વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એન્કર ઈન્વેસ્ટર્સ

આ વિભાગમાં એન્કર ઈન્વેસ્ટર્સ વિશેની માહિતી આપેલ છે

ડીમેટ એકાઉન્ટ્ટ

રોકાણકાર પાસે ફિઝિકલ સ્વરૂપમાં શેર્સ માટે અરજી કરવાનો અને શેર્સ મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે. જોકે શેર્સની ફાળવણી ડીમેટ સ્વરૂપે મેળવવી હિતાવહ છે, કારણ કે આઈપીઓ/એફપીઓ મારફતે ઈશ્યુ કરાતા શેર્સનું માત્ર ડીમેટ સ્વરૂપે જ ટ્રેડિંગ કરી શકાય છે, તેમ છતાં, રૂ.10 કરોડ કે તેથી વધુ મૂલ્યના ઈશ્યુ સાઈઝના કોઈ પણ સિક્યોરિટીના તમામ આઈપીઓ/એફપીઓ બાબતમાં, ઈશ્યુ માત્ર ડીમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં જ ફરજિયાત હોય એ જરૂરી છે, જ્યારે ક્યુઆઈબી અને મોટા રોકાણકારો (રૂ.2,00,000 કરતાં વધુ મૂલ્યની સિક્યોરિટી માટે અરજી કરનાર) માત્ર ડીમેટ સ્વરૂપે જ અરજી કરી શકે છે.

દેશમાં બે ડિપોઝિટરીઓ છેઃ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (એનએસડીએલ) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ (ઈન્ડિયા) લિ. (સીડીએસએલ). બંને અધિકૃત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ (ડીપી)નું વ્યાપક નેટવર્ક ધરાવે છે. કોઈ પણ રોકાણકાર આમાંના કોઈ પણ ડીપી પાસે ડીમેટ એકાઉન્ટ ખોલી શકે છે. રોકાણકારે અરજી માટેના ફોર્મમાં પોતાનો સાચો ડીપી આઈડી અને ક્લાયન્ટ આઈડીની વિગતો ભરવાની હોય છે.

પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પૅન)

બિડ્સ રૂ.50,000 કે તેથી વધુની હોય અથવા બિડ સંયુક્ત નામમાં હોય તો દરેક બિડરે ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ મળેલો પોતાનો પૅન દર્શાવવાનો રહે છે. અરજીપત્રક સાથે પૅન કાર્ડની નકલ અથવા પૅન એલોટમેન્ટ લેટર સુપરત કરવાનો રહે છે. આ માહિતી અને દસ્તાવેજો વગરની અરજીઓ અધૂરી ગણવામાં આવે છે અને તે નકારાઈ શકે છે (વધુ વિગતો માટે અરજદારોએ અરજીપત્રક વાંચી લેવું જોઈએ).

બેંક એકાઉન્ટ/ડીડી

ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે ચુકવણી કરવામાં આવી હોય તો જ આઈપીઓ/એફપીઓ માટેની અરજીઓ યોગ્ય ગણાય છે. એપ્લિકેશન મની રોકડમાં ચૂકવી શકાતાં નથી.

આઈપીઓ/એફપીઓમાં અરજી કરવા માટેની પ્રક્રિયા

રોકાણકારે પ્રથમ તો આઈપીઓ/એફપીઓ અરજીફોર્મ મેળવી લેવાનું હોય છે. સામાન્ય રીતે આ ફોર્મ શેરબ્રોકર્સ, લીડ મેનેજર્સ, સિન્ડિકેટ મેમ્બર્સ અને કલેક્ટિંગ બેંકો પાસેથી મળી રહે છે. અરજીફોર્મ ઘણાં ખરાં શહેરમાંના મુખ્ય વેપાર વિસ્તારની શેરીઓમાંના વિક્રેતાઓ પાસેથી મેળવી શકાય છે (દા.ત. બોમ્બે સ્ટોક એક્સચેન્જની બહાર)

ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યુ બાબતમાં જરૂરી રકમના ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટ સાથેનું અરજીફોર્મ ઈશ્યુ માટે નિયુક્ત થયેલા એવા કલેક્શન સેન્ટર્સમાં જમા કરવાનું રહેશે, જેમનાં નામ અને સરનામાં અરજીફોર્મ પર છાપેલાં હોય છે.

અરજીફોર્મ કાળજીપૂર્વક ભરવાં જરૂરી છે, કારણ કે અધૂરાં/ખોટી રીતે ભરેલાં ફોર્મ અધૂરી વિગતોને કારણે નકારી શકાય છે.

એએસબીએ (અસ્બા)

પબ્લિક ઇસ્યૂની હાલની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે સેબીએ પબ્લિક ઇસ્યૂ માટે અરજી કરવાની પૂરક પ્રક્રિયા શરૂ કરી છે. તેનું નામ છે “એપ્લિકેશન્સ સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (આસ્બા - ASBA)”. બુક બિલ્ડીંગ મારફતે કરવામાં આવતા તમામ પબ્લિક ઇસ્યૂ તથા તમામ રાઇટ્સ ઇસ્યૂ માટે આસ્બા પ્રક્રિયા ઉપલબ્ધ કરાઈ છે. હાલમાં ચેક મારફતે કરાતી ચુકવણી ઉપરાંત આસ્બાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

અસ્બા પ્રક્રિયાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

 • અસ્બાનો અર્થઃ અસ્બા કોઈ ઈશ્યુમાં સબ્સક્રાઈબ કરવા માટેની અરજી છે, જે બેંક ખાતામાં એપ્લિકેશન મની રોકી રાખવાની અધિકૃતતા ધરાવે છે.
 • અસ્બા બીડ-કમ એપ્લિકેશન ફોર્મ્સની ઉપલબ્ધિઃ રોકાણકારો સેલ્ફ સર્ટિફાઈડ સિન્ડિકેટ બેન્ક્સ (એસસીએસબીઝ) પાસેથી અસ્બા બીડ-કમ એપ્લિકેશન ફોર્મ્સ પ્રાપ્ત કરી શકે છે. આ ફોર્મ્સ રોકાણકારોને બીએસઈ અથવાએનએસઈની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ થઈ શકે છે.
 • સેલ્ફ સર્ટિફાઈડ સિન્ડિકેટ બેંક (એસસીએસબી): એસસીએસબી એક એવી બેંક છે, જે અસ્બા પ્રક્રિયા મારફતે અરજી કરવાની સુવિધા આપે છે. અસ્બા સુવિધા આપવા ઈચ્છતી બેંકે સેબીની એસસીએસબીની યાદીમાં પોતાનું નામ સમાવિષ્ટ કરવા માટે સેબીને એક સર્ટિફિકેટ સુપરત કરવાનું રહેશે. આ યાદી સેબી તેની વેબસાઈટ www.sebi.gov.in પર પ્રદર્શિત કરશે. અસ્બા માત્ર એવી એસસીએસબી દ્વારા સ્વીકારી શકાશે, જેમનાં નામ સેબીની વેબસાઈટ પર પ્રદર્શિત એસસીએસબીની યાદીમાં સમાવિષ્ટ હોય. એસસીએસબીની યાદીમાં સમાવિષ્ટ થયા પછી કોઈ બેંકે તેનું નામ સમાવિષ્ટ થયાની તારીખથી મહિનાની પહેલી કે 15મી તારીખ (જે કોઈ વહેલી હોય)થી એસસીએસબી તરીકે પ્રવૃત્તિ શરૂ કરી દેવાની રહેશે. ત્યાર બાદ એમ ગણવામાં આવશે કે ઈશ્યુઅર સાથે કરાર થયો છે અને તેણે જેમાં અસ્બાની સુવિધા ઉપલબ્ધ હોય એવા તમામ ઈશ્યુઓ માટે પોતાના ખાતેદારોને અસ્બા સુવિધા આપવાની રહેશે.

નીચે એવી બેંકોની યાદી આપવામાં આવી છે, જેમને તમામ ઈશ્યુઓમાં અસ્બા સ્વીકારવાની સત્તા 15 નવેમ્બર, 2010થી આપવામાં આવી છે.

 

ક્રમ નં.           બેંકનું નામ

 1. અલાહાબાદ બેંક
 2. આંધ્ર બેંક
 3. એક્સિસ બેંક
 4. બૅન્ક ઓફ અમેરિકા, એન.એ.
 5. બેંક ઓફ બરોડા
 6. બેંક ઓફ ઈન્ડિયા
 7. બેંક ઓફ મહારાષ્ટ્ર
 8. બીએનપી પારિબા
 9. કેનેરા બેંક
 10. સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
 11. સિટિબેંક એન.એ.
 12. સિટી યુનિયન બૅન્ક લિ.
 13. કોર્પોરેશન બેંક
 14. ડચ બેંક
 15. ફેડરલ બેંક લિ., ધ
 16. એચડીએફસી બેંક લિ.
 17. હોંગકોંગ એન્ડ સંઘાઈ બેન્કિંગ કોર્પ. લિ., ધ
 18. આઈસીઆઈસીઆઈ બેંક લિ.
 19. આઈડીબીઆઈ બેંક લિ.
 20. ઈન્ડિયન બેંક
 21. ઈન્ડિયન ઓવરસીઝ બૅનક
 22. ઈન્ડસઈન્ડ બેંક લિ.
 23. જેપી મોર્ગન ચેઝ બેંક લિ.
 24. કાળુપુર કોમર્સિયલ કો-ઓપરેટિવ બૅન્ક લિ.
 25. કરુર વૈશ્ય બેંક લિ., ધ
 26. કોટક મહિન્દ્રા બેંક લિ.
 27. નૂતન નાગરિક સહકારી બેંક લિ.
 28. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ
 29. પંજાબ નેશનલ બેંક
 30. સાઉથ ઈન્ડિયન બેંક લિ., ધ
 31. સ્ટાન્ડર્ડ ચાર્ડર્ડ બેંક લિ.
 32. સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર
 33. સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ
 34. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
 35. સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર
 36. સિન્ડિકેટ બેંક
 37. ધ તામિલનાડ મર્કન્ટાઇલ બૅન્ક લિ.
 38. યૂકો બેંક
 39. યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા
 40. યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા
 41. વિજયા બેંક
 42. યસ બેંક લિ.

એસસીએસબીએ તેની ડેઝિગ્નેટેડ બ્રાન્ચીઝ (ડીબી) નક્કી કરવાની રહેશે, જ્યાં અસ્બાના રોકાણકારે અસ્બા સુપરત કરવાનું રહેશે તેમ જ એસસીએસબીએ કન્ટ્રોલિંગ બ્રાન્ચ (સીબી) પણ નિર્ધારિત કરવાની રહેશે, જે ઈશ્યુના રજિસ્ટ્રાર, સ્ટોક એક્સચેન્જો અને મર્ચન્ટ બેન્કરો માટે કોઓર્ડિનેટિંગ બ્રાન્ચ તરીકે કામકાજ કરશે. એસસીએસબી, તેની ડીબી અને સીબી એવા તમામ ઈશ્યુઓ બાબતમાં આ રીતે કામ કરતી રહેશે, જેમાં અસ્બા પ્રક્રિયા લાગુ થતી હોય. એસસીએસબી અસ્બા પ્રોસેસના હેતુસર નવી ડીબી નક્કી કરી શકશે અને એની વિગતો તેણે સેબીને જણાવવાની રહેશે. ત્યાર બાદ સેબી પોતાની પાસેની એસસીએસબીની યાદીમાં એ ડીબીનું નામ ઉમેરશે. એસસીએસબીએ નીચેની વિગતો સ્ટોક એક્સચેન્જોને જણાવવાની રહેશે, જેથી તેઓ પોતપોતાની વેબસાઈટ પર એ વિગતો ઉપલબ્ધ કરાવી શકે. આ વિગતો એસસીએસબીએ પોતાની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ કરાવવાની રહેશે.

 • એસસીએસબીનું નામ અને સરનામું
 • ડીબી અને સીબીનાં સરનામાં તથા તેમના ટેલિફોન નંબર, ફેક્સ નંબર અને ઈ-મેઈલ આઈડી જેવી બીજી વિગતો
 • સીબીમાંના સિનિયર સ્તરના મુખ્ય અધિકારીનું નામ અને તેની સંપર્ક વિગતો

ii બીએસઈ/એનએસઈ વેબસાઈટઃ રોકાણકારો સ્ટોક એક્સચેન્જો એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની વેબસાઈટ્સ પરથી અસ્બા એપ્લિકેશન્સ ફોર્મ્સ ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકે છે, જે અસ્બા સુવિધા માટે ઈલેક્ટ્રોનિક ઈન્ટરફેસની ગરજ સારે છે. આવી રીતે ડાઉનલોડ કરેલા પ્રત્યેક અસ્બા ફોર્મ પર એક યુનિક (અદ્વિતીય) અરજી ક્રમાંક હશે અને તેનો ઉપયોગ પબ્લિક ઈશ્યુમાં અસ્બા અરજીઓ કરવા માટે થઈ શકશે. ચોક્કસ પબ્લિક ઈશ્યુ માટેના અસ્બા ફોર્મ સ્ટોક એક્સચેન્જોની વેબસાઈટ્સ પર ચોક્કસ પબ્લિક ઈશ્યુના ખૂલવાના ઓછામાં ઓછા એક દિવસ પૂર્વે ઉપલબ્ધ કરાય છે. રોકાણકારો પબ્લિક ઈશ્યુના એબ્રીજ પ્રોસ્પેક્ટ્સ / પ્રોસ્પેક્ટ્સની સોફ્ટ કોપી પણ ઓનલાઈન મેળવી શકે છે. બીડ્સમાં સુધારો કરવા રોકાણકારો બીડ રિવિઝન ફોર્મની પ્રિન્ટ લઈ શકે છે.

નિયંત્રણ અને પ્રક્રિયાની દૃષ્ટિએ યુનિક એપ્લિકેશન નંબર મહત્ત્વનો છે આથી, ડાઉનલોડ કરેલા ફોર્મની ફોટો કોપીના વપરાશ દ્વારા કરાયેલી અરજીઓ સ્વીકાર્ય નહીં બને.

આ સુવિધા માટે બીએસઈ અથવા એનએસઈની વેબસાઈટ્સની હાયપર લિન્ક મર્ચન્ટ બેન્કરો અને એસસીએસબીઝને પૂરી પાડવામાં આવે છે.

સી. ASBA અસ્બા પ્રક્રિયા સંક્ષિપ્તમાં: અસ્બા રોકાણકારે એવા એસસીએસબીને ફિઝિકલી અથવા ઈલેક્ટ્રોનિકલી ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધા મારફતે અસ્બા સુપરત કરવાનું રહેશે, જેમાં તેનું બ્લોક કરવા માટેનું બેન્ક ખાતું રાખ્યું હોય. સિન્ડિકેટ/સબ-સિન્ડિકેટ મેમ્બર્સ પણ રોકાણકારો પાસેથી ફોર્મ પ્રાપ્ત કરી અને એસસીએસબીઝને સુપરત કરે છે. (સિન્ડિકેટ/સબ-સિન્ડિકેટ મેમ્બર્સે આવાં અસ્બા ફોર્મ્સની બીડ અને અન્ય સંબંધિત વિગતો સ્ટોક એક્સચેન્જો દ્વારા પૂરા પાડવામાં આવેલા બીડીંગ પ્લેટફોર્મ પર અપલોડ કરવાની રહેશે અને એને સંબંધિત એસસીએસબીઝને મોકલવાની રહેશે. એસસીએસબીઝે આવાં અસ્બા ફોર્મ્સ માટેની આગળની પ્રક્રિયા, જેવી કે સહીની ચકાસણી, ભંડોળ સ્થગિત કરવું વગેરે કરવાની રહેશે અને એ જ ફોર્મ્સ ઈશ્યુના રજિસ્ટ્રારને મોકલવાનાં રહેશે).

ડી. ASBA અસ્બા પ્રક્રિયા સંક્ષિપ્તમાં: અસ્બા રોકાણકારે એવા એસસીએસબીને ફિઝિકલી અથવા ઈલેક્ટ્રોનિકલી ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધા મારફતે અસ્બા સુપરત કરવાનું રહેશે, જેમાં તેનું બ્લોક કરવા માટેનું બેન્ક ખાતું રાખ્યું હોય. ત્યાર બાદ એસસીએસબી અસ્બામાં દર્શાવેલ બેંક ખાતામાં ખાતાધારકે આપેલી ઓથોરિટીના આધારે એપ્લિકેશન મની રોકી રાખશે. ઈશ્યુમાં ફાળવણીનો આધાર નક્કી થાય ત્યાં સુધી અથવા ઈશ્યુ પાછો ખેંચી લેવાય/નિષ્ફળ જાય ત્યાં સુધી અથવા અરજી પાછી ખેંચી લેવાય/નકારી કઢાય ત્યાં સુધી એપ્લિકેશન મની બેંક ખાતામાં એમ જ રોકાયેલા (બ્લોક) રહેશે. ત્યાર બાદ અરજીની વિગતો સ્ટોક એક્સચેન્જોએ પૂરાં પાડેલા વેબ એનેબલ્ડ ઈન્ટરફેસ મારફતે ઈલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં એસસીએસબી દ્વારા અપલોડ કરવામાં આવશે. એક વખત ફાળવણીનો આધાર, પાયો નક્કી થઈ જાય પછી ઈશ્યુના રજિસ્ટ્રાર સંબંધિત બેંક ખાતાને ખુલ્લું (અનલૉક) કરવા અને ઈશ્યુઅરના ખાતામાં જરૂરી રકમ ટ્રાન્સફર કરવા માટેની યોગ્ય વિનંતી એસસીએસબીને રવાના કરશે. ઈશ્યુ પાછો ખેંચી લેવા/નિષ્ફળ જવાના કેસમાં એસસીએસબી પ્રિ-ઈશ્યુ મર્ચન્ટ બેન્કર્સ તરફથી માહિતી મળવા પર રકમને અનબ્લોક (મુક્ત) કરી દેશે.

રાઈટ ઈશ્યુમાં અસ્બા સુવિધાએ કંપનીના શેરધારક રેકોર્ડ તારીખે રાઈટ ઈશ્યુની અરજી કરી શકશે. અરજી ફોર્મના (1) ભાગ એ અથવા (2) કોરા કાગળ પર તેઓ અસ્બા વિકલ્પ ઈચ્છે છે કે નહીં તે જણાવતી અરજી, સેલ્ફ સર્ટિફાઈડ સિન્ડીકેંટ બેંક (એસસીએસબી) કે જેમાંનું ખાતું બ્લોક કરવાનું છે તેને સુપરત કરવી જોઈશે.

ઈ. આસ્બા (ASBA) પ્રક્રિયા લાગુ થવા વિશેઃ એક જ વખતમાં સંપૂર્ણ ચુકવણી કરવાની હોય એવા જ તમામ પબ્લિક ઇસ્યૂ અને રાઇટ્સ ઇસ્યૂમાં આસ્બા પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. પબ્લિક / રાઇટ્સ ઇસ્યૂમાં અરજી કરનારા નાના રોકાણકારો સિવાયના તમામ રોકાણકારો (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ અને નોન ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારો) માટે 1 મે, 2011થી આસ્બા સુવિધા ફરજિયાત કરવામાં આવી છે.

એફ. અસ્બા પ્રોસેસ કોને લાગુ થઈ શકે ? અસ્બા પ્રોસેસ એવા તમામ બુક બિલ્ટ પબ્લિક ઈશ્યુઓને લાગુ થશે, જે તમામ નાના વ્યક્તિગત રોકાણકારોને એક જ પેમેન્ટ વિકલ્પ પૂરો પાડતા હોય. અસ્બા પ્રોસેસ તમામ રાઈટ ઈશ્યુઓને પણ લાગુ થશે.

આઈપીઓ/એફપીઓ માટે ઈન્ટરનેટ પર અરજી કરવીઃ

વિવિધ બ્રોકરેજ પેઢીઓની વેબસાઈટ્સ હવે તેમના અસીલોને આઈપીઓ/એફપીઓ માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપે છે.

આઈપીઓ/એફપીઓની સમાપ્તિ બાદ અરજી પાછી ખેંચવી

ભારતીય કાયદા ફાળવણીની તારીખ પૂર્વે અરજી પાછી ખેંચી લેવાની છૂટ આપે છે.

બિડ્સ દાખલ કરવા માટે એક બિડર ટ્રેડિંગ મેમ્બર પાસેથી પુરાવાની માગણી કરી શકે ?

સિન્ડિકેટ મેમ્બર તેની સહી, તારીખ અને સ્ટેમ્પ સાથે કાઉન્ટર ફોઈલ પરત કરે છે. રોકાણકાર આને એ વાતના પૂરતા પુરાવા તરીકે પોતાની પાસે રાખી શકે છે કે બિડ્સ ધ્યાનમાં લેવામાં આવી છે.

બિડ્સમાં ફેરફાર/સુધારા

રોકાણકાર અરજીફોર્મ સાથે ઉપલબ્ધ, બિડમાં ફેરફાર/સુઘારો કરવા માટેના ફોર્મનો ઉપયોગ કરીને જથ્થો કે ભાવમાં ફેરફાર કે સુધારો કરી શકે છે. જોકે બિડ્સમાં ફેરફાર કે સુધારો કરવાની સમગ્ર પ્રક્રિયા ઈશ્યુ બંધ થવાની તારીખની અંદર પૂરી કરવી જરૂરી છે.

હાલમાં ખુલ્લા રહેલા અથવા બજારમાં આવનારા આઈપીઓ/એફપીઓ વિશે શી રીતે જાણી શકાય ?

દર અઠવાડિયે સેબી પોતાની પાસે ફાઈલ કરાતા ઓફર ડોક્યુમેન્ટ્સની અને તેમના પર જારી કરાયેલાં નિરીક્ષણોની વિગતો અખબારી યાદીઓ દ્વારા લોકોની જાણ માટે જાહેર કરે છે.

રિટેલ ઈન્વેસ્ટરે કયા ભાવે અરજી કરવી જોઈએ ?

રિટેલ ઈન્વેસ્ટરે કોઈ ચોક્કસ ભાવે બિડ કરવી જોઈએ એવું જરૂરી નથી. તે યોગ્ય ભાવે નિર્ણય લેવા સમર્થ નથી હોતો તેથી તેણે કટ-ઓફ્ફ વિકલ્પ વાપરવો જોઈએ. આને કારણે એ સુનિશ્ચિત થશે કે તેની અરજી ઈશ્યુઅર દ્વારા નક્કી થતા અંતિમ ભાવ સહિત બધા ભાવ સ્તરે માન્ય ગણાશે. કટ-ઓફ્ફ ભાવે બિડ્સ કરવા માટે ચુકવણી પ્રાઈસ બેન્ડના સર્વોચ્ચ ભાવે કરવાની રહેશે. જો નીચલો ભાવ નક્કી થાય અથવા રોકાણકારને ફાળવણી નહીં થાય અથવા અરજી કરી હોય એના કરતાં ઓછા શેર્સ તેને ફાળવાયા હોય તો તેને આવશ્યક રિફંડ મળશે.

આઈપીઓ/એફપીઓમાં ફાળવણીની શક્યતા વધારવા શું કરી શકાય ?

ઘણા ખરા આઈપીઓ/એફપીઓ વધુ પડતા છલકાઈ જતા હોવાથી નાનો રોકાણકાર પોતાને કોઈ ફાળવણી નહીં થવાથી અથવા તદ્દન મામૂલી સંખ્યામાં શેર્સ મળવાથી નિરાશ થતો હોય છે. જો કોઈ રોકાણકારે ચોક્કસ આઈપીઓ/એફપીઓમાં પાત્રતાના આધારે રોકાણ કરવાનું નક્કી કર્યું હોય તો તેણે પોતાનાથી બને એટલા વધુ નાણાંની વ્યવસ્થા કરી લેવી જોઈએ. તેણે રૂ.1,00,000ના મૂલ્યની સીમામાં બને એટલા વધુ શેર્સ માટે અરજી કરવી જોઈએ. કુટુંબના બધા સભ્યોના નામે અરજી કરવાનું પણ યોગ્ય ગણાશે, પરંતુ એ માટે જરૂરી છે કે એ બધા સભ્યો તેમના પોતાના ખાતામાંથી અરજી કરે અને એ બધાનાં યોગ્ય ડીમેટ એકાઉન્ટ હોય.

સ્ત્રોત: ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ

 

3.14545454545
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top