UPI એ કેવી રીતે IMPSથી અલગ પડે છે?
A. શું ગ્રાહકે UPIથી નાણા ભંડોળ મોકલતા પહેલા નોંધણી કરાવવી પડે?
હા, એ જરૂરી છે કે UPIથી નાણા ભંડોળ મોકલતા પહેલાગ્રાહકતેનાં/તેણીનાPSPથી નોંધણી કરાવે અને તેના એકાઉન્ટને જોડે.
B. ગ્રાહકે લાભાર્થી વ્યક્તિની નોંધણી UPIથી નાણા ભંડોળ મોકલતા પહેલા કરાવવી પડે ? લાભાર્થીની કઈ-કઈ વિગતોની જરૂર પડે ?
ના, લાભાર્થીની નોંધણી UPIથી નાણા ભંડોળ મોકલવાકરાવવી જરૂરી નથી કેમ કે ભંડોળ આભાસી ID કે એકાઉન્ટમાં કે મોબાઈલ નંબર + MMIDમાં કે આધાર નંબરમાંતબદીલ થવાના છે. ( મહેરબાની કરીને PSP અને જે બેન્કે એપ્લીકેશન પર તમને સેવા આપી છે તેને તપાસો).
UPIના ઉપયોગ થકી ફંડ ટ્રાન્સફર કરવા માટે કઇ-કઇ અલગ-અલગ ચેનલો છે?
ટેકનિકલ ખામીના કિસ્સામાં UPI દ્વારા તાત્કાલિક ધોરણે રકમ તમારા ખાતામાં પરત જમા કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવે છે.
2. UPI દ્વારા ફંડ ટ્રાન્સફરમાં શું હું ચુકવણી રોકાવી શકું છું?
ના, એકવાર ચુકવણું કરી દીધું પછી તેને રોકી શકાતું નથી.
3. UPI ટ્રાન્ઝેક્શન અંગે કોઇ ફરિયાદ કરવી હોય તો ક્યાં થઇ શકે?
તમે આ બાબતે કોઇ ફરિયાદ હોય તો કરી જ શકો છો. UPI એપ દ્વારા ભાગીદાર બેન્કોનું UPI ટ્રાન્ઝેક્શનનું સ્ટેટ્સ જોઇ શકો છો
4. UPIના ઉપયોગ વડે કેટલી મર્યાદા સુધીમાં ફંડ ટ્રાન્સફર કરી શકાય?
અત્યારે, UPIના ઉપયોગ દ્વારા ફંડ ટ્રાન્સફરની મહત્તમ મર્યાદા રૂ. એક લાખ છે.
5. જો હું મારી UPI એપ બદલું તો ફરી નોંધણી કરવી જરૂરી છે કે હું મારું અગાઉનું વર્ચુઅલ સરનામું જ રાખી શકું?
UPI એપ બદલવાના કેસમાં ફરીવાર નોંધણી કરાવવી પડે છે. વર્ચુઅલ એડ્રેસ એ જ રાખી શકાય એનો આધાર PSP પર રાખે છે જો જરૂરી ચકાસણી થયેલી હોય.
6. જો હું મારું પિન ભૂલી ગયો હોઉં તો શું થાય?
પોતાનો પિન ભૂલી ગયા હોય એવા કિસ્સામાં તેઓએ નવો પિન જનરેટ કરવાનો હોય છે.
7. હું સિમ કે મોબાઇલ બદલી નાખું એ પછી પણ UPIનો ઉપયોગ કરી શકું ખરો?
સિમ/મોબાઇલ/એપ્લિકેશન ફેરફાર થયો હોય તો ગ્રાહકે UPIમાં ફરી નોંધણી કરાવવાની હોય છે.
8. શું હું UPI દરેક પ્રકારના મોબાઇલ પ્લેટફોર્મ પર ઉપયોગ કરી શકું?
હા, UPI અત્યારે Android પર ઉપલબ્ધ છે. નજીકના સમયમાં જ IOS પર પણ તે ઉપલબ્ધ હશે.
9. ચુકવણીકાર દ્વારા કલેક્ટ રીક્વેસ્ટ મંજૂરીની શું ટાઇમલાઇન હોય છે?
આ ટાઇમલાઇન નિવેદક દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે.
10. જો મારા મોબાઇલનો અન્ય કોઇ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સલામતી બાબતે જોખમ ખરું?
UPIના કોઇપણ ટ્રાન્ઝેક્શનમાં PINની જરૂરિયાત હોય જ છે જે ટ્રાન્ઝેક્શન કરતી વખતે મોબાઇલમાં નાખવનો હોય છે જેને લીધે એ સલામત બની રહે છે.
11. UPI સાથે આગળ વધવાના પગલાં
UPI સાથે આગે કદમ
પ્લે-સ્ટોરમાંથી UPI એપ્લિકેશન ડાઉનલોડ કરો - ફોનમાં ઇન્સ્ટોલ કરો - એપ લોગ-ઇન સેટ કરો - વર્ચુઅલ સરનામું ક્રીએટ કરો - બેન્ક ખાતા ઉમેરો - m-pin સેટ કરો - UPI દ્વારા ટ્રાંઝેક્શન શરૂ કરો.
સ્ત્રોત : ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2024