অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાજીવ ગાંધીની વકીલોની તાલીમ યોજના

રાજીવ ગાંધીની વકીલોની તાલીમ યોજના

રાજીવ ગાંધીની વકીલોની તાલીમ માટેની યોજનામાં અરજી કરવી

રાજીવ ગાંધી અધિવક્ત્તા પ્રશિક્ષણ યોજના

ડો. એમ. વીરપ્પા મોઈલી, કાયદો અને ન્યાય માટેના કેન્દ્રીય મંત્રી દ્વારા રાજીવ ગાંધી અધિવક્તા પ્રશિક્ષણ યોજના (રાજીવ ગાંધીની વકીલોની તાલીમ માટેની યોજના) ૨૦મી ઓગષ્ટ, ૨૦૧૦ ના રોજ નવી દિલ્હી ખાતે બહાર પાડવામાં આવી. યોજનાનો મુખ્ય હેતુ એ છે કે યુવા વકીલો કે જેઓ મેજિસ્ટ્રેટ અને મુનસિફ ન્યાયાલયમાં કામ કરે છે તેને બે મહિના ના સમય માટે યોગ્ય વ્યવસાયિક તાલીમ પૂરી પાડીને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવું જેથી કરીને તેઓ પાયાની કક્ષા પર કાયદાકીય વ્યવસાયિકોની જરૂરિયાત સંતોષી શકે. યોજના અંતર્ગત દરેક રાજ્યમાંથી વ્યવસાય કરનાર ૧૦ વકીલોને વ્યવસાયિક તાલીમ આપવા માટે પસંદ કરવાની પરિકલ્પના કરે છે. ઉમેદવારોને પસંદ કરતી વખતે, એવા વ્યવસાયિકોને પ્રાથમિકતા આપવી જોઇએ કે જેઓ શેડ્યુઆલ કાસ્ટ, શેડ્યુઆલ ટ્રાઈબ, અન્ય પછાત વર્ગો, મહિલાઓ અને શારિરિક ખોટ ધરાવનારનાં વર્ગમાંથી આવતા હોય. સરકાર દર વર્ષ ૭૦ લાખ રૂપિયા આ તાલીમ માટે વાપરશે. યોજનાની વિગતો નીચે આપવામાં આવેલ છે.

યોજનાનો હેતુ

રાજીવ ગાંધી અધિવક્તા પ્રશિક્ષણ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે કે યુવા વકીલો કે જેઓ મેજિસ્ટ્રેટ અને મુનસિફ ન્યાયાલયમાં કામ કરે છે તેને બે મહિના ના સમય માટે યોગ્ય વ્યવસાયિક તાલીમ પૂરી પાડીને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવું જેથી કરીને તેઓ પાયાની કક્ષા પર કાયદાકીય વ્યવસાયિકોની જરૂરિયાત સંતોષી શકે. આનાથી તેઓને વ્યવસાયમાં પાયાના સ્તરે કાર્ય કરતા રહેવા માટે પ્રોત્સાહન મળશે અને તેનાથી તેનામાં રહેલ હતાશાને દૂર કરવામાં પણ મદદ મળશે. તમામ લોકોને ન્યાય આપવાના ક્ષેત્રમાં તેઓની સેવાઓનો દેશને લાભ મળશે. ટુંકમાં, પ્રતિભાશાળી પ્રશંસાપાત્ર યુવા વકીલોને પાયાની કક્ષા પર વકાલય કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી તેઓને વ્યવસાયિક તાલિમો આપવી.

સુષુપ્ત ખાસિયતો

  • દરેક રાજ્યમાંથી, દર વર્ષે વધુમાં વધૂ દસ (૧૦), રાજ્યની વસ્તિના આધારે, વકાલત કરનાર યુવા વકીલોની વ્યવસાયિક તાલીમ માટે પસંદગી થશે.
  • એવા ઉમેદવારો કે  જેઓ શેડ્યુઅલ કાસ્ટ, શેડ્યુઅલ ટ્રાઈબ, અન્ય પછાત વર્ગો, મહિલા અને શારિરિક ખોટખાપણની શ્રેણીમાં છે તેને પસંદગી કરતી વખતે પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ઉમેદવારો પાસેથી અરજી મંગાવવા માટે, વર્ષની શરૂઆતમાં ઈચ્છા ધરાવનાર ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરવામાં આવશે. યોજનાનો બહોળો પ્રચાર કરવામાં આવશે અને અરજી માટેનું આમંત્રણ આપવામાં આવશે. અરજી નક્કી કરવામાં આવેલ નમુનામાં જ મંગાવવામાં આવશે. યોગ્યતાની ખાત્રી કરવા માટે મેળવેલ અરજીઓની છટણી કરવામાં આવશ.
  • પસંદગી માટે યોગ્યતાઃ પસંદગી કરતી વખતે ઉમેદવાર નીચેની શરતો પરિપૂર્ણ કરતો હોવો જોઇએઃ
  • તે/તેણી વકીલ તરીકે નોંધાયેલ હોવો જોઇએ અને મેજીસ્ટ્રેટ અને મુનસિફ ન્યાયાલયમાં હકિકતમાં વકાલત કરતો હોવો જોઇએ.
  • તેની ઉંમર ૩૦ વર્ષ કરતા વધારે ના હોવી જોઇએ.
  • તેની/તેણીની માસિક આવક રૂ. ૬૦૦૦ કરતા વધારે ના હોવી જોઇએ,
  • તે/તેણી પસંદગી સમિતીના મત મુજબ પ્રશંસાપાત્ર અને પ્રતિભાશાળી વકીલ હોવો જોઇએ.
  • તે/તેણી જિલ્લા કાયદાકીય મદદ સત્તા (ડિસ્ટ્રીક્ટ લીગલ એઈડ્ ઓથોરીટી) હેઠળના કાયદાકીય મદદના કાર્યક્રમ માટે સેવાઓ આપવા માટે તે/તેણી તૈયાર હોવા જોઇએ અને તેના માટે પોતાને પ્રાપ્ય રાખવા માટે પણ તૈયાર હોવા જોઇએ.

અરજીઓની છટણી અને આગળ ભરવાના પગલાઓ

લાયકાત ધરાવનાર અરજદારોની અરજીઓ પસંદગી સમિતી સમક્ષ રજુ કરવી જોઇએ. પસંદગી સમિતી યોગ્ય ઉમેદવારને પસંદ કરવા માટેનો ઢાંચો તૈયાર કરશે. તેમ છતા, પસંદગી સમિતી ઉમેદવારોની ભલામણ કરતી વખતે નીચેની બાબતો ધ્યાન પર રાખશેઃ
  • શૈક્ષણિક લાયકાત જેમાં મેળવેલ ગુણોનો પણ સમાવેશ થાય,
  • ઉમેદવારની માસિક આવક
  • વ્યક્તિગત માહિતી જેમકે ઉમર, શ્રેણી (જેમકે સામાન્ય, એસ.સી., એસ.ટી., મહિલા, ઓ.બી.સી., શારિરિક ખોટખાપણ),
  • વ્યક્તિગત મુલાકાત/સંપરામર્શ વખતે પર્ફૉર્મન્સ
  • જિલ્લો/તાલુકો કે જ્યાં ઉમેદવાર વકાલત કરે છે
  • પસંદગી સમિતી ઉમેદવારોને પસંદ કર્યા બાદ તેના નામો કાયદા અને ન્યાય મંત્રાલયને મોકલશે.

પસંદગી સમિતી

વ્યવસાયિક તાલીમ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાના હેતુથી, દરેક ઉચ્ચ ન્યાયાલયના સંદર્ભમાં પસંદગી સમિતીની રચના કરવામાં આવશે. પસંદગી સમિતીમાં નીચેનાનો સમાવેશે થશેઃ
  • ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિશ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ તે જ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધિશ, અધ્યક્ષ સ્થાને
  • અધિક/સહાયક સોલિસીટર જનરલ ઓફ ઈન્ડિયા કે જે ઉચ્ચ ન્યાયાલય સાથે જોડાયેલ હોય,
  • રાજ્ય વકીલ મંડળના અઘ્યક્ષ
  • રાજ્યના એડવોકેટ જનરલ

તાલીમ

પસંદગી થયા બાદ, પસંદગી પામેલ ઉમેદવારને બે મહિનાની વ્યવસાયિક તાલીમ પૂરી પાડવામાં આવશે. તાલીમમાં બે ઘટકો હશેઃ
  • રાષ્ટ્રીય કાયદાકીય શાળામાં તાલીમ – એક મહિનો
  • વરિષ્ઠ/આગળ પડતા વકીલની હેઠળ તાલીમ – એક મહિનો

રાષ્ટ્રીય કાયદાકીય શાળા (નેશનલ લો સ્કુલ)માં તાલીમ (સમયગાળોઃ એક મહિનો)

પસંદ કરવામાં આવેલ ઉમેદવારોને વ્યવસાયિક તાલીમ કેન્દ્રીય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ લો સ્કુલ/યુનિવર્સિટિ દ્વારા આપવામાં આવશે. તાલીમ દરમ્યાન, પસંદગી થયેલ ઉમેદવારોને વિના મૂલ્યે રહેવાની અને જમવાની સૂવિધા આપવામાં આવશે. કેન્દ્રીય સરકાર જરૂરી સુવિધાઓ પુરી પાડશે અને ઉમેદવારોની તાલીમ, રહેવા અને જમવા માટે જરૂરી નાણા ઉભા કરશે.

નેશનલ લો સ્કુલમાં તાલીમ માટેનો અભ્યાસક્રમ

વ્યવસાયિક તાલીમ નીચેના વિષયો/મુદ્દાઓ પર આપવામાં આવશે-
  • વિખવાદોના નિવારણ માટે અસરકારક વૈકલ્પિક વિખવાદ નિવારણ (એ.ડી.આર.) વ્યવસ્થાને કેવી રીતે પ્રોત્સાહન આપવું? એ.ડી.આર. વ્યવસ્થાના ફાયદાઓ શું છે?
  • દલીલની વાટાઘાટોઃ તેનો કાર્યવિસ્તાર અને મહત્વ અને તેનો લાભ કેવી રીતે મેળવવો?
  • ન્યાયાલયની પ્રક્રિયામાં માહિતી ટેકનોલોજી અને સંચારનો કેવી રીતે ઉપયોગ કરવો? આ ન્યાયિક પ્રક્રિયા માટે આવા સાધનોના લાભો.
  • ઉલટ તપાસણીની કળા
  • ન્યાયાલય સમક્ષ મુકદમો અને દલીલ કેવી રીતે રજૂ કરવા?
  • “હગ્યુ કન્વેશન ઓન ધ સર્વિસીસ અબ્રોડ ઓફ જ્યુડિશિયલ એન્ડ એક્સ્ટ્રા જ્યુડીશીયલ ડોક્યુમેન્ટસ ઇન સિવિલ એન્ડ કોમર્સિયલ મેટર્સ” – વિદેશમાં રહેનાર વ્યક્તિ માટે (અને તેનાથી ઉલટુ) સમન્સ અને ભારતીય ન્યાયાલય દ્વારા બહાર પાડવામાં આવેલ અન્ય ન્યાયીક દસ્તાવેજોની વ્યવસ્થામાં કરવામાં આવેલ જોગવાઇઓ
  • ફોજદારી અને વ્યાપારી બાબતોમાં પરસ્પર સહમતિ ધરાવતી કાયદાકીય મદદ લેવાની અસરો અને ફાયદાઓ; અને ગુન્હાની બાબતોમાં, પ્રત્યર્પણ કરાર અને ગુનેગાર ઠરેલ વ્યક્તિ માટેનો કરાર અન્ય દેશો સાથે
  • ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપ્રટી લો જેમાં “હરીફાઇનો કાયદો” (કોમ્પિટિશન લો)નો પણ સમાવેશ છે – તેનો ઉપયોગ, મહત્વ અને આધુનિક દિવસોમાં વ્યવસાય સાથે સુસંગગતા
  • સાયબર લો – સાયબર ગુનાઓ અને સંબંધિત મુદ્દાઓને કેવી રીતે પાર પાડવા?
  • રોજીંદા જીવનમાં ઉપયોગી ચોક્કસ કાયદાઓ જેમકે, ધી ડોમેસ્ટીક વાયોલેન્સ એક્ટ, ૨૦૦૫, ધી પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઈટ્સ એક્ટ, ૨૦૦૫, ધી ડાઉરિ પ્રોહિબીશન એક્ટ, ૧૯૬૩, ગ્રામ ન્યાયાલય એક્ટ, ૨૦૦૯ વગેરે.

ઉપર દર્શાવવામાં આવેલ મુદ્દાઓ પરની તાલીમ આ ઉમેદવારોને તેની કાયદાને લગતી આવડતો, જ્ઞાન અન સજમ વિકસાવવામાં મદદરૂપ થશે. તાલીમનો સમયગાળો ૧ મહિનાનો હશે. તાલીમ કાયદાના શિક્ષક અને પ્રોફેસર દ્વારા આપવામાં આવશે અને અમુક પ્રકારની મદદ માટે વકીલો/ન્યાયાધીશોને પણ લો સ્કુલ બોલાવી શકે છે.

વરિષ્ઠ/આગળ પડતા વકીલની હેઠળ તાલીમ (સમયગાળોઃ એક મહિનો)

લો સ્કુલમાં સફળ તાલીમ મેળવ્યા બાદ, દરેક ઉમેદવારને પોતાનાજ જિલ્લામાં વરિષ્ઠ/આગળ પડતી કામગીરી કરનાર વકીલની દેખરેખ હેઠળ મૂકવામાં આવે છે. વરિષ્ઠ/ આગળ પડતી કામગીરી કરનાર વકીલની હેઠળ એક જ સમયે ત્રણ કરતા વધારે ઉમેદવારોને મુકવામાં આવતા નથી.

વરિષ્ઠ/ આગળ પડતી કામગીરી કરનાર વકીલે ઉમેદવારને વ્યાવહારિક તમામ બાજુઓ પર માર્ગદર્શન આપવુ જોઇએ, તેને ન્યાયાલયમાં લઇ જવા, અને તેની વ્યવસાયિક જવાબદારીઓ નીભાવવામાં તેમની મદદ લેવી.

વરિષ્ઠ/ આગળ પડતી કામગીરી કરનાર વકીલની દેખરેખ હેઠળ આ પ્રકારની તાલીમ આ ઉમેદવારોને તેની વ્યવહારિક આવડતો વિકસવાવવામાં મદદરૂપ થશે. આ તાલીમનો સમયગાળો એક મહિનાનો રહેશે.

યોજના માટે જરૂરી નાણા

યોજનાના ખર્ચને પૂરો કરવા માટે, કેન્દ્ર સરકાર કાયદા અને ન્યાય મંત્રાલય (ડિપાર્ટમેન્ટ ઓફ લિગલ અફેર્સ/કાયદાકીય બાબતનો વિભાગ) ના બજેટમાં જરૂરી રકમ આપશે. નાણા નીચેના હેતુ માટે વપરાવા જોઇએઃ
  • લો સ્કુલ દ્વારા તાલીમ આપવા માટેનો ખર્ચ
  • લો સ્કુલમાં વ્યવસાયિક તાલીમ દરમ્યાન ઉમેદવારોને રહેવા અને જમવા માટેનો ખર્ચ
  • યોજનાના સંચાલન માટે જરૂરી વહીવટી ખર્ચ

યોજનાની દેખરેખ

કાયદાકીય સચિવ સહાયક સચિવથી નીચેની કક્ષાના હોય તેવા અધિકારીને યોજનાની દેખરેખ રાખવા માટે અને તમામ તાલીમ સત્રો પુરા થયા બાદ અહેવાલ જમા કરાવવા માટે નિયુક્ત કરશે.

કેન્દ્રીય સમિતી

યોજનાના સંચાલન માટે, રાષ્ટ્રીય કક્ષા પર સમિતીની રચના કરવામાં આવશે. રાષ્ટ્રીય સમિતીમાં નીચેનાનો સમાવેશ કરવામાં આવશેઃ
  • કાયદા અને ન્યાયના કેન્દ્રીય મંત્રી – અધ્યક્ષ સ્થાને
  • ભારતના વકીલોના મંડળ (બાર કાઉન્સિલ)ના અધ્યક્ષ
  • કાયદા મંત્રી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ લો યુનિવર્સિટિના ઉપકુલપતિ (વાઇસ ચાન્સલર)/નિયામક,
  • કેન્દ્રીય કાયદા સચિવ – મેમ્બર ઓફ સેક્રેટરી

માર્ગદર્શિકાઓ

કેન્દ્ર સરકારે નીચેના માટે માર્ગદર્શિકાઓ તૈયાર કરવી જોઇએઃ
  • અરજી મંગાવવાની રીત અને ફોર્મ
  • દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે મહત્તમ પસંદ કરી શકવાના ઉમેદવારનો આંક નક્કી કરવો.
  • વરિષ્ઠ/ આગળ પડતી કામગીરી કરનારા વકીલોની યાદી કે જેની હેઠળ ઉમેદવારોને તાલીમ માટે મુકવામાં આવશે.

કાર્યક્રમની સમિક્ષા

કેન્દ્ર સરકારે સમયાંતરે યોજનાનો વિકાસ / સફળતાની સમિક્ષા કરવી જોઇએ અને જરૂરી બદલાવો લાવવા જોઇએ

સ્ત્રોતઃ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate