વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કેન્દ્રશાસિત પ્રદેશ GST (UTGST)

કેન્દ્રશાસિત પ્રદેશ GST (UTGST) શું છે

કેન્દ્રશાસિત પ્રદેશ GST (UTGST) શું છે

 

 

 

 

અગાઉના બ્લોગ માં, GST અંતર્ગત લેવાતા ટેક્સ વિષે આપણે ચર્ચા કરી હતી.

  • રાજયન્તર્ગત સપ્લાય પર લેવાતા ટેક્સ છે કેન્દ્રીય GST (CGST) અને રાજ્ય GST (SGST)
  • આંતર-રાજ્ય સપ્લાય પર લેવાતો ટેક્સ છે IGST

GST નો અન્ય ભાગ જેના વિષે હવે ચર્ચા થાય છે એ છે – UTGST. UTGST એટલે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (કેન્દ્રશાસિત પ્રદેશ GST)

ચાલો આપણે UTGST સમજીએ, ક્યા સંજોગો માં તે વસૂલાય છે અને કઈ રીતે તે લેવાય છે.

કેન્દ્રશાસિત પ્રદેશ GST (UTGST)

કેન્દ્રશાસિત પ્રદેશ એ સીધા કેન્દ્ર સરકાર ની હેઠળ આવે છે. તે રાજ્યો થી અલગ પડે છે જેમાં તેમની પોતાની ચૂંટેલી સરકાર હોય છે. હાલમાં, ભારત માં ૭ કેન્દ્રશાસિત પ્રદેશો છે:

  1. ચંદીગઢ
  2. લક્ષદ્વીપ
  3. દમણ અને દીવ
  4. દાદરા અને નગર હવેલી
  5. આંદામાન અને નિકોબાર આઇલેન્ડ
  6. દિલ્હી
  7. પોન્ડિચેરી

આ બધામાંથી, દિલ્હી અને પોન્ડિચેરી ને તેમની પોતાની વિધાનસભા છે જેમાં ચૂંટાયેલા સભ્યો અને મુખ્ય મંત્રી છે. આથી, તેઓ અર્ધ-રાજ્ય તરીકે વર્તે છે.

GST માં, SGST કાયદો ભારત ના બધા રાજ્યોને લાગુ પડે છે. ભારતીય બંધારણ માં ‘રાજ્ય’ ની વ્યાખ્યા માં પોતાની વિધાનસભા વાળા કેન્દ્રશાસિત પ્રદેશ નો સમાવેશ થાય છે. આથી, દિલ્હી અને પોન્ડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ને પણ SGST નિયમ લાગુ પડે છે. આનો અર્થ એમ થાય કે દિલ્હી અને પોન્ડિચેરી માં કરેલ સપ્લાય પર CGST + SGST ટેક્સ લેવાશે અને દિલ્હી/પોન્ડિચેરી માંથી અન્ય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ માં થતા સપલય પર લેવાતો ટેક્સ થશે IGST.

પોતાની વિધાનસભા ન હોય તેવા કેન્દ્રશાસિત પ્રદેશ પર SGST કાયદો લાગુ પડતો ન હોવાથી, GST પરિષદે (કાઉન્સીલ) UTGST કાયદો ચંદીગઢ, લક્ષદ્વીપ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ, દિલ્હી અને પોન્ડિચેરી એ સાત કેન્દ્રશાસિત પ્રદેશો પર ટેક્સ વસૂલવા માટે દાખલ કર્યો છે.

ટેક્સ વસૂલી

કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદર થતા સપ્લાય

કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદર થતા સપ્લાય પર CGST + UTGST લેવાશે.

ઉદાહરણ તરીકે: ચંદીગઢ સ્થિત ફર્નિચર સેન્ટર રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કિંમતના ૫૦ સોફા સેટ ચંદીગઢ સ્થિત વીણા ફર્નિચર ને સપ્લાય કરે છે.

આ સપ્લાય એ ચંદીગઢ ના કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદર છે. સોફા સેટ પર ધારો કે ૧૨% નો GST દર છે. તો ટેક્સ ગણતરી નીચે મુજબ થશે:

વિગત

કિંમત (રૂ.)

સોફા સેટ

10,00,000

CGST @ 6%

60,000

UTGST @ 6%

60,000

કુલ

11,20,000

આથી, અહીં તફાવત માત્ર એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદરના સપ્લાય પર SGST ને બદલે UTGST લેવાશે.

કેન્દ્રશાસિત પ્રદેશની બહાર થતા સપ્લાય

કેન્દ્રશાસિત પ્રદેશ માંથી કેન્દ્રશાસિત પ્રદેશ માં કે અન્ય રાજ્ય માં થતા સપ્લાય પર IGST લેવાશે.

ઉદાહરણ તરીકે: ચંદીગઢ સ્થિત ફર્નિચર સેન્ટર, દિલ્હી સ્થિત રમેશ ફર્નિચર ટાઉન ને રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કિંમત ના ૫૦ સોફા સેટ સપ્લાય કરે છે.

આ સપ્લાય ચંદીગઢ ના કેન્દ્રશાસિત પ્રદેશ ની બહાર છે. ધારો કે સોફા સેટ પર GST રેટ ૧૨% છે તો આ કિસ્સામાં ટેક્સ ગણતરી નીચે મુજબ થશે.

વિગત

કિંમત (રૂ.)

સોફા સેટ

10,00,000

IGST @ 12%

1,20,000

કુલ

11,20,000

આમ, રાજ્ય બહાર થતા સપ્લાય પર લગતા ટેક્સ ની જેમ જ, કેન્દ્રશાસિત પ્રદેશ ની બહાર થતા સપ્લાય પર પણ IGST લાગુ પડશે.

ઉપયોગિતાનો ક્રમ

SGST ક્રેડિટ , ના ઉપયોગ ની જેમ જ ચૂકવવા પાત્ર ટેક્સ ને સેટ-ઓફ કરવા માટે UTGST ક્રેડિટ નો ઉપયોગ કરી શકાય એટલે કે:

ઇનપુટ ટેક્સ ક્રેડિટ

લાયબિલિટી સામે સેટ-ઓફ

UTGST

UTGST અને IGST (આ ક્રમ માં)

આ ઉપરાંત, UTGST ક્રેડિટ પણ CGST લાયબિલિટી ને સેટ-ઓફ કરવા માટે ઉપયોગ કરી શકાય નહિ.

ઉદાહરણ: ઓગસ્ટ ‘૧૭ ના અંત માં, ચંદીગઢ સ્થિત ફર્નિચર સેન્ટર પાસે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને ટેક્સ લાયબિલિટી નીચે મુજબ છે:

ઇનપુટ ટેક્સ ક્રેડિટ (રૂ.)

ટેક્સ લાયબિલિટી (રૂ.)

CGST

1,00,000

CGST

80,000

UTGST

1,00,000

UTGST

80,000

IGST

2,00,000

IGST

2,50,000

અહીં, ફર્નિચર સેન્ટર રૂ. ૧,૦૦,૦૦૦ ની UTGST ક્રેડિટ નો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકે:

વિગત

કિંમત

UTGST ક્રેડિટ

1,00,000

(-)UTGST લાયબિલિટી સામે સેટ-ઓફ

(-) 80,000

બેલેન્સ

20,000

(-)IGST લાયબિલિટી સામે સેટ-ઓફ

(-) 20,000

બેલેન્સ

Nil

પોતાની વિધાનસભા ના હોય તેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં SGST ને બદલે UTGST લેવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત, CGST અને IGST બિલ સાથે જ UTGST બિલ ૬ઠી એપ્રિલ, ‘૧૭ ના રોજ પસાર થઇ ચૂક્યું છે.

સ્ત્રોત:ટેલી સોલ્યુશન

3.05555555556
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top