હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST ને સંબંધિત લેખો / ટેલિકોમ્યુનિકેશન્સ અને ફાઈનાન્સિયલ સર્વિસના સપ્લાયનું સ્થાન કેવી રીતે નક્કી કરવું
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટેલિકોમ્યુનિકેશન્સ અને ફાઈનાન્સિયલ સર્વિસના સપ્લાયનું સ્થાન કેવી રીતે નક્કી કરવું

ટેલિકોમ્યુનિકેશન્સ અને ફાઈનાન્સિયલ સર્વિસના સપ્લાયનું સ્થાન કેવી રીતે નક્કી કરવુંજીએસટી હેઠળ, ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અને નાણાકીય સેવાઓના સપ્લાયના સ્થળને નિર્ધારિત કરવા માટે ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સપ્લાય પર યોગ્ય કર વસુલવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સપ્લાયના સ્થળને નક્કી કરવું તે ખૂબ મહત્વનું છે. ચાલો આપણે જાણીએ કે ટેલિકોમ્યુનિકેશન્સ સેવાઓ અને નાણાકીય સેવાઓના સપ્લાયના સ્થળને કેવી રીતે નક્કી કરવું.

ટેલિકૉમ્યુનિકેશન સર્વિસ ના સપ્લાયનું સ્થળ

ટેલિકોમ્યુનિકેશન સેવાઓમાં ટેલિફોન, ઇન્ટરનેટ, ડેટા ટ્રાન્સફર, બ્રોડકાસ્ટિંગ, કેબલ, ડીટીએચ (ડાયરેક્ટ ટુ હોમ) સેવાઓ વગેરેની સેવાઓનો સમાવેશ થાય છે. સપ્લાય નું સ્થળ નક્કી કરવા માટે, ટેલિકોમ્યુનિકેશન સેવાઓને 3 કેટેગરીમાં વહેંચેલી છે:

  1. ફિક્સડ ટેલિકૉમ્યુનિકેશન લાઈન, લીઝ્ડ સર્કિટ, ઇન્ટરનેટ લીઝ્ડ સર્કિટ, કેબલ અથવા ડીશ એન્ટેનાનો ઉપયોગ કરીને પૂરી પાડવામાં આવતી સેવાઓ
  2. પોસ્ટપેડ મોબાઇલ કનેક્શન
  3. પ્રીપેડ મોબાઇલ કનેક્શન

સર્વિસ નો પ્રકાર

સપ્લાય નું સ્થળ

ઉદાહરણ

ફિક્સડ ટેલિકૉમ્યુનિકેશન લાઈન, લીઝ્ડ સર્કિટ, ઇન્ટરનેટ લીઝ્ડ સર્કિટ, કેબલ અથવા ડીશ એન્ટેનાનો ઉપયોગ કરીને પૂરી પાડવામાં આવતી સેવાઓ

તે જગ્યા જ્યાં ટેલિકમ્યુનિકેશન લાઇન, લીઝ સર્કિટ, કેબલ કનેક્શન અથવા ડીશ એન્ટેના ઇન્સ્ટોલ થયેલ છે

મધ્ય પ્રદેશના રહેવાસી શ્રી રાજેશ, મધ્ય પ્રદેશમાં રજીસ્ટર્ડ ડીટીએચ સેવાઓ પૂરી પાડતી કંપની લીઓ ડીટીએચ પાસેથી ડીશ એન્ટેના ખરીદે છે. ડીટીએચ રાજેશના ઘરમાં ઇન્સ્ટોલ થયેલ છે.
સપ્લાયરનું સ્થાન: મધ્યપ્રદેશ
સપ્લાયનું સ્થળ: મધ્ય પ્રદેશ
આ એક રાજ્ય-અંતર્ગત સપ્લાય છે માટે લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી

પોસ્ટપેડ મોબાઇલ કનેક્શન

સપ્લાયરના રેકોર્ડ મુજબ પ્રાપ્તકર્તાનું બિલિંગ સરનામું

આંધ્રપ્રદેશના શ્રી. સારથી પોસ્ટપેડના મોબાઇલ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં છે, જેના માટે બિલિંગ સરનામું કર્ણાટકમાં તેમના માતા-પિતાનું છે. મોબાઇલ કનેક્શન એ આરટી ટેલિકોમનું છે, જે કર્ણાટકમાં રજીસ્ટર્ડ છે.
સપ્લાયરનું સ્થળ: કર્ણાટક
સપ્લાયનું સ્થળ: પોસ્ટપેડનાં મોબાઇલ કનેક્શનનું બિલિંગ સરનામું કર્ણાટક છે. તેથી, સપ્લાયનું સ્થળ કર્ણાટક થશે.
આ એક રાજ્ય-અંતર્ગત પુરવઠો છે અને માટે લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી.

પ્રીપેડ મોબાઇલ કનેક્શન

જયારે સપ્લાયરના સેલિંગ એજન્ટ / રી-સેલર / ડિસ્ટ્રીબ્યુટર દ્વારા સપ્લાય કરવામાં આવે ત્યારે
સપ્લાયના સમયે સપ્લાયરના રેકોર્ડ મુજબ સેલિંગ એજન્ટ / રી-સેલર / ડિસ્ટ્રીબ્યુટરનું સરનામું

રાધા રિચાર્જસ, તામિલનાડુમાં રજિસ્ટર્ડ રિટેલર, એક ગ્રાહકને આરટી ટેલિકોમનું પ્રિપેઇડ રિચાર્જ વાઉચર સપ્લાય કરે છે.
સપ્લાયરનું સ્થળ: તમિળનાડુ
સપ્લાય નું સ્થળ: સપ્લાય નું સ્થળ છે રાધા રીચાર્જનું સરનામું, એટલે કે તામિલનાડુ.
તેથી, આ એક રાજ્ય-અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી.

જ્યારે રિચાર્જ ઇન્ટરનેટ બેન્કિંગ અથવા અન્ય
ઇલેક્ટ્રોનિક મોડ્સ પેમેન્ટ દ્વારા કરવામાં આવે છે
સપ્લાયરનાં રેકોર્ડ્સ પ્રમાણે પ્રાપ્તકર્તાનું સ્થાન

પુડુચેરીના શ્રી લક્ષ્મી તેના આરટી ટેલિકોમ મોબાઇલ કનેક્શનનું પ્રિપેઇડ રિચાર્જ કરે છે. રિચાર્જ એ આરટી ટેલિકોમની વેબસાઇટ પરથી કરવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરવામાં આવે છે. આરટી ટેલિકોમ પુડુચેરીમાં રજીસ્ટર થયેલ છે અને આરટી ટેલિકોમના રેકોર્ડમાં શ્રી લક્ષ્મીનું સ્થાન છે પુડુચેરી.
સપ્લાયરનું સ્થાન: પુડુચેરી
સપ્લાયનું સ્થળ: પુડુચેરી
આ એક રાજ્ય-અંતર્ગત પુરવઠો છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી.

ફાઈનાન્સીયલ સર્વિસીસ ના સપ્લાય નું સ્થળ

ફાઈનાન્સીયલ સર્વિસીસ ને 2 કેટેગરી માં વિભાજીત કરવામાં આવે છે:

  1. ઇન્સ્યોરન્સ સર્વિસ
  2. બેન્કિંગ અને અન્ય ફાઈનાન્સીયલ સર્વિસ

સર્વિસ નો પ્રકાર

પ્રાપ્તકર્તા નો પ્રકાર

સપ્લાય નું સ્થળ

ઉદાહરણ

ઇન્સ્યોરન્સ સર્વિસ

રજીસ્ટર્ડ વ્યક્તિ

પ્રાપ્તકર્તાનું સ્થળ

ઉત્તર પ્રદેશમાં રજિસ્ટર્ડ, એલન ફાયર ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ઉત્તર પ્રદેશમાં રજીસ્ટર્ડ ગણેશ હાર્ડવેર માટે આગ વીમા સેવાઓ પૂરી પાડે છે
સપ્લાયરનું સ્થળ: ઉત્તર પ્રદેશ
સપ્લાયનું સ્થળ: ઉત્તર પ્રદેશ
આ એક રાજ્ય-અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી

અનરજિસ્ટર્ડ વ્યક્તિ

સપ્લાયર ના રેકોર્ડ માં રહેલ પ્રાપ્તકર્તાનું સ્થળ

ઉત્તરપ્રદેશમાં રજિસ્ટર્ડ, એલન ફાયર ઇન્શ્યોરન્સ કોર્પોરેશન,અનરજિસ્ટર્ડ વ્યક્તિ શ્રી રાહુલને આગ વીમા સેવાઓ પૂરી પાડે છે, એલન ફાયર ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના રેકૉર્ડમાં તેમનું સરનામું ઉત્તર પ્રદેશમાં છે.
સપ્લાયરનું સ્થળ: ઉત્તર પ્રદેશ
સપ્લાયનું સ્થળ: ઉત્તર પ્રદેશ
આ એક રાજ્ય-અંતર્ગત પુરવઠો છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી

બેન્કિંગ અને અન્ય ફાઈનાન્સીયલ સર્વિસીસ

લાગુ પડતું નથી

સપ્લાયરનાં રેકોર્ડ્સમાં પ્રાપ્તકર્તાનું સ્થાન
જો પ્રાપ્તકર્તાનું સ્થાન સપ્લાયરના રેકૉર્ડમાં ન હોય, તો સપ્લાયનું સ્થાન એ સપ્લાયરનું સ્થાન થશે

મહારાષ્ટ્રમાં રહેતા, શ્રી મોના, ગુજરાતમાં રજીસ્ટર્ડ શ્રી સૂર્યા કો-ઓપરેટિવ બેંકમાં એક એકાઉન્ટ ધરાવે છે. બેંકના રેકૉર્ડ્સમાં, મોનાનું સરનામું ગુજરાતમાં તેના માતાપિતાના ઘરનું છે.
શ્રી સૂર્ય કો-ઓપરેટિવ બૅન્ક દ્વારા પૂરી પાડવામાં આવેલ બેન્કિંગ સેવા માટે,સપ્લાયરનું સ્થાન: ગુજરાત
સપ્લાયનું સ્થળ: ગુજરાત
આ એક રાજ્ય-અંતર્ગત પુરવઠો છે અને લાગુ પડતા કર છે: સીજીએસટી + એસજીએસટી

તમે અવલોકન કરી શકો છો કે, ટેલિકોમ્યુનિકેશન અને નાણાકીય-ફાઈનાન્સીયલ સેવાઓના તમામ કેસોમાં, પુરવઠો રાજયન્તર્ગત છે. આનું કારણ એ છે કે સર્વિસ પ્રોવાઇડર્સને હવે દરેક રાજ્યમાં નોંધણી કરાવવાની જરૂર પડશે જ્યાં તેઓ કરપાત્ર સેવાઓ પૂરી પાડે છે.

સ્ત્રોત: ટેલી સોલ્યુશન

3.44444444444
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top