অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માહિતીના નિવેદન માટેની અરજી પ્રક્રિયા

માહિતી મેળવવા માટે ફી

માહિતીના નિવેદન માટેની અરજી પ્રક્રિયા શું છે?

માહિતી માટે કેવી રીતે દરખાસ્ત કરવી તે પરના FAQ’s
પ્રશ્ન: હું ક્યાં અને કેવી રીતે ફરિયાદ નોંધાવું?

જવાબ:
 • તમે કેન્દ્રીય સરકારના જાહેર અધિકારીઓની માહિતી સંબંધિત ફરિયાદો માટે કેન્દ્રીય સૂચના આયોગ [CIC], ઓગસ્ટ ક્રાંતિ ભવન,ભિકાજી કામા સ્થળ,નવી દિલ્હી 110066 ની પહોંચ કરી શકો છો www.cic.gov.in
 • રાજ્ય સરકારોના જાહેર અધિકારીઓ સંબંધિત ફરિયાદો માટે તમારે રાજ્ય સૂચના આયોગો (SIC)ની પહોંચ કરવાની રહશે
 • રાજ્ય સરકારોના જાહેર અધિકારીઓ પરની માહિતીમાં ફરિયાદો સંબંધિત રાજ્ય સૂચના આયોગોમાં દાખલ કરવાની રહેશે.
 • સંગઠનના પ્રમુખ કે રાજધાની-સ્તર પરના સરકારી વિભાગ[સેક્રેટરી/પ્રમુખ સેક્રેટરી]ને તેમના હસ્તક્ષેપ માટે સાથે-સાથે પહોંચ કરવી ઉચિત છે.આ માહિતી મેળવવામાં કદાચ મદદ કરી શકે છે.
 • ફરિયાદ દાખલ કર્યા પછી,સંબંધિત વેબસાઈટ પરથી સમાન રજીસ્ટર્ડ કરવામાં આવ્યું છે તે અને રજીસ્ટ્રેશન નંબર અને દરજ્જો કૃપા કરીને તપાસો
 • ફરિયાદ દાખલ કર્યા પછી,સંબંધિત વેબસાઈટ પરથી સમાન રજીસ્ટર્ડ કરવામાં આવ્યું છે તે અને રજીસ્ટ્રેશન નંબર અને દરજ્જો કૃપા કરીને તપાસો
 • કેન્દ્રીય સૂચના આયોગ/રાજ્ય સૂચના આયોગની સાથે ફરિયાદની નકલ જાહેર સૂચના ઓફીસર/પ્રથમ અપીલ સંબંધિત અધિકારીને મોકલો.

પ્રશ્ન: ફરિયાદ નોંધવા માટેના શું કોઈ નિશ્ચિત સ્વરૂપો છે? અને ફરિયાદમાં બીજા શેના માટે કહી શકાય છે?

 • C I C અને અમુક S I C’s ઓ નિશ્ચિત અલ્પત્તમ માહિતી કે કાગળો ધરાવે છે જેને ફરિયાદ સાથે રજૂ કરવા જરૂરી હોય છે.
 • અમુક રાજ્ય સૂચના આયોગ ફરિયાદ માટે નિશ્ચિત સ્વરૂપ ધરાવે છે.
 • તમે કાયદા હેઠળ જાહેર સૂચના ઓફીસર/પ્રથમ અપીલ સંબંધિત અધિકારીને દંડ માટે કહી શકો છો અને માહિતી સમય પર ન મેળવવા માટે વળતરનો દાવો પણ કરી શકો છો.
 • જો માહિતી જીવન અને અધિકાર સંબંધિત હોય તો,ફરિયાદને સુસ્પષ્ટરૂપે “જીવન અને અધિકાર-તાકીદી” તરીકે અંકિત કરવી જરૂરી છે તેથી બહુ મોડું થાય તે પહેલા તેના નિકાલ માટેની અગ્રતા માન્ય થાય. જો રાજ્ય સૂચના આયોગ સાથે ઉપલબ્ધ હોય તો ઈ-મેઈલ દ્વારા આગળની કાર્યવાહીની ભલામણ છે.

પ્રશ્ન : ફરિયાદ નોંધાવા માટે શું મારે કોઈ ફી/દરો ચૂકવવાના છે ?

 • કેન્દ્રીય સૂચના આયોગ ફરિયાદો માટે કોઈપણ પ્રકારની ફી લાદતો નથી.અમુક રાજ્ય સૂચના આયોગ આ માટે ફી લાદે છે.
 • ફરિયાદ નોંધાવા માટેની કોઈ સમય-મર્યાદા નથી,પણ ફરિયાદ માટેના કારણને બનવાના ઉચિત સમયની અંદર ફરિયાદ નોંધવી યોગ્ય છે.

પ્રશ્ન: મારા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદનો પ્રત્યુત્તર મને કેવી રીતે મળી શકે?

 • કોઈકવાર જાહેર સૂચના ઓફીસર/પ્રથમ અપીલ સંબંધિત અધિકારી કેન્દ્રીય સૂચના આયોગ/રાજ્ય સૂચના આયોગ પરની સુનાવણી પહેલા તમારી સમસ્યાનું નિરાકરણ કરે છે
 • સૂચના આયોગોને સમન્શ, હાજરી લાગુ કરવી,પવિત્ર વસ્તુ પર પુરાવો આપવો, અહેવાલો પેદા કરવા ઈત્યાદિના સંદર્ભમાં નાગરી કોર્ટો અધિકારો સાથેનો અધિકાર પ્રાપ્ત થાય છે.

જાહેર સૂચના ઓફીસર/પ્રથમ અપીલ સંબંધિત અધિકારીને અપીલો/ફરિયાદો મોટી સંખ્યામાં આવે છે અને તેમાંના વિસ્તૃત પ્રમાણમાં અનિર્ણીત હોય છે.તેથી ફરિયાદની સુનાવણી પહેલા 12 થી 36 મહિના લાગી શકે છે.

પ્રશ્ન: અરજી કેવી રીતે લખવી?

જવાબ:

આરટીઆઈ અરજી ભરતા સમયે,પ્રશ્નોની બનાવટ ખૂબજ મહત્વની હોય છે.જરાક પણ ગેરસમજણ કે અચોક્કસ પ્રશ્નો PIO ને તમારી અરજીનો અસ્વીકાર કરવાની તક આપે છે.આ માર્ગદર્શનોનું અનુસરણ કરો:

 • અરજી લખવા માટે કાગળની સફેદ તકતીનો ઉપયોગ કરો.નોટ-શીટ કે કોર્ટ સ્ટેમ્પ પેપરોનો ઉપયોગ કરીને કરવાની કોઈ આવશ્યકતા નથી..
 • બાબત હાથેથી લખેલી કે ટાઈપ કરેલી હોઈ શકે છે.વિષયવસ્તુને ટાઈપ કરવાની કોઈ આવશ્યકતા નથી.
 • ખાતરી કરો કે અરજી સ્પષ્ટ અને વાંચવામાં સરળ છે.
 • માહિતી માટે કહેતા સમયે પાનાઓની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી.
 • એક અરજીમાં કેટલા પ્રશ્નો પૂછી શકાય તેની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી.જો કે, મર્યાદિત પ્રશ્નોના સમૂહ માટે પૂછવાનું અને માત્ર એક અરજી સાથે સંબંધિત પ્રશ્નો જ રાખવાનું સલાહભર્યુ છે.
 • તેને/તેણીને જેટલા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો પૂછવા હોય તેટલા ટૂંકા પૂછી શકે છે.પણ એકજ સાથે વિસ્તૃત માહિતી માટે પૂછવું નહી.
 • અરજીમાં હંમેશા તમારૂ નામ લખો અને તમારી સહી કરો,તમારી ‘ પોસ્ટ/હોદ્દો ‘નો ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી કારણકે કોઈપણ નાગરિકને માહિતી(સૂચના)નો અધિકાર છે.
 • ‘શા માટે’થી શરૂ થતા સીધા પ્રશ્નો પૂછો નહી,કારણકે આરટીઆઈ હેઠળ આવૃત થતા ન હોવાને કારણે તે અસ્વીકારને આધીન છે

દાખલા તરીકે,પ્રશ્નો જેવા કે, ‘તમે બિલ પાસ કરવામાં શા માટે નિષ્ફળ ગયા?’,તે અસ્વીકારને આધીન છે

 • સેક્શન 4(1)(d) હેઠળ "વહીવટી" કે "લગભગ-ન્યાયિક" નિર્ણય પાછળના કારણો પૂછો,ખાસ કરીને જો તમે "અસરગ્રસ્ત વ્યક્તિ" હોવ તો.
 • જો માંગવામાં આવેલી માહિતી વિપુલ હોય તો,ખર્ચ બચાવવા માટે સીડીના રૂપમાં કહેવું વધારે બહેતર છે.
 • જો માંગવામાં આવેલી માહિતી વિપુલ હોય તો,ખર્ચ બચાવવા માટે સીડીના રૂપમાં કહેવું વધારે બહેતર છે.
 • તમારી અરજીના અંતમાં BC/DD/IPO નંબર,નિર્ગમન બેંક/પોસ્ટ ઓફીસ,તારીખ, કેશની રસીદની વિગતો ઈત્યાદિ જેવી ચૂકવણી વિગતોનો ઉલ્લેખ કરો

પ્રશ્ન : અરજી કોને સંબોધીને કરવી જોઈએ ?

જવાબ:
 • તમે જેને નિવેદન કરવા માંગતા હોવ તો તે જાહેર સૂચના ઓફીસરનું નામ,સરનામું ઈત્યાદિ વિગતો લખો.
 • તમને તમારા જાહેર સૂચના ઓફીસર/સહાયક જાહેર સૂચના ઓફીસરને સ્થાપિત કરવામાં સમસ્યાઓ હોય તો,તમે તમારી આરટીઆઈ અરજીને જાહેર સૂચના ઓફીસર,C/o વિભાગના આગેવાનને સંબોધી શકો છો અને તેને આવશ્યક અરજીની ફી સાથે સંબંધિત જાહેર અધિકારીને મોકલી શકો છો.
 • વિભાગના આગેવાન તમારી અરજીને સંબંધિત જાહેર સૂચના ઓફીસરને આગળ મોકલશે
 • તમારા અરજી પત્રકમાં જાહેર સૂચના ઓફીસરના ચોક્કસ નામનો ઉલ્લેખ કરો નહી કારણકે કોઈ તક હોઈ શકે કે તેમની બદલી થઈ હોય અથવા તેમના સ્થાને નવા વ્યક્તિની નિયુક્તિ થઈ હોય.

પ્રશ્ન: શું ભિન્ન-ભિન્ન રાજ્યોમાં અરજી પ્રક્રિયા માટે અલગ નિયમો અને દરો છે?

જવાબ:

 • કેન્દ્ર,રાજ્ય,વિધાનસભાઓ અને સુપ્રીમ/હાઈ કોર્ટો હેઠળના જાહેર અધિકારીઓએ આરટીઆઈ માટે અલગ અલગ નિયમોની બનાવટ કરી છે.
 • ફીની રકમ અને ચૂકવણીની રીત રાજ્ય દર રાજ્યે બદલાઈ શકે છે અને તમારે તમારા કેસમાં સુયોજ્ય હોય તે યોગ્ય નિયમોની તપાસ કરવી જોઈએ.
  • તે/તેણી પોતાની અરજી ફી નિમ્નલિખિત મારફતે જમા કરાવી શકે છે:
 • કેશ ચૂકવવા દ્વારા સ્વયંમાં [તમારી રસીદ લેવાનું યાદ રાખો]
 • પોસ્ટ દ્વારા નિમ્નલિખિત મારફતે:
  • ડિમાન્ટ ડ્રાફ્ટ/બેંકનો ચેક
  • ભારતીય પોસ્ટલ ઓર્ડર
  • મની ઓર્ડરો (માત્ર અમુક રાજ્યોમાં)
  • કોર્ટની ફીનો સ્ટેમ્પ જોડવો (માત્ર અમુક રાજ્યોમાં)
  • અમુક રાજ્ય સરકારોએ અમુક મુખ્ય અકાઉંટ નિશ્ચિત કર્યા હોય છે.તમારે તે અકાઉંટમાં ફી જમા કરવાની હોય છે.આ માટે –
   • તમે એસબીઆઈની કોઈપણ શાખામાં જઈ શકો છે અને તે અકાઉંટમાં કેશ જમા કરાવી શકો છો અને તમારી આરટીઆઈ અરજી સાથે જમાની રસીદ સંલગ્ન કરી શકો છો. –અથવા-
   • તમે તમારી આરટીઆઈ અરજીની સાથે તે અકાઉંટના અનુગ્રહમાં ઉપાડેલું ડીડી રે પોસ્ટલ ઓર્ડર પણ મોકલી શકો છો.
   • કેન્દ્રીય આરટીઆઈ નિયમો હેઠળના જાહેર અધિકારીઓ માટે,તાજેતરમાં DoPT એ સ્પષ્ટ કર્યું છે કે BC/DD/IPO "અકાઉંટ ઓફીસર"ના અનુગ્રહમાં થઈ શકે છે.

પ્રશ્ન: આરટીઆઈ હેઠળ પ્રથમ અપીલ કેવી રીતે લખવી?

જવાબ:સૂચના અધિકાર કાયદો 2005 હેઠળની પ્રથમ અપીલ ભરતા સમયે આ માર્ગદર્શનોનું કૃપા કરીને પાલન કરો:

 • પ્રથમ અપીલ સંબંધિત અધિકારી(FAA) સાથે અરજદાર દ્વારા CPIOના નિર્ણયની રસીદની તારીખથી 30 દિવસોની અંદર પ્રથમ અપીલ ભરાવી જોઈએ
 • CPIO (ACPIO) દ્વારા મળેલી રસીદની તારીખના 30 દિવસો(35 દિવસો જો અરજી ACPIO સાથે નોંધવામાં આવી હોય)ની અંદર જો કોઈ પ્રત્યુત્તર મળે નહિ તો પ્રથમ અપીલને જ્યારે CPIOથી પ્રત્યુત્તર નિયત થયો હતો તેની તારીખના 30 દિવસોની અંદર ભરવી જરૂરી છે.
 • CPIOના નિર્ણય પત્રમાંથી પ્રથમ અપીલ સંબંધિત અધિકારીનું નામ,હોદ્દો અને સરનામું મેળવો.
 • જો કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત ન થાય તો,સરકારી વિભાગ/ઓફીસ/ઉપક્રમની વેબસાઈટની મુલાકાત લો અને આ વિગતો માટે આરટીઆ આયકનનો સંદર્ભ કરો
 • ઉપરના તમામ પ્રયત્નો કર્યા છતાં પણ જો તમે પ્રથમ અપીલ સંબંધિત અદિકારીને સ્થાપિત કરવાની અવસ્થામાં હોવ તો,નિમ્નલિખિત હેઠળ તમારી પ્રથમ અપીલને સંબોધો:
 • આરટીઆઈ કાયદો 2005 હેઠળનો પ્રથમ અપીલ સંબંધિત અધિકારી

  C/O _______________વિભાગ/ઓફીસનો આગેવાન

  (પ્રમુખ જાહેર સૂચના ઓફીસરના વિભાગ/ઓફીસનો પણ ઉલ્લેખ કરો)

 • જો તમે પ્રથમ અપીલ સુનાવણી દરમ્યાન હાજર રહેવા માંગતા હોવ તો,તેનો તમારી અપીલના અંતમાં ઉલ્લેખ કરો.
 • કેન્દ્રીય સરકાર હેઠળના જાહેર અધિકારીઓ માટેની પ્રથમ અપીલ માટે કોઈ ફી નિશ્ચિત કરવામાં આવી નથી.
 • અમુક રાજ્યોને પ્રથમ અપીલ માટે નિશ્ચિત ફી અને નિશ્ચિત સ્વરૂપ છે.
 • અપીલમાં ઉલ્લેખિત કરેલા બિડાણોની તમામ ફોટોકોપીઓ અરજદ્વાર “પ્રમાણિત” શબ્દ હેઠળ સ્વપ્રમાણિત હોવી જોઈએ અને સંપૂર્ણ સહી કરેલી હોવી જોઈએ
 • અપીલ અને પોસ્ટલ રસીદ અને એડી રસીદનો એક સમૂહ બનાવીને રાખો.
 • તમે વ્યક્તિગત રૂપે પણ સોંપણી કરી શકો છો,પરંતુ રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવું વધારે હિતાવહ છે.કુરીયરથી દૂર રહેવું જોઈએ.
 • પ્રથમ અપીલની રસીદની તારીખથી 30 દિવસોની અંદરની અપીલ પર FAAનો નિર્ણય થવો જ જોઈએ.જો તે લખાણમાં વિલંબના કારણો આપે તો તે આગળ 15 દિવસો(સંપૂર્ણ 45 દિવસો) લઈ શકે છે.
 • પ્રથમ અપીલ સંબંધિત અધિકારી “મૌખિક” આદેશ કે લેખિત આદેશ બન્નેમાંથી એક આપી શકે છે.

પ્રશ્ન: આરટીઆઈ હેઠળ દ્વિતીય અપીલ કેવી રીતે દાખલ કરવી?
જવાબ:

 • તમારું અપીલ પત્રક(નીચે આપેલું છે),અનુક્રમણિકા અને પ્રગતિનો કાળક્રમ ભરો.
 • જો તમે અપીલ ભરી રહ્યા હોવ તો ‘ફરિયાદ/ફરિયાદી’ જેવા શબ્દોને દૂર કરો.
 • જો ફરિયાદ દાખલ થઈ ગઈ હોય તો, “દ્વિતીય અપીલ/અપીલકર્તા” જેવા શબ્દોને છેકી નાખો. તેને ડબલ જગ્યામાં ટાઈપ કરો.

નિમ્નલિખિતની એક ફોટોકોપી લો:f:

 • આરટીઆઈ હેઠળની મૂળ અરજી તેના બિડાણો સાથે
 • પ્રથમ અપીલ તેના બિડાણો સાથે
 • Rs.10/-ની ભરવાની ફી અને અન્ય દરો ચૂકવવા માટે વપરાતી બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ/પે સ્લીપ/પોસ્ટલ ઓર્ડર/કેશની રસીદ
 • મૂળ અરજી અને પ્રથમ અપીલને મોકલવાનો પોસ્ટલ પુરાવો
 • પ્રમુખ જાહેર સૂચના ઓફીસર અને પ્રથમ અપીલ સંબંધિત અધિકારી પાસેથી મેળવેલી પોસ્ટલ એડી સ્લીપો/આધિકારીક સ્વીકૃતિ
 • જો મળ્યા હોય તો પ્રમુખ જાહેર સૂચના ઓફીસર અને પ્રથમ અપીલ સંબંધિત અધિકારીના નિર્ણયો
 • તમામ કાગળોને અનુક્રમણિકા પ્રમાણે ગોઠવો અને ત્યારબાદ તમામ કાગળોને ડાબી બાજુના ખૂણા પર ક્રમબદ્ધ નંબરો આપો. આ એક દ્વિતીય અપીલ/ફરિયાદનો મૂળ સમૂહ છે
 • ફોટોકોપી કરવા દ્વારા ઉપર પ્રમાણેના વધારાના ચાર સમૂહો તૈયાર કરો
 • અપીલ,,અનુક્રમણિકા અને કાળક્રમ યાદીના દરેક પાના પર સહી કરો [તમામ પાંચ સમૂહો]
 • “પ્રમાણિત” શબ્દ હેઠળ સહી કરવા દ્વારા તમામ ફોટોકોપીઓને સ્વ પ્રમાણિત કરો.
 • એક સમૂહને સ્પીડ/રજીસ્ટર્ડ/UPC પોસ્ટ દ્વારા પ્રમુખ જાહેર સૂચના ઓફીસર અને પ્રથમ અપીલ સંબંધિત અધિકારીને દરેકને મોકલો અને અનુક્રમણિકા/કાળક્રમ યાદીમાં વિગતો ભર્યા પછીની તમારી નકલ અને દ્વિતીય અપીલ/ફરિયાદની વધારાની નકલ,મૂળ નકલને મોકલવાના પુરાવાની નકલને સંલગ્ન કરો
 • નિમ્નલિખિત સરનામા પરના આયોગને જીસ્ટર્ડ એડી દ્વારા સમૂહની એક વધારાની નકલ અને મૂળ સમૂહને મોકલો:
  રજીસ્ટ્રાર,
  કેન્દ્રીય સૂચના આયોગ,
  બીજે માળે, ઓગસ્ટ ક્રાંતિ ભવન,
  ભિકાજી કામા સ્થાન,
  નવી દિલ્હી 110066
 • કુરીયર સેવાઓને ટાળો
 • દ્વિતીય અપીલ/ફરિયાદ મેળવી છે તે માટેનો પ્રમુખ સૂચના આયોગ/પ્રમુખ જાહેર સૂચના ઓફીસર/પ્રથમ અપીલ સંબંધિત અધિકારી પાસેથી મળેલા એડી અને પોસ્ટથી મોકલવાના પુરાવા સાથે સંદર્ભ માટે એક સમૂહને તમારા રેકોર્ડ માટે સંભાળીને રાખો
 • જો પ્રમુખ સૂચના આયોગ પાસેથી મોકલવાના 15 દિવસોની અંદર પોસ્ટલ એડી કાર્ડ કે સ્વીકૃતિ પત્ર ન મળે તો,
 • તમે તે માટેની પ્રમુખ સૂચના આયોગ પર ઝીણવટભરી તપાસ કરવા માટેની વિનંતી સાથે[બિડાણો વગર] દ્વિતીય અપીલ/ફરિયાદ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી શકો છો. રજીસ્ટર્ડ પોસ્ટ રસીદની ફોટોકોપી પણ CICને મોકલી શકાય છે
 • બહેતર પરિણામ માટે પ્રથમ અપીલ કે દ્વિતીય અપીલ ભરવા માટે તમે સ્થાનિક NGO/આરટીઆઈ સક્રિય પ્રતિભાગીઓ સાથે પરામર્શ કરી શકો છો.સામાન્યપણે સેવાઓ મફત હોય છે.
 • પ્રશ્ન: સૂચના અધિકાર કાયદા હેઠળ કોણ માહિતી મેળવી શકે છે?
  જવાબ:

  • આ આરટીઆઈ હેઠળ ભારતનો કોઈપણ નાગરિક માહિતી મેળવી શકે છે.
  • આ કાયદો સંપૂર્ણ ભારત માટે વિસ્તૃત છે સિવાય જમ્મુ અને કાશ્મીર રાજ્ય માટે
  • OCI's (ભારતના વિદેશી નાગરિકો) અને PIO's (ભારતીય મૂળના વ્યક્તિઓ) કાર્ડધારકો પણ આ કાયદા હેઠળ માહિતી મેળવી શકે છે.
   • નાગરિકો માટે, OCI's અને PIO's જેઓ ભારતની બહાર વસેલા છે,આરટીઆ અરજીને સ્થાનિક ભારતીય રાજદૂત/કાઉન્સલ પદકર્તા/ઉચ્ચ આયોગના PIO સાથે દાખલ કરી શકાય છે જેઓ અરજદારને સ્થાનિક ચલણમાં અરજીની ફી તેમજ ચૂકવણીની રીત વિશે જાણ કરશે..

  પ્રશ્ન: આરટીઆઈ અરજીની સોંપણી કેવી રીતે કરવી?
  જવાબ: તમારી આરટીઆઈ અરજી જાહેર સૂચના ઓફીસરને મળી ગઈ છે તે ચોક્કસ કરવા અને તમારી જાતને સોંપણી કર્યાનો પુરાવા સાથે સમર્થ કરવા માટે,આરટીઆઈ અરજી સોંપવા માટેની નિમ્નલિખિત પરિક્ષિત પદ્ધતિઓ છે::

 • વ્યક્તિગત રૂપે,હાથેથી: કૃપા કરીને તે નિશ્ચિત કરો કે તમને જાહેર સૂચના ઓફીસર દ્વારા કે આંતરિક વિભાગ દ્વારા અરજીની નકલ અને ચૂકવણીનો પુરાવો યોગ્યરૂપે સ્ટેમ્પ કરીને,સહી કરીને અને તારીખ લગાવીને મળી ગયો છે.
 • રજીસ્ટર્ડ પોસ્ટ સ્વીકૃતિ શુલ્ક (AD): એડી કાર્ડ જ્યારે પોસ્ટલ વિભાગ તમને તે પાછું આપે પછી સોંપણીના પુરાવા તરીકે કામ કરે છે.કોઈ કારણસર એડી કાર્ડ યોગ્ય સ્ટેમ્પ,સહી અને રસીદની તારીખ સાથે ન આવે તો,એડી કાર્ડ પૂર્ણ કરવા માટે રવાનગી પોસ્ટ ઓફીસ સાથે આગળની કાર્યવાહી કરો.
  • માહિતી મેળવવા માટેની સમય-મર્યાદા શું છે?
  • ફી કેટલી છે?
  • અસ્વીકાર માટેનું કારણ શું હોઈ શકે

  રાજ્ય પ્રમાણે ફી માળખું અને અરજીની પ્રક્રિયા

  આંદામાન અને નિકોબાર (UT)

  તમે સફળતાપૂર્વક તમારી આરટીઆઈ અરજીનું પ્રારૂપ કર્યુ છે.તમે નિમ્નલિખિત પ્રકારોમાંથી કોઈપણ મારફતે તમારી અરજી અને ફી જમા કરાવી શકો છો:

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 25નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક આપવાનો દેય રાખો અને તમારી અરજી સંબંધિત PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIO ની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  આંધ્રપ્રદેશ
  ગામ્રીણ સ્તર પરના જાહેર અધિકારીઓ માટેની અરજીઓ માટે કોઈ ફી નથી.
  મંડળ સ્તર પરના જાહેર અધિકારીઓને Rs 5/- પ્રતિ અરજી
  અન્ય તમામ જાહેર અધિકારીઓને Rs 10/- પ્રતિ અરજી
  તમે તમારી ફી નિમ્નલિખિત પદ્ધતિમાં જમા કરાવી શકો છો:

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને અથવા બીજા કોઈપણ યોગ્યપણે અધિકૃત ઓફીસરને ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક આપવાનો દેય રાખો અને તમારી અરજી સંબંધિત PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  અરૂણાચલ પ્રદેશ
  ટેન્ડર દસ્તાવેજો/બિડો/કોટેશનો/વ્યાપારી કરારો સંબંધિત માહિતી માટે Rs. 500 પ્રતિ અરજી ફી.
  અન્ય તમામ પ્રકારની માહિતી માટે Rs. 50 પ્રતિ અરજી.
  તમે તમારી ફી નિમ્નલિખિત પદ્ધતિમાં જમા કરાવી શકો છો:
  પોસ્ટ દ્વારા: કૃપા કરીને હેડ ઓફ અકાઉંટ”0070 અન્ય વહીવટી દરો”ના ટ્રેઝરી ચલન મારફતે જમા કરાવો. આ માટે, તમે એસબીઆઈની કોઈપણ શાખામાં જઈ શકો છો અને તે અકાઉંટમાં કેશ જમા કરાવી શકો છો અને તમારી આરટીઆઈ અરજી સાથે જમાની રસીદ સંલગ્ન કરી શકો છો.

  આસામ

  તમે તમારી ફી નિમ્નલિખિત પ્રકારે જમા કરાવી શકો છો:

  1. પોસ્ટ દ્વારા:કૃપા કરીને જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસર અથવા અન્ય કોઈપણ યોગ્યપણે અધિકૃત ઓફીસરના અનુક્રમમાં અને હેડ ઓફ અકાઉંટ”0070 અન્ય વહીવટી દરો”ના ટ્રેઝરી ચલન મારફતે Rs 25નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક બનાવો અને તમારી અરજી PIOને મોકલો.આ માટે,તમે એસબીઆઈની કોઈપણ શાખામાં જઈને તે અકાઉંટમાં કેશ જમા કરાવી શકો છો અને તમારી આરટીઆઈ અરજી સાથે જમાની રસીદ સંલગ્ન કરી શકો છો.અથવા તમે તમારી આરટીઆઈ અરજીની સાથે તે અકાઉંટના અનુક્રમમાં ઉપાડેલો ડીડી કે પોસ્ટલ ઓર્ડર પણ મોકલી શકો છો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  બિહાર

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરના અનુક્રમમાં Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક બનાવો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો

  જો કે રાજ્યે હજી નિયમોની રચના કરી નથી તેથી અરજદાર કેન્દ્રીય નિયમો મુજબ અરજી જમા કરાવવાનો પ્રયાસ કરી શકે છે.

  કેન્દ્રીય સરકાર

  તમે તમારી ફી નિમ્નલિખિત પ્રકારે જમા કરાવી શકો છો:

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરના અથવા અન્ય કોઈપણ યોગ્યપણે અધિકૃત ઓફીસરના અનુક્રમમાં Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક બનાવો અને તમારી અરજી PIOને મોકલો.પોસ્ટ ઓફીસો મારફતે : તમે તમારી અરજી દેશભરના 629 નિર્દિષ્ટ પોસ્ટલ ઓફીસોમાંથી કોઈ એકમાં પણ જમા કરાવી શકો છો.કેન્દ્રીય સરકાર મંત્રાલયો/વિભાગો માટેની અરજીઓને જ માત્ર આ પોસ્ટ ઓફીસો પર સ્વીકારવામાં આવશે.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  ચંદીગઢ

  1. પોસ્ટ દ્વારા:કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  છત્તીસગઢ

  ફી: ગરીબીની રેખાની નીચેના વ્યક્તિઓ દ્વારા માહિતીની માંગણી માટે:

  1. જો માંગવામાં આવેલી માહિતી તે/તેણીના જીવનને સંબંધિત હોય તો માહિતીને તેઓએ જે સ્વરૂપે માંગી હશે તે સ્વરૂપમાં પૂરી પાડવામાં આવશે
  2. જો માંગવામાં આવેલી માહિતી પોતાના સંબંધિત ન હોય પણ જો માહિતીને 50 ફોટોકોપી કરેલા પાનાઓમાં(એ4 કદના) આપી શકાતી હોય અથવા માહિતીના ઉત્પાદનનો ખર્ચ Rs. 100( કેવળ એકસો રૂપિયા) ની અંદર હોય તો માંગવામાં આવેલી માહિતી તેને જે સ્વરૂપે માંગવામાં આવી હશે તે રીતે પૂરી પાડવામાં આવશે.
  3. જો માંગવામાં આવેલી માહિતીમાં 50થી વધારે ફોટોકોપી કરેલા પાનાઓનો સમાવેશ થતો હોય અથવા માહિતીના ઉત્પાદનનો ખર્ચ Rs. 100 (કેવળ એકસો રૂપિયા) થી વધારે થતો હોય તો ધ્વન્યાલેખન કારણો દ્વારા કાયદાના સેક્શન 7(9) હેઠળ અરજદારને રેકોર્ડો/ફાઈલો ઓફીસમાં તપાસવાની વિનંતી કરવામાં આવશે.
  સવાલ-જવાબના રૂપમાં માંગવામાં આવેલી માહિતી માટે (બિન-BPL વ્યક્તિ માટે); જો માહિતી અરજદારના વ્યક્તિગત જીવન સાથે સંબંધિત હોય તો માહિતીને જે સ્વરૂપે માંગવામાં આવી હશે તે સ્વરૂપે પૂરી પાડવામાં આવશે.પરંતુ આવા પ્રકારની માહિતીનો ઉત્પાદન ખર્ચ Rs.100 (કેવળ એકસો રૂપિયા) પ્રતિ પાનું રહશે.
  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને તમારી ફીને “0070 –ઉપ હેડ અકાઉંટ- 800- અન્ય વહીવટી દરો”હેડ ઓફ અકાઉંટના ટ્રેઝરી ચલન મારફતે મોકલો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા:તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  દાદર નગર હવેલી (UT)

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરના અનુક્રમમાં Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો

  દમન અને દીવ (UT)

  પોસ્ટ દ્વારા: કૃપા કરીને Rs 25 ની તમારી ફીને ટ્રેઝરી(એટલે કે,સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,દમણ અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રા,દિવ) પર ચૂકવવા યોગ્ય ફોર્મ- IIમાંના ચલન મારફતે જમા કરાવો.

  દિલ્હી (UT)

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરના અનુક્રમમાં Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  ગોવા

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  ગુજરાત

  1. પોસ્ટ દ્વારા: :કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 20નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પે ઓર્ડર આપવાનો દેય રાખો અથવા બિનન્યાયિક સ્ટેમ્પો જોડો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો

  હરિયાણા

  1. પોસ્ટ દ્વારા: : Rs. 50ની અરજી ફી ટ્રેઝરી ચલન મારફતે SPIO/SAPIO સાથે જમા કરાવવાની રહશે. આ માટે,તમે એસબીઆઈની કોઈપણ શાખામાં જઈને તે એકાઉંટમાં કેશ જમા કરાવી શકો છો અને તમારી આરટીઆઈ અરજી સાથે જમાની રસીદ સંલગ્ન કરી શકો છો.
  2. સ્વયં દ્વારા: તમે SPIO/SAPIO ની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  હિમાચલ પ્રદેશ

  પોસ્ટ દ્વારા: : Rs. 10 ની ફી/ દરો હેડ ઓફ અકાઉંટ “0070 – OAS, 60 – OS, 800 –OR, 11 – સૂચના અધિકાર કાયદો,2005 હેઠળની રસીદ” હેઠળ સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવાના રહશે. આ માટે,તમે એસબીઆઈની કોઈપણ શાખામાં જઈને તે એકાઉંટમાં કેશ જમા કરાવી શકો છો અને તમારી આરટીઆઈ અરજી સાથે જમાની રસીદ સંલગ્ન કરી શકો છો.

  ઝારખંડ

  1. પોસ્ટ દ્વારા: : કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો

  કર્ણાટક

  1. પોસ્ટ દ્વારા: Rs. 10ની ફી ભારતીય પોસ્ટલ ઓર્ડરના રૂપમાં કે ડી.ડી કે બેંકરના ચેક કે રાજ્ય PIOના અનુક્રમમાં ઉપાડેલા પે ઓર્ડર રૂપમાં કે કર્ણાટક નાણાકીય કોડ (KFC) મુબની ટ્રેઝરીને તે રવાના કરવા દ્વારા ઉધરાવવામાં આવશે.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  કેરળ

  1. પોસ્ટ દ્વારા: Rs. 10ની ફી રાજ્ય PIO કે SAPIOને D.D./બેંકરનો ચેક/પે ઓર્ડર મારફતે અથવા કોર્ટનો ફી સ્ટેમ્પ જોડવા દ્વારા અથવા હેડ ઓફ અકાઉંટ “0070 અન્ય વહીવટી સેવાઓ-60 અન્ય સેવાઓ-800 અન્ય રસીદો-42 અન્ય વસ્તુઓ” હેઠળ સરકારી ટ્રેઝરીમાં રકમ રવાના કરવા દ્વારા ચૂકવવા યોગ્ય રહશે. આ માટે,તમે એસબીઆઈની કોઈપણ શાખામાં જઈને તે એકાઉંટમાં કેશ જમા કરાવી શકો છો અને તમારી આરટીઆઈ અરજી સાથે જમાની રસીદ સંલગ્ન કરી શકો છો.
  2. સ્વયં દ્વારા: સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  લક્ષદ્વીપ (UT)

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરના અનુક્રમમાં Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા:તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  મહારાષ્ટ્ર

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને જાહેર અધિકારીને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક ચૂકવવા યોગ્ય રાખો અથવા મની ઓર્ડર મોકલો અથવા Rs.10ની કોર્ટ ફી સ્ટેમ્પ જોડો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  મણિપુર

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો

  મેઘાલય

  મિઝોરમ

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો

  નાગાલેંડ

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસર/હેડ ઓફ ડિપાર્ટમેન્ટ/હેડ ઓફ ઓફીસને અથવા સરકારી વિભાગ/ઓફીસને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા:તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  ઓરીસ્સા

  1. પોસ્ટ દ્વારા: યોગ્ય હેડ ઓફ અકાઉંટ હેઠળના પરિશિષ્ટમાંના ટ્રેઝરી ચલનમાં Rs 20ની અરજી ફી ઉપયુક્ત કરો.આ માટે,તમે એસબીઆઈની કોઈપણ શાખામાં જઈને તે અકાઉંટમાં કેશ જમા કરાવી શકો છો અને તમારી આરટીઆઈ અરજી સાથે જમાની રસીદ સંલગ્ન કરી શકો છો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો

  પોંડુચેરી (UT)

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરના અનુક્રમમાં Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  પંજાબ

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને Rs. 50નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ચેક અથવા ટ્રેઝરી ચલન બનાવો. ટ્રેઝરી ચલન માટે,તમે એસબીઆઈની કોઈપણ શાખામાં જઈને તે અકાઉંટમાં કેશ જમા કરાવી શકો છો અને તમારી આરટીઆઈ અરજી સાથે જમાની રસીદ સંલગ્ન કરી શકો છો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  રાજસ્થાન

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને જાહેર અધિકારીને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  સિક્કીમ

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરના અનુક્રમમાં Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  તામિલનાડુ

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને Rs 50નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક જાહેર અધિકારી દ્વારા નિર્દિષ્ટ થયેલા હેડ ઓફ અકાઉંટને ચૂકવવા યોગ્ય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  ત્રિપુરા

  સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં Rs. 20 ફી તરીકે કેશમાં ચૂકવો.

  ઉત્તરાખંડ

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  ઉત્તરપ્રદેશ

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરને Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  પશ્ચિમ બંગાળ

  1. પોસ્ટ દ્વારા: કૃપા કરીને સંબંધિત જાહેર અધિકારીના અકાઉંટ ઓફીસરના અનુક્રમમાં Rs 10નો ડિમાન્ડ ડ્રાફ્ટ/ બેંકરનો ચેક/પોસ્ટલ ઓર્ડર આપવાનો દેય રાખો અને તમારી અરજી PIOને મોકલો.
  2. સ્વયં દ્વારા: તમે PIOની ઓફીસ પર જઈ શકો છો (અથવા કોઈ અન્યને મોકલો) અને તમારા સ્વયં દ્વારા અરજી જમા કરો અને તેમની ઓફીસમાં ફી કેશમાં ચૂકવો.

  Note: આરટીઆઈ કાયદા સંબંધિત જો તમારી પાસે કોઈપણ સફળતા વાર્તાઓ/સમસ્યાઓ હોય તો,કૃપા કરીને અમને ઈ-મેઈલ કે ચર્ચા ફોરમ દ્વારા મોકલો.  © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
  English to Hindi Transliterate