વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કાયદાકિય સહાય યોજના

ઉચ્ચ ન્યાયાલય મધ્યમ આવક ગ્રુપ માટે કાયદાકિય સહાય યોજના

ઉચ્ચ ન્યાયાલય મધ્યમ આવક ગ્રુપ માટે કાયદાકિય સહાય યોજના

યોજના વિશે

ઉચ્ચ ન્યાયાલય મધ્યમ આવક ગ્રુપ માટે કાયદાકિય સહાય યોજના” એ મધ્યમવર્ગીય નાગરીક માટે કાયદાકિય સેવા પૂરી પાડવા માટે કરવામાં આવી છે. દા.ત. એવા નાગરીક કે જેની કુલ માસિક આવક રૂ. 20,000થી વધુ ન હોય અથવા વાર્ષિક રૂ.2,40,000થી વધુ ન હોય અને ક્યારેક યોગ્ય કેસમાં અરજદારની આવક માસિક રૂ.25,000થી વધુ અથવા વાર્ષિક રૂ.3,00,000થી વધુ ન હોવી જોઇએ. આ યોજના લોકોને જાતે સપોર્ટ કરવાની યોજના છે, આ યોજના માટે મૂડી ફર્સ્ટ એક્ઝિક્યુટિવ કમિટિ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ યોજના હેઠળ આવતા કેસ

 • ઉચ્ચ ન્યાયાલયમાં ફાઇલ કરવામાં આવેલા કેસ.
 • ઉચ્ચ ન્યાયાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ ફાઇલ કરવામાં આવેલા નીચે દર્શાવવામાં આવેલા કેસની અરજી માન્ય ગણવામાં આવશે નહીં:
  (એ) કસ્ટમ કાયદો, 1962ની કલમ 130એ હેઠળ આવતા હવાલા
  (બી)સેન્ટ્રલ અને એક્સાઇઝ અને સોલ્ટ કાયદો, 1944ની કલમ 35એચ હેઠળ આવતા હવાલા
  (સી) ગોલ્ડ (કન્ટ્રોલ) કાયદો, 1968ની કલમ 82સીની હેઠળ આવતા હવાલા
  (ડી)એમ.આર.ટી.પી. કાયદો, 1969ની કલમ 7(2) હેઠળ આવતા હવાલા
  (ઇ) આવકવેરા કાયદો, 1961ની કલમ 25 જે હેઠળ આવતા હવાલા
  (એફ) બંધારણીય કલમ 317(1) હેઠળ આવતા હવાલા
  (જી) રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ કાયદા, 1952ના ચૂંટણી વિભાગ 3ના કાયદા હેઠળ
  (એચ)સંસદ સભ્યની ચૂંટણી અને વિધાન સભાની ચૂંટણી હેઠળના ચૂંટણીના કાયદા હેઠળ ,
  (આઇ)એમ.આર.ટી.પી. કાયદા, 1969ના કાયદા 55 હેઠળ કરવામાં આવેલી અપીલ સામે
  (જે) કસ્ટમ કાયદો, 1962ની કલમ (બી) હેઠળ કરવામાં આપીલ સામે (
  (કે) સેન્ટ્રલ એક્સાઇઝ અને સોલ્ટ કાયદો, 1944ની કલમ 35 એલ હેઠળ કરવામાં આવેલી અપીલ સામે
  (આઇ)& ફેરતપાસણીના મુદ્દે

સહાય માટે ક્યાં મળવું

ફરિયાદ કરવાર પક્ષ મિડલ ઇન્કમ ગ્રુપ સોસાયટી (મધ્યમ આવક ગ્રુપ સોસાયટી)ને બે સ્થિતિમાં મળી શકે છે. ઉચ્ચ ન્યાયાલયમાં કેસને ફાઇલ કરવા માટે કે બચાવ કરવા માટે જેમાં નીચે આપેલી બાબતોનો સમાવેશ થાય છે:

 • અપીલ/સ્પેશિયલ કરવામાં આવેલી અરજી, ફોજદારી અથવા ગુનાહિત, રાજ્ય ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ઓર્ડરની વિરુદ્ધ
 • અરજી લખવી/ અટકાયતમાં લીધેલા વ્યક્તિને ન્યાયાધિશ સમક્ષ હાજર કરવાની આજ્ઞા
 • કોઇ કેસને ફેરબદલ કરવાની અરજી, ફોજદારી અથવા ગુનાહિત, ભારતમાં જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પડેલા કેસો અને/li>
 • ઉચ્ચ ન્યાયાલયમાં આપવામાં આવેલા કાયદાકિય પ્રક્રિયાના પ્રસ્તાવ સંદર્ભે કાયદાકિય સલાહ માટે

કઇ રીતે કામ કરે છે

 • ઉચ્ચ ન્યાય લયની મધ્યમ આવક ગ્રુપ સોસાયટી યોજના હેઠળ નોંધાયેલા વકીલોની પેનલ કામગીરી કરે છે. જ્યારે પેનલ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં એક વકીલનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ તે બેથી વધુ રાખવામાં આવતા નથી, જેમાં તેઓ ભારતની પ્રાંતિય ભાષા જાણતા હોય અને નીચલી કોર્ટમાં કામગીરી કરી હોય તેવા લોકોને લેવામાં આવે છે.
 • આ યોજના હેઠળ કરવામાં આવતા કરારો અનુસાર, વકીલની પેનલ તેની નિયમો અને શરતોને માન્ય રાખશે તેવું લેખિતમાં આપે છે.
 • કમિટિ દ્વારા આપવામાં આવેલી પેનલમાંથી સોસાયટી દ્વારા 3 વકીલના નામની પસંદગી કરવામાં આવે છે. અરજદાર નોંધાયેલા વકીલ કે દલીલ કરનાર વકીલ કે મુખ્ય વકીલ માટે કોઇપણ 3 નામ પસંદ કરી શકે છે. કમિટિ તેની પસંદગી અંગે સૂચન પણ આપી શકે છે.
 • આ કમિટિ પાસે નોંધાયેલા વકીલ, દલીલ કરનાર વકીલ કે મુખ્ય વકીલ માટે કોઇપણ અલગ પ્રકારે વિષયના વિભાજન કરી શકે છે. અરજદાર દ્વારા નોંધાયેલા વકીલ, દલીલ કરનાર વકીલ કે ઉચ્ચ વકીલ દસ્તાવેજોની ફાળવણી કરવાનો અંતીમ અધિકાર આ યોજના હેઠળ ફક્ત ઉચ્ચ ન્યાયાલયના (મધ્યમ આવક ગ્રુપ)ની કાયદાકિય સલાહ સોસાયટીનો રહેશે.

કાયદાકિય સલાહ માટે ક્યાં મળવું

 • રસ ધરાવતા ફરિયાદી પક્ષે નિષ્ચિત આપેલું ફોર્મ ફરવું અને તેને સંલગ્ન દસ્તાવેજો સાથે સેક્રેટરી (ઉચ્ચ ન્યાયાલય મધ્યમ આવક ગ્રુપ કાયદાકિય સલાહ સોસાયટી, 109- લોયર ચેમ્બર, પોસ્ટ ઓફિસ વિંગ, ઉચ્ચ ન્યાયાલય કંપાઉન્ડ, નવી દિલ્હી 110001) ખાતે સંપર્ક કરવો.
 • અરજદાર પાસેથી અરજી મેળવ્યા બાદ, કાયદાકિય સલાહ સોસાયટી દ્વારા માન્ય કરવામાં આવેલા દસ્તાવેજોને નોંધાયેલા વકીલ પાસે ચકાસણી કરવા આવતા જેથી તેઓ કેસની પ્રક્રિયામાં તેની અપેક્ષા મુજબ અસરકારક પગલા લઇ શકે.
 • નોંધાયેલા વકીલ દ્વારા અભ્યાસને અંતે જે સમિક્ષા કરી હોય તે અંતિમ માનીને અરજદાર તેની લાયકાત અનુસાર અરજદાર આ યોજના સંદર્ભે લાભ મેળવી શકે છે. આ પ્રકારના દસ્તાવેજ હેઠળ તૈયાર ન કરવામાં આવેલા કેસના કાગળને, ઉચ્ચ ન્યાયાલય મધ્યમ આવક ગ્રુપ કાયદાકિય સલાહ સોસાયટી દ્વારા કદાચ પરત કરવામાં પણ આવી શકે છે. અને અરજદારની ફક્ત સેવા માટે રૂ. 350 જેટલી રકમ લેવામાં આવશે.

કાયદકિય સલાહ માટે ફી

 • અરજદારે સેક્રેટરી દ્વારા આપવામાં આવેલી આવેલી ફી જમા કરવી જરૂરી છે, જે આ યોજના માટે નક્કી કરવામાં આવેલી છે. આ ફક્ત સેક્રેટરી દ્વારા કેસને એમઆઇજી કાયદાકીય સલાહ યોજના હેઠળ નોંધણી કરવા માટેની ફી અને નોંધાયેલા વકીલ/ દલીલ કરનાર વકીલ/ ઉચ્ચ વકીલની પેનલને તેના સૂચન માટે ચૂકવવામાં આવતી ફી છે.
 • સેક્રેટરી દ્વારા આપવામાં આવેલી રકમને અરજદારે આપવામાં આવેલી વિગતના અંદાજે બેન્ક ડ્રાફ્ટની રીતે કે રોકડમાં ચૂકવવાની રહેશે.
 • Tફોર્મના પ્રિન્ટિંગ અને અન્ય ઓફિસ ખર્ચને ઓફિસના વધારાના ખર્ચ તરીકે ગણવામાં આવશે.

નોંધાયેલા વકીલ/વકીલ માટે નક્કી કરવામાં આવેલી ફી

ફરિયાદી વતી કરવામાં આવેલી જાહેરાત

ક્રમ નં.

સેવા

ફી

1

સ્પેશિયલ બાકી રહેલી અરજી/ લેખિત અરજી/ અરજીને ફેરબદલ કરવા માટેની ફી. જેમાં તારીખની વિગતનો અને પરચૂરણ બાબતો જેવી કે, માફી, જામીન, સૂનવણીની તારીખ પાછળ જાય તો દિલાસા જેવી બાબતોમાં અસિલને મદદ થાય એ બધી બાબતોનો સમાવેશ થાય છે. (નોટિસ સ્ટેજ પહેલા)

રૂ.2200/-

2

ફરીથી એફિડેવિટ, અને/અથવા નોટીસ બાદ ચર્ચા કરવા માટે કોર્ટ દ્વારા લેવામાં આવતી ફી અને નોટીસ સ્ટેજ સુધી આ બાબતનો નિકાલ કરવા માટે લેવામાં આવતા પગલાનો સમાવેશ થાય છે.(જેમાં નોટીસ સ્ટેજ સુધીના અંતિમ નિકાલનો સમાવેશ થાય છે.)

રૂ.1100/-

3

કેસની નિકાલ સુધીના અંતિમ સુનવણીની સંદર્ભે મોકૂફીનો પ્રતિ દિવસ રૂ. 1650થી વધુમાં વધુ રૂ. 3300નો ખર્ચની, જો થાય તો અને /અથવા અપીલ સ્ટેજ સુધી

વધુમાં વધુ
રૂ.3300/-

ફરિયાદી વતી કરવામાં આવેલી જાહેરાત

1

વિરોધ માટે વિરુદ્ધમાં એફિડેવિટ/સ્ટેટમેન્ટ બનાવવા અને અન્ય દરેક જરૂરી અરજી તૈયાર કરવા જેમાં અરજદાર માટે કબજો છોડી દેવા અને દરેક ચર્ચા માટે હાજર થવાની તૈયારી, શરૂઆતથી લઇને નોટીસ સ્ટેજ સુધીના અંતિમ નિર્ણય સુધીના સમયનો સમાવેશ થાય છે.

.2200/-

2

અંતિમ નિર્ણય સુધીની સુનવણી સંદર્ભે ફી જેમાં રૂ. 1650 પ્રતિદિન મોકૂફીનો ખર્ચ જો હોય તો અને/અથવા અપીલ સ્ટેજ સમયે ધ્યાને લેવામાં આવશે.

વધુમાં વધુ
રૂ.3300/-

મુખ્ય વકીલ માટે ફી

1

એસએલપી/ અરજી લેખન/ અરજીની ફેરબદલી/ વિરુદ્ધની એફિડેવિટ/ ફરિથી કરવામાં આવેલી એફિડેવિટ/ વિરોધનું સ્ટેટમેન્ટ ઉપરાંત ચર્ચા માટે વગેરે ફીનો સમાવેશ કરવામાં આવે છે.

રૂ.1000/-

2

પ્રવેશ સ્ટેજ પર/ નોટીસ બાદ હાજર થાવાની ફી દરેક વખતે હાજર થવા માટે રૂ.1650

વધુમાં વધુ
રૂ.3300/-

3

અંતિમ નિકાલ માટે/ અપીલ સ્ટેજ માટે દરેક હાજરી વખતે રૂ. 2500 ફી.

વધુમાં વધુ રૂ.5000/-

સામાન્ય ખર્ચ માટેની દર

સેવા

ખર્ચ

કોમ્પ્યુટર ટાઇપીંગ

રૂ.10.00 પ્રતિ પાનું

દરેક વધારાની કૉપી માટે વધારાનો ફોટો ચાર્જ

રૂ.0.50 પ્રતિ પાનું

સ્ટેનો ચાર્જ

રૂ.08.00 પ્રતિ પાનું

પેપર બુક બાઇન્ડિંગ/td>

રૂ.5.00 દરેક

અરજદાર પાસેના જરૂરી દસ્તાવેજ

 • અરજદારે એમઆઇજી સોસાયટીને અરજી પત્રક સાથે સંપૂર્ણ દસ્તાવેજો આપવા જરૂરી છે. જેમાં તેઓ રાજ્ય ઉચ્ચ ન્યાયાલયની વિરુદ્ધ અરજી કરવા ઇચ્છે છે., તે માટે રાજ્ય ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રની કૉપી, તેમના દ્વારા રાજ્ય ઉચ્ચ ન્યાયાલયમાં ફાઇલ કરવામાં આવેલી અરજીની કૉપી, નીચલી અદાલતના ચૂકાદાની કૉપી અને તેને સંલગ્ન અન્ય દસ્તાવેજો. જો આ બધા દસ્તાવેજો અંગ્રેજી સિવાયની અન્ય ભાષામાં હોય તો તેને અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરીને આપવા જરૂરી છે.
 • સેક્રેટરી દ્વારા નક્કી કરવામાં આવેલી જરૂરી ફી અને ખર્ચ ચૂકવવા પણ જરૂરી છે.

આ યોજનાની વધુ માહિતી માટે વેબ સાઇટની મૂલાકાત લો :ભારતીય ઉચ્ચ ન્યાયાલય

 

2.79661016949
ગૌરવ ગોહિલ Jun 26, 2019 04:13 AM

કાયદા કિયા માહિતીમાં કલામ અને અનુચ્છેદ સાતે સમજવા વા માટે વિનંતી ,
( જેમ કે ભાતરતીય બંધારણ વગેરે બીજા કાયદાઓ )
આભાર

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top