વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જીએસટી બિલઈન્વોઈસ નંબરીંગ માટે ત્વરિત માર્ગદર્શિકા

જીએસટી બિલઈન્વોઈસ નંબરીંગ માટે ત્વરિત માર્ગદર્શિકા વિષે માહિતી

ઇન્વોઇસ મેચિંગ એ જીએસટી શાસનની એક અનન્ય અને જટિલ આવશ્યકતા છે. આથી, અમે સમજી શકીએ છીએ કે જીએસટીના શાસન હેઠળ જીએસટી બિલ ક્રમાંકન કેવી રીતે કરવું એ બાબતે વ્યવસાયો ચિંતિત છે.

બિલ નંબરીંગ વિષે કાયદો શું કહે છે?

જીએસટી સૉફ્ટવેરમાં કેટલીક પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની વિગતો પર ધ્યાન આપતા પહેલા, આપણે કાયદો વ્યાપારીઓ પાસેથી શું ઇચ્છે છે તે અંગે ટૂંકમાં ચર્ચા કરીએ.

કાયદો તમને તમારા દસ્તાવેજો નું ક્રમિક નંબરીંગ જાળવી રાખવા માંગે છે અને નાણાંકીય વર્ષમાં વપરાયેલી નંબરનું પુનરાવર્તન ન થવું જોઈએ. આ નિયમો સેલ્સ ઇન્વોઇસ, ક્રેડિટ નોટ્સ અને ડેબિટ નોટ્સ જેવા તમામ દસ્તાવેજો પર લાગુ થાય છે.

તેમ છતાં, કાયદો તમને બિલના અલગ-અલગ પ્રકાર અથવા એક જ રાજ્યની સમાન જીએસટીઆઈએન નંબર ધરાવતી જુદી-જુદી બ્રાન્ચ ના બિલ માટે અલગ બુક સિરીઝ નંબર રાખવા મંજૂરી આપે છે.

ઉદાહરણ તરીકે, તમે બી2બી ઈન્વોઈસ, બી2સી ઈન્વોઈસ, રિવર્સ ચાર્જ ના ઈન્વોઈસ વગેરે માટે અલગ-અલગ બુક સિરીઝ રાખી શકો.

બીજી બાજુ, મુંબઇમાં હેડ ઓફિસ અને પૂણેમાં સમાન જીએસટીઆઈએન ધરાવતી એક શાખા વાળી કંપની તેમના ડેટા ને સેન્ટ્રલી મેનેજ કરવાનું કે ડિસેન્ટ્રલાઈઝ કરવાનું પસંદ કરી શકે છે. આવા સંજોગોમાં, તેમના બિલ માટે અલગ સિરીઝ નંબર રાખવા જોઈએ જેથી તેઓ સરળતાથી બિલને ઓળખી શકે. દા.ત. માટે મુંબઇમાંના બિલ્સને Mum / 001 / 17-18 તરીકે અને પુણેમાં સિરીઝ નંબર Pun / 001 / 17-18 રાખી શકાય.

ઉપરની પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે, ટેલી.ઈઆરપી 9 વપરાશકર્તાઓને વિવિધ પ્રકારના બિલ અને બ્રાન્ચ બિલિંગ માટે વિવિધ પ્રકારના વાઉચર બનાવવાનો વિકલ્પ છે. ઉપરાંત, તમે બિલ્સની સરળ ઓળખ માટે પ્રીફીક્સ અને સફિક્સ વિગતો દાખલ કરી શકો છો.

બીજી બાજુ, મુંબઇમાં હેડ ઓફિસ અને પૂણેમાં સમાન જીએસટીઆઈએન ધરાવતી એક શાખા વાળી કંપની તેમના ડેટા ને સેન્ટ્રલી મેનેજ કરવાનું કે ડિસેન્ટ્રલાઈઝ કરવાનું પસંદ કરી શકે છે. આવા સંજોગોમાં, તેમના બિલ માટે અલગ સિરીઝ નંબર રાખવા જોઈએ જેથી તેઓ સરળતાથી બિલને ઓળખી શકે. દા.ત. માટે મુંબઇમાંના બિલ્સને Mum / 001 / 17-18 તરીકે અને પુણેમાં સિરીઝ નંબર Pun / 001 / 17-18 રાખી શકાય.

ઉપરની પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે, ટેલી.ઈઆરપી 9 વપરાશકર્તાઓને વિવિધ પ્રકારના બિલ અને બ્રાન્ચ બિલિંગ માટે વિવિધ પ્રકારના વાઉચર બનાવવાનો વિકલ્પ છે. ઉપરાંત, તમે બિલ્સની સરળ ઓળખ માટે પ્રીફીક્સ અને સફિક્સ વિગતો દાખલ કરી શકો છો.

નવા પ્રકાર નું વાઉચર ક્રિએટ કરવા બાબત વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

જીએસટી બિલ નંબરીંગ સેટઅપ કરવા બાબત વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

શું તમારે 1 જુલાઇ પછી તમારા જીએસટી ઇનવૉઇસ માટે નવેસરથી નંબરીંગ શરુ કરવાની જરૂર છે?

કાયદો આને ફરજીયાત બનાવતો નથી. તેથી, તમે કોઈ પણ સંખ્યાથી ક્રમાંકન શરૂ કરી શકો છો, પણ નંબરિંગ ક્રમિક રહેવા જોઈએ અને તે નાણાકીય વર્ષમાં પુનરાવર્તન થવું ના જોઈએ.

ટેલીનો જીએસટી- તૈયાર સૉફ્ટવેર ફલેક્સિબલ છે અને તમને હાલની નંબરીંગ ચાલુ રાખવા અથવા 1 જુલાઈથી નવા ક્રમાંક શરુ કરવા કે નહીં તે પસંદ કરવાની મંજૂરી આપે છે.

જો કે, એ નોંધવું ખરેખર મહત્વનું છે કે નંબરીંગ ક્રમિક હોવું જોઈએ. તેથી, તમારે ડીલીટ અને ઇન્સર્ટ કરવાનું ટાળવું જોઈએ.

બિલ ડીલીટ કરવાના બદલે, તમે બિલ રદ્દ કરવાનું પસંદ કરી શકો છો અને સમાન અથવા સુધારેલ બિલ નંબર સાથે એક નવું બિલ રજૂ કરી શકો છો. જીએસટી રીટર્ન ફાઈલ કરતી વખતે રદ થયેલા બીલની જાણ કરવી જરૂરી છે.

જો બિલ ડીલીટ કે ઇન્સર્ટ કરવામાં આવે તો શું થાય?

ચાલો આપણે બિલ ડીલીટ કરવા પર થતા પડકારો ને સમજીએ અને તમે સબમિટ કરેલ રિટર્ન સાથે તમારી બુક મેચ થાય છે તે સુનિશ્ચિત કરવા માટે શું કરવું તે સમજીએ:

    1. ધારો કે તમે ઇનવોઇસ નં. 234 બનાવી અને જીએસટીએન પર અપલોડ કરી. સહી અને ફાઈલિંગ હજી બાકી છે. હવે જો તમે તેને તમારી બૂકમાંથી ડીલીટ કરવાનો નિર્ણય કર્યો હોય, તો તમારે જીએસટીએન પોર્ટલમાંથી પણ તેને ડીલીટ કરવાની ખાતરી કરવી પડશે. તે સાથે, તમારે તે ખાતરી કરવાની જરૂર છે કે બાકીનાં બીલ માટે વાઉચર નંબર બદલાય નહિ.
    2. તમે એક ઈન્વોઈસ બનાવ્યું, જીએસટીએન પર અપલોડ કર્યું અને રિટર્ન પર સહી કરી. જો કે, ખરીદનારએ ઈન્વોઈસ સ્વીકાર્યું નથી. ત્યારબાદ, બુકમાંથી આ ઈન્વોઈસ ડીલીટ કરી દીધું. આવા કિસ્સામાં, તમારે ઇનવોઇસ મૂલ્યમાં સુધારો દર્શાવતુ એક શૂન્ય કિંમત વાળું ઈન્વોઈસ અપલોડ કરવું પડશે જે અગાઉના મહિનામાં અપલોડ કરવામાં આવ્યું હતું.
    3. તમે એક બિલ બનાવ્યું, તેને જીએસટીએન પર અપલોડ કર્યું અને રિટર્ન પર સહી કરી. તમારા ખરીદનારે તે વેચાણ સ્વીકાર્યું બૂકમાંથી આવા બિલ ડીલીટ ન કરશો. આ અસરને નાબૂદ કરવા માટે તમારે સંપૂર્ણ મૂલ્ય વાળી એક ક્રેડિટ નોટ રજૂ કરવી પડશે.
    4. તમારે ક્રમિક અથવા સળંગ નંબર જાળવી રાખવા જરૂરી હોવાથી, અમે બિલ ઇન્સર્ટ કરવાની ભલામણ કરતા નથી. જો તમે રીરીઝમાં વચ્ચે બિલ ઇન્સર્ટ કરો, તો તે તમે વિભાગને જે રિપોર્ટ કરો છો તેની સાથે મેળ ખાશે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે ઇન્વૉઇસ ક્રમાંક 3 અને 4 ની વચ્ચે ઇનવોઇસ નંબર 3એ શામેલ કર્યું છે, તો આ રિપોર્ટ કરેલ બિલની સંખ્યામાં વધારો કરશે

નોંધ:

કાઉન્ટરપાર્ટી ના જીએસટીઆઈએન, ઇન્વોઇસ નંબર અને ઈન્વોઈસ તારીખના આધારે ઇનવૉઇસ મેળવવામાં આવે છે.
ટેક્સ ઇનવૉઇસ, ડેબિટ નોટ, ક્રેડિટ નોટ વગેરેને સેન્ટ્રલ જીએસટી એક્ટ ના સેક્શન નં 31માં વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે અને ઇન્વૉઇસ સંચાલન નિયમો સીબીઈસી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટેલીનું જીએસટી સોફ્ટવેર, ટેલી.ઈઆરપી 9 રિલીઝ 6 આ તમામ ક્ષમતાઓ પુરી પાડવા માટે બનાવેલ છે. અમારા જીએસટી- રેડી સૉફ્ટવેરનો અનુભવ કરવા માટે www.tallysolutions.com/downloads પર જાઓ. તમારો પ્રતિભાવ અમારા માટે અગત્યનો છે. આ બ્લોગ પર તમારી ટિપ્પણીઓ/કમેન્ટ્સ પોસ્ટ કરો.

ટેલીના જીએસટી- રેડી સૉફ્ટવેર ની ખરીદી અથવા અપગ્રેડ કરવા માટે,અહીં ક્લિક કરો.

સ્ત્રોત: ટેલી સોલ્યુશન

2.94444444444
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top