વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જી.એસ.ટી. તરફ પ્રયાણ-રજીસ્ટર્ડ બિઝનેસ માટે

જી.એસ.ટી. તરફ પ્રયાણ: રજીસ્ટર્ડ બિઝનેસ (Registered business) માટે

વર્તમાન કાયદા મુજબ રજીસ્ટર્ડ બિઝનેસ (Registered Business) માટે, તમારૂ પહેલું કાર્ય – G.S.T. (જી.એસ.ટી.) પર પરિવર્તિત થવાનું છે. જી.એસ.ટી. ના મૂળ તત્વો જાણવા એ ખૂબ જ અગત્ય છે, પણ સાથે જ જી.એસ.ટી. માં પરિવર્તિત થવા માટેની ઉપલબ્ધ પ્રોવિઝન (provision) ને લાગતી ક્રિયા કરવી એટલીજ મહત્વપૂર્ણ છે, આથી જી.એસ.ટી. માં સરળ પરિવર્તન ની ખાતરી નો લાભમળશે. યોગ્ય જી.એસ.ટી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (GST Input Tax Credit ) મેળવવા માટે તમારી એકાઉન્ટિંગ & રિપોર્ટિંગ (Accounting & Reporting) પદ્ધતિ, માલ લેવા કે મોકલવા માટેના નિર્ણયો વગેરે જેવી બાબતો ની સમીક્ષા કરવાની જરૂર પડશે.
વર્તમાન માં, ઉત્પાદન, વેચાણ અને સર્વિસ (Service) પ્રવુત્તિઓનું એક અલગ ઈન્ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ (Indirect Tax System) દ્વારા નિર્ણિત થાય છે. ઉત્પાદન પ્રવૃત્તિ સેન્ટ્રલ એક્સાઇઝ (Central Excise) હેઠળ, વેચાણ સ્ટેટ (State) VAT/CST હેઠળ, અને સર્વિસ (Service) પ્રવૃત્તિ સર્વિસ ટેક્સ એક્ટ (Service Tax Act) હેઠળ આવરી લેવામાં આવે છે.

વધારે સારી અને સરળ સમજણ માટે, દરેક પ્રકાર ના કર પ્રમાણે પરિવર્તિત થવા માટેની પ્રોવિઝન (Provision) નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવી છે:

 • સેન્ટ્રલ એક્સાઇઝ (Central Excise)
 • વેટ (Value Added Tax)
 • સર્વિસ ટેક્સ (Service Tax)

તમારા મનમાં નીચે દર્શાવેલ પ્રશ્નો હશે :

 • જી.એસ.ટી. નો અમલ થયા પહેલા, છેલ્લા દિવસે વર્તમાન ઇનપુટ ટેક્સ ક્રેડિટ બેલેન્સ (Input Tax Credit Balance) નું શું થશે?
 • કેપિટલ ગૂડ્સ (Capital Goods)પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ બેલેન્સ (Input Tax Credit Balance), કે જે હજી મેળવવાની બાકી છે, તેનું શું થશે?
આ બધા પ્રશ્નો ના ઉત્તર અમે રૂપરેખા-વાર આપીશુ.
રૂપરેખા-૧: મેળવેલ CENVAT (સેન્ટ્રલ VAT) અને ઇનપુટ વેટ (Input VAT) જમા

સેન્ટ્રલ એક્સાઇઝ (Central Excise)

ઉત્પાદક

 

 

 

 

 

 

 

 

ઉત્પાદક છેલ્લા દિવસે ઉપલબ્ધ CENVAT ક્રેડિટ બેલેન્સ (balance) ને, GST અમલ કર્યા ના આગલા દિવસે, ઇનપુટ ક્રેડિટ તરીકે કેરી ફોરવર્ડ (carryforward) કરી શકે છે.

એનો અર્થ શું થાય?

 • CENVAT જમા રાશિ ની ક્લોઝિંગ બેલેન્સ (Closing Balance) તમે છેલ્લે ભરેલા ઈન્ક્મ ટેક્સ રિટર્ન (income tax return) માં દેખાવી જોઈએ, અને
 • તે જી.એસ.ટી. હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input Tax Credit) તરીકે મંજુર થવી જોઈએ.

આજ પ્રમાણે, લઘુ ઉદ્યોગો (S.S.I એસ.એસ.આઈ.-જેમનું કુલ વેચાણ ૪ કરોડ થી વધારે નથી તે) સિવાય ના ઉત્પાદકો એ ફોર્મ ઈ.આર.-૧ (Form ER-1) માં માસિક અને લઘુ ઉદ્યોગો (એસ.એસ.આઈ.) એ ઈ.આર.-૩ (ER-3) માં ત્રિમાસિક રિટર્ન ભરવું જોઈએ. ફોર્મ ઈ-૧ કે ઈ-૩ (Form ER-1 or ER-3) માં છેલ્લા દિવસ પ્રમાણે એટલે કે જી.એસ.ટી. અમલ કર્યા ના આગળ ના દિવસે CENVAT ની કેરી ફોરવર્ડ કરેલી (Carried Forward) રકમ ને સી.જી.એસ.ટી. (સેન્ટ્રલ ગૂડ્સ સર્વિસ ટેક્સ) ના નિવેશ કર જમા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) તરીકે મૂકી શકાય.

ચાલો આને એક ઉદાહરણ સાથે સમજીએ.

સુપર કાર પ્રા. લી., કર્ણાટક સ્થિત કાર નું ઉત્પાદન કરતી, એક્સાઇઝ અને કર્ણાટક VAT હેઠળ નોંધાયેલી કંપની છે. ૩૧ માર્ચ, ૨૦૧૭ પ્રમાણે, સુપર કાર પ્રા. લી. નું ફોર્મ ઈ.આર.-૧ નીચે મુજબ છે:

ફોર્મ ઈ.આર.-૧

વર્ષ ૨૦૧૭ ના માર્ચ મહિના માટે એક્સાઇઝેબલ (Excisable) માલ નું રિટર્ન અને CENVAT ક્રેડિટ ની મેળવણી
જમા ની વિગત
CENVAT
AED_TTA
NCCD
ADE_LVD_CL_85
ADC_LVD_CT_75
EDU_CESS
SEC_EDU_CESS
SERVICE_TAX
EDU_CESSST
SEC_EDU_CESS_ST
બંધ સિલક ૨૫,000 0.00 0.00 0.00 0.00 0.00 0.00 0.00

માર્ચ ૨૦૧૭ ના ફોર્મ ઈ.આર.-૧ પ્રમાણે, સુપર કાર પ્રા. લી. ને અંતિમ CENVAT રાશિ રૂ.૨૫,૦૦૦ છે.
શું સુપર કાર પ્રા. લી. તેની CENVAT જમા રાશિ આગળ લઇ જઈ શકે?
હા, સુપર કાર પ્રા. લી. ની અંતિમ CENVAT જમા રાશિ આગળ લઇ જવા માટે સંપૂર્ણપણે હકદાર છે. આ એટલા માટે કે સુપર કાર પ્રા. લી. નીચે દર્શાવેલી બધી જ શરતો પુરી કરે છે:

 • રૂ. ૨૫,૦૦૦ નો CENVAT રિટર્ન માં દેખાવો જોઈએ, અને
 • જી.એસ.ટી. માં તે નિવેશ કર જમા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) તરીકે માન્ય છે.
 • હવે, CENVAT એ સુપર કાર પ્રા. લી. માટે સી.જી.એસ.ટી. ક્રેડિટ થશે. જે આર્થિક જવાબદારીઓ સામે સેટ- ઑફ(set-off) થઇ શેકે છે. એક્સાઇઝ ડીલર (Excise Dealer) એક વેપારી તરીકે, જો તમે એક્સાઇઝેબલ (Excisable) સામાન નો વેપાર કરતા હોય તો તમે સેન્ટ્રલ એક્સાઇઝ (Central Excise) વિભાગ હેઠળ નોંધણી કરવા માટે જવાબદાર છો. હાલમાં જે તમે એક્સાઇઝ (Excise) ચૂકવો છો તે ક્રેડિટ (Credit) તરીકે ઉપલબ્ધ નથી. પહેલા તબક્કા કે બીજા તબક્કા ના વેપારી તરીકે, ચુકવવામાં આવતી એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) વસ્તુ ની કિંમત માં ઉમેરાઈ જાય છે. જો તે કોઈ ઉત્પાદક ને વેચવામાં આવે, તો વસૂલાતી એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) ખરીદનાર ઉત્પાદક CENVAT ક્રેડિટ તરીકે માંગી શકે છે. જી.એસ.ટી. માં પરિવર્તિત થવાની તારીખે, તમારી પાસે રહેલ અંતિમ માલ ના જથ્થા માટે ચુકવેલી એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) ને સી.જી.એસ.ટી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ લઇ જઈ શકાય છે.
હવે, CENVAT એ સુપર કાર પ્રા. લી. માટે સી.જી.એસ.ટી. ક્રેડિટ થશે. જે આર્થિક જવાબદારીઓ સામે સેટ- ઑફ(set-off) થઇ શેકે છે.

એક્સાઇઝ ડીલર (Excise Dealer)

એક વેપારી તરીકે, જો તમે એક્સાઇઝેબલ (Excisable) સામાન નો વેપાર કરતા હોય તો તમે સેન્ટ્રલ એક્સાઇઝ (Central Excise) વિભાગ હેઠળ નોંધણી કરવા માટે જવાબદાર છો. હાલમાં જે તમે એક્સાઇઝ (Excise) ચૂકવો છો તે ક્રેડિટ (Credit) તરીકે ઉપલબ્ધ નથી. પહેલા તબક્કા કે બીજા તબક્કા ના વેપારી તરીકે, ચુકવવામાં આવતી એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) વસ્તુ ની કિંમત માં ઉમેરાઈ જાય છે. જો તે કોઈ ઉત્પાદક ને વેચવામાં આવે, તો વસૂલાતી એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) ખરીદનાર ઉત્પાદક CENVAT ક્રેડિટ તરીકે માંગી શકે છે.
જી.એસ.ટી. માં પરિવર્તિત થવાની તારીખે, તમારી પાસે રહેલ અંતિમ માલ ના જથ્થા માટે ચુકવેલી એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) ને સી.જી.એસ.ટી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ લઇ જઈ શકાય છે.

વેટ (VAT)

VAT હેઠળ નોંધણી થયેલ વ્યાપાર માટે જે-તે રાજ્ય ના નિયમ પ્રમાણે માસિક કે ત્રિમાસિક VAT (મૂલ્ય વર્ધિત કર) રિટર્ન ફોર્મ ભરવા જરૂરી છે. VAT (મૂલ્ય વર્ધિત કર) રિટર્ન ફોર્મ માં રહેલી ઇનપુટ VAT ક્રેડિટ, એસ.જી.એસ.ટી. (સ્ટેટ GST) ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ લઇ જવાય છે.

ચાલો આને એક ઉદાહરણ સાથે સમજીએ.

સુપર કાર પ્રા. લી., કર્ણાટક સ્થિત કાર નું ઉત્પાદન કરતી, એક્સાઇઝ અને કર્ણાટક VAT હેઠળ નોંધાયેલી કંપની છે. ૩૧ માર્ચ, ૨૦૧૭ પ્રમાણે, સુપર કાર પ્રા. લી. નું VAT ફોર્મ-૧૦૦ (કર્ણાટક માટે માસિક રિટર્ન ફોર્મ) નીચે મુજબ છે:

ફોર્મ VAT -૧૦૦ (જુઓ નિયમ ૧૩૮)

રિટર્ન

કર સમયગાળો (માસિક/ત્રિમાસિક)

માર્ચ, ૨૦૧૭
ક્રેડિટ/ આગળ લાવેલું વધારાનું ચુકવણું ૫૦૦૦.૦૦

 

માર્ચ ૨૦૧૭ ના VAT ફોર્મ -૧૦૦ પ્રમાણે, સુપર કાર પ્રા. લી. પાસે ઇનપુટ VAT ક્રેડિટ જમા રાશિ રૂ.૫,૦૦૦ છે.

શું સુપર કાર પ્રા. લી. તેની ઇનપુટ VAT જમા રાશિ આગળ લઇ જઈ શકે?

હા, સુપર કાર પ્રા. લી. ની અંતિમ ઇનપુટ VAT રકમ રૂ. ૫૦૦૦ સંપૂર્ણપણે આગળ લઇ જઈ શકાય. આ એટલા માટે કે સુપર કાર પ્રા. લી. નીચે દર્શાવેલી બધી જ શરતો પુરી કરે છે:

 • રૂ. ૫,૦૦૦ નો ઇનપુટ VAT રિટર્ન માં દેખાય છે, અને.
 • જી.એસ.ટી. માં તે નિવેશ કર જમા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) તરીકે માન્ય છે.

હવે, સુપર કાર પ્રા. લી. માટે ઇનપુટ VAT એ એસ.જી.એસ.ટી. ક્રેડિટ તરીકે આગળ લઇ જઈ શકાશે. જે આર્થિક જવાબદારીઓ સામે સેટ- ઑફ(set-off) થઇ શેકે છે.

સર્વિસ ટેક્સ (Service Tax)

આજના સમય માં, કોઈ સર્વિસ પ્રોવાઇડર (Service Provider) કંપની, જો તેની કરપાત્ર સેવા ની કુલ એકંદર કિંમત ૧૦ લાખ કરતા વધી જાય, તો તે નોંધણી કરવા માટે જવાબદાર છે. કરપાત્ર સેવાઓ પાર લેવામાં આવતા સેવા કર (સર્વિસ ટેક્સ) ના પ્રકારો નીચે મુજબ છે:

 

 


કર કર નો દર નિવેશ જમા (ઇનપુટ ક્રેડિટ) ઉપલબ્ધ? કોની સામે વળતર વાળવું?
સેવા કર (સર્વિસ ટેક્સ)

૧૪%

હા સર્વિસ ટેક્સ (Service Tax) અને એક્સાઇઝ (Excise) કર
સ્વચ્છ ભારત ઉપકર

૦.૫%

ના

કૃષિ કલ્યાણ ઉપકર

૦.૫%

હા

માત્ર કૃષિ કલ્યાણ ઉપકર સામે

એક સેવા આપનાર કંપની તરીકે, તમારે ફોર્મ એસ.ટી-૩ માં ૬ માસિક રિટર્ન ભરવું જોઈશે. સેવા કર નિવેશ ક્રેડિટ (સર્વિસ ટેક્સ ઇનપુટ ક્રેડિટ) ની અંતિમ રાશિ સી.જી.એસ.ટી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ લઇ જવામાં આવશે.

ચાલો આને એક ઉદાહરણ સાથે સમજીએ.

સુપર કાર લી., કર્ણાટક સ્થિત કાર નું ઉત્પાદન કરતું એક એકમ છે. તેમના કર્ણાટક માં સેવા એકમો પણ આવેલા છે. ૩૧ માર્ચ, ૨૦૧૭ પ્રમાણે, સુપર કાર લી. નું ST-૩ રિટર્ન ફોર્મ નીચે મુજબ છે:

માર્ચ ૨૦૧૭ ના ફોર્મ એસ.ટી.-૩ પ્રમાણે, સુપર કાર પ્રા. લી. ને અંતિમ CENVAT (સર્વિસ ટેક્સ ઇનપુટ ક્રેડિટ) રાશિ રૂ.૩૦,૦૦૦ છે.

શું સુપર કાર પ્રા. લી. તેની CENVAT જમા રાશિ આગળ લઇ જઈ શકે?

હા, સુપર કાર પ્રા. લી. ની અંતિમ CENVAT રકમ રૂ. ૩૦,૦૦૦ સંપૂર્ણપણે આગળ લઇ જઈ શકાય. આ એટલા માટે કે સુપર કાર પ્રા. લી. નીચે દર્શાવેલી બધી જ શરતો પુરી કરે છે:

 • રૂ. ૩૦,૦૦૦ નો CENVAT રિટર્ન માં દેખાય છે, અને.
 • જી.એસ.ટી. માં તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input Tax Credit) તરીકે માન્ય છે.

હવે, સુપર કાર પ્રા. લી. માટે CENVAT એ સી.જી.એસ.ટી. ક્રેડિટ થશે. જે આર્થિક જવાબદારીઓ સામે સેટ- ઑફ(set-off) થઇ શેકે છે.

રૂપરેખા-2: વણભોગવેલી CENVAT (સેન્ટ્રલ VAT) ક્રેડિટ અને કેપિટલ ગૂડ્સ પર નિવેશ (ઇનપુટ) VAT

વર્તમાનમાં, સેન્ટ્રલ એક્સાઇઝ હેઠળ, ચાલુ વર્ષ ના ૫૦% ની મર્યાદા સુધી માં CENVAT ક્રેડિટ મેળવી શકાય, અને બાકી રહેતી ક્રેડિટ આગામી વર્ષ માં મેળવી શકાય છે. તે જ રીતે, કેપિટલ ગૂડ્સ (Capital Goods) ની ખરીદી પર ચુકવેલો VAT પણ ઇનપુટ VAT તરીકે પુરેપુરો તરત મેળવી શકાય નહિ. ઇનપુટ VAT, રાજ્ય સરકાર ના VAT ના નિયમો, અને ખરીદેલા કેપિટલ ગૂડ્સ ના પ્રકાર ને આધારે નીચે પ્રમાણે મેળવી શકાય:

 • વિવિધ નાણાકીય વર્ષ માં ગોઠવાયેલા હપ્તા તરીકે
 • વ્યાપારી ઉત્પાદન ની શરૂઆત પછી જમા તરીકે, વગેરે.

કેપિટલ ગૂડ્સ (Capital Goods) પરની CENVAT ક્રેડિટ મેળવવાના આ પ્રવર્તમાન નિયંત્રણ ને કારણે, GST માં પરિવર્તિત થવાની તારીખે તમારે બાકી નીકળતી અમુક વણભોગવેલી CENVAT અને ઇનપુટ VAT હોઈ શકે.

ચાલો આને વધારે સારી રીતે સમજવા એક ઉદાહરણ સાથે ચર્ચા કરીએ.

 

 

 

 

સુપર કાર પ્રા. લી. એ ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૭ ના રોજ યંત્રસામગ્રી ખરીદેલા છે. લેવડ-દેવડ ની વિગત નીચે દર્શાવેલ છે:


વિગતો રકમ (રૂ.)
યંત્રસામગ્રી ૧,૦૦,૦૦૦
આબકારી શુલ્ક (એક્સાઇઝ ડ્યૂટી) @૧૨.૫% ૧૨,૫૦૦
VAT ૧૪.૫% ૧૬,૩૧૩
કૂલ ૧,૨૮,૮૧૩

હાલની CENVAT જોગવાઈઓ પ્રમાણે, સુપર કાર પ્રા. લી. ચાલુ વર્ષ માં ૫૦% સુધી CENVAT મેળવવા માટે હકદાર છે, અને બાકીની CENVAT આગામી વર્ષો માં મેળવી શકશે. અને કર્ણાટક ની VAT જોગવાઈઓ પ્રમાણે, માત્ર ને માત્ર વ્યાપારિક ઉત્પાદન ના પ્રારંભ પછી જ ઇનપુટ VAT ક્રેડિટ મેળવી શકાશે. ચાલો આપણે માની લઈએ કે વ્યાપારિક ઉત્પાદન ૨૦૧૭ ના જૂન મહિનામાં શરુ થવાનું હતું.

આ દ્રશ્ય ને ધ્યાન માં લેતા – સુપર કાર પ્રા. લી. કંપની એ,

 • ૫૦% CENVAT એટલે કે રૂ. ૬,૨૫૦, ચાલુ વર્ષે (૨૦૧૬-૧૭).
 • બાકી નીકળતા CENVAT ના રૂ. ૬,૨૫૦, આગામી વર્ષે (૨૦૧૭-૧૮).
 • ઇનપુટ VAT ક્રેડિટ, વ્યાપારિક ઉત્પાદન ના પ્રારંભ પછી (૨૦૧૭-૧૮ માં મેળવવા પાત્ર).

શું સુપર કાર પ્રા. લી. જી.એસ.ટી. માં પરિવર્તન દરમિયાન તેની વણભોગવેલી રૂ. ૬,૨૫૦ ની CENVAT અને રૂ. ૧૬,૩૧૩ ની ઇનપુટ VAT ક્રેડિટ આગળ ના વર્ષ માં લઇ જવા હકદાર છે?

હા, સુપર કાર પ્રા. લી. તેની મૂડીગત માલ પરની વણભોગવેલી CENVAT ક્રેડિટ આગળ ના વર્ષ માં લઇ જવા હકદાર છે, પરંતુ જો નીચેની શરતો સંતોષાય તો:

 • વર્તમાન ધારા પ્રમાણે, CENVAT અને ઇનપુટ VAT બંને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે લઇ શકાય.
 • જી.એસ.ટી. માં તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે મળવાપાત્ર છે.

સુપર કાર પ્રા. લી. બધી જ શરતો ને સંતોષે છે, અને તે CENVAT અને ઇનપુટ VAT ક્રેડિટ ને આગળ ના વર્ષ માં લઇ જવા માટે હકદાર છે.

સ્ત્રોત: ટેલી સોલ્યુશન
3.17391304348
Vinubhai Ranchhodbhai Bavliya Dec 28, 2019 02:22 PM

G s t નંબર રજી્ટ્રેશન કરવા માટેની માહિતી જોઈશે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top