অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દ્વિતીય અપીલ અરજી કેવી રીતે પ્રસ્તુત કરવી?

”RIT” class=

પ્રથમ અપીલ ક્યારે કરવી:

  • જો તમે જાહેર સૂચના ઓફીસરના નિર્ણયથી સંતુષ્ટ ન હોવ તો
  • જો તમને એવું લાગે કે પૂરી પાડવામાં આવેલી માહિતી અપૂર્ણ, ભ્રામક અને ખોટી છે,
  • જો જાહેર સૂચના ઓફીસર (PIO) અને/અથવા પ્રથમ અપીલ સંબંધિત અધિકારી (AA) એ માહિતી પૂરી પાડવાની તમારી અરજીનો અસ્વીકાર કર્યો હોય,
  • જો અપીલ સંબંધિત અધિકારીએ નિર્દિષ્ટ સમય-મર્યાદામાં કોઈ નિર્ણય આપ્યો ન હોય,
  • જો સહાયક જાહેર સૂચના ઓફીસરે અરજી સ્વીકારવાનો કે તેને રાજ્ય/કેન્દ્રીય જાહેર સૂચના ઓફીસર કે રાજ્ય/કેન્દ્રીય સૂચના આયોગને આગળ મોકલવાની અસ્વીકાર કર્યો હોય,
  • જો તમને એવું લાગે કે જાહેર અધિકારી દ્વારા માંગેલી અરજીની ફી સૂચના અધિકાર કાયદો 2005 હેઠળ અનુચિત છે.

દ્વિતીય અપીલ અરજીને ક્યાં રજૂ કરવી:

  • રાજ્ય સૂચના આયોગની ઓફીસમાં (SIC) (જો બાબત રાજ્યના જાહેર અધિકારીને સંબંધિત હોય),
  • કેન્દ્રીય સૂચના આયોગની ઓફીસમાં(CIC) (જો બાબત કેન્દ્રના જાહેર અધિકારીને સંબંધિત હોય)

દ્વિતીય અપીલ અરજી માટેની સમય-મર્યાદા:

  • નિશ્ચિત અવધિની સમાપ્તિની તારીખના કે રાજ્ય જાહેર સૂચના ઓફીસર(SPIO)/કેન્દ્રીય જાહેર સૂચના ઓફીસર(CPIO) થી સંચાર(વિનંતીનો નિર્ણય અથવા અસ્વીકાર)ની રસીદના 90 દિવસોની અંદર
  • જો રાજ્ય/કેન્દ્રીય સૂચના આયોગ સંતુષ્ટ થાય કે અપીલકર્તાને પર્યાપ્ત કારણ દ્વારા અપીલ ભરવાથી રોકવામાં આવ્યો હતા તો અપીલને 90 દિવસ પછી પણ દાખલ કરી શકાય છે.

દ્વિતીય અપીલ માટેની અરજીનો પ્રારૂપ:

    • સફેદ કાગળ પર તમારી અરજીનો પ્રારૂપ બનાવો અથવા ઈન્ડિયા ડેવલપમેન્ટ ગેટવે પોર્ટલ પરથી અરજી પત્રકને ડાઉનલોડ કરો
    • અરજી લેખિત અથવા ટાઈપ કરેલી હોઈ શકે છે,
    • અરજી અંગ્રેજી કે હિન્દીમાં(કેન્દ્રીય સૂચના આયોગના સમયે)અથવા બીજી કોઈપણ રાજ્ય ભાષાઓમાં(રાજ્ય સૂચના આયોગના સમયે)રજૂ થવી જોઈએ.

અરજી પત્રકની તૈયારી:

    • આવશ્યક માહિતીને સ્પષ્ટપણે નિર્દિષ્ટ સ્વરૂપમાં પૂરી પાડો,
    • પાના નંબર સાથે બિડાણોની યાદી સૂચવવા અનુક્રમણિકા પાનું બનાવો,
    • તમામ દસ્તાવેજોની પાંચ નકલો તૈયાર કરો(એટલે તે. દ્વિતીય અપીલ અરજી, માહિતી માટેનું નિવેદન,પ્રથમ અપીલ અરજી, PIOને ફી ચુકવ્યાનો પુરાવો ઈત્યાદિ) અને તેને સ્વપ્રમાણિત કરો. તમે તમારા પોતાના માટે વધારાની નકલો બનાવી શકો છો.

અરજીને કેવી રીતે મોકલવી:

    • અરજીને પાંચ(5) નકલોમાં માત્ર રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા જ મોકલવી

માહિતી પૂરી પાડવા માટેની સમય-મર્યાદા:

    • સામાન્ય કેસમાં નિર્ણય 30 દિવસોમાં આપવો જોઈએ, પણ અપવાદરૂપે 45 દિવસોમાં પણ તે હોઈ શકે છે.
    • નિર્ણયની સમય-મર્યાદા કેન્દ્રીય/રાજ્ય સૂચના આયોગ દ્વારા અરજી મેળવ્યાની તારીખથી ગણવામાં આવશે.

 

રાજ્ય/કેન્દ્રીય સૂચના આયોગનો નિર્ણય

 

  • બન્ને પક્ષોને બંધનકારી રહશે. પરંતુ, અસંતુષ્ટ જાહેર અધિકારી રાજ્ય સૂચના આયોગ/કેન્દ્રીય સૂચના આયોગના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate