃતિ કાર્યક્રમ તમને ઓનલાઇન સલામતી માટે કિશોરા-કિશોરીઓ તેમજ વિદ્યાર્થીઓને માટે સૂચનો આપતું રહેશે. ઇન્ટરનેટ વાપરતાં પહેલા આ માર્ગદર્શિકા કે પગલાંઓનો ઉપયોગ કરો.

પગલું 1 – વેબ બ્રાઉઝરનો વપરાશ કરવો

ઇન્ટનેટ તમારા મિત્રો અને કુટુંબ સાથે સંપર્કમાં રહેવાની એક પદ્ધતિ છે. ઘણાંબધાં વિદ્યાર્થીઓ માટે તે તાજા સમાચારો, સંશોધન માહિતી, ઓનલાઇન શોપિંગ અને પુસ્તકો કે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનો સ્રોત પણ છે. ઇન્ટરનેટ હાલમાં બેન્કિંગ, બિલ ચૂકવવા અને અરજીઓ ભરવા માટેની પ્રચલિત પદ્ધતિ થઇ ગઇ છે.

વેબ બ્રાઉઝર વાપરવું અને ઓનલાઇન વસ્તુઓ કરવી સરળ છે, પરંતુ તમને અને તમારા કમ્પ્યૂટરને કેટલાક છુપાયેલા જોખમો પણ રહેલા છે. આ જોખમોમાં મોલવેર દ્વારા તમારી સંવેદનશીલ માહિતી બહાર જાય, જેમાં વાયરસ, સ્પાયવેર અને એડવેરનો સમાવેશ થાય છે. સલામત બ્રાઉઝિંગનો અર્થ છે આ ઓનલાઇન જોખમોની માહિતી હોય અને તે ટાળવા માટે યોગ્ય પગલાં લેવાતા હોય.

ઇન્ટરનેટ બ્રાઉઝ તમારા માટે સલામત બનાવવા માટે માત્ર જરાક જ પ્રયત્ન, પ્રાથમિક જાણકારી અને કેટલાક સાધનોની જરૂર પડે છે. આ માર્ગદર્શકાઓને અનુસરી તમે તમારી વ્યક્તિગત માહિતી અને તમારા કમ્પ્યૂટરને ઓનલાઇન સલામત કરી શકો છો.

યાદ રાખવાનાં નિયમો….

 • તમારા કમ્પ્યૂટર કે ડિવાઇસ પર અપ-ટુ-ડેટ એન્ટી-વાયરસ ઇન્સ્ટોલ કરવું.
 • તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરને અપ-ટુ-ડેટ રાખવું.
 • અસામાન્ય કમ્પ્યૂટર પ્રવૃત્તિ કે સમસ્યાઓ પ્રત્યે સભાન રહો.
 • તમારા કમ્પ્યૂટર પર ફાયરવોલ ઇન્સ્ટોલ કરો અને જાળવો.
 • પોપ-અપ બ્લોકર જેવા અદ્યતન વિશેષતાઓનો ઉપયોગ કરો.
 • તમારા કમ્પ્યૂટર પર સંવેદનશીલ માહિતી સતત સેવ કરવાનું ટાળો.
 • તમારો પાસવર્ડ વારંવાર બદલો.
 • ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ઇ-મેઇલ અટેચમેન્ટ દ્વારા મોકલવામાં આવતી લિંકથી બચો.

પગલું 2 –‘મિત્રો’ બનાવવા

મિત્રો બનાવવા

આપણે બધાં જાણીએ છીએ કે કમ્પ્યૂટર સ્ક્રીનની સામે કલાકોનાં કલાકો કાઢવા સ્વાસ્થ્યપ્રદ નથી. પરંતુ સોશિયલ નેટવર્કિંગમાં તમારી ખૂબજ મોટી સંખ્યામાં ‘મિત્રો’ હોય તે દબાણ રહેલું હોય છે. પરંતુ કેટલી બાબતો યાદ રાખવા જેવી છેઃ

 • ઓનલાઇન બનાવવામાં આવતી મિત્રતાઓ એક બટન દબાઇને કરવામાં આવે છે, લોકો સાથે વાતો કે અનુભવની આપલે પછી નહી.
 • કોઇ વ્યક્તિ સાથે ઓનલાઇન મિત્ર હોવું તે કોઇની સાથે ફેસ-ટુ-ફેસ મિત્ર હોવા કરતાં ઘણું ઓછું અર્થપૂર્ણ છે.
 • તમે ઓનલાઇન મિત્રથી ખૂબજ જલદી છૂટા પડી શકો છો અને તેનું કારણ એક વણસમજાયેલ કમેન્ટ પણ હોઇ શકે.
 • વાટાઘાટો અને સમસ્યાઓ જ્યારે તમે ફેસ-ટુ-ફેસ હોવ ત્યારે ઉકેલવી સરળ અને સ્વાસ્થપ્રદ છે.

આથી જો તમે કોઇને ઓળખતાં હોવ જેને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કેટલાં મિત્રો છે તેનાં બણગાં ફૂકતાં હોય, યાદ રાખજો કે સાચી મિત્રતા કમ્પ્યૂટરથી નથી થતી.

હું આમ થતાં કેવી રીતે રોકી શકું?

 • એ બાબતની ખાતરી કરો કે તમે જોડાવવા માટે લાયક ઉંમર ધરાવતા હોવ.
 • બનાવેલું કે ખોટું નામ તમારી પ્રોફાઇલ માટે વાપરી શકાય.
 • જેને તમે વ્યક્તિગત રીતે ન જાણતાં હોવ તેવા લોકોને મિત્ર ન બનાવો.
 • એવું ઇમેઇલ એડ્રેસ વાપરો જેમાં તમારું નામ ન આવતું હોય.
 • જ્યારે તમે પ્રોફાઇલ સેટ કરો ત્યારે સૌથી મજબૂત સલામતી સેટિંગ રાખો. જેનો અર્થ છે માત્ર તમારા મિત્રો જ તમારી માહિતી જોઇ શકશે.
 • ફોટોગ્રાફ્સ અને વિડિયો ખૂબજ સરળતી ઇન્ટરનેટ પર શેર કરી શકાય છે, આથી તમે એ બાબતની ખાતરી કરો કે જ્યારે અપલોડ કરવામાં આવે તો – તમે તમારા મિત્રો સાથે શેર કરો તો, તે આગળ વધુ ફેલાવાનું સરળ બનાવે છે.
 • ઓનલાઇન કન્ટેન્ટ શેર કરતાં કાળજી રાખવી – વિશેષ રીતે જો તમારી ન હોય ત્યારે. ગેરકાનૂની ડાઉનલોડ ટાળવું. વધુ સૂચનો માટે ક્લિક કરો.

પગલું 3 – સ્માર્ટફોન સલામતી

આપણે આપણાં મિત્રો અને પરિવારને હવે માત્ર ફોનથી જ ફોન કરતાં નથી. મોડર્ન સ્માર્ટફોનથી આપણે ઘણાંબધાં કામ ઇન્ટરનેટ બ્રાઉઝ કરીને કરીએ છીએ અને બિલ ઓનલાઇન બેંક સ્ટેટમેન્ટ જોઇને ભરીએ છે અને કામનાં ઇમેલ ચેક કરીએ છીએ. સ્માર્ટફોન ખૂબજ એડવાન્સ છે આથી આપણે જે સલામતીનાં પ્રશ્નો આપણાં કમ્પ્યૂટરમાં અનુભવતા હતાં તે હવે સ્માર્ટફોનમાં જોવા મળે છે.

તેમાં શું જોખમો રહેલા છે?

 • ડિવાઇસને નુકસાન કે ચોરી. ડિવાઇસને નુકસાન કે ચોરીથી તમારી ઉત્પાદકતા પર અસર થાય છે, માહિતીનું નુકસાન થાય છે અને ડેટા-સુરક્ષા કાયદામાં જવાબદારી ઊભા થવાનું જોખમ રહે છે.
 • સંવેદનશીલ માહિતીનું નુકસાન. ઘણાંબધાં મોબાઇલ ડિવાઇસમાં સંવેદનશીલ અને ગોપનીય માહિતી રહેલી હોય છે. ઉદાહરણ તરીકે વ્યક્તિગત ફોટોગ્રાફ્સ અને વિડિયો, ઇમેઇલ મેસેજ, ટેક્સ્ટ મેસેજ અને ફાઇલ્સ.
 • બિનસત્તાવાર નેટવર્કની ઘૂંસપેંઠ. કારણકે ઘણાં મોબાઇલ ડિવાઇસ વિવિધ નેટવર્ક કનેક્ટિવિટીનાં વિકલ્પો પુરા પાડે છે, તેમનો ઉપયોગ સુરક્ષિત કોર્પોરેટ સિસ્ટમ પર અટેક કરવા માટે વાપરી શકાય છે.
 • કપાયેલ કે છેડછાડ કરેલ માહિતી. મોબાઇલ ડિવાઇસ પર ઘણાંબધાં બિઝનેસ ટ્રાન્સેક્શન થતાં હોવાથી હંમેશા એ બાબતની ચિંતા રહે કે મહત્વની માહિતી ટેપ્ડ ફોન્સ કે માઇક્રોવેવ ટ્રાન્સમિશન દ્વારા કપાય કે તેની સાથે છેડછાડ કરવામાં આવે.
 • મલીન સોફ્ટવેર. વાયરસ, ટ્રોજન હોર્સિસ અને વોર્મ્સ એ મોબાઇલ ડિવાઇસ માટે જાણીતાં જોખમો છે.

હું આમ થતું કેવી રીતે ટાળી શકું?

 • જ્યારે મોબાઇલ ડિવાઇસની પસંદગી કરીએ ત્યારે સલામતીની વિશેષતાઓને ધ્યાને લઇએ અને એ બાબતની ખાતરી કરીએ કે તે એનેબલ હોય.
 • તમારા સ્માર્ટફોન ડિવાઇસ પર એન્ટી-વાયરસ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો અને તેને જાળવો.
 • શંકાસ્પદ ઇમેઇલ કે ટેક્સ્ટ મેસેજમાં મોકલવામાં આવેલ લિંકને ન અનુસરો.
 • તમે તમારા ડિવાઇસ પર કઇ માહિતીનો સંગ્રહ કરવા માગો છો તેની કાળજી લો.
 • જ્યારે એપ્લિકેશનની પસંદગી કરો કે ઇન્સ્ટોલ કરો ત્યારે કાળજી રાખો.
 • ડિવાઇસનાં ફિસિકલ કન્ટ્રોલને જાળવો, જ્યારે તમે જાહેર સ્થળો પર હોવ ત્યારે.
 • જે ઇન્ટરફેસ વપરાશમાં ન હોય તેને ડિસેબલ કરો જેમકે બ્લુટુથ, ઇન્ફ્રારેડ કે Wi-Fi.
 • અજાણ્યા Wi-Fiનેટવર્ક સાથે જોડાવાનું ટાળો અને બિનસલામત Wi-Fiહોટસ્પોટ વાપરવાનું ટાળો.
 • ડિવાઇસને વાપરવાનું બંધ કરો ત્યારે તેની અંદર સેવ કરેલી દરેક માહિતી ડિલિટ કરી દેવી.
 • ડિવાઇસને “root”કે“jailbreak”ન કરવું.

સ્ત્રોત  : ઇન્ફોર્મેશન સિક્યુરીટી એજ્યુકેશન  એન્ડ અવેરનેસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate