ઈશ્યુ કરનાર કંપનીને મુક્તપણે ઈશ્યુ નું ભાવ નિર્ધારણ કરવાની છૂટ હોય છે. ઈશ્યુ પ્રાઈસનો પાયો-આધાર ઓફર ડોક્યુમેન્ટમાં જાહેર કરાયો હોય છે, જેમાં ઈશ્યુઅર ઈશ્યુ પ્રાઈસને વાજબી ઠેરવતા ગુણવત્તાલક્ષી અને જથ્થાલક્ષી પરિબળો વિશે વિગતવાર માહિતી આપે છે. ઈશ્યુ કરનારી કંપની 20 ટકાની પ્રાઈસ બેન્ડ દર્શાવી શકે છે. (પ્રાઈસ બેન્ડમાંની મર્યાદા સેબીમાં ફાઈલ કરાયેલા ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટમાંની ફ્લોર પ્રાઈસના 20 ટકાથી વધુ ન હોવી જોઈએ અને વાસ્તવિક ભાવ પાછળથી, ઓફર ડોક્યુમેન્ટ સેબી/આરઓસીમાં ફાઈલ કરવા પહેલાં નક્કી કરી શકાય છે.)
બુક બિલ્ડિંગ એવી પ્રક્રિયા છે, જેમાં કોર્પોરેટ દ્વારા સૂચિત કરાયેલા ઈશ્યુની સિક્યુરિટીઝ માટેની માગ સર્જવામાં અને તેને ઊંચે લઈ જવામાં આવે છે અને સિક્યુરિટીઝની કિંમત ઈશ્યુઅર દ્વારા ઓફર કરાયેલી સિક્યુરિટીઝની બીડ અને જથ્થાના આધારે નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિ વળતરને સિક્યુરિટીઝના ભાવ નિર્ધારણની તક પૂરી પાડે છે.
આ પ્રક્રિયાને બુક બિલ્ડિંગ નામ એટલા કારણસર અપાયું છે કે તેમાં રોકાણકારો તરફથી મળતી બિડ્સ એકત્રિત કરાય છે, જે એક પ્રાઈસ રેન્જ પર આધારિત હોય છે. બિડ બંધ થવાની તારીખ વિત્યા બાદ ઈશ્યુ પ્રાઈસ નક્કી કરવામાં આવે છે.
આઈપીઓ / એફપીઓ લાવવા વિચારતી કંપની બુક રનર તરીકે કોઈ મર્ચન્ટ બેન્કરને નિયુક્ત કરે છે. એક ચોક્કસ સમય મર્યાદા બિડિંગ પિરિયડ તરીકે નક્કી કરાય છે. ત્યારબાદ બુક રનર એક ઓર્ડર બુક તૈયાર કરે છે. સંભવિત રોકાણકારોને બિડિંગ પિરિયડ દરમિયાન પોતાની બિડ્સમાં સુધારો કરવાની છૂટ હોય છે. બિડિંગ પિરિયડ પૂરો થયા પર બુક બંધ કરાય છે અને ત્યારબાદ ઓર્ડર કરાયેલા શેર્સનો જથ્થો અને ઓફર કરાયેલા સંબંધિત ભાવ માલમ પડે છે. અંતિમ ભાવ નિર્ધારણ જુદાં-જુદાં ભાવે કરાયેલી માગ પર આધારિત હોય છે.
મૂડી ઊભી કરવા માટે બુક બિલ્ડિંગ મનપસંદ માર્ગ બની ગયો હોવાનું નીચેના કોષ્ટક પરથી જોઈ શકાય છે. ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યુ પણ એટલા જ પસંદ કરાતા હોવા છતાં બુક બિલ્ડિંગ આઈપીઓ/એફપીઓનું વધુ વર્ચસ પ્રવર્તે છે.
વર્ષ |
બુક બિલ્ડિંગ |
ફિક્સ્ડ પ્રાઈસ |
કુલ |
|||||
|
આઈપીઓની સંખ્યા |
રકમ (રૂ. કરોડ) |
ટકા |
આઈપીઓની સંખ્યા |
રકમ (રૂ. કરોડ) |
ટકા |
આઈપીઓની સંખ્યા |
રકમ (રૂ. કરોડ) |
2003-04 |
9 |
2641.04 |
82.8 |
10 |
550.07 |
17.2 |
19 |
3191 |
2004-05 |
15 |
14507.04 |
98.9 |
8 |
155.28 |
1.1 |
23 |
14662 |
2005-06 |
53 |
10225.43 |
94.9 |
23 |
572.45 |
5.3 |
76 |
10797 |
2006-07 |
65 |
23469.07 |
99.0 |
11 |
237.10 |
1.0 |
76 |
23706 |
2007-08 |
74 |
41068.98 |
99.4 |
10 |
254.47 |
0.6 |
84 |
41323 |
2008-09 |
17 |
1959.92 |
96.4 |
4 |
74.07 |
3.6 |
21 |
2033 |
2009-10 |
39 |
24948.13 |
100.0 |
0 |
0.00 |
0.0 |
39 |
24948.13 |
(31 ઓક્ટોબર. 2010 સુધી) |
34 |
28878.78 |
99 |
1 |
33.50 |
0.1 |
35 |
28912.28 |
બુક-બિલ્ટ ઈશ્યુ માં બિડિંગ સમયગાળા દરમિયાન મળેલી બિડ્સ અને માગ ઓનલાઈન દર્શાવવાનું ફરજિયાત છે. આને ઓપન બુક સિસ્ટમ કહે છે. (ક્લોઝ્ડ બુક બિલ્ડિંગમાં બુક જાહેર નથી કરાતી અને બીજા બિડરોએ સુપરત કરેલી બિડ્સ અંગે કોઈ માહિતી ધરાવ્યા વિના પોતે જે ભાવે બિડ-કરવાનો ઈરાદો ધરાવતો હોય એ ભાવ બિડરે સ્વીકારવો પડે છે.) સેબીએ ઠરાવ્યા મુજબ બુક બિલ્ડિંગના કિસ્સામાં માત્ર ઈલેક્ટ્રોનિક સુવિધા જ વાપરવાની છૂટ છે.
ઓફર ડોક્યુમેન્ટમાં સિક્યોરિટીઝ માટેની ફ્લોર પ્રાઈસ અથવા પ્રાઈસ બેન્ડ હોઈ શકે છે, જેની અંદર રોકાણકારો બિડ કરી શકે છે. ફ્લોર પ્રાઈસ અને પ્રાઈસ બેન્ડની કૅપ (મર્યાદા) વચ્ચેનો ફરક 20 ટકાથી વધુ હોવો ન જોઈએ. બીજા શબ્દોમાં આનો અર્થ એવો થયો કે કૅપ (મર્યાદા) ફ્લોર પ્રાઈસના 120 ટકાથી વધુ ન હોવી જોઈએ. કંપની ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે વિચારવિમર્શ કરીને અને ખાસ કરીને અમુક અગ્રણી ક્યુઆઈબી સાથે પ્રિ-માર્કેટિંગ કવાયત હાથ ધર્યા પછી પ્રાઈસ બેન્ડ નક્કી કરે છે.
પ્રાઈસ બેન્ડમાં સુધારો-વધારો થઈ શકે છે. સેબીનો નિયમ કહે છે કે પ્રાઈસ બેન્ડમાં થયેલા સુધારાવધારાનો સ્ટોક એક્સચેન્જોને જાણ કરીને, અખબારી યાદીઓ જારી કરીને તથા સંબંધિત વેબસાઈટો અને સિન્ડિકેટના મેમ્બર્સના ટર્મિનલ પર આ ફેરફાર દર્શાવીને વ્યાપક પ્રસાર કરવો જોઈએ. પ્રાઈસ બેન્ડ બદલાય ત્યારે બિડિંગ પિરિયડ ત્રણ દિવસના વધુ ગાળા માટે લંબાવાય છે. જોકે કુલ બિડિંગ પિરિયડ 13 દિવસથી વધુ લંબાવી શકાતો નથી.
ફ્લોર પ્રાઈસ એટલે એવો લઘુતમ ભાવ, જે ભાવે બિડ્સ કરી શકાય છે.
બુક બિલ્ડિંગ ઈશ્યુ માં ઈશ્યુઅરે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં પ્રાઈસ બેન્ડ અથવા ફ્લોર પ્રાઈસ દર્શાવવાની હોય છે. વાસ્તવિક નિર્ધારિત થયેલ ઈશ્યુ પ્રાઈસ પ્રાઈસ બેન્ડની અંદરનો કોઈપણ ભાવ અથવા ફ્લોર પ્રાઈસની ઉપરનો કોઈ પણ ભાવ હોઈ શકે છે. આ ઈશ્યુ પ્રાઈસને ‘કટ ઓફ્ફ પ્રાઈસ’ કહેવાય છે. બુક અને સ્ટોક માટેની રોકાણકારોની માગને ધ્યાનમાં લીધા બાદ ઈશ્યુઅર અને લીડ મેનેજર આ ‘કટ ઓફ્ફ પ્રાઈસ’ નક્કી કરે છે. સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ 2009 માત્ર નાના વ્યક્તિગત રોકાણકારોને કટ ઓફ પ્રાઈસ અરજી કરવાનો વિકલ્પ ધરાવવાની પરવાનગી આપે છે.
પ્રાઈસ બેન્ડની અંદર, જુદા-જુદા ભાવ સ્તરે જોવા મળેલી માગની વિગત ઈશ્યુના સમગ્ર સમયગાળા દરમિયાન ચોક્કસ નિયુક્ત સ્ટોક એક્સચેન્જોની વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે અને એક વખત ઈશ્યુ બંધ થાય એટલે ઈશ્યુઅર ફાઈનલ પ્રાઈસ નક્કી કરે છે અને રોકાણકારોને તેની જાણ કરે છે.
આઈપીઓ / એફપીઓનું સબસ્ક્રિપ્શન લિસ્ટ ઓછામાં ઓછા કેટલા દિવસ ખુલ્લું રહેવું જોઈએ ?
સેબી આઈસીડીઆર રેગ્યુલેશન 2009માં જોગવાઈ કરાઈ હોય એના સિવાયના કિસ્સામાં પબ્લિક ઈશ્યુ (જાહેર ભરણું) કામકાજના ઓછામાં ઓછા ત્રણ દિવસ કામકાજ ખુલ્લું રાખવું જોઈએ, પરંતુ પ્રાઈસ બેન્ડમાં સુધારો કરાયો હોય એવા કિસ્સામાં ઈશ્યુ ખુલ્લો રખાય એ દિવસો સહિત કામકાજના વધુમાં વધુ 10 દિવસથી અધિક ખુલ્લો રાખવો જોઈએ નહીં.
બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફત કરાતા પબ્લિક ઈશ્યુની પ્રાઈસ બેન્ડમાં સુધારો કરાયો હોય એવા કિસ્સામાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં જાહેર કરાયેલો બીડિંગ (ઈશ્યુ)નો ગાળો કુલ બીડિંગ સમયગાળો કામકાજના 10 દિવસથી અધિક વધે નહીં એ શરતે ઓછામાં ઓછા કામકાજના ત્રણ દિવસ લંબાવી શકાય છે.
સેબીએ એફપીઓ માટે બુક બિલ્ડિંગની વધારાની પદ્ધતિ શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેમાં ઈશ્યુઅર ફ્લોર પ્રાઈસ નક્કી કરશે અને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં ફ્લોર પ્રાઈસ દર્શાવી શકશે. જો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં ફ્લોર પ્રાઈસ દર્શાવાઈ હોય તો ઈશ્યુઅરે બિડ ખૂલવાના ઓછામાં ઓછા એક દિવસ અગાઉ એ તમામ અખબારોમાં ફ્લોર પ્રાઈસની ઘોષણા કરવી પડશે, જેમાં તેની પ્રિ-ઈશ્યુ એડવર્ટાઈઝમેન્ટ છપાઈ હતી.
ક્યુઆઈબીએ ફ્લોર પ્રાઈસથી ઉપરના કોઈ પણ ભાવે બિડ કરવાની રહે છે. ઊંચામાં ઊંચા ભાવે બિડ કરનાર બિડરને તેણે માગેલી સિક્યોરિટીની સંખ્યા ફાળવાશે અને ત્યાર પછી બીજા નંબરના ઊંચા બાવે બિડ કરનારને અને એ ક્રમે ચોક્કસ સિક્યોરિટીઝનો જથ્થો ખલાસ નહીં થઈ જાય ત્યાં સુધી ફાળવણી કરવામાં આવશે. ક્યુઆઈબી માટે ભાવ અગ્રીમતાના ધોરણે ફાળવણી કરાશે. નાના વ્યક્તિગત રોકાણકારો, બિનસંસ્થાકીય રોકાણકારો અને કર્મચારીઓને પ્રમાણસર ફાળવણી કરાશે, પરંતુ એક ચોક્કસ ભાવે ઉપલબ્ધ જથ્થા કરતાં વધુ સિક્યોરિટીઝ માટે બિડિંગ થાય તો સેબી આઈસીડીઆર રેગ્યુલેશન 2009ના શિડ્યુલ 11માં દર્શાવ્યા પ્રમાણે પ્રમાણસરના ધોરણે ફાળવણી કરાશે. નાના વ્યક્તિગત રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કર્મચારીઓને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ 2009ના રેગ્યુલેશન 29ના ક્લોઝ (ડી)ની જોગવાઈને આધીન ફ્લોર પ્રાઈસે ચોક્કસ સિક્યોરિટીઝ ફાળવવામાં આવશે. ઈશ્યુઅર
(એ) ચોક્કસ સિક્યોરિટીઝની સંખ્યા અથવા સિંગલ બિડરને ફાળવવાના ઈશ્યુઅરની ઈશ્યુડ કેપિટલના ટકાની દૃષ્ટિએ મર્યાદા મૂકી શકશે;
(બી) એક બિડરને ભાવ અને/અથવા જથ્થાની દૃષ્ટિએ બિડમાં વધારો કે ઘટાડો કરવાની છૂટ આપવી જોઈએ કે નહીં તે નક્કી કરશે;
(સી) એક બિડરને માત્ર એક કે અનેક બિડ્સ કરવાની છૂટ આપવી જોઈએ કે નહીં તે નક્કી કરશે
સુસ્થાપિત અને કાયદા-નિયમોનું યોગ્ય પાલન કરનારી લિસ્ટેડ કંપનીઓ ફોલો-ઓન પબ્લિક ઈશ્યુઓ અને રાઈટ ઈશ્યુઓ મારફતે ભારતીય પ્રાઈમરી માર્કેટમાં ઝડપથી પ્રવેશી શકે તે માટે સેબીએ નવેમ્બર 2007માં ફાસ્ટ ટ્રેક ઈશ્યુઝ (એફટીઆઈ)ની સંકલ્પના રજૂ કરી હતી. સેબીએ એફટીઆઈની ચોક્કસ આવશ્યકતાઓ હળવી બનાવી છે, ઈશ્યુઅરના સરેરાશ પબ્લિક શેરહોલ્ડિંગને રૂ. 10,000 કરોડથી ઘટાડીને રૂ. 5000 કરોડ, જેમનું પબ્લિક શેરહોલ્ડિંગ ઈશ્યુડ કેપિટલના 15 ટકાથી ઓછું હોય એવી કંપનીઓની આસાની માટે વાર્ષિક ટ્રેડિંગ ટર્નઓવર નક્કી કરવું. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સંરચનાને લગતા ક્લોઝનું એક કે વધુ ત્રિમાસિક ગાળામાં પાલન ન થતું હોય તો તેને અવજ્ઞા નહીં ગણવામાં આવશે, પરંતુ શરત છે કે સ્ટોક એક્સચેન્જ/આરઓસીમાં ડોક્યુમેન્ટ ફાઈલ કરતી વખતે કંપનીએ આ બાબતમાં પાલન કર્યું હોય અને આ બાબતમાં તેણે ઓફર ડોક્યુમેન્ટમાં પૂરતી માહિતી જાહેર કરી હોય.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020