વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉત્પાદકો પર GST ની અસર

ઉત્પાદકો પર GST ની અસર વિશેની ચર્ચા

“મેક ઈન ઇન્ડિયા” અભિયાને ભારતની સ્થિતિને દુનિયાના નકશામાં ઉત્પાદન હબ તરીકે જબરદસ્ત પ્રોત્સાહન પૂરું પાડયું છે. ડીલોઈટ અનુસાર, ભારત ૨૦૨૦ ના અંત સુધીમાં વિશ્વનો પાંચમો સૌથી મોટો ઉત્પાદન કરતો દેશ બનવાની ધારણા છે.

પરંતુ આપણા માટે વધુ અગત્યનું છે કે, તે ઉત્પાદન સેક્ટર માટે ચમત્કાર કરવાનું વચન આપે છે – જે છેલ્લા ૨ દાયકાઓમાં ગતિહીન જણાયેલ છે અને IBEF. મુજબ હાલમાં આપણા GDP માં ૧૬% ફાળો આપે છે. અને તે નિશ્ચિતપણે આપણા ઉત્પાદકો માટે સારા સમાચાર છે.

પણ શું કોઈ અભિયાન પરિસ્થિતિને રાતોરાત બદલી નાખશે? ઘણું કરીને નહિ. જયારે સરકાર પાસે વિચારો, નવીનતા, અને વ્યૂહરચનાઓ જેવા શસ્ત્રોનો ખજાનો છે કે કેવી રીતે “મેક ઈન ઇન્ડિયા” થવા દેવું – તેમણે તેમનું પહેલું શસ્ત્ર તો લોન્ચ કરી જ દીધું છે .

આથી, જો તમે એક ઉત્પાદક છો, તો શું GST તમારા માટે સારું કે ખરાબ થવા જઈ રહ્યું છે? શું એવી કોઈ બાબત છે જેના પર ફેર-વિચાર કરવો પડે, જયારે તમે ૧લી જુલાઈ થી GST ને ભેટવા જઈ રહ્યા છો? ચાલો સમજીએ.

સકારાત્મક અસર

ઓછો ઉત્પાદન ખર્ચ

વર્તમાન અપ્રત્યક્ષ કર પદ્ધતિ અંતર્ગત, ઉત્પાદક આંતર-રાજ્ય ખરીદી પર ચુકવેલ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ પર ટેક્સ ક્રેડિટ કલેઇમ કરી શકતા નથી. તે જ રીતે, બીજા પણ ક્રેડિટ ના લઇ શકાય એવા ટેક્સ છે જેમ કે જકાત, લોકલ બોડી ટેક્સ, એન્ટ્રી ટેક્સ વગેરે. આ બધું ઉત્પાદન ખર્ચ માં ઉમેરાય છે.

આ સમસ્યા ઉત્પાદન પછી ના તબક્કા માં પણ ચાલુ રહે છે, કારણ કે ટેક્સ આગળ પાસ થતા રહે છે. ઉત્પાદક ની જેમ જ – ડીટ્રીબ્યુટર્સ, ડીલર્સ, અને રિટેલર્સ પણ તેમના ઇનપુટ પર ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી શકતા નથી – આખરે ગ્રાહકો માટેના માલની કિંમત માં વધારો થાય છે. આની ભારત માં ઉત્પાદન થતા માલ સામે આયાત થતા માલ ની સ્પર્ધાત્મકતા પર સીધી અસર થાય છે અને છેવટે ભારતીય ઉત્પાદકો ને પરોક્ષ રીતે માર પડે છે.

દેશ માટે GST નું એકે મોટું વરદાન એ છે કે – ટેક્સ ની વારંવાર થતી અસરમાં ઘટાડો. માલ અને સર્વિસ બંને પર ઉત્પાદન તબક્કામાં ટેક્સ નો પ્રતિ દાવો (સેટ-ઓફ) મંજુર કરેલ છે – જેનાથી અસરકારક ઈન્ડાયરેક્ટ ટેક્સ ઘટશે અને ઉત્પાદક માટે એક સ્થિર ક્રેડિટ ફલૉ જાળવી શકાશે. એટલું જ નહિ – ઉત્પાદક તરીકે, તેમણે ક્યાંથી ખરીદી કરવી તે નક્કી કરવાની ચિંતા કરવાની જરૂર નથી – GST અમલમાં આવતા ઉત્પાદક ગમે ત્યાંથી ખરીદી કરે – લોકલ, આંતર-રાજ્ય કે આયાત કરે છે (એકમાત્ર અપવાદ છે કસ્ટમ ડ્યૂટી, જે આયાત પર લેવાની ચાલુ રહેશે.) તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી શકશે.

વિવિધ મૂલ્યાંકન ની પદ્ધતિઓનો અંત

હાલમાં, ઉત્પાદિત માલ એ એક્સાઇઝ ડ્યૂટી ને આધીન છે – જેની વર્તમાન માં જુદી-જુદી રીતો થી ગણતરી કરવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં – એડ વેલોરમ – કિંમત પ્રમાણે (લેવડ-દેવડ ની કિંમત પર) રીત લેવામાં આવે છે; અમુક કિસ્સાઓ માં એડ ક્વોન્ટમ (જથ્થા પર) રીત લેવામાં આવે છે; અમુક કિસ્સાઓ માં બંને ભેગી વપરાય છે. મોટા ભાગના ઉત્પાદ માલ MRP મૂલ્યાંકન ને અનુસરે છે, જેમાં મહત્તમ છૂટક કિંમત પર નિયત ટકાવારી થી ડ્યૂટી ની ગણતરી કરવામાં આવે છે. જટિલતામાં વધારો કરનાર એ છે કે MRP મૂલ્યાંકન નિયમો પોતે જ ખુબ જ અસ્પષ્ટ છે. વ્યક્તિગત રીતે વેચેલ પેકેજ્ડ માલ વી. સંસ્થા ને વેચેલ પેકેજ્ડ માલ વી. પ્રમોશનલ પેક તરીકે કે કોમ્બો-પેક તરીકે વેચેલ પેકેજ્ડ માલ માટે અલગ-અલગ નિયમો ચાલે છે.

તેમ છતાં GST શાસન માં, ઉત્પાદક દ્વારા ચુકવવાપાત્ર GST એ લેવડ-દેવડ ની કિંમત ના આધારે ગણવામાં આવશે. તે વિવિધ મૂલ્યાંકન ટેક્નિક ની જટિલતાને શોષી લેશે અને ઉત્પાદકો માટે જીવન સરળ બનાવશે. એકમાત્ર સંભવિત અપવાદ હશે તે ૨ પ્રોડક્ટ – કોલસો, જેની મહત્તમ ઉપકાર મર્યાદા છે રૂ. ૪૦૦/ટન અને તમાકુ, જેની મહત્તમ ઉપકાર મર્યાદા છે રૂ. ૪૧૭૦/હજાર સ્ટિક – માટેનું ઉપકર મૂલ્યાંકન.

રાજ્ય વાર રજીસ્ટ્રેશન વી. ફેક્ટરી વાર રજીસ્ટ્રેશન

આ પહેલા, ઉત્પાદક ને વિવિધ ફેકટરીઓ માટે વિવિધ ટેક્સ રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, પછી ભલે ને તે એક જ વિસ્તાર કે રાજ્ય માં આવેલ હોય. ઉદાહરણ તરીકે – કોઈ ઉત્પાદક ને કર્ણાટક માં જ ૧૦ ફેકટરીઓ છે, તો તને ૧૦ અલગ રજીસ્ટ્રેશન લેવા પડે. ટૂંકમાં, આ કોઈ ઉત્પાદક જે ઊંચા સ્વપ્ન જોતા હોય તેમના માટે એક પરિપાલન નું ખરાબ સ્વપ્ન હતું. પરંતુ, GST શાસનમાં, કરપાત્ર ઘટના માટે કન્સીડ્રેશન એ સપ્લાય હોવાથી તે જ ઉત્પાદક હવે તેના એક રાજ્યમાં આવેલ બધા જ ૧૦ યુનિટ માટે એક જ રજીસ્ટ્રેશન લેશે. આથી, એક જ રાજ્ય માં આવેલ એક જ ઉત્પાદક માટે અલગ-અલગ રજીસ્ટ્રેશન લેવાની હવે જરૂર નથી.

આર્થિક પરિબળો પર આધારિત સપ્લાય ચેઇન પુનઃરચના

વર્તમાન શાસન દરમિયાન, કરવેરા ભરવાની સગવડના આધારે વ્યવસાયો અને સપ્લાય ચેઇન ની રચના કરવામાં આવી છે.

GST ના આગમન સાથે, ઉત્પાદક હવે જે ખરેખર મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે – વ્યવસાયિક કાર્યક્ષમતા – અને વેરહૉઉસિંગ નિર્ણયો – કાર્યકારી અને આર્થિક પરિબળો જેવા કે ખર્ચ, જગ્યાના લાભો, મહત્વના ગ્રાહકો થી સમીપતા વગેરે – ને આધારે લઇ શકાય. વાસ્તવમાં, હવે તે ઉત્પાદકો માલ અને સર્વિસ ના આંતર-રાજ્ય સપ્લાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ કલેઇમ કરી શકશે, જેનાથી આપણે આખું વેરહાઉસ ને સપ્લાય ચેઇન માંથી નીકળી ગયેલ જોઈએ છીએ – જે તેને વધુ સારા ખર્ચ માં ફાયદાઓ કરાવશે.

વર્ગીકરણના વિવાદો માં ઘટાડો

હાલમાં, એક્સાઇઝ ડ્યૂટી અને વિવિધ પ્રોડક્ટ્સ પરના VAT ના બદલાતા દરો ને કારણે, તેમજ એક્સાઇઝ અને VAT કાયદામાં આપેલ કેટલીક કરમુક્તિ ને કારણે, વર્ગીકરણ ના વિવાદો એ સેન્ટ્રલ એક્સાઇઝ અને VAT હેઠળ મુકાદમ નું એક નિયમિત કારણ બનશે, ખાસ કરીને ઉત્પાદન સેક્ટર માટે. GST ના આરંભ સાથે – જે એક સરળ દર માળખા પર અને કરમુક્તિ ના ઘટાડા પર ચાલે છે – ત્યાં વાસ્તુના વર્ગીકરણ ને લગતા વિવાદો માં નોંધપાત્ર ઘટાડો આવશે.

કોઈ બેવડું નિયંત્રણ નહિ

વર્તમાન કરપદ્ધતિમાં, ઉત્પાદક બેવડા નિયંત્રણ ને આધીન છે – કારણ કે તે સામાન્ય રીતે એક્સાઇઝ માટે કેન્દ્ર અને VAT માટે રાજ્ય દ્વારા મૂલ્યાંકિત થાય છે. GST યુગમાં પણ, ઉત્પાદક CGST અને SGST બંને ચૌકકવાપાત્ર હોવાથી – એક ખરો નિસ્બત એ હતો કે ઉત્પાદકને બેવડી રીતે મૂલ્યાંકિત કરવાનું ચાલુ રહે. આ બેવડા નિયંત્રણ ના પાસાની ઊંડાણ થી ચર્ચા થવી જોઈએ અને બંને રાજ્ય અને કેન્દ્ર દ્વારા તર્ક-વિતર્કો થવા જોઈએ. તેમ છતાં, સરકાર જાન્યુઆરી ૨૦૧૭ માં આ બેવડા નિયંત્રણ ને રોકવા માટે એક સર્વસંમતિ પર આવી. સૂચિત GST શાસન હેઠળ, કુલ મૂલ્યાંકન ના ૯૦% જેમનું ટર્નઓવર રૂ. ૧.૫ કરોડ કે તેથી ઓછું હશે તેઓ ચકાસણી અને રાજ્ય સત્તાધીશો દ્વારા મૂલ્યાંકિત અને ઓડિટ કરવામાં આવશે અને બાકીના ૧૦% કેન્દ્ર દ્વારા. આ મર્યાદા થી વધારે વાળા માટે, કેન્દ્ર અને રાજ્ય ૫૦:૫૦ ના ગુણોત્તર માં મૂલ્યાંકન કરશે. આ પગલું નિશ્ચિતપણે પર્યાપ્તપણે નાના વેપારીઓ ની રુચિનું રક્ષણ કરતા લાંબી સફર કાપશે, અને GST પરિવર્તન સરળ અને અસરકારક બનાવશે.

એકંદરે, GST એ ઉત્પાદક માટે એક કરતા વધારે રીતે સારું જણાય છે – સૌથી નોંધપાત્ર એ કે વ્યાપાર કરવાની વધતી સરળતા અને કેટલાક તબક્કામાં ઘટેલ ખર્ચ. પરંતુ, શું તેમાં ધ્યાન રાખવા માટે ના કોઈ પાસ પણ છે?

જયારે વ્યાપાર કરવા માટેની સરળતા ના સંદર્ભ માં પાયાના લાભો ઉભા રહે છે, અને કેટલાક પોઇન્ટ પર ઘટેલ ખર્ચ હોવા છતાં GST ના અમુક પાસાઓ છે જે ઉત્પાદન સેક્ટર માટે અનુકૂળ ન હોય. ચાલો આપણે નજર કરીએ.

નકારાત્મક અસર

વર્કિંગ કેપિટલ માં ઘટાડો

 

વર્તમાન કર શાસન માં, સ્ટોક નું ટ્રાન્સફર એ ટેક્સ ને આધીન નથી, જો ફોર્મ F આપેલ હોય તો. ખરીદી પર ચુકવેલ ટેક્સ ના ૪% વધારા પર ઇનપુટ VAT ક્રેડિટ પ્રાપ્ય છે, અને આ રીતે ૪% રિવર્સ થયેલી પ્રોડક્ટ ખર્ચ માં જાય છે. તેમ છતાં, GST શાસન માં સ્ટોક નું ટ્રાન્સફર એ ‘સપ્લાય’ તરીકે માનવામાં આવે છે અને તે GST ને આધીન છે. ભલે કોઈ દલીલ કરે, કે આ તબક્કામાં ચુકવેલ GST પુરેપુરી ક્રેડિટ તરીકે પ્રાપ્ય થશે, તેની વસુલાત ત્યારે જ થશે જયારે અંતિમ સપ્લાય પૂરો થાય. ઉદાહરણ તરીકે, બેંગ્લોર સ્થિત એક સપ્લાયર ને ચેન્નાઇ માં સપ્લાય જોઈએ છે તેને ટેક્સ ખર્ચવો જરૂરી છે, જેની ક્રેડિટ તેને ત્યારે જ મળશે જયારે સપ્લાય પૂર્ણ થાય. આનાથી કેશ ફલૉ બ્લોક થશે અને આથી ઉત્પાદક ની વર્કિંગ કેપિટલ ને અસર થશે .

GST માંથી પેટ્રોલિયમ બાકાત

૫ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ – ક્રૂડ પેટ્રોલિયમ, હાઈ-સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટ, કુદરતી ગેસ અને ઉડ્ડયન ઇંધણ – GST ના કાર્યક્ષેત્ર માં થી બહાર રહેશે. એનો અર્થ એમ કે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી અને રાજ્ય સરકાર VAT લગાડવાનું ચાલુ રાખશે – અન્ય શબ્દો માં કહીએ તો, એક થી વધુ ટેક્સ ચાલુ રહેશે. તેમ છતાં, વાસ્તવિક સમસ્યા જુદી છે – હાલમાં, આ વસ્તુઓ પર ચુકવેલ એક્સસાઈઝ ડ્યૂટી પર ક્રેડિટ પ્રાપ્ય છે; પરંતુ GST આવતા ક્રેડિટ ઉપલબ્ધ નહિ રહે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ સામાન્ય રીતે વિવિધ ઉત્પાદન પ્રક્રિયાઓ માં તેમજ વિવિધ તબક્કાઓ માં પ્રોડ્યૂકટ્સ ના પરિવહન માટે ઉપયોગ થતો હોવાથી – તે ઉત્પાદન ખર્ચ ખાતરીપૂર્વક વધારશે. આ વિશિષ્ટ રીતે ઉદ્યોગો જેવા કે ટેલિકોમ, ખાતર, પાવર અને લોજિસ્ટિક્સ, જ્યાં પેટ્રોલિયમ નો મોટો ફાળો છે, તેમને અસર કરશે. GST આ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર લાગતો GST સરકાર દ્વારા કાઉન્સીલ ની ભલામણ પર ભવિષ્ય માં નિર્ધારિત થશે.

કરમુક્તિ માટે થ્રેશોલ્ડ મર્યાદા માં ઘટાડો

હાલના ટેક્સ માળખામાં, મોટા ભાગના રાજ્યો માં VAT માં કરમુક્તિ ની મર્યાદા રૂ. ૫-૧૦ લાખ છે; રૂ. ૧.૫ કરોડ કે વધુ ના ટર્નઓવર ધરાવતા ઉત્પાદન યુનિટો ને એક્સાઇઝ ડ્યૂટી લાગુ પડે છે અને કરપાત્ર સર્વિસ આપતા યુનિટ જેમની મહેસુલ રૂ. ૧૦ લાખ કે વધારે છે તેમના માટે સર્વિસ ટેક્સ ચુકવવાપાત્ર છે. પણ GST શાસન માં, વિશિષ્ટ કેટેગરી ના રાજ્યો માટે રૂ. ૧૦ લાખ અને બાકીના ભારતીય વિસ્તાર માટે રૂ. ૨૦ લાખની એકીકૃત થ્રેશોલ્ડ મર્યાદા રાખવામાં આવશે – જે અત્યાર સુધી કરમુક્તિ માણતા ઘણા બધા ઉત્પાદકો ને ટેક્સ બ્રેકેટ માં લઇ લેશે. તેમ છતાં, એવી પણ દલીલો થઇ શકે કે જે પહેલા રજીસ્ટર્ડ ડીલર નહોતા એવા ઉત્પાદકો, પણ હવે GST અંતર્ગત ટેક્સ ચૂકવવા પાત્ર બને છે, તેઓ તેમના વ્યવસાય ને આગળ લઇ જવા સંભવિત વિશાળ તકો મેળવી શકશે કારણ કે તે હવે એકબીજા સાથે વ્યાપાર કરવા માંગતા રજીસ્ટર્ડ વ્યક્તિઓ ના નેટવર્ક નો એક હિસ્સો બને છે.

બનવું કે ન બનવું?

GST ના મોટા ભાગના પાસાઓ ની ઉત્પાદકો પર સીધી જ સકારાત્મક કે નકારાત્મક અસર હોઈ શકે, ત્યારે અમુક ચોક્કસ સ્થિતિઓ છે જેના માટે કોઈ સ્પષ્ટ જવાબ નથી અને માત્ર શ્રેષ્ઠ અટકળો જ કરી શકાય. ઉત્પાદક ને હવે મૂલ્યાંકન કરવું પડશે કે GST આવતા તેને લાભ થશે કે નુકસાન અને તેને અનુસાર પોતાનું વલણ બદલશે.

રાજ્ય પ્રોત્સાહનો (ઈન્સેન્ટીવ્સ)

વર્તમાન કરપદ્ધતિ માં, એવા ખુબ જ ઓછા ઉદાહરણ છે જ્યાં કંપનીઓએ ઈન્સેન્ટિવ આધારિત યુનિટ સેટઅપ કરવા પડે જે તેમને રાજ્ય દ્વારા તેમની રોકાણ પ્રમોશનલ નીતિ હેઠળ રજુ કરવામાં આવ્યા હોય. આવા ઈન્સેન્ટિવ મુખત્વે બે પ્રકારના હોય છે – ટેરિફ ઈન્સેન્ટીવ્સ (નીચા ટેક્સ દર, રિફંડ/ ટેક્સ મોકૂફી વગેરે) અને નોન-ટેરિફ ઈન્સેન્ટીવ્સ (સસ્તી જમીન પટ્ટે આપવાની શરતો, નીચી વીજ ડ્યૂટી વગેરે). હાલમાં, રાજ્યો ને આવા ઈન્સેન્ટીવ્સ ને શેલ આઉટ કરવાની સુગમતા છે, પરંતુ GST અંતર્ગત, દરેક રાજ્યો વચ્ચે નિર્ધારિત એકરૂપતા લાવવા માટે આવા દરેક ઈન્સેન્ટીવ્સ પર કાપ મુકવામાં આવશે. વર્તમાન ઈન્સેન્ટીવ્સ નું શું થશે તેના વિશે GST કાયદો કશું કહેતો નથી અને આથી ઉત્પાદકો એ તેમના નાણાકીય અનુમાનો નું ફેરમૂલ્યાંકન કરવું પડશે – કારણ કે કોઈ પણ રાજ્ય હવે અન્ય રાજ્ય જેમ સારા ઉત્પાદક હબ બની શકશે.

GST એ મંજિલ આધારિત વપરાશ કર છે એ હકીકત ને આધારે બીજો નોંધપાત્ર ફેરફાર લાવવામાં આવશે, અને આથી ખુબ જ વપરાશ વાળા રાજ્યો ને લાભ થશે. આથી, એ સ્પષ્ટ છે કે ઉત્પાદક રાજ્યો ને વપરાશકર્તા રાજ્યો ની સરખામણીએ નાણાકીય ઈન્સેન્ટીવ્સ ઘટાડવા પડશે, કારણ કે જ્યાં સપ્લાય નો વપરાશ કરવામાં આવે છે તે રાજ્યો માં GST સ્વીકૃત કરવામાં આવશે. આમ, સલામત રીતે એવું માની શકાય કે હવે આવતા બધા જ ઈન્સેન્ટીવ્સ સંભવિત માત્ર નોન-ટેરિફ આધારિત જ હશે.

ક્ષેત્ર આધારિત છૂટછાટો

અમુક ચોક્કસ ઉત્પાદન એકમો અમુક વિસ્તારોમાં કરમુક્તિ મેળવે છે, ઉદાહરણ તરીકે, નિયત પછાત વિસ્તારોમાં, ઉત્તર-પૂર્વ, અને પહાડી રાજ્યોમાં. GST કાયદો આવા વિસ્તાર-આધારિત છૂટછાટ ના વ્યવહાર પર કોઈ સ્પષ્ટતા આપતા નથી – પરંતુ GST ના ભારત ને એકીકૃત બજાર બનાવવા ના હેતુ તરફ જતા, મોટા ભાગની છૂટછાટ દુર કરવામાં આવશે અને જે થોડી બાકી રહેશે તે રિફંડ ના સ્વરૂપ માં મળશે. જયારે કંપનીઓ હંમેશા સરકાર યોગ્ય વપરાશ માટે સામે લડી શકે છે, તેઓ જુલાઈ માં GST આવતા તેઓ ત્વરિત નુકસાન નો સામનો કરશે.

ઇ-વે બિલ

ભારતના ચીફ ઇકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણિયને સબમિટ કરેલ મહેસુલ તટસ્થ રેટ રિપોર્ટ જોતા હાલમાં ભારતમાં ટ્રકો પ્રતિદિન આશરે ૨૮૦ કિલોમીટર સફર કરે છે જેની સામે US માં તે પ્રતિદિન ૮૦૦ કિલોમીટર સફર કરે છે. કારણ? રાજ્ય સીમાઓ પર ની ચેકપોસ્ટ પરિવહન થતા માલ-સામાન ની ચકાસણી કરીને તેમજ અનુપાલન સંબંધિત દસ્તાવેજો જેવા કે વે બિલ, પ્રવેશ પરવાનગી વગેરે માંગીને તેમનો નોંધપાત્ર સમય બગાડે છે – આ રીતે ભારત ની ઉત્પાદન ક્ષમતા માં નોંધપાત્ર ઘટાડો કરે છે.

GST શાસનમાં – જયારે, વેપાર અવરોધો માં ઘટાડો થશે કારણ કે સંબંધિત ટેક્સ પણ GST માં સમાવિષ્ટ કરેલા છે, ત્યારે તેનું અમલીકરણ કરવું એ વધારે સરળ બનશે. GST અંતર્ગત, રજીસ્ટર્ડ વ્યક્તિ જે રૂ. ૫૦,૦૦૦ થી વધારે રકમ ના માલની હેરફેર કરવા માંગતા હશે તેમને ઈ-વે બિલ જનરેટ કરવું પડશે. જયારે હેતુ ભારતીય બજાર ને એકીકૃત કરવાનો અને માલ ના સરળ પરિવહન માં મદદ કરવાનો છે, સમગ્ર પ્રક્રિયા કષ્ટદાયક છે. તેમાં સપ્લાયર, ટ્રાન્સપોર્ટર અને પ્રાપ્તકર્તા સુદ્ધા દ્વારા ભાગીદારી જરૂરી છે – જેમણે પોતાની ઈ-વે બિલ માં આવેલ કન્સાઇન્મેન્ટ ની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ ટૂંક સમયમાં જાહેર કરવી પડશે. આમ, એવો ચોખ્ખો અવસર છે કે ઘટાડેલી ઇન્વેન્ટરી ખર્ચ ના સદ્ગુણ દ્વારા ભેગું કરેલું જે કંઈ સેવિંગ્સ હોય તે બધું, પરિપાલન ને અને સંબંધિત ટેક્નોલોજી ને અમલી કરવાના ખર્ચ ને અનુસરતા, વપરાઈ જશે. તેમ છતાં, જયારે અંતિમ અવરોધો પાર થઇ જશે અને વધારે સારી ટેક્નોલોજી ના ઉપયોગથી, હાલની લોજીસ્ટીકલ જટિલતા સમય જતા ઘટે તેવી આશા છે.

સારાંશ માં, હકારાત્મકતા સામે નકારાત્મકતા ને તોળતા, સુરક્ષિત રીતે એવું કહી શકાય કે GST નિશ્ચિતરૂપે ઉત્પાદન વિભાગ માટે ફાયદાકારક બનશે – મોટાભાગના ત્વરિત ફાયદા સાથે, અને અમુક લાંબા ગાળાના ફાયદાઓ સાથે. ટૂંકા ગાળા માટે પડકારરૂપ અમુક પાસાઓ હોઈ શકે, પણ એ મોટા બદલાવ ના ભાગરૂપે એક મોટો તટસ્થ હિસ્સો બની શકે જે ભવિષ્ય માં સારો સમય સૂચવે છે અને જે “મેક ઈન ઇન્ડિયા!” પાછળ ના પ્રયાસો અને વિચારો માં ખરી રીતે જીવન માં લાવી શકે.

સ્ત્રોત: ટેલી સોલ્યુશન

3.13333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top