ત્વરિત પૈસા હસ્તાંતરણ સિસ્ટમ
યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ( UPI ) એ એવી પધ્ધતિ છે કે જે એક થી વધુ બેંક એકાઉન્ટ કોઈ એક જ મોબાઈલ એપ્લીકેશન સાથે સાંકળવાની શક્તિ આપે છે (કોઈપણ ભાગ લેતી બેંક), બેંકની ઘણી વિશેષતાઓનું વિલીનીકરણ કરે અને અડચણ વગરનો ભંડોળનો માર્ગ આપે અને વેપારીઓને એક જ છત્રની અંદર ચુકવણી કરે. તે સહભાગી થવાની એવી પણ સગવડ આપે છે જેમાં ઉઘરાણીની વિનંતીની યાદી પણ બનાવી શકાય અને તમારી જરૂરિયાત અને સરળતા મુજબ તેને ચૂકવી પણ શકાય. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા ( NPCI), આ સંસ્થા કે જે દેશમાં તમામ છૂટક ચુકવણીની પધ્ધતિ માટેની એક છત છે, તેણે આગામી પેઢી માટે ઓનલાઈન પેમેન્ટના ઉકેલનો આરંભ કર્યો છે – યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (UPI) કે જે એવા વલણને ફાયદો કરાવે છે જેમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધારવો અને મોબાઈલ ડેટામાં ઊંડાણપૂર્વક ઘુસપેઠ કરવી.
UPI ની વિશેષતા:
તે કઈ રીતે વિશેષ છે?
- ત્વરિત પૈસાની લેવડદેવડ એ મોબાઈથી ૨૪ કલાક, દિવસ-રાત અને ૩૬૫ દિવસ શક્ય છે.
- મોબાઈલની એક જ એપ્લીકેશનથી જુદી જુદી બેન્કમાં રહેલા ખાતાને આવરી શકાય છે.
- એક જ ક્લિકથી બે સ્તરનું પ્રમાણીકરણ - રેગ્લુલેટરી ગાઈડલાઈન અનુસરીને ખૂબ જ ચોકસાઈપૂર્વકનું સિગ્નલ ક્લિકથી ચુકવણું કોઈ વિઘ્ન વગર કરી શકાશે.
- સુરક્ષાને વધુ સઘન કરવા પુલ અને પુશ માટે ગ્રાહકના વર્ચુઅલ સરનામાના ઉપયોગ કરવાથી ગ્રાહકના કાર્ડ નંબર, ખાતા નંબર, IFSC વગેરે જેવી વિગતો રજૂ કરવાની જરૂર નહીં રહે.
- મિત્રો સાથે બિલની આપ-લે પણ કરી શકાશે.
- કેશ ઓન ડિલિવર માટેનો યોગ્ય વિકલ્પ, એટીએમમાં પૈસા ઉપાડવા કે ચોક્કસ છૂટ્ટા નાણાની કોઈ માથાકૂટ નહીં રહે.
- એક જ એપ્લિકેશનની મદદથી વેપારીને ચુકવણી કે ઈન-એપ ચૂકવણી
- વિવિધ ઉપયોગ હેતુ પુશ અને પુલ ચુકવણીને અગાઉથી શિડ્યૂલ કરી શકાય છે.
- વપરાશના બિલની ચૂકવણીઓ, કાઉન્ટર પર થતી ચૂકવણી, બારકોડ (સ્કેન અને ચૂકવવું) આધારિત ચુકવણી
- દાન, ભંડોળ એકત્રીકરણ, નાણાની વહેંચણીને વધુ ઝડપી બનાવી શકાય છે.
- મોબાઈલ એપ દ્વારા જ ફરિયાદ નોંધાવી શકાય છે.
UPIમાં ભાગીદારો
- નાણાં ચૂકવનાર PSP
- નાણાં લેનાર PSP
- નાણાં મોકલનાર બેન્ક
- નાણાં સ્વીકારનાર બેન્ક
- નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI)
- બેન્કના ખાતા ધારક
- વેપારી
ઇકોસિસ્ટમ સહભાગીતાના ફાયદા
બેન્ક માટે ફાયદા
- એક જ ક્લિકથી બે સ્તરનું પ્રમાણીકરણ
- લેવડદેવડ માટે વિશ્વવ્યાપી એપ્લીકેશન
- વર્તમાન માળખામાં ઉચ્ચાલન
- સલામત, સુરક્ષિત અને નાવીન્યતાસભર
- ચુકવણી આધારિત વ્યક્તિગત/વિશિષ્ટ ઓળખ
- કોઈ અવરોધ વગરનો વ્યાપારિક વ્યવહાર
અંતિમ ગ્રાહકને ફાયદા
- ચોવીસ કલાકની સુવિધા
- વિવિધ બેન્ક ખાતાના સંચાલન માટે એક જ એપ્લીકેશન
- વર્તુઅલ આઈડીના ઉપયોગ જે છે વધુ સલામત, દસ્તાવેજ કોઈને પણ નથી આપવામાં આવતા.
- એક જ ક્લિકથી પ્રમાણભૂત કરવાની સુવિધા
- મોબાઈલ એપ દ્વારા સુધી જ ફરિયાદ નોંધાવી શકાય.
વેપારીઓ માટે ફાયદા
- ગ્રાહક – કોઈ વ્યક્તિગત વિશેષ પાસેથી કોઈ વિઘ્ન વગર નાણાનું એકત્રીકરણ
- કાર્ડ્સની જેમ જ ગ્રાહકના વર્ચુઅલ સરનામાને સંગ્રહનો ભય નથી રહેતો
- જે ગ્રાહકો પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નથી તેમને શોધી કાઢવા
- ઈ-કોમર્સ અને એમ-કોમર્સ વ્યવહારો માટે સુયોગ્ય
- COD જોડાણના પ્રશ્નનો ઉકેલ
- એક જ ક્લિકથી બે સ્તરનું પ્રમાણીકરણ – વિઘ્નવગરની પ્રક્રિયા
- ઈન-એપ ચુકવણી (IAP)
UPI સક્રિય એપ્લિકેશનમાં નોંધણી
નોંધણી માટેની પગલાઃ
- ઉપભોક્તા UPI એપ્લિકેશન એપ સ્ટોર કે બેન્કની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે.
- ઉપભોક્તા પોતાની પ્રોફાઈલ બનાવી શકે છે જેમાં નામ, વર્ચુઅલ આઈડી (ચુકવણીનું સરનામું), પાસવર્ડ રાખી શકે છે.
- ઉપભોક્તા “Add/Link/Manage Bank Account” વિકલ્પ પસંદ કરીને બેન્ક અને ખાતા નંબરને વર્ચુઅલ આઈડી સાથે સાંકળી શકે છે.
M– PIN જનરેટ કરવી
- ઉપભોક્તા જે ખાતા દ્વારા વ્યવહાર કરવા માગે છે તે ખાતાને પસંદ કરી શકે છે.
- User selects the bank account from which he/she wants to initiate the transaction
- તે પૈકીના એક વિકલ્પને ઉપભોક્તા પસંદ કરી શકે છે.
અ .Mobile Banking Registration/Generate MPIN a. મોબાઈલ બેંકિંગ રજીસ્ટ્રેશન, જનરેટ M PIN
બ Change M-PIN (M PIN બદલવી)
3(a)નો વિકલ્પ પસંદ કર્યો હોય તેવી પરિસ્થિતિમાં
- ઉપભોક્તાને રજૂ કર્તા બેન્ક દ્વારા તેમના રજિસ્ટ્રર્ડ મોબાઈલ નંબર પર OTP મળે છે
- ઉપભોકતાએ ડિબેટ કાર્ડના છેલ્લા 6 આંકડા અને કાર્ડ પૂરું થવાની તારીખ નાખવાની રહે છે.
- ઉપભોક્તા OTP નાખે છે અને પોતાની પસંદ અનુસાર MPIN (MPIN જે પોતે સેટ કરવા માગે છે) અને સબમિટ બટનને ક્લિક કરે છે.
- સબમિટ બટન દબાવ્યા બાદ, ગ્રાહકને તે પ્રક્રિયા સફળ રહી છે કે નિષ્ફળ રહી છે તેની જાણ નોટિફિકેશન દ્વારા કરવામાં આવે છે.
જો 2(b) વિકલ્પ પસંદ કર્યો હોય તો
- ઉપભોક્તાએ પોતાનો જૂનો MPIN નાખવાનો હોય છે અને નવા MPIN માટેના વિકલ્પને પસંદ કરવાનો રહે છે (નવો MPIN જે પોતે સેટ કરવા માગે છે તે) અને સબમિટ બટનને ક્લિક કરવાનું રહે છે.
- સબમિટ બટન દબાવ્યા બાદ, ગ્રાહકને તે પ્રક્રિયા સફળ રહી છે કે નિષ્ફળ રહી છે તેની જાણ નોટિફિકેશન દ્વારા કરવામાં આવે છે.
UPI વ્યવહાર કરવો
A. PUSH– વર્ચુઅલ સરનામાનો ઉપયોગ દ્વારા નાણા મોકલવા
- ઉપભોક્તાએ UPI એપ્લિકશેનમાં લોગ ઇન કરવાનું રહે છે.
- સફળતાપૂર્વક લોગઈન થયા બાદ, ઉપભોકતાએ Send Money / Payment વિકલ્પને પસંદ કરવાનો હોય છે.
- ઉપભોક્તાએ લાભાર્થીની કે પેયી વર્ચુઅલ આઈડી નાખવાની સાથોસાથ રકમ અને જે ખાતામાંથી પૈસા આપવાના છે તેની વિગતો રજૂ કરવાની રહે છે.
- ઉપભોક્તાને સ્ક્રિન પર પુષ્ટિકરણની વિગતો જોવા મળે છે જેના દ્વારા ચુકવણીની વિગતો તપાસીને Confirm પર ક્લિક કરવાનું હોય છે.
- ઉપભોક્તાએ હવે MPIN નાખવાનો રહે છે
- વ્યવહાર સફળ રહ્યો કે નિષ્ફળ રહ્યો તેનો સંદેશ ઉપભોક્તાને મળે છે
B. PULL– નાણા મેળવવા માટેની માગણી
- ઉપભોક્તાએ તેમની બેન્કના UPI એપ્લિકશેનમાં લોગઈન કરવાનું હોય છે.
- સફળતાપૂર્વક લોગઈન બાદ ઉપભોક્તા collect money વિકલ્પને પસંદ કરે છે (ચુકવણી માટેની માગણી)
- ઉપભોક્તા નાણાં મોકલનાર/ચુકવણીકારનું વર્ચુઅલ આઈડીની સાથોસાથ રકમ અને જે ખાતામાં નાણાં જમા કરવાના છે તેની વિગતો ઉમેરે છે.
- ઉપભોક્તાને પુષ્ટીકરણની વીગતો સ્ક્રિન પર જોવા મળે છે જેમાં ચુકવણીની વિગતો તપાસીને confirm બટન ક્લિક કરવાનું રહે છે.
- ચુકવણીકારના મોબાઈલ પર નાણાં ચુકવવા અંગેનું નોટિફિકશેન મળે છે.
- ચુકવણીકાર નોટિફિકેશન પર ક્લિક કરે છે અને પોતાના બેન્કની UPI એપ ખોલે છે જ્યાં તે ચુકવણીની વિનંતીને તપાસી શકે છે.
- ત્યારબાદ ચુકવણીકાર તે વિનંતીને સ્વીકારવા માટે accept અને નકારવા માટે decline બટન ક્લિક કરે છે.
- ચુકવણીનો સ્વીકાર કરવાની પરિસ્થિતિમાં નાણાં વ્યવહારને પૂર્ણ કરવા ચુકવણીકાર MPIN નાખે છે
- નાણા વ્યવહાર પૂર્ણ થતા ચુકવણીકારને તે સફળ રહ્યો કે નિષ્ફળ રહ્યો તેનો નોટિફિકેશન મળે છે.
- નાણા સ્વીકારનાર/વિનંતી મોકલનારને બેન્ક દ્વારા નોટિફિકેશન અને SMS દ્વારા બેન્ક ખાતામાં પૈસા જમા થયા હોવાની જાણ કરવામાં આવે છે.
સ્ત્રોત: ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.