অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુટુંબ માટે ઇન્ફર્મેશન સિક્યુરિટી(માહિતી સલામતી) જાગૃતિ

કુટુંબ માટે ઇન્ફર્મેશન સિક્યુરિટી(માહિતી સલામતી) જાગૃતિ

  1. પગલું 1 – ઘરનું Wi-Fi નેટવર્ક સલામત રાખવું
  2. પગલું – 2 બાળકો અને પરિવારનાં વપરાશ માટે કમ્પ્યૂટરને સામાન્ય સ્થળે મૂકો(જ્યાં બધાં સભ્યો આવતાં-જતાં હોય)
  3. પગલું 3 – ઇન્ટરનેટ વાપરવા માટે કુટુંબનાં નિયમો નક્કી કરો
  4. કુટુંબનાં સભ્યોને યાદ કરાવવવું કે ઓનલાઇન મળેલા વ્યક્તિઓ અજાણ્યાં હોઇ શકે
  5. પગલું – 4 જરૂરિયાતને સમજો અને ઓનલાઇન સેફ્ટી માટે સીમાઓ નક્કી કરો
  6. ગોપનીયતાનાં નિયમો અનુસરો
  7. પગલું 5 – યોગ્ય ઓનલાઇન વર્તન માટે કુટુંબનાં સભ્યો વચ્ચે કરાર કરો અને પ્રતિજ્ઞાન કરો
  8. પ્રતિજ્ઞા
  9. પગલું 6 – તમારા કમ્પ્યૂટરને સલામત કરો
  10. પગલું 7 – તમારું સોફ્ટવેર અપ-ટુ-ડેટ રાખો
  11. પગલું – 8 એન્ટીવાઇરસ, ડેસ્કટોપ ફાયરવોલ સોલ્યુશન ઇન્સટોલ કરવા જે ગુનાખોરી અને બિનસત્તાવાર ઉપયોગને રોકે
  12. પગલું 9 – તમારા સિસ્ટમનું બેક-અપ
  13. પગલું 10 – કુટુંબનાં સભ્યો માટે અલાયદા સ્ટાન્ડર્ડ યુઝર અકાઉન્ટ વાપરો
  14. પગલું 11 – તમારા અકાઉન્ટ માટે મજબૂત અને સરળતાથી યાદ રહે તેવો પાસવર્ડ બનાવવો
  15. પગલું 12 –ઇન્ટરનેટ વાપરતાં પહેલા તમારું વેબ બ્રાઉઝર સલામત કરો
  16. પગલું 13 –ઓનલાઇન સાવચેતી રાખવી અને શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું.
  17. પગલું 14 – દરેક માટે સલામત બ્રાઉઝિંગની ખાતરી કરવી, દાદાદાદી માટે પણ!
  18. પગલું 15 – માત્ર વિશ્વસનીય સ્રોત પરથી જ સોફ્ટવેર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો

જો તમે ઇન્ટરનેટ વપરાશકર્તા હોવ તો, તમારા કુટુંબના સભ્યો પણ તેનો વપરાશ કરે અથવા તો કરવાનું શીખે. ઘરનાં કમ્પ્યૂટર કેમોબાઇલનો સામાન્ય રીતે ઘરનાં દરેક સભ્યો વપરાશ કરતાં હોય છે, બાળકો અને કિશોર-કિશોરીઓ પણ. ઇન્ટરનેટ તમને અને તમારા પરિવારને દરેક પ્રકારનાં સ્રોતો સાથે સાંકળે છે. તમારા કમ્પ્યૂટર પર તમે અને તમારું કુટુંબ તાજા સમાચારો વાંચી શકો છો, માહિતી મેળવી શકો છો, સંગીત સાભળી શકો છો, ગેમ્સ રમી શકો છો, વસ્તુઓ ખરીદી શકો છો, કે મિત્રોને ઇ-મેઇલ કરી શકો છો. ઇન્ટરનેટ પર શીખવાની અને નવીનતાની તકો અપાર છે. જોકે, દરેક માહિતી અને સ્રોતો સલામત અને વિશ્વાસપાત્ર હોતાં નથી. પોતાને અને પોતાના પરિવારની ઇન્ટરનેટ સેફ્ટીની ખાતરી કેવી રીતે કરવી તેના વિશે વધુ વાંચો, શૈક્ષણિક અને મનોરંજક બંને. ઓનલાઇન ખરીદી અને સોફ્ટવેર કે ફાઇલ ડાઉનલોડ ચર્ચા કરીને કરવી અને તે વયસ્ક વ્યક્તિની દેખરેખમાં કરવી જેથી તમારી વ્યક્તિગત અને નાણાંકીય માહિતી સલામત રહે. ઇન્ટરનેટની એક લાક્ષણિકતા એ પણ છે કે લોકો તમારી સિસ્ટમમાં કેટલાક જોખમો પણ દાખલ કરી શકે છે. કેટલાંક અન્ય પ્રકારનાં ભય પણ રહેલા છે જેવાં કે કેટલીક કંપનીઓ તમે ઇન્ટરનેટ પર શું કરો છો તે માહિતી મેળવે અને તેને લોકોનો તે રીતે પીછો કરે. ઇન્ટરનેટ સલામતી અંગેની સમસ્યાઓને સંપૂર્ણ રીતે રોકી શકવાની કોઇ ખાતરી નથી પરંતુ એવા ઘણાંબધાં પગલાંઓ છે જેનાં દ્વારા તમે ઇન્ટનેટનો વપરાશ કરતાં હોવ ત્યારે પોતાને સલામત કરી શકો છો. ઇન્ટરનેટ એ માહિતી અને માર્ગદર્શન માટે મદદરૂપ સ્રોત છે પરંતુ તમે અને તમારા કુટુંબીજન ઇન્ટરનેટ પર પ્રાપ્ય દરેક માહિતી સાચી છે તેવો વિશ્વાસ ન રાખી શકો. ઇન્ટરનેટ પર કોઇ પણ વ્યક્તિ કોઇ પણ માહિતી મૂકી શકે છે, દરેક માહિતી વિશ્વસનીયતા ધરાવતી નથી. કેટલાક લોકો અને સંસ્થાઓ પોતે જે માહિતી મૂકે છે તેની ચોકસાઇની ખાતરી કરે છે અને તેના માટે વિવિધ પગલાં લે છે, જ્યારે કેટલાક હેતુપૂર્વક ખોટી માહિતી મૂકતાં હોય છે.

જ્યારે તમે અને તમારું પરિવાર વેબ સર્ફિંગ કરતાં હોવ ત્યારે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી મહત્વની છેઃ

  • ઓનલાઇન માહિતી સામાન્ય રીતે ખાનગી હોતી નથી.
  • ઓનલાઇન લોકો હંમેશા તે જે કહેતાં હોય છે તેજ હોય તેવું જરૂરી નથી.
  • કોઇપણ વ્યક્તિ ઓનલાઇન માહિતી મૂકી શકે છે.
  • તમે ઓનલાઇન જે માહિતી વાંચો છો તે બધી વિશ્વસનીય હોય તેવું જરૂરી નથી.
  • તમે અને તમારું કુટુંબ વેબ પર માહિતી શોધતાં હોવ ત્યારે અનઅપેક્ષિત કે બિનઇરાદાપૂર્વકતમને અપમાનજનક, અશ્લીલ (બાળ પોર્નોગ્રાફી સહિત), હિંસક કે જાતિવાદી માહિતી મળી શકે છે.

આથી ISEA-જાગૃતિ કાર્યક્રમ હંમેશા આખા કુટુંબના સભ્યોને સૂચન અને માર્ગદર્શન કરે છે અને ચેટ, સોશિયલ નેટવર્કમાં ભાગીદારી, ઓનલાઇન શોપિંગ કે ફાઇલ, ગેમ અથવા અન્ય કોઇ સોફ્ટવેર ડાઉનલોડ કરતાં પહેલાં ક્યાં પગલાં અનુસરવા તેની માહિતી આપે છે.

પગલું 1 – ઘરનું Wi-Fi નેટવર્ક સલામત રાખવું

તમારું ઘર Wi-Fiકનેક્ટેડ હોય તો તે અને તે તમારા પરિવારનાં દરેક સભ્યોને આખાં ઘરમાં ઇન્ટરનેટ પ્રાપ્ય બનાવે છે, જેનાથી ઇન્ટરનેટ પ્રવૃત્તિઓ અને માહિતીની આપ-લે પર અંકુશ રાખવો અઘરો બને છે. જો તે સલામત ન હોય તો, અનિચ્છિત વ્યક્તિઓ તમારી બેન્ડવિથનો ઉપયોગ કરી શકે છે અથવા તમારા ઉપકરણોને વાઇરસ દ્વારા અસર કરી તમારી ઇન્ટરનેટ સલામતી જોખમી શકે છે. વધુમાં તે તમારા ઉપકરણો અને સિસ્ટમનો ઉપયોગ કરી અન્યોની સિસ્ટમ કે ઇન્ટરનેટ માળખા પર હુમલો કરી શકે છે.

  • તમારું Wi-Fi સંપૂર્ણ રીતે સલામત હોય તેની ખાતરી કરો
  • તમારા રાઉટર માટે મજબૂત પાસવર્ડ રાખો અને
  • વાયરલેસ ઇન્ક્રિપ્શન એનેબલ કરવું જેથી અજાણ્યા લોકો તમારું નેટવર્ક ન જોઇ શકે અને તેનો વપરાશ પ્રતિબંધિત કરવો.
  • માત્ર ચોક્કસ ઉપકરણોને તમારા વાયરલેસ નેટવર્કની પ્રાપ્યતા આપો. જે પણ ઉપકરણ નેટવર્ક સાથે કમ્યુનિકેશન કરતું હોય તેને યુનિક મિડિયા એક્સેસ કન્ટ્રોલ (એમએસી) એડ્રેસ આપવું.

પગલું – 2 બાળકો અને પરિવારનાં વપરાશ માટે કમ્પ્યૂટરને સામાન્ય સ્થળે મૂકો(જ્યાં બધાં સભ્યો આવતાં-જતાં હોય)

પરિવારનાં કમ્પ્યૂટરને કોમન રૂમમાં મૂકવું જ્યાં સભ્યો ભેગા થતાં હોય એ ખૂબજ મહત્વનું છે જેથી બાળકો અને વડીલ સભ્યોને, તમે મદદ કરી શકો, દેખરેખ રાખી શકો કે જેથી તે ઇન્ટરનેટ પર હંમેશા સલામત રહે. તેનાથી તમને બાળકોનાં કમ્પ્યૂટર વપરાશનાં કલાકો પર તમે અંકુશ રાખી શકો અને ઇન્ટરનેટની અદ્યતન તકનીકો બાબતે વડીલ સભ્યોને શીખવામાં મદદ કરી શકો.

પગલું 3 – ઇન્ટરનેટ વાપરવા માટે કુટુંબનાં નિયમો નક્કી કરો

આનાથી કુટુંબના સભ્યોને ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે શું કરવું અને શું ન કરવું તેમાં મદદ મળશે. આ સ્પષ્ટ નિયમો, ધોરણો છે જે કમ્પ્યૂટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે સ્માર્ટ ફોન અને ટેબલેટનાં ઉપયોગને લગતાં છે. તમે નીચેને બાબતો ધ્યાને લઇ શકોઃ

તમે તમારા કુટુંબનાં સભ્યો જેવાકે બાળકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં પહેલા તમારી પરવાનગી લેવા કહી શકો છો.

દૈનિક કે અઠવાડિક કમ્પ્યૂટર અને અન્ય ઉપકરણોનાં ઉપયોગ માટે સમયમર્યાદા નક્કી કરવી, દિવસનાં કયાં સમયે તે પણ.

તમે જે સોશિયલ નેટવર્કિંગ સાઇટને મંજૂરી આપો તેજ બાળકો વાપરે તે નક્કી કરવું, જો તમે તમારા બાળકોને આ સાઇટ્સ વાપરવા દેવાનું નક્કી કરો તો.

તમારા બાળકો જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ વાપરતાં હોય તેમાં જોડાવું, જેથી તે જે શેર કરે તેની તમે દેખરેખ રાખી શકો.

કુટુંબનાં સભ્યોને યાદ કરાવવવું કે ઓનલાઇન મળેલા વ્યક્તિઓ અજાણ્યાં હોઇ શકે

તમે તમારા ઓનલાઇન મિત્રો સાથે કેટલી વખત ચેટ કરો છો, કેટલાં લાંબા સમયથી કરો છો, અને તમને લાગે કે તમે તેમને ખૂબજ સારી રીતે ઓળખો છો તેમ છતાં, જે લોકોને તમે ઓનલાઇન મળો છો તે અજાણ્યાં હોય છો.

જ્યારે તમે ઓનલાઇન હોવ છો ત્યારે જૂટ્ઠું બોલવું અને તમે કોઇ બીજા છો તેમ દર્શાવવું સરળ છે. ખાસ કરીને બાળકોનું એ જાણવું જરૂરી છે કે તેમનાં નવા મિત્ર તેમની ઉંમરનાં ન હોઇને એક 40 વર્ષની વ્યક્તિ હોઇ શકે છે. આથી તમારા કુટુંબનાં સભ્યોને યાદ કરાવો કે ઓનલાઇન મળતાં લોકો અજાણ્યાં હોય છે.

પગલું – 4 જરૂરિયાતને સમજો અને ઓનલાઇન સેફ્ટી માટે સીમાઓ નક્કી કરો

કુટુંબનાં દરેક સભ્યોની કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વપરાશની જરૂરિયાતો અલગ-અલગ હોય છે આથી સાથેમળીને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનાં વપરાશનાં નિયમો નક્કી કરો, નીચેની બાબતે શું યોગ્ય છે અને શું નથી તે નક્કી કરોઃ

  • વિવિધ વપરાશ યોગ્ય વેબસાઇટનો ઉપયોગ
  • ચેટરૂમ અને અન્ય ફોરમો જેની દેખરેખ રાખી શકાય તેનો વપરાશ
  • એવા યુઝરનેમ બનાવવા કે જે સાચી ઓળખ ન આપે તેમજ ઉત્તેજક હોય
  • ઓનલાઇન અકાઉન્ટ માટે મજબૂત, અજોડ અને સરળ પાસવર્ડ આપવો.
  • ફોન નંબર, કુટુંબનાં સભ્યોનાં નામ જે કુટુંબનાં સભ્યોની ઓળખ છતી કરે તેવી સંવેદનશીલ માહિતી શેર ન કરવાની પ્રતિજ્ઞા કરવી.
  • તમારી ઓળખ છતી કરે તેવા અયોગ્ય ફોટો ન મૂકવા કુટુંબના સભ્યોનું વચન લેવું (ઉદાહરણ તરીકેઃ શાળા અને શહેરનું નામ લખેલું હોય તેવા ટીશર્ટવાળા ફોટો).
  • કુટુંબને જાણ કર્યા વગર, જેને ઓનલાઇન મળ્યાં હોય તેવા લોકોને ફેસ-ટુ-ફેસ મળવું નહી.
  • અજાણ્યા માણસો પાસેથી આવેલ ઇ-મેઇલ કે અટેચમેન્ટનો જવાબ ન આપવું વચન.
  • કોઇપણ અનિચ્છિય પ્રવૃત્તિ જેવીકે સાયબર સ્ટોકિંગ(પીછો કરવો), બુલિંગ(કનડગત) થાય તો કુટુંબનાં સભ્યોની જાણ કરવી અને તેની ચર્ચા કરવી.

ગોપનીયતાનાં નિયમો અનુસરો

જ્યારે તમે સોશિયલ નેટવર્ક કે વેબસાઇટ પર અકાઉન્ટ બનાવો છો જેવા કે ફેસબુક, ગુગલ ત્યારે તેમાં કેટલીક પ્રાથમિક માહિતીની જરૂરિયાત પડે છે – તેમની ગોપનીયતા નીતિ હોય છે. દર વખતે તમે (કે કુટુંબનાં સભ્ય) નવા નેટવર્કમાં જોડાવો, તેની ગોપનીયતા નીતિ કાળજીપૂર્વક વાંચો જેથી તમને એ બાબતનો ખ્યાલ આવે કે તે માહિતીનો કઇ રીતે વપરાશ કરવામાં આવશે, અને ઇન્ટરનેટ સલામતીનાં જોખમો ટાળવા શું પગલાં લેવામાં આવ્યાં છે.

પગલું 5 – યોગ્ય ઓનલાઇન વર્તન માટે કુટુંબનાં સભ્યો વચ્ચે કરાર કરો અને પ્રતિજ્ઞાન કરો

ઓનલાઇન વર્તન માટે કરાર તૈયાર કરો જેથી કુટુંબનાં સભ્યોમાં કમ્પ્યૂટર, ઇન્ટરનેટ વપરાશ માટેનાં યોગ્ય વર્તન અંગેની સ્પષ્ટતા હોય. આનાથી કુટુંબનાં દરેક સભ્યોની ઇન્ટરનેટ સલામતીમાં મદદ મળશે.

કુટુંબનાં દરેક સભ્યો કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ સલામતી માટે નીચેની પ્રતિજ્ઞા લે તે સૂચનીય છે

પ્રતિજ્ઞા

  • કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ જ્ઞાન મેળવવા, માહિતી માટે, મનોરંજન, ચેટ અને જોડવા માટે છે જે મારે ગુમાવવું નથી અને મારા અને મારા કુટુંબની સલામતી માટે, અમે નીચેની ઓનલાઇન સલામતી અને વર્તન માટે સહમત થઇએ છીએઃ
  • હું મારા કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વાપરતાં દરેક સલામતીનાં નિયમોનું અનુસરણ કરીશ.
  • હું મારી ઓળખ, ફોન નંબર, સરનામું કે મારો પાસવર્ડ કોઇની સાથે ઓનલાઇન શેર કરીશ નહી.
  • હું ઓનલાઇન મળતાં લોકોને ફેસ-ટુ-ફેસ ક્યારેય મળીશ નહી. જો જરૂર પડે તો હું મારા કુટુંબનાં સભ્યોની સાથેજ મળીશ.
  • જો હું એવી પરિસ્થિતિમાં મૂકાઉં જ્યાં મને બિનઅનુકૂળતા થાય, અસલામતી અનુભવાય કે કોઇ અસામાન્ય વર્તન લાગે તો હું વચન આપું છું કે હું મારા કુટુંબનાં સભ્યો (મારા માતાપિતા/વાલી/ શિક્ષક)ને જાણ કરીશ જેથી તે મને મદદ કરી શકે.
  • હું આ પ્રતિજ્ઞા લઉં છું અને મારી, મારા કુટુંબની અને મારા દેશની સલામતી દ્વારા સાયબર સેફ ઇન્ડિયા માટે પ્રતિબદ્ધ છું.
  • બાળકનું નામ અને સહી
  • તમારા માતાપિતા/વાલી/શિક્ષકને, હું તમને જ્યારે મદદની જરૂર હોય ત્યારે તમને મદદ કરવા અને સમસ્યા હલ કરવા માટે પુરતો પ્રયત્ન કરવા હાજર રહીશ.
  • માતાપિતા/વાલી/શિક્ષકની સહી

પગલું 6 – તમારા કમ્પ્યૂટરને સલામત કરો

ક્રેકર્સ, હેકર્સ અને ઓળખચોરો તમારી અંગત માહિતીની ચોરી કરવા અને તમારા પૈસાની ચોરી કરવા ઇચ્છતા હોય છે?પરંતુ એવા કેટલાંક પગલાં છે જે તમને પોતાની સુરક્ષામાં મદદ કરે, જેમકે તમારા કમપ્યૂટર સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમથી લઇને એપ્લિકેશન સુધી અપ-ટુ-ડેટ રાખો. હુમલો કરનારા સતત તમારા કમ્પ્યૂટર પર હુમલો કરવાની નવી પદ્ધતિઓ શોધતાં હોય છે, જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને સિક્યુરિટી સોફ્ટવેર અપ-ટુ-ડેટ હશે તો તે નવાં જોખમો સામે રક્ષણ આપશે.

આજની ઓપરેટિંગ સિસ્ટમ પહેલાની કરતાં વધારે આધુનિક અને ફિચર્સમાં સમૃદ્ધ હશે, જે તેમને વધુ ઉપયોગી બનાવશે પણ સાથે સાથે સલામતીનાં જોખમો પણ રહેલા હશે. સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે તમે સૌથી અદ્યતન સલામતી અપડેટ તમારી Windows, Linux, MAC કે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ કે અન્ય કોઇ સિસ્ટમ માટે વાપરો.

તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ માટે સલામતી અપડેટ્સ ઇન્સ્ટોલ કરી લો પછી એ બાબતની ખાતરી કરો કે તમે તમારા ઇન્સ્ટોલેશન માટે રિસ્ટોર પોઇન્ટ તૈયાર કર્યા હોય. તમારી ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર થાય એટલે તરતજ તમે તમારો રિસ્ટોર પોઇન્ટ તૈયાર કરી શકો છો અને તેને ક્લિન ઇન્સ્ટોલેશન નામ આપી શકો છો અને પછી ડ્રાઇવર્સ અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા. જો કોઇ ડ્રાઇવર્સનાં કારણે સિસ્ટમમાં સમસ્યા આવતી હોય તો તમે હંમેશા ક્લિન ઇન્સ્ટોલેશન રિસ્ટોર પોઇન્ટમાં જઇ શકો છો.

પગલું 7 – તમારું સોફ્ટવેર અપ-ટુ-ડેટ રાખો

તમારી ઓપરેટિંગ સિસ્ટમ અપ-ટુ-ડેટ રાખવી જ મહત્વની નથી પરંતુ તમે જે સોફ્ટવેર વાપરો છો તે પણ અદ્યતન હોવું જોઇએ જેમાં તમારા મુખ્ય કાર્યક્રમ અને એપ્લિકેશન માટે લેટેસ્ટ અપડેડ અને સિક્યુરિટી પેચિસ હોય. એ જાણીતું છે કે હેકર્સ પ્રચલિત સોફ્ટવેર વાપરવા પ્રયત્ન કરે છે જેમકે જાવા, અડોબ ફ્લેશ, અડોબ શોક વેવ, અડોબ એક્રોબેટ રિડર, ક્વિક ટાઇમ કે અન્ય પ્રચલિત વેબ બ્રાઉઝર જેવા કે ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર, હંમેશા એ વાતની ખાતરી કરો કે લેટેસ્ટ પેચિસ પ્રાપ્ય હોય.

આવા સોફ્ટવેરનાં ભાગ હંમેશા ગુનાખોર માનસિકતાનો ભય ધરાવતા હોય છે, દરેક પ્રોગ્રામ કે એપ્લિકેશન જે તમે ઇન્સ્ટોલ કરી હોય તેને મેન્યુઅલી અપડેટ કરવાનું તમારી યાદશક્તિ પર છોડવું નહી.

  • એ બાબતની ખાતરી કરો કે તમારી પાસે સિક્યુરિટ સોફ્ટવેર હોય જે તમને વાઇરસ, હેકર્સ અને સ્પાયવેરથી સલામત રાખે.
  • સોફ્ટવેરને યોગ્ય સમયાંત્તરે અપડેટ કરવું, કારણકે નવાં જોખમો દૈનિક રીતે ઊભા થતાં રહે છે. સિક્યોરિટી અપડેટ ઓટોમેટિકલી અપડેટ થાય તે આદર્શ છે.

પગલું – 8 એન્ટીવાઇરસ, ડેસ્કટોપ ફાયરવોલ સોલ્યુશન ઇન્સટોલ કરવા જે ગુનાખોરી અને બિનસત્તાવાર ઉપયોગને રોકે

મોલવેર અને બિનસત્તાવાર એક્સેસ માટે પોપ્યુલર વેન્ડર (જાણીતું) એન્ટિવાયરસ, ડેસ્કટોપ ફાયરવોલ ઇન્સ્ટોલ કરવું ખૂબજ મહત્વનું છે જેથી તમારી કમ્પ્યૂટર સિસ્ટમમાં વિશ્વસનીય સિક્યુરીટી સોલ્યુશન હોય. તેમાં રિયલ-ટાઇમ સ્કેનિંગ, ઓટોમેટિક અપડેટ અને ફાયરવોલ ફંક્શનાલિટી પણ હો, જે બિનસત્તાવાર પ્રવૃત્તિને અંકુશ કરી શકે.

તમે તમારા કમ્પ્યૂટર અને ડેટાનું રક્ષણ કરવા માટે કેટલાંક સિક્યુરિટી સોફ્ટવેર વાપરશો. એ બાબતની ખાતરી કરવી કે સિક્યુરિટી સોફ્ટવેરમાં ઓછામાં ઓછા ત્રણ ઘટકો – એન્ટી-વાયરસ, એન્ટી-સ્પાયવેર અને ફાયરવોલ હોય.

પેરન્ટર કંટ્રોલ વાપરો

મોટાભાગનાં વેન્ડર બેઝ્ડ ટૂલ્સ પેરન્ટલ કંટ્રોલ આધારિત ટૂલ્સ પૂરા પાડે છે, પેરન્ટલ કંટ્રોલને એનેબલ કરી તેનો ઉપયોગ અયોગ્ય સામગ્રીને ફિલ્ટર કે બ્લોક કરવામાં અને તમારા બાળકને ઓનલાઇન અટેક, જોખમોથી બચાવવા, અજાણ્યાં લોકોથી બચાવવા, અયોગ્ય માહિતી અને અન્ય જોખમોથી બચાવવા માટે કરો. આ ટૂલ્સ દરેક સલામતી જોખમોને ટાળવા માટે પુરતાં ન હોય આથી કુટુંબનાં સભ્ય જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે ત્યારે તેનાં વર્તનની દેખરેખ રાખવી.

પગલું 9 – તમારા સિસ્ટમનું બેક-અપ

તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને તમારી સિસ્ટમ એપ્લિકેશનને અપટેડ કરી છએ અને તમે વધારાની સિક્યુરિટી પ્રોડક્ટ્સ તમારી સિસ્ટમ સલામતીમાં ઉમેરી છે. ઉપરનાં પગલાં તમને બોગસ સોફ્ટવેર સામે રક્ષણ આપવા અને તમારી ખાનગી માહિતી બીજાને ન મળે તે માટે હોય છે.પરંતુ તમને તો પણ હાર્ડવેરને લગતી સમસ્યાઓ થઇ શખે જે તમારી ખાનગી માહિતીને જોખમમાં મૂકે. તમારો ડેટા સલામત રહે તેની ખાતરી કરવા, તમારે એ વ્યૂહરચના વાપરવી જેમાં બે પદ્ધતિ હોય – એક એક્સ્ટર્નલ હાર્ડ ડ્રાઇવ પર અને બીજું ઓનલાઇન બેકઅપ સર્વિસથી.

બેક-અપ વિકલ્પનાં મહત્વ પર ભાર મૂકવો જરૂરી છે, જેના કારણે મજબૂતાઇ આવે છે અને સમસ્યાઓ આવતી નથી અને તમારી ફાઇલને ઓનલાઇન બેક-અપ સર્વર સાથે સિન્ક્રોનાઇઝ કરી સલામત કરશે, જેમકે ઇન્ક્રિપ્શન કેપેબિલિટીઝ.

પગલું 10 – કુટુંબનાં સભ્યો માટે અલાયદા સ્ટાન્ડર્ડ યુઝર અકાઉન્ટ વાપરો

અદ્યતન ઓપરેટિંગ સિસ્ટમમાં તમારા યુઝર અકાઉન્ટ મુજબ કેટલાક હકો અને લાભો હોય છે. તમારું સ્ટાન્ડર્ડ યુઝર અકાઉન્ટ અથવા તો એડમિનિસ્ટ્રેટર યુઝર અકાઉન્ટ હોઇ શકે.

તમારા કુટુંબનાં સભ્યો માટે સ્ટાન્ડર્ડ અકાઉન્ટ વાપરવું સૂચનીય છે જેથી એક સભ્યો સેટિંગમાં જે બદલાવ કરે તેની તે કમ્પ્યૂટર વાપરનાર બીજા બધાંને અસર ન થાય, જેમકે સિસ્ટમ માટે જરૂરી મહત્વની ફાઇલ ડિલિટ કરવી વગેરે.

જો તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય કે સિક્યુરિટીમાં બદલાવવ કરવા હોય, ઓપરેટિંગ સિસ્ટમ તમને એડમિનિસ્ટ્રેટર કે રૂટ અકાઉન્ટની માહિતી આપવા કહેશે.

સ્ટાન્ડર્ડ અકાઉન્ટનાં વપરાશ દ્વારા તમે એ બાબતની ખાતરી કરી શકશો કે મોલવેર જે લિમિટેડ-યુઝર અકાઉન્ટને ઇન્ફેક્ટ કરે છે તે રૂટ કે એડમિનિસ્ટ્રેટર અકાઉન્ટને વધારે અસર નહી કરી શકે. તેનાથી તમને યુઝર્સની પ્રવૃત્તિઓ અને કુટુંબનાં સભ્યોને ક્યાં સોફ્ટવેરનો એક્સેસ આપવો તે દેખરેખ કરવામાં પણ મદદરૂપ થશે.

પગલું 11 – તમારા અકાઉન્ટ માટે મજબૂત અને સરળતાથી યાદ રહે તેવો પાસવર્ડ બનાવવો

કોઇપણ હેકર જે તમારા ઓનલાઇન અકાઉન્ટ કે કિંમતી માહિતીની ચોરી કરવા કે તમારી ઓળખની ચોરી કરવા માગતાં હોય તે જો પાસવર્ડ નબળો હોય તો સરળતાથી કરી શકે છે. ઇન્ટરનેટ સલામતીનો એક પાયાનો નિયમ છે કે મજબૂત, અજોડ અને સરળતાથી યાદ રહે તેવો પાસવર્ડ રાખવો જે નિયમિત રીતે બદલતાં રહેવોઃ પાસવર્ડ લાંબો રાખો (ઓછામાં ઓછા 8 અક્ષરો), શબ્દો, આંકડા અને ચિહ્નોનું મિશ્રણ કરવું, અને યોગ્ય સલામતી પ્રશ્નની પસંદગી કરવી (જ્યારે પણ શક્યતા આપવામાં આવે ત્યારે) જેનો જવાબ માત્ર તમને જ ખબર હોય. તમારા કુટુંબનાં સભ્યોને પણ આ શીખવો.

મજબૂત, અજોડ અને સરળતાથી યાદ રહે તેવા પાસવર્ડ બનાવવા

  • ઓછામાં ઓછા 8 અક્ષરો વાપરીને શરૂ કરો.
  • શબ્દો, આંકડાઓ અને ચિહ્નોનું મિશ્રણ કરો (કિબોર્ડની કિ જેમાં કેપિટલ અને સ્મોલ અક્ષરો હોય તેનો ઉપયોગ કરો).
  • પાસવર્ડનો સમયાંત્તરે બદલતા રહેવું જેથી લાંબા સમય સુધી એક પાસવર્ડ ન રહે.

સરળ અને મજબૂત પાસવર્ડ માટે તકનીકોઃ

  • સરળતાથી યાદ રહે તે માટે પાસફ્રેસ વાપરોઃ ‘હું મારા બાળકને પ્રેમ કરું છું જે હંમેશા મને તેના સ્મિતથી વધાવે છે’–Ilmcwaimwhgs (ચાવીઃ પાસફ્રેસનાં દરેક શબ્દનાં પહેલા અક્ષરો).
  • એક સરખી સ્થિતિમાં હોય તેવા અક્ષરોને સ્મોલથી કેપિટલ અક્ષરોમાં બદલો –IlmCwAiMwHgS (કિ મજૂબત પાસવર્ડ બનશે).
  • હવે i=!, g=9, s=$ છે તે બદલો (તમારા દરેક પાસવર્ડ માટે તમારે વ્યક્તિગત કિ યાદ રાખવી પડશે) જેથી તમારો પાસવર્ડ પહેલાં કરતાં વધુ મજબૂત બને.?IlmCwA!MwH9$
  • અજોડ પાસવર્ડ બનાવવા માટે, વિવિધ અકાઉન્ટનાં વિવિધ પાસવર્ડ માટે જેટલાં બને તેટલા વધુ પાસફ્રેસનો અને શબ્દોનો પયોગ કરવો. ઉદાહરણ તરીકે,
    • shopping - $h0pp!n9 (S =$, i=!, g=9, o=0)
    • banking - bank!n99 (one more 9 is added as "banking" is with 7 letters)
    • Social Network - $0c!alNetw0rK
    • Windows -w!nD0W$9
    • GNULinux - 9NuL!NuX
  • તમારી અંગત કી અને પાસફ્રેસને કોઇની સાથે શેર કરવા નહી.
  • અજાણ્યા લોકો સાથે યુઝરનેમ પણ શેર ન કરવું કારણકે યુઝરનેમ વગર પાસવર્ડ ખબર હોય તો પણ નકામો છે.
  • તમારી ઓળખ છતી ન થતી હોય તેવું આઇડી બનાવવું.
    • ઉદાહરણ તરીકે જો તમારું નામ શ્રી ચીનુ પટેલ હોય તો, યુઝર આઇડી chinupatelતમારી ઓળખ આપી છે. તેના કરતાં Patchi યુઝરઆઇડી વાપરી શકાય જેથી તમારી ઓળખ છતી ન થાય.

પગલું 12 –ઇન્ટરનેટ વાપરતાં પહેલા તમારું વેબ બ્રાઉઝર સલામત કરો

તમારા કમ્પ્યૂટરમાં તમારા અને ઇન્ટરનેટ વાપરવાની વચ્ચે જે મુખ્ય સાંકળ છે તે છે ઇન્ટરનેટ બ્રાઉઝર અને ઇન્ટરનેટ વાપરતાં પહેલા તેને સલામત કરવું ખૂબજ જરૂરી છે.

તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને તમારું બ્રાઉઝર સલામત કર્યુ હોય પણ બ્રાઉઝર ન કર્યુ હોય તો તે હુમલો કરનાર માટે ખુલ્લું આમંત્રણ બની જાય છે કારણકે તે તેને કમ્પ્યૂટરમાંથી તમારી ખાનગી માહિતી લેવામાં મદદ કરે છે. બ્રાઉઝર દ્વારા ઇન્ટરનેટનો વપરાશ કરવામાં સલામત રહેવા માટે, તમે નીચેની બાબતો અનુસરો તેની ખાતરી કરવીઃ

  • હંમેશા બ્રાઉઝરનાં અદ્યતન અને અપ-ટુ-ડેટ વર્ઝનની પસંદગી કરવી.
  • બ્રાઉઝર સેટિંગમાં સલામતી માટે હંમેશા સાચા સેટિંગને ધ્યાને લેવા.
  • હંમેશા પોપ-અપ બ્લોક કરવા અને જરૂરિયાત મુજબ માત્ર વિશ્વસનીય વેબસાઇટને જ પરવાનગી આપવી.
  • વેબસાઇટ અંગે ખાનગી બ્રાઉઝિંગ સેશનની પસંદગી ન કરવી, જેના માટે તમે ચોક્કસ ન હોવ.

પગલું 13 –ઓનલાઇન સાવચેતી રાખવી અને શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું.

જોખમકારક લિંક પર ક્લિક કરી તમારા અને તમારા કુટુંબની સલામતી ન જોખમાય તે માટે માઉસને તે લિંક પર લઇ જાઓ તો તે દર્શાવશે કે ક્લિક કરશો તો તે જવાબદાર લોકેશન પર લઇ જશે કે નહી. જો તમારે તમારી પસંદગીની ન્યુઝ વેબસાઇટ જેવી કે "www.india.com", પર જવું હોય પણ લિંક દર્શાવે કે "2wffer21.net" છે, તો તમારે તેના પર ક્લિક કરવાનું ટાળવું જોઇએ.

 

આપણાંમાંથી મોટાભાગનાં શોર્ટનિંગ સેવાઓનો પોતાની લિંક માટે ઉપયોગ કરતાં હોય છે જેમકે googl or tinyurl. પરંતુ કેટલાક કિસ્સાઓમાં અજાણી લિંક તમને બોગસ સાઇટ પર લઇ જશે જે તમારી સિસ્ટમમાં મોલવેર ઇન્સ્ટોલ કરશે.

પગલું 14 – દરેક માટે સલામત બ્રાઉઝિંગની ખાતરી કરવી, દાદાદાદી માટે પણ!

ઓનલાઇન વિશ્વમાં વેબ બ્રાઉઝિંગ એવી એક બાબત છે જે દરેકના ફાવે છે. પરંતુ એ બાબત યાદ રાખવી કે સાયબર ગુનેગારો આ વાતનો પોતાના લાભ માટે ઉપયોગ કરે છે. તે તમારા સર્ચ રિસલ્ટમાં ફેક વેબ અડ્રેસ નાખી તમને બોગસ વેબસાઇટ વિઝિટ કરાવે છે અને એવી યુક્તિ કરે જેથી તમે તમારી અંગત વિગતો આપો કે સ્પાયવેર કે મોલવેર ડાઉનલોડ થાય. આથી તમારે અસરકારક સલામત બ્રાઉઝિંગ ટૂલ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.

પગલું 15 – માત્ર વિશ્વસનીય સ્રોત પરથી જ સોફ્ટવેર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો

ઇન્ટરનેટ પર ફ્રી ગેમ, મ્યુઝિક, મુવી વગેરે ડાઉનલોડ કરવા માટે પ્રાપ્ય છે. તે બાળકો અને કુટુંબનાં અન્ય સભ્યો માટે ખૂબજ આકર્ષક હોય છે. પરંતુ તેમાંના કેટલાક સ્પાયવેર અને અન્ય પ્રકારનાં મોલવેર ધરાવે છે જેથી તમારા આખાં પરિવારની ઇન્ટરનેટ સલામતી જોખમાય છે.

વિશ્વસનીય ડાઉનલોડિંગ સ્રોતોની યાદી તૈયાર કરો અને તમારા આખા પરિવારને તેનો જ ઉપયોગ કરવા કહો. સાથેસાથે નવા સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરતાં લાઇસન્સ અગ્રીમેન્ટ કાળજીપૂર્વક વાંચો અને તમારા બાળકો કંઇપણ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરે તો તે પહેલાં તમારી પરવાનગી લે તેની ખાતરી કરો.

Look for https:// in the URLs of the websites you make online transactions from.

"https"માં "S"  નો અર્થ "secure (સલામતી)" થાય છે અને તે દરેક બેંક કે ઓનલાઇન શોપ અડ્રેસમાં દેખાવું જોઇએ. જો દાદા કે અન્ય કોઇ કુટુંબનાં અન્ય કોઇ સભ્ય ઓનલાઇન ખરીદી કરતાં હોય તો તેમને હંમેશા ઇન્ટરનેટ સલામતી ચિહ્ન અને શોપ વિશ્વસનીય સ્રોત હોય તે ચકાસવા કહેવું. જો તેમને નવી સરસ ઓનલાઇન શોપ દેખાય તો તેનાં https, lock symbol, valid client certificate વગેરે જોયા વગર આગળ ન વધવું આવશ્યક છે.

જેટલી વધારે તમારી જાણકારી, તેટલાં સલામત તમે અને તમારું પરિવાર.

વધુ અપડેટ માટે www.infosecawareness.in વિઝિટ કરો.

સ્ત્રોત: ઇન્ફોર્મેશન સિક્યુરીટી એજ્યુકેશન  એન્ડ અવેરનેસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate