ઉચ્ચ ન્યાયાલયમાં ફાઇલ કરવામાં આવેલા તમારા કેસના સ્ટેટસને ચકાસો
ઉચ્ચ ન્યાયાલયમાં ફાઇલ કરવામાં આવેલા તમારા કેસના સ્ટેટસને ચકાસો.
ભારતીય ઉચ્ચ ન્યાયાલયના બાકી રહેલા અને નિકાલ કરવામાં આવેલા કેસની વકીલ, અસીલ અને નીચલી કોર્ટના જજને માહિતી પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવેલી માહિતી સિસ્ટમ છે. કેસમાં ફરીથી સુધારો કરવા માટે:
- કેસ નંબર અનુસાર
- ટાઇટલ અનુસાર (ફરિયાદી કે અસિલના નામ અનુસાર)
- વકીલના નામ અનુસાર
- રાજ્ય ઉચ્ચ ન્યાયાલયના નંબર અનુસાર
- ડાયરી નંબર અનુસાર
કેસ સ્ટેટસ ચેક કરી શકાશે:
ઉચ્ચ ન્યાયાલય કેસ સ્ટેટસ
- તમે નીચે આપેલી રીતે પણ કેસનું સ્ટેટસ ચેક કરી શકશો:
- ઉપરોક્ત દરેક વિકલ્પ પેજના ડાબી બાજુ પ્રાપ્ય હોય છે. વિકલ્પની પસંદગી કરો અને કેસની સ્થિતિ જાણો.
કેસ નંબર અનુસાર
• નીચે આપેલા બોક્સમાંથી કેસનો પ્રકાર પસંદ કરો,
• કેસ નંબર નાખો ,
• નીચે આપેલા બોક્સમાંથી વર્ષની પસંદગી કરો અને સબમીટ કરો.
ટાઇટલ અનુસાર (ફરિયાદી કે અસિલના નામ અનુસાર):
• ફરિયાદી કે અસિલનું નામ લખો,
• નીચે આપેલા બોક્સમાંથી કોઇપણ એક વિકલ્પની પસંદગી કરો:
I. નથી જાણતા
II. ફરિયાદી કે
III. અસિલ
• નીચે આપેલા બોક્સમાંથી વર્ષની પસંદગી કરો અને તેને સબમીટ કરો
વકીલના નામ અનુસાર
• વકીલનું નામ લખો,
• નીચે આપેલા બોક્સમાંથી વર્ષની પસંદગી કરો અને તેને સબમીટ કરો
રાજ્ય ઉચ્ચ ન્યાયાલયના નંબર અનુસાર:
• નીચે આપેલા બોક્સમાંથી રાજ્યની પસંદગી કરો,
• નીચલી કોર્ટનો નંબર લખો,
• નીચે આપેલા બોક્સમાંથી ચૂકાદાની તારીખની પસંદગી કરો અને સબમીટ કરો .
ડાયરી નંબર અનુસાર:
• ડાયરી નંબર લખો,
• નીચે આપેલા બોક્સમાંથી વર્ષની પસંદગી કરો અને સબમીટ કરો