ઈશ્યુ પછી પોતાની સિક્યોરિટીઝનું લિસ્ટિંગ કરાવવા માટે કંપનીને કેટલા દિવસ લાગવા જોઈએ ?
પોસ્ટ-ઈશ્યુ બાદ લીડ મેનેજર્સ એ સુનિશ્ચિત કરે છે કે સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટિંગ અને ટ્રેડિંગ શરૂ કરવાની આવશ્યક ઔપચારિકતાઓ ફાળવણીનો આધાર નક્કી થયાના 7 કામકાજી દિવસની અંદર પૂરી થઈ જાય. આદર્શપણે આ સમયગાળો બુક બિલ્ડ ઈશ્યુ બંધ થયા પછી લગભગ ત્રણ અઠવાડિયા અને ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યુ બંધ થયા પછીના 37 દિવસ હોય છે.
1 મે, 2010થી પબ્લિક ઈશ્યુની સમાપ્તિ અને લિસ્ટિંગ વચ્ચેના સમયગાળાને વર્તમાન 22 દિવસથી ઘટાડીને 12 દિવસ કરવામાં આવ્યો છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/14/2019