વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શું 25 અથવા 28 ઓગસ્ટ GSTR-3B ચુકવણી માટે અંતિમ તારીખ છે?

શું 25 અથવા 28 ઓગસ્ટ GSTR-3B ચુકવણી માટે અંતિમ તારીખ છે?

બ્લૉગ પોસ્ટ પર, GSTR-3B ચુકવવા માટેની તારીખ અને ટેક્સ ચૂકવણીની જાહેરાત કરતી CBEC પ્રેસ રિલીઝ સાથેની અપડેટ કરવામાં આવે છે. CBEC તરફથી તાજેતરના સ્પષ્ટતા પ્રકાશમાં આવી છે કે, વ્યવસાયોને જુલાઇ મહિનાના ટેક્સની કરપાત્ર ચુકવણીમાં ટ્રાન્ઝિશનલ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ એવા વ્યવસાયો માટે ખૂબ મહત્વની સાબિત થાય છે કે જે મોટી સંખ્યામાં ટ્રાન્ઝિશનલ ક્રેડિટ ધરાવે છે. આનું કારણ એ છે કે તેમને એવો ડર હતો કે આવા કોઈ વિકલ્પની ગેરહાજરીના કારણે રોકડ વ્યવસાયના પ્રવાહ પર ગંભીર અસર પડશે. GSTR-3B ની અંતિમ તારીખને લંબાવવા અને જીએસટી પોર્ટલમાં ફાઈલિંગ દરમિયાન થતી છેલ્લી તકનીકી તકલીફને કારણે ટેક્સ ચુકવનારની વિનંતીને પણ સાંભળી હતી અને અંતે GST સમિતિએ 5 દિવસ સુધી GSTR-3B ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

સમિતિ દ્વારા ટ્રાન્ઝિશનલ ક્રેડિટની, મંજૂરી આપવાના નિર્ણય અને GSTR-3B ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવતાની સાથે વ્યવસાયો માટે GSTR-3B ફાઈલ કરવાની અંતિમ તારીખના બે સેટ છે : 25 ઓગસ્ટ, 2017, અને 28 ઓગસ્ટ, 2017. ચાલો આપણે ચર્ચા કરીએ કે 25 મી ઓગસ્ટ, 2017 ના રોજ GSTR-3B ફાઈલ કરનાર કોણ છે અને 28 મી ઑગસ્ટ, 2017 ના રોજ ફાઈલ કરનાર કોણ છે.

GSTR-3B ફાઈલ કરવાની અંતિમ તારીખ 25 ઓગસ્ટ, ૨૦૧૭

જુલાઇ, 2017 જુલાઇ, 2017 ના મહિનાની ટેક્સ ચુકવણી ભરવા માટે ટ્રાન્ઝિશનલ ક્રેડીટનો લાભ ન લેતા વ્યવસાયોનું આયોજન અથવા નવા નોંધાયેલા વ્યવસાયો કે જેમની પાસે કોઈ ટ્રાન્ઝિશનલ ક્રેડિટ નથી, તો તેના માટે GSTR-3B ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ 25 મી ઓગસ્ટ, 2017 સુધી લંબાવવામાં આવી છે. આવા વ્યવસાયો માટે GSTR-3B ફાઈલ કરતી વેળાએ કાળજી લેવા નીચે પ્રમાણેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ.

  1. ફક્ત જુલાઇ મહિનાના ITCના ઉપયોગને ધ્યાનમાં લઈને જુલાઇ માસની ટેક્સ ચુકવણી આંકો. તમે ટેક્સ ચુકવણી આંકવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી શકો છો

ચુકવવાપાત્ર ટેક્સ = (ચુકવવાપાત્ર ટેક્સ આઉટપુટ + રીઝર્વ ચાર્જ હેઠળ ચુકવવાપાત્ર ટેક્સ) જુલાઇ, 2017 ના મહિના દરમિયાન મળેલી ઈનપુટ ટેક્સ ક્રેડીટ

  1. ઉપર નિર્ધારિત ટેક્સ ચુકવણી કેશ / ચેક / ઇ-ચુકવણીના માધ્યમ દ્વારા અંતિમ તારીખ 25 મી ઓગસ્ટ, 2017 ના દિવસે અથવા તે પહેલાં જમા કરાવવો જરૂરી છે, જેનો લાભ ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહીમાં જમા કરવામાં આવશે.
  2. ઇલેક્ટ્રોનિક ક્રેડિટ અથવા રોકડની કપાત કરાવીને ટેક્સ ચુકવણી જમા કરાવ્યા બાદ 25 મી ઓગસ્ટ, 2017 ના રોજ અથવા તે પહેલાં GSTR-3B ફોર્મ ફાઇલ કરો.

GSTR-3B ફાઈલ કરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ, ૨૦૧૭

જુલાઈ મહિનાના ચુકવવાપાત્ર ટેક્સની ચુકવણી માટે ટ્રાન્ઝિશનલ ITCનો ઉપયોગ કરતા વ્યવસાયોના આયોજન માટે, GSTR-3B ફાઈલ કરવાની અંતિમ તારીખ 28 ઑગસ્ટ, 2017 સુધી છે. GSTR-3B ફાઇલ કરવા માટેના મુખ્ય કાર્યોને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

  1. જુલાઇ મહિનામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેમજ ટ્રાન્ઝિશનલ ITC, બંનેને ધ્યાનમાં લઈને જુલાઇ મહિનાની ટેક્સ ચુકવણીનું આંકન કરવું જોઈએ. તમે ટેક્સ ચુકવણીની ગણતરી કરવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી શકો છો:

ચુકવવાપાત્ર ટેક્સ = (ચુકવવાપાત્ર ટેક્સ આઉટપુટ + રીઝર્વ ચાર્જ હેઠળ ચુકવવાપાત્ર ટેક્સ) જુલાઈ 2017 ના મહિના દરમિયાન મળેલી ઈનપુટ ટેક્સ ક્રેડીટ

  1. ઉપર નિર્ધારિત ટેક્સ ચૂકવણી 25 મી ઓગસ્ટ, 2017 ના રોજ અથવા તે પહેલાં રોકડમાં જમા કરાવવાની રહે છે, જે ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહીમાં જમા થાય છે.
  2. GSTR-3B માં ફોર્મ ફાઈલ કરતા પહેલા પોર્ટલમાં ટ્રાન્ઝિશનલ.1 ફોર્મ ફાઈલ થયું છે કે નહી, તેની ખાતરી કરો. ટ્રાન્ઝિશનલ.1 ફોર્મ અપલોડ કરવા માટેના વિકલ્પો 21 ઓગષ્ટ, 2017 થી GST પોર્ટલ પર ઉપલબ્ધ છે.
  3. ઇલેક્ટ્રોનિક ક્રેડિટ અથવા રોકડની કપાત કરાવીને ટેક્સ ચુકવણી જમા કરાવ્યા બાદ 25 મી ઓગસ્ટ, 2017 ના રોજ અથવા તે પહેલાં GSTR-3B ફોર્મ ફાઇલ કરો.

જુલાઈ મહિનાની ટેક્સ ચુકવણી જમા કરવા માટે ટ્રાન્ઝિશનલ ITCનો ઉપયોગ કરતા વ્યવસાયોને આગળ વધારવા માટે ટ્રાન્ઝિશનલ ITC નક્કી કરતી વેળાએ સાવચેતી અને સાવધાની રાખવી જરૂરી છે. આ 25 ઑગસ્ટ, 2017 ના રોજ ટેક્સ ચૂકવણી કરવા માટે ચોક્કસ ટેક્સ ચુકવણીનું આંકન છે. આનું કારણ એ છે કે 26 ઓગસ્ટ, 2017 થી જ્યાં સુધી પૂર્ણ ચુકવણી ન થાય ત્યાં સુધીના દિવસો માટે 18% વ્યાજ સાથે પડતર (એટલે કે, 25 ઓગસ્ટ, 2017 ના રોજ કરેલી ચુકવણી કરતાં GSTR-3B ની ટેક્સ ચુકવણી વધારે છે) ચૂકવણી કરવી પડે છે. આ રકમ પણ ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહીમાં જમા કરવામાં આવશે.

સ્ત્રોત: ટેલી સોલ્યુશન

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top