1992થી સમગ્ર આઈપીઓ / એફપીઓ રેગ્યુલેશન બને એટલી વધુ માહિતી જાહેર કરીને રોકાણકારોને મહિતગાર કરવાના સિદ્ધાંતથી પ્રેરિત છે, જેથી એ સુસંગત માહિતીને આધારે તે રોકાણને લગતો યોગ્ય નિર્ણય લઈ શકાય. સિક્યોરિટીઝના ઈસ્યુઓ બાબતમાં માહિતી જાહેર કરવાના નિયમો-શરતો સેબીના આઈસીડીઆર રેગ્યુલેશન્સ 2009માં વિગતે આવરી લેવાયા છે.
ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ એટલે મંજૂરી માટે કંપનીઓ દ્વારા સેબીમાં અને સ્ટોક એક્સચેન્જોમાં નોંધાવવામાં આવતો પહેલો દસ્તાવેજ. સેબી અને સ્ટોક એક્સચેન્જ તેની સમીક્ષા કર્યા પછી પોતાનાં નિરીક્ષણો કંપનીને જણાવે છે. કંપનીએ આ નિરીક્ષણોને પોતાના ઓફર ડોક્યુમેન્ટમાં સામેલ કરવાનાં હોય છે. આવા ડ્રાફ્ટ ડોક્યુમેન્ટને પ્રોસેસ કરવા માટે સેબીને સામાન્યપણે 30 દિવસનો સમયગાળો લાગે છે. સેબી આ ડ્રાફ્ટ ઓફર પોતાની વેબસાઈટ પર મૂકે છે. સેબી આ ઓફર લેટર અને મર્ચન્ટ બેન્કર્સ જાહેર ટિપ્પણી માટે ઓછામાં ઓછા 21 દિવસ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જોની વેબસાઈટ્સ પર મૂકે છે. એ ઉપરાંત ઈશ્યુઅરે સેબીમાં ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઈલ કર્યાના દિવસે અથવા બીજા દિવસે એક અગ્રેજી રાષ્ટ્રીય અખબાર, એક હિંદી રાષ્ટ્રીય અખબાર અને કંપનીની રજિસ્ટર્ડ જ્યાં આવેલી હોય તે સ્થળના પ્રાદેશિક ભાષાના અખબારમાં સાર્વજનિક જાહેરાત કરવાની રહે છે, જેમાં જનતાને ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઈલ કર્યાની જાણ કરવાની રહે છે અને જનતાને તેમની ટિપ્પણી સેબીને આપવાનું આમંત્રણ આપવાનું રહે છે.
ઉક્ત સમયગાળા (ઓછામાં ઓછા 21 દિવસ)ની સમાપ્તિ બાદ લીડ મર્ચન્ટ બેન્કર્સે તેમના અથવા ઈશ્યુઅર દ્વારા ઉક્ત સમયગાળા દરમિયાન ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ અંગે પ્રાપ્ત કરાયેલી ટિપ્પણી અંગેની માહિતી આપતું અને પરિણામે, જો કોઈ ફેરફાર કરવાના હોય તો તે સહિતનું નિવેદન સેબીમાં ફાઈલ કરવાનું હોય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) એક એવો પ્રાથમિક રજિસ્ટ્રેશન દસ્તાવેજ છે, જે બુક બિલ્ડિંગના કેસમાં સેબીમાં નોંધાવવામાં આવે છે, જેમાં ઓફર કરવામાં આવી રહેલા શેર્સની સંખ્યા કે ભાવની અથવા ઈશ્યુની રકમની વિગતો હોતી નથી. આનો અર્થ એ થયો કે જો ભાવ જાહેર નહીં કરવામાં આવ્યો હોય તો શેર્સની સંખ્યા અને અપર (ઉચ્ચતમ) તથા લોઅર (નિમ્નતમ) પ્રાઈસ બેન્ડ જાહેર કરવામાં આવી હોય છે. બીજી તરફ ઈશ્યુ કરનાર કંપની ઈશ્યુનું કદ જણાવી શકે છે અને શેર્સની સંખ્યા પાછળથી નક્કી કરાય છે. બુક બિલ્ટ ઈશ્યુઓ બાબતમાં આ પ્રાઈસ ડિસ્કવરી (ભાવ નિર્ધારણ)ની પ્રક્રિયા છે, કારણ કે બિડિંગ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ભાવ નક્કી થઈ શકતો નથી, તેથી કંપની એક્ટની જોગવાઈઓ પ્રમાણે આરઓસીમાં ફાઈલ કરાતા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં આવી વિગતો દર્શાવાતી નથી. માત્ર બિડિંગ પ્રક્રિયા પૂરી થવા પર જ અંતિમ ભાવની વિગતો ઓફર ડોક્યુમેન્ટમાં સામેલ કરવામાં આવે છે. ત્યાર બાદ આરઓસીમાં ફાઈલ કરાતો ઓફર ડોક્યુમેન્ટ પ્રોસ્પેક્ટ્સ કહેવાય છે.
ઓફર ડોક્યુમેન્ટ એટલે પબ્લિક ઈશ્યુ ઓફર ફોર સેલના કેસમાં અંતિમ પ્રોસ્પેક્ટ્સ છે, જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અનેં સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરવામાં આવે છે. ઓફર ડોક્યુમેન્ટ વિવિધ રેગ્યુલેશન હેઠળ જાહેર કરવી જરૂરી તમામ સુસંગત માહિતીને આવરી લે છે અને તેમાં આરઓસી અને સેબીનાં નિરીક્ષણો સમાવિષ્ટ હોય છે.
અબ્રીજ્ડ (સંક્ષિપ્ત) પ્રોસ્પેક્ટ્સ 1956ના કંપનીઝ એક્ટની કલમ 1956ની પેટા-કલમ હેઠળ ફોર્મ-2એમાં નિર્ધારિત કરાયા પ્રમાણેનું એક મેમોરેન્ડમ છે, તેમાં પ્રોસ્પેક્ટ્સના તમામ મુખ્ય ગુણો વિશેષતાઓ સમાવિષ્ટ હોય છે. તેની સાથે પબ્લિક ઈશ્યુનું એપ્લિકેશન ફોર્મ જોડેલું હોય છે.
સેબી આઈપીઓ/એફપીઓને લીલી ઝંડી આપે એ પહેલાં જ ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ્સ પ્રાપ્ત કરવો
ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ/લેટર ઓફ ઓફર સેબીમાં ફાઈલ કરાયાની તારીખથી 21 દિવસના ગાળા માટે સેબીની વેબસાઈટ પર મુકાયેલી હોય છે અને તે ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે.
ઈશ્યુ કર્તા કંપની અથવા ઈશ્યુ સાથે સંકળાયેલા અન્ય વિશે જનતાની ટિપ્પણીઓ / ફરિયાદો
ઓફર ડોક્યુમેન્ટ જાહેર કરવાનો ઉદ્દેશ જાહેર ટિપ્પણીઓ મગાવવાનો હોય છે. કંપની સેબીમાં ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઈલ કરે એના 21 દિવસની અંદર આવી ટિપ્પણીઓ સુપરત કરી દેવાની હોય છે.
ઓફર ડોક્યુમેન્ટની ફૂલ કોપી (સંપૂર્ણ પ્રત) પ્રાપ્ત કરવી
ઓફર ડોક્યુમેન્ટની ફૂલ કોપી કંપની, તેના લીડ મેનેજર્સ અને સિન્ડિકેટ મેમ્બર્સ પાસેથી મેળવી શકાય છે. તે સેબી, લીડ મેનેજર્સ, સ્ટોક એક્સચેન્જો અને કંપનીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ હોય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020