વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

GST માં ઇનપુટ સેવા વિતરક

GST માં ઇનપુટ સેવા વિતરક (આઈ. એસ. ડી.) વિષે ની સમજણ

 

 

GST માં ઇનપુટ સેવા વિતરક (આઈ. એસ. ડી.) વિષે ની સમજણ

 

 

 

એ બહુ સામાન્ય છે કે દેશમાં વ્યવસાયો ઉત્પાદન એકમ માટે વિતરિત પદ્ધતિ અથવા સેવા પદ્ધતિનો ઉપયોગ કરે છે. સરળ શબ્દોમાં, જે વ્યવસાયો દેશમાં ફેલાયેલા છે જેને હેડ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસ રાજ્ય અથવા બીજા રાજ્યમાં હોઈ શકે છે. આ પદ્ધતિ હેઠળ સારા માં સારી કાર્યક્ષમતા અને નિયંત્રણ માટે સામાન્ય રીતે વ્યવસાયો સામાન્ય સેવાઓની પ્રાપ્તિ માટે હેડ ઓફિસ માં કેન્દ્રીકૃત બિલિંગ સિસ્ટમ અપનાવે છે. આ પરિસ્થિતિ સામાન્ય ઈનવર્ડ સપ્લાય જે બ્રાન્ચ યુનિટ દ્વારા ઉપયોગ થતા હોય તેના ઇનપુટ ક્રેડિટ ટેક્સ ના સંચય તરફ દોરી જાય છે.

ઉપર દર્શાવેલી પરિસ્થિતિ ને ટાળવા ઇનપુટ સેવા વિતરક (આઈ. એસ. ડી.) ખ્યાલ CENVAT ક્રેડિટ નિયમોમાં પ્રસ્તુત કરવામાં આવ્યો જે હેડ ઓફિસને મંજૂરી આપે છે કે તેઓ યોગ્ય યુનિટ્સ કે જેઓ ઉત્પાદન અથવા કરપાત્ર સેવાઓ આપતા હોય તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિતરણ કરી શકે. હેડ ઓફિસ જે સામાન્ય સેવાઓની પ્રાપ્તિ માટે કેન્દ્રીકૃત બિલિંગ સિસ્ટમ ઉપયોગ કરે છે તેને ‘ ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર’ (ઇનપુટ સેવા વિતરક) કહે છે. ક્રેડિટ નું વિતરણ કરવા માટે હેડ ઓફિસ દ્વારા ISD તરીકેનું અલગ રેજીસ્ટ્રેશન લેવું પડે અને ૬ માસિક રિટર્ન ભરવું પડે.

ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરતરીકે, હેડ ઓફિસ મુખ્ય નીચેની કામગીરી કરે છે:

 • સામાન્ય ઇનપુટ સેવા મેળવવા માટે સર્વિસ ટેક્સ ઈન્વોઈસ સ્વીકારે છે
 • જરૂર પ્રમાણે યોગ્ય એકમોને ઈન્વોઈસ / ચલણ આપીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નું વિતરણ કરે છે

GST હેઠળ ઇનપુટ સેવા વિતરક

ઇનપુટ સેવા વિતરક નો ખ્યાલ GST માં પણ આપેલો છે. તે માલ અને/અથવા સેવા ના વિતરક ની ઓફિસ છે કે જેણે ટેક્સ ઈન્વોઈસ ના આવરણ હેઠળ ઇનપુટ સેવા લીધેલી છે અને તે કહેલી ટેક્સ ક્રેડિટ માલ અને/અથવા સેવા ના વિતરક કે જે સરખા PAN સાથે રેજિસ્ટર્ડ થયેલ છે તેને વહેંચી શકે છે. આ દર્શાવે છે કે ISD એક ઓફિસ છે.

 • જે રેજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ ની હેડ ઓફિસ, વહીવટી ઓફિસ, કોર્પોરેટ ઓફિસ, કોઠાર વગેરે જેવું હોઈ શકે છે જે ક્રેડિટ વિતરણ કરે છે.
 • જે સેવાની ઈનવર્ડ સપ્લાય ની રસીદ ની સામે ટેક્સ ઈન્વોઈસ સ્વીકારે છે.
 • જે ઈનવર્ડ સપ્લાય ની સેવા ની ટેક્સ ક્રેડિટ નું વિતરણ બ્રાન્ચ યુનિટને કે જેઓએ સેવા ભોગવેલી હોય અને ક્રેડિટ વિતરણ માટે ઈન્વોઈસ આપેલું હોય તેને કરે છે.

GST હેઠળ રજીસ્ટ્રેશન

અલગ રેજીસ્ટ્રેશન માટે એક ISD ની જરૂર રહે છે. રેજીસ્ટ્રેશન ફરજીયાત છે અને તેની કોઈ પ્રારંભિક સીમા ISD માટે નથી . વ્યવસાયો જેઓએ અગાઉથી ઇસ્ડ તરીકે હાલની સિસ્ટમ હેઠળ રેજીસ્ટ્રેશન કરાવેલું છે (જેમ કે , સેવા કર હેઠળ) , તેઓએ એક નવું ISD GST હેઠળ કરાવવાનું રહેશે. આનું કારણ એ છે કે હાલનું ISD રેજીસ્ટ્રેશન GST હેઠળ સ્થળાંતર થઇ શકે તેમ નથી.

વિતરણ કરવાની રીત

GST હેઠળ રાજ્ય અંતર્ગત વ્યવહાર માટે, CGST અને SGST લાગુ પડશે. સંઘ કાર્યક્ષેત્ર હેઠળ વ્યવહાર માટે CGST અને UTGST લાગુ પડશે. IGST આંતર રાજ્ય વ્યવવહાર અને આયાત માટે લાગુ પડશે. નીચેના કેટલાક ISD દ્વારા ક્રેડિટના વિતરણના દ્રશ્ય લેખ છે:

 • ISD અને ક્રેડિટ લેનાર એક જ રાજ્ય માં રહે છે.
 • ISD અને ક્રેડિટ લેનાર અલગ અલગ રાજ્ય માં રહે છે.

એ યુનિટ કે જેના થી ઇનપુટ ટેક્સ ક્રેડિટનું વિતરણ થાય છે તેને ‘ક્રેડિટ લેનાર’ કહે છે.

ISD અને ક્રેડિટ લેનાર એક જ રાજ્ય માં રહે છે

જયારે ISD અને ક્રેડિટ લેનાર એક જ રાજ્ય/સંઘ પ્રદેશ માં રહે છે ત્યારે IGST, CGST, SGST, અને UTGST ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ નીચેની રીતે લેનારને વિતરણ થવી જોઈએ:

 

 

 

 

 

* સંઘ પ્રદેશ ની અંદરના વ્યવહારો માટે લાગુ

ચાલો આપણે એક ઉદાહરણ સમજીએ

 • ટોપ ઈન ટાઉન હોમ એપ્લાયન્સ લિમિટેડ. બેંગ્લોર , કર્ણાટક માં રહે છે. તેઓ ના યુનિટ્સ મૈસુર,ચેન્નાઇ અને મુંબઈ માં પણ છે. બેંગ્લોરનો યુનિટ હેડ ઓફિસ છે અને ISd તરીકે રેજિસ્ટર્ડ છે. તેઓ સામાન્ય સેવાઓ ની ઉપલબ્ધી કરાવે છે જે બીજા યુનિટ્સ દ્વારા પણ ઉપયોગ થાય છે.
 • ટોપ ઈન ટાઉન હોમ એપ્લાયન્સ લિમિટેડ. મૈસુર યુનિટ ને ખાસ જાહેરાત સેવાઓ આપવા સામે રૂ. ૧,૦૦,૦૦૦ નું ઈન્વોઈસ GST રૂ. ૧૮,૦૦૦ સાથે સ્વીકારે છે (CGST રૂ. ૯,000 + SGST રૂ. ૯,000)
 • ક્રેડિટ CGST તરીકે રૂ. ૯,૦૦૦ અને SGST તરીકે રૂ. ૯,૦૦૦ વિતરણ થશે.

ISD અને ક્રેડિટ લેનાર અલગ અલગ રાજ્ય માં રહે છે.

જયારે ISD અને ક્રેડિટ લેનાર અલગ અલગ રાજ્ય/સંઘ પ્રદેશ માં રહે છે ત્યારે IGST, CGST, SGST, અને UTGST ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ નીચેની રીતે લેનારને વિતરણ થવી જોઈએ.

 

 

 

 

ઉદાહરણ તરીકે, ટોપ ઈન ટાઉન હોમ એપ્લાયન્સ લિમિટેડ.(હેડ ઓફિસ) ચેન્નાઇ યુનિટ ને ખાસ જાહેરાત સેવાઓ આપવા સામે રૂ. ૧,૦૦,૦૦૦ નું ઈન્વોઈસ GST રૂ. ૧૮,૦૦૦ સાથે સ્વીકારે છે (CGST રૂ. ૯,000 + SGST રૂ. ૯,000)

ક્રેડિટ CGST તરીકે રૂ. ૯,૦૦૦ અને SGST રૂ. ૯,૦૦૦ ચેન્નાઇ યુનિટ ને IGST, તરીકે રૂ.૧૮,000. વિતરણ થશે.

GST હેઠળ ના રિટર્ન ફોર્મ્સ

રિટર્ન પ્રકાર

આવર્તન

નિયત તારીખ

પુરી પાડવાની માહિતી

ફોર્મ GSTR – ૬ અ

માસિક

અનુગામી મહિનાનો ૧૧ મો મહિનો

ઇન્વર્ડ સપ્લાય ની માહિતી ISD લેનારને સપ્લાયર દ્વારા પૂરું પડતું ફોર્મ GSTR -૧ ઉપલબ્ધ થશે

ફોર્મ GSTR – ૬

માસિક

અનુગામી મહિનાનો ૧૩ મો મહિનો

ઇનપુટ ક્રેડિટ વિતરણ કર્યા ની માહિતી પુરી પાડવી


GST માં ISd નો ખ્યાલ હાલના CENVAT ક્રેડિટ નિયમો અને સેવા કર ની જોગવાઈ જેવો જ છે. આ બ્લોગ માં આપણે GST માં ISd ના મૂળભૂત ખ્યાલોની ચર્ચા કરી. આમારા હવે પછીના બ્લોગમાં આપણે જાણસું કે ક્રેડિટ લેનારને ક્રેડિટ કેવી રીતે વિતરણ કરવામાં આવે છે.

સ્ત્રોત: ટેલી સોલ્યુશન

 

2.95454545455
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top