હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST ને સંબંધિત લેખો / ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ ના સપ્લાય નું સ્થળ કેવી રીતે નક્કી કરવું
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ ના સપ્લાય નું સ્થળ કેવી રીતે નક્કી કરવું

ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ ના સપ્લાય નું સ્થળ કેવી રીતે નક્કી કરવું

ગૂડ્સ અને સર્વિસ ટેક્સ , હેઠળ, ‘સપ્લાય’ એ એકમાત્ર કરપાત્ર ઘટના હશે અને તે મુખ્ય પરિવર્તન જે થશે એ છે ‘ડેસ્ટિનેશન આધારિત વપરાશ કર’ છે, જ્યાં ટેક્સ રાજ્યમાં જમા થાય છે જેમાં સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે. સપ્લાયનું સ્થળ સપ્લાય પર લેવાતા કરનો પ્રકાર નક્કી કરશે.

માલના સપ્લાયનું સ્થળ નક્કી કરવું એકદમ સરળ છે, કારણ કે તે દેખીતું છે. આપ અમારા અગાઉનાં બ્લોગ્સ – ‘જ્યાં માલની હેરફેર થતી હોય તેવા સપ્લાય નું સ્થળ નક્કી કરવું’ અને ‘જ્યાં માલની હેરફેર ન થતી હોય તેવા સપ્લાય નું સ્થળ નક્કી કરવું’ નો સંદર્ભ લઇ શકો છો.

સર્વિસની અમૂર્તતાને લીધે, તેમના સપ્લાયના સ્થાનનું નિર્ધારણ કરવું વધુ જટિલ છે. જ્યારે સેવાઓના સપ્લાય ના સ્થળ નક્કી કરવાના સામાન્ય નિયમો ઘડવામાં આવે છે, ત્યારે ઘણી સેવાઓના સપ્લાય ના સ્થળ નક્કી કરવા માટે વિશિષ્ટ નિયમો પણ ઘડવામાં આવ્યા છે. આ બ્લોગમાં, આપણે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ના સપ્લાય નું સ્થળ કેવી રીતે નક્કી કરવું તે સમજીશું.

ટ્રાન્સપોર્ટેશન સર્વિસ 3 પ્રકારની છે:

  • માલનું પરિવહન
  • મુસાફરોનું પરિવહન
  • કન્વેયન્સ માં ઓન બોર્ડ આપવામાં આવતી સેવાઓ

આ દરેક સર્વિસ ના કિસ્સામાં સપ્લાય નું સ્થળ કેવી રીતે નક્કી કરવું તે સમજીએ.

સર્વિસ નો પ્રકાર

પ્રાપ્તકર્તા નો પ્રકાર

સપ્લાય નું સ્થળ

ઉદાહરણ

માલ નું પરિવહન

રજીસ્ટર્ડ વ્યક્તિ

પ્રાપ્તકર્તા નું સ્થળ

તમિલનાડુમાં સ્થિત, માલ પરિવહન કંપની, રોલ્ફ ટ્રાન્સપોર્ટેશન, તમિલનાડુમાં રજીસ્ટર્ડ ઓટોમોબાઇલ ઉત્પાદક, સુપર ઓટો કાર્સ લિમિટેડ, ને પરિવહન સેવાઓ પૂરી પાડે છે.

સપ્લાયરનું સ્થાન: તમિળનાડુ
સપ્લાયનું સ્થળ: તમિળનાડુ

આ એક રાજ્ય-અંતર્ગત પુરવઠો છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી

અનરજિસ્ટર્ડ વ્યક્તિ

જ્યાં ટ્રાન્સપોર્ટેશન માટે માલ આપવામાં આવ્યો હતો તે સ્થળ

મહારાષ્ટ્રમાં રજિસ્ટર્ડ કુરિયર એજન્સી, રોહન કુરિયર્સ, કર્ણાટકમાં એક અનરજિસ્ટર્ડ ગ્રાહક શ્રી. રામને મહારાષ્ટ્રથી કર્ણાટકમાં દસ્તાવેજો પહોંચાડવા માટે કુરિયર સેવાઓ પૂરી પાડે છે.

સપ્લાયરનું સ્થાન: મહારાષ્ટ્ર
સપ્લાયનું સ્થળ: પરિવહન માટે જે સ્થળ દસ્તાવેજો આપવામાં આવે છે તે સ્થળ એટલે મહારાષ્ટ્ર
આ એક રાજ્ય-અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી

મુસાફરોનું પરિવહનs

રજીસ્ટર્ડ વ્યક્તિ

પ્રાપ્તકર્તાનું સ્થળ

ગુજરાતમાં રજિસ્ટર્ડ અરવિંદ એપેરલ્સ એ, દિલ્હીથી ગુજરાતની મુસાફરી માટે દિલ્હીમાં રજિસ્ટર્ડ ટ્રાન્-એર લિમિટેડ પાસેથી ફ્લાઇટ ટિકિટ ખરીદી.

સપ્લાયરનું સ્થાન: દિલ્હી
સપ્લાયનું સ્થળ: ગુજરાત
આ એક અંતર-રાજ્ય (ઇન્ટરસ્ટેટ) સપ્લાય છે અને લાગુ પડતો ટેક્સ છે : આઈજીએસટી

અનરજિસ્ટર્ડ વ્યક્તિ

સતત મુસાફરી માટે જે સ્થળે મુસાફર કન્વેયન્સ માં ચઢે છે તે સ્થળ

અનરજિસ્ટર્ડ વ્યક્તિઓને અપાયેલ પેસેન્જર પરિવહન સેવા માટે, 3 કેસો હોઈ શકે છે:

1. ઓનવર્ડ જર્ની

ઉદાહરણ: પશ્ચિમ બંગાળમાં એક રજિસ્ટર્ડ ગ્રાહક, શ્રી રામ, પશ્ચિમ બંગાળથી દિલ્હી સુધીની મુસાફરી માટે પશ્ચિમ બંગાળમાં રજીસ્ટર્ડ ટ્રાન એર લિમિટેડ પાસેથી ફ્લાઇટ ટિકિટોની ખરીદી કરે છે.

સપ્લાયરનું સ્થાન: પશ્ચિમ બંગાળ
સપ્લાયનું સ્થળ: શ્રી રામ પશ્ચિમ બંગાળમાં પ્રવાસ શરૂ કરશે. તેથી, સપ્લાયનું સ્થળ પશ્ચિમ બંગાળ છે

આ એક રાજ્ય-અંતર્ગત પુરવઠો છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી

2. રિટર્ન જર્ની

રિટર્ન જર્ની એક અલગ સફર તરીકે ગણવામાં આવશે, ભલે ઓનવર્ડ અને રિટર્ન ટિકિટ એક જ સમયે જ આપવામાં આવેલ હોય.

ઉદાહરણ: ઉપરોક્ત ઉદાહરણમાં, શ્રી રામ, ટ્રાન એર લિમિટેડ પાસેથી દિલ્હીથી પશ્ચિમ બંગાળ પરત ફરવા માટે ફ્લાઇટ ટિકિટની ખરીદી કરે છે. ટિકિટ ટ્રાન એરના દિલ્હી રજીસ્ટ્રેશન દ્વારા આપવામાં આવે છે

સપ્લાયરનું સ્થાન: દિલ્હી
સપ્લાયનું સ્થળ: રિટર્ન મુસાફરી માટે શરુ કરવાનું સ્થળ દિલ્હી છે. તેથી, સપ્લાયનું સ્થળ દિલ્હી થશે.

આ એક રાજ્ય-અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી.

3.જ્યારે ટિકિટ આપતા સમયે મુસાફરીના સ્થળની જાણ ના હોય.

આ કિસ્સામાં, સપ્લાયનું સ્થળ એ સપ્લાયરનું સ્થાન થશે

ઉદાહરણ: પશ્ચિમ બંગાળમાં રજિસ્ટર્ડ, ટ્રાન એર લિમિટેડ એ, શ્રી રામ માટે ભારતમાં ક્યાંય પણ વન-વે જવા માટેનો પાસ આપેલ છે.

સપ્લાયરનું સ્થાન: પશ્ચિમ બંગાળ

સપ્લાયનું સ્થળ: સપ્લાયનું સ્થળ સપ્લાયરનું સ્થાન હશે, એટલે કે પશ્ચિમ બંગાળ

આથી, તે એક રાજ્ય-અંતર્ગત પુરવઠો છે અને લાગુ પડતા ટેક્સ થશે: સીજીએસટી + એસજીએસટી

કન્વેયન્સ માં ઓન બોર્ડ આપવામાં આવતી સેવાઓ

લાગુ નહિ પડે

મુસાફરી માટે કન્વેયન્સ ના પ્રથમ પ્રસ્થાન નું સ્થળ

દિલ્હીમાં રજિસ્ટર્ડ ટ્રાન એર લિમિટેડ, દિલ્હીથી કેરળ વાયા મુંબઇ સુધીની ફ્લાઇટ ઓન બોર્ડ ખાદ્ય વસ્તુ નો સપ્લાય આપે છે.

ટ્રાન એર લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવતી કેટરિંગ સેવા માટે

સપ્લાયરનું સ્થાન: દિલ્હી

સપ્લાયનું સ્થળ: ફ્લાઇટના પ્રસ્થાનનું પ્રથમ સ્થળ દિલ્હી છે માટે સપ્લાયનું સ્થળ દિલ્હી થશે.

આ એક રાજ્ય-અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી

સ્ત્રોત : ટેલી સોલ્યુશન
3.04347826087
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top