હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST / ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST ને સંબંધિત લેખો / ટેક્સ લાયેબિલિટી સામે ઈનપુટ ટેક્સ ક્રેડિટ કઈ રીતે સેટઓફ્ફ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટેક્સ લાયેબિલિટી સામે ઈનપુટ ટેક્સ ક્રેડિટ કઈ રીતે સેટઓફ્ફ

ટેક્સ લાયેબિલિટી સામે ઈનપુટ ટેક્સ ક્રેડિટ કઈ રીતે સેટઓફ્ફ

 

જીએસટી બે પ્રકારની સંકલ્પનાની પ્રણાલી છે. રાજ્યનીદરેક લેવડદેવડપર સેન્ટ્રલ જીએસટી (સી.જી.એસ.ટી.) અને સ્ટેટ જીએસટી (એસ.જી.એસ.ટી.)નું કમ્પોનન્ટ હશે. તેમજ રાજ્યની બહાર દરેક લેવડદેવડ પર ઈન્ટીગ્રેટેડ જીએસટી (આઈ.જી.એસ.ટી) હશે. આથી વ્યવસાયની લેવડદેવડ માટે કાયદાઅનુસાર ક્રમમાં દરેક કમ્પોનન્ટ્સ સામે ઈનપુટ ક્રેડિટ કઈ રીતે સેટઓફફ કરવું તે જાણી લેવું ખૂબજ અગત્ય બની જાય છે.
ક્રેડિટ જે ક્રમમાં સેટઓફફ કરવું જોઈએ તે નીચેના ટેબલમાં સમજાવવામાં આવ્યું છેઃ

દાખલો 1- સીજીએસટી અને એસજીએસટી સામે આઈ.ટી.સી કઈ રીતે સેટઓફ્ફ કરવો? સુપર કાર્સ લિ. કર્ણાટકમાં કાર ઉત્પાદક છે. સુપર કાર્સ લિ. દ્વારા અમલ કરાયેલી લેણદેણની વિગતો કર કમ્પોનન્ટ સાથે નીચે આપવામાં આવી છેઃ

પાર્ટીનું નામ

સ્થળ રાજ્ય

લેણદેણ પ્રકાર

પ્રોડક્ટ

ઈનપુટ ક્રેડિટ

ટેક્સ લાયેબિલિટી

સીજીએસટી

એસજીએસટી

સીજીએસટી

એસજીએસટી

રત્ની સ્ટીલ્સ

કર્ણાટક

ખરીદી (ઈન્વર્ડ પુરવઠો)

સ્ટીલ

1,20,000

1,20,000

રવીંદ્ર ઓટોમોબાઈલ્સ

કર્ણાટક

વેચાણ(આઉટવર્ડ પુરવઠો)

કાર

36,000

36,000

રવીંદ્ર ઓટોમોબાઈલ

કર્ણાટક

વેચાણ (આઉટવર્ડ સપ્લાય)

સ્પેર પાર્ટસ

90,000

90,000

દાખલા તરીકે સુપર કાર્સ લિ.ની ટેક્સ લાયેબિલિટી રૂ. 12,000 છે તો તે કઈ રીતે બની શકે તે નીચે મુજબ છેઃ

 1. સુપર કાર્સ લિ. સીજીએસટી અને એસજીએસટી સામે પ્રત્યેકી રૂ. 1,20,000ની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ધરાવે છે.
 2. કાયદા મુજબ પ્રથમ સુપર કાર્સ લિ.ની 1,20,000 સીજીએસટી ઈનપુટ ક્રેડિટસામે 1,26,000 (36,000 +90,000)ની સીજીએસટીની લાયેબિલિટી સેટઓફફ કરશે. આ સમાયોજન પછી સીજીએસટીની લાયેબિલિટી 6000 (1,26,000- 1,20,000) રહેશે.
 3. આ પછી 1,20,000ની એસજીએસટી ઈનપુટ ક્રેડિટ 1,26,000 (36,000 +90,000)સામે એસજીએસટી લાયેબિલિટી સેટઓફફ કરાશે. સીજીએસટી ઈનપુટ ક્રેડિટ સેટઓફફ કર્યા પછી 6000 (1,26,000- 1,20,000) એસજીએસટી લાયેબિલિટી રહેશે.
 4. સીજીએસટી અને એસજીએસટીની ઈનપુટ ક્રેડિટનો ઉપયોગ કર્યા પછી સુપર કાર્સ લિ.ની ટેક્સ લાયેબિલિટી 12,000 (સીજીએસટી લાયેબિલિટી 6000 સીજીએસટી +લાયેબિલિટી 6000) રહેશે.
 5. સીજીએસટીની ટેક્સ લાયેબિલિટી સેટઓફફ કર્યા પછી સીજીએસટીની કોઈ પણ ઈનપુટ ક્રેડિટ બેલેન્સ એસજીએસટી સામે સેટઓફફ નહીં કરી શકાય. બેલેન્સ સીજીએસટી ઈનપુટ ક્રેડિટ (સીજીએસટી લાયેબિલિટી સેટઓફફ કર્યા પછી) આગામી સમયગાળા માટે કેરીફોરવર્ડ કરીશકોછે..
 6. આ જ રીતે એસજીએસટી લાયેબિલિટી સેટઓફફ કર્યા પછી એસજીએસટી બેલેન્સ આગામી સમયગાળા માટે કેરી ફોરવર્ડ કરી શકો છે.
 7. પાર્ટીનું નામ

  સ્થળ રાજ્ય

  લેણદેણ પ્રકાર

  પ્રોડક્ટ

  ઈનપુટ ક્રેડિટ

  ટેક્સ લાયેબિલિટી

  સીજીએસટી

  એસજીએસટી

  આઈજીએસટી

  સીજીએસટી

  એસજીએસટી

  આઈજીએસટી

  શાઈન એલ્યુમિનિયમ ઈન્ડસ્ટ્રીઝ લિ.

  તામિલનાડુ

  ખરીદી (ઈન્વર્ડ પુરવઠો)

  એલ્યુમિનિયમ બાર્સ

  30,000

  લક્ષ્મી રબર ઈન્ડસ્ટ્રીઝ લિ.

  તામિલનાડુ

  ખરીદી (ઈન્વર્ડ પુરવઠો)

  ટાયર્સ

  10,000

  એ-1 સ્પેર્સ

  મહારાષ્ટ્ર

  વેચાણ (આઉટવર્ડ પુરવઠો)

  સ્પેર પાર્ટસ

  12,000

  જોન્સન ઓટો પાર્ટસ

  કર્ણાટક

  વેચાણ (આઉટવર્ડ પુરવઠો)

  સ્પેર પાર્ટસ

  24,000

  ઉપર દાખલા મુજબ
  સુપર કાર્સ લિ.ની આઈજીએસટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ 40,000, આઈજીએસટી 12,000, સીજીએસટી 24,000 અને એસજીએસટી 24,000ની ટેક્સ લાયેબિલિટીઓ છે.

  કાયદા મુજબ પહેલા આઈજીએસટી ઈનપુટ ક્રેડિટ આઈજીએસટી ટેક્સ લાયેબિલિટી સામે સેટઓફફ કરવી જરૂરી છે. બાકી આઈજીએસટી આઈ.ટી.સી પહેલાસીજીએસટી અને ત્યાર પછી તે ક્રમમાં એસજીએસટી લાયેબિલિટી સામે સેટઓફફ કરી શકાય છે. સુપર કાર્સ લિ.ની પ્રથમ આઈજીએસટી આઈટીસી 12,000ની આઈજીએસટી લાયેબિલિટી સેટઓફફ કરશે.
  બાકી આઈજીએસટી આઈટીસી ક્રેડિટ 28,000 (40,000- 12,000) 24,000ની સીજીએસટી લાયેબિલિટી સેટઓફફ કરવા માટે ઉપયોગ કરાશે.
  આ એડજેસ્ટમેન્ટ(adjustment) પછી 4000ની બાકી આઈજીએસટી આઈટીસી 4000ની એસજીએસટી લાયેબિલિટી સામે સેટઓફફ કરવા માટે ઉપયોગ કરાશે.
  હવે ઉપલબ્ધ ઈનપુટ ક્રેડિટના ઉપયોગ પછી સુપર કાર્સ લિ.ની એસજીએસટી લાયેબિલિટી 20,000 છે.

  સીજીએસટી આઈટીસી એસજીએસટી લાયેબિલિટી સામે સેટઓફફ નહીં કરી શકાય.

  હવે એસજીએસટી લાયેબિલિટી સામે સીજીએસટી આઈટીસીની બિન- ઉપયોગિતાનો દાખલા આપવા માટે સુપર કાર્સ લિ.ના અન્ય સંજોગ ધ્યાનમાં લઈએ.

  સુપર કાર્સ લિ. પાસે સીજીએસટી ઈનપુટ ક્રેડિટ 15,000ની કેરી ફોર્વર્ડ બેલેન્સ છે.

  દાખલા મુજબઃ

  1. સુપર કાર્સ લિ. પાછલા સમયગાળાની 15,000ની સીજીએસટી ઈનપુટ ક્રેડિટ વર્તમાન સમયગાળાની 11,000ની સીજીએસટી લાયેબિલિટી સેટઓફફ કરવા માટે ઉપયોગ કરાશે.
  2. આ સેટઓફફ પછી સુપર કાર્સ પાસે સીજીએસટી ઈનપુટ ક્રેડિટ 4000 બાકી રહેશે.
  3. કાયદા મુજબ તે સમયગાળા માટે વધારાની સીજીએસટી ઈનપુટ ક્રેડિટ વર્તમાન સમયગાળાની એસજીજીએસટી લાયેબિલિટ સામે સેટઓફફ નહીં કરી શકાય. આ જ રીતે એસજીએસટી ઈનપુટ ક્રેડિટ સીજીએસટી લાયેબિલિટી સામે સેટઓફફ નહીં કરી શકાય.
  4. આમ, બાકી સીજીએસટી ક્રેડિટનો ઉપયોગ નહીં કરાઈ અને સુપર કાર્સ લિ. માટે મહિનાની સીજીએસટી લાયેબિલિટી 11,000 રહેશે.
3.26086956522
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top