વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

GST ઉપકર શું છે અને તે શા માટે લાગુ પાડવામાં આવ્યો છે?

GST ઉપકર શું છે અને તે શા માટે લાગુ પાડવામાં આવ્યો છે?

GST હેઠળ, સપ્લાઈ પરના ટેક્સ (જે CGST + SGST / UTGST રાજ્યમાં સપ્લાઈ માટે અને રાજ્યો રાજ્યો વચ્ચેની સપ્લાઈ પર IGST હોય છે) ઉપરાંત, અમુક સામાનની સપ્લાઈ પર GST ઉપકર વસૂલવામાં આવે છે.

ચાલો આપણે સમજીએ કે આ ઉપકરનું વળતર શું છે, તે શા માટે વસૂલ કરવામાં આવે છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

GST ઉપકર શું છે ?

GST ઉપકર એક વધારાનો ઉપકર છે જે અમુક સૂચિત સામાનની સપ્લાઈ પર લાગુ પાડવામાં આવ્યો છે.

તે શા માટે લાગુ પાડવામાં આવ્યો ?

GST ના અમલીકરણને કારણે રાજ્યોને વળતર ચૂકવવા માટે તે લાગુ પાડવામાં આવ્યો છે. GST વપરાશ આધારિત ટેક્સ છે, રાજ્ય કે જેમાં માલ કે સેવાઓનો વપરાશ થાય છે તે સપ્લાઈ આવક માટે પાત્ર રહેશે. પરિણામે, મહારાષ્ટ્ર, તમિળનાડુ, ગુજરાત, હરિયાણા અને કર્ણાટક જેવા ઉત્પાદન રાજ્યોને પરોક્ષ કરમાંથી થતી આવકમાં ઘટાડો થવાની ધારણા છે. આ રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે, સૂચિત વસ્તુઓની સપ્લાઈ પર GST ઉપકર વસૂલ કરવામાં આવશે, જે આ રાજ્યોને વહેંચવામાં આવશે. GST ના અમલીકરણની તારીખથી 5 વર્ષ સુધી આ ઉપકર વસૂલ કરવામાં આવશે.

GST ઉપકર ઉઘરાવવા માટે કોણ જવાબદાર છે ?

સૂચિત સામાનની સપ્લાઈ કરતા તમામ કરદાતાઓ (કમ્પોઝીશન કરદાતાઓ સિવાયના) પાસેથી આ ઉપકરને ઉઘરાવવામાં આવશે અને મોકલવામાં આવશે.

GST ઉપકર ક્યાં સામનોને લાગુ પડશે ?

• પાન મસાલા
• તમાકુ અને તમાકુની પેદાશો
• સિગારેટ્સ
• કોલસો, બ્રિક્વેટ્સ, ઓવોઇડ્સ અને તેને સમાન કોલસા માંથી ઉત્પાદિત સખ્ત ઇંધણ, જેટ અને પીટમાંથી બનાવેલ સિવાયના લિગ્નાઇટ
• વાયુયુક્ત પાણી
• મોટર વાહનો

આ સામાન પર લાગુ થયેલા ઉપકરનો દર શું છે ?

આ સામન પર લાગુ થયેલા GST ઉપકરનો દર અહી ઉપલબ્ધ છે .

આ સામનની આંતરિક સપ્લાઈ પર ઉપકરની ચુકવણી હેઠળ ઇનપુટ ક્રેડિટ મેળવી શકાય છે ?

હા, આંતરિક સપ્લાઈ પર ઉપકરની ચુકવણી હેઠળ ઇનપુટ ક્રેડિટનો ઉપયોગ કરી શકાય છે. જોકે, આ ક્રેડીટનો ઉપયોગ માત્ર ઉપકરની ચુકવણી માટે જ કરી શકાય છે.

ક્યાં મુલ્યોના આધારે ઉપકરની ગણતરી થવી જોઈએ ?

ઉપકરની ગણતરી વ્યવહારોના મૂલ્યના આધારે થવી જોઈએ. વ્યવહારોના મૂલ્યની ગણતરી . કરવા માટે આ બ્લોગ પોસ્ટનો સંદર્ભ લો. આંતરીક રાજ્ય સપ્લાઈના કિસ્સામાં GST ઉપકર – CGST + SGST અને રાજ્ય રાજ્ય વચ્ચેની સપ્લાઈ માટે IGST ઉપકરની વસૂલાત કરવી જોઈએ.

સ્ત્રોત : ટેલી સોલ્યુશન

3.16666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top