অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

GST અપનાવો: શું મને કલોઝીંગ સ્ટોક પર ઇનપુટ ક્રેડીટ મળશે?

વર્તમાન કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી તેવા વ્યવસાયો. જેમણે જીએસટી અંતર્ગત નોધણી કરાવવાની રહેશે.

GST લાગુ થવાની તારીખે,મોટાભાગના બિઝનેસ જે નીચેની કોઈપણ કેટેગરીમાં હેઠળ આવતા હશે:

એક્ઝેમ્પટેડ માલ/સર્વિસના નિર્માણ/વેચાણમાં પ્રવૃત હોય તેવા વ્યવસાયો

ફસ્ટ સ્ટેજ ડીલર, સેકન્ડ સ્ટેજ ડીલર અથવા નોધાયેલા આયાતકાર

  1. વર્તમાન કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી તેવા વ્યવસાયો. જેમણે જીએસટી અંતર્ગત નોધણી કરાવવાની રહેશે.

સેન્ટ્રલ એક્સાઈઝ એકટ અંતરગત મેન્યુફેક્ચરિંગ યુનિટ કે જેની એકંદરે ક્લીયરન્સ વેલ્યુ ૧.૫ કરોડ રૂપિયા થી વધારે છે અને કર ભરવાની જરૂર છે તેની નોંધણીની જરૂર છે. એવી જ રીતે, VAT હેઠળ, તમે રજિસ્ટર કરાવવા માટે જવાબદાર છો જો નાણાકીય વર્ષ દરમિયાન તમારું કૂલ વેચાણ તમારી થ્રેશોલ્ડ મર્યાદાથી વધી જતું હોય. થ્રેશોલ્ડ મર્યાદા રાજ્યો વચ્ચે અલગ અલગ હોઈ શકે.

આજે, તમે કદાચ રજિસ્ટર થવા માટે જવાબદાર ન હોઈ શકો કારણકે તમારી થ્રેશોલ્ડ મર્યાદા લેખિત મર્યાદા કરતા ઓછી હોય. આમછતાં, તમે જીએસટી હેઠળ રજિસ્ટર થવા માટે જવાબદાર બની શકો છો, જો તમારી થ્રેશોલ્ડ મર્યાદા ૧૦ લાખ રૂપિયા કરતા વધી જાય જે વિશેષ કક્ષાના રાજ્યો ( અરુણાચલ પ્રદેશ, અસ્સમ, જમ્મુ અને કાશ્મીર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) અને ભારતના બીજા ભાગોમાં ૨૦ લાખ રુપીયા કરતા વધારે હોય.

  1. એવા વ્યવસાયો કે જે ઉત્પાદન અથવા તૈયાર માલ વેચતા હોય અથવા સેવા આપતા હોય. તમે અત્યારે ઉત્પાદન કે ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અને સેવાઓની જોગવાઈ સાથે સંકળાયેલા હોવ, પણ જીએસટીમાં આવતા આ બધું વેરા યુક્ત થઇ જાય છે.
  2. પ્રથમ દરજ્જાના વેપારી અથવા બીજા દરજ્જાના વેપારીઓ અથવા રજિસ્ટર થયેલ આયાતીઓ. વેપારી હોવાથી, જો તમે આબકારી સામાનનો વેપાર કરતા હોવ તો તમે કેન્દ્રિય આબકારી જકાત હેઠળ રજીસ્ટ્રેશન માટે જવાબદાર છો. આજે, તમે જે આબકારી જકાત ભરો છો એ શાખ રૂપે મળશે નહિ, કારણકે તમે પહેલા દરજ્જાના અથવા બીજા દરજ્જાના વેપારીએ આબકારી જકાત માલની કિંમતમાં જ ઉમેરી આપશે. જો તે કોઈ ઉત્પાદનકર્તાને વેચવામાં આવશે તો એક્સાઈઝ ડ્યુટી આગળ વધશે અને CENVAT રૂપે ખરીદનાર ઉત્પાદનકર્તા દ્વારા શાખમાં મેળવી શકાશે.

આવી જ રીતે, તમારે કેન્દ્રીય આબકારી જકાત કાયદા હેઠળ રજિસ્ટર થવું પડશે જો તમે કોઈ પણ સામાન આયાત કરતા હો, અને લાગુ આયાત જકાત બંધ કરાવી શકો છો.

ઉપર દર્શાવેલા પરિસ્થિતિ હેઠળ, બધા વ્યવસાયોનો સામાન્ય સવાલ એ થશે કે “શું હું જીએસટી લીધા પેલાના સ્ટોક ઉપર ઈનપુટ ટેક્ષ મેળવી શકીશ કે નહિ?”

હા, તમે બંધ થતાં સ્ટોકના ઈનપુટમાં ( કાચા માલમાં), થોડોક બની ગયેલા માલમાં અને પૂર્ણ થઇ ગયેલ ઉત્પાદનમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ(CENVAT, ઈનપુટ VAT, પ્રવેશ વેરો અને સેવાકીય વેરા) મેળવી શકશો. આમછતાં, તમારે બંધ થતાં સ્ટોકની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટે કેટલીક શરતોને પાળવી પડશે.

ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટેની શરતો અને યોગ્યતાઓ:

તમે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તો જ મેળવી શકશો જો,

  • બંધ થતાં સ્ટોકના ઈનપુટમાં ( કાચા માલમાં), થોડોક બની ગયેલા માલમાં અને પૂર્ણ થઇ ગયેલ ઉત્પાદન અને વેરાકીય પુરવઠા માટે વપરાવવાની હોય.
  • આ ક્રેડીટથી થતાં લાભ આગળ વધતા રહે છે, જેમકે ઘટેલી કિંમતો, લેનારને. અત્યારની વેરા પદ્ધતિમાં,વેરો ઉત્પાદનની કિંમતમાં જ ઉમેરાય જતો હતો કારણકે ઈનપુટ ટેક્ષ ક્રેડીટને મંજુરી ન હતી. જીએસટીમાં આવવાથી, ઈનપુટ ટેક્ષ ક્રેડીટને મંજૂરી મળી જશે, અને આના લીધે મૂળ કિંમતમાં ઘટાડો થશે, આવી જ રીતે ખરીદ કીમત માં પણ ગ્રાહકોને ઘટેલી કિંમતે મળશે.
  • તમે જીએસટીમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટે લાયક છો. જીએસટીમાં, તમે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટે તો જ યોગ્ય છો જો તમે નિયમિત વેરા ભરતા હોવ. જો કરપાત્ર વ્યક્તિ સંયોજિત વેરા કર વસુલાત માટે જીએસટી હેઠળ હોય તો તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી નહિ શકે.
  • તમારી પાસે બંધ થતાં સ્ટોક માટેના ઇન્વોઇસ અથવા તો પહેલાથી વેરા ભર્યાના કોઈ દસ્તાવેજ હોય(જેમાં અધૂરા ઉત્પાદન અને પૂર્ણ ઉત્પાદનની વિગતો હોય.).
  • ઇન્વોઇસની તારીખ અથવા બીજા પહેલેથી વેરા ભર્યા હોય તેવા દસ્તાવેજોની તારીખ જીએસટીમાં આવવાને ૧૨ મહિના સુધીમાં હોવી જોઈએ.
  • સર્વિસના સપ્લાયરો આ કાયદા હેઠળ કોઈ ઘટાડાને યોગ્ય નથી.

હવે આપણે આ બધું ઉદાહરણ સ્વર સમજીએ.

  • રવીન્દ્ર ઓટોમોબાઈલ ગાડીઓ અને તેના સ્પેર પાર્ટ્સમાટે આબકારી વેપારી તર્રીકે રજિસ્ટર થયેલ છે. ૧લી માર્ચ ૨૦૧૭ના દિવસે, રવીન્દ્ર ઓટોમોબાઈલે થોડા સ્પેર પાર્ટ્સ ખરીદેલા, જેની વ્યવહારની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે:

૩૧મી માર્ચ ૨૦૧૭ના દિવસે, રવીન્દ્ર ઓટોમોબાઈલનો સ્પેર પાર્ટ્સનો કલોઝીંગ સ્ટોક ૩૦Nos. છે.

  • હાલના વેરા સંવિધાન મુજબ, રવીન્દ્ર ઓટોમોબાઈલ ૧૦૮૭૫નો ઈનપુટ ક્રેડીટ શાખ સ્વરૂપે મેળવી શકે છે. જોકે, આબકારી જકાત ઈનપુટ ટેક્ષ ક્રેડિટ રૂપે માન્ય નથી. આથી, એ ઉત્પાદનની કિંમતમાં ઉમેરાઈ જાય છે. હવે, જીએસટીમાં આવવાથી, રવીન્દ્ર ઓટોમોબાઈલ ઈનપુટ ટેક્ષ ક્રેડિટ આબકારી જકાત માટે તેમની પાસે રહેલાબંધ થતાં સ્ટોક પર મેળવી શકે છે.
  • હવે આપણે ઉપરના ઉદાહરણને ધ્યાને લઇને બંધ થતાં સ્ટોક પર આબકારી જકાતની ગણતરી કરીએ, કે જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તરીકે મેળવી શકાય છે.

હવે, રવીન્દ્ર ઓટોમોબાઈલને ખબર છે કે તેઓ ૫,૬૨૫ રૂપિયાની બંધ થતાં સ્ટોક પરની આબકારી જકાત મેળવી શકે છે, પણ, શું તેઓ આના માટે યોગ્ય છે?

યોગ્ય થવા માટે, રવીન્દ્ર ઓટોમોબાઈને નીચેની શરતો પાળવી પડશે:

  1. બંધ થતાં સ્ટોક ની વસ્તુઓ વેરા યુક્ત પુરવઠા માટે વાપરવામાં આવશે.
    હા, ૩૦ નંગ નો બંધ થતો સ્ટોક વેરાયુક્ત પુરવઠા માટેજ વાપરવામાં આવશે.
  2. આવી ક્રેડિટનો ફાયદો આગળ વધવો જ જોઈએ, જેમકે ગ્રાહકો માટે કિંમત ઘટાડીને.
    ઈનપુટ ટેક્ષ ક્રેડીટ હોવાથી, રવીન્દ્ર ઓટોમોબાઈલ હવે કિંમતમાં નહિ ઉમેરે. પરિણામે વસ્તુની મૂળ કિંમત ઘટી જશે અને ખરીદ કિંમત પણ ઘટી જશે.
  3. તેઓ જીએસટી હેઠળના ઈનપુટ ટેક્ષ ક્રેડિટ માટે યોગ્ય છે.
  4. તેઓ પાસેબંધ થતાં સ્ટોક માટે (અપૂર્ણ ઉત્પાદન અથવા પૂર્ણ ઉત્પાદન સહીત) ઇન્વોઇસિસ અથવા બીજા પહેલેથી ભરેલા વેરાઓના યોગ્ય દસ્તાવેજો હોવા જોઈએ.
    રવીન્દ્ર ઓટોમોબાઈલ પાસે નિયમ ૧૧ મુજબના ઇન્વોઇસ જે તેમના સપ્લાયરે આપેલ છે તે છે જે તેમના બંધ થતાં સ્ટોક મુજબ ૩૦ નંગ છે.
  5. ઇન્વોઇસની તારીખ અથવા તો પહેલા થી ભરેલા વેરાઓના દસ્તાવેજોની તારીખ જીએસટી માં આવ્યાની તારીખથી ૧૨ મહિના સુધીની હોવી જોઈએ.
    ૩૦ નંગનો બંધ થતો સ્ટોક ૧-૩-૨૦૧૭ની ખરીદી માં હતો, જીએસટીના કાર્યાન્વિત થવાની તારીખ ૧-૪-૨૦૧૭ની ૧૨ મહિના સુધીની તારીખોમાં આવી જાય છે.
સ્ત્રોત: ટેલી સોલ્યુશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate