অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સર્વિસ એજન્સી

પ્રસ્તાવના

એ.એસ.એ. એક કે તેથી વધારે એ.યુ.એ. વતી સી.આઇ.ડી.આર.નેપ્રમાણિકરણનીવિનંતીઓ મોકલે છે. તે એનેબલિંગ ઇન્‍ટરમીડિયરીની ભૂમિકા ભજવે છે. તેમની પાસે સી.આઇ.ડી.આર. સાથે સ્‍થાપિત નિશ્ચિત જોડાણ છે. તે એ.યુ.એ.ની. પ્રમાણિકરણવિનંતીઓસી.આઇ.ડી.આર.નેપહોચાડેછે. એ.એસ.એ. સી.આઇ.ડી.આર.નો જવાબ મેળવે છે અને પછી તેને એ.યુ.એ.ને મોકલે છે.

એ.એસ.એ.નો યોગ્યયતા માપદંડ

એજન્‍સી

  • કેન્‍દ્ર સરકાર/ રાજ્ય સરકારના મંત્રાલય વિભાગ અથવા કેન્‍દ્ર/રાજ્ય સરકારની માલિકીનાં અને તેના દ્વારા સંચાલિત ઉપક્રમ, અથવા
  • કેન્‍દ્ર/રાજ્યના અધિનિયમ નીચે રચાયેલ સત્તાતંત્ર, અથવા
  • નફાના હેતુ માટે રચાયેલ ન હોય તેવી કંપની/રાષ્‍ટ્રીય મહત્ત્વના આધારે ખાસ હેતુ માટે રચાયેલ સંસ્‍થા, અથવા
  • ભારતીય કંપની અધિનિયમ, ૧૯પ૬ નીચે ભારતમાં નોંધાયેલી અને નીચેની જરૂરિયાતો પૂરી પાડતી હોવી જોઇએ:
  • નાણાકીય શક્તિ – છેલ્‍લાં ત્રણ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. ૧૦૦ કરોડનું માસિક ટર્નઓવર

ટેકનિકલ શક્તિ

  • પાન ઇંડિયા ફાઇબર ઓપ્‍ટીક નેટવર્કનું કામ કરતા ટેલિકોમ સેવા પૂરી પાડનાર (ટી.એસ.પી.) અને બધાં રાજ્યોમાં હાજરીના ઓછામાં ઓછા પોઇન્‍ટ ૧૦૦ એમ.પી.એલ.એસ. હોવા જોઇએ; અથવા
  • માહિતી, અવાજના પ્રસારણ માટે નેટવર્ક જોડાણ પૂરાં પાડવાની શક્તિ ધરાવતા નેટવર્ક સેવા પૂરી પાડનાર હોવા જોઇએ અને ૧૦૦ એમ.પી.એલ.એસ. પી.ઓ.પ. ધરાવતા ટી.એસ.પી. સાથે કરાર કરેલો હોવો જોઇએ, અથવા
  • સીસ્ટમ ઇન્ટિગ્રેટડ ઉપર દર્શાવ્યા મુજબ TSP/NSP સાથે જરૂરી ગોઠવણ/વ્યવસ્થા ધરાવતું હોવું જોઇએ.
  • એજન્‍સીને કેન્‍દ્ર/રાજ્ય કે કેન્‍દ્ર સરકાર/ રાજ્ય સરકારના જાહેર સેકટરના ઉપક્રમો દ્વારા છેલ્‍લાં પાંચ વર્ષમાં કાળી યાદીમાં મુકાયેલ ના હોવી જોઇએ
  • યુ.આઇ.ડી.એ.આઇ.ની વિશિષ્‍ટ વિગતો અનુસાર એજન્‍સીએ બાંયધરી આપવાની રહેશે કે ડિઝાઇન અને રૂપરેખાની ક્ષમતા તેની પાસે છે તથા એ.એસ.એ. માટે જરૂરી માળખાકીય પધ્ધતિની જાણવણી તથા જરૂરી કૌશલ્ય સાથેના માનવ સંશાધન તેની પાસે છે તે અંગે પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • એ.એસ.એ. રોકવા અંગે યુ.આઇ.ડી.એ.આઇ.નો નિર્ણય આખરી ગણાશે.

પ્રમાણ સેવા એજન્સી(એ.એસ.એ.) ના ઉદાહરણ

  • એજન્સી જેવી કે ભારત સરકારનું રાષ્ટ્રીય ચૂકવણી નિગમ જે હાલમાં દેશમાં છુટક ચૂકવણી પધ્ધતિને કાર્યરત કરવાની એક છત્રીય સંસ્થા છે
  • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જુદાં જુદાં મંત્રાલયો/વિભાગોને જોડાણના ઉકેલ પૂરા પાડે છે
  • વિવિધ સંગઠનોને સંબંધિત ટેલિકોમ વાહક, ડિપોઝીટરી બોડી વગેરે જેવી સેવાઓ પુરે પાડે છે

પ્રમાણિકરણ સેવા એજન્સી(એ.એસ.એ.) તૈયારીના તબક્કે

  • ઓનલાઇન અરજી ફોર્મ ભરવા

એ.એસ.એ.બનવામાં રસ ધરાવતી કોઇ પણ એજન્‍સીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. એ.એસ.એ સાથે જોડાવા માટે યુ.આઇ.ડી.એ.આઇ. પાસે કામના પ્રવાહ પર આધારિત ઓનલાઇન અરજી ફોર્મ છે.

  • યુ.આઇ.ડી.એ.આઇ.ને સહી કરેલો કરાર અને સહાયક દસ્‍તાવેજો મોકલવા

એ.એસ.એ. એ સહી કરેલા કરારની હાર્ડ કોપી અને જરૂરી સહાયક દસ્‍તાવેજો યુ.આઇ.ડી.એ.આઇ.ને મોકલવા. યુ.આઇ.ડી.એ.આઇ. જરૂરી દસ્‍તાવેજો મળતાં ઓન લાઇન અરજી મંજૂર કરશે.

  • સી.આઇ.ડી.આર. સાથે પટે આપેલી લાઇનનું જોડાણ સ્‍થાપિત કરો

એ.એસ.એ ને માંથી તેના માહિતીકેન્દ્ર પર સુરક્ષિત લીઝ્ડ લાઇન જોડાણની જરૂરિયાત છે. એ.એસ.એ તેની વ્યાપારિક જરૂરિયાતના આધારે બેન્ડવીડ઼્થ, ઘટાડો વગેરેનું આયોજન કરી શકે છે.ના.

  • પ્રક્રિયા અને પ્રૌદ્યોગિકીનું પાલન નિશ્ચિત કરો

એ.એસ.એ. ને યુ.આઇ.ડી.એ.આઇ.નાં ધોરણ અને વિશિષ્‍ટ વિગતોનું પાલન કરીને જરૂરી પદ્ધતિઓ, પ્રક્રિયા, આધારમાળખું વગેરે સ્‍થાપવાની જરૂર છે. જુદી જુદી જરૂરિયાતોના પાલનને નિર્ધારિત કરી ઓન લાઇન અરજી ફોર્મ મારફત યુ.આઇ.ડી.આઇ.ને સમર્થન કરવાની જરૂર છે.

  • યુ.આઇ.ડી.એ.આઇ.ની મંજૂરી મેળવો

યુ.આઇ.ડી.એ.આઇ. જ્યારે જુદી જુદી જરૂરિયાતોનું પાલન થાય ત્‍યારે એ.એસ.એ.ના અરજી ફોર્મને મંજૂર કરશે. એ.એસ.એ. આ પ્રક્રિયા દરમિયાન યુ.આઇ.ડી.એ.આઇ. સાથે સંકળાઇને જરૂરી સ્‍પષ્‍ટતાઓ પૂરી પાડવી.

  • અંતિત પરીક્ષણ કરો

યુ.આઇ.ડી.એ.આઇ. ની મંજુરી એ.એસ.એ. તેના સાથેના જોડાણનાં અંતિત પરિક્ષણો કરવાની પરવાનગી આપે છે. એ.એસ.એ. સાથે રહીન એ ના જોડાણોનાં અંતિત પરિક્ષણો કરવા તેવી ભલામણ છે. ASA સારી બેન્ડવિય નક્કી કરવા (બોજ) પરિક્ષણ હાથ ધરશે.

  • શરૂ કરવું

યુ.આઇ.ડી.એ.આઇ.નાં ધોરણો અને વિશિષ્‍ટ વિગતોને નિશ્ચિત રૂપમાં સમર્થન આપ્યાં પછી જ ASA વાસ્તવિક રીતે અમલ બની શકે. યુ.આઇ.ડી.એ.આઇ.ઓનલાઇન કાર્ય પ્રવાહ આધારિત એપ્લીકેશન થકી તેનું સંચાલન કરવાનું આયોજન કરે છે. વધારામાં, ASA અધિકૃત પેકેટનું પરિવહન AUA સાથે સંકળાયા પછી જ કરી શકે છે.

  • એ.યુ.એ સાથે કામે લાગવું

એ.એસ.એ. સમર્થન માટે એ.યુ.એ સાથે ઔપચારિક કરાર કરે યુ.આઇ.ડી.એ.આઇ.એની સૂચિત માર્ગદર્શક સૂચનાઓનો સમાવેશ એ.એસ.એ. અને એ.યુ.એ.ના કરારમાં થાય છે. તેમ છતાં, એ.એસ.એ. અને એ.યુ.એ. વચ્‍ચેના કરાર(જો કોઇ વાણિજ્યિક શરત હોય તો)કરારની સ્વતંત્રતા માત્ર સહી કરનાર ભાગીદારોની જ છે. યુ.આઇ.ડી.એ.આઇ. ની તે બાબતે કોઇ જવાબદારી નથી. તેવી જ રીતે જો ASA કોઇ મુલ્યવર્ધિત સેવા AUA ને પૂરી પાડે તો તેમાં UIDAI કોઇ પણ રીતે પક્ષકાર રહેશે નહી.

એ.એસ.એ. ની મહત્વની જવાબદારીઓ

  • યુ.આઇ.ડી.એ.આઇ.નાં ધોરણ અને વિશિષ્‍ટ વિગતો અંગે પ્રમાણિકરણને લગતી કામગીરીઓ (પ્રક્રિયા, પ્રૌદ્યોગિકી, સલામતી વગેરે)નું પાલન નિશ્ચિત કરો.
  • તમામ પ્રમાણિકરણલેવડદેવડની વિગતો લોગ કરો અને જાળવો.
  • યુ.આઇ.ડી.એ.આઇ.ની વિશિષ્‍ટ વિગતો અનુસાર ઓડિટ કરેલાં આધાર પ્રમાણિકરણ સંબંધી તેની કામગીરીઓ અને પદ્ધતિઓ રાખો.
  • પ્રમાણિકરણ ઇનપુટ પર મૂળભૂત ચકાસણી કરો અને તેને સી.આઇ.ડી.આર.ને મોકલો.
  • સી.આઇ.ડી.આર. તરફથી મળેલ પ્રમાણિકરણ લેવડ-દેવડનું પરિણામ જેણે વિનંતી મૂકી છે તે એ.યુ.એ.ને મોકલો.
  • જેને તે સેવા આપે છે તે એ.યુ.એ.ને રોકવા અને છૂટા કરવા અંગે યુ.આઇ.ડી.એ.આઇ.ને જણાવો.
  • આધાર માહિતી પ્રમાણિકરણસેવાઓના કોઇ દુરુપયોગ અથવા આધારને લગતી કોઇ માહિતી અથવા પદ્ધતિના સમાધાન અંગે યુ.આઇ.ડી.એ.આઇ.ને જાણ કરો

ફરજિયાત સલામતીની જરૂરિયાતો

  • એ.એસ.એ. લીઝ લાઇન દ્વારા CIDR સાથે સંકળાઇ શકશે.
  • મેટા ડેટા અને પ્રતિસાદ આન્વેષણના હેતુસર લોગ કરવા.
  • એનક્રિપ્‍ટેડ પી.આઇ.ડી. બ્લોક અને લાઇસન્‍સની ચાવીઓ કે જે પેકેટ અધિકૃતતાના ભાગ રૂપે છે,તેને સીસ્ટમમાં કયારેય સાચવવા નહીં.
  • એ.યુ.એ. અને એ.એસ.એ. વચ્‍ચેનું નેટવર્ક સુરક્ષિત રહેવું જોઇએ.

સ્ત્રોત : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate