અર્થતંત્રના વિકાસને ઉત્તેજન આપવા અને તેને ટકાવી રાખવા માટે મૂડીબજાર અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. કંપનીઓ તરફ નાણાંનો પ્રવાહ વાળવા તથા તેને ગતિશીલ બનાવવા માટે તથા અર્થતંત્રમાં રોકાણનો અસરકારક સ્રોત પૂરો પાડવા માટેનું આ એક મહત્ત્વનું અને કાર્યક્ષમ બજાર છે. ઉત્પાદનક્ષમ અસ્ક્યામતોમાં રોકાણ માટે બચતોને આકર્ષવા માટે મૂડીબજાર એ દેશના લાંબા ગાળાના વિકાસની શક્યતાઓને વધારવાને લક્ષ્યમાં રાખીને અગત્યની ભૂમિકા ભજવે છે અને આમ તે અર્થતંત્રને વૈશ્વિક મોરચે વધુ કાર્યક્ષમ, નાવીન્યપૂર્ણ અને સ્પર્ધાત્મક બજારમાં પરિવર્તન કરવા માટેના મુખ્ય ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.
સાધનોની ફાળવણી ઉપરાંત મૂડીબજાર એ અર્થવ્યવસ્થામાં જોખમના વૈવિધ્યકરણની સાથે જોખમના વ્યવસ્થાપન માટેનું માધ્યમ પણ પૂરું પાડે છે.. યોગ્ય રીતે કાર્ય કરતી મૂડીબજાર કોર્પોરેટ ગવર્નન્સના વધુ મજબૂત સિદ્ધાંતોને અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવતી હોવાથી માહિતીની ગુણવત્તામાં સુધારો થાય છે. આથી ટ્રેડિંગના વાતાવરણને ટેકો મળે છે જે નૈતિકતા આધારિત છે.
મૂડીબજારે હજી સુધીના ઈતિહાસમાં ટેકનોલોજીની પ્રગતિના અને અર્થતંત્રના વિકાસના સમયગાળાઓને ટેકો પૂરો પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અન્ય બાબતો ઉપરાંત તરલ બજારો લાંબો પ્રતીક્ષા ગાળો ધરાવતા અને વધુ મૂડીની જરૂરિયાતવાળા પ્રકલ્પો માટે નાણાં એકત્ર કરવાનું શક્ય બનાવે છે. આ બાબત 18મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ચોક્કસપણે ખરી હતી અને આ જ બાબત કહેવાતી “નવી અર્થવ્યવસ્થા’’ તરફ આગળ વધતાં હજી પણ એટલી જ લાગુ પડે છે.
આપણા દેશના વિકાસને વેગ આપવા માટે ઊંડી તથા વિસ્તૃત મૂડીબજારનું અસ્તિત્વ અત્યંત જરૂરી છે. ભારત માટે એ અત્યંત આવશ્યક છે કે કંપનીઓ માટે ભંડોળના વૈકલ્પિક સ્રોત ઉપલભ્ધ કરાવવા મૂડીબજારનો વિકાસ કરવામાં આવે અને આમ કરવામાં રોકાણકારોની બચતોને અસરકારકપણે એકત્રિત કરવામાં આવે. મૂડીબજાર વિદેશી ધિરાણ માટેનો મૂલ્યવાન સ્રોત પણ છે.
ઘણા સમય સુધી આટલું ધ્યાન આપવા માટે ભારતીય બજારને બહુ નાનું ગણવામાં આવતું હતું. જોકે એ દૃષ્ટિ ઝડપથી બદલાઈ છે, કારણ કે છેલ્લા દસકામાં આપણી બજારોમાં મોટા પાયે આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ ઠલવાયું છે. ભારતીય બજારને હવે સુસ્ત બજાર તરીકે જોવામાં નથી આવતું પરંતુ સતત આગળ વધી રહેલા અને વૈશ્વિક રોકાણકાર વર્ગને આકર્ષક તકો પૂરી પાડતા બજાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020