অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યુઆઈડીએઆઈ વિશે

યુઆઈડીએઆઈ વિષે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) એ એક વૈધાનિક સત્તા છે જેની સ્થાપના આધાર (નાણાકીય તથા અન્ય સબસિડી, લાભો અને સેવાની લક્ષ્યાંકિત ડિલિવરી ) ધારા, 2016(“આધાર ધારા2016”) હેઠળ 12 જુલાઈ 2016ના રોજ ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઈઆઈટીવાય) હેઠળ કરાઈ છે.
એક વૈધાનિક સત્તા તરીકે સ્થાપના કરાઈ તે પૂર્વે, યુઆઈડીએઆઈ 28 મી જાન્યુઆરી, 2009 ના રોજ તત્કાલીન આયોજન પંચ (હાલ નીતિ આયોગ) દ્વારા તેના ગેઝેટ જાહેરનામાં નં. – એ--43011/02/2009-એડમિન.I) અંતર્ગત તેની એક સંલગ્ન કચેરી તરીકે કાર્યરત હતું. ત્યારબાદ 12 સપ્ટેમ્બર, 2015ના રોજ સરકારે યુઆડીએઆઈને તત્કાલીન સંદેશાવ્યવહાર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઈઆઈટીવાય) સાથે સાંકળી લેવા તેને ફાળવાયેલા બિઝનેસ રૂલ્સમાં સુધારો કર્યો હતો.
યુઆઈડીએઆઈની રચના તમામ ભારતીય નાગરિકોને "આધાર" નામના યુનિક આઈડેન્ટિફિકેશન નંબર્સ (યુઆઈડી) જારી કરવાના હેતુસર કરાઈ હતી જે (અ) બેવડી અને બનાવટી ઓળખને નાબૂદ કરવા પૂરતા સચોટ હોય અને (બ) જેની એક સરળ, ઓછી ખર્ચાળ પદ્ધતિ હેઠળ ખરાઈ અને પ્રમાણભૂતતા કરી શકાય. પ્રથમ યુઆઈડી નંબર મહારાષ્ટ્રના નંદુરબારના નિવાસીને 29 સપ્ટેમ્બર, 2010ના રોજ જારી કરાયો હતો. ઓથોરિટીએ અત્યારસુધીમાં ભારતના નિવાસીઓને 111 કરોડથી વધુ યુઆઈડી નંબર્સ જારી કરી દીધા છે.
આધાર ધારા 2016 હેઠળ યુઆઈડીએઆઈ આધાર નોંધણી અને પ્રમાણભૂતતા માટે જવાબદાર રહે છે જેમાં આધાર જીવન ચક્રના તમામ તબક્કાની કામગીરી અને સંચાલન, નીતિ, વ્યક્તિઓને આધાર ક્રમાંક જારી કરવાની પ્રક્રિયા અને પ્રણાલિના વિકાસ પ્રમાણભૂતતા પાર પાડવાનો સમાવેશ થતો હતો અને તે ઉપરાંત તેના માટે એ સુનિશ્ચિત કરવું પણ જરૂરી બનાવાયું હતું કે વ્યક્તિઓની ઓળખની માહિતી અને પ્રમાણભૂતતાનો રેકર્ડ જળવાય.

ઈકોસિસ્ટમમાં નોંધણી અને અપડેટ

ઈકોસિસ્ટમમાં નોંધણીમાં રજિસ્ટ્રાર અને નોંધણી એજન્સીઓનો સમાવેશ થાય છે. રજિસ્ટ્રાર એ વ્યક્તિઓની નોંધણીના હેતુસર યુઆઈડીએઆઈ દ્વારા માન્યતા અથવા અધિકૃતતા અપાયેલ એકમ છે. રજિસ્ટ્રાર દ્વારા નોંધણી એજન્સીઓની નિમણૂંક કરાય છે અને પ્રમાણિત ઓપરેટર્સ/સુપરવાઈઝર્સને કામગીરીમાં જોડીને નોંધણી પ્રક્રિયા દરમિયાન વ્યક્તિઓની જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવા માટે તેઓ જવાબદાર હોય છે.

રજિસ્ટ્રાર્સ સાથે સંકલન સાધીને નોંધણી એજન્સીઓ દ્વારા નોંધણી કેન્દ્રો સ્થપાય છે, જ્યાં રહીશો આધાર માટે નોંધણી કરાવી શકે છે. એસટીક્યૂસી અને યુઆઈડીએઆઈ દ્વારા પ્રમાણિત બહુધા ફિંગરપ્રિન્ટ સ્કેનર્સ, આઈરિસ સ્કેનર્સ, અને કેમેરાનો નોંધણી માટે ઉપયોગ કરાય છે, અને તમામ સાધનો યુઆઈડીએઆઈ દ્વારા ડિઝાઈન કરાયેલા સ્ટાન્ડર્ડ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (એપીઆઈ) સાથે જોડાયેલા હોય છે. બહુધા નોંધણી એજન્સીઓ, અને બહુધા ટેકનોલોજી પ્રોવાઈડર્સની નિમણૂંકથી આંતરિકતંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ રચાયું છે.

પ્રમાણભૂતતા ઈકોસિસ્ટમ

યુઆઈડીએઆઈ દ્વારા નિવાસીઓની તાત્કાલિક પ્રમાણભૂતતાના હેતુસર એક વ્યાપક ઈકોસિસ્ટમ સ્થાપિત કરી છે. આધાર પ્રમાણભૂતતા ઈકોસિસ્ટમ રોજિંદા ધોરણે હજારો લાખો પ્રમાણભૂતતાનું સંચાલન કરવા સક્ષમ છે, અને જરૂરિયાત અનુસાર તેનો વ્યાપ હજી વિસ્તારી શકાય તેમ છે. યુઆઈડીએઆઈ દ્વારા સંખ્યાબંધ પ્રમાણભૂતતા સેવા એજન્સીઓની (એએસએ) સ્થાપના કરાઈ છે, જે તેના બદલામાં વિવિધ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓની પ્રમાણભૂતતા ઉપયોગકર્તા એજન્સી (એયુએ) તરીકે નિમણૂંક કરે છે. એસટીક્યૂસીની ભાગીદારીમાં યુઆઈડીએઆઈએ બાયોમેટ્રિક ઉપકરણો માટે ટેકનિકલ માપદંડો પણ સ્થાપિત કર્યા છે, અને તેમાંના સંખ્યાબંધને પ્રમાણિત કર્યા છે.

પ્રમાણભૂતતા સેવાને ઓનલાઈન અને રિયલ-ટાઈમ ધોરણે પૂરી પડાતી હોવાથી, યુઆઈડીએઆઈએ બે ડેટા સેન્ટર્સ પણ સ્થાપિત કર્યા છે જ્યાં એક્ટિવ-એક્ટિવ મોડમાં પ્રમાણભૂતતા અને અન્ય કેવાયસી જેવી ઓનલાઈન સેવાઓ તૈનાત કરાઈ છે જેથી ઊંચીઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય. બેંક તથા ચુકવણી નેટવર્ક ઓપરેટર્સે રિયલ-ટાઈમ, વ્યાપક અને આંતરસંચાલકીય ઢબે દેશભરમાં ગમેત્યાં શાખા-વિહોણા બેન્કિંગની સુવિધા પૂરી પાડવા માઈક્રો-એટીએમમાં આધાર પ્રમાણભૂતતાને પણ સ્થાપિત કરી છે.

વિઝન અને મિશન

વિઝન

અતુલ્ય ઓળખ અને કોઈપણ સ્થળે, કોઈ પણ સમયે પ્રમાણભૂતતાના ડિજિટલ મંચસાથે ભારતના નિવાસીઓને સશક્ત કરવા.

મિશન

  • સુ-નિર્ધારિત સમય મર્યાદામાં નિવાસીઓને યુનિવર્સલી આધાર નંબરની ડિલિવરી કરવી અને ગુણવત્તાના ચુસ્ત માપદંડોનું અનુસરણ.
  • માળખુંસ્થાપવા માટે ભાગીદારો સાથે જોડાણ જેથી નાગરિકોને તેમની ડિજિટલ ઓળખને અપડેટ અને પ્રમાણભૂતતા કરવામાં સુવિધા મળી રહે
  • નાગરિકોને અસરકારક, કાર્યક્ષમ અને સમાન રીતે આધારની સેવા પુરી પાડી શકાય તે માટે ભાગીદારો અને સેવા પ્રદાતાઓ સાથે જોડાણ
  • આધાર લિંક્ડ એપ્લિકેશન્સ વિકસાવવા માટે જાહેર અને ખાનગી એજન્સીઓ માટે મંચપૂરો પાડવો અને નવિનીકરણ માટેનું પ્રોત્સાહન
  • ટેકનોલોજી માળખાની પ્રાપ્યતા, માપનીયતા અને સ્થિતિસ્થાપકતાની ખાતરી
  • યુઆઈડીએઆઈની દ્રષ્ટી અને મૂલ્યોને આગળ વધારવા માટે લાંબા ગાળાની સાતત્યપૂર્ણ સંસ્થાનું નિર્માણ
  • યુઆઈડીએઆઈ સંસ્થાને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ વૈશ્વિક નિપુણતા ધરાવતી કંપનીઓના સહયોગ માટે આકર્ષકબનાવવી અને મૂલ્યવાન સુક્ષ્મદ્રષ્ટિ પુરી પાડવી.

મુખ્ય મૂલ્યો

  • અખંડિતતા અમારા માટે મૂલ્યવાન છે
  • અમે સમ્મિલિતરાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ
  • અમે સહયોગાત્મક અભિગમ અને મૂલ્યોમાં વિશ્વાસ ધરાવીએ છીએ
  • અમે નાગરિકો અને સેવા પ્રદાતાઓને શ્રેષ્ઠ સેવા પુરી પાડવાનો પ્રયત્ન કરીશું
  • અમે સતત શીખવા અને ગુણવત્તા સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીશું
  • અમારું ચાલકબળ નવિનીકરણ છે અને અમારા ભાગીદારોને નવિનીકરણનોમંચ પૂરો પાડીએ છીએ
  • અમે પારદર્શી અને મુક્ત સંસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ

સ્ત્રોત :યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/24/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate